________________ બંધુદત્ત કથા. 359 છે? અનુચિત કાર્ય કરતાં તે અહિતજ થાય, માટે મને જે આદેશ કરવો હોય તે કરે, કેમકે હુંજ એ અનર્થમાં કારણભૂત છું, તેથી દંડને પાત્ર તે હું છું.” રાજા બોલ્યા કે-“હે ભદ્ર! ખેદ ન કર. તેં જે મારી આગળ કહ્યું હતું તે તે સત્યજ હતું, પરંતુ એ અશિથી શુદ્ધ થયે, અગ્રિજ એને સાક્ષી થયે, એટલે કે માં હું જ અપરાધી ઠર્યો, તેથી મારે ચિતાપ્રવેશ કરે છે. સાર્થવાહ બોલ્યા હે નાથ ! તમારી પાસે મેં જે કહ્યું હતું તે અસત્ય નથી, પ્રલયકાળે પણ તે અન્યથા થાય તેવું નથી, છતાં આમ બન્યું તેથી અહીં કંઈ પણ કારણ હોવું જોઈએ. તે સાંભળીને મંત્રીઓ બેલ્યા કે:“ જો એમ હોય તે શ્રીગુપ્ત મંત્રના બળે અગ્નિને થંભ્ય એમ જણાય છે.” એવામાં અતિસાગર મંત્રી રાજાને પ્રણામ કરીને બોલ્યા કે:-“હે વિશે ! રથનુ પુર નગરમાં એક સિદ્ધ પુરૂષ વિદ્યાધર રહે છે, તેને બોલાવીને પૂછીએ.” રાજાએ કહ્યું કે:-“બહુ સારું, તેને બોલાવે.” એટલે મતિસાગર મંત્રીએ બહુ માનપૂર્વક તેને બોલાવ્યું. તે આવ્યું, એટલે મંત્રી અને રાજાએ તેને બધો વૃતાંત કહી સંભળાવ્યું. તે બે કે-“પુનઃ એની પાસે દિવ્ય કરા. પરવિદ્યાને સ્તંભન કરનારી વિદ્યા મારી પાસે છે, તેથી મારી સમક્ષ દિવ્ય કરાવવાથી એનું બધું પિગળ જણાઈ આવશે.” પછી પુનઃ શ્રીગુપ્તને બોલાવીને કહ્યું કે - " તું સાચે હોય તે પુન: દિવ્ય કર.” તે બે કે -બહુ સારૂં.” પછી તેણે દિવ્ય કર્યું, પરંતુ તેની વિદ્યા થંભાઈ જવાથી તેના બંને હાથ બળી ગયા, અને રાજાને જય જ્યારવથ, સર્વત્ર મંગળ-ઉત્સવે શરૂ થયા. પછી રાજાએ શ્રીગુમને પૂછ્યું કે આ બધું તે શી રીતે કર્યું ?" એટલે તેણે બધું યથાતથ્ય કહી સંભળાવ્યું. પછી તેની પાસેથી ચેરીને તમામ માલ લઈને સાર્થવાહની શરમને લીધે તેને જીવતે છેડી દઈ દેશપાર કર્યો. પછી તે ભમતે ભમતે દૈવયોગે રથનૂ પુર નગરમાં ગયો. ત્યાં પેલો મંત્રવાદી સિદ્ધપુરૂષ તેના જેવામાં આવ્યે, એટલે તેણે વિચાર કર્યો કે:-“આ મારો શત્રુ છે.” એમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust