________________ 14 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. લાગે. એ રીતે પ્રતિદિન નવ પુષ્પથી પૂજા કરતાં તે તેજ ભવમાં મહદ્ધિક થયે અને બીજા ભવમાં નવ કેટીને સ્વામી વ્યવહારી થ. એમ સાત ભવ કરી આઠમે ભવે નવ લાખ ગામને સ્વામી રાજા થયે, અને નવમા ભવમાં નવ કોટિ ગામને સ્વામી રાજા થ. એકદા પ્રભુ પાસે પૂર્વભવ સાંભળીને દીક્ષા લઈ તે મેક્ષને પાપે. એ રીતે ભગવંતે અનેક જીવને ઉદ્ધાર કર્યો. હવે પ્રભુને પરિવાર કહે છે–સેળ હજાર સાધુ, અઠ્ઠાવીશ હજાર સાધ્વી, એક લાખ ચોસઠ હજાર શ્રાવક અને ત્રણ લાખ સત્તાવીશ હજાર શ્રાવિકાઓ થઈ. ત્રણસો સત્તાવન ચાદપૂવી, ચૈદસો અવધિજ્ઞાની, સાડાસાતસેં કેવળી અને એક હજાર વૈકિયલબ્ધિધારી. થયા. એ રીતે ભગવંતને કેવળજ્ઞાન થયા પછી તેમને પરિવાર થયે. - અનુક્રમે વિહાર કરતાં પોતાને નિવણસમય નજીક જાણીને ભગવંત સમેતશિખર નજીક પધાર્યા. તે પર્વતને અજિતનાથ વિગેરે તીર્થકરેનું સિદ્ધિસ્થાન જાણું અનેક દેવાથી પરિવૃત્ત અને કિનરીઓ જેમના ગુણગાન કરી રહી છે એવા ભગવંત તે ગિરિપર આરૂઢ થયા અને અણસણ કર્યું. તે વખતે આસન ચળાયમાન થવાથી બધા ઇદ્રો પ્રભુની પાસે આવી ચરણકમળને નમસ્કાર કરીને ખેદ પામી ત્યાં બેઠા, શ્રાવણ માસની શુક્લ અષ્ટમીએ વિશાખા નક્ષત્રમાં ભગવંતે પ્રથમ મન, વચનના ચેગને નિરોધ કર્યો, એટલે તેત્રીશ મુનીશ્વરેએ પણ તે પ્રમાણે કર્યું. પછી અપૂર્વ શુક્લધ્યાન ધ્યાવતાં અને પાંચ હસ્તાક્ષરપ્રમાણુ કાળને આશ્રય કરતાં સર્વ કર્મને ક્ષીણ કરી સર્વ સંસારના દુઃખ અને મળથી રહિત થઈ શિવ, અચલ, અરૂજ, અક્ષય, અનંત અને અવ્યાબાધ એવા મોક્ષપદને પ્રભુ પામ્યા. તેત્રીશ મુનિવર પણ સાથે જ અક્ષયપદને પામ્યા. ભગવંત ગૃહસ્થપણામાં ત્રીશ વરસ રહ્યા અને વતાવસ્થામાં સિત્તેર વરસ રહ્યા. એ પ્રમાણે ભગવંતનું સે વરસનું આયુષ્ય પૂર્ણ 1 આ સાત ભવમાં વચ્ચે દેવભવ હોવો જોઈએ, કારણકે ઉપરા ઉપર નવ ભવ સંખ્યાત આયુવાળા મનુષ્યમાં થતા નથી, સાત જ થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust