________________ બંધુદત્ત કથા. 363 આ દ્રષ્ટાંતને ઉપનય એવો છે કે--જે અરણ્ય તે આ સંસાર છે, અને હાથી તે મૃત્યુ છે કે જે નિરંતર આ પ્રાણીની પાછળ દેડી રહ્યું છે. જન્મ, જરા ને મૃત્યુ તે કૂપ છે, અને આઠ કર્મ રૂપ તેનું જળ છે. બંને અજગર-તે પૂરક અને તિર્યંચની ગતિ છે. ચાર કષાય તે ચાર સર્પ છે. વૃક્ષની જટા (વડવાઈ)–તે આયુ સમજવું, *વેત શ્યામ ઉંદર-તે બે પક્ષ સમજવા અને મક્ષિકાઓના ચટકા તે રેગ, વિચેગ અને શેકાદિ સમજવા. મધુબિંદુને સ્વાદ–તે વિષયસુખ અને વિદ્યાધર-તે પોપકારી ગુરૂ સમજવા તથા વિમાન તે ધર્મોપદેશ સમજે. તે વખતે જે પ્રાણ ધર્મ કરે છે તે સંસારના દુઃખથી મુપ્ત થઈ શકે છે. આ પ્રમાણે પ્રભુના વચનામૃતનું પાન કરીને તે પલ્લી પતિ પ્રતિબંધ પામે. પછી બંધુદત્ત બોલ્યા કે-“હવે મારી શી ગતિ * થશે?” ભગવંત બોલ્યા કે- તમે બંને વ્રત લઈને સહસ્ત્રાર દેવલકેમાં દેવ થશે, ત્યાંથી આવીને તું મહાવિદેહમાં ચકવરી થઈશ અને પલ્લીપતિ તારી પત્ની થશે. ત્યાં સાંસારિક સુખ ભેગવી દીક્ષા લઈને બંને મુક્તિ પામશો.” આ પ્રમાણે સાંભળીને બંધુદત્ત સ્ત્રી તથા પલ્લી પતિ સહિત વ્રત ગ્રહણ કર્યું. તે ત્રણે નિરતિચારપણે ચારિત્ર પાળવા લાગ્યા. બાહા કુટુંબનો ત્યાગ કરીને તેમણે અંતરંગ કુટુંબને સ્વીકાર કર્યો. તે આ પ્રમાણે-શ્રુતાભ્યાસ તે પિતા, જિનભક્તિ તે જનની, વિવેક તે બંધુ, સુમતિ તે ભગિની, વિનય તે પુત્ર, સંતોષ તે મિત્ર, શમ તે ભવન અને બીજા ગુણો તે સ્વજનાદિક સમજવા. એ અંતરંગ કુટુંબને આશ્રય કરી સુંદર ચારિત્ર પાળતાં પ્રાંતે. સહસાર દેવલોકમાં તે દેવ થયા. ઇતિ બંધુદત કથા. * - આ પ્રમાણે ભગવતે તે બંનેને ઉદ્ધાર કર્યો. લૂરા નામના ગામમાં અશોક નામે મળી રહે તે હતો. તે હમેશાં પુપને કવિક્રય કરતા હતા. એકદા ગુરૂમહારાજને ઉપદેશ સાંભળીને તે જિનેશ્વરની નવે અંગે નવ પુષ્પથી પૂજા કરવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust