________________ Rવદન કરાય છે. કલાવિ ની શુક-ગુકી કથા.. 327 anaannnnnnnnnnnn છે.” તેણે તેને પૂછયું એટલે તે વિદ્યાધર રાજાએ પૂર્વલે બધો વૃત્તાંત તેને કહી સંભળાવ્યું. પણ તેના માતપિતાનું નામ જાણતા ન હોવાથી ન કહ્યું. કુમારે વિચાર કર્યો કે વાનરીએ વનમાં જે કહ્યું તે સત્ય જણાય છે, કેમકે મુનિ પણ તેજ પ્રમાણે છેલ્યા છે; માટે આ મારી જન્મજનેતા સંભવે છે. હવે કેવળી ભગવંત પાસે જઈને પૂછું કે જેથી મને કશે સંદેહ ન રહે.” આ પ્રમાણે મનમાં વિચારીને બંને જનની તથા જનકસહિત કુમાર હેમપુર નગરમાં કેવળીને વંદન કરવા ગયો. ત્યાં કેવળી ભગવંતને નમસ્કાર કરી પરિ . વાર સહિત તે વિદ્યાધર બેઠે. હજારો સ્ત્રીઓમાં બેઠેલી જયસુંદરી રાણી પિતાના પુત્ર સહિત ગુરૂભાષિત ધર્મ સાંભળવા લાગી. તે વખતે હેમપ્રભ રાજા પણ નગરજ સહિત ગુરૂની પાસે આવી ધર્મ સાંભળવા બેઠા હતા. તેણે કેવળી ભગવંત દેશના દઈ રહ્યા પછી અવસર મેળવીને કેવળી ભગવંતને પૂછયું કે-“હે ભગવન ! મારી સ્ત્રીનું કે હરણ કર્યું છે?” કેવળી બોલ્યા કે-“હે રાજન્ ! તેનું તેના પુત્રેજ હરણ કર્યું છે.” એટલે રાજા વિસ્મય પામીને બે કે-“હે પ્રભો! તેને પુત્ર ક્યાંથી? તેને પુત્ર જે હતો તેનું તે દેવે હરણ કર્યું છે, અર્થાત્ મરણ પામે છે અને તેને બીજો પુત્ર તે નથી.”મુનિ બોલ્યા કે- તારું કહેવું સત્ય છે, પણ મેં કહ્યું છે તેમાં સંદેહ કરીશ નહિ.” રાજા બોલ્યો કે તે તેને પરમાર્થ પ્રકાશે.” એટલે ગુરૂએ કુળદેવી પાસે લઈ જતાં બનેલો અને બીજે બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. છેવટે તે કુમાર આ ઉદ્યાનમાં આવ્યો છે ત્યાં સુધી વૃત્તાંત કહ્યું. એટલે રાજા જેટલામાં સભાની અંદર ચોતરફ નજર કરે છે, તેવામાં સંશયરહિત થયેલ કુમાર આવીને તાતને પગે પડ્યો; એટલે રાજાએ તેને આલિંગન કર્યું. તે વખતે રાજા, જયસુંદરી, રતિસુંદરી અને બંને કુમારો–એમ સમસ્ત કુટુંબ ત્યાં મળ્યું. પછી જયસુંદરી રાણુએ મુનિને નમસ્કાર કરીને પૂછયું કે –“હે ભગવદ્ ! કયા કર્મથી મને સોળ વર્ષ પર્યત પુત્રને વિરહ થયો?” મુનિ બેલ્યા કે–પૂર્વે શુકીના ભાવમાં સેળ મુહર્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust