________________ 362 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. માટે હે પલ્લીશ! મહા પાપી પ્રાણું પણ પાપને ત્યાગ અને ધ્યાનતથા દાન અને તપ કરવાથી સગતિને પામે છે. હે પલ્લીશ! આ સંસાર અસાર જ છે, તેમાં રહેલા સર્વ જીવો સ્વાર્થપરાયણજ છે. વિચાર કરતાં કે કેઈનું નથી. પરિણામે સંસારસુખ મધુબિંદુ સમાન છે.” પલ્લીપતિ બોલ્યો કે:-- “હે સ્વામી! મધુબિંદુસમાન શી રીતે છે?” ભગવંત બેલ્યા કે:-“સાંભળ કેઈએક પુરૂષ અટવીમાં ભૂલે પડવાથી આમ તેમ ભમતે હતે, તેવામાં એક હાથીના જોવામાં તે આવ્યું. એટલે તે હાથી તેને મારવા દેડ્યો પેલો પુરૂષ ભાગ્યે, પણ તે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેની પાછળ પેલે હાથી જવા લાગ્યો. એવામાં એક મેટ વટવૃક્ષ તેના જોવામાં આવ્યો એટલે તે પુરૂષ તેની ઉપર ચડીને તેની એક લટકતી વડવાઈ સાથે તે અધર લટકી રહ્યો. તે વડવાઈની નીચે એક જીર્ણ ફૂપ હતો. તે કુવામાં વિકસિત વદનવાળા બે અજગર અને વિકરાળ મુખવાળા ચાર સર્પો હતા અને તે લટકતી વડવાઈની ઉપર એક મધપુડા હતા. ત્યાંથી મક્ષીકાઓ ઉડીને તે પુરૂષને શરીરે ચટકા ભરતી હતી. તે સાથે શ્વેત અને કૃષ્ણ-બે ઉંદર દાંતથી તે વડવાઈને કાપી રહ્યા હતા. પેલો હાથી ત્યાં આવી તે વૃક્ષને સુંઢવડે પકડીને તેને પાડવાને મથવા લાગે. પેલો પુરૂષ આસ્તે આસ્તે વડવાઈ પકડીને કંઈક નીચે ઉતરી કુવામાં લટકી રહ્યો. તેની ઉપર રહેલા મધપુડામાંથી મધના બિંદુઓ તેના મુખમાં પડતા હતા. તેના આ સ્વાદમાં સુખ માનીને વારંવાર તે તેની સન્મુખ જોયા કરતો હતો, અને તેના ટીપાંને તે વાંછતો હતો. આ અવસરે કઈ વિદ્યાધર વિમાનમાં બેસી ત્યાં આવીને અનુકંપાથી તેને કહેવા લાગ્યો કે --“અરે! દુઃખી મનુષ્ય! તું સત્વર આ વિમાનમાં બેસી જ કે જેથી ઉપદ્રવ રહિત થઈ જ.” તે બોલ્યો કે --એક ક્ષણભર રાહ જુઓ કે જેથી એક મધુબિંદુને સ્વાદ હું લઈ લઉં.” વિદ્યાધર બોલ્યો કે --“અરે! તારી સ્વાદની લંપટતા મહા દુઃખદાયક છે, માટે તેને તજી દે, નહીં તે હું તો જાઉં છું.” એ પ્રમાણે કહ્યા છતાં સ્વાદલંપટતા ન છોડવાથી વિદ્યાધર ચાલ્યા ગયા. અને તે પુરૂષ ત્યાં લટકતો રહ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust