________________ છેલો ભવ. 213 जयराज्येपूज्यश्रीपंडितसंघवीरगणिशिष्यपंडित उदयवीरगणिविरचिते श्रीपार्श्वनाथगयबंधलघुचरित्रे भगवच्यवनजन्मा भिषकविवाहोत्सववर्णनो नाम पंचमः सर्गः // 5 // षष्ठ सर्ग. જડતાના પ્રતાપને દૂર કરનાર એવા શ્રીગુરૂના પાદપદ્મને વારં વાર પ્રણામ કરીને તથા જડતાના પ્રબલ તાપને હણનાર એવા અને અંતઃકરણમાં સ્થિત એવા સમસ્ત સારસ્વત મંત્રનું સ્મરણ કરીને સુગમ ગાબંધથી વિમળ, કમાગત અને શ્રી પાર્શ્વદેવના સંબંધથી યુક્ત એવા છઠ્ઠા સર્ગને હું રચું છું. એકદા શ્રી પાર્શ્વપ્રભુ પોતાના આવાસના ગવાક્ષમાં બેસી કાશીપુરીનું અવલોકન કરતા હતા, એવામાં પૂજાની સામગ્રી સહિત નગરજનોને નગર બહાર જતા જોયા. તે જોઈને તેમણે પોતાના માણસોને પૂછયું કે –“અહો! આજે દધિ, દુગ્ધ, પત્ર, પુષ્પ અને ફળ વિગેરેની સામગ્રી સહિત લેકે હર્ષિત થઈને નગરની બહાર કેમ જાય છે? શું ખાસ કંઈ ઉત્સવ છે? અથવા દેવયાત્રા છે?” એટલે એક માણસે કહ્યું કે:–“હે કૃપાનિધાન સ્વામિન ! સાંભળો. કમઠ નામને કોઈ એક તપસ્વી વનમાં આવ્યું છે, તે તપ કરતાં પંચાગ્નિ સાધે છે. આ લોકે તેની પૂજા કરવા જાય છે. એટલે પાર્શ્વપ્રભુ પણ કૌતુકથી સેવક સહિત અશ્વારૂઢ થઈને તેને જેવાને ચાલ્યા. તે વખતે તીવ્ર પંચાગ્નિના તાપમાં બેઠેલો, ધૂમ્રપાન કરતે, અજ્ઞાન–કષ્ટથી દેહને દમતે એવો કમઠ પ્રભુના જોવામાં આવ્યો. એ વખતે જ્ઞાનત્રયધારી પાર્શ્વપ્રભુએ અગ્નિકુંડમાં નાખેલા કાષ્ઠની અંદર એક મોટા સપને બળતો જોયો. એટલે કૃપાળુ પાર્શ્વકુમારે કહ્યું કે –“અહો અજ્ઞાન! અહો અજ્ઞાન! કે તપમાં પણ દયા દેખાતી નથી. સર્વ લોકે જાણે છે કે દયાહિન ધર્મથી મુક્તિ મળતી નથી. કહ્યું છે કે “પ્રા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust