________________ બંધુદત કથા. 361. પારણે સચિત્તના ત્યાગ યુક્ત એકાશન કરવું. એ પ્રમાણે બાર વરસ ૫ચેત કરનારના કટિજન્મના પાપ પણ વિલય પામે છે. શ્રીગુપ્ત બે કે-“હું એ પ્રમાણે કરીશ.” આ પ્રમાણે કહી ત્યાંથી ચાલીને તે શ્રી શત્રુંજય પર્વતે ગયે. અને ત્યાં બાર વરસ પર્યત તપ અને દાનાદિક કરી એ વિમળાચળતીર્થે તેણે પોતાના આત્માને વિમળ-નિર્મળ કર્યો. પછી તે ગિરિપલ્લીપુરમાં પિતાના મામાને ઘરે ગયો. તેના પિતાને બધા ખબર મળવાથી તે તેડવા આવ્યા અને શ્રીગુપ્તને જોઈને રોમાંચિત થઈ તેને આલિંગન દઈને બોલ્યા કે-“હે વત્સ! આજ ઘણા વરસે તું મારા જેવામાં આવ્યો. તને નજરે જોતાં મારો મનેરથ સફળ થયે; હવે મારા વંશને તું નિર્મળ કર.” શ્રીગુપ્ત રૂદન કરતે બેલ્યા કે, “હે તાત ! વધારે શું કહું? મેં પ્રથમ અનેક પ્રકારનાં કષ્ટો ભેગવ્યાં છે અને પછી ગુરૂના ઉપદેશથી શત્રુંજયતીર્થ પર જઈને બહુ તપ તપે છું. હવે પછી આપે મારે અવિશ્વાસ કદાપિ ન કરે; કેમકે ગુરૂના ઉપદેશથી મેં જૈનધર્મ સ્વીકાર્યો છે. હવે પછી હું પાપકર્મ કદી પણ કરવાનો નથી.” પછી સાર્થવાહ પોતાના પુત્રની સાથે પોતાને નગરે ગયે. તેણે શ્રીગુપ્તને બધો વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યું, એટલે રાજાની આજ્ઞાથી શ્રીગુપ્ત પોતાના નગરમાં રહી સામાયિક, આવશ્યક (પ્રતિક્રમણ) અને પિષધ વિગેરે ધર્મકૃત્ય કરવા લાગ્યો. એમ કરતાં બહુ વરસ વ્યતીત થયા. એટલે તેની કીર્તિ પણ સર્વત્ર વિસ્તાર પામી. એકદા પ્રભાતે સામાયિક કરીને તે નમસ્કારનું સ્મરણ કરતો હતે એવામાં પૂર્વભવને મિત્ર કે દેવ આવીને તેને કહેવા લાગ્યો કે-“હે શ્રીગુપ્ત! તું વિશેષ ધર્મ કર, કેમકે આજથી સાતમે દિવસે તારૂં મરણ થવાનું છે. આ પ્રમાણે કહીને તે દેવ ચાલ્યા ગયે. પછી શ્રીગુપ્ત પણ જિનેશ્વરની પૂજા કરીને ચારિત્ર અંગીકાર કર્યું, અને અનશનપૂર્વક નમસ્કારમંત્રના સ્મરણમાં તત્પર થઈ કાળ કરીને સ્વર્ગે ગયે. અનુક્રમે તે મોક્ષસુખ પામશે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust