________________ ભિલ કથા. 365 થયું. પછી શકે પ્રભુના શરીરને ક્ષીરસમુદ્રના જળથી સ્કેવરાવી, ગશીર્ષ ચંદનથી લિપ્ત કરી, દિવ્ય ભૂષણેથી વિભૂષિત કર્યું. પછી દેવદૂષ્યથી તેને આચ્છાદિત કરીને ઇક્રો પાસે બેઠા; એટલે દેએ શેષ મુનિઓના શરીરને એ પ્રમાણે કર્યું. પછી સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ કરતાં ધૂપઘટીને ધારણ કરી, ગીત, નૃત્ય, વાઘ, આકંદ, પરિદેવન તથા સ્તુતિપૂર્વક દેવ દેવીઓએ પૂજન કર્યું. પછી એ શિબિકાઓ બનાવવામાં આવી. તેમાં પ્રભુના તથા સર્વ મુનિઓના દેહને પધરાવીને ઇદ્ર સ્વામિની તથા દેએ સાધુઓની શિબિકા અંધપર ઉપાડી. તે વખતે દેએ ચંદન તથા અગરૂકાષ્ઠની ચિતા રચી. તેમાં પ્રભુના તથા મુનિઓના દેહને મુકવામાં આવ્યા. એટલે અગ્નિકુમાર દેવેએ અગ્નિ અને વાયુકુમાર દેએ વાયુ વિમુવીને સ્વામી અને સાધુઓના શરીરને સંસકાર કર્યો. ક્ષણવારમાં જિનેશ્વરના શરીરની અસ્થિ સિવાય બીજી ધાતુ દગ્ધ થઈ જતાં મેઘકુ. માર દેએ ક્ષીરસમુદ્રના જળથી ચિતાને બુઝાવી, એટલે શક અને ઈશાને પ્રભુની ઉપલી બે દાઢા લીધી અને ચમર તથા બલી પ્રભુની નીચેની બે દાઢા લીધી. બીજા ઇંદ્રોએ દાંત, દેએ અસ્થિ તથા મનુષ્યએ ભસ્માદિક ગ્રહણ કર્યું. તે સ્થાને દેવોએ રત્નમય એક સ્તૂપ બનાખ્યું. પછી ઇદ્ર અને દેવા નંદીશ્વર દ્વોપે જઈ, ત્યાં શાશ્વત જિનપ્રતિમા આગળ અઠ્ઠાઈ મહોત્સવ કરી પોતપોતાના સ્થાને ગયા. ઈંદ્રોએ પોતપોતાના વિમાનમાં સુધર્મા--સભામાં રહેલા માણવક સ્તંભમાં વાના ગેળ ડાબલામાં સ્વામીની દાઢાઓ મૂકી અને તેઓ પ્રતિદિન તેની ચર્ચા કરવા લાગ્યા. એ દાઢાઓના પ્રભાવથી તેમને વિજય અને મંગળ પ્રાપ્ત થતા હતા. विश्वातिशायि महिमा धरणोरगेंद्रपद्मावतीसततसवितपादपीठः / अंतर्बहिश्च दुरितच्छिदनंतशर्मा, पार्थः क्रियादुपयिनी शुभभावलक्ष्मीम् // 1 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust