Page #1
--------------------------------------------------------------------------
________________ - શ્રી પાર્શ્વનાથ ચરિત્ર, (માતર). " - શ્રી ઉદયવીરગણિ કૃત સંસ્કૃત ગાબંધ ચરિત્રનું ગુજરાતી ભાષાંતર કરાવીને અનેક ભવ્ય જીવોને ઉપકારક જાણું સદ્દગત શેઠ કેશવલાલ રતનજીના શ્રેય તેમજ સ્મરણ અથે આર્થિક સહાય આપનાર મુંબઈ નિવાસી, શેઠ પરમાણુંદદાસ રતનજીની સહાયથી, છપાવી પ્રગટ કર્તા– શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર. વીર સંવત 2445. વિક્રમ સંવત ૧૯૭પ. ઈ.સ૧૯૧૯. ભાવનગર–ધી “આનંદ” પ્રીન્ટીંગ પ્રેસમાં શા. ગુલાબચંદ લલ્લુભાઈએ છાપ્યું. કીંમતરૂા. 1-8-0 P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #2
--------------------------------------------------------------------------
________________ - 2-- 8 Jinshasan શ્રી પાર્શ્વનાથનો છંદ. 28823. nandir@kobatirth.org સે પાસ શંખેશ્વરે મન શુધે, નમે નાથ નિચે કરી એક બુધે, દેવી દેવલાં અન્યને શું નમો છો, અહો ભવ્ય લોકો ભૂલા કાં ભમે છે. 1 ત્રિલોકના નાથને શું તરે છે, પડ્યા પાસમાં ભૂતડાને ભજે છે; સુરધેનુ છડી અજાશું અને છે, મહાપંથ મૂકી કુપથ વ્રજે છે. 2 તજે કણ ચિંતામણિ કાચ માટે, ગ્રહે કેણુ રાસભાને હસ્તી સાટે સુરદ્યુમ ઉપાડી કોણ આકપ વાવે, મહા મૂઢ તે આકુળા અંત પાવે. 3 કિહાં કાંકરો ને કિહાં મેરૂગ, કિહાં કેશરી ને કિહાં તે કુરંગ, કિહાં વિશ્વનાથં કિહાં અન્ય દેવા, કરે એક ચિત્તે પ્રભુ પાર્શ્વસેવા. 4 પૂજે દેવી પ્રભાવતીપ્રાણનાથ, સવિ જીવને જે કરે છે સનાથ; મહા તવ જાણુ સદા જેહ ધ્યાવે, તેના દુઃખ દારિદ્ર દવે પળાવે. 5 પામી માનુષ ને વૃથા કયાં ગમે છે, કુશીલે કરી દેહને કાં દમે છે; નહીં મુક્તિવાસ વિના વિતરાગ, ભજ ભગવંત તજે દષ્ટિરાગ. 6 ઉદયરત્ન ભાખે સદા હેત આણી, દયા ભાવ કીજે પ્રભુ દાસ જાણી; આજ માહરે મેતીડે મેહ વુડ્યા, પ્રભુ પાસ શંખેશ્વર આપ તુક્યા. 7 1 બકરી, 2 જાઓ છે. 3 ગધેડ. 4 કલ્પવૃક્ષ. 5 આકડો. 6 હરણ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #3
--------------------------------------------------------------------------
________________ * પ્રસ્તાવના. જૈન શાસ્ત્રો--આગમે અને અન્ય ગ્રંથની ચાર વિભાગમાં વહેચણ કરવામાં આવી છે. 1 દ્રવ્યાનુયેગ, 2 ગણિતાનુગ, 3 ચરણકરણાનુગ અને 4 ચરિતાનુગ અથવા ધર્મકથાનુગ. આ ચાર અનુગ પૈકી દ્રવ્યાનુગ જેન સિદ્ધાંત અને અન્ય ગ્રંથનું રહસ્ય જાણવાને પરમ ઉપગી છે, પરંતુ તે બુદ્ધિમાનેને વિશેષ ગમ્ય છે. ગણિતાનુગ બુદ્ધિમાનોની બુદ્ધિ ખીલવવાનું સાધન છે અને દ્રવ્યાનુયેગને જ પુષ્ટ કરનાર છે. ચરણકરણનુગ દ્રવ્યાનુયેગના વેત્તાને “જ્ઞાનનું ફળ વિરતિ” સિદ્ધ કરવા માટે ઉત્કૃષ્ટ સાધન છે અને મોક્ષપ્રાપ્તિના ઈચ્છક જનોને અહર્નિશ આલંબન કરવા યોગ્ય છે. ચોથે ધર્મસ્થાનુગ બાળજીવોને પરમ ઉપકારી છે. ઉત્તમ મહાનુભાવ-ગ્રંથકર્તાઓ તે સર્વ જીવનું હિત થાય તેનાજ ઈચ્છક હોવાથી અને જેનો બહોળો ભાગ આ પંક્તિમાંજ આવે તે હેવાથી ધર્મકથાનુયોગના અંગભૂત અનેક ચરિત્રે પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં રચી ગયા છે. પ્રાકૃત ભાષામાં વસુદેવહિંડી, પઉમરિયમૂ વિગેરે અનેક ચરિત્રાત્મક ગ્રંથો વિદ્યમાન છે અને સંસ્કૃત ભાષામાં શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રાદિ સંખ્યાબંધ ચરિત્ર પદ્યાત્મક તેમજ ગદ્યાત્મક વિદ્યમાન છે. - પ્રસ્તુત ચરિત્રનાયક શ્રી પાર્શ્વનાથ પરમાત્મા ત્રિષષ્ટિશલાકા પુરૂ પૈકી 24 તીર્થકરમાંહેના ૨૩મા તીર્થકર હોવાથી તેમનું ચરિત્ર તેની અંદર આવી જાય છે, પરંતુ તે ચરિત્રને અનેક કથાઓના ક્ષેપન કરવા વડે વિસ્તૃત કરવાના વિચારથી શ્રી ભાવદેવસૂરિએ તેની પદ્યાત્મક રચના કરી છે. તે ચરિત્ર છપાયેલ પણ છે, પરંતુ સંસ્કૃતના નવીન અભ્યાસીઓને મુશ્કેલ પડે તેવું હેવાથી અલ્પ બુદ્ધિ અને અભ્યાસવાળા ભવ્ય જીના ઉપકાર નિમિત્તે શ્રી ઉદયવીરગણિએ આ ચરિત્ર ગદ્યબંધ પપ૦૦ લેક પ્રમાણુ રયું છે. તેનું શુદ્ધ ગુજરાતી ભાષામાં ભાષાંતર કરાવીને ગુજરાતી ભાષાનાજ * I .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #4
--------------------------------------------------------------------------
________________ જાણનારા ખપી જીના ઉપકાર નિમિત્તે અમે બહાર પાડવાનો આ શુભ પ્રયત્ન કર્યો છે, કારણ કે સંસ્કૃત ભાષાના જાણનારા કરતાં ગુજરાતી જાણનારાઓની સંખ્યા ઘણી વિશેષ હોય છે, તેમને આવું ભાષાંતરજ ઉપકારી થઈ શકે છે. આ ચરિત્રના કર્તા શ્રી ઉદયવીર ગણિ તપગચ્છમાંજ થયેલા છે અને એમણે સંવત 1654 માં આ ચરિત્રની રચના કરી છે; તેની અંદર અનેક કથાઓ ક્ષેપવીને ચરિત્રનાં મહત્તમાં ઘણું વૃદ્ધિ કરી છે, તે સાથે તેમના બોધની પણ બહોળતા બતાવી આપી છે. પ્રાસંગિક નાની નાની કથાઓ તો આ ચરિત્રમાં ઘણું આવેલી છે, પરંતુ જેટલી મોટી કથાઓ આવી છે તેની અનુક્રમણિકા આ સાથે જુદી આપવામાં આવી છે. તે વાંચતાં એક ચરિત્રના સંપૂર્ણ વાંચનથી અનેક મહાપુરૂષોના ચરિત્રનું પણ જાણવાપણું થઈ શકે તેવું છે તે સ્પષ્ટ થઈ શકે છે. આ ચરિત્રનાયક શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું અન્ય તીર્થકરો કરતાં પણ આદેયપણું વિશેષ છે, તેથી તેઓ પરિસાદા તરીકે વિખ્યાત છે. વળી અન્યદર્શનીઓ જૈન ધર્મના સર્વ પ્રભુને-પ્રતિમાઓને પાશ્વનાથના નામથી જ ઓખે છે. શ્રી કલ્પસૂત્રની અંદર પણ જાણેઅહી પુરિક્ષાવાળg એવા નામથી જ તેમના ચરિત્રની શરૂઆત કરી છે. પાર્શ્વનાથપ્રભુ છેલા ભવમાં તો દશમા દેવ લોકથી જ આવીને તીર્થકર થયા છે, પરંતુ પ્રથમ તેમને જીવ મધ્ય પૈવેયકની સુખસંપત્તિને ઉપગ પણ કરી આવેલ છે, તે સાથે મનુષ્યપણમાં આઠમા ભવમાં ચકવરીપણું ભગવ્યું છે; એટલે નરસુરની અપેક્ષાએ ઉચ સ્થિતિ જોગવી આવેલા છે. એ એમની ઉત્તમતામાં પુષ્ટિ સૂચક છે. આ ચરિત્રની અંદર કર્તાએ ખાસ કરીને શ્રાવકના બાર ત્રતેનું, તદંતર્ગત પંદર કર્માદાનનું અને બાવીશ અભક્ષ્યાદિકનું સ્વરૂપ બહુ સારી રીતે બતાવ્યું છે અને તેમાં નિરતિચારપણે રહેવા માટે તેના અતિચારો પણ બતાવ્યા છે. કમને લગતું કેટલુંક સ્વરૂપ ત્રીજા સર્ગમાં આપ્યું છે. મિથ્યાત્વ તજવાની અને સમકિત મેળવ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #5
--------------------------------------------------------------------------
________________ - વાની અત્યંત આવશ્યકતા હોવાથી તજવા યોગ્ય મિથ્યાત્વના બોલ વિગેરે ચોથા સર્ગમાં આપેલા છે. દાન, શીલ, તપ અને ભાવના રૂપ ચાર પ્રકારના ધર્મનું સ્વરૂપ છઠ્ઠા સર્ગમાં બહુ સારી રીતે બતાવ્યું છે અને તેને કથાઓ વડે પુષ્ટ કરેલ છે. એકંદર આખું ચરિત્ર સાવંત લક્ષપૂર્વક વાંચવા ગ્ય છે. રસવડે પરિપૂર્ણ છે. વાંચવું શરૂ કર્યા પછી પૂરું કરવાની અભિલાષા બની બની રહે છે. તેને માટે પ્રારંભમાં વધારે લખવા કરતાં સાધત વાંચવાની ભલામણ કરીને જ વિરમવું યોગ્ય લાગે છે. આ ચરિત્રના કર્તાએ અન્ય ચરિત્ર કે ગ્રંથો બનાવ્યા હશે એવું એમની જ્ઞાનસત્તા જોતાં જણાય છે; પરંતુ તેની શોધને માટે અમે વધારે પ્રયાસ કરી શકયા નથી. અન્ય જ્ઞાતા તે હકીકત જણુંવશે તે પ્રકટ કરશું. આ ભાષાંતર પ્રકટ કરવામાં શ્રી મુંબઈ નિવાસી ઉદાર દિલના ગૃહસ્થ શેઠ પરમાણંદદાસ રતનજીએ પોતાના લઘુ બંધુ કેશવલાલના શ્રેય તેમજ સ્મરણ નિમિત્તે સારી રકમની સહાય આપી છે, તેથી તે ગૃહસ્થને આભાર માનવા સાથે તેમનું અનુકરણ કરવાનું અન્ય શ્રીમાન ગૃહસ્થોને સૂચવી આ લઘુ પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. આ ચરિત્રની અંદર આવેલી અનેક હકીકતોને સંક્ષેપમાં જાણું શકાય તેટલા માટે તેમજ અમુક હકીકત કે કથા અમુક સર્ગમાં છે તે જાણવું સરળ પડે તેટલા માટે સંક્ષિપ્ત કથનની અંદર આઠે સર્ગની અંદર આવેલી હકીકતોને અનુક્રમણિકાના સ્વરૂપમાં બતાવી આપેલ છે. ચરિત્ર વાંચવાની શરૂઆત કર્યા અગાઉ પ્રથમ તેજ વાંચી જવા ભલામણ કરીએ છીએ કે જેથી ચરિત્ર વાંચવાની વૃત્તિમાં ઘણો વધારો થવા સંભવ છે. ચરિત્ર વાંચવાના જીજ્ઞાસુ બંધુઓને પ્રારંભમાં વધારે રેકી રાખવા એગ્ય ન લાગવાથી આ પ્રસ્તાવના ટુંકામાંજ સમાપ્ત કરવામાં આવે છે. સંવત. 19751 શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર, માઘ શુદિ 15 P.P.AC. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust
Page #6
--------------------------------------------------------------------------
________________ સંક્ષિપ્ત કથન. પ્રથમ સર્ગ. ભવ 1-2-3. પાર્શ્વનાથને તથા વાવીને નમસ્કાર. અરવિંદરાજા, ધારિ શુરાણ, વિશ્વભૂતિ પુરોહિત, અનુદ્ધરાસ્ત્રી, તેના મરૂભૂતિ ને કમઠ નામના બે પુત્ર, એકધમી બી જે અધમી. કમઠની સ્ત્રી અરૂણા, મરૂભૂતિની સ્ત્રી વસુંધરા, વિશ્વભૂતિ પ્રથમ સ્વર્ગો, અનુદ્ધરા તેની દેવાં. ગના. મરૂભૂતિ પુરોહિત. હરિશ્ચંદ્ર મુનિનું આગમન, તેની દેશના, લલિતાંગની કથા, મરૂભૂતિને વૈરાગ્ય, તેની સ્ત્રીને કમઠ સાથે સંબંધ, કમઠની સ્ત્રીથી મરૂભૂતિએ જાણવું. મરૂભૂતિએ નજરે જોયા બાદ પ્રસંગે રાજાને કહેવું, રાજાએ અપમાન પૂર્વક કાઢી મૂકો. તેને ભાઈ પર કેપ, શિવતાપસ પાસે તેણે લીધેલી તાપસી દીક્ષા, મરૂભુતિને ખમાવવા જવાનું વિચાર, રાજાએ ના કહ્યા છતાં તેનું જવું, ખમવવાથી ઉલટું કોધનું વધવું, મરૂભૂતિ ઉપર કમઠે શિલા મૂકવી, તેથી મરણું પામીને મરૂભૂતિનું હાથી થવું, અરૂણાનું હાથીણું થવું. અરવિંદ રાજાને વાદળાનું થવું ને વીખરાઈ જવું દેખવાથી થયેલો વૈરાગ્ય, તેણે લીધેલી દીક્ષા, અષ્ટાપદ યાત્રાએ જતાં સાગરદન સાર્થવાહનું મળવું, સાથે રહેવું, હાથીવાળા વનમાં આવવું, હાથીએ મારવા દેવું. અરવિંદ મુનિએ આપેલ ઉપદેશ, તેનું ધર્મપામવું, અરૂણા હાથીણીનું પણ ધર્મ પામવું. અરવિંદ મુનિનું અષ્ટાપદ ગમન, ત્યાં કેવળ ને મોક્ષ. કમઠને તાપસેએ કરેલ તીરસ્કાર. મરીને કર્કટ સર્પ થવું. હાથીવાળા સ્થાને આવવું. તેણે હાથોને કરેલ દંશ, હાથીનું સમાધિ મરણ, આઠમે દેવલેકે દેવ થવું, અરૂણાનું બીજે દેવ કે દેવી થવું, દેવ સાથે સંબંધ, કુર્કટસર્પનું પાંચમી નરકે 17 સાગરોપમને આયુષ્ય નારકી થવું. પૃષ્ટ 1 થી પ૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #7
--------------------------------------------------------------------------
________________ સગે બીજે. ભવ 4-5 જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહની સુચ્છા વિજયમાં વૈતાલ્ય ઉપર તિલકપુરી નગરીમાં વિઘુગતિ વિદ્યાધર, તિલકાવતી રાણી, ગજના જીવનું સ્વર્ગથી ચ્યવી તેના ઉદરમાં ઉપજવું, કિરણબેગ નામ સ્થાપન, પદ્માવતી સાથે પાણિગ્રહણ, પિતાએ દીક્ષા લેવી, મેક્ષ ગમન. ધરણવેગ પુત્ર, વિજયભદ્રાચાર્યનું પધારવું, દેશના, પાંચ અણુવ્રતાદિ ઉપર કથાઓ, કિરણવેગને વૈરાગ્ય, દીક્ષા ગ્રહણ, હેમાદ્રી ગમન, કુર્કટ સપનું નર્કમાંથી નીકળી હેમાદ્રીમાં કાળદારૂણ સપ થવું, તેને દંશ, મુનિનું બારમે દેવલેકે ગમન. 22 સાગર આયુ, સપનું દવમાં બળીને છઠ્ઠી નરકે જવું. 22 સાગરાયુ, પૃષ્ઠ 56 થી 130 - સર્ગ વીજે. ભવ 6-7 જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહની સુગંધી વિજયમાં શુભ કરા નગરી, વજીવીર્ય રાજા, લક્ષ્મીવતી રાણી. કિરણવેગને જીવ તેને પુત્ર વજુનાભ, વિજયા સાથે પાણિગ્રહણ, તેના મામાને દીકરો કુબેર, તેનું રીસાઈને ત્યાં આવવું. તેણે પ્રકટ કરેલ નાસ્તિકવાદ. અન્યદા લોકચંદ્રસૂરિનું પધારવું. રાજાનું કુબેર સહિત વાંદવા જવું, દેશના, કર્મસ્વરૂપ. કર્મબંધના કારણો. કર્મની સ્થિતિ. કુબેરે કહે નાસ્તિકવાદ. ગુરૂએ આપેલ. તેનો સવિસ્તર ઉત્તર. ત્રણ વણિકપુત્રની કથા. ઉપનય. પંદર કર્મા. દાનનું સ્વરૂપ, બાવીશ અભક્ષ્યનું સ્વરૂપ, રાત્રિભેજન પર કથા, બત્રીશ અનંતકાયનું સ્વરૂપ, અનર્થદંડસ્વરૂપ. ધર્મનું મૂળ વિનય ને વિવેક. વિવેક ઉપર સુમતિની કથા. સત્સંગની જરૂર. તેની ઉપર પ્રભાકરની કથા. સ્તકાક્ષરમાં ધર્મનું સ્વરૂપ. દેવ ગુરૂ ધર્મનું સ્વરૂપ. કુબેરને થયેલ પ્રતિબોધ. રાજાએ ને કુબેરે લીધેલી દીક્ષા. વજાનાભનું રાજા થવું. તેને ચક્રાયુધ પુત્ર. ક્ષેમંકર જિન પાસે વજીનાભે લીધેલ ચારિત્ર, આકાશમાગે સુકચ્છવિજયે જવું, સપના જીવનું નર્કમાંથી નીકળી ત્યાં ભીä થવું. તેણે મુનિ પર મારેલ બાણ. મુનિનું આરાધના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #8
--------------------------------------------------------------------------
________________ કરી મધ્ય રૈવેયકમાં ઉત્પન્ન થવું. ર૭ સાગરાયુ. ભિલ્લનું મરીને 7 મી નરકે જવું. . 130 થી 186 સર્ગ ચે. ભવ 8-9 જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહમાં સુરપુર નામે નગર, વજુબાહુ રાજા, સુદર્શના રાણ, મધ્ય રૈવેયકથી એવી ચેઇ સ્વપ્ન સૂચિત , વર્ણબાહુ નામે પુત્ર થવું. પુત્રને રાજ્ય આપી વજુબાહુએ લીધેલ દીક્ષા, તેમને કેવળજ્ઞાન અને ટેક્ષગમન. - રાજ્ય પાળતાં એકદા વનમાં જવું. એક હસ્તી દેખો. તેની પાછળ ગમન. ઉછાળે મારી ઉપર ચડી બેસવું. હાથીનું ઉત્પતવું. વૈતા પર લઈ જઈ એક નગર સમીપે મૂકવું. ઉત્તરશ્રેણીના અધિપતિ મણિચૂડને કહેવું. મણિચૂડનું સત્કાર કરીને નગરમાં લાવવું. પિતાની પુત્રી પદ્માવતીને પરણવા કહેવું. દક્ષણશ્રેણીના અધિપતિ રચૂડે પણ પિતાની પુત્રી આપવી. 5000 કન્યા સાથે પાણિગ્રહણ. તેને લઈને પોતાને નગરે આવવું. ચૌદ રત્નનું પ્રગટ થવું. ચક્રનું આયુધ શાળામાંથી બહાર નીકળવું. તેની પાછળ ચાલી છ ખંડ સાધવા. નવ નિધાનની પ્રાપ્તિ. પિતાને નગરે આવવું. બારવણી રાજ્યાભિષેક મહોત્સવ. ચક્રીની અદ્ધિનું વર્ણન. અન્યદા જગન્નાથ તીર્થકરનું પધારવું. રાજાનું વાંદવા જવું. - પ્રભુની દેશના. સમકિત પ્રાપ્ત થવા માટે મિથ્યાત્વ તજવું. મિથ્યા ત્વના 80 વિગેરે ભેદ. દેશનાંતે ઉહાપોહ કરતાં ચકીને થયેલ જાતિસમરણ. પૂર્વચારિત્રનું મરણ. વૈરાગ્ય. પંચમુછી લેચ. દીક્ષા ગ્રહણ ગીતાર્થ થવું. એકલવિહારી થવું. વીશસ્થાનકનું આરાધન. વિહાર કરતાં ક્ષીરગિરિગમન. કમઠના જીવનું નરકમાંથી નીકળી ત્યાં સિંહ થવું. મુનિને જોઈને તેને ઉપજેલ દ્વેષ. તેણે કરેલ ચપેટાનો પ્રહાર. મુનિએ કરેલ આરાધના. દશમે દેવલેકે દેવપણે ઉપજવું. 20 સાગર આયુ. સિંહનું મરીને ચેથી નરકે જવું. ત્યાંથી નીકળીને તેનું તિર્યંચ ગતિમાં પરિભ્રમણ. પૃષ્ઠ. 187 થી 197. P.P.AC. Gunfatnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #9
--------------------------------------------------------------------------
________________ સર્ગ પાંચમ. ભવ 10 મે-છેલ્લે. * સિંહના જીવનું નરક તિર્યંચ ગતિમાં ભમી એક દરિદ્રી બ્રાહ્મણના પુત્ર થવું. જન્મતાંજ માતપિતાનું મરણ પામવું. લેકેએ કમઠ નામ પાડવું. મહા દુ:ખી સ્થિતિને અનુભવ. દ્રવ્યવાનને જોઈને તેને થતી ઈર્ષા. અત્યંત ખેદ થવાથી તેણે લીધેલી તાપસી દીક્ષા. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ગંગા કીનારે વારાણસી નગરી. અશ્વસેન રાજા. વામાદેવી રાણું. દશમા દેવલોકથી ચવી ચૈત્ર વદી જ શે વિશાખા નક્ષત્રે તેમની કુક્ષીમાં અવતરવું. દ સ્વપ્ન દેખવાં. સુપન પાઠકનું આવવું. અનુક્રમે પોસ વદી 10 મે વિશાખા નક્ષત્રમાં સર્ષ લાંછનવાળા નિલવણ પુત્રને જન્મ. દિગકુમારીનું આગમન. દિકુમારી કૃત સૂતિકાની કરણ. જન્મોત્સવ. ઇંદ્રના આસનને કંપ. તેનું આવવું. દેવકૃત જન્મોત્સવ. ઇંદ્રકૃત રસ્તુતિ, ઘરે મૂકી જવું, નંદીશ્વર મહત્સવ, પ્રભાતે રાજાએ કરેલ જન્મોત્સવ, પાર્શ્વ નામ સ્થાપન. રૂપવર્ણન. અન્યદા કેઈ માણસે આવીને કહેલ એક વાત, કુશસ્થળના રાજા પ્રસેનજિને પ્રભાવતી નામે પુત્રી. તેનું પાWકુમારના ગુણગાન સાંભળી તેના પર રાગી થવું. તેના પિતાએ પાર્શ્વનાથને આપવાનો નિર્ણય કરી સ્વયંવરે મેંકલવાનું નક્કી કરવું. તે વાતનું કલિંગ દેશના યવન રાજાઓ સાંભળવું. તેનું પ્રભાવતીના ઈચ્છક થઈ ચડી આવવું. પ્રસેનજીતનું ચિંતાતુર થવું. મંત્રીઓ સાથે વિચાર કરીને મંત્રીપુત્ર પુરૂષોત્તમને અશ્વસેન પાસે મોકલ. અશ્વસેન રાજાએ તેને મદદ આપવા માટે તૈયાર થવું. પાશ્વકુમારે તે વાત જાણવાથી પિતાને રોકી પોતે જવા માટે તૈયાર થવું, પિતાની આજ્ઞા, પાશ્વકુમારનું પ્રયાણ, ઇંદ્ર માતળી સારથીને રથ લઈને મેકલવો. પ્રભુનું કુશાસ્થળે આવવું. યવનનું નમી જવું. પ્રસેનજિત્ રાજાએ પ્રભાવતીનું પાણિગ્રહણ કરવા પ્રાર્થના કરવી. પ્રભુએ પિતાને કહેવા કહેવું. પ્રભાવતીને લઈને તેના પિતાનું વારાણસી આવવું. પિતાના આગ્રહથી પ્રભુએ પાણિગ્રહણ કરવું. પૃષ્ઠ. 198 થી 213. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #10
--------------------------------------------------------------------------
________________ - 10 સર્ગ 6 ઠે. એકદા પાશ્વકુમારનું ગોખમાં બેસવું. લોકોને પૂજનાદિ સામગ્રી લઈને નગર બહાર જતા જોઈને કારણ પૂછવું. લેકેએ કમઠ તાપસ આવ્યાની કરેલી વાત. પ્રભુનું અશ્વારૂઢ થઈને ત્યાં પધારવું. કમઠ સાથે વિવાદ. અગ્નિમાં સપને બળતો જે. કમઠને કહેવું. કાષ્ટ ફડાવી સર્ષ કઢાવ. સર્પનું મરીને ધરણંદ્ર થવું. પ્રભુનું સ્વસ્થાને આવવું. કમઠની અપભ્રાજના થવી. તેનું દ્વેષથી મરણ પામી મેઘકુમારમાં મેઘમાળી નામે દેવતા થવું. એકદા લોકાગ્રહથી પ્રભુનું ઉદ્યાનમાં જવું. ત્યાં રાજીમતિનું ને તેને ત્યાગ કર્યાનું ચિત્રામણ જેઈ વૈરાગ્ય થવે. શુભ ભાવનાનું ભાવવું. લોકાંતિક દેવેએ આવી દીક્ષા અવસરનું જણાવવું. પ્રભાતે પિતાની આજ્ઞા લઈ વરસીદાન દેવા માંડવું. વર્ષ આખરે ઇંદ્રાદિકનું આવવું. તેમણે કરેલા મહોત્સવ પૂર્વક પ્રભુએ પોસ વદ 11 શું ચારિત્ર લેવું. પહેલું અઠ્ઠમનું પારણું પ્રભુએ ધન્ય સાર્થવાહને ત્યાં કરવું, પાંચ દિવ્યનું પ્રગટ થવું. પ્રભુનું વિહાર કરી કુંડ સરોવરને તીરે રહેવું. મહિધર નામે હાથીનું ત્યાં આવવું, પ્રભુને જોઈ તેને જાતિ સ્મરણ થવું. તેણે પ્રભુની કમળાવડે કરેલી પૂજા, તે વાતની નજી. કમાં રહેલા ચંપાના રાજા કરકંડુને ખબર પડતાં તેનું ત્યાં આવવું પ્રભુનું વિહાર કરી જવું. તેણે ત્યાં પ્રભુની પ્રતિમાનું સ્થાપન કરવું. ચૈત્ય બનાવવું. તેનું કળિકુંડ નામે પ્રભાવિક તીર્થ થવું. હાથીનું મૃત્યુ પામી વ્યંતર દેવ થવું ને તે તીર્થને અધિષ્ઠાતા બનવું. પ્રભુનું શિવપુરીએ આવવું. ત્યાં કેશંખ્ય નામના વનમાં કાંઉસગે રહેવું. ધરણેન્દ્રનું ઉપકાર સંભારીને ત્યાં આવવું, પ્રભુની ઉપર છત્ર ધરીને રહેવું, પ્રભુએ વિહાર કર, ઈદ્રનું સ્વાસ્થાને જવું, લેકેએ અહિં છત્રા નગરી વસાવવી, પ્રભુનું રાજપુર નગરે જવું. ત્યાં ઈશ્વર નામે રાજા, રવાડી જતાં પ્રભુને દેખી નમવું, ઉહાપોહ કરતાં જાતિસ્મરણ થવું. મંત્રીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #11
--------------------------------------------------------------------------
________________ 11 પૂછવાથી પૂર્વભવ કહી બતાવ. પ્રભુએ વિહાર કરે, રાજાએ ત્યાં ચૈત્ય કરાવવું, તેનું કુર્કટેશ્વર નામથી પ્રસિદ્ધ થવું. પ્રભુએ કઈ તાપસના આશ્રમ પાસે કાઉસગે રહેવું, મેઘમાનીએ અવધિજ્ઞાનથી પૂર્વના વૈરી તરીકે ઓળખવા, તેનું ઉપસર્ગ કરવા આવવું, અનેક ઉપસર્ગો કરવા, હાથી, વાઘ, ચિત્રા, સાપ, વીંછી, દેવાંગના, રજોવૃષ્ટિ અને વેતાળના ઉપસર્ગો કરી મેઘવૃષ્ટિ કરવી, ભગવંતના નાસાગ્ર સુધી જળ આવતાં આસનકંપથી ધરણું. દ્રનું ત્યાં આવવું, તેણે નીચે કમળ અને ઉપર છત્ર કરવું, ઉપસર્ગનું નિવારણ, મેઘમાળીને હાંકી કાઢવે, તેનું વૃષ્ટિ સંહરી નમસ્કાર કરીને સ્વસ્થાને જવું, ધરણેનું પણ સ્વસ્થાને જવું. દીક્ષા લીધા પછી 84 મે દિવસે વિશાખા નક્ષત્રને વેગે ચૈત્ર વદિ 4 થે ઘાતી કર્મો ક્ષય થવાથી પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થવું. સમવસરણની રચના, તેનું વર્ણન, અશ્વસેન રાજાને વધામણું. તેનું સિને લઈને વાંદવા આવવું. તેમણે કરેલી સ્તુતિ, ભગવંતે આપેલી દેશના, દાન ધર્મની વ્યાખ્યા, જ્ઞાનદાનની શ્રેષ્ઠતા, તે ઉપર ધનમિત્રની કથા, અભયદાન ઉપર વસંતકની કથા, સુપાત્રદાન ઉપર ચાર વણિકપુત્રની કથા. શીળધર્મ, તે ઉપર મદનરેખાની કથા. તપધર્મ, તે ઉપર સનત્ કુમાર ચકીની કથા. ભાવધર્મ, પુંડરીક કંડરીકની કથા, અશ્વસેન રાજા વિગેરેનું પ્રતિબંધ પામવું, તેમણે વામાદેવી ને પ્રભાવતી સહીત દીક્ષા લેવી, ભગવંતે કરેલી ગણધર સ્થાપના. 10 ગણધર, પ્રભુનું દેવછંદામાં બીરાજવું. પૃષ્ટ 213 થી 280 | સર્ગ 7 મે. આંધ ગણધર આર્યદત્તે આપેલી દેશના. અમાત્યે ગૃહસ્થ ધર્મ પૂછવો. ગણધરે સમકિતમૂળ બાર વ્રતનું સ્વરૂપ કહેવું, તેના અને તિચારે સમજાવવા. શ્રાવકના વ્રત પાળવાને અશકત ગૃહસ્થ જિનપૂજા તે અવશ્ય કરવી. રાવણે જિનપૂજાથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું તેની કથા, પૂજાના ત્રણ પ્રકાર, પુષ્પ પૂજા ઉપર વયર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #12
--------------------------------------------------------------------------
________________ સેન કથા. અક્ષત પૂજાપર શુકરાજ કથા. ભાવપુજા ઉપર વનરાજ કથા. ગણધરની દેશના સમાપ્ત થયે સર્વ સભાનું પ્રભુને નમીને સ્વસ્થાને જવું. પાશ્વ પક્ષ—પદ્માવતી દેવી. ભગવતે કરેલ વિહાર. | પૃષ્ઠ 280 થી 343. સર્ગ 8 મે. પ્રભુનું પંડ્રદેશે સાકેતનપુરના ઉદ્યાનમાં સમવસરવું, સાગરદત્ત સાર્થવાહનું વૃત્તાંત, પ્રભુની દેશના. તેને વૈરાગ્ય, શુભ ભાવથી ત્યાં જ કેવળજ્ઞાન. ભગવંતના ચાર શિષ્ય. તે ભવ મેક્ષની વાત સાંભળી ઘરે જવું, ફરીને પ્રભુ પાસે આવવાને વિચાર કરતાં શુભ ભાવના ભાવવાથી કેવળી થવું. બંધુદત્તની કથા. અંતરમાં શ્રીગુપ્તની કથા. બંધુદત્તને ને પશ્ચિપતિને ભવ નિસ્તાર. પ્રભુને પરિવાર, પ્રભુનું સમેતશિખર પધારવું, શ્રાવણ શુદિ 8 મે નિવાં. ઈંદ્રાદિકનું આવવું. નિર્વાણ મહોત્સવ. પૃષ્ટ 343 થી 366. પ્રશસ્તિ , ચંદ્રગચ્છમાં તપગચ્છીય શ્રી જગચંદ્રસૂરિના પટ્ટમાં સંઘવીર ગણિના શિષ્ય ઉદયવીર ગણિએ સં. 1654 માં જયેષ્ટ શુદિ 7 મે આ ગદ્યબંધ ચરિત્રની લોક 5500 પ્રમાણ કરેલી રચના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #13
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્રાંતર્ગત પ્રાસંગિક કથાઓ. નામ, નામ. વિષય. પૃષ્ઠ. 1 લલિતાંગ ને સજન. ધર્મથી જય. 4-40 (અનેક અંતરંગ કથાયુક્ત.) 2 નંદક ને ભદ્રક, કુવિકલ્પથી દેવાર્ચન. 3 ધન્ય વણિક. કુવિકલ્પથી મુનિદાન. 49 4 બે ભાઈ. એક કાકિણી માટે હજાર રત્નનું ખોવું. 5962 5 ભીમકુમાર, જીવદયા ઉપર 63-84 6 ચંદ્રા ને સર્ગ. કઠોર ભાષા ઉપર. 84-88 7 વસુરાજા. સત્ય ઉપર. 90-96 8 મહાબળ. અદત્તાદાન નિષેધ. 98-104 9 સુંદરરાજા. પરસ્ત્રી ત્યાગ. 105-118 10 ધનસાર. પરિગ્રહ પ્રમાણ. 118-127 11 ત્રણ વણિક મનુષ્યભવની સફળતા ઉપર. 138-146 12 ત્રણ મિત્ર. ત્રિભેજન ત્યાગ, 156-159 13 સુમતિ. વિવેક, 166-171 14 પ્રભાકર. સત્સંગ. 172-182 15 ધનમિત્ર. જ્ઞાનદાન, 231-240 16 રોહિણી (અંતરંગ કથા.) શામળિના પાંચ દાણા. (235-238) 17 વસંતક. અભયદાન, 241-245 246-251 18 સાર્થવાહના ચાર પુત્ર. સુપાત્રદાન, 253-267 19 મણિરથ ને મદનરેખા. શીલ. 20 પ્રત્યેકબુદ્ધ નમિ રાજર્ષિ. (અંતરંગ કથા.) એકત્વભાવના. (263-267) 268-273 ત૫. 21 સનકુમાર ચક્રી. ભાવના, 274-279 22 પુંડરિક ને કંડરિક, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #14
--------------------------------------------------------------------------
________________ 23 રાવણ.(પ્રાસંગિક અન્ય વિસ્તૃત કથાયુક્ત)જિનપૂજા, 284-296 24 અમરસેન વયરસેન. પુષ્પપૂજા. 297-315 25 શુકરાજ (શુક-શુકી.) અક્ષતપૂજા. 315-328 26 વનરાજ. ભાવપૂજ, 28-341 27 ભિલ્લ. ગુરૂભક્તિ-ભાવપૂજ. 341-342 28 સાગરદત્ત. સત્ય ધર્મ નિશ્ચય. 344-346 29 બંધુદત્ત. ધર્મની પુષ્ટિ, 347-363 30 શ્રીગુસ. (અંતરંગ કથા.) સુકૃતથી પાપનાશ. (356-361) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #15
--------------------------------------------------------------------------
________________ अनेक मंत्र गर्मित-परमप्रभावी-श्री पार्श्वनाथ स्तोत्र. // उवसग्गहरं. // उवसग्गहरं पासं, पासं वंदामि कम्मघणमुक्कं / विसहरविसनिन्नासं, मंगलकल्लाणावासं विसहरफुलिंगमंतं, कंठे धारेइ जो सया मणुऊ / तस्स गहरोगमारी, दुट्ठ जरा जंति उवसामं // 2 // चिठ्ठउ दूरे मंतो, तुज्झ पणामोऽवि बहुफलो होइ / नरतिरिएसु वि जीवा, पावंति न दुख्कदोगचं // 3 / / . ॐ अमरतरुकामधेणु-चिंतामणि कामकुंभमाईए'। सिरिपासनाहसेवा-ग्गहाण सव्वेऽवि दासत्तं // 4 // ॐ ही श्री ॐ नमो" तुह दसणण सामिय, पणासेइ रोगसोगदोहग्गं। कप्पतरुमिव जायइ, ॐ तुह दंसणण सम्मफलहेउ // 5 / / स्वाहा // ॐ ही नभिउण विप्पणासय, मायाबीएण धरणनागिंदं / सिरिकामराजकलियं, पासजिणिदं नमसामि ॐ ही श्री पास विसहर विजा-मतण झाणझाएंव्वो / धरणपोमावई देवा, ॐ ही इम्लवयु स्वाहा जयउ धरणदेब, पढम हुत्ती नागणी विज्जा / विमलज्झाणसाहऊ, ॐ ही चम्लवर्यु स्वाहा // 8 // ॐ थुणामि पासं, ॐ ही पणमामि परमभत्तए / अठखकर धरणेदो, पोमावइ प(य)डिऊ कित्ती // 6 // 1 या. 2 गहण. 3 य. 4 ज्झांति. 5 त्ति. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #16
--------------------------------------------------------------------------
________________ जस्स पयकमलसीय, वसीय पोमावइ धरणेदो / तस्स नामेइ सयलं, विसहर वीसमाघट्ट // 10 // तुह सम्मत्ते लद्धे, चिंतामणिकप्पपायवप्भहिए / पावंति अविग्घेणं, जीवा अयरामरं ठाणं नछुट्ठ मयठाणे, पण कम्मठ्ठ नठ्ठ संसारे / परमठुनिठ्ठिअठे, अठुगुणाधीसरं वंदे // 12 // इय संथुऊ महायस, भत्तिप्भर निप्भरेण हियगण / ' ता देव दिज बोहिं, भवे भवे पासजिणचंद // 13 // केटलीक प्रतमा उपरनी 7-8-9-10 ने बदले आ नीचेनी चार गाथाओ छे. तं नमह पासनाई, धरणिंदनमंसीयं दुह पणासेइ / तस्स पभावेण सया, नासंति सयल दुरीयाणं // 10 // एए समरंताणं, मुणिं न दुह वाहि नासमाही दुकं / नाम सीयम असमं, पयडो नथिथथ्थ संदेहो // 11 // अल जलण तह सप्प सीहो, मारोरी संभवेपि खिप्पं जो / समरेइ पास पहु, पहो वि न कया वि कीसी तस्स // 12 // इह लोगठ्ठि परलोगठि, जो समरेइ पासनाहं तु / तत्तो सीज्झेइ नकोसंइ नाह सुरा भगवंतं // 13 // આની અંદર કેટલીક અશુદ્ધિ રહેલી જણાય છે, તે કેઈ વિદ્વાન સુધારીને મોકલશે તે ફરીને શુદ્ધ પ્રકટ કરશું. હાલ તો આ અપૂર્વ વસ્તુ પ્રાપ્ત થવાથી પ્રસિદ્ધિમાં મૂકી છે. તેને ચગ્યતા અનુસાર ઉપયોગ કરો. 6 महा. 7 वि.८ त.६ चोरारी P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #17
--------------------------------------------------------------------------
________________ श्री उदयवीरगणिविरचित / श्रीपार्श्वनाथचरित्रम्। ભાષાંતર, प्रोद्यत्सूर्यसमं सुरासुरनरैः संसेवितं निर्मलं, श्रीमत्पार्धजिनं जिनं जिनपति कल्याणवल्लीघनम् / तीर्थेशं सुरराजवंदितपदं लोकत्रयीपावनं, वंदेऽहं गुणसागरं सुखकरं विश्वैकचिंतामणिम् // 1 // . દેદીપ્યમાન સૂર્યસમાન, સુરાસુર અને મનુષ્યોથી સંસેવિત, નિર્મળ, જિનપતિ, કલ્યાણ-લતાને મેઘરૂ૫, તીર્થના નાયક, દેવેંદ્રોએ જેમના ચરણેને વંદન કર્યું છે એવા, લકત્રયને પવિત્ર કરનાર, જ્ઞાનાદિ ગુણના સાગર, સુખના કરનાર, અને જગતને એક ચિંતામણિરૂપ-એવા શ્રી પાર્શ્વનાથ જિનને હું વંદન કરૂં છું. પ્રભાવથી પ્રકાશિત દેએ નિર્માણ કરેલ છતર સિંહાસન પર બિરાજમાન, ચળકતા ચામરથી વિજ્યમાન, છત્રત્રયથી વિરાજિત, રૂષ, સ્વર્ણ અને મણિથી પ્રભાસિત પ્રત્રયથી વિભૂષિત અને સૂર્યની જેમ ઉદયમાન–એવા શ્રી પાર્શ્વનાથ દેવને હું વંદન કરૂં છું. વીણુ અને પુસ્તકને ધારણ કરનારી, દેવેંદ્રથી સંસેવિત, સુરાસુર અને મનુષ્યથી પૂજિત, સંસારસાગરથી તારનારી,વિજય પ્રાપ્ત કરાવનારી, દારિદ્રયનો નાશ કરનારી,વિઘરૂપ બ્રાંતને હરનારી, સુખને કરનારી અને સર્વ અર્થને સાધનારી–એવી ભગવતી વાગ્દવી જયવંતી વર્તો. સરસ્વતીને પ્રણામ કરીને અને ગુરૂમહારાજના ચરણકમળને Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #18
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. નમસ્કાર કરીને શ્રી પાર્શ્વનાથ ભગવંતના ચરિત્રની હું (કર્તા). ગદ્યમાં રચના કરૂં છું. લાખ જન વિસ્તૃત જ બદ્વીપ નામના દ્વીપમાં દક્ષિણ - ભરતક્ષેત્રમાં બાર જન લાંબું, નવ જન વિસ્તૃત, દિવ્ય પ્રાસાદોથી મનહર, દુકાનની શ્રેણથી વિરાજિત અને નરરત્નોથી અલંકૃત પિતનપુર નામે નગર છે. તે નગરમાં અરવિંદસમાન શ્રીમાન અરવિંદ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજા ન્યાયવાનું, પ્રજાપાલક, શત્રુઓને જીતવામાં વિચક્ષણ, ધર્મનિષ્ઠ, શ્રદ્ધાળુ, પરોપકારી અને પ્રતાપી હતું. તેને પરોપકારિણી, ન્યાયવતી, શીલવતી, ગુણવતી, ધર્મવતી અને પુત્રવતી ઈત્યાદિ ગુણને ધારણ કરનારી ધારિણે નામે પટરાણું (પ્રાણપ્રિયા ) હતી. તે રાજા રાજ્ય કરતે સતે સમસ્ત પ્રજા અતિશય સુખી હતી. તે રાજાને વિશ્વભૂતિ નામે પુરોહિત હતો. તે વિદ્વાન, પંડિત, ન્યાયશાસ્ત્ર તથા ધર્મશાસ્ત્રમાં કુશળ, શ્રાવકધર્મમાં પ્રવીણ, રાજમાન્ય અને મહદ્ધિક હતો. તે ધર્મનિષ્ઠ હેવાથી રાજાનું પુરહિતપણું કરતો હતો તથા પ્રતિકમણાદિ ધર્મક્રિયા પણ પ્રતિદિન કરતો હતો. તેને પતિવ્રતા, સદ્ધર્મચારિણી, અને શીલરૂપ અલંકારને ધારણ કરનારી અનુદ્રા નામે પ્રાણવલ્લભા હતી. તે દંપતીને મરૂભૂતિ અને કમઠ નામના બે પુત્રો થયા હતા, તે નિપુણ અને પંડિત હતા. તેમાં મરૂભૂતિ પ્રકૃતિએ સરલ સ્વભાવી, સત્યવાદી, ધમિષ્ઠ, સજજન અને ગુણવાન્ હતો અને કમઠ દુષ્ટ, લંપટ, દુરાચારી અને કપટી હતો. “એક નક્ષત્રમાં અને એક ઉદરમાં ઉત્પન્ન થયા હોય છતાં બેરડીના કાંટાની જેમ માણસે પણ સમાન શીલવાળા થતા નથી.” કમઠને અરૂણુ નામની અને મરૂભૂતિને વસુંધરા નામની વલ્લભા હતી. તે બંને સ્ત્રીઓની સાથે શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધ–એ પાંચ વિષય સંબંધી સુખભેગ ભેગવતાં તે બંને ભ્રાતા સમય વ્યતીત કરતા હતા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #19
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથને પૂર્વ ભવ. - અન્યદા વિશ્વભૂતિ પુરોહિત પોતાના ઘરને ભાર બંને પુત્રોને સેંપીને પોતે કેવળ જિનધર્મરૂપ સુધારસને જ આસ્વાદ લેવા લાગ્યા. તૃષ્ણા ત્યાગ કરીને વૈરાગ્યથી મનને એકાગ્ર રાખી સામાયિક અને પૈષધાદિક કરવા લાગ્યું અને કેટલાક વખત પછી વિવિક્તાચાર્ય નામના ગુરૂ પાસે અનશન અંગીકાર કરીને એક ચિત્તે પરમેષ્ટિ મંત્રનું સ્મરણ કરતાં સ્વદેહને ત્યાગ કરી સૈધર્મ દેવલોકમાં દેવતા થયે. એટલે પતિવિયેગથી વ્યાકુળ થયેલી અનુદ્ધરા પણ ઉગ્ર તપ તપી મરણ પામીને વિશ્વભૂતિ દેવની દેવી થઈ. કમઠ અને મરૂ ભૂતિ માતપિતાનું પ્રેતકાર્ય (મૃત પાછળની ક્રિયા) કરીને સ્વકુટુંબની ચિંતામાં પડ્યા. કેટલાક વખત પછી તેઓ શંકરહિત થયા અને મરૂભૂતિ રાજાનું પુરોહિતપણું કરવા લાગ્યા. એકદા શ્રેષ્ઠ પ્રશમામૃતથી સિંચાયેલા અને ચાર જ્ઞાનને ધારણ કરનારા હરિશ્ચંદ્ર નામના આચાર્ય ભવ્યકમળને પ્રતિબંધ પમાડતા સતા પોતનપુરની નજીકના ઉપવનમાં પધાર્યા, એટલે તે મુનીશ્વરના આગમનને જાણીને પરજને પોતાના આત્માને ધન્ય માનતા તેમને વંદન કરવા ગયા. તે વખતે રાજા, કમઠ અને મરૂભૂતિ વિગેરે સમસ્ત રાજવર્ગ પણ તેમને વંદન કરવા આવ્યો અને મુનીશ્વરને ભાવથી વંદન કરીને રાજાદિક સર્વે યથાસ્થાને બેઠા. એટલે મુનીશ્વરે પોતાના જ્ઞાનથી મરૂભૂતિને ભાવી પા^ર્વજિનને જીવ જાણુને વિશેષ રીતે તેને ઉદ્દેશીને ધર્મદેશના દેવાને પ્રારંભ કર્યો. - “હે ભવ્ય જને ! કરેડે ભવમાં પણ પ્રાપ્ત થવી દુર્લભ એવી નરભવાદિ સકળ સામગ્રી પ્રાપ્ત કરીને ભવજલધિમાં નાવ સમાન એવા જૈન ધર્મના આરાધનમાં સદા પ્રયત્ન કરે. જેમ અક્ષર વિનાને લેખ, દેવ વિનાનું મંદિર અને જળ વિનાનું સરોવર ન શોભે તેમ ધર્મ વિના મનુષ્ય ભવ પણ શોભતો નથી. વળી હે ભવ્યાત્માઓ!વિશેષ રીતે શ્રવણુપુટને એકાગ્ર કરીને સાંભળો–આ દુર્લભ માનવભવને પામીને ધન, ઐશ્વર્ય, પ્રમાદ અને મદથી મૅહિત થઈ તેને વૃથા ન ગુમાવે. મૂળથી છેદાયેલ વૃક્ષ, મસ્તક રહિત સુભટ અને ધર્મહીન ધન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #20
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. વાન કેટલો વખત લીલા કરી શકે. જેમ વૃક્ષની ઉંચાઈ ઉપરથી પૃથ્વીમાં રહેલ તેનું મૂળ કેટલું ઉંડું છે તે સમજી શકાય છે, તેમ પૂર્વકૃત ધર્મ અદષ્ટ છતાં પ્રાપ્તસંપત્તિથી તેનું અનુમાન થઈ શકે છે. એટલા માટે સુજ્ઞ જ તે ધર્મને મૂળભૂત ગણી તેને સિંચીને ભેગફળને વારંવાર ગ્રહણ કરે છે અને મૂઢજને તેને ઉછેદીને એકવાર ભેગફળ મેળવી લે છે. નિર્મળ કુળ, કામદેવ જેવું રૂપ, વિવ (સર્વ) ને ભેગવવા લાયક અને અવ્યય એવું સૈભાગ્ય, વિકસ્વર લક્ષમીવિલાસ, નિદોષ વિદ્યા, કુરાયમાન કીર્તિ વિગેરે મનેહરગુણે ધર્મથી મેળવી શકાય છે. ધર્મને પક્ષપાત કરેલ હોય તે તે લલિતાંગકુમારની જેમ જયનિમિત્તે થાય છે, અને ધર્મની વિરૂદ્ધતા તેના નેકર સજજનની જેમ અનર્થને માટે થાય છે. ' લલિતાગકુમારની કથા. . - આજ જંબુદ્વીપમાં ભરત નામના ક્ષેત્રમાં શ્રીવાસ નામનું નગર છે. ત્યાં અશેષ અવનીપતિને પોતાના દાસ બનાવે એ નરવાહન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને કમળ જેવા મુખવાળી કમળ નામની રાણી હતી. તે દંપતીને ડાહ્ય, ધીમા બહોતેર કળામાં કુશળ અને શાસ્ત્ર તથા શસ્ત્રવિદ્યામાં ચાલાક લલિતાંગ નામે પુત્ર હતો. તે દીપકની જેમ પોતાના કુળને અજવાળતો હતે. વળી દીપકમાં તે કશ્મલ-શ્યામતા હોય છે, પણ તે કુમારમાં તે લેશ પણ દોષ નહતો. તે અવસ્થાએ લઘુ હતું, છતાં તેનામાં ગુણે મોટા હતા; કારણ કે માથે ધોળા વાળ થાય તેથી મનુષ્ય વૃદ્ધ-મેટ ગણાય એવી માનીનતા ભૂલભરેલી છે, પણ યુવાન છતાં જે તે ગુણવાન હોય તે તેજ સ્થવિર–વૃદ્ધ છે એમ સમજવું. તે લલિતાંગકુમારમાં બીજા ઘણુ ગુણે હતા, છતાં દાનગુણમાં તેને વધારે પ્રીતિ હતી. યાચકને જોતાં તેને જે આનંદ ઉપજતે, તેવો આનંદ તેને કથા, કાવ્ય, વનિતા, અશ્વ અને ગજની લીલા કરવામાં આવતું ન હતું. જે દિવસે તેને યાચકની પ્રાપ્તિ ન થતી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #21
--------------------------------------------------------------------------
________________ - લલિતાંગ કુમારની કથા. . તે દિવસને તે ગલિત તિથિની જેમ ગણતે હતે. વળી અથના આગમનને તે પુત્રપ્રસવના લાભ કરતાં પણ અધિક માનતે હતો. વળી દાનના વ્યસની એવા તેને અદેય (ન દેવા લાયક) કંઈ પણ ન હતું. ' - તે કુમારને નામથી સજજન પણ સ્વભાવે દુર્જન એ એક અધમ સેવક હતા. કુમારને હાથે તે વૃદ્ધિ પામેલ હોવા છતાં તે કુમારનું પ્રતિકૂળ કરનાર હતો. જેમાં સમુદ્રના જળથી પુષ્ટ થયેલ વડવાનલ તેનું જ શેષણ કરે છે, તેમ તે સજ્જન કુમારને દુર્જનરૂપ જ હત; તથાપિ કુમાર તે અધમ સેવકનો ત્યાગ કરતું ન હતું, કારણકે ચંદ્રમા શું કલંકને કદાપિ ત્યાગ કરે છે? એકદા કુમાર પર પ્રસન્ન થઈ તેના ગુણથી આકર્ષાઈને રાજાએ તેને પિતાના હાર વિગેરે કિંમતી અલંકારે આપ્યા. તે કિંમતી અલંકારો પણ તે રાજકુમારે યાચકને આપી દીધા એટલે સજજને તે બધું રાજા પાસે જઈને ગુપ્તપણે નિવેદન કર્યું. તે સાંભળીને રાજા અગ્રિની જેમ અંતરમાં બળવા લાગ્યા. પછી રાજાએ કુમારને એકતમાં બોલાવીને કેમળ વાણીથી શિખામણ આપવા માંડી કે –“હે વત્સજરા વિના પણ ગુણગણથી તને વૃદ્ધત્વ પ્રાપ્ત થયું છે, તથાપિ તને ઉપયેગી થાય એવી કંઈક હું શિખામણ આપું છું તે સાંભળ:હે વત્સ ! રાજ્ય બહુ કાર્યોથી વ્યાપ્ત છે અને તું હજી બાળક છે. આ સપ્તાંગ રાજ્ય બધું તારું જ છે; પરંતુ તે કરંડીઓમાં રહેલ ભુજગની જેમ સાવધાનપણે ચિંતનીય છે, ફલિત ક્ષેત્રની જેમ નિત્ય પ્રયત્નથી તે રક્ષણય છે અને નવ્ય આરામની જેમ તે વારંવાર સેવનિય છે. રાજાએ કાઈનો પણ વિશ્વાસ ન કરવો. રાજા પોતાના કેશથીજ પિતાના સ્કંધને દ્રઢ કરે છે. તેથી સ્વાર્થ સાધવામાં તત્પર રહેવું અને ગજ અશ્વાદિ સેનાની વૃદ્ધિ કરવી. તું પિતે નિપુણ અને વિચક્ષણ છે. વળી દાનગુણ છે કે તારામાં સર્વોત્તમ છે, તથાપિ દાન વ૫ સ્વલ્પ આપવું, તેમાં અત્યંત આસક્તિ રાખવી તે ઠીક નહિ. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #22
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. કહ્યું છે કે:-“બહુ હિમ પડવાથી વૃક્ષે બળી જાય, બહુ વરસાદ વરસવાથી દુભિક્ષ પડે અને અત્યાહાર કરવાથી અજીર્ણ થાય—માટે સર્વત્ર અતિને ત્યાગ કર. વળી અતિ દાનથી બલીરાજા બંધનમાં પડ્યો, અતિ ગર્વથી રાવણ હણાયે અને અતિ રૂપથી સીતાનું હરણ થયું માટે અતિ સર્વત્ર વર્જવું.” બહુ કપૂરના ભક્ષણથી દાંત પડવાને સંભવ રહે છે, માટે દ્રવ્ય એકઠું કરવામાં પ્રયત્ન કરો. જ્યાં સુધી દ્રવ્યને સમાગમ છે, ત્યાંસુધીજ ભાર્યા અને પુત્રાદિ પરિવાર આપણે છે. વિશુદ્ધ ગુણગણુ પણ દ્રવ્ય વિના નિષ્ફળ છે. માટે તારે જેમ તેમ દ્રવ્યને ઉડાડી ન દેવું.” આ પ્રમાણેના રાજાના ઉપદેશામૃતનું હર્ષ પૂર્વક પાન કરીને કુમાર હૃદયમાં ચિંતવવા લાગ્યો કે -અહે! હું ધન્ય છું કે મારા પિતા પોતેજ આમ પ્રત્યક્ષ મને વખાણે છે. એ તે સુવર્ણ અને સુગંધના મેળાપ જેવું છે. માબાપ અને ગુરૂના શિક્ષણ કરતાં લેકમાં ઈતર અમૃત નથી.” એ પ્રમાણે વિચારીને તે બે કે:-“હે તાત! આપની આજ્ઞા મને પ્રમાણ છે.” એ રીતે કહી ભક્તિપૂર્વક નમસ્કાર કરીને કુમાર સ્વસ્થાને ગયે. - ત્યારપછી પિતાની આજ્ઞાથી બહુજ સ્વ૯૫ દાન આપતાં યાચકેના મુખથી તેને અપવાદ વધી પડ્યું, એટલે કેટલાક યાચકેએ મળીને કુમારને કહ્યું કે:-“હે દાનેશ્વરી મુગટ કુમાર ! અકસ્માત આ શું આરંહ્યું? દાનમાં ભૂતલપર ચિંતામણિ સદશ થઈને અત્યારે આપ અટેલપાષાણુ જેવા કેમ થઈ ગયા? જગતમાં એક દાનજ શ્રેષ્ઠ છે. મહદ્ધિક મનુષ્ય પણ દૂધ વિનાની સ્થળ ગાયની જેમ શોભતે નથી. કહ્યું છે કે –“કીડીઓએ સંચિત કરેલ ધાન્ય, મક્ષિકાઓએ સંચેલ મધ અને કૃપણેએ સંચેલ લક્ષ્મીએ ત્રણેને અન્યજ કઈ ઉપભેગ કરે છે. સંગ્રહ કરવામાંજ એક તત્પર એવો સમુદ્ર રસાતલે પહોંચ્યો અને મેઘ દાતા હોવાથી જુએ ભુવન ઉપર રહીને ગર્જના કરે છે. ધન, દેહ અને પરિવાર વિગેરે બધાને વિનાશ થાય છે પણ દાનથી ઉત્પન્ન થયેલ કીર્તિ તે જગતમાં અખંડ જ રહે છે.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust ,
Page #23
--------------------------------------------------------------------------
________________ લલિતાંગ કુમારની કથા. હે કુળદીપક કુમાર! તમારે મતિવિપર્યય કેમ થઈ ગયે? સંતજને અંગીકાર કરેલ વ્રતને કદીપણ મૂકતા નથી. કહ્યું છે કે;-“સૂર્ય કોના આદેશથી અંધકારને નાશ કરે છે? રસ્તા પર પ્રજાને છાયા કરવા માટે વૃક્ષેને કેણુ વિજ્ઞપ્તિ કરવા ગયું છે? વરસાદ વરસાવવાને મેઘને કણ પ્રાર્થના કરે છે? પણ સ્વભાવેજ સજજને પરહિત કરવાને તત્પર હોય છે. ઉત્તમ પુરૂષે આદરેલ કાર્યને કદાપિ છેડતા નથી. કારણકે ધતુરાનું પુષ્પ ગંધ રહિત છે છતાં મહાદેવ તેને ત્યાગ કરતા નથી. તેમજ મહાદેવ વિષને, ચંદ્રમા મૃગને, સમુદ્ર વડવાનલને–એ અરમ્ય છતાં આદતને મૂક્તા નથી, તે પ્રિય વસ્તુની તો શી વાત કરવી? વળી સુધાકરમાં કલંક, પદ્મનાળમાં કંટક, સમુદ્રમાં અપેય જળ, પં. ડિતમાં નિર્ધનત્વ, પ્રિયજનમાં વિયેગ, સુરૂપમાં દુર્ભત્વ અને ધનપતિમાં કૃપણુત્વ-એમ ઉત્તમ વસ્તુઓને દૂષિત કરવાથી કૃતાંત ખરેખર રત્નદેવી છે.” * માટે હે કુમાર ! અંગીકાર કરેલ દાનવ્રતને તમારે ત્યાગ ન કરો. કારણ કે “સમુદ્ર કદાચ પિતાની મર્યાદાને ત્યાગ કરે અને કુળપર્વતો કદાચ ચલાયમાન થાય, છતાં મહાપુરૂષે પ્રાણાંતે પણ સ્વીકૃત વ્રતનો ત્યાગ કરતા નથી.” ( આ પ્રમાણેની તે યાચકની વાણી સાંભળીને લલિતાંગકુમાર વિચારવા લાગ્યું કે –“હવે મારે શું કરવું? આ તે ખરેખર વ્યાધ્ર અને દુસ્તટી (ખરાબ નદી) નો ન્યાય ઉપસ્થિત થયે. એક બાજુ મારાથી પિતાની આજ્ઞા ઓળંગી શકાય તેમ નથી અને બીજી બાજુ અવર્ણવાદ થાય છે તે પણ દુસ્તર છે, માટે જેમ થવાનું હોય તેમ થાઓ.” એ રીતે વિચાર કરીને પુન: તેવી જ રીતે દાન દેવામાં પ્રવૃત્ત. થયો. તે હકીકત જાણીને રાજા કુમાર ઉપર અત્યંત કપાયમાન થયા અને તેના સેવકની સાથે તેને રાજસભામાં આવવાનો નિષેધ કર્યો. એટલે તે અપમાનથી અંતરમાં અત્યંત કેપથી પૂરિત થઈને કુમાર વિચારવા લાગ્યા કે –“અહો મારે જેવું દાનનું વ્યસન છે, તેવી રા P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust
Page #24
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર જ્યની સ્પૃહા નથી અને વળી જતુઓને પ્રિયકર દાન દેતાં પિતાએ મારું અપમાન કર્યું છે, માટે હવે અહીં રહેવું ઉચિત નથી; હવે તે દેશાંતર ગમન કરવું તેજ યુક્ત છે. કહ્યું છે કે –“દેશાટન, પંડિતની મિત્રતા, પણુગના સાથે સંસર્ગ, રાજસભામાં પ્રવેશ અને અનેક શાસ્રનું અવલોકનએ પાંચ ચાતુર્યનાં મૂળ છે, માટે વિવિધ પ્રકારના ચરિત્ર જોઈ શકાય, સજજન અને દુર્જનની વિશેષતા જાણી શકાય અને પોતાની ખ્યાતિ થાય માટે વસુધાપર વિચરવું-ફરવું એજ ઘટિત છે.” આ પ્રમાણે નિશ્ચય કરીને રાત્રિએ એકાંત સાધી ગુપ્ત રીતે ઘરથી બહાર નીકળીને એક શ્રેષ્ઠ અધિપર આરૂઢ થઈ કુમાર એક દિશા તરફ ચાલતો થયો. તે વખતે ઇંગિતને જાણનાર પેલો અધમ સેવક સજજન પોતાના દર્જન્ય દેષથી તેની પાછળ ચાલ્યા. અનુક્રમે તે બંનેએ સાથે દેશાંતર જવા પ્રયાણ કર્યું. એકદા રસ્તામાં કુમારે તેને કહ્યું કે-“હે ભૂત્ય! વિનદ થાય તેવું કંઈક બેલ. એટલે તે બે કે-“હે દેવ ! પુણ્ય અને પાપમાં શું શ્રેષ્ઠ? તે કહે.” આ પ્રમાણેને પ્રશ્ન સાંભળીને કુમાર બલ્ય કે–“હે મૂર્ખ ! આ તું શું બેલ્ય? તારું નામ સજજન છે, પણ ગુણથી તે તું દુર્જન લાગે છે; કારણ કે-ભૈમનું મંગળ નામ, વીષ્ટિ વિષયમાં ભદ્રાનામ, કણેને ક્ષય કરનાર છતાં અતિવૃષ્ટિ નામ, અત્યંત તીવ્ર કેટકાનું શીતળા નામ, રજપર્વ (હોળી) માં કહેવાતે રાજા, લવણમાં મિષ્ટ (મીઠું) શબ્દ,વિષમાં મધુર શબ્દ, કંટકયુકત છતાં લક્ષ્મી અને પશૃંગનામાં પાત્રત્વ–આ બધાં માત્ર નામથીજ રૂચિર છે, પણ અર્થથી નથી.” રે મૂઢ! ધર્મથી જ જય અને અધર્મથી જ ક્ષય એમ અબળા, બાળ, નેપાળ અને હાલિક (ખેડૂત) જને પણ સ્પષ્ટ કહે છે.” તે સાંભળીને સજજન બોલ્યા કે “હે દેવ સત્ય છે, હું મૂર્ખ છું, પણ ધર્મ કેવો હોય તે તે કહે.” કુમારે કહ્યું-“હે દુરાત્મન્ ! સાંભળ વાઃ સત્ય ગુૌ મા, સરથા સા સા સા ! - રપઃ તિરા-દિર તોડયુવાવ” | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #25
--------------------------------------------------------------------------
________________ લલિતાગ કુમાર કે. “સત્ય વચન, ગુરૂ ઉપર ભકિત, યથાશક્તિ દાન, દયા અને ઇન્દ્રિ યદમન-એ ધર્મ અને એનાથી વિપરીત અને દુઃખકર તે અધર્મ પુન: સજ્જન બે કે-“સમયના બળે કોઇવાર અધર્મ પણ સુખકર થાય છે અને ધર્મ દુઃખકર થાય છે, જે એમ ન હોય તો અત્યારે તમે ધમિષ્ટ છતાં પણ તમારી આવી અવસ્થા કેમ હોય? માટે આ સમય અધર્મને છે. તેથી ચેરી વિગેરે કરીને પણ ધન ઉપાર્જન કરવું ઠીક છે.” આ પ્રમાણે સાંભળીને કુમાર બેલ્યો કે–“અરે! પાપિષ્ટ ! કર્ણને ન સાંભળવા લાયક એવું વચન તું ન બેલ; ધર્મથી જ જય થાય છે. અને ધર્મ કરતાં છતાં જે કંઈ અજય થાય તે પૂર્વે બાંધેલા અંતરાય કર્મને વિપાક સમજો. વળી અન્યાયથી જે લક્ષમી મેળવવી તે ઘર બાળીને પ્રકાશ કરવા જેવું છે. એટલે પુનઃ તે અધમ સેવક બે કે– સ્વામિન્ ! આ જંગલમાં રૂદન જેવી વાત કરવાથી શું ? આગળના ગામમાં ગ્રામ્ય લોકોને પૂછીશું, પણ તેઓ જે અધર્મથી જય કહેશે તો તમે શું કરશો?” કુમારે કહ્યું કે-“તે હું આ મારી અશ્વાદિક બધી સામગ્રી તને આપીને યાજજીવ હું તારે દાસ થઈને રહીશ.” આ પ્રમાણે નિશ્ચય કરીને તે બંને ઉતાવળા નજીકના ગામમાં ગયા અને વૃદ્ધને પૂછયું કે-“હે સજન! અમને ઘણા વખતથી સંશય છે કે—ધર્મથી જય કે અધર્મથી જય? તેને નિર્ણય કરીને સાચું કહે.” એટલે અસંભાવ્ય નવીન પ્રશ્ન થતાં તેઓ દૈવયોગે એકદમ એમ બલી ગયા કે અત્યારે તે અધર્મથીજ જય ભાસે છે. તે સાંભળીને ને તે બંને આગળ રસ્તે પડ્યા. રસ્તામાં ઉપહાસ કરીને તે સેવકાધમ બોલ્યો કે-હે સત્યે ધન! હે ધાર્મિક ! હવે એ અશ્વને મૂકી દે અને શીધ્ર મારા દાસ બની જાઓ.” એટલે કુમાર વિચારવા લાગ્યું કેરાજ્ય, લક્ષ્મી અને વિનવર પ્રાણે પણ ચાલ્યા જાઓ, પણ જે વચન હું પોતે બોલ્યો છું તેને ભંગ ન થાઓ.” વળી–સુખ અને દુઃખને કેઈ આપનાર નથી. અન્ય કઈ આપે છે એમ માનવું તે કુબુદ્ધિ છે. હે નિષ્ફર શરીર! જે તે પૂર્વે કર્મો કરેલાં છે તેજ તારે ભગવવાનાં છે; કારણ કે લોકે પિતાના કર્મરૂપ સૂત્રથી ગ્રથિત છે.” આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrust
Page #26
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. પ્રમાણે વિચાર કરીને કુમાર બોલ્યો કે-“આ અર્થવ લઈ લે, હવે હું તારે સેવક છું.” પછી તે અધમ સેવક અવ લઈ તરત તેની ઉપર આરૂઢ થઈને વેગથી ચાલવા લાગ્યું. પછી પછવાડે દેડતાં શ્રમવડે ખેદયુક્ત થયેલા કુમારને જોઈને તે હર્ષિત થઈ આ પ્રમાણે છે કે“હે કુમાર! ધર્મને પક્ષપાત કરવાથી તેને આ ફળ મળ્યું છે, માટે હજી પણ ધર્મને આગ્રહ છોડી દઈને “અધર્મથી જ જય” એમ કહી આ અવ પાછા લઈ લે.” આ પ્રમાણે સાંભળીને કુમાર બોલ્યા કે - હે દુષ્ટ ! તારૂં સજજન નામ વૃથા છે; અને વળી હે દુર્મતિ! તું દુતિને આપે છે, તેથી વ્યાધ કરતાં પણ વધારે દુષ્ટ છે. વ્યાધની કથા. કઈ વનમાં એક વ્યાધ-શિકારી કાનસુધી બાણ ખેંચીને એક મૃગલીના વધને માટે દેશે. તે વખતે મૃગલી બેલી કે - “હે વ્યાધ ! ક્ષણવાર સબુર કર. કારણ કે સુધાથી પીડાતાં મારાં બચ્ચાં મારી રાહ જોઈને આશાથી બેઠા છે, માટે હું તેમને સ્તન્યપાન કરાવીને તરત તારી પાસે આવું, જે હું ન આવું તે મને બ્રહ્મહત્યાદિક પાંચ મહાપાતક લાગે.” વ્યાધ બોલ્યો કે –“એવા સોગનને મને વિશ્વાસ નથી.” એટલે પુન: મૃગલી બેલી કે –“હે વ્યાધ ! જે હું સત્વર ન આવું તે વિશ્વાસથી પૂછનારને દુર્મતિ આપનાર જેટલું મને પાપ લાગે.” આથી તેણે મૃગલીને મુક્ત કરી, એટલે તે પણ પોતાના બાળકને સ્તન્યપાન કરાવીને તરત પાછી વ્યાધની પાસે આવી, અને વ્યાધને પૂછવા લાગી કે –“હે વ્યાધ ! " તારા પ્રહારથી હું શી રીતે છુટી શકું?” એટલે વ્યાધે વિચાર કર્યો કે- અહે ! પશુઓ પણું દુબુદ્ધિ આપવાના પાપથી ભય પામે છે, તે હું કેમ દુર્મતિ આપું?” આ પ્રમાણે વિચાર કરીને તે બોલ્યા કે –“હે ભદ્રે ! જે મારી જમણી બાજુથી નીકળી જાય તે હું તને મૂકી દઉં.” એટલે તે મૃગલીએ તેમ કર્યું. તેથી તે મુક્ત થઈ અને જીવતી પણ રહી. એટલા માટે સંતજને વિપત્તિમાં આવ્યા છતાં પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #27
--------------------------------------------------------------------------
________________ લલિતાંગ કુમાર કથા. 11. પાપકર્મ કદાપિ કરતા નથી. હંસ શુધિત થયા છતાં કુકડાની જેમ કૃમિ અને કીડાનું ભક્ષણ કરતો નથી. ગુણ રહિત અને ક્ષણવિનાશી શરીરને ધર્મજ શરણ છે. કદાચ ગ્રામ્યજનોએ અજાણતાં ધર્મનું બહુમાન ન કર્યું તેથી શું ધર્મનું માહા ચાલ્યું ગયું? કદાચ દ્રાક્ષ તરફ ઉંટ વાંકુ મુખ કરે, તેથી શું દ્રાક્ષની મધુરતા ઓછી થઈ જાય? માટે ધર્મજ એક ખરે મિત્ર છે. આ પ્રમાણે સાંભળીને પુન: તે અધમ સજન કહેવા લાગ્યું કે –“હે કુમાર ! તું મહા કદાગ્રહી છે, જેમ પૂર્વે કોઈ એક ગામડીઆ છોકરાને તેની માતાએ કહ્યું હતું કે–“હે વત્સ! ગ્રહણ કરેલ વસ્તુ મૂકવી નહિ.” એકદા તેણે એક મહા બળવાન બળદને પૂછવામાં જોરથી પકડશે. તે બળદથી અત્યંત તાડના પામતાં પણ પૂંછડાને તેણે મૂક્યું નહિ, એટલે માણસ “મૂકી દે, મૂકી દે” એમ કહેવા લાગ્યા, તથાપિ | છડું તેણે નજ મૂક્યું. તેની જેમ તું પણ કદાગ્રહી છે. અને જે એક ગામવાળે કહ્યું તે પ્રમાણે ન હોય તે હજી બીજીવાર આપણે અન્ય ગ્રામ્યજનેને પૂછી જોઈએ પણ કદાચ તેઓ પણ તેવી જ રીતે કહે, તે તારે શી શરત? હવે તો નેત્રોત્પાદન વિના બીજી કોઈ શરત કરવાની નથી.” કુમારે તે વચન પણ અમર્ષથી સ્વીકારી લીધું. પછી તેમણે આગળના ગ્રામજનોને પૂછ્યું, એટલે તેઓએ પણ ભવિતવ્યતાના નિયેગથી પૂર્વ પ્રમાણે જ કહ્યું. પછી તેઓ રસ્તે પડ્યા એટલે સજ્જન પુનઃ બોલ્યો કે:-“અહો કુમાર! અહો ધર્મના એક નિધાન! અહા સ્વકીય વાક્ષાલન પરાયણ! બોલ, હવે શું કરીશ?” આ પ્રમાણેનાં તેનાં ઉદ્ભઠ વચનથી શરાણ પર ચડાવેલ કૃપાની જેમ મનમાં વધારે ઉત્તેજિત થઈને તત્કાળ જંગલમાં એક વટવૃક્ષની નીચે જઈને કુમારે કહ્યું કે:-“અહો ! વનદેવતાઓ! સાંભળે, અહ! લોકપાળ! તમે સાક્ષીભૂત થાઓ અને ધર્મજ એક કેવળ મારૂં શરણ થાઓ.” એમ કહીને પોતાના બંને નેત્રને છરીથી કહાડીને સજજનને આપ્યા. તે વખતે પેલો અધમ ભત્ય કહેવા લાગ્યું કે - 1 નેત્ર ઉખેડવા–નેત્ર કાઢી લેવા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #28
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. અહો ! સત્યપરાયણ કુમાર! ધર્મવૃક્ષનું આ સુંદર ફળ હવે ભેગવ!” એમ કહી અશ્વ પર આરૂઢ થઈને તે ચાલ્યા ગયે. હવે કુમાર દુસ્તર આપત્તિરૂપ નદીના કિલ્લોલમાં પડ્યો તે વિચારવા લાગ્યું કે “અહો! આ અસંભાવ્ય શું થયું ? ધર્મને પક્ષપાત કરતાં આ શું નિષ્પન્ન થયું? અસ્તુ, આ તે મારા દુષ્કર્મ નું જ ફળ છે. પણ જગત્રયમાં નિશ્ચય જ્યનો હેતુ ધર્મજ છે.” એ પ્રમાણે તે વિચાર કરે છે, એવામાં તેના મહા દુઃખથી સૂર્ય પણું અસ્ત પામ્યું. તે વખતે પક્ષીઓ પણ જાણે તેના દુ:ખથી શબ્દ કરતા પોતાના માળામાં છુપાઈ જતા હોય એમ છુપાઈ ગયા અને દિશાઓનાં મુખ અંધકારથી શ્યામ થઈ ગયા. એવા અવસરમાં ત્યાં વટવૃક્ષ પર ભારંડ પક્ષીઓ એકત્ર થઈને આ પ્રમાણે યથેષ્ઠ વાર્તાલાપ કરવા લાગ્યા - ભાઈઓ ! જેણે ક્યાં પણ કંઇ કેતુક જોયું કે સાંભળ્યું હોય તે નિવેદન કરે.” એટલે એક ભાખંડ બે કે:-“હું એક કૌતુકની વાત કહું છું તે સાંભળ:-. અહીંથી પૂર્વ દિશામાં ચંપા નામે મહાપુરી છે. ત્યાં ભુવનમાં વિખ્યાત એ જિતશત્રુ નામે રાજા રાજ્ય કરે છે. તેને પોતાના જીવિતવ્ય કરતાં પણ વલ્લભ, સ્વરૂપવતી અને ચાસઠ કળામાં પ્રવીણ એવી પુષ્પાવતી નામે પુત્રી છે, પરંતુ નેત્રનો અભાવ હોવાથી તે બધું વૃથા થઈ ગયું છે. એકદા રાજા તેની તેવી સ્થિતિ જોઈને ચિંતાતુર થયો સતે વિચારવા લાગ્ય:-અહે! દેવ શું કરે છે? પરંતુ અત્યારે દેવને ઉપાલંભ દેવાની જરૂર નથી, કંઈ પણ ઇલાજ કરવાની જરૂર છે. આ પ્રમાણે નિશ્ચય કરીને રાજાએ નગરમાં ઘાષણ કરાવી કે:-“અહો ! પ્રજાજનો! જિતશત્રુ રાજાની પુત્રીના લોચનને જે આરામ કરશે, તેને રાજ તે કન્યા તથા પોતાનું અર્ધ રાજ્ય આપશે.”તે સાંભળીને દેશાંતરથી વિવિધ નેત્રો આવ્યા અને વિધવિધ ઉપાયે કર્યા, પણ તેના નેત્રને કાંઈ આરામ થયે નહીં એટલે રાજા ચિંતાથી અત્યંત * વ્યાકુળ થઈ ગયો. કહ્યું છે કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #29
--------------------------------------------------------------------------
________________ uuuuuuuuuu vvvvvvvvvvvvvvvvvvv લલિતાંગ કુમાર કથા. . 13 "बिंदुनाप्यधिका चिंता, चिता चिंता समा न हि / चिता दहति निजीवं, चिंता जीवंतमप्यहो"॥ ચિંતા ચિતા કરતાં એક બિંદુ (અનુસ્વાર) વડે અધિક છે, એટલે તે ચિતા સમાન નથી, અર્થાત્ તે કરતાં વધે તેમ છે, કારણ કે ચિતા તે મુએલાને બાળે છે, અને ચિંતા તે અહો! જીવતાને પણ બાળી મૂકે છે. રાજા એ પ્રમાણે નગરમાં પટહશેષણ દરરોજ કરાવે છે, પરંતુ તેને પ્રતિકાર કરનાર કેઈન મળવાથી આવતી કાલે પ્રભાતે તે દુઃખથી દુઃખિત થઈને રાજા અને રાણું બને ચિતામાં પ્રવેશ કરનાર છે, પછી કોણ જાણે શું થશે? માટે પ્રભાતે આપણે ત્યાં જવા જશું” આ પ્રમાણે સાંભળી એક લઘુ બાળકે વિસ્મયથી પૂછયું કે - “હે તાત! તેનાં નેત્ર સારાં થાય તેને માટે કંઈ ઉપાય છે?' એટલે વૃદ્ધ બેભે કે –હે વત્સ! જયંઘ એવી તે રાજપુત્રીને નેત્ર કયાંથી આવે ? તથાપિ મણિ, મંત્ર અને મહાષધિઓમાં અચિંત્ય પ્રભાવ રહેલો છે. ત્યારે તે બાળક બે કે–એમ છે તે તે કહો.” વૃદ્ધ બેલ્યા કે –“રાત્રિએ ન કહેવાય, કહ્યું છે કે –દિવસે જોઈને બોલવું પણ રાત્રે તે બોલવું જ નહિ, કારણ કે સ્થળે સ્થળે મહા ધૂર્વજને રાત્રીએ વિશેષે ફરતા હોય છે. આવા ઉત્તરથી તે તે બાળકે પુન: વધારે આગ્રહથી તે વૃદ્ધને પૂછ્યું, એટલે વૃદ્ધે કહ્યું કે-“આ વૃક્ષના કંધપ્રદેશમાં જે વેલડી ચારે બાજુ વીંટીને રહી છે, તેના રસમાં ભારંs પક્ષીની ચરક મિશ્રિત કરીને જે આંખમાં આંજવામાં આવે તે તરત નવાં નેત્ર થઈ જાય. આ પ્રમાણે બોલતાં બોલતાં તેમને નિદ્રા આવી ગઈ. આ બધું વટવૃક્ષની નીચે રહેલા લલિતાંગકુમારે સાંભળીને વિચા- કે-“શું આ સત્ય હશે કે અસત્ય? પરંતુ અહીં ભ્રમ શો? કાર- ણકે સંત જનની આપત્તિને ઉચછેદ કરવાને ધર્મ સદા જાગ્રત જ હોય છે. આ પ્રમાણે નિશ્ચય કરી હાથના સ્પર્શથી તે લતાને ધુરીવતી કાપીને અને ત્યાં પડેલ ભારંડ પક્ષીની ચરક લઈને હાથવતી 1 મૃતકને બાળવા માટે ખડકેલ કાષ્ટ સમહં. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #30
--------------------------------------------------------------------------
________________ 14 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર તે બંનેનું સંમિશ્રણ કરી તેનાવડે પિતાની આંખે પૂરી દીધી. તે ક્રિયાને એક મુહૂર્ત થયું, તેવામાં તો તેનાં નેત્ર નવીન દિવ્ય - તિવાળાં થઈ ગયાં. તેનાવડે તે સર્વત્ર જોઈને મનમાં અતિશય સંતોષ પામ્યું. કહ્યું છે કે જે મનુષ્યનાં પૂર્વકૃત સુકૃત જાગ્રત છે તેને ભયંકર વન શ્રેષ્ઠ નગર સમાન થાય છે, સર્વ લેકે તેના સ્વજન થાય છે અને સમસ્ત પૃથ્વી તેને નિધાન અને રત્નથી પૂર્ણ થાય છે. વળી વનમાં, રણમાં, શત્રુ, જળ કે અગ્નિમાં, મહા સમુદ્રમાં અથવા પર્વતના શિખરપર, સુપ્તાવસ્થામાં, પ્રમત્તાવસ્થામાં કે વિષમાવસ્થામાં સર્વદા પૂર્વકૃત પુ મનુષ્યની રક્ષા કરે છે. કુમાર વિચારે છે કે આ બધે ધર્મને જ પ્રભાવ છે, પરંતુ હવે ચંપાપુરી જઈને તે કન્યાને સ્વસ્થ કરૂં અને આ ભારંડ પક્ષી સાથેજ હું ત્યાં જાઉં.” આ પ્રમાણે વિચાર કરીને તે વટવૃક્ષ પર આરૂઢ થઈ તે પક્ષીઓની પાંખમાં છુપાઈ રહ્યો. પછી પ્રભાત થતાં તે પક્ષી ઉડીને ચંપાનગરીના ઉદ્યાનમાં ગયે, એટલે કુમાર તેની પાંખમાંથી બહાર નીકળી સરો વરમાં સ્નાન કરીને અને સ્વાદીષ્ટ ફળને આહાર કરીને તે નગરી તરફ ચાલ્યા. માર્ગમાં પહેદોષણ સાંભળતો તે નગરીના મુખ્ય દ્વાર આગળ આવ્યું. એટલે ત્યાં લખેલ એક લેક તેના વાંચવામાં આવ્યો. “જિતરાત્ર િવાવા, મરડુત્રનેત્રાને . राज्यस्यार्धं स्वकन्यां च, प्रदास्यामीति नान्यथा " // જિતશત્રુ રાજા એમ કહે છે કે- મારી પુત્રીને જે નેત્ર આપશે તેને હું અર્થે રાજ્ય અને સ્વકન્યા આપીશ, અન્યથા નહિ.” આ પ્રમાણેને લોક વાંચીને અંતરમાં પ્રમુદિત થઈ તેણે નજીકમાં રહેલા માણસને આ પ્રમાણે કહ્યું- હે લેકે! તમે જઈને રાજાને કહે કેએક વિદ્યાવાન સિદ્ધ પુરૂષ આવેલ છે,અને તે કહે છે કે-હું તમારી પુત્રીને દિવ્ય નેત્રવાળી કરીશ.” એટલે તેઓએ ઉતાવળા જઈને તે પ્રમાણે રાજાને નિવેદન કર્યું. તેથી રાજાએ તેમને બહુ દ્રવ્ય આપ્યું, અને 1 બે ઘડી-૪૮ મીનીટ . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #31
--------------------------------------------------------------------------
________________ ' લલિતાગ કુમાર કથા. અત્યંત ઉત્કંઠિત થઈને કુમારને તરત ત્યાં બેલા. પછી તેને ગાઢ આલિંગન દઈ બહુમાનપૂર્વક આસન આપીને પૂછયું કે - “હે વત્સ! તું ક્યાંથી આવે છે? તારું કુળ અને જાતિ શું છે? અને તારું નામ શું છે ?" તે સાંભળીને કુમાર બેલ્યો કે:-“હે સ્વામિન્ ! બહુ પૂછવાથી શું? આપને જે કામ હોય તે ફરમાવે. આપના પ્રશ્નને તેજ ઉત્તર સમજી લે.” એટલે રાજાએ ચિંતવ્યું કે --“આ કેઈ સત્તવાન અને પરમાર્થ કરવામાં રસિક પુરૂષ લાગે છે અને અનુમાનથી એના કુળાદિ પણ ઉત્તમ જણાય છે. આ પ્રમાણે વિચાર કરીને રાજ તેને લઈને કન્યાની પાસે આવે, અને “હે નરોત્તમ ! આ મારી પુત્રીનાં નેત્ર દિવ્ય કરે એમ કહ્યું, એટલે કુમાર સુગંધી દ્રવ્યો મંગાવી વિધિપૂર્વક તેનું મંડળ કરીને જાપ અને હેમાદિક કરવા લાગે. કહ્યું છે કે - * “ગાવા કરે, મળે તેવા ઘા સમાયાં વહારે , સ્ત્રીપુ રાગ ર” || “શત્રુઓમાં, સભામાં, વ્યવહારમાં, સ્ત્રીઓમાં અને રાજદરબારમાં આડંબરને વધારે માન મળે છે. આ પ્રમાણે નીતિમાં કહેલ હેવાથી તેણે કેટલોક આડંબર કરીને પછી કટિમાં રાખેલ લતાખંડ અને ભારંડ પક્ષીની ચરકના પ્રયોગથી તે કન્યાને દિવ્ય. નેત્રવાળી કરી. રાજપુત્રી સ્પણલોચના થઈ ગઈ, એટલે ભાગ્ય સૌભાગ્યના નિધાન જેવા, રૂપમાં કામદેવને પણ જીતે એવા તથા લાવણ્ય, ઔદાર્ય, ગાંભીર્ય અને સુંદર ચાતુર્યાદિ ગુણના એક પાત્રરૂપ તે કુમારને જોઈને પરમ હર્ષ પામી, તેમજ હવશ થઈ ગઈ. એટલે રાજાએ તેને વિકારવશ થયેલી જોઈને કહ્યું કે –“હે વત્સ! આ પુરૂષ પરોપકારી છે. કહ્યું છે કે –“સત્પરૂ પિતાના સ્વાર્થને ત્યાગ કરીને પરાર્થને સાધે છે, સામાન્ય જને પોતાના સ્વાર્થને બાધા કર્યા વિના પરના અર્થને સાધે છે અને જેઓ પોતાના સ્વાર્થની ખાતર પરહિતને વિસ્ત કરે છે, તે તે નરરાક્ષસજ છે, પરંતુ જેઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #32
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્રભાષાંતર. નિરર્થક પરહિતને હણે છે તેમને તે શી ઉપમા આપવી તે સૂજતુંજ નથી.”હે ઉત્તમ બાલિકા ! આ પુરૂષોત્તમે તને પિતાના ગુણોથીજ વશ કરી લીધી છે અને તે પણ એને પ્રગટ રીતે સ્વયમેવ પિતાને આત્મા સમર્પણ કર્યો છે. હું તે નિમિત્ત માત્ર છું. તું સભા ચિરકાળ જીવતી રહે અને સુંદર ભેગ ભેગવ એજ હું ઈચ્છું છું.” પછી રાજાએ શુભ લગ્ન ચિત્ત અને વિત્તને અનુસાર સમગ્ર સામગ્રીપૂર્વક તેમને વિવાહ મહોત્સવ કર્યો, અને કુમારને રહેવા માટે એક મનહર પ્રાસાદ આપે. તથા દેશ, ભંડાર વિગેરે સપ્તાંગરાજ્યના બે વિભાગ કરીને રાજાએ કુમારને અર્ધ રાજ્ય સમર્પણ કર્યું. એટલે કુમાર પણ પિતાના પુણ્યના પ્રભાવથી ત્યાં પુષ્પાવતીની સાથે કાવ્ય અને કથારસથી તથા ધર્મશાસ્ત્રના વિનોદથી દેગુંદકદેવની જેમ સુખગ ભેગવવા લાગ્યા. પુણ્યથી બધું સમીહિત પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે –“હે ચિત્ત ! તું ખેદ શામાટે કરે છે? અને એમાં આશ્ચર્ય શું છે? જે મનહર અને રમ્ય વસ્તુની તારે વાંચ્છા હોય તે પુણ્ય કર, કારણું કે પુણ્ય વિના અભીષ્ટની સિદ્ધિ થતી નથી. ત્રણે ભુવનમાં વિજયવંત ખરેખર એક પુણ્યને જ પ્રભાવ છે કે જેના પ્રતાપથી દુર્વાર ગજે દ્રો, પવન કરતાં અધિક વેગવાળા અશ્વ, સુંદર ર, લીલાવતી સ્ત્રીઓ, વીજયમાન ચામરથી વિભૂષિત રાજ્યલક્ષ્મી, ઉંચા પ્રકારનું વેત છત્ર અને ચાર સમુદ્ર પર્વતની આ વસુધાની સત્તા પ્રાપ્ત થાય છે.... હવે અહિં લલિતાંગકુમાર પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થયેલ પ્રભૂત સુખમાં દિવસે વ્યતીત કરવા લાગ્યું. એકદા પિતાના મહેલના ઝરૂખામાં બેસીને નગરનું નિરીક્ષણ : કરતાં અકસ્માત તે અધમ સેવક કુમારના જોવામાં આવ્યું. કંઠ, નેત્ર અને મુખથી બીભત્સ, દુર્નિવાર શ્ધાથી મુખ અને ઉદર જેનાં બેસી ગયાં છે એ, મલીન શરીરવાળે, વણપર બાંધેલા પાટાથી દૂષિત ગાત્રવાળે અને જંગમ પાપરાશિની જેવા દુશ્લેષ્ટિત તે સેવકાધમને જોઈને અને બરાબર ઓળખીને કુમાર દયાદ્ધ મનથી ચિંતવવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #33
--------------------------------------------------------------------------
________________ લલિતાંગ કુમાર કથા. લાગે કે:-“અહો ! આ બિચારાની આવી દશા કેમ થઈ હશે ? પરંતુ શાસ્ત્રમાં કહ્યું છે કે પુરૂષને ફળ મળવું તે કમોધીન છે? અને બુદ્ધિ પણ કર્માનુસારિણીજ છે, તથાપિ સુજ્ઞ જને સારી રીતે વિચાર કરીને જ કાર્ય કરવું, અહે! દેવને ધિક્કાર થાઓ.” આ પ્રમાણે વિચારી પોતાના સેવકો પાસે તેને બોલાવીને કુમારે કહ્યું કે-“અરે મને ઓળખતા હોય તે કહે હું કેણ છું?” એટલે ભયથી કંપતા શરીરે અને ગળતાને તે સજજન આ પ્રમાણે બે કે –“હે સ્વામિન ! પૂર્વાચળના ઉંચા શિખરપર રહેલા સૂર્યને કણ ન ઓળખે ?" કુમાર બોલ્યા કે આવા સાશંક વાક્યની જરૂર નથી, સત્ય જાણતા હોય તે કહે.” એટલે તે પુન: બોલ્યા કે –“હે દેવ! હું સત્ય જાણતા નથી. એટલે લલિતાંગકુમાર બાલ્યા કે:-“હે સજજન ! જેની ચક્ષુ કહાડી લેવાનો તેં પ્રયત્ન કર્યો હતો તેને કેમ એળખતો નથી?” આ પ્રમાણે સાંભળીને તે તરતજ લજજા, ભય અને શંકાના ભારથી દબાઈ જઈ નીચું મુખ કરીને બેસી ગયે. પછી તેને ખરાબ વેષ દૂર કરાવી, સ્નાન તથા ભેજન કરાવી અને સારાં વસ્ત્રો પહેરાવી કુમાર તેને આ પ્રમાણે કહેવા લાગ્યા:–“હે સજજન ! જે દ્રવ્ય પોતાના સ્વજનના કામમાં ન આવે તેવા દ્રવ્યથી શું ?" એટલે તે સેવકાધમ અંતરમાં વિસ્મય પામીને વિચારવા લાગ્યા કે –“અહો! આ કુમારની નિષ્કારણ દયા કેવી છે?” કહ્યું છે કે –“સંપત્તિમાં જેને હર્ષ ન હોય, વિપત્તિમાં વિષાદ ન હોય અને સમરાંગણમાં જેને ઘેર્યું હોય એવા ત્રિભુવનના તિલક - માન કોઈ વિરલા પુત્રને જ જનની જન્મ આપે છે.” .' પછી તે ત્યાં જ સ્વસ્થ થઈને રહે. એકદા કુમારે વાર્તા કરતાં તેને પૂછ્યું કે –“હે સજન! તારી આવી દુર્દશા કેમ થઈ?” એટલે સજજન બોલ્યા કે-“હે સ્વામિન્ ! સાંભળે, તમને હું તેવી સ્થિતિમાં વટવૃક્ષની નીચે મૂકીને આગળ ચાલ્યું, એટલે રસ્તામાં તસ્કરેએ મને યષ્ટિ મુષ્ટિના પ્રહાર કરીને મારૂં બધું લુંટી લીધું. P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #34
--------------------------------------------------------------------------
________________ 18 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. -~ ~-~~~ -~~-~ માત્ર દુષ્કર્મનું ફળ ભેગવવાને તેમણે મને જીવતે મૂ. હે નાથ! મેં સાક્ષાત્ પિતાનાંજ પાપનું ફળ જોયું, અને તમે પણ સાક્ષાત્ તમારા સુકૃતનું ફળ જોયું. માટે ખરેખર! ધર્મથીજ અવશ્ય જય છે. હે સ્વામિન્ ! અદશ્ય મુખવાળા મને હવે દૂરથીજ વિસર્જન કરે.” આ પ્રમાણે સાંભળીને કુમાર બોલ્યા કે હે મિત્ર ! તું તારા મનમાં કઈ જાતનો વિકલ્પ કરીશ નહિ. તારી સહાયથી જ આ બધું મને પ્રાપ્ત થયું છે. જે એમ થયું ન હોત તો મારૂં અહીં આગમન કયાંથી થાત અને કન્યા તથા રાજ્ય વિગેરેની પ્રાપ્તિ પણ કેમ થાત ? માટે આ તારોજ ઉપકાર છે, તો હવે આ મારા રાજ્યમાં તું સર્વ રીતે કૃતકૃત્ય થા અને પ્રધાન પદવી લઈને મને નિશ્ચિત કર.” પછી સજ્જન ત્યાં સ્વસ્થ થઈને સુખે રહેવા લાગ્યા, એકદા સ્વભાવે દક્ષ રાજપુત્રીએ તેની દુષ્ટતા જાણીને રાજપુત્રને કહ્યું કે:-“હે સ્વામિન્ ! કુલીન સ્ત્રીઓએ ભરને શિખામણ આપવી એ છે કે નથી તથાપિ આપ ભેળા છે, તેથી કંઈક કહેવાની જરૂર પડે છે. હે નાથ ! આ સજજનની સંગત કરવી આપને ઉચિત નથી. જે એની ઉપર તમને નેહરાગ હોય તો તેને ધન યા દેશ આપે પણ હે પ્રાણેશ ! એની સબત તે નજ કરો. સર્ષને દુધ પાવાથી તેના વિષનોજ વધારે થાય છે. અગ્નિ તેજોમય છતાં લેહના સંગથી તે ઘણુની તાડના સહન કરે છે. કહ્યું છે કે:“સંતપ્ત લેહ પર પડેલ જળનું નામ પણ જણાતું નથી, તેજ જળ કમળના પત્ર૫ર રહેલ હોય તે મુક્તાફળ જેવું શેભે છે અને સ્વાતિ નક્ષત્રમાં જે તે સમુદ્રમાંની શક્તિના સંપુટમાં ગયેલ હોય તે તેના મૈતિક પાકે છે; માટે પ્રાય: અધમ મધ્યમ અને ઉત્તમ ગુણ સહવાસથી જ પ્રાપ્ત થાય છે. તેથી સજજનેને નીચની સેબત સુખકર થતી નથી. વળી નીતિશાસ્ત્રમાં પણ એક દષ્ટાંત કહ્યું છે કે, હંસ નીચ કાગડાની સોબતના દેષથી મરણ પામ્યો. તે દષ્ટાંત આ પ્રમાણે છે:– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #35
--------------------------------------------------------------------------
________________ લલિતાગ કુમાર કથા. એક વનમાં પાણીમાં તરી નહીં જાણતો કઈ કાકપક્ષી બગલાની સ્પર્ધાથી માછલી પકડવાની ઈચ્છાએ આકાશમાંથી નીચે ઉતરીને સરોવરમાં પેઠે, પરંતુ તે તરવાને અશક્ત હોવાથી શેવાલથી વીંટાઈ જઈ મરણના ભયથી અત્યંત આકુળ વ્યાકુળ થઈને દુઃખ પામવા લાગ્યો. તેને તેવી અવસ્થામાં જોઈને પાસે રહેલી હંસી દયાની લાગણીથી પોતાના પતિ રાજહંસને કહેવા લાગી કે- હે પ્રિય! જુઓ, આ કાગડે મરી જાય છે, તમે પક્ષીઓમાં ઉત્તમ તરીકે લોકેમાં વખણાઓ છે, માટે એને કાંઠે લાવીને જીવિતદાન આપે.” એટલે બહુ સારૂં” એમ કહીને હંસ અને હંસીએ પોતાની ચંચમાં તૃણ લઈને તેના વડે શેવાલનાં તંતુ દૂર કરી તેમાં બંધાઈ ગયેલા કાગડાને બહાર કહાવ્યા. પછી એક ક્ષણભર વિશ્રાંતિ લઈને કાગડાએ અત્યંત નમ્રતાથી પગે લાગીને હંસને નિમંત્રણ કર્યું કે “હે હંસ! તારા આ ઉપકારનો બદલો વાળવાની મારી ઈચ્છા છે, માટે મારા વનમાં આવીને મને સંતુષ્ટ કર.”હંસે આ પ્રમાણે સાંભળીને પ્રિયાના મુખ સામે જોયું, એટલે તેણે પણ તેના રહસ્યને સમજીને એકાંતમાં આ પ્રમાણે કહ્યું. “હે પ્રાણનાથ ! એ વાત યુકત નથી. વળી વિચાર્યા વિના કંઈ પણ કાર્ય ન કરવું, તેમજ અલ્પ પણ નીચની સંગતિ ન કરવી. કહ્યું " सहसा विदधीत न क्रिया-मविवेक परमापदां पदम् / वृणुते हि विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेव संपदः" // કંઈ પણ કામ ઉતાવળથી કરી ન નાખવું. કારણ કે અવિવેક એ પરમ આપત્તિનું સ્થાન છે, ગુણલુબ્ધ એવી સંપત્તિઓ વિમૃસ્યકારીને સ્વયમેવ આવીને વરે છે.” ઈત્યાદિ વચનથી તેણે વાર્યા છતાં દાક્ષિણ્યથી “ક્ષણભર જઈ આવું’ એમ હંસીને સમજાવીને તે કાગડાની સાથે તેના વનમાં ગયો. ત્યાં તે બંને નિંબવૃક્ષ (લિંબડા) ની શાખા ઉપર બેઠા. એવામાં ત્યાં પાસેના નગરને રાજા અશ્વકીડા કરીને પરિશ્રાંત થવાથી તેનિંબની શાખા નીચે આવ્યો, એટલે કાગડો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #36
--------------------------------------------------------------------------
________________ 20 : શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. સ્વભાવ પ્રમાણે રાજાના મસ્તકપર વિષ્ટા કરીને ઉડી ગયે, અને હંસ તે ત્યાંજ બેસી રહે. એવામાં એક રાજપુરૂષે બાણ માર્યું, એટલે હંસ નીચે પડ્યો. તેને જમીન પર પડેલ જેઈને સપરિચ્છદ રાજા બે કે-“અહો આશ્ચર્યની વાત છે કે આ હંસ જે કાગડે લાગે છે. આ જનાલાપ સાંભળીને કંઠે પ્રાણુ આવેલા હતા છતાં પોતાની જાતિનું દૂષણ નિવારવા માટે હંસે રાજાને કહ્યું કે - ' " ના ઘા મારગ, લોડÉ વિમરું રહે છે. - નવરંગપરબેન, પૃત્યુમુવે ન સંરાયઃ” | “હે રાજન ! હું કાગડે નથી, પણ નિર્મળ જળમાં રહેનાર હંસ છું, પરંતુ નીચની સાથે સોબત કરવાથી અવશ્ય મૃત્યુ પ્રાપ્ત થાયજ છે, અથૉત્ મેં કાગડાની સોબત કરી તેનું આ ફળ મને મળ્યું છે.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને તે દિવસથી દયાયુકત મનવાળા થયેલા રાજાએ નીચની સંગત છેડી દીધી. એટલા માટે છે પ્રિયતમ! હું આપને પુનઃ પુન: વારું છું. સુજ્ઞજનો સ્ત્રીઓનું પણ સાનુકૂળ વચન તે માને જ છે. પથિક અને ડાબી બાજુએ રહેલ દુર્ગા (ચકલી) ની પણ શું પ્રશંસા કરતા નથી ? આ પ્રમાણેનાં પોતાની વનિતાનાં વચન સાંભળીને કુમાર ચિત્તમાં ચમત્કાર પામે; તથાપિ કયલાની સાથે કપૂરની પ્રીતિની જેમ તેણે તે અધમની સેબત મૂકી નહિ. હવે કેટલેક કાળ ગયા પછી એકદા રાજાએ એકાંતમાં બોલાવી સજજનને પૂછયું કે:અરે! સજન! કુમારની અને તારી આવી અન્ય મિત્રાઈ શાથી થઈ? કુમારને દેશ ? જાતિ કઈ? માતાપિતા કેણુ? તું કેણુ અને કયાંથી આવ્યો છે?” એટલે સજ્જને વિચાર્યું કે –“કુમાર કેઈ વખત મારા પૂર્વના અકાર્યને સંભારીને મને ઉપદ્રવ કરશે, તેથી અત્યારે તેનું ઔષધ કરવાનો વખત છે.” એમ વિચારીને તેણે રાજાને કહ્યું કે–“હે સ્વામિન! જે પૂછવા P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #37
--------------------------------------------------------------------------
________________ લલિતાંગ કુમાર કથા. 21. લાયક ન હોય, તે ન કહેવું જ સારું છે. એટલે રાજાએ પુન: સસંભ્રમથી પૂછયું કે–એટલે શું?” એમ સજજનને વારંવાર પૂછવાથી તે કંઇક હસવા લાગ્યો. પછી રાજાએ સોગન દઈને પૂછ્યું, એટલે સજજન કહેવા લાગ્યું કે –“હે સ્વામિન્ ! આપને આગ્રહજ છે તો સાંભળે - શ્રીવાસપુરમાં નરવાહના નામે રાજા છે, તેને હું પુત્ર છું. આ મારે સેવક છે અને સ્વભાવે સ્વરૂપવાનું છે. કેઈક સિદ્ધપુરૂષ પાસેથી વિદ્યા મેળવી સ્વજાતિની લજાને લીધે ઘરનો ત્યાગ કરીને દેશાંતરમાં ભમતે ભમતે તે અહીં આવ્યો છે. પૂર્વના ભાગ્યને અહીં તે સંપત્તિને પામ્યા છે. હું મારા પિતાના પરાભવથી ભમતે ભમતે અહીં આવ્યો છું. એણે મને જોઈને ઓળખી લીધે, અને આ મારા મર્મને જાણનાર છે” એમ ધારીને તે માટે અતિ આદર કરે છે.” આ પ્રમાણેનાં સજજનનાં વચન સાંભળીને રાજા વ્યાકુળ થઈ વિચારવા લાગ્યું કે –“અહો ! આ કેવું અગ્ય થવા પામ્યું? એણે મારી પ્રતિજ્ઞાથી બંધાયેલી મારી પુત્રી પરણીને મારું કુળ મલીન કર્યું, માટે આ પાપી જમાઈને હું નિગ્રહ કરું.” આ પ્રમાણે વિચાર કરી પિતાના સુમતિ પ્રધાનને બધી વાત કહીને કહ્યું કે એને નિગ્રહ કરે.” એટલે પ્રધાને કહ્યું કે “હે સ્વામિન્ ! વિચાર વિનાનું કામ ન કરવું. કહ્યું છે કે –“સગુણ કે અપગુણ કાર્ય કરતાં પ્રથમ પંડિતજને યત્નપૂર્વક તેના પરિણામનો વિચાર કરવો. કારણ કે બહુજ ઉતાવળથી કરી નાખેલાં કાર્યોને વિપાક મરણ પર્યત શલ્યતુલ્ય થઈ હદયને દગ્ધ કરે છે.” માટે હે સ્વામિન્ ! કંઈપણ અતિ ઉતાવળથી ન કરવું,” એટલે અમાત્યના નિવારણથી રાજા મૈન ધરીને રહ્યો. એકદા રાત્રિએ હુકમ પ્રમાણે તાત્કાલિક કામ કરનારા સેવકેને બોલાવીને રાજાએ આદેશ કર્યો કે –“આજ રાત્રિએ મહેલની અંદરને રસ્તે જે કંઈ એકાકી આવે, તેને તમારે વિચાર કર્યા વિના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #38
--------------------------------------------------------------------------
________________ રર . શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ઠાર કરે.” તેઓએ કહ્યું કે આપનો હુકમ પ્રમાણ છે. * એમ કહીને તે લોકે રાત્રિએ ત્યાંજ ગુપ્ત સ્થાનમાં રહ્યા. પછી રાત્રે કુમારને બોલાવવાને રાજાએ માણસ કર્યો. તે સેવકે જઈને કુમારને કહ્યું કે–“હે સ્વામિન ! કાર્યની ઉત્સુકતાથી રાજા તમને મહેલની અંદરને માગે એકલા બોલાવે છે, માટે તરત આવે.” તે સાંભળીને કુમાર ખર્શ લઈ પલંગ પરથી ઉતરીને તરત ચાલવા તૈયાર થયે, એટલે હાથથી વસ્ત્રને છેડે પકડીને તેની પ્રિયાએ કહ્યું કે –“હે પ્રિયતમ! તમારે બિલકુલ મુગ્ધ સ્વભાવ છે, તમે રાજનીતિ જાણતા નથી, કે જેથી મધ્યરાત્રે વિચાર કર્યા વિના આમ એકલા ચાલતા થાઓ છે. નિપુણ પુરૂષે કેઈને પણ વિશ્વાસ ન કર. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે –“રાના મિત્ર ન ટ્રષ્ટ કૃતં વા " " રાજા કેઈને મિત્ર જે કે સાંભળે છે ?”હે સ્વામિન્ ! તમારા સમસ્ત કાર્યો કરવામાં સજજન સમર્થ છે, માટે અત્યારે તેનેજ મોકલે.” આ પ્રમાણે પિતાની લલનાનાં વચન સાંભળીને કુમાર મુદિત થઈને વિચારવા લાગ્યું કે –“અહો કેવી બુદ્ધિની પ્રઢતા ?" એમ વિચારીને તે ચિત્તમાં ચમત્કાર પામ્યો. પછી તેણે ઘરના આંગણે સુતેલા સજજનને જગાડીને રાજા પાસે કર્યો. તે પણ મુદિત થઈને રાજમહેલની અંદરના માર્ગે ચાલ્યા. તે ત્યાં પહોંચે કે તરતજ ગુપ્ત રહેલા - રાજપુરૂએ તીક્ષણ ખર્શના ઘાથી તેને અત્યંત ઘાયલ કર્યો, તેથી તે ત્યાંજ પડી ગયો અને પંચત્વ પામ્યું. તેણે કહેવતને ખરી પાડી કે - ‘પતાનું ખર્શ પોતાના પ્રાણનું ઘાતક પણ થાય છે. તેનું અન્યને માટે ચિંતવેલું તેને પોતાને શિરેજ આવી પડ્યું. તેના અકસ્માત મરણથી થયેલા કલકલધ્વનિને સાંભળીને તેનું કારણ જાણવામાં આવતાં રાજસુતા સગદગદ કહેવા લાગી કે –“હે નાથ ! હે સરલ સ્વભાવી ! જે મારું કથન ન માન્યું હતું, તે અત્યારે મારી શી દશા થાત ? માટે હે આર્યપુત્ર ! પ્રભાતે આલસ્ય મૂકીને સજ થઈ સૈન્ય સહિત તમારે નગરની બહાર જતું રહેવું.” પછી પ્રભાતે રાજાની કપટકળા જાણીને કુમાર સસૈન્ય સજજ થઈને નગરની * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #39
--------------------------------------------------------------------------
________________ લલિતાંગ કુમાર કથાંતર્ગત જયરાજ કથા. 23 બહાર નીકળે. રાજા પણ કપાયમાન થઈને સૈન્યના આડંબર સાથે યુદ્ધની સામગ્રી સજજ કરીને નગરની બહાર કુમારની સન્મુખ ગયે. ત્યાં બંને સૈન્યને સામસામો ભેટે થયે. એ વખતે પ્રધાન પુરૂષોએ વિચાર્યું કે–અહો ! રાજાએ આ શું અનુચિત આદર્યું છે?” પછી સવે પ્રધાને મળીને રાજા પાસે આવ્યા, અને મુખ્ય પ્રધાને કહ્યું કે-“હે સ્વામિન્ ! તીક્ષણ શસ્ત્રોથી તે શું, પણ પુષ્પથી પણ યુદ્ધ ન કરવું. કારણકે યુદ્ધ કરતાં વિજયને તે સંદેહ છે અને પ્રધાન ( શ્રેષ્ઠ) પુરૂષના ક્ષયને તે નિર્ણય છે.' વળી હે નાથ ! જેમ ગ્રહને નાયક ચંદ્રમા અને નદીઓનો નાયક સમુદ્ર છે, તેમ તમે પ્રજાના નાયક છે, અને વિચાર કર્યા વિના કાંઈ પણ કાર્ય કરવાથી અનર્થ પ્રાપ્ત થાય છે, માટે વિચાર કરે. હે દેવ! જે કુદષ્ટ, કુપરિક્ષિત અને કુજ્ઞાત કાર્ય કરે છે, તે જયપુરના રાજાની જેમ ચિંતાને પ્રાપ્ત થાય છે. તેનું દષ્ટાંત આ પ્રમાણે છે - વિંધ્યાચલ પર્વતની ભૂમિ પર અનેક વૃક્ષો છે. ત્યાં ઉચ્ચ અને વિસ્તીર્ણ એક વટવૃક્ષ છે. તે વૃક્ષ પર એક શુકયુગલ રહે છે, સસ્નેહ કાળ નિર્ગમન કરતાં તે શુકને અપત્યની પ્રાપ્તિ થઈ. માતપિતાની પાંખના પવનથી તથા ચૂર્ણ વિગેરે મુખમાં આપવાથી તે બાળક અનુકમે વૃદ્ધિ પામ્યું. તેને પાંખો આવી. એકદા બાલચાપલ્યથી ઉડીને ગમનોત્સુક એ તે થોડે દૂર ગયે, એટલે તે તરતજ થાકી ગયે, તેથી મુખ પહોળું કરીને પડી ગયું. તે વખતે જળને માટે તે બાજુ આવતા કઈ તપસ્વીએ તેને પૃથ્વી પર પડેલો જોઈને કરૂણાથી હાથમાં લીધો, અને પિતાના વકલવસ્ત્રથી પવન નાખી તથા કમંડળમાંથી તેને જળ પીવરાવીને પિતાના આશ્રમમાં લઈ ગયો. ત્યાં સ્વાદિષ્ટ નીવારના ફળ અને જળથી પુત્રની જેમ પાળિત પાષિત થયેલ તે વૃદ્ધિ પામ્યું. એટલે તાપસોએ મળીને તેનું શુકરાજ નામ પાડ્યું. તેને લક્ષણવંત જાણીને કુળપતિએ ભણા. તે શુકના માતપિતા પણ ત્યાં જ આવીને તેની પાસે રહ્યા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #40
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. એકદા કુળપતિએ પોતાના શિષ્યોને કહ્યું કે–“હે શિષ્યા મારું કથન સાંભળ–સમુદ્રમાં હરિમેલ નામે દ્વીપ છે. ત્યાં ઇશાન ખુણામાં એક મેટું આમ્રવૃક્ષ છે. તે સદા ફળવાળું છે. તેને વિદ્યાધરે, કિંન અને ગાંધર્વો સેવે છે. તે વૃક્ષ દિવ્ય પ્રભાવી છે. તેનાં ફળનું જે ભક્ષણ કરે છે તે રેગ, દોષ અને જરાથી મુક્ત થાય છે અને પુન: તેને નવ જીવન પ્રાપ્ત થાય છે.” પેલો શુક પણ આ વચન સાંભળીને બહુજ હષ્ટ થઈ વિચારવા લાગ્યો કે –“ગુરૂએ ઠીક કહ્યું. મારા માતપિતા જણાથી જીર્ણ અને દ્રષ્ટિથી રહિત થઈ ગયા છે, તો તેમને તે આમ્રફળ લાવી ખવરાવીને હું જાણમુક્ત થાઉં. કહ્યું છે કે જે માબાપ અને ગુરૂને વત્સલ થઈ તેમના સંતાપને દૂર કરે તે જ પુત્ર અને તેજ શિષ્ય છે, શેષ તે કુમિ યા કિટક સમાન છે. તેમજ વૃક્ષ પણ શ્રેષ્ઠ છે કે જેને સિંચન કરવાથી તે વૃદ્ધિ પામે એટલે તેની નીચે વિશ્રાંતિ લઈ શકાય, પણ જે પુત્ર વૃદ્ધિ પમાડ્યા તે ઉલટે પિતાને કલેશકારક થાય તે સચેતન છતાં પુત્ર ન કહેવાય. વળી માબાપ તથા ગુરૂ દુ:પ્રતિકાર કહ્યા છે, એટલે કે તેના ઉપકારને બદલે વળી શકતું નથી, તથાપિ પિતાથી બની શકે તેટલી પુત્રે અને શિષ્ય તેમની સેવા બજાવવી.” આ પ્રમાણે વિચાર કરી પિ. તાના માબાપની રજા લઈ ઉડીને તે શુક પેલા દ્વીપમાં ગયે, ત્યાં તે આમ્રવૃક્ષ તેના જેવામાં આવ્યું. પ્રાત:કાળે તે સહકારનું સ્વાદિષ્ટ ફળ પોતાની ચંચુમાં લઈ પાછા વળીને આકાશમાગે જતાં રસ્તામાં તે અત્યંત શ્રમિત થઈ ગયે. પિતાના શરીરને પણ પકડી રાખવાને અશક્ત થયેલા તે શુકરાજે સહસા સમુદ્રમાં પડતાં પણ પિતાના મુખથી તે ફળ મૂકયું નહિ. એવામાં પિતાના નગરથી સમુદ્રમાર્ગે જતાં વહાણુમાં બેઠેલા કોઈ સાગર નામના સાર્થપતિએ વ્યાકુળ થઈને સમુદ્રમાં બૂડતા તે શકરાજને જોયો, એટલે તે સાર્થેશ તારક પુરૂષને કહેવા લાગ્યો કે:-“અહો ! જળમાં બુડીને મરતા આ બિચારા શુકને કેઈ ઉપાડી ." એમ કહીને સાગરશ્રેષ્ઠીએ એક તારકને સમુદ્રમાં નાખ્યો. તેણે ત્યાં જઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #41
--------------------------------------------------------------------------
________________ -~ ~~ -~~- ~ લલિતાંગ કુમાર કથાતર્ગત જયરાજ કથા. 25 શુકને સાગારમાંથી ઉપાડી લાવીને શેઠને સેં . સાગરશેઠે તે શુકને હાથમાં લઈને તેને મહુવાર સુધી આશ્વાસન આપ્યું, પછી શુકરાજ પણ સાવધાન થયે, એટલે સાગરશેઠને કહેવા લાગ્યો કે:-“હે ઉપકારી જનેમાં મુગટ સમાન સાર્થવાહ ! ચિરકાળ જય પામ. જગતમાં જેઓ પરઉપકાર કરવામાં રસિક છે, તેઓ જ ખરેખર ધન્ય છે. કહ્યું છે કે:-સજન પુરૂની સંપત્તિ પરે૫કારમાંજ વપરાય છે, નદીઓ પરોપકારને માટેજ વહે છે, વૃક્ષે પરેપકાર માટે જ ફળે છે અને મેઘ પરોપકાર કરવા માટે જ પૃથ્વી પર વરસે છે.” તેમજ વળી– વિપત્તિમાં ધૈર્ય રાખનાર, અસ્પૃદયમાં ક્ષમા ધરનાર, સભામાં ચાલાકીથી બેલનાર, સંગ્રામમાં શૈર્ય દેખાડનાર, કત્તિની કામના કરનાર અને શાસ્ત્રશ્રવણમાં વ્યસન રાખનાર–એવા મહામાઓ જગતમાં સ્વભાવથી જ સિદ્ધગુણવાળા છે.” અર્થાત્ મહાત્માઓને એ સ્વભાવજ હોય છે. હે શેઠ! તમે કેવળ મને જ પ્રાણ નથી આપ્યા, પણ હે સાર્થેશ! જીર્ણ અને અંધ એવા મારા માબાપને પણ તમે પ્રાણુ આપ્યા છે. તે ઉપકારી ! સાંભળ:-ચંચામનુષાકાર ચાડી ક્ષેત્રનું રક્ષણ કરે છે, હાલતી ચાલતી દવજા સાધનું રક્ષણ કરે છે, રક્ષા (રાખ) કણનું રક્ષણ કરે છે, અને દાંતથી ગ્રહણ કરેલ તૃણુ પ્રાણનું રક્ષણ કરે છે, એવી સામાન્ય વસ્તુ પણ રક્ષણ કરે છે તે જે કોઈનું રક્ષણ કરતા નથી એવા ઉપકાર વિનાના - પુરૂષથી શું ?" પુનઃ શુક બેલ્યો કે –“હે શેઠ ! મારા ગુરૂએ કહ્યું કે-સમુદ્રમાં હરિમેલ નામને દ્વીપ છે, તેની ઈશાન ખુણમાં દિવ્યપ્રભાવી એક આમ્રવૃક્ષ છે, તેના ફળનું જે કઈ ભક્ષણ કરે તેને રેગ અને જરા ન આવે, અને શરીરે નવવન પ્રાપ્ત થાય. તે સાંભળીને મેં વિચાર કર્યો કે –“મારા માબાપ અત્યંત વૃદ્ધ થયેલા છે, તેથી તે ફળ લાવીને તેમને આપું કે જેથી તેઓ સુખી થાય.” એમ ધારી તેમની આજ્ઞા લઈને તે દ્વીપમાં જઈ તે ફળ મેં ગ્રહણ કર્યું, પરંતુ ફળ લઈને ચાલતાં રસ્તામાં કાર્યો અને સમુદ્રમાં પડશે, પરંતુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #42
--------------------------------------------------------------------------
________________ - શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. તમે મને મરતાં બચા. હવે હું કેઈપણ રીતે તમારા બાણથી મુક્ત થાઉં અને પ્રત્યુપકાર કરું એમ ઈચ્છું છું.”એટલે સાર્થેશ બે કે -" તું શું કરી શકીશ?” શુક બોલ્યો કે –“હે સાર્થેશ! આ સહકારનું ફળ તમેજ ગ્રહણ કરે.” સાથે શ બેલ્યો કે:-“હે શુક ! તું તારા માતપિતાને શું આપીશ ?" શુકે કહ્યું -“પુન: ત્યાં જઈ તે સહકારનું ફળ લઈને મારે સ્થાને જઈશ.” એમ કહી તે ફળ શેઠને દઈને શુક ઊડી ગયે. સાથેશ તે ફળ લઈને યત્નપૂર્વક તેની સંભાળ કરી અનુક્રમે જયપુરમાં આવ્યું. ત્યાં પોતાના સાથને નગરની બહાર રાખી તે મનમાં વિચારવા લાગ્યા કે આ ફળનું ભક્ષણ કરી મારે કુક્ષિ ભરવાપણુથી શું? પણ હું તેમ કરૂં કે જેથી જગતપર ઉપકાર થાય, માટે એ ફળ રાજાને આપું.” એ પ્રમાણે મનમાં વિચાર કરીને મુક્તાફળથી ભરેલા થાળ ઉપર તે આમ્રફળ રાખી તે ભેટયું લઈને સાથે રાજસભામાં ગ. પ્રતીહારના નિવેદનથી તે રાજસભામાં બેઠેલા રાજાની આગળ થાળ મૂકીને રાજાને નમ્યું. રાજાએ તે ભેટશું જોઈને વિસ્મય અને આદરપૂર્વક તેને પૂછ્યું કે:-“હે સાથેશ ! આમાં આ સહકાર ફળ કેમ મૂકયું છે? શું આમ્રવૃક્ષ તે જોયેલ નથી ?" તે સાંભળીને સાથે શ બાલ્ય કે –“હે સ્વામિન ! આ ફળનો પ્રભાવ સાંભળો.” એમ કહીને સાગરે તે ફળને બધો પ્રભાવ કહી બતાવ્યું. પછી રાજાએ પ્રસન્ન થઈને તેને સન્માન આપ્યું, અને ઉત્સુકતાથી તેની જકાત માફ કરી. પછી રાજાએ વિચાર્યું કે –“હું એકલેજ આ ફળનું કેમ ભક્ષણ કરું? માટે મારી પ્રજા નિરોગી થાય તેમ કરૂં.” આ પ્રમાણે વિચારી બાગવાનને બોલાવી તેને શિખામણ આપીને રાજાએ તેને આમ્રફળ રોપવા માટે આપ્યું, અને તેની રક્ષાને માટે પિતાના માણસે નીમ્યા. પછી તે આરામિકે પણ સારા સ્થાને તે રાખ્યું. અનુક્રમે તેને અંકુર ફૂટયા સાંભળીને રાજાએ ઉત્સવ કર્યો, તથા પુત્રજન્મની જેમ રાજાએ પોતાના આત્માને કૃતાર્થ માન્ય. . વળી તે આરામિક તથા આરક્ષકને પણ ભજન અને વસ્ત્રાદિક P.P. Ac. Gunratnasuri M.S. -- Jun Gun Aaradhak Trust
Page #43
--------------------------------------------------------------------------
________________ લલિતાંગ કુમારની કથાંતર્ગત જયરાજ કથા. - 27 mmmmmm આપીને સંતુષ્ટ કર્યા. એક એક પલ્લવ નીકળતાં રાજા દરરેજ તેને જેવા જતા હતા. એ રીતે તે આમ્રવૃક્ષ વર્ધમાન થતાં રાજાના હદયમાં મને રથ પણ વધવા લાગ્યા. એ પ્રમાણે સર્વાગે રમ્ય તે આમ્રવૃક્ષને મંજરી (માંજર) આવી, અને પ્રાંતે ચારે બાજુ ફળેથી તે શોભી રહ્યું, એટલે રાજા પોતાની પ્રજાને મનથી રેગ અને જરાની આપત્તિ રહિત માનવા લાગ્યું. એવામાં એક ફળની ઉપર સ્પેન પક્ષીએ પકડેલ સર્પના મુખમાંથી વિષ પડયું. તે વિષના તાપથી તે એક ફળ પકવ થઈ તૂટીને જમીનપર પડ્યું. તે ફળ બાગવાને લઈને રાજાની આગળ મૂક્યું; એટલે રાજાએ તેને પારિતોષિક આપીને તે ફળ પોતાના પુરોહિતને આપ્યું. પછી તે પુરોહિતે પણ પોતાનાં આવાસમાં જઈ દેવાર્ચન કરી હર્ષિત થઈને તે ફળનું ભક્ષણ કર્યું, એટલે ભક્ષણ કરતાં તે તરત મરણ પામે, તેથી શેકનો કોલાહલ થયે. તે જાણીને “આ. શું?” એમ સંભ્રાંત થઈને રાજા ચિંતામાં પડ્યું. તેનું મુખ શ્યામ થઈ ગયું. છેવટે તેણે વિચાર કર્યો કે;–“આ વિષફળ કોઈ વૈરીએ વણિકના હાથથી મને અપાવ્યું જણાય છે. અહે! હવે શું કરું?” પછી રાજાએ ક્રોધથી એકદમ ગરમ થઈને પોતાના કાષ્ટદક સેવકોને આદેશ કર્યો કે –હે સેવકે ! આ આમ્રવૃક્ષને એવી રીતે છેદી નાખે કે જેથી તેનું નામ પણ ન રહે.” આ પ્રમાણે આજ્ઞા થતાં તે સેવકોએ તરત ત્યાં જઈને તે આમ્રવૃક્ષ છેદી નાંખ્યું. તે સાંભળીને પોતાના જીવિતથી ઉદ્વેગ પામેલા કુછી, પાંગળા, અંધ વિગેરેએ ત્યાં જઈને સુખે પિતાનું મરણ સાધવા તે સહકારના ફળ અને પત્રાદિકનું ભક્ષણ કર્યું. એટલે ક્ષણવારમાં તેના પ્રભાવથી તેઓ મન્મથ જેવા રૂપવંત અને નિરેગી થઈ ગયા. આથી સંતુષ્ટ થઈને તે વૃત્તાંત તેમણે રાજાને નિવેદન કર્યો. એટલે રાજા વિસ્મય પામીને વિચારવા લાગ્યું કે “અહો ! આ શું આશ્ચર્ય ? ખરેખર! તે સાર્થેશનું વચન સત્ય હતું, કેઈ પણ કારણથી પ્રથમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #44
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. wwvvwvvwvwwwwwww આવેલું ફળ વિષમય થયેલું. પછી આરામિકને બોલાવીને શપથ. પૂર્વક પૂછયું કે “અરે! સાચેસાચું કહી દે કે તે ફળ શી રીતે અને કયાંથી તું લાવ્યો હતો?” તે બોલ્યો કે, “બીજા બધાં ફળો કાચા હતાં, માત્ર આજ ફળ જમીન પર પડેલું અને પકવ થયેલું જોઈને મેં આપની પાસે મુકયું હતું. તે સાંભળીને રાજા વિચારવા લાગ્યું કે નિશ્ચય વિષના ગથી આ ફળ પાકીને જમીન પર પડયું હશે.” પછી તે આમ્રવૃક્ષની રક્ષા કરવાને રાખેલા પુરૂષને જેટલું રહ્યું હોય તેટલું રાખવા મોકલ્યા. તેઓએ ત્યાં જઈ નિરીક્ષણ કરી આવીને રાજાને નિવેદન કર્યું કે “હે સ્વામિન્ ! લોકોએ તે વૃક્ષનું એવી રીતે ચૂર્ણ કર્યું છે, કે જેથી તેનું સ્થાન પણ જાણી શકાતું નથી. તે સાંભળીને રાજાએ અત્યંત ખિન્ન થઈ તે આમ્રવૃક્ષને માટે બહુ વિલાપ કર્યો “હા ! મંદ ભાગ્યને વશ થઈ મેં આ શું કર્યું?” અહીં છતશત્રુ રાજાને તેને મુખ્ય પ્રધાન કહે છે કે “હે સ્વામિ! તેની જેમ વિચાર્યા વિના કંઈ પણ કામ ન કરવું. હે રાજેદ્ર! સર્વગુસુસંપન્ન લલિતાંગ કુમારની પરીક્ષા કર્યા વિના તમે યુદ્ધનું સાહસ શા માટે કરે છે? માટે જે આપની આજ્ઞા હોય તે કુમારની પાસે જઈને તેનું કુળાદિક સર્વ તેને પૂછું.” આ પ્રમાણે સાંભળીને રાજાએ કહ્યું કે “હે અમાત્ય ! બહુ સારૂં, એમજ કરે.” આ પ્રમાણે રાજાનું કથન સાંભળી અમાત્ય કુમારની પાસે આવી પ્રણામ કરીને બોલ્યા કે “હે કુમારેંદ્ર! આ શું અનુચિત આરંહ્યું છે? તમે તમારા કુળ વિગેરે કહો.” કુમાર બાલ્યા કે– હે અમાત્ય! મારા ભુજાદંડનું પરાક્રમ તમને મારી જાત્યાદિક કહેશે. પ્રથમ મારા પરાક્રમનું અવલોકન કરે, પછી બધું જાણવામાં આવશે. તે સાંભળીને પુનઃ પ્રધાને કહ્યું કે-હે સ્વામિન્ ! તમે પરાક્રમથીજ ગુણવાન છે એમ જણાય છે, પણ પેલા પાપી સજને તમારી જાત્યાદિક બધું વિપરીત કહ્યું છે માટે રાજાએ તમને સ્નેહપૂર્વક કહેવરાવ્યું છે કે, “તમે તમારા કુળાદિક જ . એટલા માટે આપના પગે પડીને હું પૂછું છું કે આપના કુળાદિક જણો.” પછી કુમારે પોતાનું કુળ અને જનકાદિક બધુ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #45
--------------------------------------------------------------------------
________________ લલિતાંગ કુમારની કથા. . munenmannnnn યથાર્થ નિવેદન કર્યું. તે સાંભળીને પ્રધાને રાજાને કહ્યું, એટલે રાજા પણ હર્ષ પાપે. તથાપિ શ્રીવાસનગરે નરવાહન રાજાને પિતાના દૂતની સાથે તેણે એક લેખ મેક. તે ત્યાં જઈને લેખ અર્પણ કર્યો અને મુખથી પણ બધું સ્વરૂપ નિવેદન કર્યું, એટલે નરવાહનરાજા તેના વચનથી જાણે પુન: સજીવન થયો હોય તેવો દીસવા લાગે. પછી હર્ષપૂર્વક તેણે આ પ્રમાણે કહ્યું કે “અહો ! અત્યારે જિતશત્રુ રાજા જે મારે કોઈ બંધુ નથી, જેણે અતિ દાનથી થયેલ તિરસ્કારને લીધે અપમાન સમજી પિતાના રાજ્યનો ત્યાગ કરીને ભ્રમણ કરતા મારા પુત્ર લલિતાંગને પોતાની પાસે રાખ્યો અને પિષિત કર્યા. હવે મારા વચનથી તેને સત્કાર કરી અત્યાદરપૂર્વક તેને અહીં મેકલે.” એમ કહીને વિશિષ્ટ ભેટણ યુકત પિતાના પ્રધાન પુરૂષને ત્યાં મોકલ્યા. તે પ્રધાન પુરૂષાએ ત્યાં જઈને યથાર્થ નિવેદન કર્યું. તે સાંભળીને જિતશત્રુ રાજા હૃદયમાં વિચારવા લાગ્યો કે:-“અહો ! અજ્ઞાનને વશ થઈને મેં શું કર્યું ?" પછી પિતાની પુત્રીને બેલાવી પિતાના ઉલ્લંગમાં બેસારીને ગળતા આ સુથી આદ્ધ થયેલા નેત્રયુક્ત રાજા સગદ્દગદ આ પ્રમાણે કહેવા. લાગે:-“હે વસે! ભર સહિત તું ચિરકાળ જીવતી રહે. મેં પાપીએ જે અનુચિત કર્યું તે ક્ષમા કરજે. તારા મને રથ બધા સિદ્ધ થાઓ.” પછી કુમારને બોલાવીને જિતશત્રુ રાજાએ સલજ વદને કહ્યું કે –“હે સત્યવીર કુમાર! દુર્જન એવા સજનના વચનથી મેં આ બધું વિરૂદ્ધ આદર્યું, પરંતુ તમારું ભાગ્ય અતિશય ગરિષ્ઠ છે, કે તે પાપીએ ખોટી મલિનતા જે દર્શાવી, તે તેને જ ફળિભૂત થઈ. માટે હે વત્સ ! હવે પછી તમારે કુસંગ ન કરે. વળી સાંભળોઃ-મારૂં અર્ધ રાજ્ય તે તમે સ્વગુણોથી જ મેળવી લીધું છે, શેષ અર્ધ રાજ્ય પણ હું તમને આપું છું, તે તમે ગ્રહણ કરે.” આ પ્રમાણે કહીને તેની ઈચ્છા નહી છતાં રાજાએ પોતે તેને પોતાના સિંહાસન પર બેસારીને વિધિપૂર્વક પટ્ટાભિષેક કર્યો અને પિતે તપસ્યા કરવા તપોવનમાં ચાલ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #46
--------------------------------------------------------------------------
________________ 30 - શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ગયે. લલિતાંગ કુમાર તે રાજ્ય પામીને અધિકતર શોભવા લાગ્યું. લેકેને સુખી કરવામાં તે એક પિતાની જે થયે. પ્રાણુનું પુણ્ય સર્વત્ર જાગ્રત જ હોય છે. કહ્યું છે કે - “guથવા તે રાક, પુણાવાતે ગયા ! - પુણાઢવાતે –તો " પુણ્યથી રાજ્ય, જય અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. કારણ કે ધમ–ત્યાં સદા જય રહે છે. લલિતાંગને સર્વત્ર જય થયે તે પુણ્યને જ પ્રભાવ સમજો. - હવે લલિતાંગકુમાર તે રાજ્યમાં એક સુપરીક્ષિત મંત્રીને નીમીને પુષ્પાવતી યુક્ત પ્રધાનાદિ પરિવાર સાથે પરજનોની રજા લઈને પોતાના પિતાએ તરત બોલાવેલ હોવાથી અવિચ્છિન્ન પ્રયાણ કરી શ્રીવાસનગરે આવ્યો. ત્યાં સૈધ-મહેલમાં બેઠેલા રાજા પાસે જઈ નમસ્કાર કરીને અશ્રુપાતથી જાણે પિતાના તાપને દૂર કરતો હોય એ તે કુમાર પિતાના ચરણમાં પડી અંજલિ જોડીને વિનય અને ભક્તિપૂર્વક આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગે –“હે તાત ! શાસ્ત્રમાં ચંદનની જેવી માતાપિતાને શીતળતા આપનાર પુત્રોને કુળદીપક કહેલા છે, મેં કુપુત્ર તે તમને દુઃખ દીધું છે. કેટલાક પુત્ર પિતાના વંશમાં ચિંતામણિ જેવા હોય છે, અને હું તો આપના વંશમાં એક કીડા જે થયે છું. અહો પુણ્યહીન એવા મેં પ્રતિ- - દિન પિતાના ચરણેને વંદન ન કર્યું. વધારે શું કહું? બાલ્યાવસ્થાથી આજ પર્યત હું માતપિતાને કેવળ કલેશ આપનારજ થયે છું; પરંતુ હવે એ બધે અપરાધ ક્ષમા કરીને મારા પૂજ્ય સસરાએ જે ચંપાનું રાજ્ય મને આપ્યું છે, તેને આપ મારા પર પ્રસન્ન થઈને સ્વીકાર કરો અને તે ચંપાનું રાજ્ય આપને એગ્ય લાગે તેને અર્પણ કરે. વળી આ કુળવધુ આપના ચરણનું અર્ચન કરે છે, અને યાચિત અનુજ્ઞાની ઈચ્છા રાખે છે તેને યાચિત આજ્ઞા કરે.” પછી આ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #47
--------------------------------------------------------------------------
________________ લલિતાંગ કુમારની કથા. 31 . પ્રમાણે બેલતા પુત્રને પિતાના ભુજાદંડમાં લઈ વિશાળ વક્ષસ્થળ સાથે દઢ આલિંગન કરીને પૂર્ણ ચંદ્ર સમાન પુત્રનું મુખ જોઈ હર્ષિત થઈ તેના મસ્તકપર ચુંબન કરી તે રાજા સગદગદ આ પ્રમાણે કહેવા લાગ્યો-“હે કુળદીપક વત્સ! તું એમ ન બેલ. સુવર્ણમાં સ્પામતા કઈ રીતે પણ આવે નહી. પૂર્વ દિશાનો ત્યાગ કરીને સૂર્ય પશ્ચિમ દિશામાં કદાપિ ઉદય પામે નહિ. કલ્પવૃક્ષ સમાન એવા તારાપર મેં જ અનુચિત આચર્યું હતું. પરંતુ કદાચ વૃદ્ધ ભાવથી મને મતિવિપયોસ થયે, પણ તારે આમ કરવું યુક્ત નહોતું. તારા વિયેગથી મને જે દુ:ખ થયું છે તે દુખ શત્રુઓને પણ ન થાઓ. વળી તારે તો તેમાં કશી હાનિ થઈ નથી. કારણ કે હંસતો જયાં જાય ત્યાં વસુધાના ભૂષણરૂપજ થાય છે. હાનિ તે માત્ર તે સરેવરને થાય છે કે જેને હંસની સાથે વિગ થયો. વળી પિતા પુત્રને શિક્ષા આપે તેથી તે ઉલટ તે ગેરવને પામે છે. કહ્યું છે કે “વિમિતાદિત પુત્ર, શિષ્યરતુ શિક્ષિત - घनाहतं सुवर्णं च, जायते जनमंडनम्" / / પિતાથી તાડન પામેલ પુત્ર, ગુરૂથી શિક્ષિત થયેલે શિષ્ય અને ઘણથી આઘાત પામેલું સુવર્ણ જનના મંડનરૂપ થાય છે.” વળી ઉપાલંભ વિના આવું સ્વ પુત્રનું માહાસ્ય કેમ જાણવામાં આવત? હે વત્સ ! અદ્યાપિ મારું ભાગ્ય જાગ્રત છે, કારણ કે તું આવતાં મારે વાદળાં વિના વરસાદ થવા જેવું થયું છે. હવે વધારે શું કહું? તું યોગ્ય છે. માટે આ રાય, આ ઘર, અને આ બધા પરિજનનો તું સ્વીકાર કર. અને પ્રજાનું પાલન કર. હું હવે પૂર્વજોએ આચરેલ વ્રત ગુરૂ સમીપે જઈને ગ્રહણ કરીશ.” પિતાના વિરહને સૂચવનારાં આ વચનો સાંભળીને લલિતાંગ સખેદ બેલ્યો કે –“હે તાત ! આટલા દિવસો તો મારા નિષ્ફળ ગયા, કે જેમાં મેં આપ પૂની સેવા ન કરી; માટે હે વિભે! હવે આપની સેવા ન કરી શકું એવી આજ્ઞા ન કરવી. તે રાજ્ય અને તે જીવિતથી પણ શું કે જેથી પ્રસન્ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #48
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. એવા તાતના ચરણારવિંદયુગળના પ્રતિદિન દર્શન ન થાય, જે પરમ શોભા મને આપની સામે બેસવાથી પ્રાપ્ત થશે, તેના સહસમાં ભાગની શોભા પણ સિંહાસન પર બેસતાં પ્રાપ્ત નહિ થાય. હું તે આપની સેવાનો હેવાય છું, માટે આપ સિંહાસન પર બેસી - સામ્રાજ્ય પાળો અને મને આપની સેવાનો લાભ આપે, હું તો આપની સેવા કરીશ. હવે ફરીને મને આપના ચરણકમલને વિરહ ન થાઓ.” આ પ્રમાણેનાં પુત્રનાં વચનો સાંભળીને રાજા કિંકવ્યમૂઢ બની ગયે; પછી પુન: ધીરતા પકડીને બોલ્યો કે:-“હે વત્સ! મને તું ઉત્તમ કાર્ય કરવામાં પ્રતિબંધ ન કર. આ અનુક્રમે આવેલાં બંને રાજ્ય હવે તારાં છે અને મારે તે હવે વ્રતજ લેવું જોઈએ છીએ.” આ પ્રમાણે કહી સમજાવીને વિલક્ષણ મુખવાળા રાજકુમારને ઉછળતા પંચ શબ્દના નિર્દોષપૂર્વક તત્કાળ સિંહાસન પર બેસારીને રાજાએ તેને રાજ્યાભિષેક કરાવ્યું. એ રીતે કુમારને રાજ્યપર સ્થાપીને રાજાએ તેને ટુંકામાં આ પ્રમાણે શિક્ષા આપી કે –“હે વત્સ ! જેમ પ્રજા મારું સ્મરણ ન કરે તેમ તું વજે.” પછી મંત્રી અને સામંત પ્રમુખને આદેશ કર્યો કે;–“તમારે આ રાજકુમારની આજ્ઞા પાળવામાં તત્પર રહેવું, એની આજ્ઞા તમારે કદી ઓળંગવી નહિ અને મારાથી જે કંઈ અનુચિત થયું હોય તેની ક્ષમા કરવી.” એ રીતે કહી લોકોની અનુજ્ઞા મેળવીને સદગુરૂની પાસે જઈ તેણે વ્રત ગ્રહણ કર્યું. . રાજ્યલક્ષમી અને પુત્ર કલત્રાદિ પરિગ્રહનો ત્યાગ કરનાર તે રાજર્ષિ અત્યંત શોભવા લાગ્યા. જળને તજી દીધેલ મેઘની જેમ તે મુનીશ્વર પંચમહાવ્રતધારી, શાંત, દાંત, જિતેંદ્રિય, પાંચ સમિતિ સમેત, ત્રણ ગુપ્તિએ ગુસ, વિશુદ્ધ ધર્મના આશયવાળા, સદ્ધર્મ શ્રદ્ધા અને ધ્યાનમાં તત્પર, બાવીશ પરીષહેના સૈન્યને જીતનાર અ૫ મળમાં આગમના અભ્યાસી અને ગુણોથી ગરિષ્ઠ થયા. તેમને તેવા ગુણગરિષ્ઠ સમજીને ગુરૂમહારાજે તેમને સૂરિપદપર સ્થાપીને આચાર્ય બનાવ્યા. પછી અનેક મુનિના પરિવારસહિત તે વસુધાતળપર વિહાર કરવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #49
--------------------------------------------------------------------------
________________ 33 લલિતાંગ કુમાર કથા. લલિતાંગકુમાર પણ રાજ્યની પ્રાજ્ય સામ્રાજ્યસંપત્તિ પામીને સમસ્ત જનને હર્ષજનક થઈ પડ્યો, અને પિતાની પ્રજાને પુત્રવત્ પાળવા લાગ્યા. કહ્યું છે કે –“શઠનું દમન, અશઠનું પાલન અને આશ્રિતનું ભરણપોષણ કરવું–એ રાજાનું મુખ્ય કર્તવ્ય છે, બાકી ( જળ ) અભિષેક, પટ્ટાબંધ અને વાળવ્યજન (ચામર, અન્યપક્ષે વાલવ્યજન તે વાળને દૂર કરવા તે)તે વ્રણ (ગુમડાં)ને પણ હોય છે.” તેમજ વળી–દુષ્ટને દંડ આપે, સ્વજનને સત્કાર કરે, ન્યાયથી ભંડારની વૃદ્ધિ કરવી, શત્રુઓથી દેશની રક્ષા કરવી અને પક્ષપાત ન કર-એ રાજાઓના પાંચ ધર્મ (કર્તવ્ય) કહ્યા છે. લલિતાંગ રાજા ધર્મવાનું અને પુણ્યવાન્ હોવાથી તેની પ્રજા પણ ધર્મ–પુણ્ય કરવા લાગી. “રાજા ધર્મિષ્ટ હોય તો પ્રજા ધર્મિષ્ટ થાય, રાજા પાપી હોય તે પ્રજા પાપિષ્ટ થાય અને સમાન હોય તે પ્રજા પણ સમાન થાય. પ્રજા રાજાનું અનુકરણ કરે છે. “યથા રાજા તથા પ્રજા” એ નીતિવાક્ય યથાર્થ છે. લલિતાંગકુમાર જનનીની જેમ પ્રજાની રક્ષા કરતા, પિતાની જેમ પ્રજાને ધન આપતો અને ગુરૂની જેમ પ્રજાને ધર્મમાં પ્રેરણા કરતે હતો. એ રીતે સુખપૂર્વક સમય ગાળતો હતો. એકદા ઉદ્યાનપાળકે આવી અંજલિ જેડી પ્રસન્ન મુખથી સ. ભામાં બેઠેલા રાજાને કહ્યું કે –“હે સ્વામિન્ ! જ્ય અને વિજયથી આપને વધાવું છું. નરવાહન રાજર્ષિ ભવ્યાબુજને પ્રતિબોધતા બહારના ઉદ્યાનમાં પધાર્યા છે.” આ પ્રમાણે સાંભળીને મનમાં અત્યંત હર્ષોલ્લાસ પામી રાજાએ તેને લક્ષ પ્રમાણ ધન આપ્યું. પછી સત્વર આદર અને આનંદપૂર્વક અંત:પુરના પરિવાર સહિત ગુરૂ મહારાજના ચરણકમળને વંદન કરવા ગયો. ત્યાં જઈ પાંચ અભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણ દઈ ભૂતળપર પસ્તક સ્થાપી નેત્રને આનંદકારી એવા ગુરૂને વિધિપૂર્વક શુદ્ધ ભાવથી વંદના કરી અને અંજલિ જેડીને ભક્તિપૂર્વક સન્મુખ બેઠે. નગરજને પણ જ્ઞાનાતિશયથી દેદીપ્યમાન અને અનેક મુનિઓથી જેમના ચરણકમળ સંસેવિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #50
--------------------------------------------------------------------------
________________ 34 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર છે એવા તે મુનીશ્વરને પ્રણામ કરીને યથાસ્થાને બેઠા. એટલે નરવાહન રાજર્ષિએ પણ કલ્યાણકારી ધર્મલાભરૂપ આશીષ્ય આપીને આ પ્રમાણે ધર્મદેશના દેવાને પ્રારંભ કર્યો: જે મૂઢ પ્રાણું દુષ્પષ્ય મનુષ્યત્વને પામીને પ્રમાદને વશ થઈ યત્નપૂર્વક ધર્મ કરતો નથી, તે પ્રાણુ ઘણુ કલેશથી મેળવેલ ચિંતામણિને મૂર્ખાઈથી સમુદ્રમાં ફેંકી દે છે. કેટલાક પ્રાણુઓ પ્રવાળની માફક સ્વયમેવ ધર્મના રાગી હોય છે, કેટલાક ચૂર્ણકણુની જેમ રંગ પામવા ગ્ય હોય છે અને કેટલાક કાશ્મીરમાં ઉત્પન્ન થયેલ કેસરની જેમ સૈરભના પૂરથી વ્યાપ્ત અને સમ્યક પ્રકારે સ્વપરરંગીપણાને ભજનારા હોય છે, તેથી તે તે ધન્યવાદને પાત્ર છે. મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમ જાતિ, ઇદ્રિયપટુતા, અને પૂર્ણ આયુએ બધું કર્મલાઘવથી મહાકટે પામી શકાય છે. એ બધાની પ્રાપ્તિ થતાં અક્ષય સુખની ઈચ્છા રાખનારા ભવ્ય છાએ સારી રીતે સમજીને સમ્યકત્વને અખલિત રીતે અંતરમાં ધારણ કરવું. સુદેવમાં દેવબુદ્ધિ, સુગુરૂમાં ગુરૂબુદ્ધિ અને સુધર્મમાં ધર્મબુદ્ધિ રાખવી તે સમ્યકત્વ કહેવાય છે. ત્રિલેકને પૂજ્ય, રાગાદિ દેષરહિત, સંસારથી તારનાર અને વીતરાગ તથા સર્વજ્ઞ હેય તે દેવ કહેવાય; સંસારસાગરથી સ્વપરને પાર ઉતારવામાં કાષ્ઠના નાવ સમાન, સંવિજ્ઞ, ધીર અને સદા સદુપદેશ આપનાર હોય તે ગુરૂ કહેવાય; વળી પંચમહાવ્રતને ધારણ કરનાર, ધીર, ભિક્ષા માત્રથી જીવન ધારણ કરનાર, સામાયિકમાં સ્થિત અને ધર્મોપદેશક તે પણ ગુરૂ કહેવાય; અને દુર્ગતિમાં પડતા પ્રાણીઓને બચાવનાર તે ધર્મ કહેવાય. તે ધર્મ સર્વજ્ઞકથિત અને સંયમાદિ દશ પ્રકારનો છે, તેજ મુક્તિને હેતુભૂત છે. વળી ત્રણે ભુવનને સંમત એવી ત્રસ અને સ્થાવર સર્વ પ્રાણુઓ પર દયા જેમાં મુખ્ય છે તેને જ ધર્મ સમજ. એ તત્તવત્રયીરૂપ, શમપ્રમુખ લક્ષણેથી લક્ષિત અને ધર્મસ્થયદિ પાંચ ભૂષણેથી ભૂષિત સમ્યકત્વ હોય છે. ધૈર્ય, પ્ર( 1 પ્રવાળ પોતે રંગવાળું સ્વભાવે હોય છે અને કેસર તે પિતે રંગવાળું હોય છે અને બીજાને રંગવાળું કરી શકે છે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #51
--------------------------------------------------------------------------
________________ 3 - * લલિતાંગ કુમાર કથા. ભાવના, ભક્તિ, જિનશાસનમાં કુશળતા અને તીર્થસેવા એ સમ્યકેવના પાંચ ભૂષણ કહેલા છે. આ પ્રમાણેની ધર્મદેશના સાંભળીને લલિતાંગરાજા બેલ્ય કે:-“હે ભગવન્! હું પ્રવજ્યા ગ્રહણ કરવાને અશક્ત છું, માટે મને દેશવિરતિ આપો.” એટલે ગુરૂમહારાજ બોલ્યા કે - પ્રથમ સમ્યકત્વને અંગીકાર કર.” પછી લલિતાંગરાજાએ સમ્યકત્વ અંગીકાર કર્યું, એટલે ગુરૂ બોલ્યા કે –“હે મહાનુભાવ! મિથ્યાત્વ સર્વથા ત્યાગ કરવા એગ્ય છે.” કુદેવમાં દેવબુદ્ધિ, કુગુરૂમાં ગુરૂબુદ્ધિ અને અધ માં ધર્મબુદ્ધિ તે મિથ્યાત્વ કહેવાય છે, તેને અને તે સમ્યકત્વના આ પ્રમાણેના પાંચ અતિચારે છે તેને ત્યાગ કરે - " संका कंख विगिच्छा, पसंस तह संथवो कुलिंगीसु / सम्मत्तस्तइयारे, पडिक्कमे देसियं सव्वं " // એજ નીચેના લેકમાં કહે છે" शंका कांक्षा विचिकित्सा, मिथ्यादृष्टि प्रशंसनम् / तस्य संस्तवश्व पंच, सम्यक्त्वं दूषयंत्यमी" // શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાષ્ટિની પ્રશંસા અને તેને પરિચય એ પાંચ અતિચાર સમ્યકત્વને દૂષિત કરે છે.” માટે એ શંકાદિક ચારથી તેની રક્ષા કરવી. અન્ય મંત્રી પણ શંકા કરવાથી સિદ્ધ થતા નથી. તેના સંબંધમાં એક દષ્ટાંત કહું છું તે સાંભળઃ - “વસંતપુરનગરમાં ગંધાર નામે શ્રાવક રહેતું હતું, તે દેવપૂજા, દયા, દાન અને દાક્ષિણ્યાદિ ગુણેથી વિભૂષિત હતે. તે પ્રતિદિન પૂજાની સામગ્રી લઈને દૂરના ઉદ્યાનમાં જિનચૈત્યમાં જિનપૂજા કરવા જતો હતો. ત્યાં જિનપૂજા કરીને નિરંતર એકમનથી તે ભાવના ભાવતું હતું. એકદા જિનેશ્વરને અભિષેક કરી સુગંધી કુસુમાદિકથી અચીને રોમાંચિત થઈ તે ઉત્તમ સ્તવનેથી જિનસ્તુતિ કરવા લાગ્યું, એવામાં કઈ મડા જૈન પરમ શ્રાવક એક વિદ્યાધર ત્યાં જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરવા આવ્યા, તે ગંધાર શ્રાવકને જોઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #52
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. - - તો તા થાઉં . હિત માસ અને તેની સ્તવના સાંભળીને આનંદિત તેમજ હર્ષિત થઈ તેની નજીકમાં આવીને કહેવા લાગ્યો કે:-“હે ધાર્મિક ! હું તને વંદન કરું છું. આજ મારાં નેત્ર અને કર્ણને પારણું થયું છે, માટે કહે–તને જે જોઈએ તે હું આપું. અદશ્યકરણ, કુજરૂપકરણ, પરકાય પ્રવેશ-વિગેરે બહુ વિદ્યાઓ જગતમાં છે, પણ ભૂતલપર આકાશગામિની વિદ્યા તે સર્વમાં દુર્લભ છે, માટે એ વિદ્યા તું લે, તું યેાગ્ય છે, તેથી તે લઈને તું મારું પ્રિય કર.” ગંધાર શ્રાવક બે કે:-હે ભદ્ર! મારે અન્ય વિદ્યાનું શું પ્રજન છે? મને એક ઘર્મવિદ્યાજ કાયમ હે.” એટલે વિદ્યાધર બે કે –“હું જાણું છું કે- સંતેષી છે, તથાપિ સ્વધાર્મિકપણાથી હું તને એ વિદ્યા અર્પણ કરૂં છું અને કૃતાર્થ થાઉં છું.” શ્રેષ્ઠીએ તેનું વચન અંગીકાર કર્યું, એટલે વિદ્યારે પણ તેને વિધિ સહિત મંત્ર આપે અને પછી તે બંને સ્વસ્થાને ગયા. પોપકારી ગંધાર શ્રાવક સુખે સમય ગાળવા લાગ્યા. કેટલાક કાળ ગયા પછી ગંધારને વિચાર થયે કે:-“અરણ્યના પુષ્પની જેમ મને આપેલ મંત્ર વૃથા ન થાઓ.” એમ વિચારીને તેણે પોતાના સકંદિલ મિત્રને વિધિસહિત તે મંત્ર આપે, પછી તે સ્કંદિલ વિદ્યા સાધવાને માટે બધી સામગ્રી લઈ રાત્રે સ્મશાનની પાસેના ઉદ્યાનમાં ગયો. ત્યાં બળીદાન વિગેરે આપીને એક વૃક્ષની નીચે તેણે બળતા ખેરના અંગારાથી પરિપૂર્ણ એક કુંડ રો. પછી તે વૃક્ષની શાખા પર ચડીને શીંકું બાંધ્યું અને નીચેના અગ્નિકુંડ ઉપરની તે વૃક્ષની શાખાપરે ચડીને શીંકામાં બેઠે. પછી એક સે આઠવાર અક્ષત મંત્રજાપ કરીને જેટલામાં છુરીથી શીકાનું એક દેરડું કાપે છે, તેવામાં નીચે અંગારા જોઈને મનમાં શંકા થઈ કે - શીંકાના ચારે દેરડા અનુક્રમે કાપી નાખતાં મંત્રસિદ્ધિ નહીં થાય તો નિશ્ચય અગ્નિપતન થશે. માટે વૃથા પ્રાણુ શા માટે ગુમાવવા ? જીવન મરાતાાન પરૂપતિ જીવતો નર સેંકડો કલ્યાણ પામે આ પ્રમાણે વિચાર કરી તે શીંકા પરથી ઉતરી ગયે. અને કિંકત્તવ્યતા–મૂઢ થઈ વિચારવા લાગ્યો કે:- આવી દુર્લભ સામગ્રી ફરી ક્યાં મળવાની છે? માટે શું કરું ?" એમ ચિંતવીને ફરીને પાછા P.P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust
Page #53
--------------------------------------------------------------------------
________________ - wwwwwwwwwwખન લલિતાંગ કુમાર-કયાંતર્ગત મંત્રસાધક કથા. 7 ~શીંકાપર બેઠે, પણ પાછી તે જ પ્રમાણે મનમાં શંકા આવી. એમ ચડ ઉતર કરવા લાગ્યો. એવામાં કોઈ ચાર રાજાના મહેલમાંથી અલંકારને કરંડી લઈને ત્યાં આવ્યું. તેના પગને અનુસારે પાછળ લાગેલા રાજપુરૂષે પણ તે વનમાં ચેરને ગયેલો જાણુને વનને ઘેરીને ઉભા રહ્યા. પછી ઉત જેવાથી તે ચેરે ઉદ્યાનમાં કંદિલ પાસે જઈને સર્વ સમાચાર પૂછયા. તેના પૂછવાથી તેણે બધું સત્ય કહી દીધું. એટલે ચારે વિચાર કર્યો કે;-“ગંધાર જિનધર્મમાં સ્થિરધાર્મિક શ્રાવક છે, માટે તેનું કથન યુગાંતે પણ અસત્ય ન હોય.' એમ વિચારીને રે કહ્યું કે મને તે મંત્ર કહે અને આ રત્નને કરંડીયો ગ્રહણ કર, કે જેથી હું તે મંત્ર સાધીને તેની ખાત્રી કરી આપું.” એટલે સ્કંદિલે પણ કેતુકથી એકાગ્રતા પૂર્વક તે મંત્ર તેને યથાતથ્ય કહી બતાવ્યું. પછી તે ચરે શીકાપર બેસીને એકમનથી તે મંત્રને 108 વાર પાઠ કર્યો. પ્રાંતે સાહસ પકડીને તેણે શીંકાના ચારે દેરડા એકી સાથે કાપી નાંખ્યા, એટલે વિદ્યાની અધિષ્ઠાયક દેવીએ સંતુષ્ટ થઈને તેને વિમાન રચી આપ્યું. ચાર પણ તે વિમાન પર બેસીને તરત ગગનમાર્ગે ચાલતો થયો. પ્રભાત સમયે આયુધ સહિત રાજપુરૂષ વનમાં ચોરને શોધવા લાગ્યા, એટલે કરંડી આ સહિત સ્કંદિલ તેમના જેવામાં આવ્યું. તેને જોતાંજ તેઓ બોલ્યા કે:-“ અરે ! આને પકડે, બાંધો, તેજ આ ચોર છે.” એમ બોલતા તે સુભટે સ્કંદિલને બાંધીને રાજા પાસે લઈ ગયા. તે વખતે વિદ્યાધર થયેલ ચાર એકમેટી શિલા વિકુવી રાજાની ઉપર આકાશે રહીને બોલ્યો કે:-“આ કંદિલ મારે ગુરૂ છે તેથી જે એનું વિપરીત કરશે તેની ઉપર હું આ શિલા નાખીશ.” તે સાંભળીને બધા લેકે ભય અને ત્રાસ પામ્યા. રાજા સસંભ્રમ ભયભીત થઈને આ પ્રમાણે છે કે –“હે ખેચરાધીશ! એ તમારા ગુરૂ શી રીતે? તે કહે.” એટલે ચેરે બધો વૃત્તાંત કહી બતાવ્યું. તે સાંભળીને બધા વિસ્મય પામ્યા. પછી રાજાએ કં. દિલને સન્માનપૂર્વક તેને ઘરે મોકલ્યો.” જેમ શંકાથી સ્કંદિલને વિવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #54
--------------------------------------------------------------------------
________________ 38 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભાષાંતર www^ ~~~ ~~ ~~~~ ~~ ~ સિદ્ધ ન થઈ. તેમ શંકા કરવાથી સમ્યકત્વ પણ નષ્ટ થાય છે, એમ સમજીને સમ્યકત્વને નિઃશંક મનથી ધારણ કરવું. ચારિત્રયાન ભગ્ન થતાં ભવ્ય જીવ સમ્યકત્વરૂપ ફલકથી પણ તરી જાય છે. નિસર્ગરૂચિ પ્રમુખ દશ રૂચિ સમ્યકત્વધારી પુરૂષે અંતરમાં ધારણ કરવી, તે આ પ્રમાણે - (1) જિનેશ્વરેએ દ્રવ્ય, ક્ષેત્રાદિ જે ભાવ કહ્યા છે, તેને તેવી જ રીતે જે સ્વયમેવ શ્રદ્ધે છે તેને નિસર્ગરૂચિ જાણ. (2) જે પર એવા છઘસ્થ જનથી ઉપદેશ પામી તે ભાવેને ભાવથી માને છે તેને ઉપદેશરુચિ સમજ. (3) જેના રાગ, દ્વેષ, મેહ અને અજ્ઞાન ક્ષય થયા છે એવા સર્વજ્ઞની આજ્ઞામાં જે રૂચિ કરે તેને આજ્ઞારૂચિ કહે. (4) અંગે પાંગ પ્રવિષ્ટ જ્ઞાનથી જે શ્રુતનું અધ્યયન કરીને સમ્યકત્વને અવગાહે છે તેને સૂત્રરૂચિ જાણ. (5) એકપદને પ્રાપ્ત કરીને ઉદકમાં તૈલબિંદુની જેમ જે સમ્યકત્વને અનેક રીતે સમજે છે તેને બીજરૂચિ સમજ. (6) જેણે શ્રી સર્વને સમસ્ત આગમ સ્પષ્ટાર્થથી જોયા હોય તેને આગમજ્ઞ જન અભિગમરૂચિ કહે છે. (7) દ્રવ્યોના સમસ્ત ભાવે બધા પ્રમાણે અને નથી જે સમજી શકે તેને વિસ્તારરૂચિ જાણ. (8) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સમિતિ અને ગુપ્તિ-વિગેરે ક્રિયામાં જે સદા તત્પર હોય તેને ક્રિયારૂચિ જાણ. (૯)જે ભદ્રક ભાવથી માત્ર આજ્ઞા માનવાવડેજ જેન છે અને કુદષ્ટિમાં જેને કદાગ્રહ નથી તે સંક્ષેપરૂચિ સમજો. (10) જે જિનેશ્વર ભગવતે કહેલ શ્રુત, ચારિત્ર અને અસ્તિકાય (ષડ્રદ્રવ્ય) સંબંધી ધર્મની પૂર્ણ શ્રદ્ધાવાળો હોય તેને ધર્મચિ કહે. આ પ્રમાણે સર્વ ભેદનું મૂલ કારણ મન છે. માટે સુજ્ઞજનેએ તે મનનેજ એકતાનવાળું કરવાની જરૂર છે.' આ પ્રમાણે ગુરૂના મુખથી ઉપદેશ સાંભળીને લલિતાંગ રાજાનું મન સમ્યકત્વમાં નિશ્ચળ થયું. ગુરૂવચનરૂપ અમૃતથી સિદ્ધ થયેલ તે સાત ક્ષેત્રમાં ધન વાપરવા લાગ્યો અને વિશેષ સંઘભક્તિ કરવા લાગ્યું. સંઘભક્તિ કરવાથી બહુ લાભ થાય છે. કહ્યું છે કે –“જે P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #55
--------------------------------------------------------------------------
________________ લલિતાંગ કુમાર કથા. 3 . કલ્યાણરૂચિ પ્રાણ, ગુણરાશિના કીડાસદન સમાન સંઘની સેવા કરે છે તેની પાસે લક્ષ્મી સ્વયમેવ આવે છે, કીર્તિ તરત તેનું આલિંગન કરે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવાની ઉત્કંઠાથી પ્રયત્ન કરે છે, સ્વર્ગલક્ષમી તેને આલિંગન કરવા ઈચ્છે છે અને મુક્તિ તેને વારંવાર જોયા કરે છે. કેમાં રાજા શ્રેષ્ઠ, તે કરતાં ચકવતી શ્રેષ્ઠ, તે કરતાં ઇંદ્ર શ્રેષ્ઠ અને સર્વ કરતાં લકત્રયના નાયક એવા જિનેશ્વર શ્રેષ્ઠ, ગણાય છે. તે જ્ઞાનના મહાનિધિ જિનેશ્વર પણ શ્રીસંઘને પ્રતિદિન નમસ્કાર કરે છે. માટે જે વૈરસ્વામીની જેમ શ્રી સંઘની ઉન્નતિ કરે છે તે વસુધાપર પ્રશસ્ય છે.” લલિતાંગરાજા નિત્ય ધર્મકૃત્ય કરતાં કાળ વ્યતીત કરવા લાગ્યું એકદા સંસારની અસારતા ભાવતાં તે રાજાએ શ્રેષ્ઠ રત્નના - સ્તંભથી શોભિત, સુવર્ણની ભીંતથી દેદીપ્યમાન, કુરાયમાન મણિના બનાવેલા ઉત્તાન અને સુંદર સોપાનથી વિભૂષિત, સવાંગ સુંદર, પવિત્ર, પુણ્યના મંદિર તુલ્ય, રંગમંડપ, સ્નાત્રમંડપ, અને નૃત્યમંડપ વિગેરે ચેરાશી મંડપથી મંડિત અને દિવ્ય શિખરેથી અખંડિત-એવું એક સુંદર જિનેંદ્રભવન કરાવ્યું અને ત્યાં શ્રી આદિનાથના બિંબની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવીને સ્થાપના કરી. પછી ત્યાં વિધિપૂર્વક સ્નાત્ર કરી, સચંદન અને કપૂરથી મિશ્ર સુગંધી દ્રવ્યોથી વિલેપન કરી, ભક્તિપૂર્વક આભૂષણ પહેરાવી, શતપત્ર, ચંપક, જાઈ વિગેરે પુરપાથી તે બિંબની ચર્ચા કરીને રાજાએ કૃષ્ણાગરૂને ધૂપ ઉખેળ્યા. પછી ઉત્તરાસંગ કરી શુદ્ધ પ્રદેશમાં સ્થિત થઈ જિનેંદ્રની સમક્ષ ભૂમિ ઉપર જાનુયુગલ સ્થાપી ત્રણવાર પ્રણામ કરી અંજલિ જેડીને તે રાજા આ પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરવા લાગે –“હે યુગાદિ પરમેશ્વર ! હે ત્રિભુવનાધીશ! તમે જયવંતા વર્તે. હે રૈલોકયતિલક ! તમે જય પામે. હે વીતરાગ ! આપને નમસ્કાર થાઓ. હે સ્વામિન! હે જગન્નાથ ! હે પ્રણતપાળ ! તમે પ્રસન્ન થાઓ. હે જંગમ કલ્પવૃક્ષ ! હે વિશે મને આપનું શરણ થાઓ. હે સદાનંદમય! હે સ્વામિન્ ! હેકરૂણાસાગર! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #56
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. આ લોક અને પરલોકમાં તમેજ મને શરણ થાઓ.” આ પ્રમાણે જિતેંદ્રની સ્તુતિ કરી ચક્ષુને આનંદજળથી પૂર્ણ કરી ઉભે થઈને પુન: આ પ્રમાણે તે વિજ્ઞપ્તિ કરવા લાગે –“હે સ્વામિન્ ! હે ઐકય નાયક ! સંસારસાગરથી મારે નિસ્તાર કરે.” એમ પ્રતિદિન ભક્તિ કરતાં બહુ કાળ વ્યતીત કરીને તે વૃદ્ધાવસ્થા પામ્યો. કહ્યું છે કે –“જરા આવતાં ગાત્ર સંકુચિત થાય છે, ગતિ ખલિત થાય છે, દાંત નાશ પામે છે, દષ્ટિ હીન થાય છે, રૂપની હાનિ થાય છે, મુખમાંથી લાળ ઝરે છે, સ્વજને વચન માનતા નથી અને પત્ની સેવા કરતી નથી. અહો ! જરાથી પરાભવ પામેલા પુરૂષની પુત્ર પણ અવજ્ઞા કરે છે–એ બહુ ખેદની વાત છે.” તેમજ વળી કહ્યું છે કે- જરા આવતાં મુખમાંથી લાળની માળા ઝરે છે, દાંત ગળીત થાય છે અને મુખપર લાલી રહેતી નથી, શરીર જરાથી જીર્ણ થાય છે અને માથે પલિતાકુર પ્રગટ થાય છે, ગતિ શ્રાંત થાય છે અને નયનચુગળમાં તેજ ક્ષીણ થાય છે તથા સદા પાણી વહ્યા કરે છે. અહો ! તે પણ તૃષ્ણારૂપી સ્ત્રી વૃથા મનુષ્યને સતાવ્યા કરે છે, અર્થાત્ એ સ્થિતિમાં પણ તૃષ્ણ મંદ થતી નથી.’ આ પ્રમાણે વૃદ્ધાવસ્થા પામતાં તૃણવત્ રાજ્યનો ત્યાગ કરીને પિતાના પુત્રને રાજ્યભાર સેંપી રાજાએ સદ્દગુરૂની સમીપે દીક્ષા અંગીકાર કરી. પછી છઠ્ઠ અને અઠ્ઠમાદિક તપસ્યા કરતાં, બાવીશ પરીષહેને જય કરતાં, વિધિપૂર્વક ચારિત્ર પાળતાં પ્રાંતે અનશન કરી લલિતાંગમુનિ ઔદારિક દેહ ત્યાગ કરી સ્વર્ગસ્થ થયા. ત્યાં દેવસુખ ભેગવીને મહાવિદેહમાં સિદ્ધિપદને પામશે, માટે ઉત્તમ . મનુષ્યએ ધર્મથીજ જય સમજીને ધર્મમાં સદા ઉદ્યમ કરે.” ઇતિ લલિતાંગકુમાર કથા. આ પ્રમાણે મુનિરાજની દેશના સાંભળીને બહુ લેકે પ્રતિબધ પામ્યા અને પોતપોતાના ભાવ પ્રમાણે નિયમ અને અભિગ્રહ લઈ નમસ્કાર કરીને સર્વે સ્વસ્થાને ગયા. તે વખતે પ્રકૃતિએ લઘુ કમી મરૂભૂતિ વિષયથી વિરક્ત થઈ ધર્મકર્મમાં તત્પર થયે. દક્ષતા, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #57
--------------------------------------------------------------------------
________________ પાર્શ્વનાથને પૂર્વ ભવ. દાક્ષિણ્ય, સૈજન્ય, સત્ય, શૌચ અને દયા વિગેરે ગુણેથી તે કનિષ્ઠ છતાં યેષ્ઠ બની ગયે, અને જ્યેષ્ઠ કમઠ તે મિથ્યાત્વના કઠિનપણાથી મગશેળીયા પાષાણ જે રહ્યો. એક કુળમાં જન્મ પામ્યા છતાં પુત્રે બધા સદશ થતા નથી. કહ્યું છે કે –“કેટલાક તુંબડાં - ગીના હાથમાં આવીને પાત્રપણાને પામે છે, કેટલાક શુદ્ધ વંશ સાથે સંલગ્ન થઈને સરસ અને મધુર ગાયન કરે છે, કેટલાંક સારા દેરડાથી ગ્રથિત થઈ દુસ્તર જળાશયને પાર પમાડે છે અને કેટલાક તુંબડા હદયમાં જવલિત થઈ રક્તપાન કરવાના ઉપગમાં આવે છે.” તેમજ વળી–“ગુણથી ઉજવલ એવા પ્રદીપ અને સરસવ લઘુ છતાં લાળે છે અને પ્રદીપન (આગ) તથા બિભીતક (બેડા) મેટા છતાં તે શ્રેષ્ઠ નથી.' ભાવયતિ એવા મરભૂતિને સ્વપ્ન પણ કામવિકાર થતો નહતો અને તેની પત્ની વસુંધરા કામાકુળ રહ્યા કરતી હતી. કમઠનું તેની પર અત્યંત સવિકારી મન થયું હતું, તેથી તેણે સવિકારી વચને કહ્યા અને તેને પોતાને વશ કરી લીધી. પછી તે બંને કામાંધ થઈ નિરંકુશપણે નિરંતર અનાચારમાં તત્પર થયા અને સ્વેચ્છાએ કામકીડા કરવા લાગ્યા. કમઠની સ્ત્રી વરૂણાએ તે બધું અનુચિત જાણુંને મરૂભૂતિને નિવેદન કર્યું. તે વાત સાંભળીને મરૂભૂતિએ તેને કહ્યું કે એ વાત સંભવતી નથી.” વરૂણ તેને વારંવાર એ વાત કહેવા લાગી, એટલે તેની ખાત્રી કરવા સારૂ એકદા મરૂભૂતિ ગ્રામાંતર જવાના મિષથી કમઠની રજા લઈ થડે દૂર જઈને પાછા વળે. અને સંધ્યા વખતે શ્રાંત કર્પટી થઈને કમઠના ઘેર આવી તેની પાસેજ રાત્રીવાસે રહેવાની યાચના કરી. એટલે કમઠે વિચાર કર્યો કે-“જેના ઘરથી અતિથિ નિરાશ થઈને પાછા ફરે છે, તે તેને હત આપી જાય છે અને પુણ્ય લઈ જાય છે. એમ વિચારીને તેને ઘરના ખુણામાં રાત્રીએ સુઈ રહેવા માટે જગ્યા બતાવી, એટલે તે 1 થાકેલો વેષધારી કાપડી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #58
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર–ભાષાંતર. ત્યાંજ રહીને કપટ નિદ્રાએ સુતે. રાત્રીએ મરૂભૂતિએ તે બંનેનું દુ. રિત્ર પિતાની નજરે જોયું. પછી પ્રભાતે તે સ્થાનથી દૂર જઈને મરૂભૂતિ પાછા સ્વગૃહે આવ્યું, અને મનમાં કુપિત થયે. કારણકે સ્ત્રીને પરાભવ તિથી પણ સહન થઈ શકતો નથી. પછી ભવિતવ્યતા ગે મરૂભૂતિએ તે બંનેનું દુશ્ચરિત્ર અરવિંદ રાજાને નિવેદન કર્યું. તે સાંભળીને તેજના નિધાન રૂપ તે રાજા કપાયમાન થયે અને ધર્મિષ્ઠ જનેને સેમ્ય, અન્યાય માગે ચાલનારાને યમ અને યાચકને કુબેર સમાન એવા તે રાજાએ કેટવાળને બોલાવીને આપ્રમાણે આદેશ કર્યો કે,–“અરે! આ કમઠને તરત નિગ્રહ કરો.” એટલે તેણે યમદૂતની જેમ તેને ઘરે જઈને કમઠને બાંધી ગધેડા પર બેસાડી શિક્ષાપૂર્વક સૂપડાનું છત્ર માથે ધરીને પાપના ફળરૂપ સ્થળ બિલવફળનો હાર ગળામાં નાંખી તથા શરાવલાંની વરમાળા પહેરાવી કોહલીકા-વાઘપૂર્વક તેને આખા નગ૨માં ફેરવીને તેની વિડંબના કરી. પછી " अवध्यो ब्राह्मणो बालः, स्त्री तपस्वी च रोगवान् / विधेया व्यंगिता तेषा-मपराधे महत्यपि // બ્રાહ્મણ, બાલક, સ્ત્રી, તપસ્વી અને રેગી—એમને માટે અપરાધ થાય તે પણ તેમને અન્ય શારીરિક શિક્ષા કરવી, પ્રાણ રહિત ન કરવાં.” એમ કહેલું હોવાથી તેને અવધ્ય જાણીને નગરથી બહાર કહાડી મૂક્યું, અને રાજપુરૂષે સ્વસ્થાને ગયા. પછી એકાકી શરણરહિત તે કમઠ દીનની જેમ જંગલમાં આમતેમ ભટકતો મનમાં વિચારવા લાગ્યું કે મારા સહોદરથીજ મને આ પ્રમાણે પરાભવ પ્રાપ્ત થયે, તેથી હું કઈ રીતે પણ તેને વધ કરૂં,' એમ વિચારતા ક્ષુધા અને રેષથી પૂર્ણ સતે તે મરૂભતિનું કંઈ પણ અનિષ્ટ કરવાને શક્તિમાન થયે નહીં. કેટલાક દિવસ પછી તે કઈ તાપસના આશ્રમમાં ગયા અને ત્યાં શિવ નામના મુખ્ય તાપસને પ્રણામ કરી પોતાનું દુઃખ જણાવીને તેની પાસે તાપસી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #59
--------------------------------------------------------------------------
________________ પાર્શ્વનાથને પૂર્વભવ.. દીક્ષા લઈ પર્વત પર જઈને તપ કરવા લાગ્યું, અને તાપસની સેવા, કરવા લાગ્યા. * - હવે અહીં પોતાના જ્યેષ્ઠ બંધુ કમઠને દારૂણ વૃત્તાંત સાંભળીને મરૂભૂતિને કઈ સ્થાને ચેન પડતું નહિ. જેમ કેટરમાં રહેલા અગ્નિથી વૃક્ષ અંતરમાં બળ્યા કરે તેમ મરૂભૂતિ મનમાં બળવા લાગે. એકદા તેણે લકવાયકાથી સાંભળ્યું કે-કમઠ શિવતાપસની પાસે તાપસ થયું છે. એટલે મરૂભૂતિએ વિચાર કર્યો કે “વિપાકમાં ક્રોધનું ફળ અતિ ભયંકર છે. કહ્યું છે કે-સંતાપને વિસ્તારનાર, વિનયને ભેદનાર, મિત્રાઈને દવંસ કરનાર, ઉદ્વેગને ઉત્પન્ન કરનાર, અવદ્ય વચન અને કળિને નીપજાવનાર, કીર્તિને કાપનાર, દુર્મ તિને આપનાર, પુણ્યદયને હણનાર તથા કુગતિને આપનાર એ સદેષ રેષ સંત જનેને ત્યાજ્ય જ છે.” વળી “દાવાનળ જેમ વૃક્ષ ને બાળે તેમ ધર્મને જે ભસ્મીભૂત કરે છે, હાથી જેમ લતાને ઉખેડી નાખે તેમ નીતિનું જે ઉછેદન કરે છે, રાહુ જેમ ચંદ્રમાની કળાને મલિન કરે તેમ મનુષ્યની કીર્તિને જે મલિન કરે છે, વાયુ જેમ મેઘને વિખેરી નાખે તેમ જે સ્વાર્થને વિખેરી નાંખે છે તથા ગરમી જેમ તૃષાને વધારે તેમ જે આપત્તિને વધારે છે એવો અને દયાને લેપ કરનારે એ કેધ કર શીરીતે ઉચિત ગણાય?” કરડ અને ઉકરડમુનિની જેમ ક્રોધનું ફળ મહા હાનિકારક જાને સંવેગવાન મરૂભૂતિ વળી મનમાં વિચારવા લાગ્યું કે“હું કોઈ રીતે પણ કમઠ પાસે જઈને તેને ખમાવું.” એમ મનમાં વિચારીને તેણે રાજાને કહ્યું કે-“હે સ્વામિન્ ! વનમાં જઈને હું કમઠને ખમાવું.” એમ કહી રાજાએ વાર્યા છતાં કમઠને ખમાવવા મરૂભૂતિ વનમાં ગયે. ત્યાં તેના ચરણે પડીને તે સગદગદ બે કેભ્રાતા ! તમારે ક્ષમા કરવી. ઉત્તમ જને પ્રણામ પર્યત જ ક્રોધ કરે છે. મારે અપરાધ ક્ષેતવ્ય છે. આ પ્રમાણે તેના પ્રણામ અને પ્રેમથી ઉલટે કમઠને તીવ્ર ક્રોધ ઉત્પન્ન થયે; એટલે તપાવેલા તેલમાં 1 પાપકારી વચન 2 ફ્લેશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #60
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. જળપ્રક્ષેપ જેવું થયું, તેથી એક મોટી પથરની શિલા ઉપાડીને તેણે મરૂભૂતિના શિર ઉપર ફેંકી. અને પુન: નેત્ર રક્ત કરીને કેપના આટેપથી એક બીજી શિલા ઉપાડી તેની ઉપર ફેંકીને કમકે તેને ચૂર્ણ કરી નાખે. એટલે પ્રહારની પીડાથી થયેલ આ ધ્યાનમાં મરણ પામીને મરૂભૂતિ વિંધ્યાચલમાં ભદ્રજાતિને યૂથનાયક હાથી થયે. સ્થલ ઉપળ સમાન કુંભસ્થળવાળે, ગંભીર મુખવાળે, ઉંચે સંચાર કરતી દંડાકાર સુંઢવાળે, ઉદ્દામ મદ ઝરવાથી ભૂભાગને પંકિલ કરનારે, મદની ગંધથી લુબ્ધ થઈને આવેલા મધુકરેના ધ્વનિથી મનેહરુ, બહુ બાળહસ્તીઓથી પરિણિત, અને જંગમ પર્વત જે તે હાથી ચેતરફ ફરતે શોભવા લાગે. કમઠની સ્ત્રી વરૂણા પણ કેવાંધપણે મરણ પામીને તેજ યૂથનાયકની વલ્લભા હાથણી થઈ. તે હાથી તેની સાથે પર્વત, નવાદિકમાં સર્વત્ર સંચરતાં અખંડ ભેગસુખ અનુભવતો કડા કરવા લાગ્યો. અહીં પિતનપુરમાં અનુપમ રાજ્યસુખ ભેગવતાં અરવિંદરાજાને શરદઋતુને સમય પ્રાપ્ત થયે. તે વખતે જળથી પૂર્ણ સરોવર અને વિકસ્વર કાશપુ શોભવા લાગ્યા, સર્વત્ર સુભિક્ષ થયો અને લેકે બધા સર્વત્ર પ્રસન્ન મુખવાળા થયા. તેવા અવસરે એક દિવસ અરવિંદરાજા મહેલ ઉપર ચડી ગવાક્ષમાં બેસીને પોતાની પ્રિયાઓની સાથે સનેહરસથી નિર્ભ૨ થઈ આનંદ કરતો હતો. એવામાં આકાશમાં એકદમ ગર્જનાથી જબરજસ્ત, ઇંદ્રધનુષ્ય અને વિજળી સહિત નૂતન ઉદય પામેલા જલધરને તેણે જોયો. તે વખતે આકાશમાં ક્યાંક સ્ફટિક, શંખ, ચંદ્રમંડળ, રજત અને હિમના પિંડસટશ ઉજવળ અભ્રપટલ જેવામાં આવતું, કયાંક શુકના પિચ્છ અને ઇંદ્રનીલ સમાન પ્રભાવાળું નીલ અબ્રપટલ જેવામાં આવતું, અને કયાંક કજજલ, લાજવર્ગ અને રિઝરત્ન જેવી પ્રભાવાળું શ્યામ અશ્વપટલ જેવામાં આવતું હતું. એ રીતે નયનના આક્ષેપનપૂર્વક જોવા લાયક પંચવણી અશ્વપટલ, જલધર અને ગરવ જોઈને રાજ બોલ્યા કે - અહા ! આ વિચિત્ર રમણીયતા દેખાય છે. એ રીતે કહેતે વારંવાર તેની P.P.AC, Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #61
--------------------------------------------------------------------------
________________ 45 શ્રી પાર્શ્વનાથને પૂર્વભવ. સન્મુખ જુએ છે તેવામાં તે તે બધું એકાએક પવનથી વિખરાઈ ગયું. એટલે પાછું આકાશનું હતું તેવું સ્વરૂપ થઈ ગયું. તે જોઈને વે. રાગ્ય પામેલો રાજા બોલ્યા કે અહા! બહુ આશ્ચર્યની વાત છે કે તેવા પ્રકારનું ઘનવૃંદ વાયુથી ઉડેલ અર્કના તુલની જેમ ક્ષણવારમાં દષ્ટનષ્ટ થઈ ગયું. અહે! જેમ એ અભ્રપટલ તેમ સંસારમાં બીજું બધું ક્ષણવિનશ્વર છે.” કહ્યું છે કે - . " विद्युदुद्योतवल्लक्ष्मी-रिष्टानां संगमाः पुनः / मार्गस्थतरूविश्रांत-सार्थसंयोगसंनिभाः" // લક્ષ્મી વીજળીના ચમકારા જેવી છે, અને માર્ગમાં રહેલ વૃક્ષતળે વિશ્રામ લેનારા મુસાફરોના સંગ જે ઈષ્ટ સમાગમ છે.” વળી જે પ્રભાતે હોય છે તે બપોરે જોવામાં આવતું નથી અને જે બપોરે જોવામાં આવે છે તે રાત્રે દેખાતું નથી. એ રીતે આ સં. સારમાં પદાર્થોની અનિત્યતા દેખાય છે. રમણીય જણાતું તારૂછય ઇંદ્રચાપની જેવું ક્ષણિક છે, પ્રિયજનના નિર્વાહમાં સ્નેહને રંગ પણ પતંગના રંગ જે છે. વિષયે બધા આપાતમધુર (શરૂઆતમાં મધુર) પણ પ્રાંતે દારૂણ છે. અહે! આ સંસારમાં સાચું કંઈજ જોવામાં આવતું નથી. સંસાર સદા અસારજ છે. પ્રતિક્ષણે ક્ષીણ થતું આ શરીર પ્રાણુના લક્ષ્યમાં આવતું નથી, પરંતુ તે જળમાં રહેલા કાચા કુંભની જેમ ક્ષણે ક્ષણે ગળી જાય છે. પગે પગે આઘાત પામતા વધ્ય જનની જેમ દિવસે દિવસે મૃત્યુ પ્રાણીની પાસે પાસે આવે છે. અને અહો! માતા, પિતા, ભાઈ, પ્રિયા અને પુત્રના દેખતાં આ પ્રાણ શરણરહિત થઈ પોતાના કર્મવેગે યમને ઘેર ચાલ્યો જાય છે, અર્થાત મૃત્યુ પામે છે. એ પ્રમાણે આ સંસારમાં બધું અનિત્ય જ છે. કહ્યું છે કે - " जरा जाव न पीडइ, वाही जाव न वडइ / जाव इंदिया न हायंति, ताव धम्मं समायरे" // હે પામર પ્રાણું! જ્યાં સુધી તને જરા સતાવે નહીં, વ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #62
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. vvvvvvvv ધિઓ વધે નહીં અને ઇન્દ્રિયે હાની પામે નહીં, ત્યાં સુધીમાં ધર્મ સાધી લે.” ખરેખર! તે જ મહાનુભાવ પુણ્યવંત છે, કે જેમાં રાજ્યને તજીને સદ્ગુરૂની પાસે વ્રત અંગીકાર કરે છે. હું અન્ય રાજ્યલંપટ છું. હવે મારૂં યવન તે વ્યતિત થઈ ગયું છે, તેથી વગર વિલંબે મારે પ્રવ્રયા લેવી ગ્ય છે. ભાર્યા સુત અને આ રાજ્યાદિક કેના? (મારાં નહીં).” આ પ્રમાણે વિચાર કરતો રાજા વૈરાગ્યવારિધિપર ચડો, અને સ્વજને સમક્ષ તેણે પંચમુષ્ટિ લેચ કરવાનો આરંભ કર્યો. એ રીતે રાજાને વિરક્ત અને વાત્સુક જોઈને અંતઃપુરજને અત્યંત દુ:ખિત થઈને કહ્યું કે:-“હે પ્રાણપ્રિય ! તમારી રાજ્યપરિ ત્યાગની વાતુલ્ય વાર્તા સાંભળીને અમારું હૃદય શતખંડ થઈ જાય છે. હે સ્વામિન્ ! હે જીવિતેશ્વર ! પ્રસન્ન થાઓ, અને એ આગ્રહ મૂકી દો. એ કર્કશ તપ ક્યાં? અને આ સુકુમાળ એવું તમારું શરીર કયાં? માટે આ રાજ્ય ભોગ અને પ્રજાનું પાલન કરે. તથા સુભટની રક્ષા કરે.” એ પ્રમાણે પ્રબળ સનેહને વશ થયેલી પિતાની વલ્લભાઓને જોઈને તેને પ્રતિબોધવા રાજા બોલ્યો કે હે પ્રિયાઓ સાંભળે:– “જન્મકુવં કરવું, મૃત્યુ પુનઃ પુનઃ. संसारसागरे घोरे, तस्माज्जागृत जागृत" // . “આ ભયંકર સંસારમાં જન્મ, જરા અને મરણનું દુ:ખ વારંવાર પ્રાણપર તરાપ મારે છે, માટે જાગૃત થાઓ, જાગૃત થાઓ.’ આ દેહમાં રહેલા કામ, ક્રોધ, અને લોભરૂપ તસ્કરો તારૂં જ્ઞાનરત્ન હરી લે છે, માટે જાગૃત થાઓ, જાગૃત થાઓ. માતા, પિતા, ભાયા, ભાઈ, ધન અને ગૃહ–એમાંનું તારું કશું નથી, માટે જાગૃત થાઓ, જાગૃત થાઓ. વ્યવહારની બહુ કાળજી રાખતાં અને આશાથી બંધાતાં મનુષ્ય પોતાનું ક્ષણે ક્ષણે ક્ષીણ થતું આયુષ્ય જોઈ શકતા નથી, માટે જાગૃત થાઓ, જાગૃત થાઓ. હે ચેતન ! જરા, વ્યાધિ અને મૃત્યુ-એ ત્રણે તારી પછવાડે લાગ્યા છે, માટે પ્રમાદ ન કર અને વિચાર કર્યા વિના જાગૃત થઈને પલાયન કર. આ ભાગી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #63
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથને પૂર્વભવ. જવા જે સ્થાને વિસામો ખાવા કેમ બેઠે છે? ઈંદ્ર અને ઉપેદ્રાદિ પણ બધા મરણના પંજામાં ફસાય છે, તે અહો ! તે કાળની પાસે આ પ્રાણીઓને કણ શરણભૂત છે? દુઃખરૂપ દાવાનળની પ્રજવલિત જવાળાથી ભયંકર ભાસતા આ સંસારરૂપ વનમાં બાળમૃગની જેમ પ્રાણુઓને કેણ શરણ છે? કેઈ નથી.” આ પ્રમાણેના સંવેગના રંગથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને મેહનીય કર્મને ક્ષપશમ થતાં તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે પોતાના પુત્ર મહેંદ્રને રાજ્યપર બેસાડી રાજાએ પિતે ભદ્રા ચાર્ય ગુરૂની પાસે જઈ દીક્ષા અંગીકાર કરી, અનુક્રમે તે અગ્યાર અંગ અને ઐાદ પૂર્વ ભણ્યા. પછી ગુરૂની આજ્ઞા લઈને નિર્મમ, નિરહંકારી, શાંતાત્મા અને નૈરવ રહિત એવા તે રાજર્ષિ એકલવિહારી અને પ્રતિમા ધર થઈ ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ રહેવા લાગ્યા, તથા શત્રુ મિત્રમાં સમાન વૃત્તિવાળા, અને કાંચન–પાષાણમાં તુલ્ય બુદ્ધિવાળા એવા તે મહાત્માને વસતિમાં કે ઉજડમાં, ગામમાં કે નગરમાં કયાંઈ પણ પ્રતિબંધ રહ્યા નહીં. તેઓ એક માસનમણે પારણું, બે માસનમણે પારણું, ત્રણ માસખમણે પારણું, એમ અનુક્રમે બાર માસનમણે પારણું કરતા હવા. એવા ઉગ્ર તપથી નાના પ્રકારની લબ્ધિઓ ઉત્પન્ન થતાં તે પુણ્યાત્મા ના દેહ તુષ જે હલક ( શુષ્ક) થઈ ગયે. તે વખતે તેમને શું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. એકદા તે અરવિંદષિ અષ્ટાપદની યાત્રા કરવા ચાલ્યા. રસ્તે જતાં તેમને વ્યાપારને માટે પરદેશ જતે સાગરદત્ત નામને સાથે વાહ મળે. એટલે સાગરદત્તે તે મુનીશને પૂછયું કે તમે કયાં જશે?’ મુનિ બોલ્યા કે - અષ્ટાપદપર ભગવંતને વંદન કરવા જશું.” સાથે શે પુન: પૂછયું કે –હે સાધે! તે પર્વત પર કયા દેવ છે ? તે ચૈત્ય ને મૂત્તિ કોણે કરાવ્યાં છે અને તેમને વંદન કરવાથી ફળ શું પ્રાપ્ત થાય?” એટલે અરવિંદ રાજર્ષિએ તેને આસભણી જાણીને કહ્યું કે –હે મહાનુભાવ! ત્યાં દેવના સર્વ ગુણથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #64
--------------------------------------------------------------------------
________________ nonnnnnnnnnnnn 48 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર યુક્ત અરિહંત દેવ છે, તેમનામાં અનંત ગુણો હોય છે, અને તેઓ અઢાર દેષથી રહિત હોય છે. કહ્યું છે કે -અજ્ઞાન, ક્રોધ, મદ, માન, લોભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શેક, અસત્ય વચન, તેય, મત્સર, ભય, હિંસા, પ્રેમ, ક્રિયા પ્રસંગ અને હાસ્ય-એ અઢાર દેષ જેમના નાશ પામ્યા છે તે દેવાધિદેવને હું નમસ્કાર કરૂં છું.’ ત્યાં અષ્ટાપદ ઉપર રાષભાદિક ચાવશે તીર્થંકરની પ્રતિમાઓ છે. ઈક્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલા શ્રી આદિનાથ પ્રથમ તીર્થકરના પુત્ર ભરત ચક્રવતીએ અષ્ટાપદપર એક મોટું દિવ્ય ચેત્ય કરાવ્યું છે. તેમાં અષભાદિ ચાવીશ જિનેશ્વરની સ્વ સ્વ વર્ણ અને પ્રમાણુવાળી રત્નની પ્રતિમાઓ કરાવીને તેણે સ્થાપના કરી છે. તેમને વંદન કરતાં નરેંદ્રપણાને અને સ્વર્ગના સામ્રાજ્યપદ (ઇદ્રપણાને) લાભ તો પ્રાસં. ગિક મળે છે, એનું મુખ્ય ફળ તે મોક્ષની પ્રાપ્તિ થાય તે છે. જેમનું ભાગ્ય વધારે જાગૃત હોય, તેઓ જ તેમનું પૂજન અને દર્શન કરી શકે છે. તેમની પૂજા કરવાથી બંને દુર્ગતિ (નર્કગતિને તિર્યંચગતિ) ને ક્ષય થાય છે. વળી તે સાર્થેશ! સાંભળઃ– જે ભળે જિનાજ્ઞાને માથાના મુગટતુલ્ય માને છે, સદ્દગુરૂની સામે અંજલિ જોડવી તેને લલાટનું ભૂષણ સમજે છે, શાસ્ત્રશ્રવણને કર્ણનું ભૂષણ સમજે છે, સત્યને જીહાનું ભૂષણ માને છે, પ્રણામની નિર્મળતાને હૃદયનું ભૂષણ ગણે છે, તીર્થ તરફના ગમનને પાદયુગલનું ભૂષણ માને છે તથા જિનપૂજનને અને નિવિકલપ દાનને પિતાના હસ્તનું ભૂષણ માને છે તેજ આ ભવસાગરને સત્વર તરી જાય છે. જે વિકઃપવાળા ચિત્તવડે દેવાર્શન કરે છે. તે પોતાના પુણ્યને હારી જાય છે. એ સંબંધમાં બે વણિકપુત્રનું દષ્ટાંત કહેવાય છે તે સાંભળ:- પ્રતિષ્ઠાનપુરમાં બે વણિક બ્રાતા હતા. તે એકદા જુદા થયા, એટલે નંદક અને ભદ્રક એવા તેમણે બે દુકાન માંડી. તે બંને શ્રાવક હતા. ભદ્રક પ્રભાતે ઉઠીને જ દુકાને જતો અને નંદક જિનમંદિ૨માં દરરોજ જિનપૂજા કરવા જતા. તે વખતે ભદ્રક વિચારતો કે - અહો ! આ નંદક ધન્ય છે, કે જે બીજા સર્વ કાર્યનો ત્યાગ કરી પ્રભાતે ઉઠીને દરરોજ જિનપૂજા કરે છે, અને હું તો પાપી, અ૯૫ P.P.AC. Gunratnasuri M.S. JUIT Gun Aaradhak Trust
Page #65
--------------------------------------------------------------------------
________________ 0 , પાર્શ્વનાથને પૂર્વભવ.. ધનવાળે અને ધન મેળવવામાં આસક્ત છું, તેથી પ્રભાતે અહીં ટકાને બેસીને દરરોજ પામર જનનાં મુખ અવલેકું છું, માટે મારા * જીવતરને ધિક્કાર છે.”એ રીતે શુભ દયાનરૂપ જળથી તે પિતાના પાપમળને સાફ કરતો હતો, અને તેની અનુમોદનારૂપ ઉદકથી પિતાના પુણ્યબીજનું સિંચન કરતા હતા, તેથી તેણે સ્વર્ગીય બાંધ્યું; અને નંદક જિનપૂજા કરતાં આ પ્રમાણે વિચારતું હતું કે મારા દેવપૂજાના વખતમાં ભદ્રક દુકાને બેસી બહુ ધન ઉપાર્જન કરે છે, પણ હું શું કરું ? મેં પ્રથમ અભિગ્રહ લીધો છે તેથી મારે દેવપૂજા કરવા આવવું પડે છે. આ દેવપૂજાનું શુભ ફળ મળવું તે તે દૂર છે, બાકી વ્યાપારની હાનિરૂપ ફળ તો સદ્ય જ મળે છે. આવા કુવિકલ્પથી દેવપૂજા કરતાં છતાં તે પોતાનું પુણ્યધન હારી ગયે. તેણે વ્યંતરજાતિના દેવનું આયુ બાંધ્યું. ભદ્રક જિનપૂજાના અનુમેદનથી સધર્મ દેવલોકમાં દેવપણું પાપે અને નંદક કુવિકલ્પથી વ્યંતર દેવ થયા.” માટે કુવિકલ્પથી જિનપૂજા ન કરવી, પણ શુભ ભાવથી જિનાર્ચનન્કરવું. હવે કુવિકલ્પથી આપેલ દાનનું ફળ સાંભળ - “ઉજ્જયિનીમાં ધન્ય નામને વણિકપુત્ર વ્યાપારને માટે પિતાની દુકાને બેઠે હતો. એવામાં કઈ અણગાર માસખમણને પારણે ભિક્ષા લેવા નીકળ્યા. કારણકે-મુનિને પ્રથમ પિરસીએ સજજાય, બીજીએ ધ્યાન, ત્રીજીએ ગોચરી અને એથીએ પુનઃ સજા કરવા નું કહેવું છે. ધન્યવણિક ભિક્ષાને માટે ફરતા મુનિને જોઈને ભાવથી તેમને બોલાવી તેમના પાત્રમાં અખંડધારાએ વ્રત વહોરાવતાં તેણે ઉચ ગતિ ઉપાર્જન કરી અને વધતા જતા તેના પુણ્યને વિઘાતન થવા માટે મુનિએ તેને અટકાવ્યું નહિ. એવામાં તે દાતાના મનમાં આવ્યું કિ–“અહો ! આ એકાકી મનિ આટલા બધા વૃતને શું કરશે ? કે જેથી તેઓ ઘત લેતાં વિરમતા નથી.” એ વખતે તેણે દેવલોકનું આયુ બાંધ્યું હતું, એટલે જ્ઞાની મુનિએ તેને કહ્યું કે:-“હે મુગ્ધ ! તુ ઉચગતિ બાંધતે નીચે ન પડ.” તે બે કે આવું અને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #66
--------------------------------------------------------------------------
________________ vanvvvvvvv 10 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. mann સંબદ્ધ ન બેલે!” એટલે મુનિ બોલ્યા કે –“હે ભદ્ર ! મને વૃતનું દાન આપતાં તેં દેવલોકનું આયુષ્ય બાંધ્યું છે, પણ હવે કુવિકલ્પ કરવાથી તું અર્ધગતિ બાંધે છે.” એટલે તે શ્રાવક પુનઃ બે કે - હે મહાત્મન ! હવે ફરીને દાન દઉં કે જેથી ઉત્તમ ગતિ બંધાય.” મુનિ બોલ્યા કે -ભથી (આશીભાવથી) તેવું ફળ ન થાય!” પછી અનુક્રમે મરણ પામીને તે ધન્ય આઠમા સહસ્ત્રાર નામના દેવલોકમાં દેવતા થયે અને ફરી પણ વિકલ્પ રહિત સુપાત્રદાન આપતાં પરિણામે તે મુક્તિ પામે.” આ પ્રમાણે અરવિંદ રાજષિની સાથે રહેવાથી સાગરદત્ત સાર્થવાહ દરરેજ ધર્મશિક્ષા સાંભળવા લાગ્યું. પરિણામે કલ્પવૃક્ષની પ્રાતિ સમાન ગુરૂસંગ પામીને તે સાથેવાહ સર્વથા મિથ્યાત્વ તજીને સમ્યકત્વ પામે. અનુક્રમે અરવિંદમુનિની સાથે ચાલતાં જે વનમાં મરૂભૂતિને જીવ ગજરાજ થયે છે તે વનમાં સાગરદત્ત સાર્થવાહ સાથે સહિત આવ્યું. ત્યાં નજીકમાં એક મેટું સરોવર હતું, તે કમળવનમાં ભમતાં ભ્રમરનાં ગુંજારવના મિષથી આતિથ્ય કરવા જાણે મુસાફરોને બેલાવતું હોય તેવું જણાતું હતું, શબ્દાયમાન હંસ, સારસ અને ચક્રવાક પક્ષીઓ જાણે તેના ગુણ ગાતા હોય તેમ જણાતું હતું અને મુનીશ્વરેના મનની જેવા સ્વચ્છ જળથી તે ભરેલું હતું. તે સરેવરપર સાર્થને નીર, ઈધન વિગેરેથી અન્નપાચનાદિ ક્રિયા કરવા લાગ્યા. એવામાં મરૂભૂતિ કરીશ્વર હાથણીઓથી પરિવૃત્ત થઈને તે સરોવરમાં પાણી પીવા આવ્યા. ત્યાં જળપૂર્ણ સરોવરમાં હાથણીઓ સાથે બહુ કાળ રમીને બહાર આવી તે સરોવરની પાળપર ચડ્યો. ત્યાં દિશાઓને અવલોકતાં તે સાર્થને જેવાથી કૃતાંતની જેમ મુખ અને નેત્રને તામ્ર કરી શ્રવણયુગલને નિષ્પકંપ કરતે, શુંડાદંડને કુંડળાકાર કરતે, ગર્જનાથી દિશાઓને પૂરતો તે હાથી સાથે જનેને ત્રાસ પમાડવા લાગ્યા તેથી પુરૂષ, સ્ત્રીઓ, વાહનો અને કરભાદિક બધા દશે દિશામાં પલાયન કરવા લાગ્યા. એ અવસરે જ્ઞાનવાન અરવિંદરાજર્ષિ જ્ઞાનથી તે હાથીને બેધકાળ જાણીને ત્યાં કાર્યોત્સર્ગો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #67
--------------------------------------------------------------------------
________________ પાર્શ્વનાથને પૂર્વભવ. 51 રહ્યા. તે હાથી પોતાના જાતિવભાવથી કોધાવેશવડે દૂરથી તે મુનિની સન્મુખ દે. પણ તેમની નજીક આવતાં તેમની તપશ્રીના પ્રભાવથી જાણે અંજાઈ ગયેલ હોય તેમ તે મુનિની સમક્ષ એક નૂતન શિષ્ય ની જેમ ઉભા રહ્યા. એટલે તેના ઉપકારને માટે કાર્યોત્સર્ગ મારીને તે મુનિ શાંત અને ગંભીર વાણીથી હાથીને પ્રતિબંધ આપવા લાગ્યા –“હે ગજેંદ્ર! તું પિતાના મરૂભૂતિના ભવને કેમ સંભારતે નથી? અને મને અરવિંદરાજાને કેમ એળખતે નથી? પૂર્વે મરૂભૂતિના ભવમાં અંગીકાર કરેલ આહંત ધર્મને કેમ ભૂલી જાય છે? હે ગજરાજ! એ બધું સંભાર! શ્વાપદ જાતિથી થયેલ આ મહજન્ય અજ્ઞાનને તજી દે.” આ પ્રમાણેનાં તે મુનિનાં અમૃત સમાન વચનનું કર્ણપટથી પાન કરતાં તે ગજરાજ શુભ અધ્યવસાયથી તત્કાળ જાતિસમરણ પામે–એટલે હર્ષાશ્રુથી લોચનને આદ્ધ કરી, દરથી શરીરને નમાવી, પોતાની સુંઢથી મુનિરાજના ચરણયુગલને સ્પર્શ કરી, સંવેગને પામેલ તે ગજરાજે મસ્તક નમાવીને તે મુનિરાજને નમસ્કાર કર્યો. એટલે પુનઃ તે મુનિ ગજેંદ્રને કહેવા લાગ્યા કે –“હે ગજરાજ! સાંભળ. આ નાટક સમાન સંસારમાં જીવ નટની જેમ અનેક પ્રકારનાં રૂપ ધારણ કરે છે. તું પૂર્વ ભવમાં બ્રાહ્મણ અને તત્વજ્ઞ શ્રાવક હતું, અને અત્યારે સ્વજતિના અજ્ઞાનથી મૂઢાત્મા હાથી થયે છે. હવે તે સંબંધી બહુ ખેદ કરવાથી સર્યું. હવે તે હે ગજરાજ! પૂર્વજન્મ - પ્રમાણે તું વિષય અને કષાયને સંગ તજી દે અને સમતારસને ભજ. અત્યારે તું સર્વવિરતિ પાળવા સમર્થ નથી, તથાપિ આ ભવમાં દેશવિરતિ ધારણ કરી શકાય છે, માટે પૂર્વ ભવે અંગીકાર કરેલ બાર વ્રતરૂપ શ્રાવક ધર્મ તને પ્રાપ્ત થાઓ.” આ પ્રમાણે અરવિંદરાજર્ષિએ કહેલ ધર્મનું રહસ્ય શ્રદ્ધાસહિત સુંઢના અગ્રભાગથી તેણે સ્વીકારી લીધું. વરૂણ હાથણી પણ તેની જેમ જાતિસ્મરણ પામી; એટલે તેને સ્થિર કરવા મુનિરાજે ફરી પણ એકવાર ધર્મોપદેશ આપે. પછી ગજરાજ શ્રાવાક થઈ મુનિને નમસ્કાર કરીને પરિવાર સહિત સ્વસ્થાને ગયે. એટલે પુનઃ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #68
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર, બધા લોકો ત્યાં એકત્ર થયા, અને તે હાથીના બધથી વિસ્મય પામી કેટલાક જનોએ દીક્ષા લીધી અને કેટલાક શ્રાવક થયા. તે વખતે સાગરદત્ત સાર્થેશ પણ જિનધર્મમાં દઢાશયવાળે થયે. પછી તે અરવિંદરાજર્ષિએ અષ્ટાપદ પર્વત પર જઈને બધી જિનપ્રતિમાઓને વંદન કર્યું, અને ત્યાં અનશન કરી કેવળજ્ઞાન પામીને અચલ, અર્જ, અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિક એવા સિદ્ધિસ્થાનને પ્રાપ્ત થયા. ' - હવે પેલો કુંજર શ્રાવક થઈને સમભાવને ભાવતે, જીવદયા પાળતે, ષષ્ઠાદિ તપ કરતે, સૂર્યના કિરણેથી ગરમ થયેલ અચિત્ત જળપાનથી અને શુષ્ક પત્રાદિકથી પારણું કરતો હાથણુઓ. સાથેની ક્રિીડાથી વિમુખ થઈ મનમાં વિરક્ત ભાવ લાવીને આ પ્રમાણે વિચારવા લાગ્યું કે:-અહે! જેઓ મનુષ્યભવ પામીને પ્રત્રજ્યા ધારણ કરે છે તે પુરૂષને ધન્ય છે. ગત ભવમાં મનુષ્યજન્મ પામીને હું વૃથા હારી ગયે. હવે શું કરું? અત્યારે તે હું પશુ છું.” આ પ્રમાણે ભાવના ભાવતાં અને જેવા તેવા વન્ય આહારથી કુક્ષિ પૂરણ કરતાં, રાગદ્વેષને વર્જતાં, અને સુખ દુઃખમાં સમભાવ ધારણ કરતાં તે ગજેંદ્ર વખત ગાળવા લાગ્યો. * હવે કમઠ રેષને લીધે મરૂભૂતિનો વધ કરવાથી ગુરૂથી અપમાન પામતે અને બીજા તાપસોથી નિંદાતો વિશેષ આર્તધ્યાનને વશ થઈ મરણ પામીને કુર્કટ જાતિને (ઉડતો) સર્પ થયે. તે અટવીમાં પોતાના દર્શન માત્રથી પણ સર્વ પ્રાણીઓને ભયંકર થઈ પડ્યો. તે દાઢ, પક્ષવિક્ષેપ, નખ અને પોતાની ચંચથી જતુઓને યમની જેમ સંહાર કરતો હતે. એકદા સરોવરમાં સૂર્યથી સંતપ્ત થયેલ પ્રાસુક જળ પીવા આવેલા તે ગજરાજને ત્યાં આવી ચડેલા પેલા પાપી કુર્કટે જ. એવામાં દેવગે પાણી પીતાં તે હાથી કાદવમાં મગ્ન થઈ ગયે, અને તપથી શરીર અશક્ત થયેલું હોવાથી તેમાંથી નીકળવાને અશક્ત થઈ ગયે. તેને પિલે સર્પ કુંભસ્થળપર ડા, એટલે આખા શરીરમાં તેનું વર્ષ પ્રસર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #69
--------------------------------------------------------------------------
________________ પાર્શ્વનાથને પૂર્વભવ. : પડ્યું આ અવસરે પોતાનું અવસાન કાળ નજીક જાણુને તે હાથીએ ચતુવિધ આહારનું “મવરદં વર” એમ પૂર્વભવના અભ્યાસથી પચખાણ કર્યું, અને સમ્યકત્વનું સ્મરણ કર્યું:- અરિહંત મારા દેવ, સુસાધુ મારા ચાવજ જીવ ગુરૂ અને જિનપ્રણીત મારે ધર્મ એ સમ્યકત્વ હું અંગીકાર કરું છું.” તથા અઢાર પાપસ્થાનનું તે આ પ્રમાણે સ્મરણ કરવા લાગ્ય:-પ્રાણાતિપાત, મૃષાવાદ, અદનાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલડુ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ અરતિ, પરંપરિવાદ, માથામૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય-એ અઢાર પાપસ્થાનેને હું ત્યાગ કરું છું.” એમ તે ચિંતવવા લાગ્યું. તથા:– - “વામિ સત્ર નીવે, બીવ વસંત છે ! मित्ती मे सव्व भूएसु, वेर मज्झं न केणइ" // - “સર્વ જીવેને ખમાવું છું, સર્વ જી મારા પર ક્ષમા કરે, સર્વ પ્રાણીઓ પર મારે મૈત્રીભાવ છે. કઈ પ્રાણુ સાથે મારે વૈરભાવ નથી. તેમજ વળી:–“હું સર્વ પ્રાણુઓને ખમાવું છું અને તેઓ મારા પર ક્ષમા કરે. સર્વ જી સાથે મને મૈત્રી થાઓ અને . શ્રીવીતરાગનું શરણ મને પ્રાપ્ત થાઓ.” - ઈત્યાદિક ભાવના ભાવતાં તે ગજરોજ એકમનથી પરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે-વ્યાધિ અથવા મૃત્યુમાં પર તે નિમિત્ત માત્ર છે, પ્રાણીને પોતાના કર્મોનુસાર જ શુભાશુભ ફળ પ્રાપ્ત થાય છે. " આ પ્રમાણે વિચારતા શમસુધાથી સિક્ત થઈ ધર્મધ્યાન ધ્યાવતાં મરણ પામીને તે હાથી આઠમા સહસ્ત્રાર નામના દેવલોકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળો દેવ થયું. ત્યાં એક અંતમુહૂર્તમાં તે બે દેવદૂષ્ય વસ્ત્રના મધ્યમાંથી ઉત્પ ન્ન થઈને ઉડ્યો. તે અવસરે ત્યાં હાજર રહેલા સેવકદેવ અને દેવગનાઓ શય્યામાં બેઠેલા, તરૂણ પુરૂષાકાર, સવગે વિભૂષિત, રત્નકુંડળ, મુગટ અને ઉજવલ હાર વિગેરેથી અલંકૃત શરીરવાળા અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #70
--------------------------------------------------------------------------
________________ 54. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. તરતમાંજ ઉત્પન્ન થયેલા તે દેવને જોઈને આ પ્રમાણે કહેવા લાગ્યા:“હે નાથ ! ચિરકાળ જય પામે, આનંદ પામે, અમને આજ્ઞાવડે અનુગ્રહિત કરે, અમ અનાથના નાથ થાઓ, અમે તમારા કિંકર છીએ, આ સમસ્ત લક્ષમી આપને સ્વાધીન છે, જે રીતે આપને રૂચે તે રીતે તેને ઉપભેગ કરે.” પછી તે દેવ સ્નાનમંગળ કરી, પિતાના ક૫ (આચાર) પુસ્તક વાંચી, શાશ્વત ચિત્યમાં રહેલી પ્રતિમાની પૂજા કરી સ્તવીને તેના સભાસ્થાનમાં આવ્યું. ત્યાં દેવ અને દેવીઓએ મંગળક્રમ શરૂ કરતાં સંગીતામૃતમાં લીન થઈને તે દિવ્ય ભેગ ભેગવવા લાગ્યું. કહ્યું છે કે–દેવલેકમાં દેવતાઓને જે સુખ છે તે સુખ મનુષ્ય સો જીભ હોય અને સો વર્ષ પર્યત કહ્યા કરે તે પણ સંપૂર્ણ કહી ન શકે. દેવતાઓ કેશ, અસ્થિ, માંસ, નખ, રેમ, રૂધિર, વસા, ચર્મ, મુત્ર અને પુરીષ-એ તમામ અશુચિ વિનાના, સુગંધી શ્વાસોશ્વાસવાળા, પ્રવેદ રહિત, નિર્મળ દેહવાળા, અનિમેષ લેનવાળા, મનઃ સંકલ્પ પ્રમાણે કાર્યને સાધનારા, અશ્લાન પુષ્પમાળાવાળા અને ચાર આંગળ ભૂમિથી ઉંચે રહેનારા હોય છે એમ જિનેશ્વરે કહેવું છે.” હવે વરૂણા હાથનું દુસ્તપ તપ તપી પ્રાંતે અનશન કરી મર- - ણ પામીને બીજા દેવલોકમાં દેવી થઈ. મહા રૂપ લાવણ્ય સંપત્તિથી અધિક એવી તે દેવીને ત્યાંના કેઈ પણ દેવ પર પ્રેમ આવતે નહતે. માત્ર ગજેને જીવ જે દેવ થયેલે તેના સમાગમના વિચારમાં તે લીન રહેતી. અહીં ગજેંદ્રને જીવ દેવતા પણ તેના પર રાગી છેવાથી તેને અવધિજ્ઞાનથી પોતાના પર આસક્ત જાણીને તેની પાસે જઈ તેને સહઆર દેવલોકમાં લઈ આવ્યું. પૂર્વ જન્મના સંબંધથી તેને તેના પર અત્યંત સનેહ થયે કહ્યું છે કે-“પ્રથમના બે દેવલોકના દે કાયાથી (મનુષ્યવત) વિષય સેવે છે, ત્રીજા અને ચોથા દેવલોકના દેવે સ્પર્શમાત્રથી, પાંચમાં અને છઠ્ઠા દેવકના દે રૂપ જેવા માત્રથી, સાતમા અને આઠમા દેવલોકના દે શબ્દ શ્રવણ માત્રથી અને બાકીના ચાર દેવકના દેવે મનથીજ વિષય સેવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #71
--------------------------------------------------------------------------
________________ પાર્શ્વનાથને પૂર્વભવ. તેની ઉપરના નવ રૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનના દેવો અપ્રવિચાર એટલે વિષયવૃત્તિ વિનાના અને તેનાથી અનંતગુણા સુખી હોય છે.” - હવે તે દેવ દેવી સાથે કઈવાર નંદીશ્વર દ્વીપે જઈને શાશ્વત જિનપ્રતિમાના અર્ચન અને ગીતગાનથી, કેાઈવાર મહામુનિઓની ઉપાસનાથી, કઈવાર નંદનવનની દીર્ઘકાઓમાં જળકીડા કરવાથી અને કોઈ વાર ગીત વાજિત્રના નિત્ય મહત્સવ રૂપ મહારસથી આનંદ મેળવતો હતો અને તેની સાથે સ્વેચ્છાએ ક્રીડા કરતે હતે. ત્યાં વિષયસુખ ભેગવતાં તેમને અસંખ્યાત કાળ વ્યતીત થયે. અહીં કેટલાક સમય વ્યતિત થયા પછી કુટેરગ મરણ પામીને ધૂમ્રપ્રભા નામની પાંચમી નરક પૃથ્વીમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળે નારકી થયે. ત્યાં પાંચમી નરકની વિવિધ પ્રકારની વેદના તે સહન કરવા લાગ્યું. સિદ્ધાંતમાં કહ્યું છે કે નરકમાં નારક જી પરમ તીણ અને મહાભયંકર એવા જે દુખ સહન કરે છે તેનું કરડ વરસે પણ કેણ વર્ણન કરી શકે? અગ્નિદાહ, સામલિના વૃક્ષપરથી પતન, અસિવનમાં ભ્રમણ અને વૈતરણીમાં વડન તેમજ પ્રહારશત સહન વિગેરે નારકજી જે વેદના સહન કરે છે તે સર્વ પૂર્વભવમાં કરેલા પાપનું–અધર્મનું ફળ છે. કમઠને જીવ નારકી થચેલે ત્યાં અલ્પકાળ પણ શાંતિ પામ્યું નહીં. . | ‘સૂર્ય જેમ નિત્ય સમસ્ત અંધકારને હરે છે, તેમ પૂર્વ સં. ચિત તમારા દુરિતને સર્વ દિશાઓમાં મેઘની જેમ નિરંતર અત્યંત ગજારવ કરતા શ્રી પાર્શ્વનાથ રૂપ કરી (હસ્તી) પોતાની શુડાથી દૂર કરે” દેવસુખમાં નિમગ્ન થયેલે, સુરેદ્રને પૂજ્ય, રૈલોક્યથી જેમના ચરણ વંદિત છે એ, વિષયવાસના નષ્ટ થવાથી પ્રધાન ભુવનમાં પ્રસિદ્ધ અને નામથી મહેંદ્રતિલક એ તે પાર્શ્વજિનને વિશદ છવ જયવંત વર્તો. // इति श्रीतपगच्छे श्रीजगचंद्रसरिपट्टपरंपरालंकारश्रीहेमविमलम्रिसंतानीयश्रीहेमसोमसूरिविजयराज्ये पंडितश्रीसंघवीरगणि. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #72
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. - शिष्यपंडित श्रीउदयवीरगणिविरचिते श्रीपार्श्वनाथगद्यवं धलघुचरित्रे प्रथमद्वितीयतृतीयभववर्णनो नाम प्रथमः सर्गः। प्रथमो मरुभूतेरवतारः द्वितीयो ____ गजावतारः तृतीयश्च देवावतारः / पार्श्वनाथ चरित्रस्य, सर्गः प्रथम एव च / पंडितोदयवीरेण, गद्यबंधेन निर्मितः / / 1 // द्वितीय सर्ग. સરસ્વતી, શાસનદેવતા અને ગુરૂના ચરણબુજને ભાવથી પ્રણામ કરીને દેવગુરૂના પ્રસાદથી કર્ણામૃતરૂપ થયેલા દ્વિતીય સને હું સામ્યભાવથી કહું છું. પૂર્વમહાવિદેહમાં સુકચ્છ નામના વિજયમાં વૈતાઢ્ય પર્વતપર ધનથી પરિપૂર્ણ એવી તિલકપુરી નામે નગરી છે. તે ઉંચા, મનેહર, રંગિત અને ધવલ પ્રસાદની શ્રેણીથી શોભાયમાન છે, સર્વદા અનેક વિદ્યાધરની શ્રેણથી વિરાજિત છે, અને ચેરાશી ચટા તથા દુકાનની પંક્તિઓથી તે ઉપશોભિત છે. ત્યાં સકળ વિદ્યાધરને સ્વામી, પિતાના યશરૂપ જળથી અશેષ દિશાઓના મુખને પ્રક્ષાલિત કરનાર, પિતાના આચારમાં વર્તવાથી અને પ્રજાનું રક્ષણ કરવાથી શિષ્ટ, પ્રશિષ્ટ, દુષ્ટ અને ન્યાયનિષ્ટએવી ખ્યાતિને પામેલો વિઘુગતિ નામે રાજા હતા. તેને રૂ૫, લાવણ્ય અને સૈભાગ્યાદિક ગુણેથી અન્ય સ્ત્રીઓમાં તિલક સમાન તિલકાવતી નામે પટરાણ હતી. તે રાણીની સાથે રાજા મનવાંછિત વિષયસુખ લેગવતે હતે. અન્યદા આઠમા દેવલોકથી ગજને જીવ દેવ અવીને તિલકાવતી રાણીના ઉદરમાં અવતર્યો. શુભ દિવસે અને શુભ લગ્ન સમયે તે રાણુઓ બત્રીસ લક્ષણવાળા પુત્રને જન્મ આપે. પિતાએ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #73
--------------------------------------------------------------------------
________________ પાર્શ્વનાથને પૂર્વભવ. 57 . બાળકનું કિરણગ નામ રાખ્યું. પાંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતે તે કુમાર અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યું, અને લેખશાળામાં અભ્યાસ કરવા લાગ્યા. શાસ્ત્ર અને શસ્ત્ર વિગેરેની બહેતર કળામાં પ્રવીણ અને અડતાલીશ હજાર વિદ્યામાં પારંગત થયેલે તે કુમાર અનુક્રમે વૈવનાવસ્થા પામ્યું. એટલે રાજાએ મોટા વંશમાં ઉત્પન્ન થયેલા સામંતરાજની કન્યા પદ્માવતી સાથે મહદ્ધિસૂચક મહે ત્સવપૂર્વક તેને પરણાવ્યું, અને યુવરાજ પદવી આપી. કેટલાક વખત પછી ગુરૂસંગથી રાજ સંવેગ પાયે, એટલે કિરણવેગને રાજ્યપર સ્થાપન કરી સચિને તે આ પ્રમાણે કહેવા લાગે –“હે પ્રધાન ! આજથી તમારે આ સ્વામી છે, સ્વપ્નમાં પણ તમારે એની આજ્ઞા ઓળંગવી નહિ. હે સેવકે! આ કિરણગને તમારે મારી જેવોજ સમજી લે.” પછી રાજાએ કિરણગકુમારને પણ કહ્યું કે:-“હે વત્સ ! તારે પણ આ રાજલકનું સારી રીતે પાલન કરવું. મેટે અપરાધ થતાં પણ માત્ર બાહ્યાવૃત્તિથી રેષ બતાવ, અંતરમાં તેના પર રોષ રાખવે નહીં, સમુદ્રની જેમ મર્યાદા ઓળંગવી નહિ, પંડિતેની સાથે સમાગમ કર, છૂતાદિ વ્યસનો કદાપિ ન સેવવા, તથા દુર્ગુણમાં અનાદર કરે, સવામી, અમાત્ય, રાષ્ટ્ર, દુર્ગ, કેશ, બળ અને મિત્રવર્ગરૂપ સપ્તાંગ રાજયલક્ષ્મીની સંભાળ રાખવી. હે વત્સ ! રાજ્યને અંતે નરક છે, તેથી રાજ્ય કરતાં પણ ધર્મકાર્યમાં આદર કર.” એ પ્રમાણે શિક્ષા આપી સમસ્ત જનોને ખમાવીને શ્રતસાગર ચારણમુનિની પાસે તે રાજાએ દીક્ષા અંગીકાર કરી, અને નિરતિચાર ચારિત્ર પાળી પ્રાંતે અનશન કરી કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા. - હવે કિરણગ રાજા પિતાની રાજ્યસંપત્તિ પામીને નીતિશાસ્ત્રાનુસારે પ્રજાને પાળવા લાગ્યું, “જ્ઞાન છતાં મૈન, શક્તિ છતાં ક્ષમાં અને દાન દેતાં છતાં લાઘાની અનિચ્છા-એ ગુણએ ગુણાનુ બધીપણાથી પ્રસવ (સહોદર) હોય તેમ તેનામાં વાસ કર્યો હતા. તેમજ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #74
--------------------------------------------------------------------------
________________ 58 શ્રી પાર્શ્વનાથ ચરિભાષાંતર nnnnn આ “નિંત નીતિનિgT યાદ્રિ વા તવંતુ, . लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् / अद्यैव वा मरणमस्तु युगांतरे वा, न्यायात्पथः प्रविचलंति पदं न धीराः"॥ નીતિનિપુણ જન ભલે નિંદા કરે કે સ્તુતિ કરે, લક્ષમી સ્વેચ્છાએ આવે કે ભલે ચાલી જાઓ, અને મરણ આજેજ આવે કે યુગના અંતે આવો–તથાપિ ધીર પુરૂષ ન્યાયમાથી કદિપણ ચળાયમાન થતા નથી.” આ નીતિવાક્યને તેણે હૃદયમાં ધારણ કરી રાખ્યું હતું. અનાસક્ત મનથી પદ્માવતીની સાથે વિષયસુખ ભેગવતાં તે રાજાને ધરણગ નામે પુત્ર થયે. અનુક્રમે રાજ્ય ભેગવતાં ઘણું વર્ષો વ્યતિત થઈ ગયા. એકદા નગર બહાર નંદનવન નામના ઉદ્યાનમાં ભવ્યજનોરૂપ કમળને પ્રફુલ્લિત કરતા, પાપને વાત કરતા અને ગ્રામાનુગ્રામ વિચરતા વિજયભદ્ર નામે આચાર્ય પધાર્યા. તેમની સાથે સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર એવા અનેક સાધુઓ હતા. વનપાળકે આવીને કિરણગ રાજાને વિજ્ઞપ્તિ કરી કે;–“હે રાજેદ્ર! આજ આપના નંદનવન ઉદ્યાનમાં બહુ મુનિઓથી પરિવૃત્ત વિજયભદ્ર આચાર્ય પધાર્યા છે. તે સાંભળીને રાજાએ હર્ષ પામી તેને વધામણી આપી. પછી ઉદ્યાનમાં જઈને તેણે સર્વે મુનિઓને ભક્તિપૂર્વક વંદન કર્યું. નગરલોક પણ ગુરૂને વંદન કરવા આવ્યા. એટલે રાજા અને લોકેના અનુગ્રહ નિમિત્તે ગુરૂમહારાજે ધર્મદેશના આપવાનો પ્રારંભ કચી: " आसाद्यते भवांभोधौ, भ्रमद्भिर्यत्कथंचन / मुग्धैस्तत्माप्य मानुष्यं, हा रत्नमिव हार्यते " // “ભવસાગરમાં ભમતાં મહાકટે માનવભવ પામીને અહે! મુગ્ધજને રતન હારી જાય તેમ તેને હારી જાય છે. તેમજ:–“આ અપાર સંસારમાં કઈ રીતે મનુષ્યભવ પામીને જે પ્રાણી વિષયસુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #75
--------------------------------------------------------------------------
________________ કાકિણી નિમિત્તે રનહારકની કથા. ખની લાલચમાં લપટાઈને ધર્મ સાધતે નથી, તે મૂર્ખશિરોમણી સમુદ્રમાં બૂડતાં શ્રેષ્ઠ નાવને મૂકીને પાષાણને બાથ ભરવા જેવું કરે છે.” વળી ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે જેમ કાકિણી (કેડી)ને માટે મોટે ભાઈ સહસ્ત્ર રત્ન હારી ગયો અને કાચી કેરીનું ભક્ષણ કરવા જતાં રાજા રાજ્યને હારી ગયે, તેમ વિષયસુખને નિમિત્તે જીવ નરભવ હારી જાય છે. આ સંબંધમાં કહેલ દષ્ટાંત નીચે પ્રમાણે છે - સેપારક નગરમાં બે ભાઈઓ રહેતા હતા, ધનદત્ત અને દેવદત્ત નામના તે બંને ભ્રાતા શ્રાવક હતા અને પરસ્પર સ્નેહપૂર્વક વ્યાપાર કરતા હતા. તેમાં લઘુ બંધુ જિન ધર્મમાં અત્યંત આ સક્ત હતા, તે બે વખત જ પ્રતિકમણ કરતે, ત્રિકાળપૂજા કરતો અને સામાયિક આવશ્યક તથા પૈષધાદિક કરતે અને વ્યાપાર પણું કરતે હતે. એકદા મટે ભાઈ નાના ભાઈને કહેવા લાગ્યો કે - “હે બાંધવ! હાલ તે લક્ષમી ઉપાર્જન કર, પછી વૃદ્ધપણામાં ધર્માનુષ્ઠાન કરજે.”એટલે લઘુ બંધુ બોલ્યા કે હે ભ્રાત ! મારૂં કથન સાંભળ. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે - " यावत्स्वस्थमिदं शरीरमरूनं यावजरा दूरतो, यावञ्चें दियशक्तिरप्रहिता यावत्क्षयो नायुषः। आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महान् , संदीप्ते भवने तु कूपखननं प्रत्युद्यमः कीदृशः"॥ “જ્યાં સુધી આ શરીર નિરોગી અને સ્વસ્થ છે, જ્યાં સુધી જરા દૂર છે, ઇન્દ્રિયોની શક્તિ કાયમ છે અને જ્યાં સુધી આયુષ્ય ક્ષીણ થયું નથી, ત્યાંસુધીમાંજ સુજ્ઞજને આત્મકલ્યાણને ઉધમ કરી લેવા. આગ લાગે ત્યારે પછી કો ખોદવો એ ઉધમ શા કામને?” એકદા મોટા ભાઈએ કહ્યું કે:-“હું દ્રવ્ય ઉપાર્જન કરવા દેશાંતર જઈશ. આ ધન અને ઘર બધું તારે સંભાળવાનું છે, માટે કાળજી રાખજે.” એમ કહીને તે દેશાંતર ચાલ્યું. અનુક્રમે રેહણ P.P.AC. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust
Page #76
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ચળપર જઈને વેપાર કરવા લાગ્યો, ત્યાં તેણે પંદર વર્ષમાં એક હજાર રત્ન ઉપાર્જન કર્યા, પછી તેણે ચિંતવ્યું કે –“હવે હું ઘરે જાઉં, વ્યાપારથી સર્યું.” એમ નિશ્ચય કરીને તે પોતાના ગામ તરફ ચાલ્યું. બધાં રત્નો એક નવલિકા (વાંસળી) માં ભરી તેને કટી પર બાંધીને તે તૈયાર થઈ એક સારા સાથે સાથે ચાલતાં પોતાના નગરની પાસેના ગામમાં આવ્યું. ત્યાં તે ભેજન કરવા રેકાણે, અને એક દુકાન પર નવલિકા મૂકીને ભેજનને માટે અન્નાદિ સામગ્રી લઈ તે સરોવરને કાંઠે ગયે. તે વખતે તેના હાથમાં એક કાણું કેડી રહી હતી, તેને જમીન પર મૂકી અન્ન પકાવી જમીને દુકાન પરથી નવલિકા લઈ કેડપર બાંધીને તે પિતાના નગર ભણું ચાલ્યું, પણ પેલી કાણું કેડી સરોવરની પાળે મૂકી હતી તે ત્યાંજ વિસરી ગયો. રસ્તે જતાં હવે માત્ર થડે દિવસ જ બાકી હતો, તેથી તે ઉતાવળે જવા લાગ્યું. એવામાં તે કેડી યાદ આવી એટલે “અરે ! મારે હવે શું કરવું? કેડી તે ત્યાંજ રહી ગઈ, માટે હું પાછો લેવા જાઉં.” એમ નિશ્ચય કરીને ત્યાં પીપળાના વૃક્ષ નીચે એક ખાડો ખોદી તેમાં નવલિકા મૂકીને કેડી લેવાને તે પાછા વળે, ત્યાં જઈ કેડી લઈને જેટલામાં પાછો વળે, તેવામાં રાત પડી એટલે તેજ ગામમાં રાત્રિ રો હવે તે વખતે કોઈ કઠીઆરે તે વૃક્ષ ઉપર બેઠો હતો. તેણે તે ખાડામાં નવલિકા રાખતાં તેને જે, એટલે તેના ગયા પછી તે બહાર કહાડી પોતાને ઘેર લઈ જઈને દીવાના પ્રકાશમાં તે બધું જેવા લાગ્યું. તે મૂર્ખશેખર કંઈ પણ જાણ ન હતો, તેથી તેણે વિચાર્યું કે –“અરે! શું આ કાચના કટકા હશે ? એનું મારે શું પ્રયેાજન છે? પ્રભાતે કેઈને પણ આપી દઈશ, એટલે તે મને આના બદલામાં કંઈક અનાદિક આપશે.” એમ વિચારીને લાકડાને ભારે માથે લઈને અને પેલા ધનદત્તના નામવાળી નામયુક્ત તે નવલિકાને વસ્ત્રને છેડે બાંધીને તે નગરસન્મુખ ચાલ્યું. અહીં લધુ ભ્રાતા દેવદત્ત પોતાને ઘેર બેઠે છે, ત્યાં તેને તેની માતાએ કહ્યું કે:-“હે વત્સ! તારે માટે ભાઈ ધર્મદર દેશાંતર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #77
--------------------------------------------------------------------------
________________ કાકિણી નિમિત્તે રત્નાહારકની કથા. mmmmmmmmmm ગ છે, તેને ઘણું દિવસો થઈ ગયા, તેના સમાચાર માત્ર પણ નથી, માટે ક્યાંક તપાસ કર અને કેઈને પૂછ.' આ પ્રમાણે તેની માતા તેને વારંવાર કહેતી હતી, તેથી આજે તે દેવદત્ત જળપાત્ર હાથમાં લઈને નગરની બહાર નીકળે, અને તેણે મનમાં વિચાર્યું કે –“કઈ પણ જતે આવતે માણસ મળે તે માટે તેને મારા ભાઈના ખબર પૂછવા.” એમ ધારીને તે આગળ ચાલે. એવામાં આગળ ચાલતાં રસ્તામાં માથે ભારે લીધેલ અને શ્રમિત થયેલ પેલે કઠીઆરે તેને સામે મળે. એટલે તે કઠીઆરે કહ્યું કે હે પુરૂષોત્તમ! હે શ્રેષ્ઠિત્ ! શ્રમિત અને તુષિત છું, માટે મને પાણી પા.” તે સાંભળીને દેવદત્ત બે કે-આ લે, જળપાન કર.” એમ કહીને તેણે તેને પાણી પાયું. પછી જળપાન કરી ક્ષણભર વિસામે લઈ સંતુષ્ટ થઈને તે બે કે –“હે શ્રેષિના મારા વસ્ત્રમાં કંઈક બાંધેલું છે, તે તને બતાવું.” એમ કહીને તેણે ધનદત્તના નામવાળી નવલિકા બતાવી, તે નવલિકાપર પોતાના ભાઈનું નામ જોઈને તેણે પૂછ્યું કે હે ભદ્ર! આ નવલિકા તને ક્યાંથી મળી?” એટલે તેણે સત્ય કહ્યું કે-“હું તેને પીછાનતું નથી, પણ કઈક પુરૂષ રસ્તે જતાં આ નવલિકાને ખાડામાં દાટીને કંઈક વિચારતે તરત પાછા વજે. તે જોયું હતું, તેથી વૃક્ષથી નીચે ઉતરી આ લઈને ઘરે જઈ દીપકના પ્રકાશમાં મેં જોઈ તે તેમાં કાચના કટકા દીઠા. માટે મને કંઈક દ્રવ્ય આપીને આ તું લઈ લે.” એટલે તેને થોડું દ્રવ્ય આપીને તે નવલિકા લઈ બંધુનું આગમન જાણીને મુદિત થતે તે સન્મુખ ગયો. એવામાં મેટ ભાઈ રાત્રિભર પિલા ગામમાં રહીને સૂર્યોદય વખત ચાલ્યા, અને તે ખાડા પાસે આવ્યો. ત્યાં દ્રવ્યસ્થાન જુએ છે, તો ત્યાં દ્રવ્ય ન હોવાથી તે વિલાપ કરવા લાગ્યા. રૂદન કરતા કરતા તે વારંવાર જમીનપર આળોટીને બકવાદ અને આકંદન કરવા લાગ્યું. તથા “અહો ! બધું ગુમાવ્યું એમ અલવા લાગ્યા, એવામાં લઘભાઈ દેવદત્ત ત્યાં આવી પહોંચ્યા, પણ PAC Gunrannasuri MS Jun Gun Aaradhak Trust
Page #78
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર, ધનદત્ત ગ્રહિતપણાથી તેને ઓળખી શક્યો નહિ એટલે લઘુ ભ્રાતાએ તેને નવલિકા આપી. તેને જોતાંજ તે સાવધાન થઈ ગયો અને તે નવલિકાને ચુંબન અને આલિંગન દેવા લાગે. પછી બંને ભાઈ અન્ય સ્નેહાલિંગન કરીને ઘરે આવ્યા. ત્યાં બધા સ્વજન મળ્યા અને મુદિત થયા. પછી સ્નાન, ભેજન કરી જ્યેષ્ઠ ભ્રાતાએ પૂછ્યું કે:-“હે બધે! તે શું ઉપાર્જન કર્યું?” એટલે લઘુ બંધુ બે કે –“હે બંધે! સાધર્મિવાત્સલ્યાદિકમાં મેં બહુ ધનનો વ્યય કર્યો, તે મેં ઉપાર્જન કર્યું અને એજ મારી મુખ્ય નવલિકા જાણવી.” ષ્ટ બંધુએ કહ્યું કે-“જે, મેં તે બહુ ધન ઉપાર્જન કર્યું.”નાને ભાઈ બેલ્યો કે:-“હે બ્રાત! તે બહુ ધન ઉપાર્જન કર્યું, પણ તે બધું ગુમાવ્યું, અને પુન: મારા પુણ્યથી તને પ્રાપ્ત થયું.” આ પ્રમાણે કહેવાથી ધનદત્ત સમયે. પછી પુણ્યકાર્ય કરીને તે બંને ભાઈ સુખી થયા અને પરભવમાં દેવગતિને પામ્યા. તે માટે હે ભવ્ય જનો ! સાંભળે-જેમ એક કાકિણી નિમિત્તે તે ધનદત્ત હજાર રત્ન હારી ગયા, તેમ પુષ્પમાળા, ચંદન, વનિતા અને ધનાદિકના સુખે કાકિણરૂપ છે, તેને માટે આ જીવ સહસ્ત્ર રત્ન સમાન મોક્ષસુખ હારી જાય છે, માટે ભવ્ય જનોએ ધર્મને માટે યત્ન કરો અને પ્રમાદને સર્વથા ત્યાગ કરે. કારણકે - પ્રમાદ પરમ શ્રેષી છે, પ્રમાદ પરમ રિપુ છે, પ્રમાદ મુક્તિના ચાર છે અને નરકના સ્થાનરૂપ છે.” માટે ધર્મ કરે. તે ધર્મ યતિધર્મ અને ગૃહસ્થ ધર્મ-એમ બે પ્રકાર છે. તેમાં યતિધર્મ દુષ્કર છે અને શ્રાવકધર્મ બાર વ્રતરૂપ સુકાર છે. તેમાં મુખ્ય પાંચ આગવ્રત છે તે આ પ્રમાણે છે: -અહિંસા એટલે પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મિથુનવિરમણ અને પરિગ્રહનું પ્રમાણુ અથવા વિરમણ. તેમાં પ્રથમ પ્રાણાતિપાતવિરમણ વ્રતનું ફળ શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલ છે –“કૃપાવડે આદ્ર ચિત્ત રાખવાથી દીર્ઘ આયુષ્ય મળે છે, શ્રેષ્ઠ શરીર અને ઉચ્ચતર ગેત્ર, ઘણું ધન અને બહુ બળ મળે છે, ઉંચા પ્રકારનું સ્વામિત્વ, અખંડ આરોગ્ય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #79
--------------------------------------------------------------------------
________________ ભીમ કુમારની કથા. અને ત્રણે જગતમાં અતિશય પ્રશંસા પ્રાપ્ત થાય છે, તેમજ સંસારસાગર સુતર (સુખે તરી શકાય તે) થાય છે. વળી:-ધન, ધેનુ અને ધરાના આપનારા વસુધા પર સુલભ છે, પણ પ્રાણુઓને અભય આપનાર પુરૂષ લેકમાં દુર્લભ છે. મનુષ્ય કૃમિ, કીટ અને પતંગ તથા તૃણ અને વૃક્ષાદિકમાં પણ સર્વત્ર દયા કરવી, કારણકે પિતાના આત્મા પ્રમાણે બીજાને પણ સમજે.” તે વ્રતમાં આ પ્રમાણે પાંચ અતિચાર તજવાના કહેલા છે:–“વધ, બંધન, છવિ છેદ, અતિભાર આરોપણ યા પ્રહાર અને અન્નાદિકનો નિરોધ–એ પાંચ અતિચાર પણ હિંસારૂપ કહ્યા છે.” તેની વ્યાખ્યા આ પ્રમાણે છે:-“વધ એટલે ચતુષ્પદાદિકને નિર્દય થઈને મારવું તે. બંધ એટલે રજજુ વિગેરેથી નિર્દય રીતે તેમને બાંધવું તે. છવિચ્છેદ એટલે કાન, નાસિકા, ગળું, કંબળ અને પુછાદિકને છેદવું તે. પ્રહાર એટલે નિર્દય રીતે દંડાદિકને પ્રહાર કરે છે અથવા અતિભારાપણ તે તેની શક્તિને વિચાર ન કરતાં તેના પર બહુ ભારનું આરોપણ કરવું તે. અને ભક્તપાન . નિષેધ એટલે યોગ્ય અવસરે તેને ભક્તપાનનો નિષેધ કરે તે. એ પાંચ અતિચારો ત્યાજ્ય છે. જે પ્રાણ પોતે જીવરક્ષા કરે છે અને બીજા પાસે પણ કરાવે છે, તે ભીમકુમારની જેમ અદ્દભૂત સમૃદ્ધિને પામે છે. તેની કથા આ પ્રમાણે છે:– આજ ભરતક્ષેત્રમાં કમલપુર નામે નગર છે. ત્યાં પ્રજાપાલક અને ન્યાયનિષ્ઠ એવો હરિવાહના નામે રાજા રાજ્ય કરતે હતો. તેને શીલ–અલંકારથી વિભૂષિત મદન સુંદરી નામની વલ્લભા પટરાણ હતી. તે એકદા સુખે સુતી હતી એવામાં પોતાના ઉત્સંગમાં રહેલા સિંહને સ્વપ્નમાં જોઈને તેણે તે હકીકત રાજાને નિવેદન કરી, એટલે રાજા પણ તે સાંભળીને આનંદ પામ્યું. પછી પ્રભાતકૃત્ય કરી સભામાં આવીને રાજાએ સ્વપ્નશાસ્ત્રમાં વિશારદ એક બ્રાહ્મણને બોલાવીને આસન આપી બેસાડીને પૂછયું કે –“હે નિમિત્તજ્ઞ! સ્વનેનાં ફળ કહો” એટલે બ્રાહ્મણ બોલ્યો કે:–હે નરેંદ્ર ! સાંભળ-શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે કે જે સ્વપ્નમાં ગાયપર, બળદ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #80
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્રભાષાંતર. પર, વૃક્ષપર, શૈલપર, પ્રાસાદપર કે હાથી પર આરોહણ કરવાનું જેવામાં આવે અથવા પોતાનું રૂદન કે અગમ્ય સ્થાનમાં ગમન જે. વામાં આવે તો તે મરણ સૂચક છે. વસ્ત્ર, અન્ન, ફળ, તાંબૂલ, પુષ્પ, દીપ, દધિ, વજા, રન, ચામર અને છત્ર—એ જે મંત્રથી મેળવેલા સ્વપ્નમાં જોવામાં આવે તે ધનપ્રદ થાય છે. દેવનું દર્શન થાય તો તે ધન્ય છે અને અર્ચન તે વિશેષે ધન્ય છે. રાજ્યલાભ, પયપાન અને સૂર્ય તથા ચંદ્રના દર્શનથી લક્ષમીને લાભ થાય છે. પોતાને તૈલ અને કુંકુમથી લિપ્ત, ગીત નૃત્યમાં તત્પર અથવા હસતે જુએ તો તે દુઃખદ થાય છે. આ પંડિતોક્તિ અન્યથા ન સમજવી. વિશેષમાં , પ્રશસ્ત શુકલ બધું શુભ છે અને નિંદ્ય કૃષ્ણ બધું અશુભ છે. હે દેવ! ઈત્યાદિ સ્વપ્નશાસ્ત્રમાં બહુ વાત કહેલી છે. આ પ્રમાણે સાંભળીને રાજાએ પુન: પૂછયું કે –“આજ રાત્રે સ્વપ્નમાં પેતાના ઉલ્લંગમાં રાણુએ સિંહ જ છે, તે હે પંડિત ! તેનું શું ફળ પ્રાપ્ત થશે ?" એટલે તે બે કે હે રાજન્ !તમને પુત્રને લાભ થશે.” પછી રાજાએ અત્યંત સંતુષ્ટ થઈ તે બ્રાહ્મણને સન્માનપૂર્વક બહુ ધન આપીને વિસર્જન કર્યો. અનુકમે રાણીએ સારા સમયે અતિ તેજસ્વી પુત્રને જન્મ આપે. એટલે કુળક્રમાનુસારે ઉત્સવપૂર્વક રાજાએ તે પુત્રનું ભીમ એવું નામ રાખ્યું. તે ભીમકુમાર પાંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતો અનુક્રમે માતપિતાના મનોરથની સાથે વૃદ્ધિ પામવા લાગ્યો. તેને બુદ્ધિસાગર મંત્રીના પુત્ર અતિસાગરની સાથે મિત્રાઈ થઈ. તે તેને પરમ ઈષ્ટ અને પરમ વલ્લભ થઈ પડ્યો. એક ક્ષણવાર પણ તે તેના વિયેગને સહન કરી શક્તા નહિ. અનુક્રમે ભીમ કુમાર શાસ્ત્ર અને શસ્ત્રાદિ કળામાં પ્રવીણ થયે. એકદા રાજ રાજસભામાં પુત્રની સાથે ઉચિતાસન પર બેઠે હતો, એવામાં વનપાલકે આવીને વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામિન ! દિવ્ય વાણુવાળા દેવચંદ્ર મુનીદ્ર ચંપક ઉધાનમાં પધાર્યા છે.” તે સાંભળી હર્ષથી રોમાંચિત થઈને રાજાએ એક મુગટ સિવાય બધા અલંકારે પોતાના અંગપરથી ઉતારીને તેને ઈનામમાં આપી દીધા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #81
--------------------------------------------------------------------------
________________ ભીમ કુમારની કથા. પછી કુમાર, મંત્રી અને સામંતાદિ સહિત રાજા મુનીંદ્રને વંદન કરવા ગયે. ત્યાં ઉત્તરાસંગ કરી અંજલિપૂર્વક ગુરૂમહારાજને વંદન કરીને રાજા યથાસ્થાને બેઠે. ગુરૂમહારાજે દુરિતનો ઇવંસ કરનારી ધર્મલાભરૂપ આશીષ આપી. પછી તેમણે આ પ્રમાણે ધર્મદેશના આપી: હે ભવ્યજને ! જેમ કેઈ કાચબો અગાધ સરોવરમાં રહેતો હતો, ત્યાં વાયુથી શેવાલ દૂર થઈ જતાં તે અવકાશમાંથી તેણે ચંદ્રમાને છે, પરંતુ પુન: વાયુવડેજ તે અવકાશ શેવાલથી પૂરાઈ જતાં તે કાચબાને ચંદ્રના દર્શન દુર્લભ થઈ પડ્યાં, તેમ પ્રાણને મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ સમજવી. જેને અનુત્તરવિમાનવાસી દેવતાઓ પણ પ્રયત્નથી પામી શકે છે, એવા આ માનવભવને પામીને ઉત્તમ જનોએ શિવમાર્ગમાં અવશ્ય યત્ન કરો.” ઈત્યાદિ બહુધા ગુરૂકથિત ધર્મદેશના સમ્યફ પ્રકારે સાંભળીને ભાલતલપર અંજલિ રચીને રાજા ગુરૂને ભક્તિપૂર્વક નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરવા લાગ્યું કે:-“હે પ્રભો! હું યતિધર્મ ગ્રહણ કરવામાં અશક્ત છું; માટે કૃપા કરીને મને ગૃહસ્થ ધર્મ આપ, એટલે ગુરૂમહારાજે રાજાને સમ્યકત્વમૂળ બાર વ્રતરૂપ ગ્રહથધર્મ આપે. રાજાએ તે ધર્મને સમ્યગરીતે સ્વીકાર કર્યો. ભીમકુમાર પણ તે દેશના સાંભળીને શ્રદ્ધાયુક્ત થયે, એટલે ભીમકુમારને યોગ્ય * જાણુને પુનઃ મુનીંદ્ર બોલ્યા કે –“હે ભીમ ! સાંભળ:“ધર્યો રહ્યા નનન, વન શિક રાઇવિનોનઃ | શ્રદ્ધાતિવદ્યુમેણં, પુરવાનિ નિવિજાત્યાન” | “દયા એ ધર્મની માતા છે, કુશળ કર્મને વિનિયોગ એ તેને પિતા છે, શ્રદ્ધા એ તેની વલ્લભા છે, અને સમસ્ત સુખે એ તેના અપત્ય છે.” માટે હે ભીમ ! તારે સર્વદા દયા પાળવી. નિરપરાધી જીની હિંસા ન કરવી, અને મૃગયા–શિકાર વિગેરેને તે સર્વથા તારે અભ્યાસજ ન કર.” પછી ભીમે નિરપરાધી જીવોના વધનું પ્રત્યાખ્યાન કર્યું અને સમ્યક્ત્વ પણ પામે, એટલે પુનઃ મુનિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #82
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ~ ~ ~ ~ બોલ્યા કે-“હે કુમાર! તું ધન્ય છે. તું બાળ છતાં તારી મતિ વૃદ્ધ જેવી છે. વળી ભીમને વ્રતમાં સ્થિર કરવા માટે પુન: મુનિએ કહ્યું કે:-“હે ભદ્ર! નિરપરાધી જીની હિંસા ન કરવાના સંબંધમાં એક ઉદાહરણ સાંભળ:– કેઈક છ પુરૂષ એક ગામનો નાશ કરવાને ચાલ્યા, તેમાં એક બે કે –“દ્વિપદ અને ચતુષ્પદ વિગેરે બધાને નાશ કરે.” બીજો બોલ્યો કે - પશુવધથી આપણને શું પ્રજન છે? માત્ર મનુષ્યોને વધ કરે.” ત્રીજો બે કે:-“પુરૂષને વધ કરો, પણ સ્ત્રીઓને વધ ન કર.” એ છે કે જેમના હાથમાં શસ્ત્ર હોય એવા પુરૂષને મારવા, બીજાને ન મારવા.” પાંચમ છે કે જેઓ આપણે ઘાત કરવા સામા આવે તેમને મારવા, બીજા શસ્ત્રધારીને ન મારવા.” છ બેત્યે કે –“કેઈને પણ મારવાની જરૂર નથી, માત્ર તેની સાર સાર વસ્તુજ લઈ લેવી.” એમના મનની ભિન્નતાને લીધે કૃષ્ણ, નીલ, કાપત, તેજસ, પદ્ધ અને શુકલ એ છ લેશ્યાઓ થઈ. એમ જાણીને શુકલ લેહ્યા ધારણ કરવી. કહ્યું છે કે –લઘુકમી ઉત્તમ જને અલ્પ ઉપદેશથી પણ ભીમકુમારની જેમ કુપ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે.” પછી ભીમકુમારે મુનીશ્વરને પૂછયું કે:-“હે પ્રભો ! આપને આવી તરૂણાવસ્થામાં વૈરાગ્ય પામવાનું કારણ શું થયું ? " એમ પૂછતાં મુનીશ્વર બેલ્યા કે:-“હે ભીમ ! સાંભળ: કુંકણુદેશમાં સિદ્ધપુર નામનું નગર છે. ત્યાં ભુવનસાર નામે રાજા રાજ્ય કરતા હતા. તે એકદા સભામાં બેઠે હતે, એવામાં દક્ષિણદેશના નૃત્ય કરનાર આવ્યા. તેમણે સમ-તાલયુક્ત મૃદંગાદિક તથા તાલ, છંદ અને રાગને અનુસરતું “તાતા ટૅગ ઢંગતિ ઘપ મય E Èતા થંગનિ થંગનિ વિધિકટિ ધિધિકટિ પૂર્વક–સુંદર આલાપ કરીને પ્રેક્ષય (નાટક) શરૂ કર્યું, એટલે સભામાં બેઠેલ રાજા તે જેવાને લયલીન થઈ ગયે. એવામાં દ્વારપાળે આવીને વિજ્ઞપ્તિ કરી કે -પ્રભે! અષ્ટાંગ નિમિત્તને જાણનાર કોઈ નૈમિત્તિક આવે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #83
--------------------------------------------------------------------------
________________ * * * * * * * * * * ભીમ કુમારની કથા. તે આપનું દર્શન કરવા ઈચ્છે છે.” રાજાએ કહ્યું કે-“આ અવસર કર્યો છે? દેવતાઓને પણ દુર્લભ એવું આ નાટક થાય છે તે જોતા નથી ?:”એટલે અમાત્ય બે કે –“હે સ્વામિન્ ! એમ ન કહે, નાટક સુલભ છે, પણ અષ્ટાંગ નિમિત્તજ્ઞ પુરૂષ દુર્લભ છે.” પછી રાજાની આજ્ઞાથી દ્વારપાળે તે નૈમિત્તિકને સભામાં પ્રવેશ કરાવ્યું, એટલે જેના હાથમાં પિથી છે અને જેની આકૃતિ સુંદર છે એ વેત વસ્ત્રધારી તે રાજાની પાસે આવ્યું, અને મંત્રોચ્ચારપૂર્વક રાજાને આશીર્વાદ દઈને યાચિત સ્થાને બેઠે. એટલે રાજાએ તેને પૂછ્યું કે –“હે નિમિત્તજ્ઞ! તમને કુશળ છે? એટલે દીન વાણીથી નિમિત્તજ્ઞ બે કે:-“હે સ્વામિન્ ! કુશળ તે એવું છે કે જે કહી પણ ન શકાય.” આથી રાજા સાશંક થઈને બોલ્યો કે:-“શું વાદળ ત્રુટી પડશે?” તે બે કે:-“હે રાજન ! તમે જે બોલ્યા, તે સત્ય જ છે.” એટલે પુન: સાશંક થઈને રાજાએ આદરપૂર્વક કહ્યું કે-“હે ભદ્ર! જ્ઞાનથી જે તમારા જાણવામાં આવતું હોય, તે નિ:શંકપણે કહે.” નૈમિત્તિક બોલ્યો કે:-“હે સ્વામિન્ ! બહુ કહેવાથી શું ? ટુંકામાંજ કહું છું કે એક મુહૂર્ત પછી પૃથ્વી પર મેઘ એવી રીતે મુશળ ધારાથી વરસશે કે જેથી પ્રસાદ, મંદિરાદિ બધું જળમય અને એક સમુદ્રાકાર થઈ જશે.” આ પ્રમાણે સાંભળીને સર્વે સભાસદે સસંભ્રમિત થઈ ગયા. એવામાં તે એકદમ ઉત્તર દિશાને પવન પ્રગટ થયે અને ઈશાન ખુણામાં એક કળામાત્ર જેટલું અભ્રપટલ પ્રગટ થયું; એટલે નિમિત્તજ્ઞ બે કે-“હે લેકે! જુઓ, જુઓ, આ વાદળું બધા આકાશને ઢાંકી મૂકશે.” એમ તે બોલે છે તેવામાં તો તે વાદળું આકાશમાં સર્વત્ર વ્યાપ્ત થઈ ગયું. એટલે સભાસદો બધા સ્વસ્થાને ગયા, અને નાટક વિસર્જન કરવામાં આવ્યું. એ વખતે આકાશમાં એકદમ એ ગરવ થયે કે જેથી વસુધા જાણે ભય પામી હેય તેમ પ્રતિશબ્દથી મુંબારવ કરવા લાગી, તથા ઉદંડ વીજળીના ઝબકારા જાણે મહીમંડલને ગ્રસ્ત કરવાને ઇચ્છતા હોય તેમ પ્રસરવા લાગ્યા અને રાજા વિગેરેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #84
--------------------------------------------------------------------------
________________ 28 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર nomnomannamm જેતા વરસાદ મુશળધારાએ વસવા લાગ્યા. ક્ષણવારમાં બધું જળથી વ્યાપ્ત થઈ ગયું. નગરમાં હાહાર થઈ રહ્યો. લેકે આકંદ કરવા લાગ્યા. નગરમાં મેટે ક્ષેભ થા. પાણી કયાંય પણ માતું ન હતું. તે વખતે રાજા, અમાત્ય અને નિમિત્તજ્ઞ–એ ત્રણે એક સાત ભૂમિવાળા આવાસપર ચડ્યા. નગરજનેનું આકંદન સાંભળીને રાજા દુઃખિત થવા લાગ્યા. પાણ વધતું વધતું અનુકમે સાતમી ભૂમિકાએ પહોંચ્યું. તે જોઈને રાજ વિચાર કરવા લાગ્યો કે:-“અહે! ધમન કરવાથી મને આ સંકટ પ્રાપ્ત થયું, મેં કંઈ પણ સુકૃત ન કર્યું, મારૂં આયુષ્ય ક્ષીણ થઈ ગયું. અહો! વિષયમાં આસકત મન હોવાથી મેં જિતેંદ્રભાષિત ધર્મ ના આરાધ્યું. અહે! મેં આ જન્મ વૃથા ગુમાવ્યું. કહ્યું છે કે - મનુષ્યના સો વર્ષના પરિમિત આયુષ્યમાંથી અર્ધ આયુ રાત્રિનું જાય છે, તે અર્ધનું અર્ધ બાલવ અને વૃદ્ધત્વમાં જાય છે, અને બાકીનું વ્યાધિ,વિયેગ અને દુઃખમાં સમાપ્ત . થાય છે. અહા ! જળતરંગના જેવા ચપળ જીવિતમાં પ્રાણુઓને સુખ કયાં છે?” થેરના વૃક્ષને માટે હું કલ્પવૃક્ષ હાર્યો, કાચના કટકાને માટે ચિંતામણિ હાર્યો, આ અસાર સંસારના મેહમાં લીન થઈને હું મૂઢ ધર્મને હારી ગયે. હવે હું શું કરું? અને ક્યાં જાઉં?” એમ વિચારીને રાજા બે કે –“મને અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીભાષિત ધર્મનું શરણ થાઓ.” આ પ્રમાણે રાજા વિકલ્પ કરે છે એવામાં પાણી નજીક આવ્યું. એટલે રાજા અંતરમાં નમસ્કાર ચિંતવવા લાગ્યું. એ વખતે એક હાણ તેની સન્મુખ આવ્યું. તે જેઈને સચિવ બેત્યે કે:-“હે રાજન ! કઈ દેવતાએ તમને આ વ્હાણું કહ્યું જણાય છે, માટે એની ઉપર આરૂઢ થાઓ.” એમ સાંભળીને રાજા જેટલામાં તે વહાણમાં ચડવાને પગ ઉપાડે છે, તેવામાં ન મળે મેઘ કે ન મળે ગરવ. પ્રથમ પ્રમાણે જ પિતાને સભામાં સ્વસ્થ બેઠેલા જોયે, અને ગીત નૃત્યાદિ મહોત્સવથી મુદિત થયેલા સર્વલેકે પણ જોવામાં આવ્યા. એટલે રાજાએનિમિત્તજ્ઞને પૂછ્યું કે - હે દેવજ્ઞ! આ તે શું આશ્ચર્ય નૈમિત્તિક બે કે –“હે રાજેદ્ર! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #85
--------------------------------------------------------------------------
________________ ભીમ કુમારની કથા, કરવા માંજ રાચરીરમાં પવિત્રતા મેં વિદ્યાના બળથી તમને ઇંદ્રજાળ બતાવી.” એટલે રાજાએ પ્રસન્ન થઈને તેને બહુ ધન આપી વિસર્જન કર્યો. પછી તે ઇંદ્રજાળ જોઈને રાજ્યથી વિરક્ત થયેલ રાજા મનમાં આ પ્રમાણે ચિંતવવા લાગે કે –“અહો! જેવું આ ઇંદ્રજાળનું સ્વરૂપ ક્ષણિક જોવામાં આવ્યું, તેવું જ તારૂણ્ય, સ્નેહ, આયુ અને વૈભવાદિક બધું સંસારનું ક્ષણિક સ્વરૂપ છે. વળી આ દેહ અપવિત્ર છે. કારણકે –“રસ, રક્ત, માંસ, ચરબી, અસ્થિ, મજજા, શુક, આંતરડા અને ચર્મ–ઈત્યાદિ અશુચિ પદાર્થોનાં સ્થાનરૂપ આ શરીરમાં પવિત્રતા કયાંથી હોય?” વળી “જ્યાંથી જન્મવું. તેમાંજ રક્ત થવું અને જેનું પાન કરવું તેનું જ મર્દન કરવું-અહો આમ હોવા છતાં મૂઢ જનેને વૈરાગ્ય કેમ થતું નથી?” હું કેણુ અને કયાંથી આવ્યું? મારી માતા કેણ અને મારા પિતા કેણુ?” આ પ્રમાણે વિચાર કરતાં આ લેકનો બધો વ્યવહાર સ્વપ્ન જે લાગે છે. વળી–સછિદ્ર કુંભમાં રહેલ જળની જેમ આયુ નિરતર ગળતું જાય છે અને વાયુથી ચલિત થયેલ દીપકકલિકાની જેમ લક્ષમી ચલાચલ છે. એ રીતે જગત સર્વ અનિત્ય હોવાથી હવે મારે આત્મા તેમાં રક્ત થતું નથી. હું હવે પૂર્વ પુરૂએ આચરેલા યતિધર્મને જ સ્વીકાર કરવા ઈચ્છું છું.” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરી પોતાના હરિવિક્રમ નામના કુમારને રાજ્યપર બેસારીને રાજા પોતે તિલકાચાર્ય ગુરૂ પાસે દીક્ષા લઈ સાધુ થયા. હે ભદ્ર! તે ભુવનસાર રાજા હું પોતેજ છું અને એ મારા વૈરાગ્યનું કારણ છે.” આ પ્રમાણે કહીને પુન: મુનિ બોલ્યા કે - હે ભીમ! અંગીકાર કરેલ વ્રતમાં તારેનિચળ રહેવું. એટલે ભીમ બોલ્યો કે:-“હે પ્રભો! આપને આદેશ મને પ્રમાણ છે.” પછી મુનિને નમસ્કાર કરીને પર્ષદા બધી સ્વસ્થાને ગઈ અને ભીમ પણ દેવપૂજા, દયા, દાનાદિક અગણ્ય પુણ્ય કરતે યુવરાજ પદવી ભેગવવા લાગ્યા. તે એકદા ભીમકુમાર પોતાના મહેલમાં મિત્રો સાથે ક્રીડા કરતા હતો એવામાં ત્યાં એક કાપાલિક. આ, અને આશીર્વાદ દેવાપૂર્વક ભીમની પાસે બેસી તેને એકાંતે લઈ જઈને આ પ્રમાણે કહ્યું: P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #86
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ^^ ^^ હે ભીમ ! હે પરાક્રમથી પરોપકારક! સાંભળ-મારી પાસે ભવન. ક્ષેમિણ નામે એક શ્રેષ્ઠ વિદ્યા છે. તેની બાર વર્ષ થયા મેં પૂર્વસાધના કરી છે, હવે તેની ઉત્તરસાધના પ્રેતવન (સ્મશાનમાં) માં જઈ આવતી કૃષ્ણચતુર્દશીના દિવસે કરવાની છે. માટે હે મહાસત્ત! જે તું ઉત્તરસાધક થા, તે મારી વિદ્યા સિદ્ધ થાય.” આ પ્રમાણે સાંભળીને રાજકુમાર મનમાં વિચારવા લાગ્યા કે:-“આ વિનશ્વર અને અસાર દેહથી જે કઈને પણ ઉપકાર થતો હોય તે શા માટે ન કરે?” એમ વિચારીને કુમારે તેનું વચન કબુલ રાખ્યું. એટલે પુન: તે પાખંડી બોલ્યા કે:-“હે કુમાર ! દશ દિવસ પછી કૃષ્ણ ચતુર્દશી આવશે, તે તેટલા દિવસ મારે તારી પાસે રહેવું છે.' કુમારે તેની પણ પરવાનગી આપી, એટલે તે ત્યાં રહ્યો, અને કુમારની સાથે ભોજન અને ગેઝી (વાતચીત) કરવા લાગ્યા. આથી મંત્રિપુત્રે તેને એકાતમાં કહ્યું કે:-“હે સ્વામિન્ ! આ પાખંડીની સાથે તમારે વાતચીત કરવી યુક્ત નથી. દુર્જનને સંગ વિષની જેમ મનુષ્યને મારે છે.” કુમાર બે કે:-“હે મિત્ર! તારું કહેવું સત્ય છે, પરંતુ દાક્ષિણ્યથી મેં તેનું વચન અંગીકાર કર્યું છે, તેથી તેને નિર્વાહ કરે એજ શ્રેયસ્કર છે. આ પ્રમાણેનો ઉત્તર સાંભળી મંત્રીપુત્રે તેને પુનઃ પુન: વાર્યો, છતાં કુમારે પોતાને કદાગ્રહ મૂક્યું નહિ. એવામાં અનુક્રમે કૃષ્ણ ચતુર્દશી આવી, એટલે રાત્રિના એક પ્રહર પછી વીરવેષને ધારણ કરી નિર્ભય થઈને કુમાર તે કાપાલિકની સાથે સ્મશાન તરફ ચાલ્યો. ત્યાં મંડળ આળેખી કેાઈ દેવતાનું મરણ કરીને કાપાલિક કુમારને શિખાબંધ કરવા લાગ્યો, એટલે ભીમ કુમાર બોલ્યા કે –“મારે શિખાબંધ કેવો? મારે તે સર્વે એજ શિખાબંધ છે.” એમ કહી ભીમ ખર્શને સજજ કરી અને સાહસમાં રસિક થઈ સિંહની જેમ તેની પાસે ઉભે રહ્યો. એટલે પાખંડીએ ચિંતવ્યું કે-આને શિખાબંધન છળ તે વ્યર્થ થ; હવે તે પરાક્રમથીજ એનું શિર લેવું.” એમ વિચારી હાથમાં કાતી લઈને 1 નાની તરવાર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #87
--------------------------------------------------------------------------
________________ ભીમ કુમારની કથા. રૂ આકાશ જેવું મેટું પિતાનું રૂપ કરી કેપથી વ્યાપ્ત થઈ વિકટ ગરવ કરતે તે ભીમને કહેવા લાગ્યો કે:-“હે બાળ! પરાકમથીજ તારૂં મસ્તકે મારે લેવું છે, પણ જે સ્વયં તું તારૂં શિર આપીશ તે આવતા ભવમાં સુખી થઈશ.” આ પ્રમાણે સાંભળીને ભીમ બોલ્યો કે –“રે ચંડાળ ! પાખંડિક! માયિક ! હવે તે હું તને મારવાનો જ છું.” એટલે પાખંડીએ ભીમ ઉપર શસ્ત્ર પ્રહાર કર્યો, ભીમ તે શસ્ત્રને ઘા ચૂકાવીને હાથમાં કૃપાને કંપાવતે તરત કુદકે મારીને તેના સ્કંધપર ચડી બેઠે. તે વખતે કરવાલરૂપ સકુરાયમાન જિહાવાળા સિંહની જેમ તેને અંધપર આરૂઢ થયેલે ભીમકુમાર અધિક શોભવા લાગે. પછી ભીમ વિચારવા લાગ્યું કે“હું આને મારી નાખું ?" પુન: વિચાર કર્યો કે:-કપટથી શા માટે મારૂં ? જે જીવતે રહીને મારી સેવા સ્વીકારતો હોય તો વધારે સારૂં.” એમ કુમાર વિચારે છે એવામાં તે કાપાલિકે તેને બે પગવડે પકડીને આકાશમાં ઉછાળે. આકાશમાંથી પડતાં તેને કોઈ યક્ષિણું કરસંપુટમાં અધર ઝીલી લઈ પોતાના મંદિરમાં ઉપાડી ગઈ. ત્યાં ઉંચા, મનહર અને વિસ્તીર્ણ એવા દિવ્ય રત્નમયસિંહાસન પર બેસાડીને દેવી કુમારને કહેવા લાગી કે –“હે સુભગ! આ વિંધ્યાચલ પર્વત છે, તેની ઉપર આ મારૂં વિકલું ભવન છે અને હું કમલા નામે યક્ષિણ અહીં ક્રિડાને માટે રહું છું. આજે હું મારા પરિવાર સહિત અષ્ટાપદ પર્વતપર ગઈ હતી, ત્યાંથી પાછી વળતાં મેં કાપાલિકે આકાશમાં ઉછાળેલા એવા તને જે, તેથી નીચે પડતાં તને કરસંપુટમાં યત્નથી ઝીલી લઈને મેં બચાવ્યું. અત્યારે હું દુવાર મન્મથના શરઘાતથી વ્યાકુળ થઈ ગઈ છું, માટે તેનાથી મારું રક્ષણ કર. હું તારે શરણે આવી છું. વળી આ મારે બધો પરિવાર તારા સેવકતુલ્ય છે. માટે હે સુભગ! તું મારી સાથે યથેચ્છ દિવ્ય ભોગ - ગવ.” આ પ્રમાણે દેવીનું વચન સાંભળીને કુમાર બોલ્યો કે:-“હે દેવી ! સાંભળ-હું મનુષ્ય છું અને તું દેવાંગના છે, તે આપણે સંકેગ કેમ બને? વળી વિષયે પ્રાંતે ભયંકર દુઃખ આપે છે, વિષયથી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #88
--------------------------------------------------------------------------
________________ 72 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર ~ ~~ ~ ~~~~~~ ~ ~~~~~~~~~~~~~~ ~~ ~ ~~ ~ પરાભવ પામેલા જી નરક અને તિર્યંચગતિમાં પરિભ્રમણ કરે છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે –“વિષયરૂપ વિષ તે હળાહળ છે, એ ઉત્કટ વિષયવિષને પીવાથી પ્રાણીઓ વારંવાર મરણ પામે છે. એ વિષયવિષથી અન્ન પણ વિશુચિકારૂપ થઈ જાય છે. કામ એ શલ્ય છે, તે એક પ્રકારનું વિષ છે, તે આશીવિષ સમાન છે, માટે તેને ત્યાગ કરવો, એનો ત્યાગ કરવાથી તિર્યએ પણ સ્વર્ગે જાય છે, માટે હે માતા ! તમારે એવું ન બોલવું. તમે તે મારી માતારૂપજ છે.” એમ કહી કુમાર તે દેવીના ચરણમાં પડ્યો, એટલે દેવી સંતુષ્ટ થઈને બોલી કે –“હે વત્સ! તું સાહસિકમાં અગ્રેસર છે, માટે વર માગ.” એટલે ભીમ બોલ્યો કે:-“હે માત ! તમારા પ્રસાદથી મારે બધું છે.” દેવીએ કહ્યું કે:-“હે વત્સ! તું અજેય થા.” કુમાર બોલે કે –“મારે જિનેશ્વરનું જ શરણ છે તેથી હું અજેયજ છું.” એટલે દેવી બોલી કે –“મારે પણ જિનેશ્વરનું જ શરણ છે.” આ પ્રમાણે તે બંને પરસ્પર વાર્તાલાપ કરતા હતા, એવામાં કયાંકથી મધુર ધ્વનિ ભીમના સાંભળવામાં આવ્યું, એટલે તેણે દેવીને પૂછયું કે:-“હે દેવી ! આ કોને ઇવનિ સંભળાય છે?” તે બોલી કે - આ વિધ્યા. ચળપર મુનિઓ ચાર માસના ઉપવાસી થઈને ચાતુર્માસ રહ્યા છે, તે ધન્ય મુનિઓ અત્યારે સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર છે (સ્વાધ્યાય કરે છે, તેમને એ ધ્વનિ છે.” ભીમ બોલ્યા કે –“તે હું ત્યાં જઈ તેમને વંદના કરીને મારા જન્મને સફળ કરૂં” દેવીએ તે વાત સ્વીકારી, એટલે ભીમ ત્યાંથી નીકળે અને દેવીએ બતાવેલા માર્ગે જ્યાં વિવિધ આસનનો અભ્યાસ કરતા તે તપેધન (મુનિઓ) બેઠા હતા, ત્યાં જઈને તે સાધુઓને વંદન કર્યું. એવામાં તે યક્ષિણ પણ પરિવાર સહિત મુનિઓને વંદન કરવા આવી, પછી ત્યાં દેવી અને કુમાર બંને ધર્મધ્યાનમાં લીન એવા સાધુઓને વંદન કરીને સ્વાધ્યાય સાંભળી અનુમોદન કરવા લાગ્યા. એવામાં ભીમે આકાશમાંથી ઉતરતી એક મહાભુજા જોઈ. તે કાળના દંડની જેમ અકસ્માત્ કુમારની પાસે પડી. એટલે ભીમ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #89
--------------------------------------------------------------------------
________________ -~- ~ - ભીમકુમારની કથા. 73 ~~-~ચિંતવવા લાગ્યું કે –“આ શું કરશે?” એમ તે વિચારે છે, તેવામાં તેનું ખર્શ લઈને તે ભુજા ચાલતી થઈ. “આ લાંબી અને કૃષ્ણ ભુજા કેની હશે? અને તે કયાં જશે?” એમ વિચારતે ભીમકુમાર તરત કુદકો મારી તેની ઉપર ચડી બેઠે. આગળ ચાલતાં તે ભુજાપર બેઠેલ કુમાર અનેક નદી, પર્વત અને વન જેતે અનુક્રમે જ્યાં નાના પ્રકારનાં હાડકાંની ભીંતે ઉપર મનુષ્યના મસ્તકરૂપ કાંગરા કરેલા છે, જ્યાં કંકાલનાં દ્વારા બનાવેલાં છે, જ્યાં હાથીઓનાં દાંતના મેટા તારણ લટકાવેલાં છે, જ્યાં કેશપાશરૂપ દવા લટકી, રહી છે, જ્યાં કૃષ્ણ ચામર લંબાયમાન છે, જ્યાં વ્યાધ્રના ચર્મને ચંદરો કરવામાં આવેલ છે અને જ્યાં રૂધિરથી ભૂતળ રક્ત થઈ ગયેલું છે એવા કાલિકાભવનની પાસે તે આવી પહં. તે ભવનમાં મું. ડમાળા અને અસાધારિણી, કૂરાક્ષી અને મહિષપર બેઠેલી એવી કાલિકાની મૂર્તિ ભીમકુમારના જોવામાં આવી. તેની સમક્ષ તેજ શઠ, પાપિષ્ટ, દુષ્ટ, ધૃષ્ટ અને પાખંડી કાપાલિકને પિતાના ડાબા હાથમાં એક સુંદર નરને ધારણ કરીને ઉભે રહેલે દીઠે. જે ભુજાપર આરૂઢ થઈને ભીમકુમાર આવ્યા, તે પેલા કાપાલિકની જમણું ભુજા હતી. હાથમાં પકડેલ માણસનું એ શું કરશે તે ગુપ્ત રહીને જોઉં, પછી યાચિત કરીશ” એમ નિશ્ચય કરીને ભુજાપરથી નીચે ઉતરી કુમા૨ તેજ ભવનની પછવાડે ગુપ્ત રીતે છુપાઈ રહ્યો. પછી કાપાલિક તે ભુજા પાસેથી ખર્શ લઈને ડાબા હાથમાં પકડેલ પેલા નરને કહેવા લાગ્યું કે –“હે દીન! હવે અભીષ્ટ દેવતાને સંભારી લે, આ તરવારથી તારૂં શિર છેદીને હું દેવીની પૂજા કરીશ.” તે સાંભળીને તે નર બલ્ય કે –“ત્રિજગતના વત્સલ એવા વીતરાગનું મને શરણ થાઓ. તથા કુળકમથી આવેલા પરોપકારી, પુણ્યવાનું, મારા પ્રાણ કરતાં અધિક, દયાવાન અને જિનધર્મ રસિક-હરિવહન રાજાના પુત્ર અને મારા મિત્ર ભીમકુમારનું મને શરણ થાઓ, કે જેને મેં વાર્યા છતાં કાપાલિકની સાથે ક્યાંક ચાલ્યા ગયે. હવે તારે જે કરવું હોય તે કર.” એટલે પાખંડી બેલ્યા કે –“રે મૂર્ખ તેને 10 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #90
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. લક્ષણવંત જાને તેના શિરછેદથી મેં દેવીની પૂજા કરવાને પ્રારંભ કર્યોહતે, એવામાં તે મારા હાથમાંથી છટકીને કયાંક ચાલ્યા ગયે. તું પણ તેવાજ લક્ષણવાળે છે, માટે તેને સ્થાને હું તને અહીં લાવ્યું છું. હવે નિ:સત્વ એવા તેનું સ્મરણ કરવાથી શું? વળી દેવીએ મને કહ્યું કે –“તારે સ્વામી વિંધ્યાચળની ગુફા પાસે એક વેતાંબર સાધુ પાસે બેઠે છે.” સારા લક્ષણવાળું હોવાથી તેનું આ ખગ મેં અહીં મંગાવ્યું છે. અરે મૂર્ખ ! તે અહીં આવીને તારી શી રીતે રક્ષા કરશે?” આ પ્રમાણેના તેના આલાપ સાંભળીને અમર્ષથી પૂરિત ભીમકુમાર વિચારવા લાગ્યું કે –“આ પાપી મારા મિત્રનેજ વિડંબના પમાડે છે. પછી એક હાક મારી પ્રગટ થઈને તે બે કે –“અરે દુષ્ટ! સર્વ જંતુઓ પર સેમ્ય અને તારે સંહાર કરવામાં ભીમ-એવો તેજ ભીમ હું અહીં આવ્યો છું.” એટલે તે કાપાલિક મંત્રીપુત્રને મૂકીને ભીમની સન્મુખ આ. ભીમે પણ સાહસ પકડીને જરા નીચે નમી તેને પગમાંથી પકડીને તરતજ જમીનપર પાડી દીધો, અને કેશવડે પકડીને તેની છાતી પર જે પાદપ્રહાર કરે છે અને ભયબ્રાંત કરી મૂકે છે, તેવામાં દેવી આકુળવ્યાકુળ થઈને બેલી કે –“હે ભીમ ! એને માર નહિ. એ કાપાલિક મારે માટે ભક્ત છે. એ મસ્તકરૂપ કમળથી મારું અભિષ્ટ કરે છે. એકસો ને આઠ મસ્તકથી જ્યારે એ મારી પૂજા સમાપ્ત કરશે, ત્યારે હું સિદ્ધ થઈ પ્રત્યક્ષ રીતે એને મનવાંછિત આપનાર છું. હે વત્સ ! અત્યારે તું અચાનક અહીં આવી ચડ્યો છે, તારા પુરૂષાર્થથી હું સંતુષ્ટ થઈ છું, માટે તારી ઈચ્છા પ્રમાણે માગી લે.” એટલે ભીમ બોલ્યો કે:-“હે માત ! જે તું મારાપર સંતુષ્ટ થઈ મને પ્રિય આપવા ઈચ્છતી હોય તે મન વચન અને કાયાથી જીવહિંસાને ત્યાગ કર. હે માત ! સાંભળ-ધર્મનું બીજ જીવદયાજ છે, એનાથી સર્વ સમીહિત સિદ્ધ થાય છે, તારે પણ કેવળ દયાજ ધારણ કરવી જોઈએ. હિંસાથી આ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે, માટે છે માત ! હિંસા તજીને ઉપશમને આશ્રય કર.” આ પ્રમાણેના તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #91
--------------------------------------------------------------------------
________________ ભીમકુમારની કથા. ૭પ વાક્યામૃતથી સંસિક્ત થયેલી દેવી લજિજત થઈને મનમાં વિચારવા લાગી કે:-અહો એનું પુરૂષાર્થ કેવું? એનું સત્ત્વ કેવું? મનુષ્યપણામાં પણ એની મહા બલિષ્ઠ મતિ કેવી?” એ પ્રમાણે વિચાર કરીને કાલિકા દેવી બેલી કે –“હે વત્સ! સાંભળ-આજથી મારે સર્વ જીવોની પોતાના જીવિતની જેમ રક્ષા કરવી.” એમ બેલીને કાલિકા અદશ્ય થઈ ગઈ - પછી મતિસાગર મંત્રીએ અવસર મેળવીને ભીમને પ્રણામ કર્યા, એટલે આંખમાં આંસુ લાવીને અને મિત્રને આલિંગન કરીને ભીમે પૂછ્યું કે:-“હે મિત્ર! આ પાપી કાપાલિકે તને પણ આવી દારૂણ અવસ્થાએ કેમ પહોંચાડ્યો?” મંત્રી બોલ્યા કે –“હે પ્રભો! સાંભળ-રાત્રે પ્રથમ પહેરે તમારા નિવાસસ્થાને તમારી પ્રિયા આવી, તેણે ત્યાં તમને ન જેવાથી સંભ્રાંત થઈને ચોકીદારને પૂછયું, એટલે તે બધાએ તમને શોધ્યાં, પણ તમને ન જેવાથી તેમણે જઈને રાજાને નિવેદન કર્યું. પછી રાજાએ તમારી બધે ઠેકાણે શોધ કરાવી, પણ કઈ ઠેકાણેથી પત્તો ન મળે, એટલે તેમણે ધાર્યું કે- જરૂર મારા પુત્રનું કેઈ હરણ કરી ગયું લાગે છે.' આમ વિચારતાં ને બોલતાં રાજા અત્યંત શેકાક્રાંત થઈ જવાથી બેશુદ્ધ થઈને સિંહાસન પરથી નીચે પડ્યા અને તેમને મૂછ આવી ગઈ, માતૃવર્ગ પણ મૂચ્છ પાપે. - પછી ચંદનરસ વિગેરે સિંચતાં કઈ રીતે પણ તેઓ ચેતના પામ્યા અને રાજા, રાણીઓ તથા મંત્રીઓ સવે વિલાપ કરવા લાગ્યા. એવામાં એકાએક ત્યાં એક સ્ત્રી આવી, તેણે કહ્યું કે-હે રાજન ! ચિંતા ન કરે, હું તમારી કુળદેવી છું, તમારા પુત્રને એક પાખંડી ઉત્તરસાધકના છળથી સ્મશાનમાં લઈ ગયો છે, ત્યાં તે તેનું મસ્તક લેવાને તૈયાર થયો હતો પણ તે બચી ગયા છે.” ઇત્યાદિ બધી હકીકત કહીને પુન: તે બોલી કે તમારે પુત્ર કેટલાક દિવસ પછી મહદ્ધિપૂર્વક આવશે.” એમ કહીને તે અદશ્ય થઈ ગઈ. તેનાં આ પ્રમાણેનાં વચને સાંભળીને હું સ્મશાનમાં તમને શેાધવાને માટે ઘરેથી નીકળે, એવામાં આ પાપી કાપાલિક ત્યાંથી ઉપાડીને મને અહીં લઈ આવ્યું. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #92
--------------------------------------------------------------------------
________________ 76 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. manninn એણે મારી ઘણુ વિડંબના કરી, એવામાં મારા પુયોગે હે પ્રભે ! તમે અહીં આવી પહોંચ્યા.” પછી કાપાલિક બોલ્યો કે –“અહો ! સાત્ત્વિક શિરોમણિ! તેં કાલિકાને જે દયામય ધર્મ સંભળા, તેને હું પણ સ્વીકાર કરું છું. તું મને ધર્મદાન આપવાથી મારો ધર્મગુરૂ થયે છે, હું તારો સેવક છું, હું તને વધારે શું કહું? તું અતિશય દયાવાન હોવાથી હું તારી કેટલી સ્તુતિ કરૂં?” એમ બેલે છે એવામાં સૂર્યોદય થયે. તે વખતે સપ્તાંગ સજિજત અને માટે પર્વત જેવો એક હાથી ત્યાં આવ્યું, અને મંત્રી સહિત કુમારને પતાની સુંઢવડે ઉપાડી પોતાની પીઠ પર બેસાડી કાલિકાના મંદિ૨માંથી બહાર નીકળી તે આકાશમાં ઉડ્યો. એટલે કુમાર વિરમય પામીને બે કે:-“હે મંત્રીશ! જે, પૃથ્વીતલપર કેવા કેવા હસ્તી રત્ન જોવામાં આવે છે? આ આપણને લઈને કયાં જશે તે સમજાતું નથી. તે વખતે સર્વજ્ઞ વચનને મનમાં લાવીને મંત્રી બોલ્યા કે - હે કુમારેંદ્ર! એ હાથી જણાતું નથી, પણ તમારા પુણ્યથી પ્રેરિત કે દેવ જણાય છે, તેથી આપણને લઈને એને જ્યાં જવું હોય ત્યાં ભલે જાય. સર્વત્ર પુણ્યના પ્રભાવથી સારૂં જ થશે.” મંત્રીપુત્ર ને કુમાર આ પ્રમાણે વાત કરે છે એવામાં તે હાથી એક ક્ષણવારમાં આકાશથી નીચે ઉતરી એક નિર્જન નગરના મુખ્ય દ્વાર આગળ તેમને મૂકીને ક્યાંક ચાલ્યો ગયો. પછી મંત્રીને બહાર મૂકીને કૌતુકથી નિર્ભય અને નિઃશંક તે કુમાર એકાકી નગરમાં ચાલ્યું, ત્યાં અદ્વિપૂર્ણ અને મનહર એવા શૂન્ય હાટ અને ઘર જેતે જેતે નગરના મધ્ય ભાગમાં આવ્યું. એવામાં એક સિંહના મુખમાં સપડાયેલ પુરૂષને તેણે જે. કુમારે તેને જોઈને વિચાર કર્યો કે - “આ કંઇ પણ દિવ્ય પ્રભાવ છે?” એમ વિચારી તે વિનયપૂર્વક સિંહને કહેવા લાગ્યો કે:-“હે સિંહ ! આ પુરૂષને મૂકી દે.” એટલે સિંહ પણ તે પુરૂષને મોઢામાંથી કાઢી પોતાના બંને પગની વચમાં રાખીને સાશંકપણે ભીમને કહેવા લાગ્યું કે -અહા! સત્યરૂષ! ચિરકાળથી ક્ષુધાત એવા મને ભય મળ્યું છે તેને હું શી રીતે મૂકી દઉં ?" એટલે કુમાર બોલ્યા કે તું કઈ દેવ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #93
--------------------------------------------------------------------------
________________ ભીમકુમારની કથા. છ૭ લાગે છે, કઈ પણ કારણથી તે આ સિંહનું રૂપ વિકુલ્લું જણાય છે. પરંતુ દેવ કવલાહાર કરતા નથી અને દેવને હિંસા કરવી પણ ઉચિત નથી. અથવા તો જે તને માનુષમાંસ ભક્ષણ કરવાની ઈચ્છાજ હોય તે હું તને મારા શરીરમાંથી માંસ આપું, તેનું તું ભક્ષણ કર, પણ એને છોડી દે. તે સાંભળીને સિંહ બોલ્યા કે– હે સજજન! તું કહે છે તે સત્ય છે, તથાપિ આણે પૂર્વભવે મને એવું દુઃખ દીધું છે કે જે કહી પણ ન શકાય. એ પાપીને હું સો ભવ પર્યત માર્યા કરું તે પણ મારે કેપ શાંત ન થાય. કુમાર બે કે:-“હે ભદ્ર! એ દીન દેખાય છે, દીનપર કોપ કેવો? એ દીનને મૂકી દે, વળી તું કષાયજન્ય પાપને દૂર કરીશ તે અન્ય ભવે મેક્ષે જઈશ.” ઈત્યાદિ યુક્તિથી સમજાવતાં પણ સિંહે તે પુરૂષને મૂક્યું નહિ. એટલે રાજકુમાર ચિંતવવા લાગ્યા કે –કે પાવિષ્ટ એવા આ દુને કેવળ તાડના કરવીજ ઉચિત છે.' પછી હાથમાં તલવાર લઈને સજજ થઈ કુમાર સિંડની સન્મુખ દેડ્યો, એટલે સિંહ પણ તે નરને પિતાની પીઠ પર નાખીને મુખ ફાડી કુમારની સામે દેશે. પરંતુ ભીમ તેને પિતાના હાથમાં પકડી લઈને મસ્તક પર ભમાવવા લાગ્યું. એટલે તે સિંહ તેના હાથમાંથી સૂક્ષ્મરૂપ કરીને અદ્રશ્ય થઈ ગયે. સિંહે પકડેલ પુરૂષ ત્યાંજ બેસી રહે. પછી ભીમે તેને હાથ પકડીને તેની સાથે રાજમંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાં શૂન્ય રાજભવન જેતે તો તેની સાતમી ભૂમિકાએ તે ચડ્યો. ત્યાં કાષ્ઠની પુતળીઓએ તેને સૌરવ સુવર્ણમય આસન આપ્યું. ભીમકુમાર વિસ્મય પામીને ત્યાં બેઠે. ક્ષણવાર પછી સ્નાનસામગ્રી આવી એટલે કાષ્ઠપુતળીઓએ કહ્યું કે - “હે વિલે ! મજન કરે.” ભીમ બે કે - મારે મિત્ર મહિસાગર બંડાર બેઠો છે, તેને બોલાવે.” એટલે તેઓ તેને પણ લઈ આવી. પછી ભીમને મિત્ર સહિત સ્નાન અને દિવ્ય ભેજન તેમણે કરાવ્યું અને તેને એક શ્રેષ્ઠ પલંગ પર બેસાર્યો. ત્યાં તે આશ્ચર્યચકિત થઈને ચેતરફ જુએ છે, તેવામાં ચંચળ કુંડળ અને આભરણુ સહિત તથા ફરાયમાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #94
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. કાંતિયુકત એક દેવ પ્રકટ થઈને બે કે –“હે વીર ! તારા સાહસથી હું સંતુષ્ટ થયો છું, તેથી વર માગ.”ભીમ બોલે કે જે સંતુષ્ટ થયેલ હોય તે પ્રથમ કહે કે તું કેણ છે? અને આ નગર શૂન્ય કેમ છે ?? એટલે દેવ બોલ્યો કે –“સાંભળ. આ હેમપુર નામનું નગર છે. અહીં હેમરથ રાજા રાજ્ય કરતો હતો તેને ચંડ નામે પુરહિત હતું. તે સર્વ જન પર દ્વેષી હતા અને રાજા પણ સ્વભાવે કર અને કાનને કા હતો. તેથી કોઈને અ૫ અપરાધ થયો હોય છતાં તેને ઉત્કટ દંડ કરતે હતા. એક દિવસ કોઈ પાપીએ ચંડ પુરેહિતને છેટે અપરાધ રાજાને કહ્યું, એટલે રાજાએ રૂછમાન થઈને વિચાર કે તપાસ કર્યા વિના ચંડપુરોહિતને તપ્ત તેલના સિંચનથી કદર્થના પમાડીને મારી નાખે. તે અકામ નિર્જરાના ભાવથી મરણ પામીને સર્વગિલ નામે રાક્ષસ થયે તે હું પિતે છું. પૂર્વ ભવના વૈરથી હું અહીં આવ્યા અને નગરના સર્વ લોકેને મેં અદશ્ય કરી દીધા. પછી સિંહનું રૂપ વિકુવીને મેં આ હેમરથ રાજાને પકડ્યો. એવામાં તે મહાત્માએ એ રાજાને છોડાવીને મને ચમત્કાર ઉપજા. તારા પુન્યપ્રભાવથી મેં એને છોડી મૂક્યો. પછી અદશ્ય રહીને મેં સ્નાન ભેજનાદિકથી તારો ઉપચાર કર્યો, અને તારા અનુભાવથી મેં લેકેને પણ પ્રગટ કર્યા.” તે સાંભળીને કુમારે નગર તરફ જોયું તે બધા લોકો પોતપોતાના કાર્યમાં મશગુળ જોવામાં આવ્યા, અને રીજવર્ગ પણ તમામ પ્રગટ જેવામાં આવ્યું. - એ અવસરે સુરાસુરથી સ્તુતિ કરાતા અને આકાશથી ઉતરતા કોઈ ચારણશ્રમણ (મુનિ ) કુમારના જોવામાં આવ્યા. તે નગરની બહાર ઉતર્યા, એટલે ભીમે કહ્યું કે –“હે રાક્ષસેંદ્ર! એ મારા ગુરૂ છે, એમના ચરણકમળને વંદન કરીને તમે પોતાના ભવને સફળ કરે. કહ્યું છે કે - “નિરેંદ્રમાનધાનેર, જુનાં વંન ના न तिष्ठति चिरं पापं, छिद्रहस्ते यथोदकम् // " શકે નગર તરફથી મેલા અનાદિકથી તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gurt Aaradhak Trust
Page #95
--------------------------------------------------------------------------
________________ ભીમકુમારની કયા. જિતેંદ્રના પ્રણિધાનથી (ધ્યાનથી) અને ગુરૂને વંદન કરવાથી સછિદ્ર હસ્તમાં રહેલ જળની જેમ પાપ વધારે વખત રહી શકતું નથી.” પછી કુમાર, મંત્રી, રાક્ષસ અને હેમરથ રાજા-બધા તે મુનિની પાસે ગયા. તેમણે ભૂતલ પર શિર સ્પશીને મુનિને વંદન કર્યું. પરજનોએ પણ આવીને વંદન કર્યું. પછી મુનિએ દેશના આપી કે - " “હે ભવ્ય જન ! કષાયે–એ સંસારરૂપ કેદખાનાના ચાર ચેકીદાર છે, જ્યાં સુધી એ ચારે જાગ્રત હોય ત્યાંસુધી મનુષ્ય તેમાંથી છુટીને મેક્ષ કયાંથી મેળવે? હે ભવ્યાત્માઓ! તે ચાર કષાની વ્યાખ્યા આ પ્રમાણે છે-કોધ, માન, માયા અને લેભ-એ ચાર કષાયે કહેવાય છે. તે પ્રત્યેક સંજ્વલનાદિ ભેદથી ચાર ચાર પ્રકારે છે. સંજ્વલન કષાય એક પક્ષ સુધી, પ્રત્યાખ્યાન ચાર માસ સુધી, અપ્રત્યાખ્યાન એક વર્ષ સુધી અને અનંતાનુબંધી જન્મપર્યત રહે છે. એ કેધાદિ ચારે કષાનું સ્વરૂપ સમજીને તે તજવા લાયક છે. તેમાં કેધ બહુ ભયંકર છે; કહ્યું છે કે-“કેાધ વધારે સંતાપકારક છે, કોઇ વૈરનું કારણ છે, દુર્ગતિમાં રોકી રાખનાર ક્રોધ છે અને કેપ એ શમસુખની અર્ગલારૂપ છે.” “હે સાધો ! મનહર મિષ્ટાન્ન જમ, સુંદર જળનું પાન કર, તેવા તેવા રસોને પણ રેક નહિ, કાયકલેશ તજી દે, શરીરને પવિત્ર રાખ” આ કૂરકુંભાર્ષિને સુકર (સારી રીતે મળી શકે તે) ઉપદેશ છે, પણ તે દુર્ગતિએ લઈ જનાર છે. માટે હે મુને! કોઈને જય કર અને શિવસુખ કરનાર શમને ભજ. એજ મોક્ષને ઉપાય છે. વળી દ્રાક્ષ, ઈક્ષુ, ક્ષીર અને ખાંડ વિગેરે બલિષ્ઠ રસ જેમ સંનિપાતમાં દોષની વૃદ્ધિને કરે છે, એ પ્રમાણે પૂર્વોક્ત કષાયે પણ સંસારની વૃદ્ધિ કરનાર છે. વળી સિદ્ધાં. તમાં કહ્યું છે કે -માર્મિક વચનથી એક દિવસનું તપ હણાય છે, આક્ષેપ કરતાં એક માસનું તપ હણાય છે, શ્રાપ આપતાં એક વરસનું તપ નષ્ટ થાય છે અને હણવા જતાં સમસ્ત તપ ભસ્મીભૂત થઈ જાય છે. જેણે પોતાના ક્ષમારૂપ ખડ્રગથી ધરૂપ શત્રુને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #96
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર, સત્વર નાશ કર્યો છે તે જ સાત્ત્વિક, વિદ્વાન, તપસ્વી અને જિતેં– દ્વિય છે.” ઈત્યાદિ ધર્મદેશના સાંભળીને સર્વગિલ રાક્ષસ પ્રતિબંધ પામી બોલ્યો કે:-“હે ભગવન ! કુમારના પ્રભાવથી આ ગામના કેપરને તથા રાજા ઉપર કાપ હં સર્વથા તજી દઉં છું.” એમ કહે છે તેવામાં ત્યાં એક હાથી ગરવ કરતું આવ્યું, એટલે પર્ષદા બધી ક્ષેભ પામી. હાથીએ તો શાંત મનથી મુનિને વંદન કર્યું. પછી હાથીનું રૂપ સંહરીને પ્રત્યક્ષ ચલાયમાન કુંડળ વિગેરે ભૂષણયુક્ત યક્ષ થઈ ગયે. એટલે મુનિ બોલ્યા કે ––અહે! યક્ષરાજ ! તું ગજનું રૂપ કરીને પોતાના પુત્ર હેમરથની રક્ષા કરવા માટે ભીમકુમારને અહીં લાવ્યો હતો? " યક્ષ બે કે - હે ભગવન્! સત્ય છે. પૂર્વજન્મમાં હેમરથ મારો પુત્ર હતો, તેથી પૂર્વ ભવના સ્નેહને લીધે હેમરથની રક્ષા કરવા માટે ભીમકુમારને હું અહીં લાવ્યો હતો. પૂર્વ જન્મમાં સમ્યક્ત્વ અંગીકાર કરીને કુસંસર્ગથી મેં તેને દૂષિત કર્યું હતું, તેથી હું વ્યંતર થયે છું; માટે હવે ફરીને મને સમ્યકત્વ આપે.” એટલે મુનિરાજે તે યક્ષ, રાક્ષસ અને રાજા વિગેરેને વિધિપૂર્વક સમ્યકત્વ આપ્યું. ભીમે પાખંડીના સંસર્ગથી મલિન થયેલા સમ્યકત્વની શુદ્ધિ માગી, એટલે મુનિએ તેને આચના આપી. પછી કુમાર વિગેરે સર્વે મુનીશ્વરને નમસ્કાર કરીને હેમરથરાજાના મહેલમાં આવ્યા. - ત્યાં હેમરથરાજાએ કુમારને પ્રણામ કરીને વિજ્ઞપ્તિ કરી કે - “હે કુમાર ! હવે હું જે જીવું છું અને જે રાજ્યસંપત્તિ ભેગવું છું, તે તમારે જ પ્રભાવ છે. હું આપને આદેશકારી છું, છતાં હું એક વિજ્ઞપ્તિ કરું છું કે આ મારી મદાલસા નામે પુત્રી છે, તેનું તમે પાણિગ્રહણ કરે.” એટલે કુમારે તેના આગ્રહથી તેનું પાણિગ્રહણ કર્યું. એવામાં કાપાલિક સહિત વિશ ભુજાવાળી કાલિકા વિમાનમાં બેસીને ત્યાં આવી, અને કુમારને નમન કરીને બેઠી. પછી તે બોલી આપ.” એટલે ભી મુનિએ તે P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #97
--------------------------------------------------------------------------
________________ . ભીમકુમારની કથા. કે:-“હે કુમાર! આ મારે હાર તું ગ્રહણ કર. એ હારમાં નવ રત્ન છે, તેના પ્રભાવથી તેને ત્રણ ખંડનું રાજ્ય અને આકાશગમનની શક્તિ પ્રાપ્ત થશે. તેમજ બધા રાજાઓ તારી આજ્ઞાને વશ થશે. બીજી એક વાત સાંભળતારા માબાપ અને તારા નગરજને તારા વિરહથી અતિ દુઃખિત છે, તેઓ તારા દર્શનને ઇરછે છે. હું વિમાનમાં બેસીને તારા નગર ઉપરથી ચાલી આવતી હતી, તે વખતે તારા માતપિતા અને નગરજનો તારા ગુણોને સંભારી સંભારીને વારંવાર વિલાપ કરતા મારા જેવામાં આવ્યા. એટલે તેમને મેં કહ્યું કે - તમે ચિંતા ન કરે, હું બે દિવસમાં ભીમકુમારને અહીં લઈ આવીશ.” માટે હવે તમારે ત્યાં તરત જવું જોઈએ.” આ પ્રમાણે સાંભળીને ભીમકુમાર ત્યાં જવાને ઉત્સુક છે. એટલે યક્ષ વિમાન વિકુવીને બોલે કે –“હે કુમાર ! આ વિમાનમાં બેસીને તમારા પિતાના નગરે જવા ચાલે.” પછી હેમરથરાજાએ ગજ, તુરંગમાદિક, બહુ વસ્ત્ર તથા દ્રવ્ય, આભરણ અને રત્નાદિ આપ્યા, અને પિતાની પુત્રીને વળાવી. પછી ભીમકુમાર હેમરથ રાજાની આજ્ઞા લઈને વિમાનમાં બેસી કન્યા અને મંત્રી સહિત પિતાના નગર તરફ ચાલે. હાથી, અ*ો અને પદાતીઓ સર્વે ભૂમિમાર્ગે ચાલવા લાગ્યા. દેવતાઓ તેની આગળ ગીત અને નૃત્ય કરવા લાગ્યા, હાથીઓ ગજરવ કરવા લાગ્યા અને અવે હષારવ અને હણહણાટ કરતા ચાલવા લાગ્યા. અનુક્રમે મેટા વાજીત્રનાદ અને ઉત્સવપૂર્વક કુમાર કમલપુરની - જીકના ઉદ્યાનમાં આવ્યું, ત્યાં વિમાનમાંથી ઉતરી રાક્ષસ અને યક્ષાદિ સહિત જિનચૈત્યમાં પ્રવેશ કરી વિધિપૂર્વક વંદના નમસ્કાર કરીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યું - મુનીદ્રોના અંતરના આનંદરૂપ કંદને વૃદ્ધિ પમાડવામાં મેઘ સમાન તથા વિકલ૫ની કલપના રહિત એવા હે વીતરાગ! તમને નમસ્કાર થાઓ. વિકસિત મુખ કમળવાળા હે જિનેશ! તમારું જે 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #98
--------------------------------------------------------------------------
________________ 82 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ધ્યાન ધરે છે તે વિશ્વમાં ઉત્તમ અને અનંત સે લક્ષ્મીનું ભાજન થાય છે. આકસ્મિક અભેધર સમાન એવા હે પરમેશ્વર! - મને જોતાં જ સંસારના માર્ગમાં રહેલ મરુસ્થલ (મારવાડ) પીટી જાય છે. હે ભગવન્! તિરૂપ એવા તમેજ યેગીઓને ધયેય છે. વળી અષ્ટકમ વિઘાત કરવા માટે જ તમે અષ્ટાંગયોગ બતાવેલા છે. જળમાં, અગ્નિમાં, જંગલમાં, શત્રુ સંબંધી સંકટમાં, સિંહાદિ ધાપદોમાં અને રેગની વિપત્તિમાં તમે જ મને શરણભૂત છે.” એ રીતે જગન્નાથની સ્તુતિ કરીને ત્યાંથી પાદચારીપણે પિતાના ચરણને નમસ્કાર કરવા ચાલ્યું. એ વખતે ત્યાંથી ગમન કરતાં ભેરી, હક્કા, મૃદંગ, પટ વિગેરે વાછત્રોને અત્યંત નિર્દોષ ઉછે. તે સાંભળીને હરિવહન રાજાએ મંત્રીને પૂછ્યું કે–આ માટે ધ્વનિ શેને સંભળાય છે?’ મંત્રી તેનો ઉત્તર આપે છે, એવામાં તો વનપાળે આવીને રાજાને વધામણ આપી કે –“હે સ્વામિન! ચિરકાળ જયવંત રહે. આપના પુત્ર ભીમકુમાર ઉદ્યાનમાં પધાર્યા છે.' એટલે રાજાએ પોતાના અંગપર પહેરેલા તમામ આભરણે તેને દાનમાં આપી દઈને પ્રતિહારને આદેશ કરી આખા નગરમાં શોભા કરાવી. રાજાની આજ્ઞાથી પ્રધાનાદિક સર્વે કુમારની સન્મુખ આવ્યા. ભીમકુમારે પરિવાર સહિત આવીને માત-પિતાના ચરણને પ્રણામ કર્યો, પરસ્પર અતિ પ્રમાદ થયો. પછી રાજાએ સભા વિસર્જન કરી એટલે સર્વે પતતાને સ્થાને ગયા. ભજનાનંતર રાજાએ ભીમકુમારના અભિષ્ટ મિત્ર મહિસાગરને તમામ વૃત્તાંત પૂછો, એટલે તેણે રાજાની આગળ યથાસ્થિત બધે વૃત્તાંત કહી બતાવ્યું. પછી રાજાએ સંતુષ્ટ થઈને તેને ઘણું રાજકન્યાઓ પર ણાવી અને અનુક્રમે રાજ્યપર સ્થાપન કરી પોતે ગુરૂમહારાજની પાસે દીક્ષા અંગીકાર કરી. ભીમરાજા જેનધર્મને પ્રભાવક થયે અને અનુક્રમે ત્રણ ખંડને લેતા થયા. દેગંદુક દેવની જેમ સાંસારિક સુખ ભેગવતાં તેને પાંત્રીશહજાર વર્ષ વ્યતિત થયા. એકદા ચાર જ્ઞાનધારી અને બહુ પરિવારથી પરિવૃત્ત ક્ષમા તાન અને કરી. ભીમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #99
--------------------------------------------------------------------------
________________ ભીમકુમારની કથા. સાગર નામના આચાર્ય સહસ્સામ્રવનમાં પધાયો; એટલે વનપાળે રાજાને વધામણ આપી. તેથી સંતુષ્ટ થઈ પોતાના શરીરના આભરણે તેને આપી દઈને રાજા સપરિવાર ગુરૂને વંદન કરવા આવ્યું, ત્યાં ગુરૂ અને ઇતર સાધુઓને વંદન કરી તે યથાસ્થાને બેઠે, એટલે ગુરૂ મહારાજે સંસારથી તારવાવાળી, ભવ્ય જીને મને હર અને કર્ણને સુખકારી એવી ધર્મદેશના દેવાને પ્રારંભ કર્યો - અહો ભવ્ય જી! ધર્મને અવસર પામીને વિવેકી પુરૂષ આડંબરને માટે વિલંબ ન કરે; કારણકે બાહુબળિએ જે રાત્રી વ્યતિત થવા દીધી છે તે પ્રભાતે આદિનાથને વંદન કરી ન શક્યા. વળી આ અપાર સંસારમાં મહાકટે મનુષ્ય ભવ મેળવ્યા છતાં જે પ્રાણી વિષયસુખની લાલચમાં લપટાઇને ધર્મ કરતું નથી તે મૂખશિરોમણિ સમુદ્રમાં બૂડતાં મજબુત નાવને મૂકીને પાષાણને આશ્રય લેવા જેવું કરે છે.” ઈત્યાદિ ધર્મદેશના સાંભળીને વૈરાગ્યથી રંગિત થયેલા રાજાએ કહ્યું કે –“હે ભગવન્! મેં પૂર્વભવમાં શું પુણ્ય કર્યું હતું કે જેથી હું અભિષ્ટ સુખ પામે.” એટલે ગુરૂ બોલ્યા કે:-“હે રાજન! સાંભળ:– પ્રતિષ્ઠાનપુરમાં દેવદત્ત અને સેમદત્ત નામના બે ભાઈ રહેતા હતા. તે બંને પરસ્પર મત્સર ધરાવતા હતા અને પૂર્વ ભવના અભ્યાસથી તે એક બીજાની ઈર્ષા કરતા હતા. પુત્રના અભાવથી વૃદ્ધ બંધુએ બહુ સ્ત્રીઓનું પાણિગ્રહણ કર્યું, તથાપિ તેને પુત્રની પ્રાપ્તિ થઈ નહીં. એકદા તે એક ગામમાં ઉઘરાણી કરવા ગયા હતા, ત્યાં રસ્તામાં દાવાનળે દગ્ધ થતો એક સર્પ તેના જેવામાં આવ્યો, એટલે કૃપાદ્ધ મનથી દેવદત્તે તેને બહાર કહાલ્યો, અને મરણત કષ્ટથી બચા. એકદા તે ભોજન કરવા બેઠે હતે, એવામાં માસોપવાસી એક સાધુ ત્યાં પધાર્યા. તે મુનીશ્વરને તેણે શુભ ભાવથી 1 આ હકીકત ઋષભદેવની છદ્માવસ્થાની છે. જુઓ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર. પર્વ પહેલું. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #100
--------------------------------------------------------------------------
________________ 84 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. -~~- ~~-~~~-~~-~ પ્રતિલાવ્યા. તે દેવદત્ત આયુ પૂર્ણ થતાં મરણ પામીને હે રાજન ! તું ભીમકુમાર થયેલ છે. પૂર્વ ભવે તે મુનિને પ્રતિલાલ્યા, તેથી આ ભવમાં રાજ્ય પામ્ય છું; તથા પૂર્વે તે સપને કષ્ટથી બચાવ્યું હતું તેથી તારૂં કઈ પણ નષ્ટ થયું છે. તારે પૂર્વ ભવને ભ્રાતા સોમદત્ત મરણ પામીને કાપાલિક છે. પૂર્વ ભવના અભ્યાસથી તે તારી ઉપર દ્વેષી થયે, એટલે તેણે તને કષ્ટ આપવાના ઉપાયે કર્યો, પણ સર્પનું રક્ષણ કરવાથી તારૂં સંકષ્ટ નાશ પામ્યું. આ પ્રમાણેને તારે પૂર્વ ભવ જાણીને હે ભીમરાજ! તારે સર્વથા હિંસાને ત્યાગ કરીને સર્વ જીવોની નિરંતર દયા પાળવી.” - આ પ્રમાણે પિતાને પૂર્વભવ સાંભળીને રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને તે વૈરાગ્ય પામ્યું. પછી તેણે ગુરૂ મહારાજને વિજ્ઞપ્તિ કરી કે –“હે ભગવન્ ! આપ અહીં ચાતુર્માસ રહે કે જેથી મને મેંટે લાભ થાય. " ગુરૂ તેના આગ્રહથી શુદ્ધ ઉપાશ્રયમાં ચાતુ મસ રહ્યા. રાજાએ સમસ્ત દેશમાં અમારિપટની ઘેષણું કરાવી, જિનમંદિરે કરાવ્યા, અને પ્રતિદિન વ્યાખ્યાન સાંભળવા લાગે. ચોમાસું ઉતરતાં તેણે ગુરૂ મહારાજ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. પછી ગુરૂ સાથે વિહાર કરતાં નિરતિચાર ચારિત્ર પાળી પ્રાંતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને તે પરમપદ પામ્યું. ' ઇતિ ભીમકુમાર કથા, - આ દષ્ટાંત સાંભળીને ધમાંથી પુરૂષે નિરંતર દયા પાળવી. વળી નિપુણ પુરૂષે કઠેર વાક્ય પણ ન બોલવું. એ સંબંધમાં ચંદ્રા અને સગ–માતા પુત્રનું દષ્ટાંત છે તે સાંભળે: આજ ભરતક્ષેત્રમાં વર્ધમાનપુર નામનું એક સુંદર નગર છે. ત્યાં સિદ્ધડ નામે કુલપુત્ર રહેતું હતું, તેને ચંદ્રા નામની સ્ત્રી હતી, અને તે દંપતીને સર્ગ નામે પુત્ર થયા હતા, પણ કર્મવશાત્ એ ત્રણે અત્યંત દુઃખિત હતાં. કહ્યું છે કે:-“ખવાટ (માથે ટાલવાળા) પુરૂષ મસ્તક પર પડતા સૂર્યના કિરણોથી સંતાપિત થઈ આતપરહિત સ્થળ શોધતો દૈવયોગે ખિલવવૃક્ષની નીચે ગયે; એટલે ત્યાં પણ P.P.AC. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust
Page #101
--------------------------------------------------------------------------
________________ ચંદ્ર અને સર્ગની કથા. એ વૃક્ષ પરથી પડતા એક મોટા ફળથી તેનું શિર સશબ્દ ભગ્ન થયું. અહો ! ભાગ્યહીન પુરૂષ જ્યાં જાય છે, ત્યાં તેની પાછળ પ્રાયઃ આ પત્તિઓ આવે જ છે. તે ત્રણે કષ્ટથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. કહ્યું છે કે - એક દુષ્પર એવા આ ઉદરને પૂરવા માટે પુરૂષ માનને મૂકે છે, હલકા જનની સેવા સ્વીકારે છે, દીન વચન બેસે છે, કૃત્યાકૃત્યના વિવેકને દૂર કરે છે, સંસ્કૃતિને વાંછત નથી, ભાંડપણું કરે છે, અને નૃત્યકલાનો અભ્યાસ પણ કરે છે; અહ! એને માટે માણસ શું શું કરતો નથી?” તેમજ વળી–“જ્યાં ઉભા પ્રકારની સ્વજનસંગતિ નથી, જ્યાં નાના નાના બાળકે નથી, જ્યાં ગુણ-ગૌરવની કાળજી નથી, અહો ! તે ઘર છતાં જંગલ જ છે.' સાઈ તે ત્રણે દુઃખથી કાળ વ્યતીત કરતા હતા, એવામાં સિદ્ધાં મરણ પામ્યા, એટલે ચંદ્રા ઉદરપોષણને માટે પરઘરનાં જળ ભરવા વિગેરે કામ કરવા લાગી, અને સર્ગ જંગલમાંથી ઇંધન લાવીને વેચવા લાગ્યા. એકદા પૂર્ણશ્રેણીને જમાઈ આવ્યું, એટલે ચંદ્રાને જળ ભરવા બોલાવી, તે વખતે સર્ગ વનમાં ગયે હતું, તેથી ચંદ્રા તેને માટે રોટલો અને છાશ વિગેરે ટાઢું અન્ન શીંકા પર મૂકીને દ્વારપર સાંકળ દઈ શ્રેષ્ઠીને ઘરે ગઈ. બપોર થતાં સર્ચ ઇધનાદિ લઈને ઘરે આવ્યું, ત્યાં માતાને ન જેવાથી ક્ષુધા તૃષાથી તે બહુ પીડાય છેવાથી અકળાણો, અને ચંદ્રા પણ પાણી ભરીને થાકી ગઈ, છતાં કામમાં લાગેલા હોવાથી શેઠના માણસોએ તેને કંઈ પણ ખાવાનું આપ્યું નહિ, એટલે તે પણ ખાલી હાથે પિતાને ઘરે આવી. કહ્યું છે કે –“સુજ્ઞ જનને અન્યની સેવાની જે પરવશતા છે, તે શ્વાસશ્વાસ સહિતનું મરણ, અગ્નિ વિના દહન, સાંકળ વિના બંધન, પંક વિના મલિનતા અને નરક વિનાની તીવ્ર વેદના છે. એ પાંચ કરતાં પણ પારવશ્ય–એ છઠ્ઠ મહાપાતકરૂપ છે.” રાજા પછી માતાને આવતી જોઈને સગે ક્રોધવડે કહ્યું કે-“હે પાપે ! શું ત્યાં શેઠના ઘરે તને શળી ઉપર ચડાવી હતી કે જેથી આટલે બધે વખત ત્યાં રોકાઈ રહી?” આ પ્રમાણેનાં કઠોર વચન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #102
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. wwwww vvvvv સાંભળીને શ્રમ અને ક્ષુધા તૃષાથી આર્ત એવી તે પણ બોલી કે - શું તારા હાથ કપાઈ ગયા હતા કે શીંકા પરથી શીતળ અન્ન લઈને ખવાયું નહિ?” એમ તે બંનેએ નિષ્ફર વાકય બોલવાથી દારૂણ કર્મ બાંધ્યું. પછી વખત જતાં તે બંને સુગુરૂના વેગથી શ્રાવકત્વ પામ્યા, અને પ્રાંતે બંને વિધિપૂર્વક અનશન કરી સમાધિમરણ સાધીને સ્વર્ગે ગયા. ત્યાંથી આવી સર્ગને જીવ તામલિપ્તિ નગરીમાં કુમારદેવ નામના શ્રેષ્ઠીને અરૂણદેવ નામે પુત્ર થયે, અને ચંદ્રાને જીવ પાટલીપુરમાં જસાદિત્ય વ્યવહારીની દેયિણ નામે પુત્રી થઈ. દેવગે તેને અરૂણદેવની સાથે વિવાહ (વેવિશાળ) મેળવ્યું. હજી , - લગ્ન થયા ન હતા, એવામાં અરૂણદેવ કટાહદ્વીપ તરફ જળમાર્ગે વ્યાપારે કરવા નીકળે. અનુક્રમે આગળ ચાલતાં દેવવશાત્ પ્રચંડ પવનને તેનું વહાણ ભાંગ્યું એટલે અરૂણુદેવ સમુદ્રમાં પડ્યો, પરંતુ મહેશ્વર નામના પોતાના મિત્રની સાથે ફલકના વેગે બહાર નીકળે; પછી અનુક્રમે તે બંને પાટલીપુરમાં આવ્યા. ત્યાં મિત્રે કહ્યું કે અહીં તારા સસરાનું ઘર છે, તેથી આપણે ત્યાં જઈએ.” અરૂણદેવ બે કે:- આવી સ્થિતિમાં ત્યાં જવું એગ્ય નથી.” એટલે મિત્રે કહ્યું કે:-“જે એમ હોય તે તું અહીં નગર બહાર બેસ અને હું ભેજ્ય લેવાને નગરમાં જાઉં.” એમ કહીને તે નગરમાં ગયે, અને અરૂણદેવ નગરની બહાર એક વાડીમાં આવેલા જીર્ણ ચૈત્યમાં સુતે, ત્યાં શ્રમિત હોવાથી તેને નિદ્રા આવી ગઈ - એવામાં તેની પૂર્વભવની માતા દેયિણ ત્યાં ક્રિડા કરવા આવી. આ વખતે પૂર્વોપાર્જિત કમ તેમને પ્રગટ રીતે ઉદયમાં આવ્યું. ક્રિડાઉદ્યાનમાં આવેલી દેયિણના કેઈ ચેરે હાથમાં પહેરેલાં કડાં લેવા માટે હાથ કાપી નાખ્યા અને સુવર્ણના બે કડાં લઈને ભાગ્યે. એટલે વનપાળકે મુંબાર કર્યો. તે સાંભળી રાજપુરૂષ આયુધ લઈને ચેરની પાછળ દોડ્યા. ચાર ભાગે, પણ તે વધારે દેડવાને અશક્ત હાવાથી જ્યાં અરૂણદેવ સુતે હતા તે જીર્ણચૈત્યમાં પડે, અને અરૂણદેવની પાસે બે કડાં અને છરી મૂકીને ચૈત્યના શિખરમાં છુપાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #103
--------------------------------------------------------------------------
________________ ચંદ્ર અને સર્ગની થા. ગયો. એવામાં અરૂણદેવ જાગ્યે. બંને કડાં અને છરી જેઈને “આ શું ?" એમ જેટલા માં ચિતવે છે, તેટલામાં સીપાઈઓ ત્યાં આવી પહોંચ્યા. એટલે અરૂણદેવ ક્ષેભ પાપે. તેઓએ હાક મારીને કહ્યું કે -અરે હવે તું કયાં જવાનું છે?” પછી છરી અને બંને કડાં સહિત અરૂણદેવને બાંધીને રાજાને મેં અને બધે વૃત્તાંત નિવેદન કર્યો. એટલે રાજાએ કહ્યું કે:-“એ મહા પાપીને શૂળીપર ચડાવે.” પછી તે પુરૂએ રાજાની આજ્ઞાથી તેને શૂળી પર ચડાવ્યા. અહીં નગરમાંથી અન્ન લઈને અરૂણદેવને મિત્ર ત્યાં આવ્યું, અને અરૂણદેવને ત્યાં ન જવાથી તેણે આરામપાલકને પૂછ્યું કેઅહો ! તમે આ બાગમાં કે પુરૂષને જે?” તેમણે કહ્યું કે - અમે કાંઈ જાણતા નથી, પરંતુ અહીંથી કોઈ રને રાજપુરૂએ પકડી બાંધીને રાજાને સેંગે, અને રાજાએ તેને અત્યારે જ શળીપર ચડાવે છે.” આ પ્રમાણે સાંભળી વ્યાકુળ થઈને તે શૂળી પાસે ગયો. ત્યાં શૂળીપર દારૂણ અવસ્થાએ પહોંચેલ અરૂણુદેવને જોઈને તે વિલાપ કરવા લાગ્યું કે:-“હા! મિત્ર! હા શ્રેષ્ઠીપુત્ર! હા! પ્રાણ કરતાં પણ અધિક વલ્લભ ! આવું વિપરીત તને કેમ થયું?” એ પ્રમાણે ભીષણ પિકાર કરીને મૂચ્છિત થઈ તે જમીન પર પડી ગયે.. ક્ષણવાર પછી શીતળ વાયુથી સાવધાન થયે, એટલે વિલાપ કરવાનું તેને લોકોએ કારણ પૂછ્યું. આથી તે બોલ્યો કે:-“એ કુમાર નામલિપિનગરીના કુમારદેવ વ્યવહારીને પુત્ર હતો, અને આ નગરમાં વસનાર જસાદિત્ય શ્રેષ્ઠીની સુતા પતિ હતે. નાવના ભંગથી તે આજે જ મારી સાથે અહીં આવ્યું હતે.” ઇત્યાદિ અશેષ વૃત્તાંત કહેતાં રાજપુરૂષે પોતાની ભૂલ જાહેરમાં આવશે એમ જાણી તેને પથરવડે મારવા લાગ્યા. એવામાં જમાદિત્ય તે વ્યતિકર સાંભળીને પોતાની પુત્રી દેયિણીને લઈ ત્યાં આવ્યું, અને રાજાની આજ્ઞાથી અરૂણદેવને શૂળી પરથી નીચે ઉતાર્યો. એટલે દેયિણએ તેની સાથે બળી મરવાની માગણી કરી, પણ રાજાએ અટકાવી, એટલે તે વિલાપ કરવા લાગી. તેથી રાજાએ કહ્યું કે કર્મની ગતિ અતિ વિચિત્ર છે, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #104
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથચરિત્ર-ભાષાંતર, નહીં તે શ્રેષ્ઠીપુત્ર આવું વિપરીત કેમ કરે? (રાજા હજુ તેણેજ કાંડા કાપીને કડાં લીધાનું માને છે.) પણ તે જ્ઞાની વિના સભ્ય કેણ જાણી શકે?” એવામાં ચતુર્દાનધર ચંદ્રધવલ નામના ચાર શમણ મુનીશ્વર આકાશમાર્ગે ત્યાં આવ્યા. તેમનું આગમન સાંભળીને રાજા તેમની પાસે ગયો. દેવોએ ત્યાં કમળની રચના કરી એટલે મુનીશ્વર તે પર બેસીને ધર્મદેશના દેવા લાગ્યા:– ___" धर्मोऽयं जगतः सारः, सर्व सुखानां प्रधानहेतुत्वात् / તત્પત્તિનુગા, સાર તેનૈવ માનુષ્ય” | સર્વ સુખોનો પ્રધાન હેતુ હોવાથી ધર્મ–એજ જગતમાં સાર વસ્તુ છે, વળી તેનું ઉત્પત્તિસ્થાન મનુષ્ય છે–તેથી જ મનુષ્યત્વ એ સાર વસ્તુ છે.” હે ભવ્ય જનો ! મેહનિદ્રાને ત્યાગ કરે, જ્ઞાનજાગ્રતીથી જાગૃત થાઓ, પ્રાણઘાતાદિનો ત્યાગ કરે, કઠોર વચન ન બાલે, કઠેરવચન બોલવાથી આગામી ભવે દેયિણી અને અરૂણ દેવની જેમ દુ:ખ પ્રાપ્ત થાય છે.” એટલે રાજા વિગેરેએ પૂછ્યું કેદેયિણ અને અરૂણદેવ પૂર્વભવે શું કઠેર વાક્ય બોલ્યા હતા? " એટલે મુનિએ તેમનું પૂર્વભવનું ચરિત્ર કહી સંભળાવ્યું. તે સાંભળીને સર્વે સંવેગને પામ્યા, અને દેયિણ તથા અરૂણદેવને જાતિસ્મરણ ઉત્પન્ન થયું, એટલે તેમણે પરસ્પર ખમાવ્યું. પછી મિથ્યાદુકૃત દઈ અનશન કરી ધર્મધ્યાનમાં એકાગ્ર મનવાળા એવા તે બંને મરણ પામીને સ્વર્ગે ગયા. પછી રાજાએ કહ્યું કે -અલ્પ માત્ર કઠેર વચન બેલવાથી પણ આવી અવસ્થા થઈ તે મારા જેવાની શી ગતિ થશે? અહો! આ સંસારને ધિક્કાર થાઓ.” આ પ્રમાણે કહીને રાજા અને જસાદિયે ચારિત્ર અંગીકાર કર્યું, અને ચારે પણ ત્યાં આવી પોતાનું પાપ પ્રકટ કરીને ચારિત્ર લીધું. ઉગ્ર તપ તપીને તે ત્રણે સ્વર્ગે ગયા. ઇતિ ચંદ્રા સર્ગ કથા. 1 ચાર જ્ઞાની અથવા અવધિજ્ઞાની માટે પણ નજીક રહેલા ક્ષેત્રદેવતા ભક્તિવડે કમળરચના કરે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #105
--------------------------------------------------------------------------
________________ એક ભિક્ષુક. કઠેર વચનનું આવું કનિષ્ટ ફળ જાણીને આક્રોશ કરવા વિગેરેનું પ્રયત્નથી વજનજ કરવું. કારણકે વચન અને કાયાથી કરેલ હિંસા તે દૂર રહે, પરંતુ મનથી ચિંતવેલ હિંસા પણ પોતાના જીવને વિઘાત કરનારી અને નરકનાં દુઃખ આપનારી થાય છે. તે આ પ્રમાણે - પૂર્વે કઈ રંક ભિક્ષુક વૈભારગિરિના ઉદ્યાનમાં ઉજાણું આવેલા લેક પાસે ભિક્ષા માગવા ગયે. પણ તેના કર્મષથી તેને શિક્ષા ન મળી, તેથી તે અંતરમાં વિચારવા લાગ્યું કે:-અહે! ભક્ષ્યજ્ય પુષ્કળ છતાં પણ આ લેકે મને ભિક્ષા આપતા નથી, માટે હું આ સર્વને ઘાત કરું. ( સર્વને મારી નાખું.) એ પ્રમાણે રૌદ્રધ્યાનવડે ચિંતવીને પર્વત પર ચડી નિર્દયપણુથી એક મોટી શિલા મૂળમાંથી ઉપાડીને ગબડાવી. તે મેટી શિલા નીચે આવતાં ઘણા લોકો તેની નીચે કચરાઈ ગયા અને તે ભિક્ષુક પણ ચૂર્ણ થઈ ગયે. ભિક્ષુક મરણ પામીને નરકે ગયે. (અન્યત્ર તે શિલા નીચે ભિક્ષુકજ દબાઈ ગયે એમ કહ્યું છે.) એ કારણ માટે મન, વચન અને કાયાથી જીવહિંસાને ત્યાગ કરે. (જુઓ! મનથી ચિંતવેલ પાપ પણ તે ભિક્ષુકને નર્કગમન માટે થયું.) એ પ્રમાણે જીવહિંસાના ત્યાગરૂપ પહેલા અણુવ્રતના સંબંધ માં વ્યાખ્યાન આપીને ગુરૂ આગળ બીજા વ્રત સંબંધી કહેવા લાગ્યા. - બીજું અણુવ્રત મૃષાવાદવિરમણ નામનું છે. તેના પાંચ અતિચારે વર્જવા ચગ્ય છેમિથ્યા ઉપદેશ, સહસાકારે આળ દેવું, ગુહ્ય કથન, વિશ્વસ્ત જનને છુપ ભેદ પ્રગટ કરવું અને કૂટ લેખ લખવો–એ સત્યવ્રતના પાંચ અતિચાર છે.” સત્ય વચનથી દેવતાઓ પણ સહાયતા કરે છે. કહ્યું છે કે - સત્યના પ્રભાવથી નદી નીરપૂર્ણ થઈને વહે છે, અગ્નિ શાંત થાય છે, સિંહ, હાથી અને મહાસર્પ-એ સત્યવ્રતીએ કરેલી રેખા (લીંટી) ને ઓળંગવા સમર્થ થતા નથી, વિષ, ભૂત કે મહાઆયુધ પણ તેના પર ચાલી શકતા નથી; વધારે શું કહેવું? પણ સત્યાસક્ત જનથી દૈવ પણ દૂર થઈ જાય છે. જે 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #106
--------------------------------------------------------------------------
________________ 90 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર સત્ય વચન બેલે છે, તેની પાસે અગ્નિ જળ સમાન, સમુદ્ર સ્થળ સમાન, શત્રુ મિત્ર સમાન, દેવતાઓ કિંકર સમાન, જંગલ નગર સમાન, પર્વત ગૃહ સમાન, સર્પ પુષ્પમાળા સમાન, સિંહમૃગ સમાન, પાતાળ બિલ સમાન, અસ્ત્ર કમળના દળ સમાન, વિકરાળ હાથી ગાલ સમાન,વિષ અમૃત સમાન અને વિષમ અનુકૂળ થઈ જાય છે.” વળી “મન્સનત્વ, કાહલત્વ, મૂકત્વ, મુખાગતા, એ અસત્યનું ફળ જોઈને કન્યાઅલીક વિગેરે અસત્યને ત્યાગ કર.” “કન્યા, ગાય અને ભૂમિ સંબંધી અસત્ય, થાપણ ઓળવવી અને બેટી સાક્ષી પૂરવી– એ પાંચ સ્થળ અસત્ય કહેલા છે.” જુઓ! નારદ અને પર્વત નામના એ મિત્રના સંવાદમાં ગુરૂપતીની અભ્યર્થનાથી લેશ માત્ર અસત્ય બોલતાં પણ વસુરાજ ઘેર દુર્ગતિ પામ્યા. વળી ખાટી સાક્ષી પૂરવાથી બ્રહ્મા અર્ચારહિત થયા અને કેટલાક દેવતાઓ નાશ પામ્યા. સત્યની પરીક્ષામાં પાર ઉતરતાં શું મનુષ્ય સાક્ષાત્ હરિની જેમ પૂજિત થતું નથી ? થાય છે. આ વ્રતના સંબંધમાં વસુરાજાનું દ્રષ્ટાંત આ પ્રમાણે છે તે સાંભળે - ' વસુરાજાની કથા, * આ ભરતક્ષેત્રમાં શુતિમતી નામે નગરી છે, જે સર્વ નગરીઓમાં પોતાની શોભાથી વધારે શેભી રહી છે. ત્યાં સર્વ રાજાઓમાં મુગટ સમાન અને પોતાના તેજથી શત્રુરૂપ તિમિરને ઇવસ્ત કરનાર શ્રીમાન અભિચંદ્ર નામે રાજા રાજ્ય કરે છે. તેને કમલાવતી નામની પટરાણું છે. વિષય સુખ ભેગવતાં તે દંપતીને વસુ નામે પુત્ર થયે. તે મહામતિ બાલ્યાવસ્થાથી જ સત્યવ્રતમાં આસક્ત છે. કીડા કરતાં પણ તે સાચું જ બોલે છે. જો કે તે વિનયી, ન્યાયવાન, ગુણને સાગર તથા સકળ કળામાં કુશળ હતો, છતાં પણ સત્ય વ્રત તેને વધારે અભિષ્ટ હતું; સ્વપ્નમાં પણ તે અસત્યને ઈચ્છતે નહિ. - તે નગરીમાં બ્રહ્મવિદ્યામાં નિપુણ અને સકળ શાસ્ત્રવિશારદ એવા સરકદંબક નામના ઉપાધ્યાય રહેતા હતા. તેને પર્વત નામે પુત્ર હતે. પર્વત અને દેશાંતરથી આવેલે નારદ-એ ત્રણે ક્ષી
Page #107
--------------------------------------------------------------------------
________________ વસુરાજાની કથા. . રકદંબક ઉપાધ્યાયની પાસે નિરંતર શાસ્ત્રાભ્યાસ કરતા હતા. તે ત્રણે ગુરૂભક્તિમાં મશગુલ હતા. કહ્યું છે કે - એક અક્ષર આપનારને પણ જે ગુરૂ તરીકે ન માને, તે શ્વાનની નિમાં શતવાર - ત્પન્ન થઈને ચાંડાળકુળમાં જન્મ પામે છે. જે ગુરૂ એક અક્ષર પણ ભણાવે, તેમને જગતમાં એવી એકે વસ્તુ નથી કે જે આપીને ત્રણમુક્ત થવાય.”તે ત્રણે નાના પ્રકારના પાંડિત્યશાસ્ત્ર શીખતા હતા. શાસ્ત્રાભ્યાસ કરવાથી પુરૂષ સર્વ સમીહિતને પ્રાપ્ત કરે છે. કારણું કે –“વિદ્યા એ પુરૂષનું અધિક રૂપ છે, તે પ્રચ્છન્ન અને ગુપ્ત ધન છે, વિદ્યા, ભેગ, યશ અને સુખને આપે છે, તે ગુરૂની પણ ગુરૂ છે, વિદેશગમનમાં તે બંધુસમાન છે, તે પરમ દેવતા છે, રાજાઓમાં તે પૂજાયેલી છે, પણ ધન પૂજાયેલું નથી, માટે વિદ્યાહીન પુરૂષ તે પશુ સમાન છે. અહીં ઉપાધ્યાય તેમને આદરપૂર્વક ભણાવતા હતા. એકદા રાત્રે અગાશી પર બેઠેલા ગુરૂ જાગતા હતા અને શ્રમના વશથી ત્રણે શિષ્યને ભણતાં ભણતાં ક્ષણભર નિદ્રા આવી ગઈ હતી. એવામાં આકાશમાં જતાં બે ચારણશ્રમણ મુનિ તેમને જોઈને પરસ્પર કહેવા લાગ્યા કે - આ ત્રણ છાત્રામાં એક મેક્ષગામી છે અને બીજા બે નરકગામી ." આ પ્રમાણે સાંભળીને ક્ષીરકદંબક ઉપાધ્યાય તરત પ્લાન મુખવાળા થઈને વિચારવા લાગ્યા કે આ વચન ખરેખર દુઃશ્રવ છે, મને ધિક્કાર છે કે હું અધ્યાપક છતાં મારા શિષ્ય નરકે જાય, પરંતુ આ કેઈ પણ જ્ઞાનીનું વચન હોવાથી તે અસત્ય થાય એમ લાગતું નથી. તે પણ નરકે કેણુ જશે અને મેક્ષે કોણ જશે તેની પરીક્ષા તે કરવી જોઈએ.” પછી તે જાણવાને માટે પ્રભાતે ગુરૂએ ત્રણેને પોતાની પાસે બોલાવ્યા અને તેમને એક એક લોટને કુકડે આપીને કહ્યું કે - જ્યાં કેઈ ન જુએ ત્યાં એને મારી નાખવો.” આ પ્રમાણેનું ગુરૂનું વચન સાંભળીને વસુ અને પર્વત તો પોતપોતાને આપેલ કુકડો લઈને શૂન્ય પ્રદેશમાં ગયા, અને ત્યાં તેમણે તેને મારી નાખે. નારદ તે કુકડે લઈને નગરની બહાર નિર્જન પ્રદેશમાં જઈ સ્થિર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #108
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર ચિત્તે મનમાં ચિંતવવા લાગ્યો કે –ગુરૂરાજે એવી આજ્ઞા કરી છે કે જ્યાં કઈ પણ ન જુએ ત્યાં એને માર. પરંતુ અહીં તો પક્ષીઓ અને વૃક્ષે જુએ છે. પછી તે પર્વતની ગુફામાં ગયે અને ચિંતવવા લાગ્યું કે અહીં પણ લોકપાળ અને સિદ્ધ જુએ છે, માટે શી રીતે એને ઘાત કરૂં? પરંતુ ગુરૂરાજ દયાવંત અને હિંસાથી સર્વથા વિમુખ છે, તેથી તે હિંસા કેમ કરાવે? માટે ખરેખર ! અમારી બુદ્ધિની પરીક્ષા કરવાને માટે જ આ પ્રમાણે આદેશ કર્યો હશે.” એમ વિચારી કુકડે લઈને તે પાછા આવ્યા અને કુકડાને ન મારવાનો હેતુ ગુરૂને નિવેદન કર્યો, એટલે ગુરૂએ વિચાર્યું કે –આ નિશ્ચય મેક્ષે જશે.” એમ ચિંતવી નેહથી બહુ સારૂં” એમ કહ્યું. પછી “તું મને અભીષ્ટ છે, તુ સુકૃતી અને ધન્ય છે.” એમ પ્રશંસા કરી ઉપાધ્યાય તેનું ગૈારવ કરવા લાગ્યા. એવામાં વસુ અને પર્વત પાછા આવીને આ પ્રમાણે બાલ્યા કે- જ્યાં કોઈ પણ ન જોઈ શકે . ત્યાં જઈને અમે કુકડાને મારી આવ્યા.” ગુરૂએ કહ્યું કે:-“તમે અને વિદ્યાધર વિગેરે જેતા હતા, છતાં કોઈ જોતું નથી એમ ધારીને અરે! પાપિચ્છે ! તમે કુકડાને કેમ માર્યો? માટે તમને ધિક્કાર થાઓ.” પછી ગુરૂને વિચાર કર્યો કે:-“મુનિઓએ જે કહ્યું તે સત્ય છે, જરૂ૨ આ બંને નરકગામી , તે હવે એમને ભણાવવાથી શું?એને ભgવવા તે અંધને આરસી બતાવવી, બધિર આગળ શંખ વગાડ, વનમાં વિલાપ કરવા, પત્થર પર કમળ રોપવા અને ક્ષારભૂમિમાં વરસવું તેના જેવું છે. કહ્યું છે કે:-“જે ગુણ વિદ્યમાન છતાં પણ અધોગતિ થાય એવા ગુણેને આગ લાગે, તેવું કૃત પાતાળમાં ચાલ્યું જાઓ અને તેવું ચાતુર્ય વિલય પામે. કેમકે તે તે ઉલટું હાનિકારક છે તેજ જળ કે જે તૃષાને છેદે, તેજ અન્ન કે જે સુધાને દૂર કરે, તેજ બંધુ કે જે આપણું પીડાને ધારણ કરે-આપણને સહાય કરે અને તેજ પુત્ર કે જેનાથી પિતાને નિવૃત્તિ મળે. તેજ શ્રત શીખ્યું અને સાંભળ્યું પ્રમાણ છે કે જેથી આત્મા નરકમાં ન પડે. શેષ બધું કલેશ નિમિત્તેજ છે અને બધી વિડંબના છે. જ્યારે મારે પુત્ર પર્વત P.P.AC. Gunratnasun MS. Jun Gun Aaradhakrust
Page #109
--------------------------------------------------------------------------
________________ વસુરાજાની કથા. - અને રાજપુત્ર વસુ કે જે બંનેને મેં ભણાવ્યા છે છતાં એ બંને નરકે જવાના છે તે હવે મારે ગૃહવાસથી શું?” એ પ્રમાણે નિર્વેદ પા. મીને ઉપાધ્યાયે પ્રવજ્યા અંગીકાર કરી. એટલે તેની પદવી પર્વતને મળી. તે શાસ્ત્રાની વ્યાખ્યા કરવામાં વિચક્ષણ થયે. વિશુદ્ધમતિ નારદ ગુરૂપ્રસાદથી સર્વ શાસ્ત્રમાં વિશારદ થઈ સ્વસ્થાને ગયે, અને ગુરૂને વેગ મળવાથી અભિચંદ્ર રાજાએ દીક્ષા લીધી, એટલે વસુ વસુદેવ સમાન રાજા થયે. તે વસુ વસુધાતળપર સત્યવાદીના નામથી પ્રસિદ્ધિ પામે અને તે સત્ય વચનજ બોલવા લાગ્યા. એક એકદા કઈ વ્યાધે વનમાં મૃગયા કરવા જતાં મૃગ સામે બાણ છેડ્યાં. તે બાણે વચમાં ખલના પામ્યા, એટલે તે બાણખલનનું કારણ જાણવાને નજીક ગયે. ત્યાં હાથવડે સ્પર્શ કરતાં આડી સ્ફટિ. કની શિલા છે એમ તેના જાણવામાં આવ્યું. તે મનમાં ચિંતવવા લાગ્યા કે –“આની પેલી બાજુ ચરતે મૃગ ભૂમિછાયાની જેમ મારા જેવામાં આવ્યો હતે. ખરેખર હાથથી સ્પર્શ કર્યા વિના આ શિલા છે એમ સર્વથા જાણી શકાય તેમ નથી, માટે આ શિલા વસુધાપતિ વસુરાજાને ગ્ય છે.” એમ વિચારી તે શિલા તેણે ગુપ્ત રીતે વસુરાજાને ભેટ કરી. એટલે રાજાએ સંતુષ્ટ થઈને તેને સ્વીકાર કર્યો, અને તેને સારી રીતે પારિતોષિક આપ્યું. પછી રાજાએ તે શિલાની ગુપ્ત રીતે પિતાના આસનની વેદિકા ઘડાવી, અને તે ઘડનારા શિલ્પીને મારી નખાવ્યું. “રાજાઓ કદાપિ પિતાના થતા નથી. ? , , , , પછી તે વેદિકાપર સિંહાસન સ્થાપીને વસુરાજ બેસવા લાગ્યા એટલે બધા લોકે એમ કહેવા લાગ્યા કે –“સત્યના પ્રભાવથી વસુરાજા નિરાધાર સિંહાસન પર બેસે છે.” સત્યના પ્રભાવથી દેવતાઓ પણ વસુરાજાને સહાય કરવા લાગ્યા, તેથી તેની યશસ્વતી પ્રસિદ્ધિ દશે દિશાઓમાં સર્વત્ર વ્યાપી ગઈ, અને તેને લીધે અન્ય રાજાઓ સવે ભય પામીને તેને સ્વાધીન થઈ ગયા. વસુરાજાને સર્વત્ર જય થવા લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #110
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. - એકદા નારદ ઈષ્ટ અને ગુરૂભાઈ એવા પર્વતને મળવાને માટે ત્યાં આવ્યે. તે વખતે પર્વત વિદ્યાથીઓને “નૈgવું” એ પદને અર્થ શિખવતો હતો. ત્યાં અજ એટલે બકરાથી યજન કરવું? એવો તેને કરેલે અર્થ સાંભળીને નારદે કહ્યું કે –“હે ભ્રાતા ! બ્રાંતિથી વૃથા અસત્ય શા માટે બોલે છે? ગુરૂજીએ તે “અજ એટલે ન ઉગે એવા ત્રણ વરસના વ્રીહિથી યજન કરવું” એમ કહ્યું હતું. . " ગાયત્તે રૂત્યના” “ઉત્પન્ન ન થાય તે અજ” એમ અજ શ બ્દની વ્યાખ્યા કરી હતી, તે શા કારણથી તું ભૂલી ગયે?” એટલે પર્વત છે કે –“પિતાજીએ એમ નહોતું કહ્યું, પણ અજને અર્થ મેષ (બકરે) જ કર્યો હતે.” પુનઃ નારદ બોલ્યો કે:-“શબ્દના અર્થ અનેક થાય છે, પરંતુ ગુરૂજી દયાવંત હોવાથી તેમણે અજનો અર્થ બકરે કહેલ નથી, માટે હે મિત્ર! તું એવો અર્થ કરીને વૃથા પાપ ન બાંધ.” એટલે પર્વત પુનઃ આક્ષેપથી બે કે તું મૃષા બેલે છે.” આ પ્રમાણે વાદ કરતાં પોતપોતાના પક્ષને સ્થાપન કરવા તેમણે જહાદન પણ કર્યો, અને તેમણે પ્રતિજ્ઞા કરી કે –“આપણે સહાધ્યાયી વસુરાજ સત્યવાદી છે, માટે તે જે અર્થ કહે તે સત્ય માન.” * નારદના ગયા પછી પર્વતની માતાએ પર્વતને એકાંતમાં બેલાવીને કહ્યું કે હે વત્સ! તારા પિતાએ અજ એટલે ત્રણ વરસના વીહિ કહ્યા છે, તે તે જીહ્ના છેદનું પણ શા માટે કર્યું? હે પુત્ર! વિચાર કર્યા વિના કામ કરનારા પુરૂષ આપત્તિને પામે છે. અહ! તું ફેગટ હારી ગયે.” પર્વત બોલ્યો કે:-“હે માત ! હવે શું કરું? હવે તે જે થવાનું હોય તે થાઓ. અભિમાનને કાંટે ચડેલે જીવ કૃત્યાત્યને જાણતો નથી.” પછી પર્વતની માતા દુ:ખથી પીડિત થઈને છાની રીતે વસુરાજા પાસે ગઈ, એટલે વસુરાજા તેમને જોઈને ઉભે થશે અને સન્મુખ આવીને પગે પડી બોલ્યા કે –“હે માતા ! શેર હેકમ છે? તમારે માટે હું શું કરું? શું આપું?” તે બોલી કે - - “હે રાજન ! મને પુત્રભિક્ષા આપે. પુત્ર વિના ધન, ધાન્યનું શું Jun Gun Aaradhak Trust
Page #111
--------------------------------------------------------------------------
________________ વસુરાજાની કથા. પ્રયજન છે?' વસુરાજા બે કે –“હે માત ! મારે ભ્રાતા પર્વ તે તમારે પુત્ર છે, મારા ભાઈને ઘાત કરવા કે તૈયાર થયે છે? કેણ તેને પરાભવ કરે છે?” એટલે તેણે બધે વૃત્તાંત કહી બતાવ્યું, અને છહ્યા છેદનું પણ કર્યા સંબંધી બધું કહી સંભળાવ્યું. પ્રાંતે તે બોલી કે:-“એ સંબંધમાં તમને પ્રમાણભૂત કરેલ છે, માટે ભાઈની રક્ષાને માટે તમારે અજ શબ્દને મેષ અર્થ કરે. સંતજ તે પિતાના પ્રાણ આપીને પણ પરનો ઉપકાર કરે છે, તે વચનથી કરે તેમાં તે શું કહેવું?” રાજા બે કે –“હે માતા ! હું સર્વથા મિથ્યા બોલતું નથી. સત્યવાદી પુરૂષે પ્રાણુતે પણ અસત્ય બોલતા નથી. વળી બીજું પણ સાંભળો–પાપભીરૂ પુરૂષ ગુરૂવાણીને પણ અન્યથા કેમ કરી શકે ? વળી ખાટી સાક્ષી પૂરનાર નરકે જાય છે–એમ સ્મૃતિમાં પણ કહ્યું છે.” આ પ્રમાણે સાંભળીને તે રોષ લાવીને બોલી કે –“હે ભૂપ! તારી પાસે કદાપિ મેં કંઈ માગ્યું નથી, આજજ હું માગવા આવી છું, માટે ગમે તેમ કરીને પણ મારી માગણી કબુલ રાખ.” એટલે તે પ્રમાણે બોલવાનું વસુરાજાએ માન્ય રાખ્યું, પછી ક્ષીરકદંબકની પત્ની પ્રમુદિત થઈને પિતાને ઘેર ગઈ. પછી નારદ અને પર્વતક બંને રાજસભામાં આવ્યા. વસુરાજાએ તેમને સન્માન આપ્યું. તેઓ બંને આસન પર બેઠા અને પોતપિતાના પદનું વ્યાખ્યાન કરીને બેલ્યા કે –“હે રાજન ! તું અમારે સહાધ્યાયી છે અને સત્યવાદી છે, માટે સત્ય બેલ, ગુરૂજીએ અજશબ્દની વ્યાખ્યા શું કરી છે? તું અમારે સાક્ષી છે, વળી સત્યથી બધું સમીહિત સિદ્ધ થાય છે, રાજ્યાધિષ્ઠાયિક દેવો, લેકપાળે અને દિકપાલ બધા સાંભળે છે, તેથી હે રાજન ! સત્યજ બોલજે. સૂર્ય કદાચ પૂર્વ દિશા તજીને બીજી દિશામાં ઉગે અને કદાચ મેરૂપર્વત પણ ચલાયમાન થાય, તથાપિ સત્યધન પુરૂષો કોઈ રીતે અસત્ય બોલતા નથી.” આ પ્રમાણેનાં સત્યતાપ્રેરક તેમનાં વચનો સાંભળ્યા છતાં દુર્ગતિએ જવાનું હોવાથી પોતાની સત્યપ્રસિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #112
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. દ્ધિની પણ અવગણના કરીને વસુરાજા બોલ્યા કે:-“ગુરૂજીએ અજ શબ્દનો અર્થ મેષ કહ્યો છે.” આ પ્રમાણે રાજાએ ખોટી સાક્ષી પૂરી; એટલે તેના અસત્ય વચનથી તેના પર દેવતાઓ રૂષ્ટમાન થયા અને તેને સિંહાસન ઉપરથી નીચે પાડી દઈ પેલી શુદ્ધ સ્ફટિકની શિલા લઈ ગયા. વસુરાજા રૂધિર વમતે સિંહાસનથી નીચે પડ્યો એટલે ચાંડાળની જેમ ટી સાક્ષી આપનારનું મુખ કેણ જુએ?” એમ વસુરાજાની નિંદા કરતો નારદ તરતજ સ્વસ્થાને ગ; અને વસુરાજા મરણ પામીને નરકે ગયે. તે અપરાધીના અનુક્રમે રાજ્યપર બેસતા આઠ પુત્રને ક્રોધાયમાન થયેલા દેવતાઓએ નીચે પાડીને મારી નાખ્યા. એ પ્રમાણે અસત્ય વચનનું ફળ જાણીને સુજ્ઞ પુરૂષે સ્વપ્નમાં પણ અસત્ય ન બોલવું. “જેમ ગળણુથી જળ, વિવેકથી ગુણે અને દાનથી ગૃહસ્થ શુદ્ધ થાય છે, તેમ વચન સત્યથી શુદ્ધ થાય છે.” સત્યના પ્રભાવથી દેવ પણ પ્રસન્ન થાય છે. પાંચ પ્રકારના સત્યથી દ્રૌપદીને આમ્રવૃક્ષે સત્વર ફળ આપ્યાં હતાં. જેમ સુવર્ણ અને રત્નના બનાવેલાં બાહ્ય ભૂષણે હોય છે, તેમ સત્યવચન એ અંત૨નું ભૂષણ છે કહ્યું છે કે:-ખોટી સાક્ષી પૂરનાર, પર ઘાત કરનાર, પરના અપવાદ બોલનાર, મૃષાવાદી અને નિઃસાર બોલનાર–એ સર્વથા નરકે જાય છે. જે વચનથી પરને અપકાર થાય–તે સત્ય છતાં અસત્ય છે અને જે વચનથી પરનો ઉપકાર થાય, તે અસત્ય વચન છતાં પણ સત્ય છે. હાસ્યથી પણ જે અસત્ય બોલાય તો તે દુ:ખદાયક છે. જુઓ ! હર્ષથી વિષનું ભક્ષણ કરતાં શું તે મારતું નથી ? હસતાં સહજમાં જે કર્મ બંધાઈ જાય, તે રેતાં પણ છુટતું નથી.” એવું સિદ્ધાંતનું કથન જાણીને ચતુર પુરૂષ મૃષાવાદના પંકથી લેપાતો નથી. આ પ્રમાણે વસુરાજાનું દષ્ટાંત સાંભળીને વિશેષજ્ઞ જનેએ વિશેષે અસત્યને વજેવું. ઇતિ વસુરાજા કથા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #113
--------------------------------------------------------------------------
________________ وے એક નાપિતની ક્યા. -~~~ - ~ ~ ~- મૃષાવાદના સંબંધમાં વિશેષ પુષ્ટિ માટે બીજું દષ્ટાંત આપે છેકેઈ સંન્યાસી વિદ્યાબળે આકાશમાં અધર વસ્ત્ર રાખતાં બહુ માન પામ્યો, પણ મૃષાવાદ બેલી વિદ્યાગુરૂને ઓળવતાં તે પતિત થયે અને લઘુતા પામ્યું. તેનું દષ્ટાંત આ પ્રમાણે છે - સુદર્શનપુરમાં કઈ હજામ રહેતું હતું. તેણે કોઈ યેગીની સેવા કરીને તેની પાસેથી એક વિદ્યા મેળવી, તેથી તે વસ્ત્રો જોઈને ગગનમાં નિરાધાર રાખી શકો હતો. એકદા કેઈ સંન્યાસીએ તેની પાસે યાચના કરી કે –“હે ભદ્ર! એ સદ્વિદ્યા તું મને આપ.” પેલા નાપિતે તેને સત્પાત્ર જાણીને તે વિદ્યા આપી. પછી તે સંન્યાસી વિઘા લઈને દેશાંતરમાં ભમવા લાગ્યો. તે સર્વત્ર પોતાનાં વસ્ત્રો ધોઈને ઉંચે આકાશમાં નિરાધાર રાખતા હતા. તેથી લોકેએ આશ્ચર્ય પામીને એકદા તેને પૂછયું કે:-“હે સ્વામિન્ ! આવી મહાવિદ્યા તમે ક્યાંથી મેળવી?” એટલે તે બોલ્યો કે:-“હે લેકેજુઓ, જુઓ, આ સર્વ મારા તપનો પ્રભાવ છે! એમાં ગુરૂને કે વિદ્યાને પ્રભાવ નથી.” એમ બોલતાં જ તેનાં વસ્ત્રો નીચે પડ્યાં અને તેની વિદ્યા નષ્ટ થઈ ગઈ. એ કારણ માટે હે ભવ્ય જ ! મૃષાવાદના પ્રભાવથી વિદ્યા પણ અવિદ્યા થઈ જાય છે, માટે મૃષાવાદ સર્વથા વજનીય છે. - હવે ત્રીજુ અણુવ્રત અદત્તાદાનવિરમણ છે. તેના પણ પાંચ અતિચાર વર્જવા ગ્ય છે તે આ પ્રમાણે:-“ચેરને અનુજ્ઞા આપવી, તેને ચેરીને માલ લે, રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, વસ્તુમાં ભેળસેળ કરીને વેચવી અને તેલ માપમાં દગલબાજી કરવી.” પડી ગયેલ, વિસરી ગયેલ, ખોવાઈ ગયેલા રહી ગયેલ, સ્થાપન કરેલ યા રાખેલ-પરકીય ધન જે અદત્ત ગણાય છે તે સુજ્ઞ જનોએ કદાપિ ન લેવું. જે અદત્તને ગ્રહણ કરતું નથી તેની સિદ્ધિ અભિલાષા કરે છે, સમદ્ધિ તેને વરે છે, કીતિ તેની સન્મુખ આવે છે, ભવની પીડા તેને તજી દેશે, સુગતિ તેની સ્પૃહા કરે છે, દુર્ગતિ તેને જોતી પણ નથી 1 અન્યત્ર પોતાના અસ્ત્રા અધર રાખતા હતા એમ કહેવું છે. 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #114
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર, અને વિપત્તિ તો તેને પરિહાર જ કરે છે. દેખીતી રીતે પરના હિતાહિતાર્થ જાણવાનું જેણે દૂર કરેલું છે એ ચાર પણ વૈરાગ્યરૂપ કર્મરૂપ શસ્ત્રથી મેહરૂપ તિમિર અને કર્મરૂપ મળ નષ્ટ થઈ જવાને લીધે અંતદૃષ્ટિ પ્રગટવાથી દઢપ્રહારીની જેમ સમભાવવડે શુદ્ધ થાય છે. જુઓ! માટે દાવાનળ પણ શું મેઘથી દૂર થતો નથી ? થાય છે. સુજ્ઞ જન પરનું એક તૃણ માત્ર પણ વગર દીધું (અદત્ત) લેતો નથી. કારણકે ચાંડાળને આંગળીથી સ્પર્શ કરતાં શું માણસ અભડાય નહિ? આખા શરીરે અડે તેજ અભડાય? વૈર, વૈશ્વાનરતે ધ અથવા અગ્નિ, વ્યાધિ, વ્યસન અને વાદ–એ પાંચ વકાર વધવાથી મહા અનર્થ કરે છે. ચેરીનું પાપ તપ કરતાં છતાં પણ પ્રાય: ભેગવ્યા વિના ક્ષીણ થતું નથી. એ સંબંધમાં મહાબલનું દષ્ટાંત સમજવા લાયક છે તે આ પ્રમાણેઃ- આ ભરતક્ષેત્રમાં શ્રીપુર નામના નગરમાં યથાર્થ નામવાળે માન મર્દન નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં એક બળીષ્ઠ મહાબલ નામે કુળપુત્ર રહેતા હતા. તેના માબાપ બાલ્યવયમાંજ મરણ પામ્યા હતા. તેથી અંકુશ વિના સર્વત્ર ભમતાં પૂર્વ દુષ્કર્મના દોષથી તેને જુગારનું વ્યસન લાગુ પડ્યું. અનુક્રમે તે સાતે વ્યસનમાં આસક્ત થયે, કહ્યું છે કે - " तं च सिं च सुरा च वेश्या, पापर्द्धिचौर्य परदारसेवा / ___ एतानि सप्त व्यसनानि लोके, घोरातिघोरं नरकं नयंति"॥ ઘત, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચેરી અને પરદારસેવાએ સાત વ્યસને પ્રાણુને ભયંકર નરકમાં લઈ જાય છે. તે મહાબલ એકદા રાત્રે ચેરી કરવા માટે દત્ત નામના શ્રેષ્ઠીના ઘરમાં પેઠે, અને જાળીમાંથી તેણે ઘરની અંદર જોયું તે મેળમાં એક દેકડાની ભૂલ આવવાથી પોતાના પુત્રની સાથે તે કલહ કરતો હતો. એટલે ચારે વિચાર કર્યો કે - એક નજીવી બાબતને માટે આટલી મધ્યરાત્રે નિદ્રાથી વિમુખ થઈ જે પુત્રની સાથે આ કલહ કરે છે, તેનું ધન જે હરણ કરવામાં આવે, તે તેનું હૃદય તરત વિશીર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #115
--------------------------------------------------------------------------
________________ મહાબળની કથા. મ ન ષ = થઈ જાય અને તે મરણ પામે, માટે આનું કાંઈ પણ ન લેતાં અન્યત્ર જાઉં.' એમ વિચારીને તે કામસેના વેશ્યાના ભવનમાં ગમે ત્યાં પણ તે ચેરે જોયું કે –કામસેના વેશ્યા રતિ કરતાં અધિક રૂપવંત છતાં દ્રવ્યને માટે એક કેઢીની સાથે વિવિધ પ્રકારના ઉપચાર અને હાવભાવ વિગેરે કરતી હતી. તે જોઈને ચેર ચિંતવવા લાગ્યા કે - ધનની વાંછાથી આવા કેઢીની સાથે પણ જે વિલાસ કરે છે, એના ધનની મારે જરૂર નથી. આ પ્રમાણે વિચાર કરતાં તેને એવી મતિ આવી કે - અન્ય પામર જનની ચોરી કરવાથી શું ? સકળ અર્થને સાધનાર એવા રાજમંદિરમાં જ જાઉં.” એમ વિચારી એકાગ્ર મનથી તે રાજમંદિરમાં ખાતર પાડવા પેઠે. ત્યાં રાણીની સાથે સુખનિદ્રામાં સુતેલા. રાજાને જોઈને તે અત્યંત મુદિત થઈ આ પ્રમાણે ચિંતવવા લાગ્યો કે:–“અહો ! મારું ભાગ્ય જાગતું છે કે જેથી ચિંતામણિ સમાન સર્વ ઈચ્છા પૂરનાર રાજાજ હાથ પડ્યો છે.” પછી ૨નદીપના પ્રકાશથી મને હર હારાવળી વિગેરે અલંકારે તથા બહુ દ્રવ્યની પેટીઓ લેવાને તૈયાર થઈ જેટલામાં આજુબાજુ જુએ છે, એટલામાં બારણુના છિદ્રમાંથી પ્રવેશ કરતા એક સર્પને તેણે જોયે. “અરે ! અહીં આ સર્પ શું કરશે ?" એમ વિસ્મય પામી તે સાહસિક શિરોમણિ ત્યાંજ છુપાઈ રહ્યા. સર્પ પણ વાસગૃહમાં પ્રવેશ કરીને રાણીના મસ્તકના છુટા અંબાડાવડે ઉપર ચડી સુતેલી રાણુના ભાળ અને હાથને ડસી પાછા વળી ચાલ્યો ગયો. તે જોઈ કૌતુક અને આશ્ચર્યથી તે તસ્કર નિ:શબ્દ દ્વાર ઉઘાડી તરતજ તેની પાછળ ચાલ્યા. એવામાં મહેલપરથી નીચે ઉતરીને તે સપે મહાપુષ્ટ એવા વૃષભનું રૂપ ધારણ કર્યું. તે વૃષભે દંડ ઉપાડીને તેની પછવાડે દેડતા પ્રતલીના દ્વારપાળને જમીનદોસ્ત કરીને સીંગના અગ્ર ભાગથી મારી નાખ્યો. તે વ્યતિકર જોઈને ચેર પણું સાહસ પકડી બે હાથથી મજબુત રીતે તેના પૂંછને પકડીને પૂછવા લાગે કે -અરે ! તું કોણ છે? અને શા કારણે તે એમને મારી નાખ્યા? તેમજ હવે શું કરવાનું છે તે કહે?” એટલે તે વૃષભ મનુષ્યવાણીથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #116
--------------------------------------------------------------------------
________________ 100 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. બેલ્યો કે –“હે ભદ્ર! મારું કથન સાંભળ--હું નાગકુમાર દેવ છું. એ બંને મારા પૂર્વભવના વૈરી હતા, તેથી એ રાણું અને ચેકીદારને મારવાને માટે જ હું અહીં આવ્યો હતો.” ચાર બે કે - જો એમ હોય તે હે સુંદર ! કહે, મારૂં મરણ શી રીતે અને કેનાથી થશે ?" દેવ છે કે:-“હે ભદ્ર! એ પશ્ચાત્તાપ ઉત્પન્ન કરનાર પ્રશ્ન ન પૂછ.”એટલે તસ્કરે પુન: વધારે આગ્રહથી પૂછયું; તેથી વૃષભ છે કે:-હે ભદ્ર ! સાંભળ–આજ નગરના રાજમાર્ગમાં એક મહાન વટવૃક્ષ છે, તેની શાખાપર લટકીને તારૂં મરણ થશે.” :પુનઃ ચાર બેલ્યો કે –“તારૂં વચન સત્ય હશે, તથાપિ કંઈક નિશાની બતાવ.” એટલે વૃષભ બે કે –આવતી કાલે બપોરે રાજમહેલના શિખર પરથી સુતાર નીચે પડીને મરણ પામશે. તે નિશાનીથી તું પણ વટશાખામાં બંધાઈને મરણ પામીશ એમ માનજે. તે સાંભળીને અત્યંત ભયભીત થઈ તેને તસ્કરે છેડી મૂક્યા, એટલે તે અદશ્ય થઈ ગયે... બીજે દિવસે પેલા દેવે કહ્યું હતું તેવીજ રીતે બપોરે સૂત્રધારનું મરણ જોઇને પિતાના ભાવી મરણના ભયથી વ્યાકુળ થઈ તે અત્યંત ગભરાઈ ગયું. તેને ભેજન પણ ભાવતું ન હતું. ખરેખર! જતુઓને મરણને ભય મહાદુઃખનું કારણ છે. કહ્યું છે કે - " पंथसमा नत्थि जरा, दारिदसमो पराभवो नत्थि / - मरणसमं नत्थि भयं, खुहासमा वेयणा नथि " // . પંથ સમાન જરા નથી, દારિદ્ઘ સમાન પરાભવ નથી, મરણસમાન ભય નથી અને શ્રુધાસમાન વેદના નથી.” વળી–જે બાળ જીસુકૃતથી વજિત હોય છે તે જ મરણથી ભય પામે છે; પુણ્યવંત પુરૂષ તો મૃત્યુને એક પ્રિયતમ અતિથિ માને છે.” - હવે મૃત્યુથી ભયભીત થયેલા તસ્કરે વિચાર કર્યો કે –“અહીં વૃથા મારે શા માટે રહેવું ? અહીંથી દૂરજ ચાલ્યા જાઉં કે જેથી એ વૃક્ષની શાખા મારી નજરેજ ન પડે. વળી સંન્યાસ લઈને કોઈ નદીને કાંઠે બેસી સર્વ અનર્થને દૂર કરવા માટે તપ કરું.” આ પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #117
--------------------------------------------------------------------------
________________ મહાબળની કથા. . 101 વિચાર કરીને તે નગરની નજીકના કેઈ ગામની પાસે વનમાં એક નદીને કાંઠે કઈ તાપસ પાસે તાપસી દીક્ષા લઈને તપ તપવા લાગ્યા. તેને ગુરૂ મરણ પામતાં તેજ મઠમાં રહીને તે તીવ્ર અજ્ઞાનતપ કરવા લાગ્યો. તેમ કરતાં તેને ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા. ' અન્યદા કોઈક ચાર રાત્રે રાજભવનમાંથી રાજાની રત્નની પેટીઓ લઈને ભાગ્યો. તેની પાછળ રાજપુરૂષ પડયા એટલે તેના ભયથી પ્રેરાઈને ભયાકુળપણે ભાગતાં તે ચાર જ્યાં પેલો તાપસ થયેલ ચેર રહે છે તે ઉપવનમાં પેઠે, અને તે તાપસ થયેલા ચેરની પાસે પેલી પેટી મૂકીને દૂર ભાગી ગયે. પેલો તાપસ આભૂષણની પેટી જે પ્રમુદિત થઈને મનમાં કહેવા લાગ્યું કે અહા ! મારા તપના પ્રભાવથી દૈવે મને રત્નાભરણની પેટી આપી. તપના પ્રભાવથી મનુષ્યને શું શું નથી મળતું?” એમ બેલતે જેટલામાં વિષકન્યાની જેમ હાથથી તે પેટીને સ્પર્શ કરે છે તેટલામાં પ્રચંડ રાજપુરૂષોએ તે તાપસને ઘેરી લીધા. “અરે! પાપિષ્ટ ! દુષ્ટ ! તાપસના વેષથી આખા શ્રીપુરને લુંટયું અને અરે મૂર્ખ ! અત્યારે રાજવસ્તુની પણ ચેરી કરી.” એમ કહી લાકડી અને મુષ્ટિ વિગેરેથી સષ્ઠ માર મારી ગાઢ બંધને બાંધીને તેઓ તેને શ્રીપુર નગર તરફ લઈ ચાલ્યા. એટલે ચેર-તાપસ અંતરમાં વિચારવા લાગ્યા કે - “પેલા દેવતાએ પૂર્વે જે મારૂં મરણ કહ્યું હતું તે અત્યારે ઉપસ્થિત થયું.” એમ મનમાં ચિંતવીને તે પ્રગટ રીતે આ *ક બે - " તે નૈવ મૂપાને વૈને જ યાના ___ नीयते वटशाखायां, कर्मणाऽसो महाबलः " // પોતાના કર્મ આ મહાબલને વટશાખાપર લઈ જાય છે, તેનું રક્ષણ કરવાને રાજા, દેવ કે દાનવ કઈ સમર્થ નથી.” આ લેક સાંભળીને પેલા ક્રુર રાજપુરૂષે બોલ્યા કે ગળેથી પકડેલા બકરાની જેમ તું વારંવાર શું બડબડ કરે છે?” તેને જવાબ આપ્યા વિના તે તાપસ તે વારંવાર તેજ &લેક બોલતે હતે. પછી રાજપુરૂષોએ તેને રાજાને હવાલે કર્યો અને પેટી પણ રજુ કરી, એટલે તેની સામું. 1. I P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #118
--------------------------------------------------------------------------
________________ 102 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. જોતાં મનમાં સંશય લાવીને રાજાએ તેને કહ્યું કે –“અહ! તારું શરીર અને વેષ તે સૌમ્ય છે, તેથી આવું ચૈર્યકર્મ તને ઘટતું નથી.” આથી મહાબળ બોલ્યો કે –“હે રાજન ! બધું ઘટે તેમ છે, કારણ કે વિચિત્ર દેવને કંઈપણ દુર્ઘટ નથી. રતે તપણા નૈવ, ન તેને જ વનવૈ | नीयते क्टशाखायां, कर्मणाऽसौ महाबलः" // આ લોક સાંભળી “અહો ! એ વટ શું ? શાખા કઈ ? અને મહાબલ કેણુ?” એમ રાજાએ વારંવાર પૂછ્યું, છતાં તે ચોરતાપસ તે એ લોકજ બોલવા લાગ્યું. એટલે આશ્ચર્ય અને મર્મગભિત તે વચન જાણુને રાજાએ તેને બંધનમુક્ત કરાવી અભય આપીને આગ્રહથી પૂછયું. એટલે તેણે રાજાને ખાત્રપાત, સર્પદંશાદિ સર્વ યથાતથ વૃત્તાંત કહી સંભળાવ્યા. ચોરે કહેલ વૃત્તાંત સાંભળીને સાપે ડશેલ પોતાની સ્ત્રીના મરણથી ઉપન્ન થયેલ રેષથી નેત્રને રકત કરીને રાજા બોલ્યા કે –“અરેરે દૂર દેવ! અરે બાળ સ્ત્રી ને વૃદ્ધના ઘાતક ! અરે ! ચરપુરૂષની જેમ છિદ્રને જેનાર ! તે વખતે મારી પ્રાણપ્રિયાનું મારી અજાણુમાં તેં હરણ કર્યું છે, પણ એવી ધાનવૃત્તિથી તું ગર્વ કરીશ નહિ, હવે હું રક્ષક છતાં જો આ મહાબલને તું પકડે, તે હું તને બહાદુર સુભટ સમજું.” એમ કહીને રાજાએ પોતાની સંપત્તિથી તેને સત્કાર કરી પોતાના પુત્રની જેમ તે મહાબલને પોતાની પાસે રાખે, પુષ્ટ બનાવ્યું, અને દેવની તર્જના કરીને બે કે:-“હે મહાબલ ! યમના શિરપર લાત મારીને તું કીડા કર’મહાબલ ત્યાં રહીને સુખ ભોગવવા લાગ્યો; પરંતુ તે વૃક્ષની શાખા જેવાથી અંતરમાં તેને એક શલ્યરૂપ લાગતું હતું. એકદા તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કે:-“હે રાજન ! જે મારાપર પ્રસન્ન છે, તે મને અહીંથી દૂર દેશાંતરમાં મોકલી દ્યો, કે જેથી દષ્ટિવિષ નાગણ જેવી એ શાખાને હું જેવા ન પામું.” રાજાએ કહ્યું કે:-“હે વત્સ ! તું ભય ન પામ, મારી ભુજાપંજરમાં રહેલા તને દૈવકિંકર પણ શું કરવાના છે? તું નિ:શંક મનથી ભેગ ભેગવ.” રાજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #119
--------------------------------------------------------------------------
________________ મહાબળની કથા. 103 નાં આવાં વચન સાંભળીને તે દૈવને નિર્માલ્ય ગણવા લાગ્યા. એમ કરતાં કેટલોક કાળ વ્યતીત થયા. એકદા શૃંગાર સજી કંઠમાં સુવર્ણની સાંકળી તથા હારાદિક પહેરી અશ્વપર બેસીને રાજાની સાથે રવાડીએ જતાં કંઈક કારણસર તેની સ્ત્રીએ તેને પાછો વાળીને ઘરે બેલાબે, એટલે તે ક્ષણવાર ઘરે રહીને પુન: વેગથી રાજાની પાછળ જવા ચાલ્યા. રસ્તામાં તે વટવૃક્ષની નીચે આવતાં મરણની શંકાથી તેણે અશ્વને ચાબુકથી સખ્ત રીતે માર્યો, એટલે અશ્વ એકદમ ઉછળે અને મહાબલના ગળામાં રહેલી સુવર્ણની સાંકળી પછવાડેના ભાગથી ઉછળીને તેજ વટની શાખાના કેઈ તીર્ણ ભાગમાં ભરાઈ ગઈ. નીચે રહેલે અશ્વ એકદમ આગળ ચાલ્યો ગયો, એટલે મહાબલ વડની શાખા સાથે લટકી જવાથી નિર્બળ થઈને પેલો લોક સંભારી બોલવા જતો હતો, તેવામાં તે કંઠે ફાંસો આવી જતાં પીડિત થઈને તે મરણ પામ્યો. લોકોએ તેને નીચે ઉતાર્યો અને તેને અનેક પ્રકારે પ્રતીકાર કરવામાં આબે, પણ તે સર્વ વૃથા ગયે. રાજાને તે ખબર પહોંચ્યા. એટલે કાનને શૂળરૂપ તે વચન સાંભળીને રાજા અત્યંત વિલાપ કરવા લાગ્યો-“હા ! વત્સ! તને આ શું થયું ? અરે એ વટવૃક્ષનું મેં મૂળથી કેમ ઉમ્મુલન ન કર્યું? અરે ! મેં પાપીએ એ શાખા પણ કેમ કપાવી નાખી નહિ ? અરે ! મેં તને બીજા નગરમાં પણ કેમ ન મોકલ્યો? દેવે મારે સર્વ રીતે અતિભ્રંશ કર્યો. અહો! સૈન્ય અને વાહનયુક્ત હું રક્ષક નાથ છતાં અનાથની જેમ તારી કેવી દુર્દશા થઈ? શું આ મારૂં નાથત્વ? અથવા તે મારાથી શું રક્ષા થઈ શકે ? અરે ! આ શું મેં મિથ્યાભિમાન કર્યું? કોઈએ હજી જરાને જર્જરીભૂત કરી નથી, અને મૃત્યુને કઈ જ નથી. માટે રે જીવ! ખટે ગર્વ કરતાં તને લજજા કેમ થતી નથી ? હું કર્તા, હું કર્તા, હું ધણી, હું ગુણી–એ બધું વૃથાજ છે. હે દૈવ! કેવળ મારી લલનાનું હરણ કરીને તું બેસી ન રહ્યો, આ પુત્રનું પણ તે હરણ કર્યું, અને મારા માનનું પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #120
--------------------------------------------------------------------------
________________ 104 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. તેંજ હરણ કર્યું. અથવા તો વિધાતા કેણ દૈવ કેશુ? યમ કોણ? જીવ પિતાનાં કરેલાં શુભાશુભ કર્મનાં ફળ જ ભેગવે છે. માટે હે ચેતન ! શુભ કર્મ કર.” આ પ્રમાણે રાજાને સંબોધની સન્મુખ થયેલ જોઈને મંત્રીઓએ ચંદનાદિ કોષ્ટથી મહાબળના દેહને સંસ્કાર કરાવ્યે. તે દિવસથી રાજા ચિંતાતુર, લજિત અને કીડારહિત થઈને મહેલમાંજ બેસી રહેવા લાગ્યો. એકદા નંદનવનમાં બે ચારણશ્રમણ મુનીશ્વર પધાર્યા. તેમનું આગમન જાણને મંત્રીશ્વરે રાજાને તેમની પાસે લઈ ગયા. એટલે મુનીંદ્ર પણ રાજાના ભાવને જાણીને બેલ્યા કે:-“ આ સંસારમાં જીવ કર્મને લઈને સુખ દુ:ખ ભોગવે છે, માટે સુખાથી જીવોએ શુભ કર્મને સંચય કર, અને ચેતનસ્વરૂપ આત્માને સુજ્ઞાન સાથે જોડી દે, તથા અજ્ઞાનથી તેનો બચાવ કર. માણસે બુદ્ધિ, ગુણ, વિદ્યા, લક્ષ્મી, બળ, પરાક્રમ, ભક્તિ અને યુક્તિથી અથવા બીજા કોઈ પણ પ્રકારથી પોતાના આત્માને મરણથી બચાવવા સમર્થ નથી. કહ્યું છે કે:-“શરીરના રક્ષણ કરનાર૫ર મૃત્યુ અને ધનના રક્ષણ કરનારપર વસુંધરા-પુત્રવત્સલ સ્વપતિપર દુચારિણું સ્ત્રીની જેમ હસે છે. “જે ઘટિત ન થઈ શકે–દૈવ તેને ઘટિત કરે છે, અને જે સુઘટિત થઈ શકે તેને તે વિખેરી નાખે છે, જે પુરૂષના ખ્યાલમાં પણ ન આવી શકે-દેવ તેને ઘટિત કરે છે.” એ કોઈ પણ પ્રકાર નથી કે જેથી તેઓ પોતાના દેહની છાયાની જેમ ભવિતવ્યતાને ઓળંગી શકે. આ જીવ અશરણ છે. પ્રાણીઓપર વારંવાર પડતી જન્મ મરણની આફતને કોઈ નિવારી શકે તેમ નથી. આ પ્રાણે પાંચ દિનના અતિથિ છે, એમ જાણુંને કેાઈની ઉપર રાગ દ્વેષ શું કરે? અને વપર કોણ? અરણ્યના રૂદન તુલ્ય દેવને ઉપાલંભ દેવાથી શું? અને સમુદ્રના અવગાહન તુલ્ય વિકલપની કલ્પનાથી પણ શું? સ્વપ૨નું ખરું સ્વરૂપ જાણવું જોઈએ.” આ પ્રમાણે ગુરૂએ આપેલા બોધથી પ્રતિબોધ પામેલ રાજ વૈરાગ્યથી વ્રત અંગીકાર કરીને પરમપદને પામ્યા. માટે પરદ્રવ્યના પરિહારમાં પરાયણ થઈ પુરૂષોએ તૃતીય વ્રતનું પાલન કરવું. ઇતિ અચર્યવ્રતાપરી મહાબલ કથા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #121
--------------------------------------------------------------------------
________________ સુંદર રાજાની કથા. 105 કરવી. આ કામગ યા) સાથે ચી ) સાથે જ હવે ચોથું અણુવ્રત–બ્રહ્મવ્રતનું પાલન કરવું, તેને પણ આ પ્રમાણેના પાંચ અતિચાર તજવા ગ્ય છે:–“ઈવર પરિગ્રહિત અંગના (કેઈએ અમુક મુદત માટે રાખેલી પરસ્ત્રી) સાથે ગમન કરવું, અપરિગ્રહીતા સ્ત્રી (વેશ્યા) સાથે ગમન કરવું, અન્યના વિવાહ કરવા, કામભેગને તીવ્ર અભિલાષ કરો અને અનંગકીડા કરવી.” જે પુરૂષો શીલવ્રતને ધારણ કરે છે તેમની–વ્યાધ્ર, વ્યાલ, જળ, વાયુ વિગેરેની આપત્તિ નાશ પામે છે, કલ્યાણ પ્રગટ થાય છે, દેવતાઓ તેને સહાય કરે છે, કીર્તિ વધે છે, ધર્મ વૃદ્ધિ પામે છે, પાપ નષ્ટ થાય છે અને સ્વર્ગ તથા મેક્ષનાં સુખ સંનિહિત થાય છે. પવિત્ર શીલ-કુળના કલંકને હરે છે, પાપ પંકને ક્ષીણ કરે છે, સુકૃતને . વધારે છે, લાધ્યતાને વિસ્તારે છે, દેવતાઓને નમાવે છે, દુર્ઘટે ઉપસને હણે છે અને સ્વર્ગ તથા મોક્ષને લીલામાત્રમાં આપે છે.” તેમજ વળી–જેઓ બ્રહ્મવ્રતમાં રક્ત થઈ પરસ્ત્રીથી વિરક્ત થાય છે, તે મહા તેજસ્વી તથા દેવતાઓને વંઘ થાય છે. પરસ્ત્રીને ત્યાગ કરનારા પુરૂષ તથા પરપુરૂષને ત્યાગ કરનારી સ્ત્રીઓને દેવ પણ અનુકૂળ થાય છે. આ સંબંધમાં નીચે જણાવેલું દષ્ટાંત ધ્યાન આપવા લાયક છે - સુંદરરાજાની કથા અંગદેશમાં સર્વત્ર પ્રસિદ્ધ એવું ધારાપુરનામે નગર છે. ત્યાં સ્વભાવે સુંદર એવો સુંદર નામે રાજા રાજ્ય કરતું હતું. તે રાજાને ભાગ્ય અને સૈભાગ્યના સ્થાનરૂપ, સતીજનના મુગટ સમાન અને અત્યંત વલ્લુભ-એવી મદનવલ્લભા નામે એકજ રાણુ હતી. તેમને કીરિપાલ અને મહીપાલ નામના બે પુત્ર હતા. ન્યાયધ માં એકનિષ્ઠ એવા તે રાજાના હૃદયમાં વિશેષ કરીને પરનારીના સહોદરવરૂપ દઢ વ્રત રહેલું હતું. આ વ્રત પાળવાથી સર્વના એક નિધાન એવા તે રાજાની કીર્તિ સર્વત્ર વિસ્તાર પામી. અનુક્રમે તેને બહુ કાળ વ્યતીત થઈ ગયે. 14 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #122
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. એકદી મધ્યરાત્રે તેની કુળદેવતા આવીને ખિન્ન વદને તે રાજાને આ પ્રમાણે કહેવા લાગી કે –“અહો રાજન! જેને પ્રતીકાર ન થઈ શકે એવી માઠી અવસ્થા તારાપર આવવાની છે. અત્યારે તારૂં થવનવય છે, આગળપર વૃદ્ધવય થશે. તારા વચનની ખાતર હું સ્વપ્રભાવથી કાળવિલંબ કરી શકું તેમ છું. જે કહે તે નવાવનમાં તેવી અવસ્થા પ્રગટ થાય અને જે કહે તે વૃદ્ધવયમાં તેવી અવસ્થા પ્રગટ થાય ? મારાથી કાળવિલંબ થઈ શકે તેમ છે, પણ મૂળથી તેને ઉ. છેદ થઈ શકે તેમ નથી.” આ પ્રમાણેનાં કુળદેવીનાં વચન સાંભળીને રાજા હૃદયમાં બહુજ ખેદ પામે. છેવટે વૈર્ય પકડી તેને નમ સ્કાર કરીને આ પ્રમાણે છે કે –“હે માતા ! જીવે જે શુભાશુભ કર્મ કર્યો છે, તે તેનેજ ભેગવવાનાં હોય છે, કહ્યું છે કે-જેમ હજાર ગામાં વત્સ પિતાની માતાને શોધી લે છે, તેમ પૂર્વકૃત કર્મ કર્તાને અનુસરે છે. " “કેટીકલ્પ–લા વરસો જતાં પણ કૃતકને ક્ષય થતો નથી; જીવે કરેલ શુભાશુભ કર્મ અવશ્ય તેને ભેગવવાંજ પડે છે. માટે જે થવાનું હોય તે થાઓ. હે દેવી! વૃદ્ધ વયમાં હું દુર્દશા ભેગવવાને અસમર્થ છું, માટે તે અવસ્થા અત્યારે જ પ્રાપ્ત થાઓ.” પછી તે કુળદેવી ખિન્ન થઈને સ્વસ્થાને ગઈ, અને રાજાએ ધૈર્ય ધરીને વિકટ અવસ્થા સ્વીકારી લીધી. કારણ કે - "विपदि धैर्यमथाभ्युदये क्षमा, सदसि वाक्पटुता युधि विक्रमः / यशसि चाभिरूचिर्व्यसनं श्रुतौ, प्रकृति सिद्धमिदं हि महात्मनाम्॥ ' “વિપત્તિમાં ઘેર્ય, અસ્પૃદયમાં ક્ષમા, સભામાં વાપટુતા, યુદ્ધમાં પરાક્રમ, યશમાં અભિરૂચિ અને શાસ્ત્રમાં વ્યસન-એ મહાત્માએને સ્વભાવથી સિદ્ધ હોય છે.” રાજાએ વિચાર કર્યો કે - સુભટેએ તો આપત્તિ, મૃત્યુ અને શત્રુઓની સામે જવું જોઈએ, એટલા માટે પ્રેમવતી અને સતી સ્ત્રી અને મુગ્ધ બે બાળક–એટલુંજ મારે કુટુંબ છે, માટે રાજ્ય તજીને એ કુટુંબની સાથે હું અન્યત્ર ચાલ્યા જાઉં.” એમ નિશ્ચય કરી રાત્રે બનેલ વૃત્તાંત તેણે પ્રધાનને કહી સંભળાવ્યું. પછી “આ રાજ્યનું યથાવિધિ પાલન કરવું અને મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #123
--------------------------------------------------------------------------
________________ પ સુંદર રાજાની કથા, 107 કોઈ જાતને પ્રતિબંધ ન કરે. હું અહીંથી દેશાંતર ચાલ્યા જઈશ.” એમ કહીને ભાવી અવસ્થાને ઉચિત વેષ ધારણ કરી રાજ્યાદિકનો તૃણની જેમ ત્યાગ કરી રાજા પોતાના કુટુંબની સાથે એકચિત્તે એક દિશા તરફ ચાલી નીકળે. ભાતાને માટે એક મુદ્રિકા સાથે લીધી હતી, તે પણ રસ્તામાં કોઈ ચેરે ચોરી લીધી. . . હવે આગળ ચાલતાં રસ્તામાં અબળા રાણુનું પ્રતિપાલન કરત, ક્ષુધા, તૃષા અને શ્રમથી કલાત થયેલા અને પગલે પગલે રૂદન કરતા બંને પુત્રને વારતો અને ભજન, નીર તથા વનફળાદિક આપીને તેમનું પ્રતિપાલન કરતે તે રાજ ઘણું પૃથ્વીને ઓળંગીને અનુક્રમે કેટલેક દિવસે પૃથ્વીપુર નામના નગરમાં આવ્યે. ત્યાં કિલ્લાના બાહ્ય ભાગમાં શ્રીસારશેઠના પાડામાં શ્રેષ્ઠીએ દયા લાવીને આપેલા એક ઘરમાં તે રાજાએ નિવાસ કર્યો. તે પોતે કોઈનું પણ કામ કરવાને અશક્ત હતું, અને પુત્ર બંને લઘુવયના હતા, એટલે સ્ત્રીસ્વભાવથી ગ્રહકર્મમાં કુશળ એવી રાણું પાડેશીઓના ઘરમાં તુચ્છ કામ કરીને બધાને નિર્વાડ ચલાવતી હતી. સ્વ૫ કાર્ય કરતાં છતાં પણ તેમના સુશીલત્વ, સુસાધુત્વ અને સુવચનથી કે તેમને બહુ માન આપતા હતા. કારણ કે - સ્થાનઝંરાજીવ તવંદના વર્ષના . अपरित्यक्तसौरभ्यं, वंद्यते चंदनं जनैः" // સ્થાન ભ્રષ્ટ થતાં, નીચ સંગ કરતાં, ખંડતાં અને ઘસાતાં પણ સુગંધને ન મૂકવાથી ચંદન જગતમાં માન પામે છે. જીર્ણ અને ઉતરેલાં વસ્ત્ર તથા લોક પાસેથી મળેલ ટાઠું લુખું ભોજન પણ તેમને પ્રિય થઈ પડ્યું. એમ કરતાં તેમને કેટલાક કાળ વ્યતિત થયે. એકદા કેઈ સાર્થવાહ દૂર દેશાંતરથી બહુ સાથે સંયુક્ત વ્યાપારને માટે ત્યાં આવીને શ્રીસારશ્રેણીના પાડાની નજીકના વનમાં ઉતર્યો. શ્રીસારશેઠની દુકાનેથી ધાન્ય ધૃત અને લવણેદિક લેતાં સાર્થવાહે પૂછયું કે અહીં કોઈ કામ કરનારી છે?” એટલે શ્રેષ્ઠીએ તે રાણુને બતાવી અને સાર્થવાહને ત્યાં કામ કરવા જવાની તેને પ્રેરણું * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #124
--------------------------------------------------------------------------
________________ 108 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. કરી. પછી તે સાર્થવાહનું ગૃહકામ કરવા લાગી. તેના રૂપ અને લાવશ્યથી સાર્થેશ અત્યંત હિત થઈને વિકારવશ થયો. એટલે તે સાર્થવાહે પોતાના માણસે પાસે રાણીને કહેવરાવ્યું કે તું મારા ઘરની સ્વામિની થા.” એમ સાંભળીને તે બહ કુપિત થઈ. તે રાણું સરાગપર અત્યંત વિરાગી થઈ ગઈ. પછી સાર્થવાહ તેને સ્વભાવ જાણીને અંતરમાં દુષ્ટ છતાં બાહ્ય વૃત્તિથી તેને ખમાવવા લાગ્યું; એટલે સાથેશના કથનથી રાણું વિશ્વાસ પામી અને તેનું કાર્ય કરવાને નિરંતર ત્યાં જવા લાગી. એકદા પ્રયાણના દિવસે વિશેષ કાર્ય બતાવી તેને મુગ્ધ પણ થી છેતરી સાર્થવાહે અટકાવી રાખી, અને શેષ દિવસ વ્યતીત થતાં સાર્થેશે પિતાના નગર તરફ પ્રયાણ કર્યું, એટલે તે રાણું સાર્થમાં સપડાઈ ગઈ. તેને લઈને માગે સાર્થવાહ વિવિધ ઉપાયથી તેને ક્ષોભ પમાડવાનો પ્રયત્ન કર્યો, પણ રાણું ક્ષોભ ન પામી. તે તો પિતાના પતિનું સ્થાન ધરી મનજ ધરી રહી, એટલે તે પાપી તેના શીલને ભંગ કરી ન શકે; પરંતુ રાણું મહા દુઃખથી દિવસો ગાળવા લાગી. અહીં તેના પતિ રાજાને ગૃહિણી વિના અત્યંત દુઃખ થઈ પડ્યું. પુટપાક સમાન દુઃખને અનુભવ કરતાં તે અંતરમાં વિચારવા લાગ્યા કે -અહે! હું ખરેખર કઠેર હૃદયને છું, કેમકે રાણના દુ:ખને તો વિચારજ કરતો નથી. મારા વિયેગથી પીડિત થયેલી તે શું કરશે? ઠીક છે, હે દૈવ ! તારા મરથ ભલે પૂરા થાય.” એ પ્રમાણે વિચારતાં કિંકર્તવ્યતા-મૂઢ બનીને જેટલામાં બેઠે છે તેને ટલામાં શ્રીસારશેઠ ત્યાં આવ્યું. પોતાના પાડાના માણસની સંભાળ કરતાં તે (રાજા) જેવામાં આવ્યું. એટલે શેઠ બોલ્યા કે “હે ભદ્ર! તું ચિંતાતુર કેમ દેખાય છે?” રાજા લજજાવશ થઈને ઉત્તર આપી ન શકે, એટલે પાસે રહેલા માણસોએ શ્રેષ્ઠીની આગળ બધું યથાતથ્ય કહી સંભળાવ્યું; એટલે શેઠ બોલ્યા કે “હે મહાભાગ! હવે શું થાય! કર્મની ગતિ વિષમ છે. કહ્યું છે કે- વર્ધમાન જિનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #125
--------------------------------------------------------------------------
________________ ~ ~ ~~~ ~~ ~ સુંદર રાજાની કથા. 108 ~~~~~~~~~~~~~~~~~ નીચ ગેત્રમાં અવતાર, મલ્લિનાથને સ્ત્રીપણું, બ્રહ્મદત્તને અંધત્વ, ભરતરાજાને પરાજય, કૃષ્ણને સર્વનાશ, નારદને નિર્વાણ, અને ચિલાતી પુત્રને પ્રશમના પરિણામ પ્રાપ્ત થયા તે વિચારતાં સ્પર્ધામાં તુલ્યરૂપ એવાં કર્મ અને આત્મવીર્યમાં કર્મ સ્કુટરીતે જયવંત વતે એમ જણાય છે, પરંતુ તમારે ગભરાવું નહિ. હવે પછી તમારા લે જન, શયન વિગેરેની હું તજવીજ કરીશ, બીજું પણ સાંભળેઅહીં મેં કરાવેલ ચિત્યમાં તમારે ત્રિકાળ દેવપૂજા કરવી અને તમા રા પુત્રએ દરરોજ આપણું વાડીમાંથી પુષ્પ લઈ આવવાં.” રાજાએ પુત્ર સહીત તે વાત કબુલ રાખીને તે પ્રમાણે કરવા માંડયું. આ જગતમાં જે રીતે દેવ પટલ વગાડે તે પ્રમાણે જીવ નૃત્ય કરે છે. રાજાએ શ્રેણીના મનને અતિશય રંજિત કર્યું. એમ કરતાં કેટલેક કાળ વ્યતીત થયે. એકદા શ્રેષ્ઠી પિતાની વાડી જોવાને ગયે. ત્યાં તે બને કુમારે પક્ષીઓમાં લક્ષ્ય બાંધી હાથમાં ધનુષ્ય અને બાણ રાખી શિકારીના જેવી ચપળતા કરતા તેના જેવામાં આવ્યા, એટલે તે પાપકર્મને જોવાથી ઉત્પન્ન થયેલા કેપટોપને લીધે રક્ત નેત્ર કરી શ્રેષ્ઠીએ તેમને તાડના તર્જના કરી અને તેમના ધનુષ્ય બાણુ ભાંગી નાખ્યા. પછી તેમને બગીચાની બહાર કહાડી તેમના પિતાની પાસે જઈને શેઠ બોલ્યા કે --“હે ભદ્ર! સાંભળ-ત્તારા પુત્ર પાપી છે, માટે હવે એક ક્ષણભર પણ તારે અહીં રહેવું નહિ.” એ પ્રમાણે સાક્ષેપ કહીને તે વસ્થાને ચાલ્યા ગયા. એવામાં રૂદન કરતા પુત્રને આવતા જોઈને રાજાએ તેમને નિવાય કે --“હે વત્સ! તમે રૂદન ન કરે. એમાં મારાથી શું થઈ શકે? અહીં બીજા કોઈને દેષ નથી, માત્ર આપણું કર્મને જ દેષ છે. તેને કેની પાસે જઈને પિકાર કર. શ્રેષ્ઠીએ પણ આવા એકજ અપરાધમાં મારા પુત્રને કાઢી મુક્યા, પરંતુ દેવ પ્રતિકૂળ હોય, ત્યારે શું ન થાય? કારણકે :-- " પતિ વિધ જિંવ, સુધારિ હિ વિષાય? . रज्जुः सपीभवेदाशु, बिलं पातालतां भजेत् // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #126
--------------------------------------------------------------------------
________________ 110 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. moonnnnnnnnnnn तमायते प्रकाशोपि, गोष्पदं सागरायते / सत्यं कूटायते मित्रं, शत्रुत्वेन प्रवर्तते " // દેવ પ્રતિકૂળ હોય ત્યારે સુધા વિષ સમાન, રજજુ સર્ષ સમાન, બીલ પાતાળ સમાન, પ્રકાશ અંધકાર સમાન, ગેપદ સાગર સમાન, સત્ય અસત્ય સમાન અને મિત્ર શત્રુ સમાન ભાસે છે (થઈ જાય છે). પછી રાજા “જે થવાનું હોય તે થાઓ એમ વિચારીને બંને પુત્રને આગળ કરી શૂન્ય મુખવાળ થઈને અન્ય નગર ભણી ચાલ્યો. માર્ગમાં ક્યાંક કંદ અને ફળાહાર કરી, કયાંક ભિક્ષાભજન કરી, ક્યાંક ભિક્ષા પણ ન પામતાં અને કયાંક લેકથી નિંદા પામતાં સુધાને સહન કરી, બહુ ભૂમિને ઓળંગીને એક મહા ભયંકર અટવીમાં આવી પહોંચે. તે અટવીનું ઉલ્લંઘન કરીને જેટલામાં આગળ ચાલે છે, તેટલામાં એક સ્તર નદી આવી. એટલે રાજા ચિંતવવા લાગ્યું કે:-“હવે શું કરવું? આ નદી બે પુત્રને લઈને શી રીતે ઉતરવી?” એમ પિતે વિચાર કરતો હત–એવામાં તેને ઉપાય સૂજે, એટલે એક પુત્રને ત્યાં મૂકી અને એકને સ્કંધ પર લઈ તે પેલે પાર ગયે. ત્યાં તીર પર પુત્રને મૂકીને પુન: બીજા પુત્રને લાવવા માટે નદીમાં પેઠે, અને જોવામાં મધ્ય ભાગમાં આવ્યા, તેવામાં નદીના પૂરથી તે તણા, એટલે આમતેમ હાથ પસારતાં એક કાષ્ટનો કટકો મેળવીને પાંચ રાત પછી તે કાંઠે આવ્યે. ત્યાં કીનારે ઉતરી ખેદ પામીને તે વિચારવા લાગ્યું કે:-“અહો ! હતાશ એવા દેવે મને કેવું ફળ દેખાડ્યું ? કયાં તે મારૂં આનંદી રાજ્ય? અને ક્યાં આ અનર્થ પરંપરા? રાજ્યથી ભ્રષ્ટ કરતાં પણ દુષ્કર્મોવડે કાંતા અને બંને પ્રિય પુત્રને વિયેગ થયે. હવે મારે જીવીને શું કરવું ? પરંતુ આત્મહત્યા કરતાં તે દુર્ગતિ થાય, અને પરલોકમાં પણ પુન: તેવું જ ફળ ભોગવવું પડે, માટે તે તે અહીં જ ભેગવી લેવું. કારણકે: A Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #127
--------------------------------------------------------------------------
________________ સુંદર રાજાની કથા. 111 “જર્ચ વચ્ચતા નારિત, પાચં જ ન નીવતિ ! व्यसनं केन न प्राप्त, कस्य सौख्यं निरंतरम्" // કેનામાં કહેવાપણું નથી, અપાય (કણ) સહિત કેણ જીવતું નથી? કેને દુ:ખ પ્રાપ્ત થયું નથી? અને કોને નિરંતર સુખ છે ? તેમજ વળી–જેમ પ્રાણીઓને અણધાર્યા દુઃખ પ્રાપ્ત થાય છે, તેમ સુખો પણ અણધાર્યા પ્રાપ્ત થાય છે, એમ મને લાગે છે; માટે દીનતા કરવા યોગ્ય નથી. દીન જન સંપત્તિ મેળવીને પણ પોતાની હીનતાને મૂકતો નથી, અને શિરછેદ થતાં પણ ધીર પુરૂષ પિતાનું ધૈર્ય મૂકતો નથી. આ પ્રમાણે વિચારીને પાસેના ગામમાં કોઈ કૌટુંબિકના ઘરે જળપાન કરવા ગયે. એટલે તેણે કહ્યું કે:-“તું કોણ છે?” તે બોલ્યો કે –“હું ક્ષત્રિય છું.” કૌટુંબિક બે કે –“મારે ઘરે રહે અને ગૃહકાર્ય કર.” એટલે તે હા કહીને ત્યાંજ રહ્યો અને તેનું ઘરકામ કરવા લાગ્યા. ત્યાં તેને ભોજન અને વસ્ત્રાદિક મળતાં હતાં અને વિનીતપણાથી છૂતભેજનને લાભ પણ મળતું હતું, તેથી તેના દેહમાં રૂપ, કાંતિ અને તેજ ધીમે ધીમે વધવા લાગ્યા. એકદા કૌટુંબિકની કામિની તેને જોઈને કામાતુર થઈ, અને અસતીજનને વેગ્ય એષા વચને તે બહુધા બોલવા લાગી. તે સાંભળીને રાજા ચકિત થઈને ચિત્તમાં ચિંતવવા લાગ્યું કે –“અરે દેવ! તારે આધિન એવું રાજ્ય અને વિજ્ઞાદિક ભલે જાઓ, પરંતુ શીલ મારે આધીન છે તે ન જાઓ. પણ હવે અહીં રહેવાથી મારા શીલનો ભંગ થશે, માટે અહીંથી અન્યત્ર જતો રહું. વિરૂદ્ધ ભૂમિને ત્યાગ કરવો તે જગ્યા છે.” એમ ચિંતવી તેને આગ્રહ છતાં યથાતથા ઉત્તર દઈને તે ઘરમાંથી ચાલ્યા ગયે. દેશાંતરમાં ભમતાં એક સ્થળે શ્રી આદિનાથનું ચૈત્ય તેના જેવામાં આવ્યું. તે ચૈત્યમાં પ્રવેશ કરી શ્રી ત્રિષભદેવને સ્તવીને તે ગવાક્ષમાં બેઠે. એવામાં કોઈ યક્ષિણી ત્યાં આવી, અને જિનેશ્વરને પ્રણામ કરીને પાછા વળતાં તેણે તે રાજાને જે. એટલે રતિપતિ સમાન તેના રૂપને જોઈને મેહવશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #128
--------------------------------------------------------------------------
________________ 112 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. થઈ મદનાતુર થયેલી તેણે રાજાને કહ્યું કે –“હે સુંદર પુરૂષ! મારી સાથે તું પંચવિધ વિષયસુખ ભેગવ, હું તને મનવાંછિત આપીશ. તું સત્વર મારા વિમાનમાં આવીને બેસ, નહિં તો હું તને અત્યંત દુઃખ દઈશ અને તારે મરણના સંકટમાં પડવું પડશે.”તે સાંભળીને રાજાએ વિચાર કર્યો કે –“અહો ! જેનાથી હું ડરીને દૂર ભાગે, તેજ આગળ આવીને ઉભું રહ્યું.” એમ ચિંતવીને તે બે કે - અહો ! દેવી ! મારે પરનારીનો નિયમ છે, તેથી મારાથી તારી ઈચ્છા પૂર્ણ થઈ શકે તેમ નથી. પરંતુ અબ્રહ્મના સેવનથી થતું અનિષ્ટ ફળ સાંભળ– " षंढत्वमिंद्रियच्छेदं, वीक्ष्याब्रह्मफलं सुधीः। भवेत्स्वदारसंतुष्टोऽ-न्यदारान् वा विवर्जयेत्" / “ષઢત્વ અને ઇન્દ્રિયછેદ-એ અબ્રહ્મના ફળને જોઈને સુજ્ઞ જને પરદારાથી વિરક્ત થઈ સ્વદારસંતુષ્ટ થવું.” હે દેવી! મારે પરદારાને ત્યાગ છે તેથી તારે અનુચિત વચન ન બોલવું. વળી તું દેવ અને હું મનુષ્ય-એ સંગ પણ કેમ ઘટે?” આ પ્રમાણેનાં વચને સાંભળી તેને નિશ્ચય જાણુને દેવી તેના પર કુપિત થઈ, તેથી નાગણના રૂપે તે રાજાને ડેશી અને સમુદ્રના મધ્યમાં આવેલા કોઈ દ્વિીપમાં એક કુવાની અંદર તેને મૂકી દીધો. પછી તે અદશ્ય થઈ ગઈ. કૃપમાં પડતાં તે શીલના પ્રભાવથી અને કૂપના વાયુથી નિર્વિષ થયે. ક્ષણવારમાં સાવધાન થતાં તેણે પોતાને કૂપમાં પડેલો છે. તેણે મનમાં વિચાર કર્યો કે -જે મારૂં શીલ અખંડિત છે, તે મારું કંઈ પણ ગયું નથી. આ બધે મારા પૂર્વકૃત કર્મને જ પ્રભાવ છે.” એવામાં ત્યાં ફૂપમાં એક દ્વાર તેના જોવામાં આવ્યું, એટલે તેને ઉઘાડીને તે અંદર પેઠે. આગળ ચાલતાં એક આવાસ તેના જેવામાં આવ્યું. તેમાં નાટક થતું જોયું અને ત્યાં ચંચળ કુંડળ તથા અન્ય આભરણેથી વિભૂષિત અને સિંહાસન પર બેઠેલ એક દેવ તેના જેવામાં આવ્યું. એટલે રાજા તેની પાસે જઈ તેને પગે પડ્યો. દેવે પૂછયું કે-“તું અહીં શી રીતે આવ્યું?” એટલે રાજાએ બધે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #129
--------------------------------------------------------------------------
________________ સુંદરરાજાની કથા. પિતાને વૃત્તાંત નિવેદન કર્યો. તે સાંભળીને દેવ સંતુષ્ટ થઈને બોલ્યા કે:-“અહે! તું ધન્ય છે, કે જેને આવા પ્રકારનો દઢ નિયમ છે. સંકટમાં પણ જેની આવી પ્રતિજ્ઞા છે. હું તારા સત્વથી સંતુષ્ટ થયો છું. હે વત્સ! વર માગ.” રાજ બોલ્યા કે –“હે સ્વામિન્ ! મારા સ્ત્રી પુત્રો ક્યાં છે? અને તે મને ક્યારે મળશે?” દેવે કહ્યું કે તને તારૂં કુટુંબ મળશે અને શીળના પ્રભાવથી તને રાજ્યની પણ પ્રાપ્તિ થશે. આ ચિંતામણિ રત્ન તું ગ્રહણ કર. એના પ્રભાવથી તારા અભિષ્ટની સિદ્ધિ થશે.” એ પ્રમાણે કહી ચિંતામણિ રત્ન આપીને દેવતાએ તેને પેલા આદિનાથના ચૈત્યમાં મૂક્યા. પછી સુંદરરાજા મુદિતપણે આમતેમભમતો શ્રીપુરનગરની નજીકના ઉપવનમાં આવ્યું અને એક આમ્રવૃક્ષ નીચે વિસામો ખાવા બેઠો. પછી તે આમ્રવૃક્ષનાં ફળોથી તેણે પોતાની ક્ષુધાને દૂર કરી. ત્યાં તેને માર્ગના શ્રમથી નિદ્રા આવતાં તે ઉંઘી ગયે. એવામાં તે નગરનો અપુત્રી રાજા મરણ પામે, એટલે રાજલેકેએ હસ્તી, અશ્વ, ચામર, છત્ર અને કુંભ-એ પાંચ દિવ્યપંચ શબ્દના નિનાદથી સંયુકત આગળ કર્યો. ભમતાં ભમતાં તે જ્યાં આમ્રતરૂ નીચે સુંદરરાજા સુતે છે ત્યાં આવ્યા, એટલે અવે હષારવ કર્યો, હાથીએ ગર્જના કરી, રાજાના મસ્તક પર કુંભનું જળ પડયું, છત્ર તેના મસ્તક પર સ્થિર રહ્યું અને બંને ચામર વીંજાવા લાગ્યા. પછી હાથીએ તેમને સુંઢવડે ઉપાડી પોતાની પીઠ ઉપર બેસાડ્યા. હાથી પર બેસીને દિવ્ય વેષ ધારણ કરી મહોત્સવપૂર્વક તેણે નગરમાં પ્રવેશ કર્યો. મંત્રી વિગેરે સર્વ નમ્યા, ત્યાં ભાગ્યને ઉદય થવાથી તે રાજ્ય કરવા લાગ્યા. અખંડ શીળના પ્રભાવથી અનામ સામંતે પણ તેની પાસે નગ્ન થઈ ગયા. એકદા પ્રધાનેએ મળીને તેમને એક રસી સાથે પાણિગ્રહણ કરવા માટે બહુ કહ્યું, છતાં પિતાની પ્રિયતમાના વિગજન્ય દુઃખથી રાજાએ તે વાત કબુલ ન કરી. ' : હવે અન્ય વિયુક્ત થયેલા રાજાના તે બંને કુમારે ભમતાં 15 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #130
--------------------------------------------------------------------------
________________ 114 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ભમતાં ત્યાં શ્રીપુરનગરમાં જ આવીને આરક્ષકની પાસે નોકરીએ રહ્યા. એકદા ભવિતવ્યતા મેગે પેલે સેમદેવ સાર્થવાહ પણ વેપારને માટે તેજ નગરમાં આવ્યું અને નગરની બહાર તેણે આવાસ કર્યો. પછી કંઈક શ્રેષ્ઠ ભેટ લઈને સાર્થવાહ રાજા પાસે આવી રાત્રે પિતાની રક્ષાને માટે સીપાઈઓની માગણી કરી, એટલે રાજાએ કેટવાળને હુકમ કર્યો. કેટવાળે પેલા બંને કુમારેનેજ ત્યાં ચેકી કરવા મેકલ્યા. રાત્રે બેઠા બેઠા તેઓ પરસ્પર વાર્તાલાપ કરતા હતા. તે પ્રસંગે વિનેદને માટે લઘુ ભ્રાતાએ વૃદ્ધ ભ્રાતાને પૂછયું કે- આપણા પિતા કયાં ગયા હશે? અને માતા પણ કયાં ગઈ હશે?” એટલે જ્યેષ્ઠ બંધુ બેલ્યો કે આપણે કાંઈ સમજી શક્તા નથી કે તેઓ ક્યાં ગયા અને તેમને સમાગમ આપણને ક્યારે થશે?” એમ પરસ્પર વાત કરતાં પોતાના રાજ્યાદિકને વૃત્તાંત તેઓ કહેવા લાગ્યા. તે વખતે ત્યાં નજીકમાં રહેલી અને સાર્થવાહની સાથે આવેલી મદનવલ્લભા રાણુંએ તે સર્વ સાંભળ્યું. દુઃખને લીધે તે પ્રાય: જાગતી હતી, એટલે મૂળથી અંત પર્યત તે વૃત્તાંત સાંભ- ળીને સ્નેહ અને શેકથી વિāળ થઈ તે ત્યાં આવી અને બંને પુત્રોને ગળે વળગીને અત્યંત રૂદન કરવા લાગી. તે બોલી કે:-“હે વત્સ! મંદ ભાગ્યવાળી એવી મને તમે બહુ કાળે મળ્યા.” આ હકીક્ત સાંભળીને સાર્થપતિએ કુપિત થઈ બળાત્કારથી રાણીને દૂર કરી અને તે બંને કુમારને પકડીને પ્રભાતે રાજાની પાસે રજુ કરી ઉપાલંભપૂર્વક કહ્યું કે:-“હે સ્વામિન્ ! કેટવાળે અમારા માણસને છેતરનાર આ ચોકીદાર તે બહુ સારા મેકલ્યા!” એટલે રાજાએ કેટવાળને પૂછ્યું કે –“આ ચેકીદાર કેણ છે?” તેણે કહ્યું કે હે સ્વામિન્ ! હું ઓળખતા નથી, કેટલાક વખતથી એ આવ્યા છે અને મારે ઘેર રહીને નોકરી કરે છે.” રાજા તેમને સારી રીતે ઓળખીને માંચિત થયે, તથાપિ બહુજ ગંભીરતાથી આકારગોપન કરીને આક્ષેપપૂર્વક રાજાએ તેમને કહ્યું કે -અરે ! તમે શું કર્યું? તેઓ મિન રહ્યા, એટલે રાજાએ ઉઠીને તેમને આલિંગન કર્યું. તેઓ પણ પિ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #131
--------------------------------------------------------------------------
________________ 115 સુંદરરાજાની કથા. તાના પિતાના ચરણમાં પડ્યા. પછી જ્યેષ્ઠ પુત્ર છે કે - હે દેવા આજ રાત્રે હું ભાઈની આગળ મારું ચરિત્ર કહેતું હતું, એવામાં કેઈ સ્ત્રી સાર્થમાંથી સત્વર અમારી પાસે આવીને બેલી કે તમે મારા પુત્ર છે.” એમ કહી તે અમારે ગળે વળગીને બહેજ રવા લાગી. તે સિવાય હું વધારે જાણતા નથી.” પછી રાજાએ સાર્થેશને કહ્યું કે –“હે સાર્થેશ! સાચું બેલ, તે સ્ત્રી કેણ છે?”એટલે સાથે બે કે –“હું તેને પૃથ્વીપુરથી લાવ્યો છું, તે મારું ગૃહકાર્ય કરે છે, પરંતુ તે સતી છે, સતીત્વપણુથી તેનું કુળ નિર્મળ છે એમ સમજી શકાય છે. પછી રાજાએ પ્રધાનને મોકલ્યા અને બળાત્કાર ન કરતાં તે સ્ત્રીને સમજાવીને લાવવી” એમ ભલામણ કરી. તેણે જઈને તેને બેલાવી, પણ તેણે સન્મુખ પણ ન જોયું. એટલે પ્રધાને પાછા આવીને રાજાને કહ્યું કે તે તો આવતી નથી અને બેલતી પણ નથી.” પછી રાજા તરત રવાડીના મિષથી બહાર જઈ પાછા વળી સાર્થમાં સાર્થેશના આવાસમાં આવ્યું. ત્યાં ભદ્રાસન પર બેસતાંજ તે રાણું રાજાના જોવામાં આવી. તંબુના એક ભાગમાં બેઠેલી, મલીન, દીન, અત્યંત દુર્બળ, મલિન વસ્ત્રવાળી, આભૂષણ કે શેભા વિનાની અને તે દિવસે તે પુત્રવિયેગના દુઃખથી વધારે દુ:ખિત થયેલી–એવી સ્થિતિમાં મદનવલ્લભાને જોઈને લજજાથી નીચું સુખ કરીને બેઠેલી તેને રાજાએ આ પ્રમાણે કહ્યું કે:-“હે મદને ! હે દેવી! શું તું મને ઓળખતી નથી?” એટલે તે પતિના ચરણમાં ચક્ષુ સ્થિર કરી હર્ષિત થઈને ઉભી થઈ. તેથી સાથે ભયભીત થઈને તેના ચરણમાં પડી તેને ખમાવી. એટલે તેના પર કુપિત થયેલા રાજા પાસે રાણીએ તેને અભયદાન અને પાવ્યું. પછી રાજા તેને સુંદર વસ્ત્રથી વિભૂષિત કરી, વાજીત્રના નિઘષપૂર્વક હાથીના સ્કંધ પર બેસાડી, રાજચિન્હથી અંચિત (યુક્ત) કરીને નવપરિણીત સ્ત્રીની જેમ પુરસ્ત્રીઓથી નિરીક્ષણ કરાતા સ્વમંદિર તરફ ચાલ્યો. કીર્સિપાલ અને મહીપાલ-બને પુત્રે, રાજા તથા રાણું એ બધું કુટુંબ એકઠું મળ્યું. સાથે મળતાં અને પિત P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #132
--------------------------------------------------------------------------
________________ ~~~~~ ~~ ~ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. - ~ ~ ~~~ પિતાના દુઃખના વૃત્તાંત અને પ્રોત્તર કરતાં ઘણું દુઃખ અનુભવેલું હેવાથી તેમને જે સુખ થયું તે સર્વજ્ઞજ જાણું શકે. શીલ અને સવના પ્રભાવથી રાજ્ય પ્રાપ્ત થયું અને સમગ્ર કુટુંબ મળ્યું, તેમજ બીજા દેશના રાજાઓ પણ શીલના પ્રભાવથી તેના વશવતી થયા. - હવે ધારાપુરમાં મંત્રી રાજાની પાદુકા સિંહાસન પર સ્થાપીને પ્રથમ પ્રમાણે રાજ્ય ચલાવતા હતા. એવામાં પોતાના સ્વમીને વૃત્તાંત જાણીને અમાત્યે એક વિજ્ઞપ્તિ પત્રિકા લખી પિતાના માણસને શ્રીપુર મોકલ્યું. તેણે સત્વર જઈને દ્વારપાળની અનુજ્ઞા મેળવી રાજાને નમસ્કાર કરી તેના ચરણની પાસે વિજ્ઞપ્રિપત્રિકા રજુ કરી. પછી રાજાના આદેશથી તે પત્રિકા ઉઘાડીને અમાત્ય વાં. ચવા લાગ્યું. તેમાં નીચે પ્રમાણે લખ્યું હતું - “સ્વસ્તિશ્રી શ્રીપુર નગરે પોતાના પ્રતાપથી બલિષ્ઠ શત્રુ રાજાઓને દબાવનાર મહારાજાધિરાજ શ્રી સુંદર મહાપ્રભુના ચરણકમળને ધારાપુરથી આદેશકારક સુબુદ્ધિ મંત્રી ઉત્કંઠાપૂર્વક નમન કરીને વિજ્ઞપ્તિ કરે છે કે આપના ચરણયુગલના રજકણના પ્રભાવથી અહીં શાંતિ છે. અપરંચ હે સ્વામિન્ ! સમસ્ત દેશજને આપના ચરણના દર્શનને ઈછે છે; માટે કૃપા કરીને આપ સત્વર અહીં પધારે. હવે વિલંબ કરશો નહિ.” ( આ પ્રમાણે સાંભળી લોકેાની પ્રીતિ અને મંત્રિની ભક્તિ જા ને અને પોતાના પૂર્વભક્ત રાજ્યનું સ્મરણ કરીને પ્રસન્ન થઈ રાજા છે કે:-“અહો! જે ઉત્તમ હોય છે, તે કદિ પણ પિતાની પ્રકૃતિને તજતા નથી. કહ્યું છે કે - તપ્ત પુનરા પુનઃ લવ તવળે, घृष्टं घृष्टं पुनरपि पुनश्चंदनं चारूगंधम् / fજીરિઝના પુના વાવવાનકુ, - प्राणांतेऽपि प्रकृतिविकृतिर्जायते नोत्तमानाम् " // જેમ કાંચનને વારંવાર તપાવતાં છતાં તેને વાણું વધારે મનેતર થાય છે, ચંદનને વારંવાર ઘસતાં છતાં તેની સુગંધમાં વધારે Ac. Guntatrasuri MS. TAN hak TUSE
Page #133
--------------------------------------------------------------------------
________________ છે સુંદર રાજાની કથા. છે ? થાય છે અને ઈક્ષુદંડને પુનઃ પુનઃ છેદતાં તેના સ્વાદમાં ઉલટી મધુરતા વધે છે; તેમ ઉત્તમ જનોને સ્વભાવ ખરેખર ! પ્રાણુતે પણ વિકૃત થતું નથી.” પછી જયેષ્ઠ પુત્રને ત્યાં રાજ્ય પર સ્થાપીને સમસ્ત રાજવર્ગને તેની ભલામણ કરી નગરજનો પાસે વિદાયગિરી માગી લઘુ પુત્ર અને પત્ની સહિત તથા ઘણું પરિવાર યુક્ત અવિચ્છિન્ન પ્રયાણવડે સુંદર રાજા ધારાપુર સમિપે આવ્યું એટલે મંત્રી, સામંત અને નગરજનોએ પ્રવેશમહોત્સવ કર્યો. સુંદરરાજા મૂકી દીધેલ રાજ્ય પાછું સ્વીકારીને રાજ્ય કરવા લાગ્યા અને સર્વ જને મુદિત થઈને તે રાજાને સેવવા લાગ્યા. એકદા બાહ્ય ઉધાનમાં જ્ઞાની મુનિને આવેલા જાણીને સુંદર રાજાએ ત્યાં આવી તેમને નમસ્કાર કરીને ધર્મદેશના સાંભળી. પછી રાજાએ પોતાને પૂર્વ ભવ પૂછો, એટલે મુનિએ જ્ઞાનથી જાણીને કહ્યું કે:-“હે રાજન્ ! પૂર્વભવમાં ચંપાનગરીમાં તું શંખ નામે વ્યવહારી હતે. તારી શ્રીમતી નામની સ્ત્રી હતી. સદગુરૂના વેગથી તરૂણાવસ્થામાં તું ચૈત્યમાં જિનઅર્ચન અને દિનાદિકને દાન આપતાં અગણ્ય પુણ્ય ઉપાર્જન કરતા હતા, પરંતુ વૃદ્ધપણામાં તે સર્વે પુણ્યકાર્ય તજી દીધું. ત્યાંથી મરણ પામીને તમે રાજા રાણું થયા છો. પૂર્વભવે કરેલા પુણ્યથી પ્રથમ તમે રાજ્યશ્રી પામ્યા અને પછી પુણ્યકાર્ય છોડી દીધેલ હવાથી દુ:ખી થયા. પરંતુ તમે દુ:ખી અવસ્થામાં પણ અખંડ શીલ પાળ્યું, તેના પ્રભાવથી આજ જન્મમાં પુન: રાજ્યસુખ પામ્યા " આ પ્રમાણે સાંભળીને સંવેગરંગથી તરગિત થઈ તેમણે પિતાને કરવા એગ્ય ધમ કૃત્ય સાંભળીને અણુવ્રતા ગ્રહણ કર્યા. મુનિ વિહાર કરી ગયા. પછી રાજા અનેક જિનભુવને કરાવી, તેમાં જિનપ્રતિમાઓ સ્થાપીને વિધિપૂર્વક તેમની ચર્ચા કરવા લાગ્યું. દયાથી આદ્રચિત્તવાળો, સત્યમાં આસકત, પરદ્રવ્યથી વિમુખ, સુશીલ, સંતેષી અને પરોપકારમાં તત્પર–એ તે રાજા રાણીની સાથે અખંડિત ગૃહસ્થ ધર્મ પાળી પ્રાંતે શુભ ધ્યાનથી તુ માં જ હતા, પરંતુ રાજી થયા છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #134
--------------------------------------------------------------------------
________________ 128 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર મૃત્યુ પામીને સ્વર્ગે ગયે. આ સુંદર રાજાનું ચરિત્ર સાંભળીને ભવ્યજનેએ અખંડ બ્રહ્મવ્રત પાળવું. ઇતિ સુંદરરાજાની કથા. હવે પાંચમું આગ્રુવ્રત–પરિગ્રહ પરિમાણ જાણવું. તેના પણ પાંચ અતિચાર વજેવા ગ્ય છે. તે આ પ્રમાણે-ધન ધાન્યના, દ્વિપદને ચતુષ્પદના, ક્ષેત્ર અને વસ્તુ (ઘરવકરી) ના, સામાન્ય ધાતુઓના અને હિરણ્ય (રૂ૫) તથા સુવર્ણના પરિમાણને અતિકમ કરવાથી પાંચ અતિચાર લાગે છે. પરિગ્રહના પરિમાણને ગુરૂ પાસે નિયમ કરે, અને લેભનો ત્યાગ કરે. કહ્યું છે કે - ધનહીન પુરૂષ સે રૂપીઆ ઈચ્છે છે, સેવાળ હજારને ચાહે છે, હજારવાળો લક્ષ ચાહે છે, લક્ષવાળ કરોડને ઈચ્છે છે, કેટીશ્વર ગૃહસ્થ રાજ્યને ઈ છે છે, રાજા ચકવતીપણાને ઈ છે કે, ચક્રવતી દેવપણને ઈ છે છે અને દેવ ઇંદ્રપણાને ઈચ્છે છે. માટે કોઈ પણ રીતે લોભને નિવાર જોઈએ.” લેભી જનો કઈ રીતે સુખ કે સંતેષ પામી શકતા નથી. કહ્યું છે કે - જેમ ઇંધનથી અગ્નિ અને જળથી સમુદ્ર તૃપ્ત થતો નથી તેમ લોભી પુરૂષ બહુ ધનથી પણ સંતુષ્ટ થતો નથી. તે એમ પણ નથી માનતો કે–સમગ્ર વૈભવને મૂકીને આત્મા એકલે પરભવમાં ચાલ્યા જાય છે, તો હું વૃથા બહુ પાપ શા માટે કરૂં? કલુષતાને ઉત્પન્ન કરતું, જડ (જળ)પણને વધારતું, ધર્મવૃક્ષનું ઉમૂલન કરતું, નીતિ કૃપા અને ક્ષમારૂપ કમલિનીને પ્લાન બનાવતું, લોભ , સમુદ્રને વધારતું, મયદારૂપ તટને પાડી નાંખતું અને શુભભાવરૂપ હંસને હાંકી કહાડતું એવું પરિબ્રહરૂપ નદીનું પૂર વૃદ્ધિ પામ્યું સતું શું શું કલેશ ઉત્પન્ન કરતું નથી?” આ વ્રતપર ધનસારનું દષ્ટાંત છે તે નીચે પ્રમાણે - ધનસાર શ્રેષ્ટિનું દષ્ટાંત. આજ ભરતક્ષેત્રમાં વિશ્વવિખ્યાત અને મહામને હર-એવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #135
--------------------------------------------------------------------------
________________ ન ધનસાર કથા. 119 અથરા નામે નગરી છે. ત્યાં ધનસાર નામે વ્યવહારી રહેતા હતા. તેની પાસે છાસઠ કેટી દ્રવ્ય હતું. તેમાં બાવીશ કેટિ જમીનમાં, બાવીશ કેટિ વ્યવહારમાં અને બાવીશ કેટિ દેશાંતરના વ્યાપારમાં ગોઠવી ધનાધિપત્યને પાળતો તે વ્યાપાર કરતો હતે. આટલું દ્રવ્ય છતાં પણ તે અતૃપ્ત હેવાથી કયાંય પણ શાંતિ પામતે નહોતું. તે કોઈને પણ વિશ્વાસ કરતા નહિ, સ્વલ્પ ધન પણ ભેગવતે નહિ, દીનાદિકને અ૫ દાન પણ કરતા નહીં, લવણસમુદ્રના જળની જેમ તેનું ધન અગ્ય હતું. યાચક ઘરે આવતાં તેનું મસ્તક દુખવા આવતું અને તેની યાચના સાંભળતાં તેનું હૃદય બળી જતું હતું. ભિક્ષુકાદિને ભિક્ષા આપતા ઘરના માણસને જોઈને તેને મૂચ્છ આવી જતી અને તરત તે તેમ કરતાં અટકાવતા હતા. દાનની વાત તે દૂર રહો, પણ સરસ અન્ન અને ધૃતાદિક પણ તે ખાતે નહિ. દાન આપતા પાડેશીને પણ તે જોઈ શકો નહિ. દેવાદિ ધર્મકાર્યમાં કોઈ તેને પ્રેરણ કરે, તે તે દાંત મેળવી નિચેષ્ટ થઈને બેસી રહે. વધારે શું કહેવું? ઘરના માણસે પણ તે બહાર જાય ત્યારેજ ભજન કરતા હતા. કહ્યું છે કે –“દાન શબ્દમાંથી ઉદાર પુરૂષાએ પ્રથમાક્ષર (દા) લઈ લેતાં જાણે એની સ્પર્ધાથીજ હોય તેમ કૃપણુજનેએ () અક્ષર પકડી રાખે છે.” કૃપણપણથી લેકેએ તેનું મહાકૃપણ એવું નામ પાડયું. કેઈવાર તે તુચ્છ તેલ, તુવર અને વાલથી ભોજન કરતે અને કોઈવાર ગરમ તે કોઇવાર કેહી ગયેલું જમતો હતો. એમ કરતાં તેને કેટલાક કાળ વ્યતીત થ. એક દિવસે જમીન ખોદીને એકાંતમાં બેસી તે પોતાનું નિધાન જુએ છે, તેવામાં ત્યાં અંગારા (કોયલા) જેવામાં આવ્યા, એટલે તે શંકિત થઈને બીજા પણ બધા દાટેલાં નિધાન જેવા લાગ્યો. તે ત્યાં પણું મંડા, સર્પ અને વીંછી વિગેરે જોઈને હદય કૂટીને તે જમીનપર પડ્યું, અને અત્યંત દુઃખિત થઈને વિલાપ કરવા લાગ્યા. તેવામાં તેના સમુદ્રમાં ગયેલા વહાણે ભાંગવાના સમાચાર કેઈએ આવીને તેને કહ્યા, તે સાથે પગરસ્તે ગયેલા શકટ લુંટાવાના સમ P.P.AC. Guniatnast? M.S. Jun Gun Aaradhak Trust
Page #136
--------------------------------------------------------------------------
________________ 120 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ચાર મળ્યા. એટલે જળ અને સ્થળમાં રહેલું તેનું બધું ધન નષ્ટ થયું, અને બાકી રહેલમાંથી કેટલુંક વણિપુત્રો (વાણોતરે) હજામ કરી ગયા. એટલે વારંવાર ધનને સંભારતે તે સર્વત્ર શૂન્ય ચિત્તે ભમવા લાગ્યા. કહ્યું છે કે - " दानं भोगो नाश-स्तिस्रो गतयो भवंति वित्तस्य / यो न ददाति न भुंक्ते, तस्य तृतीया गतिर्भवति" // દાન, ભેગ અને નાશ-ધનની એ ત્રણ ગતિ છે. તેમાં જે દાન દેતું નથી અને ભેગ ભેગવતો નથી તેના ધનની ત્રીજી ગતિ (નાશ) થાય છે.” તેમજ વળી: વાટિકા સંવત ધાન્ય, પક્ષિ#ાવતં મધુ ! ૪પ વંત્તિતા ઢક્ષી–રેવોપમુક્યતે” | “કીડીઓનું સંચિત કરેલું ધાન્ય, મક્ષિકાઓનું સંચિત કરેલું મધ અને કૃપોની સંચિત કરેલી લક્ષ્મીને બીજા જનજ ઉપભેગ કરે છે તે પોતે ઉપભેગ લઈ શકતા નથી.” - ધનસારે વિચાર કર્યો કે –“હવે મારે શું કરવું ? નગરમાં મહાપણ એવું મારું નામ પડી ગયું છે. અને હવે નિધનપણમાં તે નગરમાં હાસ્યાસ્પદ થાઉં તેમ છે, માટે હજી પણ જો હું સમુદ્રમાગે વ્યાપારાર્થે જાઉં, તે મને સારે લાભ થવા સંભવ છે.” આમ વિચારી મેય, પરિઘ, ગાય અને તેલનીય—એ ચારે જાતના દશલાખ રૂપીઆના કરિયાણા ખરીદ કરીને સાથે લઈ નાવમાં બેસી ધાન્ય, ધૃત, ભોજ્ય, જળ અને ઈધનયુક્ત નાવિક લોકોની સાથે સમુદ્રમા તેણે પ્રયાણ કર્યું. ત્યાં પણ દુર્ભાગ્યવશાત્ થડે દૂર જતાં અમાત્ આકાશમાં વરસાદ ચડી આવ્યું, પ્રચંડ મહાવાયુ પ્રગટ થયા અને ભયંકર વીજળી થવા લાગી; એટલે સમુદ્ર તે પિત (નવ) ને ઉછાળવા લાગ્યું, અને નાવિકે પૈર્ય મૂકી દિધું. - શરણ્યરહિત લેકે કિંકર્તવ્યતા-મૂઢ થઈ ગયા, કેઈક 1 માપીને વેચાય, 2 કાપીને વેચાય, 8 ગણીને વેચાય, 4 તળીને વેચાય. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #137
--------------------------------------------------------------------------
________________ ધનસારની કથા. 121 જળમાં ઝુંપાપાત દેવા લાગ્યા અને કેઈ દેવતાને સંભારવા લાગ્યા, કઈ ઘરના માણસને સંભારવા લાગ્યા, કેઈ નીચે બેસી રહ્યા, કોઈ “મને બચાવો, બચાવ” એમ બોલવા લાગ્યા, કેઈ મુખ ફાડીને બેસી રહ્યા. એવામાં વહાણના શત ખંડ થઈ ગયા. વહાણ ભગ્ન થતાં ધનસારને એક પાટીયું મળવાથી તે સમુદ્રનાં તરંગથી ઘસડાઈને બહાર નીકળે. પછી દીનપણે અટવીમાં ભ્રમણ કરતાં તે વિચારવા લાગ્યું કે -અહો ! મારૂં તે ધન ક્યાં? પરિવાર ક્યાં ? આકડાના તુલને પવન લઈ જાય તેમ દૈવ મને ક્યાં લઈ આવ્યું ? અહો! મને ધિક્કાર થાઓ કે મેં બહુ ધનને માત્ર સંચય કર્યો, ભગવ્યું નહિ અને ધર્મમાં પણ વાપર્યું નહિ, તેમ પરોપકાર પણ કર્યો નહિ.” આ પ્રમાણે ભાવના ભાવતાં ભાવતાં અને આમતેમ ભમતાં તત્કાળ ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાનથી દેદીપ્યમાન એવા એક મુનીશ્વરને તેણે જોયા. તેમના મહિમાથી આવેલ દેવોએ રચેલ સુવર્ણકમળ પર બિરાજમાન એવા તે મુનીશ્વરને નમસ્કાર કરીને ધનસાર તેમની પાસે બેઠે. પછી તેમણે કહેલ ધર્મ સાંભળી અવસર મેળવીને તેણે કેવળી ભગવંતને પૂછયું કે:- હે ભગવન્! હું કૃપણ અને નિધન કેમ થયા?” કેવળી બોલ્યા કે –“હે ભવ્ય ! સાંભળ:- ધાતકીખંડના ભરતક્ષેત્રમાં કોઈ ધનાઢ્ય શેઠને બે પુત્ર હતા. તેના પિતા મરણ પામ્યું, એટલે જયેષ્ઠ બંધુ ગૃહને નેતા થયા. તે ગભીર, સરલ, સારા આશયવાળ, દાતા અને સારે ભાવિક હતા, અને લઘુ ભ્રાતા કૃપણ અને લોભી હતે. જ્યેષ્ઠ જ્યારે દીનાદિકને દીને આપતો, ત્યારે કનિષ્ઠ તેની ઉપર દ્વેષ કરતો હતો, અને દાન કરતાં તેને બળાત્કારથી અટકાવતું હતું, પણું યેષ્ઠ વિરામ પામતા નહિ એટલે કનિષ્ઠ તેનાથી ભાગ વહેંચીને જુદે થયે. જયેષ્ઠ બંધુના લક્ષ્મી દાન દેતાં પચ્ચને પોષણ મળવાથી વૃદ્ધિ પામી અને દાન ન આપવાથી કનિષ્ઠ ઉલટો દરિદ્રી થયે કહ્યું છે કે:-“કૂપ, આરામ * P.P. AC. Gunratnasuri.M.S. " " Jun Gun Aaradhak Trust
Page #138
--------------------------------------------------------------------------
________________ 122 પાળીને સેફ સાધુ આ બધું હું લે શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર અને ગવાદિની સંપત્તિ જેમ આપવાથી વધે છે, તેમ દાન આપતાં લક્ષમી ક્ષીણ થતી નથી પણ ઉલટી અધિક વધે છે. સારા સ્થાનમાં રાખેલ થાપણની જેમ લક્ષ્મી દાતારનો પુનઃ પુનઃ આશ્રય લે છે; પરંતુ બંધનથી જાણે ભય પામીને નીકળી હોય તેમ તે કૃપણની પાસે પુનઃ આવતી નથી.” પછી કનિષ્ઠ બંધુએ મત્સરથી રાજાની આગળ જોઇ બંધનું કંઈક અલીક (બટું) પ્રકાશીને તેનું બધું લુંટાવી લીધું. આથી વૈરાગ્ય પામી છ બંધુ સુસાધુ પાસે પ્રવજ્યા લઈ અને તે નિરતિચાર પાળીને સધર્મદેવલોકમાં પ્રવર દેવતા થયે. લઘુ ભ્રાતા લેકમાં નિંદા પામવાથી અજ્ઞાન તપ કરી મરણ પામીને અસુર થયે, તું અસુનિમાંથી નીકળીને અહીં જમ પામ્યા અને જયેષ્ટ બંધુ સૈધર્મદેવલેથી ચવીને તામ્રલિપ્રિનગરીમાં મહાશ્રેણીને પુત્ર થયે. ગ્ય અવસરે તે યતિવ્રત સ્વીકારી કેવળજ્ઞાન પામીને વિચરે છે– તે હું પોતેજ છું. જે દાનને દ્વેષથી તે અંતરાય કર્યો, તે કર્મના વિપાકથી તને કૃપણુત્વ પ્રાપ્ત થયું, અને બેટી ચાડી કરીને જ્યેષ્ઠ બંધુની સમૃદ્ધિ તે લુંટાવી દીધી, તેના વિપાકથી તારૂં સર્વ ધન નષ્ટ થયું. હવે તે દુષ્કૃત્યની ગહણ કરીને જે ધન પ્રાપ્ત થાય, તેની મૂછો તજી સુપાત્રે આપવા માંડ. કહ્યું છે કે જે આપે છે અને ભગવે છે–તેજ ધનિકનું ધન છે; શેષ કશું જાણે છે કે ક્યાં અને કેને કામ આવશે ? શરીરને ગેપવી રાખનાર૫ર મૃત્યુ અને ધનને ગોપવી રાખનારપર વસુધા–જારથી થયેલા પુત્રના વત્સલ સ્વપતિને જોઈ દુશ્ચારિણે સ્ત્રી હસે તેમ હસે છે. ધનને ભેગવતાં આ ભવમાં તેની સફળતા થાય અને દાન આપતાં પરભવ સુધરે, પણ હે બંધુ! ભગવ્યા વિના અને દાન આપ્યા વિના મનુષ્યને ધન પ્રાપ્ત થયાને ગુણશે? તે કહે. અનિત્ય, અસ્થિર અને અસાર લક્ષમી–જે દાનમાં અપાય અને ભેગવાય-તેજ સફળ છે, કારણ કે ચપળ સ્ત્રીની જેમ લક્ષમી કેાઈના ઘરે પણ સ્થિતિ કરતી નથી. દાન પાંચ પ્રકારે છે. કહ્યું છે કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #139
--------------------------------------------------------------------------
________________ ' ધનસારની કથા.. 123 " अभयं सुपत्तदाणं, अणुकंपा उचिय कित्तिदाणं च / दोहणवि मुरको भणिओ, तिनिवि भोगाइया विति" // અભય, સુપાત્ર, અનુકંપા, ઉચિત અને કીર્તિએ પાંચ પ્રકારે દાન કહેલ છે. તેમાં પ્રથમનાં બે દાન મોક્ષનાં નિમિત્ત છે અને પાછલાં ત્રણ દાન ઐહિક ભેગાદિકનાં નિમિત્ત છે.” જે પુરૂષ પોતાની લક્ષ્મીને પુણ્યમાં વાપરે છે તેને તે વારંવાર ચાહે છે, બુદ્ધિ તેને શોધે છે, કીર્તિ તેને જોયા કરે છે, પ્રીતિ તેનું ચુંબન કરે છે, સેભાગ્ય તેની સેવા કરે છે, આરેગ્ય તેને આલિંગન કરે છે, કલ્યાણ તેની સન્મુખ આવે છે, સ્વર્ગને ઉપગ તેને વરે છે, અને મુક્તિ તેને વાંછે છે. જો કે દાન તે ગમે તેને આપવું જ, પણ જે સુપાત્રે દાન આપવામાં આવે તે દાતા શાલિભદ્રની જેમ સદા અભીષ્ટ વસ્તુ પામે છે. પાત્રાભાવે જ્યાં ત્યાં આપતાં પણ કુબેરની જેમ ગઈ લક્ષ્મી પાછી આવે છે. તે સાંભળીને ધનસારે પૂછયું કે:-“હે ભગવન્ ! એ કુબેર કે? અને તે લક્ષ્મી કેમ પા ?" એમ પૂછતાં મુનિ બોલ્યા કે-“હે ભદ્ર ! સાંભળ– લક્ષમીથી વિશાળ એવા વિશાલપુરમાં ગુણહથ રાજા રાજ્ય કરતો હતો. ત્યાં કુબેરના જે ધનવાન કુબેર નામે વ્યવહારી રહેતું હતું. સમૃદ્ધિમાન એવો તે પુષ્પમાળા, ચંદન, વનિતાના વિલાસ, ગીત, ગાનાદિક તથા વસ્ત્રાભરણાદિકથી સુખ ભેગવતે હતે. એકદા દિવ્ય રૂપવાળી અને શ્રેષ્ઠ વેષથી વિભૂષિત એવી લક્ષ્મીદેવી રાત્રે તેના ઘરે આવીને સુતેલા એવા તેને કહેવા લાગી કે:-“અહો! તું જાગે છે કે નિદ્રામાં છે?” એમ સાંભળી તરત સસ મથી ઉઠીને તે બે કે –“હે માત! હું જાગ્રત છું, તમે કોણ છે? તે બોલી કે –“હું લક્ષ્મી છું. ભાગ્યથીજ મારૂં આગમન અને સ્થિતિ થાય છે. હવે તારું ભાગ્ય ક્ષીણ થયું છે, માટે તારે ઘરેથી હું ચાલી જઈશ.” આ પ્રમાણે સાંભળી તાત્કાલિક બુદ્ધિવાળે તે બે કે -જે એમ હોય, તે સાત દિવસ રહે, પછી જજે. એટલે તે વાત કબુલ કરીને લક્ષમીદેવી અદશ્ય થઈ ગઈ. ત્યાર પછી તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #140
--------------------------------------------------------------------------
________________ 124 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. કુબેરે પ્રભાતે જમીનમાં દાટેલું ધન બધું બહાર કઢાવ્યું. ઘરનાં માણસનાં સમસ્ત આભરણે, વાસણે અને વસ્ત્રો ભેગાં કરીને એક મેટે ઢગલો કરાવ્યું, અને પછી નગરમાં ઉલ્લેષણ કરાવી કે - અનાથ, દુઃસ્થિત, અને દુઃખિત માણસે બધા આવે, તેમને હું ઈચ્છિત દાન આપવા ધારું છું.” આ પ્રમાણેની ઉદ્દઘાષણ સાંભળીને જે જે દુઃખી જને આવ્યા તેને તેણે પુષ્કળ દાન આપ્યું. સર્વજ્ઞભવનમાં પૂજા સ્નાત્ર-મત્સાદિક કરાવ્યા, સુસાધુઓને વસ્ત્ર અને અન્નદાન આપ્યું, અનેક જ્ઞાનેપકરણાદિ કરાવ્યા તથા સાધમિવાત્સલ્યદક અનેક ધર્મકૃત્ય કર્યો. આ પ્રમાણે સાત દિવસમાં તેણે પુષ્કળ ધનને વ્યય કર્યો, માત્ર ભેજન જેટલું જ દ્રવ્ય બાકી રાખ્યું. સાતમે દિવસે રાત્રે તે એક જીર્ણ માંચાપર નિશ્ચિત થઈને સુઈ ગયે. એવામાં લહમીદેવી ત્યાં આવી વિલક્ષ થઈને બોલી કે - અહો કુબેર! જાગે છે કે નહિ?” કુબેર બેલ્યો નહિ, એટલે લક્ષમી બેલી કે –“કેમ મને ઉત્તર આપતું નથી ?' એમ કહી હાથ વડે તેને હલાવ્યું, એટલે સંભ્રાંતની જેમ તે ઉઠ્યા અને બે કે: હે માત ! આપ પધાર્યા છે એવી મને ખબર નહોતી, ક્ષમા કરજે, ધનને અભાવ હોવાથી નિશ્ચિત થવાને લીધે આજે મને સુખનિદ્રા આવી ગઈ હતી.” લક્ષ્મી બોલી કે –“હવે તારે ઘરેથી જવાને સમર્થ નથી, કેમકે તે દાનપાશથી મને સપ્ત રીતે બાંધી લીધી છે. કુબેર બોલ્યો કે - “કોણ કોઈને બંધન કરી શકે તેમ છે? તમારે જવું હોય તો ખુશીથી જાઓ.” દેવી બોલી કે - “હે ભદ્ર! મારાથી સ્વેચ્છાએ ગમન કયાં થઈ શકે છે? સાંભળ'भो लोका मम दूषणं कथमिदं संचारितं भूतले, सोत्सेका क्षणिका च निघृणतरा लक्ष्मीरिति स्वैरिणी। नैवाहं चपला न चापि कुलटा नो वा गुणद्वेषिणी, पुण्येनैव भवाभ्यहं स्थिरतरा युक्तं च तस्यार्जनम्" // હે લેકે ! લક્ષ્મી અભિમાની, ક્ષણિક, અત્યંત નિર્દય અને P.P.AC. Gunratnasuri M.S. - Jun Gun Aaradhak Trust
Page #141
--------------------------------------------------------------------------
________________ ધનસારની કથા. * 125 અને સ્વેરિણી (કુલટા) છે એવું મારું દુષણ તમે ભૂતળપર કેમ પ્રસારું છે ! હું ચપલા, કુલટા કે ગુણàષિણ નથી, હું તે પુણ્યથીજ અત્યંત સ્થિર થઈ શકું તેમ છું; માટે તમારે મારી સ્થિતિ કરવી હોય તે પુણ્ય ઉપાર્જન કરવું ઉચિત છે.” હકુબેર! હું તે પુણ્યને વશ છું, તે પુણ્ય કર્યો, તેથી હું તારે ત્યાં સ્થિર થઈ છું.' શ્રેણી સંતુષ્ટ થઈને બોલ્યો કે:-“હે માત! ત્યારે તમે મારે ઘરે પાછા શી રીતે આવશો?” લક્ષ્મી બેલી કે હે ભદ્ર! સાંભળ-નગરની બહાર પૂર્વ બાજુના દરવાજા આગળ સરોવર ઉપર શ્રીદેવીનાં ભવનમાં જે અવધુત વેશે રહેલ માણસ હોય તેને નિમંત્રી, ભેજન કરાવીને મધ્ય ઓરડામાં લઈ જઈ તાડન કરજે, એટલે તે સુવર્ણ પુરૂષ થઈ જશે.” પછી પ્રભાતે દેવીના આદેશથી તે પ્રમાણે કરતાં તે સુવર્ણ પુરૂષ થઈ ગયો. તેને ખંડિત કરતાં પણ તે પાછો અક્ષયજ થઈ જતો. પુણ્યપ્રભાવથી કુબેર એ રીતે અત્યંત સુખી થયેલ એકદા તેની પાડોશમાં રહેનારા કઈ હજામને તે વ્યતિકરની ખબર પડી, એટલે તેણે વિચાર કર્યો કે -અહો! આ વ્યવહારીયાએના ઘરમાં લક્ષમી આવી જ રીતે વધતી હશે, માટે હું પણ તેમ કરૂં.” એમ વિચારી એકદા તેણે દેવમંદિરમાં રહેલા કોઈ તેવા નરને જોઈ નિમંત્રી, ઘેર લાવી, ભોજન કરાવીને લાકડીવડે મસ્ત કમાં તાડન કર્યું. તે પ્રહારથી પેલો પુરૂષ પોકાર કરવા લાગ્યો; એટલે પિકાર સાંભળીને આયુધ સહિત કેટવાળ ત્યાં આવ્યું અને હજામને બાંધી રાજાની પાસે ખડો કર્યો. રાજાએ વૃત્તાંત પૂછ કે:-“અરે! સત્ય બોલ.” એટલે તેણે બધે વૃત્તાંત કહી સંભલાવ્યો કે –“હે સ્વામિન! કુબેરવ્યવહારીના ઘરે સુવર્ણપુરૂષ થયે, તે જાણીને મેં પણ તેમ કર્યું, પરંતુ મને તેવું ફળ ન થયું.” એટલે રાજાએ કેતુકથી કુબેરવ્યવહારીને બોલાવીને પૂછ્યું, તેણે મૂળથી માંડીને બધો વૃત્તાંત કહી સંભળાવ્યો, એટલે રાજા સંતુષ્ટ થઈને બોલ્યો કે:-“અહો ! હું ધન્ય છું, કે જેના નગરમાં આવા દાતાર, પુણ્યવંત અને સત્યવાદી પુરૂષે વસે છે.' એમ કહીને રા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #142
--------------------------------------------------------------------------
________________ પશુ વળીને વાલા અન્ય વિષમ ગયે 126 શ્રી પાર્શ્વનાથ ચરિત્રભાષાંતર , જાએ કુબેરને સત્કાર કર્યો અને હજામને પણ મુક્ત કર્યો, એટલે તે બંને સ્વસ્થાને ગયા. ત્યાર પછી કુબેર વિશેષ ધર્મકૃત્યમાં તત્પર થયે, અને પ્રાંતે તે પુણ્ય કરવાથી સ્વર્ગે ગયે.” - આ પ્રમાણે કેવળી ભગવંતે કહેલું દ્રષ્ટાંત સાંભળી ધનસાર સંવેગ પામીને બોલ્ય:-“હે પ્ર! જે એમ હોય તે માટે અત્યારથી પરિગ્રહને નિયમ થાઓ. હવે પછી હું જે ઉપાર્જન કરીશ તેમાંથી અર્ધ ધર્મકાર્યમાં વાપરીશ અને કેઈને પણ દોષ ગ્રહણ કરીશ નહીં.” આ પ્રમાણે ધનસારે જિનપ્રભુત ગૃહસ્થ ધર્મના બીજા પણ કેટલાક નિયમ લીધા અને પૂર્વ ભવમાં જેને અપરાધ કરે એવા તે કેવળીને વારંવાર ખમાવ્યા. પછી ભવ્યજનેને પ્રતિબંધ આપતા કેવળી ભગવંત અન્યત્ર વિહાર કરી ગયા, અને તે શ્રેણી પણું પરિભ્રમણ કરતા તામ્રલિપ્તિ નગરીએ ગયે. ત્યાં વ્યંતરના પ્રાસાદમાં કાર્યોત્સર્ગી રહ્યો, એટલે વ્યંતરે કુપિત થઈને તેને અતિ ભીષણ ઉપસર્ગો કર્યા. સૂર્યોદયપર્યત તેણે ઉપસર્ગ કરવા ચાલુ રાખ્યા, પણ મેરૂ સમાન ધીર અને નિષ્પકંપ એ તે લેશ પણ ચળાયમાન ન થયું. તેને દઢ ઈદેવ સંતુષ્ટ થઈને બે કે - હે મહાભાગ! તને ધન્ય છે, તારા માતપિતા પણ ધન્ય છે, કે ગૃહસ્થ છતાં તારી આવી દઢ મતિ છે, હું તારા સાહસથી સંતુષ્ટ થયો છું, માટે કંઈક વર માગ.” આ પ્રમાણે સાંભળીને ધ્યાનસ્થ એવા તેણે ઉત્તર ન આપે. એટલે દેવ બોલ્યો કે –“હે ભદ્ર! જે કે તું ઈચછારહિત છે, તથાપિ તું મારા કહેવાથી મથુરામાં તારે ઘરે જા, પૂર્વવત તું મહદ્ધિક થઈશ.” એમ કહી તેને ખમાવીને દેવ અદશ્ય થયે. પછી કાયેત્સર્ગ પારીને શ્રેણીએ મનમાં વિચાર કર્યો કે:-“મારે ધનનું શું પ્રયજન છે? તથાપિ પૂર્વના કાર્પશ્ય-મળને દૂર કરું.” એમ વિચારી તે મથુરામાં પોતાને ઘેર ગયે. " એકદા તે નિધાનના સ્થાન જુએ છે, તે સર્વત્ર પૂર્વવત દ્રવ્ય તેના જોવામાં આવ્યું, અને દેશાંતરમાં મેકલાવેલ કયામુક વિગેરેનું દ્રવ્ય પણ દિવસે દિવસે આવવા લાગ્યું. તેમજ લોકેએ જે દબાવી અતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #143
--------------------------------------------------------------------------
________________ શ્રી રાજ ટામાં ધનસારની કથી. તે દીધું હતું તે પણ પાછું પ્રાપ્ત થયું. એ પ્રમાણે તેને ફરીને પણું - છાસઠ કરોડ દ્રવ્ય મળ્યું. “શુભ ભાવથી કરેલાં પુણ્ય તરત ફળે છે.” પછી ધનસાર શ્રેષ્ઠીએ ત્યાં એક મેટે જિનપ્રાસાદ કરાવ્યું. તેના પર સુવર્ણકળશ અને ધ્વજાઓ શોભવા લાગી. તેણે અનેક જીર્ણોદ્ધાર કરાવ્યા અને સાધમિકવાત્સલ્ય તથા સ્વજનેને સત્કાર કર્યો, સાધુઓને વસ્ત્ર અને અન્નદાન આપ્યું તથા સાત ક્ષેત્રોમાં પોતાનું પુષ્કળ દ્રવ્ય વાપર્યું. આ પ્રમાણે ધનના વ્યયથી તેણે કીર્તિ અને ધર્મ ઉપાર્જન કર્યા અને પ્રાંતે અનશન કરી આયુ પૂર્ણ થતાં મરણ પામીને સૈાધર્મ દેવલોકમાં અરૂણપ્રભ નામના વિમાનમાં ચાર પેપમના આયુષ્યવાળા દેવ થયે. આ કથા ઉપરથી સાર એ લેવાને છે કે અતિ લૈલ્યતાથી પ્રાણી દુ:ખ અને અનર્થની પરંપરાને પામે છે, માટે મનમાં અતિ લુપ્તપણાના સંકલ્પ પણ કરવા નહિ. એ સંબંધમાં એક દષ્ટાંત છે તે આ પ્રમાણે - કેઈ કાપેટિક ભિક્ષાથી પ્રાપ્ત થયેલ સાથે ઘડામાં ભરી પિતાના પગ પાસે ઘડે મૂકીને એક શૂન્ય દેવકુળમાં સુઈ ગયે. ત્યાં રાત્રે જાગતાં આ પ્રમાણે ચિંતવવા લાગે - આ સાથવાનો વિક્રય કરી તેના મૂલ્યમાંથી એક બકરી લઈશ, તેને બચ્ચાં થશે એટલે તેને વેચીને ગાય લઈશ, ગાયને વાછડી વાછડા સહિત વેચીને ભેંશ લઈશ, અને ભેંશને પાડા પાડી સહિત વેચીને એક સારી ઘેાડી લઈશ. તેના દિવ્ય વછેરાનું બહુ ધન મળશે. તે ધનથી ઉચ્ચ, સુંદર તથા ગવાક્ષ અને જાલિકાથી મને હર એ એક પ્રાસાદ (હવેલી) કરાવીશ, તેમાં હું નિવાસ કરીશ, અને અનેક પ્રકારની ઘરવકરી મેળવીશ. પછી પરિવાર તથા સ્વજનને નિમંત્રીને ઉત્તમ વિપ્રની એક કન્યા પરણીશ. તેને સર્વ લક્ષણસંપૂર્ણ પુત્ર થશે. બહુ ધનને વ્યય કરીને તે બાળને વધોપન મહેત્સવ કરીશ. પછી મારા શતમને રથ સાથે તે વૃદ્ધિ પામશે. કેઈ વાર હું બહારથી આવતાં ઘરના આંગણે રૂદન કરતા બાળકને જોઈને કુપિત થઈ હું સ્ત્રીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #144
--------------------------------------------------------------------------
________________ 128 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર–ભાષાંતર. ચરથી પગ પાસે એક અત્યંત વિકટ પણે ચરણવડે મારીશ. એમ વિચારતાં તેણે સાચેસાચો પગને પ્રહાર કર્યો, તેથી પગ પાસે મૂકેલો ભાંગી ગયે, અને સાથો બધે ઉડી ગયો, એટલે કાપેટિક અત્યંત શૌચ કરવા લાગ્યા. આ દષ્ટાંત ઉપરથી વિવેકી જનાએ બેટા સંક૯૫ વિક પણ કરવા નહિ. ઉપર જે પાંચ અણુવ્રત કહ્યાં છે એ તેને સ્થળપણે પાળવાથી ગ્રહસ્થ શ શનૈઃ શિવતરફ ગમન કરે છે. એજ વ્રતો સૂમ વિભેદથી પાળતાં પાંચ મહાવ્રતરૂપ થાય છે. મેક્ષિપ્રાપ્તિના નજીકના માર્ગતુલ્ય એ મહાવ્રત પાળવાથી સાધુ સત્વર સ્વર્ગ અને મક્ષ પામે છે, માટે સુજ્ઞજનોએ યથાશક્તિ તેના આરાધનામાં પ્રયત્ન કરે.” આ પ્રમાણેની મુનિરાજની દેશના સાંભળીને બહુ જ એ અનેક પ્રકારના નિયમે, અભિગ્રહ અને દેશવિરતિને સ્વીકાર કર્યો. કિરણવેગ રાજા કૅધ, લોભ, મોહ અને મદથી રહિત થઈ સંવેગ પામી ગુરૂને પ્રણામ કરીને કહેવા લાગે કે –“હે ભગવન ! સંસારના ભ યથી ઉદ્વેગ પામેલે હું પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઇચ્છું છું, માટે આપ અહીં માસકલ્પ કરવા કૃપા કરે.” ગુરૂએ તે પ્રાર્થના સ્વીકારી એટલે તેણે ઘરે જઈ મંત્રીને બોલાવી પોતાના પુત્રને રાજ્યભાર સેંપી, હજાર માણસે ઉપાડે એવી શિબિકાપર આરૂઢ થઈ, ગુરૂ પાસે આવીને તેમની પાસે દીક્ષા અંગીકાર કરી. પછી કર્મશલ્યને કાઢવા તેણે ચિરકાળ ચારિત્ર પાળ્યું. જ્ઞાનથી ઉત્સર્ગ અને અપવાદમાર્ગને જાણું તેમજ અપૂર્વજ્ઞાનનો અભ્યાસ કરી અનુક્રમે તે ગીતાર્થ થયા. પછી ગુરૂની આજ્ઞાથી એકલવિહારીપણું સ્વીકારીને એ કદી તેઓ આકાશગમન કરતાં પુષ્કરવરદ્વીપે જઈ ત્યાં શાશ્વત જિનને નમસ્કાર કરી હેમાદ્રિ ઉપર ગયા, ત્યાં તીવ્ર તપ તપતાં અને અનેક પરીષહાને સહન કરતાં તે સમય વ્યતીત કરવા લાગ્યા. હવે પેલે કુર્કટસને જીવ નરકથી નીકળીને હેમાદ્રિની ગુફા માં કાળદારૂણ (યમ જે ભયંકર) સર્પ થયે. તે ઘણું જીવનું ભક્ષણ કરતા તો આહારને માટે નિરંતર ભમવા લાગ્યા. એકદા ત્યાં ભટકતાં તે નાગે ધ્યાનમાં એકાગ્ર એવા કિરણગ ઋષિને જોયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #145
--------------------------------------------------------------------------
________________ પાંચમે ભવ. 129 એટલે તત્કાળ પૂર્વજન્મના વૈરથી ઉત્પન્ન થયેલા ફેધને લીધે રકત નેત્ર કરી તેણે તે મુનિને વીંટી લીધા. વિષથી ભીમ એવી દાઢથી તેમને ઘણા ડંખ માર્યો અને પછી તે સ્વસ્થાને ગયે. તે વખતે મુનિ ચિંતવવા લાગ્યા કે “અહો! કર્મ ક્ષય કરવામાં અમારે ઉપકારી છે.” એમ ચિંતવતાં દેહ અત્યંત વિષવડે વ્યાપ્ત થઈ જવાથી સર્વ પાપની આલોચના કરી સમસ્ત જંતુઓને ખમાવી અનશન કરી નમસ્કારનું ધ્યાન કરતાં તે મરણ પામ્યા અને બારમા દેવલોકમાં જે. બૂદુમાવત નામના વિમાનમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળા પ્રવર દેવ થયા, ત્યાં દિવ્ય સુખ જોગવતાં સમય ગાળવા લાગ્યા. કહ્યું છે કે –“દેવલોકમાં દેવને જે સુખ છે, તેનું જેને સે જીભ હોય અને સો વરસનું આયુષ્ય હેય એ પુરૂષ સદા વર્ણન કર્યા કરે, પણ પાર ન આવે.” - હવે પેલો સર્ષ રૈદ્રધ્યાનથી બહુ જીવેનું ભક્ષણ કરતે હેમાદ્રિ પર્વત પર દાવાનળથી દગ્ધ થઈ છઠ્ઠી તમપ્રભા નામની નરક પૃથિવીમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળો નારકી થયે, ત્યાં તે મુશળથી ખંડા, વજ મુદ્દોરથી કૂટા, કુંભમાં પચાત, તીક્ષણ કરવાથી છેદતો, કરવતથી કપાતે, ડુક્કર અને કુતરાઓથી ભક્ષણ કરાતો, મહાયંત્રમાં પીલાત, તપ્ત સંસાનું પાન કરાતે, લેખંડના રથમાં જેડાતો, શિલાતલપર આસ્ફાલન કરાતે, અગ્નિકુંડમાં ક્ષિપ્ત કરાતે, તપ્ત ધૂલિમાં સ્થાપન કરાતા તથા ક્ષેત્રસ્વભાવજન્ય દુઃખ અને અન્યન્યજન્ય મહા દુ:ખને અનુભવ કરતો સતે આયુષ્ય નિર્ગમન કરતે હતે. એક ક્ષણભર પણ તેને સુખ નહોતું. આનંદ આપવામાં કુશળ, ભવના તાપને હરનાર, ચતુર્વિધ શ્રી સંઘના સ્થાપક, સુરેદ્રને પૂજનીય, કલ્યાણના કરનાર તથા સંઘને હર્ષ આપનાર એવા શ્રી પાર્શ્વનાથ પરમાત્મા તમારું કલ્યાણ કરે. / / इति श्रीतपागच्छे श्रीजगचंद्रसूरिपट्टपरंपरालंकारश्रीपूज्यश्रीहमाविमल मूरिसंतानीयश्रीहेमसोमसरिविजयराज्ये पंडितश्रीसंघवीरगणिशि- 17 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #146
--------------------------------------------------------------------------
________________ (130 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. - व्यपंडितश्रीउदयवीरगणिविरचिते श्रीपार्श्वनाथगद्यबंधलघुच. ત્રેિ વતુર્યવંજમવર્ગનો નામ દ્વિતીયઃ સ. તૃતીય ના પાર્થ નામના યક્ષના સ્વામી, દશાવતારી અને ભુવનમાં એક સૂર્ય સમાન એવા શ્રી પાર્શ્વજિનેંદ્રને પ્રણામ કરીને સુરસ કથા પ્રબંધેથી મનહર એવા તૃતીય સર્ગને હું (કર્તા) કહું છું. આજંબુદ્વિપના પશ્ચિમ મહાવિદેહના ભૂષણરૂપ સુગંધી નામના વિજયમાં કલ્પવૃક્ષ સમાન દાતારોથી યુકત, અસરાસમાન સ્ત્રીઓથી મને હર અને દેવમંદિરેથી સુશોભિત એવી શુભંકરા નામે સ્વર્ગ પુરી સમાન નગરી છે, ત્યાં અભુત ભાગ્યની ભૂમિ સમાન અને સકળ ગુણના નિધાન સમાન વજુવીય નામે રાજા રાજ્ય કરે છે. તે રાજા પિતાની કીર્તિથી વિશ્વને ધવળ કરી લોકોને રંજન કરતો હતો, તેને બધા રાજાઓ નમસ્કાર કરતા હતા, તેણે સર્વ શત્રુઓને વશ કર્યા હતા, તેને સમસ્ત પ્રજા સેવતી હતી, તેનાથી કલ્યાણની પરંપરા વૃદ્ધિ પામતી હતી, તેના ગુણે દેશદેશમાં લેક ગાતા હતા અને , તેના રાજ્યમાં ઈતિઓ (ઉપદ્ર) દેશને પરાભવ કરતી નહોતી. તે ભૂપાલ એકત્રની જેમ વિસ્તૃત સામ્રાજ્યનું પાલન કરતું હતું. તેને બીજી લક્ષમી હોય એવી અને લજજા, વિનય, સાધુત્વ તથા શીળ પ્રમુખ વિવિધ ગુણથી સુશોભિત લક્ષ્મીવતી નામની પટરાણી હતી. કિરણગ જીવ દેવભવથી અવીને લક્ષમીવતી રાણુની કુક્ષિરૂપ સરેવરમાં હંસની જેમ અવતર્યો. ગર્ભસ્થિતિ પૂર્ણ થયે ઉત્તમ સમયે સુસ્વનિથી સૂચિત, વસુધાના ભૂષણરૂપ અને જગતજનના નયનને આનંદદાયક એવા પુત્રને તેણે જન્મ આપે. એટલે રાજાએ તેને જન્મ મહોત્સવ કર્યો અને વર્યાપન મહેત્સવ ચાલતાં બારમે દિવસે સ્વજનેને ભેજન કરાવી સર્વ જનની સમક્ષ તેનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #147
--------------------------------------------------------------------------
________________ છઠ્ઠો ભવ. 131 વજનાભ નામ રાખ્યું. પછી પિતાના આનંદની સાથે પુણ્યપુગળાથી વૃદ્ધિ પામતા તેણે બાલ્યાવસ્થામાં સમસ્ત કળા ઓ ગ્રહણ કરી. કળાકલાપથી સંપન્ન ચંદ્રમાની જેમ - તે કુવલય” (પૃથ્વલય) ને આનંદદાયક થઈ પડ્યો. અનુક્રમે તે ઉજ્જવલ વન પામ્યા. તેનું અદ્દભુત ભુજાબળ પ્રસરવા લાગ્યું. ' સંગીત, શાસ્ત્ર અને શાસ્ત્રના વિદથી તથા કાવ્ય, કથા અને સ્વજનગેઝીના રસથી ક્રીડા કરતાં તે કાળક્ષેપ કરવા લાગે. એકદા અંગ દેશને ચંદ્રકાંત નામનો રાજા પિતાની પુત્રી વજનાભને આપવા માટે પુત્રીને લઈને ત્યાં આવ્યું, એટલે કુમાર પણ વિજયા નામની કન્યાને તેના આગ્રહથી પર. પછી કુમાર તે રમણીય રમણી સાથે પંચવિધ વિષયસુખ ભેગવવા લાગે. અન્યદા કુમારના મામાને કુબેરનામે પુત્ર પિતાના માબાપપર રૂષ્ટમાન થઈ વજનાભની પાસે આવીને રહ્યો. તે કુબેર નાસ્તિકવાદી હોવાથી કુમારને ધર્મમાં તત્પર જોઈને બોલ્યો કે –“અરે! મુગ્ધ! આ કષ્ટકલ્પના કેવી? કેણે તને એમ કહીને છેતર્યો છે કે સદ્ધર્મથી સદગતિ થાય છે? એ બધું ખોટું છે; માટે મન, વચન અને કાયાના ઈચ્છિત પૂર, તેને ઈષ્ટ વસ્તુ આપ !" રાજકુમાર તેનું આવું કથન સાંભળીને મૈનપણે વિચારવા લાગ્યું કે -કુગ્રહ (કદાગ્રહ) થી ગ્રથિળ થયેલા જનો સાથે વિવાદ કરતાં મતિભ્રંશ થાય છે, માટે કઈ જ્ઞાની પાસેથી એને બોધ પમાડીશ.”એમ ચિંતવીને તે બેસી રહ્યા. એકદા ઘણા મુનિઓના પરિવારથી પરવરેલા લેકચંદ્રસૂરિ બહારના અશોકવનમાં સમવસર્યા. તેમનું આગમન સાંભળીને ઘણુ નગરજને તેમને વંદન કરવા ગયા, અને કુબેરસહિત કુમાર પણ મુનીશ્વરને વંદન કરવા ગયા. ત્યાં કુમારે વિધિપૂર્વક શુદ્ધ ભાવથી મુનીશ્વરને વંદન કર્યું અને કુમારના ઉપરથી કુબેરે પણ તેમને પ્રણામ કર્યા. પછી કુમાર વિગેરે યથાયોગ્ય સ્થાને બેઠા, એટલે 1 ચંદ્રપક્ષે કુવલય એટલે કમળ. 2 બંગ-બંગાળ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #148
--------------------------------------------------------------------------
________________ 132 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર સૂરીશ્વરે ધર્મઉદ્યાનને સુધાસમાન ધર્મદેશના દેવાને પ્રારંભ કર્યો. તે આ પ્રમાણે - * “હે ભવ્ય જી! આ જીવ સ્વભાવે સ્વચ્છ છતાં કર્મમળથી મલિન થઈ ચતુર્ગતિરૂપ સંસારમાં ભમતાં વિવિધ દુ:ખ પામે છે. એટલે જીવ સ્વછ–નિર્મળ છતાં કર્મને લઈને સંસારમાં ભમે છે અને વિવિધ દુઃખને પામે છે. તે કર્મ આઠ પ્રકારના છે.જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, નામ, ગોત્ર, આયુ અને અંતરાય. તેમાં જ્ઞાનના પાંચ ભેદ છે –મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. તે જ્ઞાનેને જે આવરે-આચ્છાદિત કરે તે જ્ઞાનાવરણકર્મ, દર્શનાવરણકર્મ નવ પ્રકારે છે–ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને થીણુદ્ધિ–એ રીતે નવવિધ દર્શનાવરણકર્મ. વેદનીયકર્મ બે પ્રકારે છે–સાતવેદનીય અને અસતાવેદનીય. મેહનીયકર્મના અઠ્યાવીશ ભેદ છે તે આ પ્રમાણે -સેળ કષાય-ક્રોધ, માન, માયા અને લોભ-તે દરેકના ચાર પ્રકાર છે. સંજવલનકે, પ્રત્યાખ્યાનીધ, અપ્રત્યાખ્યાનીધ અને અનંતાનુબંધી કેધ. એમ માન, માયા અને લેભના પણ ચાર ચાર ભેદ હોવાથી 16 થાય છે. સંજવલનની સ્થિતિ એક પક્ષની, પ્રત્યાખ્યાનીની ચાર માસની, અપ્રત્યાખ્યાનીની એક વર્ષની અને અનંતાનુબંધીની જન્મપર્યત સ્થિતિ હોય છે. બીજા નવ નોકષાય કહેવાય છે. તેમાં હાસ્યાદિક છ-હાસ્ય, રતિ, અરતિ, શક, ભય અને જુગુપ્સા તથા ત્રણ વેદ તે પુરૂષદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ, કુલ નવ અને ત્રણ મેહનીયને સમ્યકત્વમોહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીય–એ પ્રમાણે મેહનીયકર્મના અઠ્યાવીશ ભેદ થાય છે. નામકર્મ દ્વિવિધ છે, શુભ અને અશુભ. (તેના ઉત્તરભેદ ઘણું થાય છે.) ત્રકમ દ્વિવિધતે ઉચગેત્ર અને નીચત્ર. આયુકર્મના ચાર ભેદ-તે દેવઆયુ, મનુષ્પઆયુ, તિર્યંચઆયુ અને નરક આયુ. અંતરાયકર્મ પંચવિધ–તે દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય ને વિયતિરાય... P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #149
--------------------------------------------------------------------------
________________ છઠ્ઠો ભવ. 133. - જ્ઞાનના જાણનારને તેમાં અંતરાય કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. ધર્મનો અંતરાય કરવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. કહ્યું છે કે –“સર્વજ્ઞ, ગુરૂ અને સંઘને પ્રતિકૂળ થવાથી તીવ્ર અને અનંત સંસાર વધારનાર દર્શનાવરણીય કર્મ બંધાય છે. અનુકંપા, ગુરૂભક્તિ, અને ક્ષમાદિકથી સુખ (સાતા) વેદનીય કર્મ બંધાય છે અને તે કરતાં વિપરીત કરવાથી દુઃખ (અસાતા) વેદનીય કર્મ બંધાય છે. કહ્યું છે કે - જ્યારે મહોદયથી તીવ્ર અને જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તેના પ્રભાવથી કેવળ (અસાતા) વેદનીય કર્મ બંધાય છે અને એનેંદ્રિયપણું પ્રાપ્ત થાય છે.” રાગ, દ્વેષ, મહામહ અને તીવ્ર કષાયથી તથા દેશવિરતિ અને સર્વવિરતિને પ્રતિબંધ કરવાથી મેહનીયકર્મ બંધાય છે. મન, વચન અને કાયાના વર્તનમાં વક્રપણે ચાલવાથી તથા અભિમાન કરવાથી અશુભ નામકર્મ બંધાય છે, તથા સરલતા વિગેરેથી શુભ નામકર્મ બંધાય છે. * ગુણને ધારણ કરવાથી, પરગુણને ગ્રહણ કરવાથી, આઠ મદને - ત્યાગ કરવાથી, આગમ સાંભળવામાં પ્રેમ રાખવાથી અને નિરંતર જિનભક્તિમાં તત્પર રહેવાથી ઉચ્ચગોત્ર બંધાય છે અને તે કરતાં વિપરીત વર્તવાથી નીચ ગેત્ર બંધાય છે. અજ્ઞાનતપ, અજ્ઞાનકષ્ટ, અણુવ્રત અને મહાવ્રતથી દેવ આયુ બંધાય છે. કહ્યું છે કે - અકામનિર્જરાથી, બાલતપસ્યાથી, અણુવ્રતથી અને મહાવ્રતથી તેમજ સમ્યગ્રષ્ટિપણાથી દેવ આયુ બંધાય છે.' જે દાનશીલ, અલ્પકષાયી, અને સરલ સ્વભાવી હોય તે મનુષ્ય આયુ બાંધે છે. કહ્યું છે કે:-“શીલ અને સંયમ રહિત છતાં પણ સ્વભાવે અ૫કષાયી અને દાનશીલ હોય તે મધ્યમ ગુણોથી 1 અન્યત્ર દર્શનાવરણીય કર્મના બંધહેતુ જુદી રીતે કહ્યા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #150
--------------------------------------------------------------------------
________________ 134 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. vvvvv મનુષ્ય-આયુ બાંધે છે.” બહુ કપટી, શઠ, સન્માર્ગ ઓળંગી ઉમાગે ચાલનાર, હૃદયમાં શલ્ય રાખનાર અને બાહ્ય વૃત્તિથી ખમાવનાર તિર્યંચ આયુ બાંધે છે. કહ્યું છે કે –“ઉન્માર્ગે ચાલનાર, માર્ગને નાશ કરનાર, બહુમાયાવી, શઠવૃત્તિવાળો અને સશલ્ય તિર્યંચ આયુ બાંધે છે.” મહાઆરંભી, બહુ પરિગ્રહી, માંસાહારી, પંચંદ્રિયને વધ કરનાર અને આર્ત તથા વૈદ્રધ્યાન કરનાર નરક આયુ બાંધે છે. કહ્યું છે કે –“મિથ્યાષ્ટિ, કુશીલ, મહાઆરંભ કરનાર અને મહા પરિગ્રહ રાખનાર, પાપી અને ક્રૂર પરિણમી નરકાયુ બાંધે છે.” - જે સામાયિક, પિષધ, પ્રતિકમણ, વ્યાખ્યાન અને જિનપૂ. જામાં વિન્ન કરે તે અંતરાયકર્મ બાંધે છે. કહ્યું છે કે –“હિંસાદિકમાં આસક્ત, દાન અને જિનપૂજામાં વિદ્મ કરનાર જીવ અભીષ્ટાથને બાધ કરનાર અંતરાયકર્મ બાંધે છે.” જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અને અંતરાય-એ ચાર કર્મોની ત્રીશ ત્રીશ કોડાકડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કલાકેડી સાગરોપમની છે. નામકર્મ અને ગોત્ર કર્મ–એ પ્રત્યેકની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કે ડાકડી સાગરોપમની છે. આયુકર્મની તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની છે. નામ અને ગોત્ર કર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે અને શેષ કર્મોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. જ્યારે જીવ એ કર્મોની ગ્રંથિને ભેદ કરે ત્યારે સભ્યત્વ પામે છે અને સમ્યકત્વ પામવાથી તે ધર્મરસિક થઈને શનૈઃ શનૈઃ પોતાના મનને જિનધર્મમાં દઢ કરે છે, પછી તે ગૃહસ્થધર્મ યા યતિધર્મને પાળતાં કર્મમળરહિત થાય છે અને પ્રાંતે તે પરમપદને પામે છે, માટે ભવ્ય જનેએ અહર્નિશ ધર્મ કરવાની બુદ્ધિ રાખવી.” . આ પ્રમાણેની ગુરૂમહારાજની દેશના સાંભળીને ગર્વથી ઓષ્ટપુટને ફરકાવતે કુબેર બે કે –“હે આચાર્ય ! આટલે વખત વૃથા કંઠશેષ કર્યો, આ બધું તમારું કથન યુદ્ધાતદ્ધા છે. ધર્મકમ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #151
--------------------------------------------------------------------------
________________ છઠ્ઠો ભવ. 135 દિકનું તમે જે સ્થાપન કર્યું તે આકાશપુષ્પવત્ મિથ્યા છે. પ્રથમ આત્મા જ નથી, એટલે ગુણે નિરાધાર હોવાથી રહેતાજ નથી–નખજ થાય છે. ઘટપટ વિગેરે પદાર્થોની જેમ જે પ્રત્યક્ષ દેખાય છે તેજ સત્ય છે. જીવ ઈદ્રિયગ્રાહ્ય નથી માટે જીવ નથી, અને જીવનો અભાવ હોવાથી ધર્મ પણ નથી. જેમ માટીના પિંડથી ઘટ તૈયાર થાય છે તેમ પૃથ્વી, પાણું, તેજ, વાયુ અને આકાશ—એ પાંચ ભૂતથી આ દેહપિંડ થયો છે. કેટલેક કાળ ગયા પછી પણ તે પંચભૂત પિતપિતાના પદાર્થમાં અંતતિ થઈ જાય છે. જ્યારે જીવજ નથી ત્યારે કણરૂપ તપથી સુખ કેને થાય? શી રીતે થાય? કષ્ટથી તો કષ્ટકારી ફળજ મળે, તેમજ વળી જીવના અભાવથી ધર્મને પણ અભાવ છે. નિમિત્તના અભાવે નૈમિત્તિકનો પણ અભાવજ સમજો.” આ પ્રમાણેનાં કુબેરનાં વચન સાંભળીને શાંતાત્મા મુનિ બેલ્યા કે –“હે દેવાનાં પ્રિય ! સાંભળ. યુક્તિવચનથી વિરૂદ્ધ ન બેલ, જેમ કઈ “મારી માતા વંધ્યા” એમ કહે તેમ તું જીવને અભાવ સિદ્ધ કરે છે, પરંતુ તે બધું અઘટિત છે. જીવ જ્ઞાનવડે પ્રમાણુવાળ છે, તે ઇન્દ્રિયગોચર નથી. આત્મા ચર્મચક્ષુવાળા જીવને ઇદ્રિયગેચર નથી, પણ તે પરમજ્ઞાનીઓને જ્ઞાનગોચર છે. પૃથ્યાદિ પાંચે પદાર્થો અચેતન છે અને જીવ ચેતનાલક્ષણ છે. કહ્યું છે કે-ચેતના, ત્રાસ સ્થાવર, ત્રણ વેદ, ચાર ગતિ, પાંચ ઇંદ્રિય અને છ કાય-એ ભેદથી જીવ એકવિધ, દ્વિવિધ, ત્રિવિધ, ચતુર્વિધ, પંચવિધ અને પવિધ કહેવાય છે.” વળી બાલ્યવયમાં જે કર્યું અને ભગવ્યું તે જીવ વિના વૃદ્ધવયમાં કેમ સાંભરે? કોને સાંભરે? તે તે જીવને જ સાંભરે, પણ પૃથ્યાદિ અચેતન પદાર્થોમાં તેવી સ્મરણશક્તિ નથી, માટે જીવ છે, ધમધર્મ પણ છે, અને યક્ત ધર્મ અધર્મને જોક્તા જીવ ચૈતન્ય લક્ષણવાળે છે. જેમ નવા ઉગેલા અંકુરથી ભૂમિમાં રહેલા બીજનું અનુમાન થાય છે, તેમ સુખ દુઃખથી પૂર્વભવનાં કરેલાં શુભાશુભ કર્મનું અનુમાન થાય છે. તે આ પ્રમાણે કેટલાક અને વિચિત્ર 1 આવું સંબોધન ભૂખને કરાય છે, બીજાને દેવાનુપ્રિય કહેવાય છે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #152
--------------------------------------------------------------------------
________________ 136 * શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. મણિઓથી બાંધેલ તળીયાંવાળા, સારી ચિત્રશાલિકાથી રમ્ય, સદ્દગંધથી વાસિત અને દિવ્ય ચંદ્રવાથી યુક્ત એવા સોધમાં સુખપૂર્વક વસે છે, અને કેટલાક મૂષક, સર્પ, નકુલ અને ધૂલિના સમૂહથી વ્યાસ એવા જીર્ણ ગૃહમાં રહેવાથી દુઃસ્થિત અને ઘર સંબંધી કલેશયુક્ત દેખાય છે. કેટલાક મિષ્ટાન્ન, પકવાન, દ્રાક્ષારસનાં પાન વિગેરે ભેજન તથા કરમિશ્રિત તાંબુલને સુખે ઉપભેગ કરે છે, અને કેટલાક બીજાના મુખને જોતા, પરસેવા કરતા, ક્ષુધાથી ક્ષીણ દેખાતા કદાને પણ ભાગ્યેજ મેળવી શકે છે. કેટલાક ઉદાર શંગાર, સાર માર્યો અને સુગંધી વિલેપનથી વિભૂષિત થઈ, દિવ્ય યાન (વાહન)માં બેસી અને પરિવારથી પરિવૃત્ત થઈ કામદેવ જેવા બની ગીત ગાનવડે કીડા કરે છે અને કેટલાક દીન વદનવાળા, ધન અને સ્વજનથી રહિત, દુર્દશાને પામેલા તથા દેહ અને મુખમાં ગંધાતા નારકીના જીવની જેવા દુ:ખિત દેખાય છે. કેટલાક સંગીત તથા મનહર વિણાનાદથી શય્યામાં નિદ્રાસુખ મેળવી પ્રભાતે યાચકવર્ગના જયજયારવથી જાગૃત થાય છે અને કેટલાક શગાલ, ઉલુક અને ખેરના શબ્દ સાંભળતા ઉષર જમીન પર સુઈને માંકડના ચંચુપટથી ભક્ષણ કરતા નિદ્રા પણ મેળવી શકતા નથી. આ પ્રમાણે પ્રત્યક્ષ ધમધર્મનું ફળ જોઈને અનંત સુખને માટે કષ્ટસાધ્ય ધર્મ પણ આરાધવા ગ્ય છે. વળી તે જે કહ્યું કે-કષ્ટ કરવાથી સુખ પ્રાપ્ત થતું નથી તે પણ મૃષા છે. કટુક ઔષધના પેગથી શું અરેગ્ય પ્રાપ્ત થતું નથી. ધર્મમાં તત્પર રહેલા જીવને સ્વર્ગ કરતાં પણ અધિક સુખ પ્રાપ્ત થાય છે. ધર્મથી સુંદર કુળ, રૂપ, બળ, જ્ઞાન, ધન અને યશ પ્રાપ્ત થાય છે, તેમજ ધર્મના શાસનથી આ જગતમાં સમસ્ત જનોના ઉપકારને માટે આ સૂર્ય અને ચંદ્રમા ઉદય પામે છે. વળી ધર્મ એ બંધુરહિતને બંધુ છે, મિત્રરહિતને મિત્ર છે, અનાથને નાથ છે અને જગતને એક વત્સલરૂપ છે. માટે નિરંતર ધર્મકુટુંબની સેવા કરવી ગ્યા છે. કહ્યું છે કે - ધર્મી તથા વનની, જનક વિલુરાઇવિનિયોનઃ. શ્રદ્ધા વટ્ટ, મુતાનિ નિવિઝાપત્યન” . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #153
--------------------------------------------------------------------------
________________ છઠ્ઠો ભવ. 137 ~ ~~~~ ~~~~~~~ ~~~~ “દયા-એ ધર્મની માતા છે, કુશળ કર્મને વિનિયોગ-એ ધર્મને જનક છે, શ્રદ્ધા–એ તેની વળ્યા છે અને સમસ્ત સુખ–એ તેના અપત્ય છે.” ચતુર્વિધ સંઘ, જિનબિંબ, જિનચૈત્ય અને આહંત- આગમ-સુજ્ઞ જનોએ ધર્મના એ સાત ક્ષેત્રો કહ્યા છે. ગુરૂને વિનય કર, સાધુજનની સંગતિ કરવી, વિવેકમાં મન રાખવું અને ઉત્તમ સવને ત્યાગ ન કરે. વિનય, વિવેક, સુસંગ, અને સુસત્વ-એ ગુણે લોકિક વ્યવહારમાં પણ લાવ્ય ગણાય છે, લોકોત્તરમાં તે એ વાત જ છે.” - “હે કુબેર ! તું રાજપુત્ર થઈને અશ્વપર આહણ કરે છે અને આ સેવકે તારી સેવા કરે છે, તેમાં શો હેતુ હશે? વિચાર કરતાં જણુંશે કે ધર્મજ ત્યાં હેતુ છે. એ કારણ માટે જીવાદિ પદાર્થો વિદ્યમાન છે.” આ પ્રમાણેનાં ગુરૂવચન સાંભળીને કુબેરકુમાર બોધ પામી, ઉભે થઈ, ઉત્તરાસંગ કરી, ત્રણ પ્રદક્ષિણા દઈ, ગુરૂના ચરણકમળને નમસ્કાર કરીને અંજલિ જેડી કહેવા લાગ્યું કે:-“હે ભગવન્ ! તમે જે કહ્યું તે પ્રમાણ છે. હવે મને ધર્મતત્ત્વ વિસ્તારથી કહો.” એટલે ગુરૂ બોલ્યા કે “હે કુબેર! તને ધન્ય છે. તારી ઈચ્છા પણ શ્રેષ્ઠ છે, તે હવે ધર્મતત્ત્વ સાંભળ. કહ્યું છે કે - " यथा चतुर्भिः कनकं परीक्ष्यते, निघर्षणच्छेदनतापताडनैः। तथैव धर्मो विदुषा परीक्ष्यते, श्रुतेन शीलेन तपोदयागुणैः / / “જેમ નિઘર્ષણ, છેદન, તાપ અને તાડન-એ ચાર પ્રકારે કનકની પરીક્ષા કરાય છે, તેમ શ્રુત, શીલ, તપ અને દયા–એ ચાર ગુણથી સુજ્ઞજન ધર્મની પરીક્ષા કરે છે.” વળી ધર્મ, અર્થ, કામ અને મેક્ષ–એ ચાર પુરૂષાર્થો છે, તેમાં મુખ્ય પુરૂષાર્થ ધર્મજ છે. ધર્મ સ્વાધીન થાય, એટલે અન્ય ત્રણ પુરૂષાર્થો સત્વર સ્વાધીન થાય છે. કહ્યું છે કે આ સંસારમાં મનુષ્યજન્મ સારભૂત છે, તેમાં ત્રણ વર્ગ સારભૂત છે અને ત્રણ વર્ગમાં પણ ધર્મ સારભૂત છે, ધર્મમાં પણું દાનધર્મ અને દાનમાં પણ વિવાદાન-એ પરમાર્થસિદ્ધિનું મૂળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #154
--------------------------------------------------------------------------
________________ 138 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર કારણ છે.” તેથી દુષ્પાપ્ય મનુષ્યભવ પામીને ધર્મમાં યત્ન કરે; મનુષ્યભવ વૃથા ને ગુમાવ. કારણ કે જેમાં ત્રણ વાણીયા મૂળ દ્રવ્ય લઈને વ્યાપાર માટે નીકળ્યા–તેમાં એકે લાભ મેળવ્યો, બીજાએ મૂળ દ્રવ્યને જ કાયમ રાખ્યું અને ત્રીજાએ મૂળ દ્રવ્ય પણ ગુમાવ્યું. જેમ આ ઉપમા વ્યવહારમાં છે, તેમજ ધર્મમાં પણ સમજી લેવી. તે દષ્ટાંત આ પ્રમાણે છે - જંબુદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં અયોધ્યા નામે નગરીમાં ધન્ય નામને વ્યવહારી રહેતો હતો. તેને ગુણવતી અને સ્નેહવતી ધનવતી નામે પ્રિયા હતી. તેને ધનદેવ, ધનમિત્ર અને ધનપાલ નામના ત્રણ પુત્ર થયા હતા. તે ત્રણે વન પામતાં બહુ બુદ્ધિના ભંડાર થયા. - એકદા શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે –“મારે ત્રણ પુત્રો છે, તેમાં ગૃહભાર આપવા લાયક કેણુ છે?” એમ વિચારી તેને નિર્ણય કરવા માટે ત્રણ પુત્રોને બેલાવીને કહ્યું કે –“હે વત્સ! સાંભળે. તમે પ્રત્યેક ત્રણ ત્રણ રન લઈને દેશાંતરમાં જાઓ, અને પિતપોતાની બુદ્ધિથી વ્યાપાર કર.” એટલે તેમણે પિતાનું વચન કબુલ કર્યું. પછી શ્રેષ્ઠીએ તે પ્રત્યેક પુત્રને સવાકેટી મૂલ્યના ત્રણ ત્રણ રને આપ્યા, એટલે તેમણે લઈને ગપગ્યા પછી શ્રેષ્ઠીએ પુનઃ કહ્યું કે - જ્યારે હું બેલાવું ત્યારે તમારે સત્વર આવવું.” આ પ્રમાણેનું પિતાનું વચન સાંભળીને તે ત્રણેમાં જ્યેષ્ઠ પુત્ર ધનદેવ કે જે અપ્રમાદી હતો તે તત્કાળ પિતાનું વચન પ્રમાણ કરીને વિજય મુહૂર્ત ત્યાંથી નીકળ્યાં. જતાં જતાં તેણે બે નાના ભાઈઓને કહ્યું કે:“હું નગરની બહાર રસ્તામાં તમારી રાહ જેતે બેસું છું, ત્યાં તમારે સત્વર આવવું. આ પ્રમાણે બને બંધુને કહી, પિતાના ચરણને પ્રણામ કરી તે નગરની બહાર જઈને બેઠે. બીજે બંધુ ધનમિત્ર ક્ષણવાર રાહ જોઈને સત્વર ચાલ્ય, અને ધનદેવને જઈને મળે. ત્રીજે તે ભેજન કરી ક્ષણવાર વિસામે લઈને પછી ઘરેથી ચાલ્યો. રસ્તામાં ત્રણે ભેગા થઈ ગયા પછી દેશાંતરના માર્ગે ચાલતા થયા. P.P.Ag Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #155
--------------------------------------------------------------------------
________________ ~~- ~- ~ ત્રણ વ્યવહારીની કથા. 138 અનુક્રમે તે ત્રણે નિર્વિને સિંહલદ્વિપમાં કુસુમપુરની પાસેના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ત્યાં તેમણે વિચાર કર્યો કે –“આ નગરમાં જ વ્યાપાર કરીએ, આગળ જવાનું શું કામ છે? કારણકે - "प्राप्तव्यमर्थ लभते मनुष्यो, देवोपि तं लंघयितुं न शक्तः। तस्मान शोको न च विस्मयो मे, यदस्मदीयं नहि तत्परेषाम् // " મનુષ્ય પ્રાપ્તવ્ય (પામવા ગ્ય) અર્થને મેળવી શકેજ છે, તેમાં વિન્ન કરવાને દેવ પણ સમર્થ નથી; માટે મને શક કે વિસ્મય થતાજ નથી, કારણકે જે મારૂં છે, તેમાં બીજા કેઇને હક્ક તેથી.” આ પ્રમાણે નિશ્ચય કરીને તે ત્રણેએ ત્યાં પ્રથમ ભેજન કર્યું. પછી ધનદેવ ભજન કરીને તરતજ નગરમાં ગયે. ત્યાં ચતુષ્પથ. માં બહુ વ્યવહારિયા તત્કાળ વહાણમાં આવેલી કઈ વસ્તુની ખરીદ કરતા હતા, તેમની પાસે ધનદેવ આબે અને સર્વ જનેને તેણે પ્રણામ કર્યા તથા યથોચિત વિનય કર્યો. તેને સારાં લક્ષણવાળે, સારાં વસ્ત્રવાળે અને વિવેકી જેઈને વ્યવહારીયા મુદિત થઈ ચિંતવવા લાગ્યા કે આ કેઈ અપૂર્વ ભાગ્યવંત અને સર્જન દેશાંતરને વેપારી લાગે છે.” એમ વિચારીને તેમણે કહ્યું કે:-“હે ભદ્ર! અમે આ વસ્તુ લઈએ છીએ તેમાં તમારે ભાગ રાખવો હેય તો રાખે, તમારે ભાગે આવે તે તમે પણ ." એટલે ધનદેવ બે કે-જે આપને વિભાગ, તે મારે પણ વિભાગ તેમાં ગણજે.” બધાએ તે વાત કબુલ કરી. પછી તેણે કેઈનું હાટ ભાડે લઈને પિતાને ભાગે આવેલું કરીયાણું તેમાં રાખ્યું. થોડા દિવસેમાંજ તે વસ્તુને ભાવ બહુ વધી ગયે, એટલે દેશાંતરથી આવેલા વ્યાપારીઓને તેણે તે માલ વેચાતે આયે. તે કરીયાણામાં તેને બહુ લાભ થયે, એટલે તે નફાના ધનથી બીજી વસ્તુઓને પણ તે * વેપાર કરવા લાગ્યો. અને પિતાના રત્નની ત્રિકાળ પૂજા કરવા લાગ્યું. તે બીજી વસ્તુ પણ ખરીદ અને વેચતું હતું, તેથી તે મહા ધનવાન વ્યવહારી થઈ પડો. સર્વત્ર રાજદ્વાર અને લેકેમાં પણ તેની પ્રસિદ્ધિ થઈ. અને કીતિ વિસ્તાર પામી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #156
--------------------------------------------------------------------------
________________ munnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnmann 140 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ' હવે બીજા ભાઈ ધનમિત્રે ભજન પછી બે ઘડીવાર ત્યાં વિસામો લઈ પછી નગરમાં પ્રવેશ કર્યો. આગળ ચાલતાં તે ઝવેરીબજારમાં ગયે, એટલે પૂવે જોવામાં નહિ આવેલ અને અપૂર્વ સદભાગ્યવંત એવા તેને આવતો જોઈને કેઈ ઝવેરીએ અયુત્થાનપૂર્વક માન આપીને પૂછયું કે:-“હે સજજનશેખર પુરૂષ ! તમે કયાંથી આવે છે? ક્યાં નિવાસ રાજ્ય છે? અને અહીં શા કારણે આગ મન થયું છે?” તે બે કે –“હું વેપારી છું અને દેશાંતરથી આ છું.” એટલે ઝવેરી બે કે - આજ મારે ઘેર ચાલે.” એમ કહી બહુ માન આપીને તેને તે પિતાના ઘરે લઈ ગયે. ત્યાં નાન, ભજન, ભેજન કરાવી, ભક્તિથી વિલેપન, તિલક તથા તાંબુલાદિ દઈને તેણે પૂછયું કે –“હે સહુરૂષ ! તમે શું વેપાર કરવા ધારો છે?” ધનમિત્રે કહ્યું કે –જેમાં લાભ મળશે તે વેપાર કરશું.” એટલે પુન: ઝવેરીએ પૂછ્યું કે તમારી પાસે ધન કેટલું છે?” તે બોલ્યા કે મારી પાસે સવા સવા કટિ મૂલ્યના ત્રણ રત્ન છે, એટલે સર્વ મળી પણચાર કેટિ દ્રવ્ય છે, તે દ્રવ્યથી વ્યાપાર કરીશ.” પુન: ઝવેરીએ કહ્યું કે:-“ઠીક છે, પણ તમે મારી સલાહ પ્રમાણે કરે.” ધનમિત્રે કહ્યું –બેલે.” તેણે કહ્યું કે તમે તમારાં રત્ન મને વ્યાજે આપો, તમારા માગ્યા પ્રમાણે હું તેનું વ્યાજ આપીશ, આથી તમને લાભ થશે. અને જે વખતે તમને કામ પડશે તે વખતે તેજ રને તમને પાછાં આપીશ.” એટલે તેણે તે વાત કબુલ કરીને ત્રણે રને તેને આપ્યા. ઝવેરી તેને નિયમિત રીતે વ્યાજ આપતા હતા અને તે ગ્રહણ કરીને ધનમિત્ર આનંદ કરતે હતો. તે સ્વેચ્છાએ નગરમાં જઈ ક્રીડા કરતો અને સુખ ભેગવતે હતો. આવા નિરૂઘમી અને ભાગ્યને આધારે બેસી રહેનારાઓને પસંદ પડતું એક દષ્ટાંત અહીં આપવામાં આવે છે - - કરંડીયામાં રહીને કંટાળી ગયેલ, હતાશ અને સુધાને લીધે શરીરે ગ્લાન થઈ ગયેલ એવા સપના મુખમાં રાત્રે તે કરંડીયાને કોતરીને કેઈ ઉંદર પોતાની મેળે પડ્યું. તેના માંસથી તે સર્પ તૃપ્ત P.P.AC. Gunratnaduri M.S. Jun Gun Aaradhak Trust
Page #157
--------------------------------------------------------------------------
________________ ત્રણ વ્યવહારીની કથા. 141 થયે અને પાછા તેણે કરી દીધેલા માગે તે બહાર નીકળી ગયે. માટે હે મિત્રો ! કાંઈ પણ ઉદ્યમ ન કરતાં સ્વસ્થ થઈને બેસી રહે, કેમકે વૃદ્ધિ અને ક્ષયમાં–લાભ અને હાનિમાં કારણભૂત એક દૈવજ છે. વિધાતાએ લલાટપટ્ટપર જે અ૫ કે બહુ ધન લખ્યું છે, તે મારવાડમાં જતાં પણ અવશ્ય મળવાનું છે, અને તે કરતાં અધીક મેરૂ પર્વત પર જતાં પણ મળવાનું નથી માટે હે બંધુઓ ! ધીરજ ધરે અને વૃથા કૃપણ સવભાવ ન રાખે. કેમકે કુવામાં કે સમુદ્રમાં જ્યાં જઈને ભરશે ત્યાંથી ઘડામાં સરખું જ જળ સમાશે. (આટલી હકીકત પ્રસંગે પાત કહેવામાં આવી છે.) - હવે ત્રીજો બંધુ ધનપાલ ભજન કરી પ્રમાદથી ત્યાં જ સુઈ ગયે. નિદ્રા લઈને સંધ્યા વખતે તે નગરમાં પેઠે. ત્યાં નગરના મુખ્ય દ્વાર આગળ ઘણી વેશ્યાઓ તેના જેવામાં આવી. તેમાં એક વેશ્યાને ઘણું નટવિટ પુરૂષો સાથે જોઈ. એકે તેને હાથ પકડી રાખ્યું હતું, એક તેને તાંબુલનું બીડું આપતા હતા અને એક તેને હાસ્યકરાવતા હતા. એવામાં એક લંપટ પુરૂષ ધનપાલને આવતો જોઈને બેલ્યો કે –“હે પરદેશી પુરૂષ! શું જુએ છે? મનુષ્ય ભવનાં આવાં ખરેખરાં મીઠાં ફળને ગ્રહણ કર.” એટલે તે ધનપાલ તે વેશ્યાને ઘરેજ ગયે અને વિવિધ નાટક જેતે તથા ગીત ગાન સાંભળો આખી રાત ત્યાંજ રહ્યો. પછી તેના હાવભાવથી મેહિત થઈ તેની સાથે ભોગ ભોગવવા લાગ્યા. તે નેહ વચનથી તેને પૂછવા લાગી કે:-“હે સ્વામિન ! અહીં તમે શા કામે આવ્યા છે?” તે વિસ્મય પામીને બોલ્યા કે વેપાર કરવા.” પુનઃ તેણે પૂછયું કે - હે સ્વામિન્ ! તમારી પાસે દ્રવ્ય કેટલું છે?” તેણે કહ્યું કે:-“સવા સવા કેટી મૂલ્યના ત્રણ રત્ન છે.” તે બોલી કે મને બતા” એટલે તેણે તેને બતાવ્યાં તેથી તે હર્ષિત થઈ. તે રને લઈને વેશ્યા તેને મુખથી ચુંબન અને હૃદયથી આલિંગન દેવા લાગી. પછી તે બોલી કે:-“સ્વામિન્ ! એ તને મારા ઘરમાં જાળવી રાખું છું, તમારે જરૂર પડે ત્યારે પાછા લેજે. આ ઘર તમારૂંજ છે. તમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #158
--------------------------------------------------------------------------
________________ 142 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. અહીંજ રહે અને તમારી વનવયને સફળ કરે. નાટક જુઓ, ગીત ગાન સાંભળો અને કામગ ભેગ. ફરીને આ મનુષ્યજન્મ ક્યાં મળવાનું છે? મનુષ્યજન્મ પામ્યાનું એજ ફળ છે.” આ પ્રમાણેનાં તેનાં વચનથી મેહ પામી તે ત્યાં જ રહ્યું અને તે વેશ્યાની સાથે પંચવિધ વિષયોગ નિરંતર ભેગવવા લાગ્યો. તેને આભરણ અને વસ્ત્રો પૂરવા લાગ્યો. એમ અલ્પકાળમાં જ તેણે ત્રણે રત્ન સંબંધી દ્રવ્ય બધું વાપરી નાંખ્યું, એટલે વેશ્યાએ તેને ઘરની બહાર કહાડી મૂક્યું. પછી તે નગરમાં ચાલ્યા. ત્યાં એક વિટપુરૂષ તેને સામે મળે. તેની આગળ તેણે કહ્યું કે મને વેશ્યાએ છેતરી લીધે.” તે બે કે-જે તું તારાં વસ્ત્રો મને આપે, તો હું તારું કામ કરી આપું.” તેણે કબૂલ કર્યું એટલે તે લંપટ પુનઃ બે કે પ્રથમ વસ્ત્રો આપ.” તેણે વસ્ત્રો આપ્યાં. પછી ધનપાળ તે લંપટની સાથે પુન: વેશ્યાને ઘરે ગયે. વિટ પુરૂષે તે વેશ્યાને કહ્યું કે –“તે કેમ આને છેતર્યો? એનું શું લઈ લીધું?” તે બોલી કે-હીસાબ જુઓ. આ એણે આપ્યું અને આ એણે ભેગવ્યું, હવે એક ટકે પણ તેને વચ્ચે નથી.” એમ કહીને ફરીથી પણ તેને ઘરથી બહાર કાઢ્યો. પછી વ્યગ્ર ચિત્તવાળો, શૂન્ય, વસ્રરહિત, નિરાશા અને દરિદ્ધી થઈને તે એકાકીનગરમાં સર્વત્ર ભમવા લાગે. ભેજન સમય થયે, પણ જમવું શું? કારણકે - “અન્ન, પાણી, મગ, જુવાર, શાક અને લવણ–એવું કંઈ પણ તેની પાસે નથી કે જેને ઉપગ થઈ શકે. તેની પાસે કંઈ પણ ભક્ષ્ય ન હેવાથી તે આમતેમ ભમતો હતે. એવામાં કયાંક મજુર લેકે જમતા હતા, તેઓએ તેને તેવી સ્થિતિમાં જોઈને પૂછયું કે-“તું કયાને રહેવાસી છે અને કયાંથી આવે છે?” ધનપાળે કહ્યું કે - મેં પ્રમાદના વશથી મારાં રતને ગુમાવ્યાં છે.' એમ કહીને યથાસ્થિત બધી વાત કહી સંભળાવી, એટલે તેમણે કહ્યું કે–આજ કંઈ ખાધું છે કે નહિ?” તે બે કે ક્યાંથી ખાઉં? શું જમું?’ એટલે દયાની લાગણીથી તેઓએ તેને જમાડ્યું. પછી દ્રમકની જેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak ilust
Page #159
--------------------------------------------------------------------------
________________ જw ત્રણ વ્યવહારીની કથા. 143 તે પણ મજુરોની સાથે ભમવા લાગ્યા અને અનુક્રમે તે ભારવાહક (મજુર) થઈ દુઃખે પિતાનું ઉદરપૂરણ કરવા લાગ્યો. કહ્યું છે કે– દુપૂર ઉદરને પૂરવા માટે માણસે માનને મૂકી દે છે, હલકા જનને સેવે છે, દીન વચન બેલે છે, કૃત્યાકૃત્યના વિવેકને તજી દે છે, સત્કારની અપેક્ષા કરતા નથી, ભાંડત્વ અને નૃત્યકળાને અભ્યાસ કરે છે– અરે પેટ માટે શું શું કરતા નથી? સર્વ કરે છે.” - ધનપાળ તળાવ કે કુવા પર જઈને ભેજન કરતા અને બજા- . ૨માં સુઈ રહેતું. આ પ્રમાણે તે મહાદુઃખી થયે સતે મનમાં વિચારવા લાગ્યો કે “આ મને પ્રમાદનું જ ફળ મળ્યું. જુઓ! મારા જયેષ્ઠ બંધુ ધનદેવ ઘણું શકટ કરિયાણું ભરી ભરીને પરદેશ મોકલે છે અને પુષ્કળ દ્રવ્ય પેદા કરે છે. તેમજ તેની કીતિ પણ સર્વત્ર વિસ્તરી ગઈ છે. હું આવી દુર્દશા જોગવું છું.” એ રીતે ત્રણે બંધુઓને ત્યાં રહેતાં બાર વરસ વ્યતીત થઈ ગયા. એટલે તે ત્રણેને બેલાવવા માટે તેમના પિતાએ કાગળ મોકલ્યો. તે કાગળ ઇ બંધુના હાથમાં આવ્યું. લેખ વાંચીને તે ખુશી થયે. પછી તેણે વિચાર કર્યો કે–“હવે ત્યાં જઈને પિતાના ચરણને વંદન કરૂં; પરંતુ મારા બંને બંધુને પત્તે શી રીતે મેળવવો?” એમ ચિંતવીને તેણે નગરમાં સર્વત્ર તપાસ કરાવી, પણ તેમના ખબર ન મળ્યા. એટલે તેણે વિચાર કર્યો કે-આ ગામના તમામ મહાજનને ભેજન કરાવું, એટલે તેમાંથી તેમને પત્તો મળશે.” એમ ચિંતવીને નાના પ્રકારના પકવાનની સર્વ સામગ્રી તૈયાર કરાવી. પછી પ્રથમ દિવસે બધા રાજલોક સહિત રાજાને નિમંત્રી, ભક્તિપૂર્વક તેમને ભેજન કરાવીને વસ્ત્રાભરણાદિક આપી સ્વસ્થાને વિદાય કર્યો, તેમાં પોતાના બાંધવે જોવામાં ન આવ્યા. બીજે દિવસે બધા શ્રેષ્ઠીઓને નિમંત્રી ભોજન કરાવીને વિસર્જન કર્યો, તેમાં પણ પોતાના બાંધવ જેવામાં ન આવ્યા. ત્રીજે દિવસે બધા કાપડીયાને નિમંત્રીને જમાડ્યા, તેમાં પણ પિતાના બાંધો લેવામાં ન આવ્યા. ચોથે દિઆ વસે ઝવેરીઓને નિમંત્રીને જમાડ્યા, તેમાં ધનમિત્ર બંધુ અગ્રેસર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #160
--------------------------------------------------------------------------
________________ 144. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. થઈને અલંકાર સહિત આવ્યા. એટલે તેને સ્નેહપૂર્વક ઉત્કંઠા અને આલિંગનપૂર્વક તે મળે અને તેને બોલાવીને તેણે પિતાને લેખ આપે. તે લેખ વાંચી સંતુષ્ટ થઈને બેલ્યો કે–પિતાને લેખ પ્રમાણ છે, ચાલો, આપણે ત્યાં જઈએ અને તાતના ચરણમાં વંદન કરીએ.” પછી ભક્તિપૂર્વક સર્વને જમાડીને વિસર્જન કર્યા. અને બંને બાંધવ એકાંતમાં મળી પરસ્પર કુશળ વાત પૂછવા લાગ્યા, અને નેહાલાપ કરવા લાગ્યા. તથા અન્ય ધનપાલના સમાચાર પૂછવા લાગ્ય, પણ ધનપાલની ખબર મળી શકી નહીં. એટલે કેટલીક વાત કરીને તેઓ સ્વકાર્યપરાયણ થયા. પાંચમે દિવસે બધા ભારવાહકોને આમંત્રીને જમાડ્યા. તેમાં દુઃખિત, દરિદ્રી, અને દુર્બળ એ ધનપાલ બંધુ તેમના જોવામાં આવ્યું. એટલે આલિંગનપૂર્વક તેમણે તેને પૂછયું કે–તું આવે કેમ દેખાય છે? તારું ધન કયાં ગયું?” તેણે કહ્યું કે–પ્રમાદના વિશથી મેં વેશ્યાના ભવનમાં રહીને લમી જોગવી અને મારાં રત્નો વેશ્યાએ લઈ લીધાં તેથી હું દુઃખી થયો. એટલે યેષ્ઠ બંધુ ધનદેવે કહ્યું કે-“હે બાંધવ! સાંભળ–શાસ્ત્રમાં પણ પ્રમાદ કરવાનો નિષેધ કર્યો છે. “પ્રમઃ પરમવી, ખમાસા પરમો રિપુ ! प्रमादः मुक्तिपुदेस्युः, प्रमादो नरकायनम् " // પ્રમાદ એ પરમ દ્વેષી છે, પ્રમાદ તે પરમ શત્રુ છે, પ્રમાદ મોક્ષનગરને ચેર છે અને પ્રમાદ નરકના સ્થાનરૂપ છે.” પછી પિતાએ મોકલેલ લેખ તેને આપે. તે લેખ વાંચી નિસાસો મૂકીને તે બે કે:-“હું ભાતાં વિના ત્યાં શીરીતે આવું?” એટલે ધનદેવે કહ્યું કે- તું મારી સાથે ચાલ, હું તને ભાતું આપીશ.” એમ કહીને તે પરવારવા માટે પોતાને કામે લાગ્યું. ધનમિત્ર ઝવેરીને ઘરે ગયે, અને પોતાના પ્રયાણની વાત કહીને ત્રણે રને માગ્યા, એટલે તે ઝવેરીએ લેખું (હિસાબ) કરીને કહ્યું કે તમારા વ્યાજમાંથી તમે આટલું ભગવ્યું, આટલું લીધું, આટલું દીધું અને આટલું વધ્યું તે . અને આ તમારાં ત્રણ રને પણ લે.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #161
--------------------------------------------------------------------------
________________ AAA w ત્રણ વ્યવહારીની કથા, ધનમિત્ર તે લઈ લેવડદેવડ ચુકતે કરી ધનની નિબિડ ગ્રંથિ બાંધીને પિતાના ષ્ટ બંધુ પાસે આબે, ત્રીજો ભાઈ પણ ત્યાં આવ્યું. પછી ત્રણે ભાઈઓ ઉત્સુક થઈ માર્ગને યોગ્ય સામગ્રી કરાવીને ચાલવા તૈયાર થયા. ગણુને વેચાય, માપીને વેચાય, કાપીને વેચાય અને જેમને વેચાય એવી વસ્તુઓના-કરિયાણાના શક ભર્યા પછી વિનયશીલ ધનદેવ બધા શ્રેણીજનની શીખ માગીને સેવક, પરિજન અને શકટથી પરિવૃત્ત થઈ ત્યાંથી ચાલ્યા. અવિચ્છિન્ન પ્રમાણે ચાલતો તે બંને બંધુ સહિત સ્વનગરે અને સ્વગૃહે આવ્યું. ત્યાં ત્રણે ભાઈ ભક્તિપૂર્વક પિતાના ચરણે નમ્યા. પછી ભેજન કરીને એકાંતે તેમના પિતાએ તેમને પૂછયું કેતમે શું કર્યું? શું મેળવ્યું? અને શો વધારે કર્યો? તે કહે.” એટલે જયેષ્ઠપુત્ર ધનદેવે કહ્યું- હે તાત! આપના આપેલાં આ ત્રણે રત્ન ગ્રહણ કરે, અને આ લાભ થયે તે . મેં આ વ્યાપાર કર્યો.' એમ કહીને તેણે ત્રણે રત્નો પિતાને આપ્યા, અને લાભ થયે હતો તે પણ રજુ કર્યો, પછી બીજાએ કહ્યું કે-“હે તાત! તમારાં આપેલાં આ રત્ન ગ્રહણ કરે. એના વ્યાજમાં જે દ્રવ્ય આવ્યું, તે મેં વાપર્યું, અને તેમાંથી આટલું વધ્યું.” એમ કહી પિતાને રત્ન સપીને પુન: તેણે કહ્યું-ફરી પણ મારે તે અહીં જ વેપાર કરવો છે.” પછી ત્રીજાએ કહ્યું કે-“હે તાત! તે રને પ્રમાદના વશથી મેં તા ત્યાંજ વાપરી નાંખ્યા, તેથી હું નિધન થઈ ગયે, અને મજુરીનું કામ કરીને નિર્વાહ કર્યો, માટે મારે અપરાધ ક્ષમા કરો.” પિતાએ ત્રણે પુત્રનાં વાકયો સાંભળીને મનમાં વિચાર કરી સર્વ જન સમક્ષ યેષ્ઠ પુત્રને સર્વ ભંડાર સેંપી તેને ઘરનો સ્વામી આ બનાવ્યો અને સર્વને કહ્યું કે-આની આજ્ઞા એ માનવી, કેઈએ ઓળંગવી નહિ.” પછી બીજા પુત્રને વસ્તુ, વ્યાપાર અને કરિયાણા સેંપીને કહ્યું કે તારે અહીં રહીને વ્યાપાર કરવો, અને જ્યેષ્ઠ બંધુની આજ્ઞાપ્રમાણે સર્વ કામ કરવાં.” ત્રીજા પુત્રને ખાંડવા, 1 ક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #162
--------------------------------------------------------------------------
________________ તેના પ્રમાદ ન કર વગતિને લાલ 146 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર, પીસવાનું, રાંધવાનું અને પિરસવાનું સર્વ કામ લેંગ્યું. એટલે તે પ્રમાદથી અને પૂર્વ કર્મના વશથી દુઃખી થયે. - “હે ભવ્ય જન ! આ દષ્ટાંતને સિદ્ધાંતમાં જિનેશ્વરેએ જે ઉપનય દર્શાવેલ છે તે એકાગ્રતાથી સાંભળો-શ્રેણી તે ગુરૂ સમજવા અને પુત્રે તે સર્વવિરતિ, દેશવિરતિ અને અવિરતિ–એમ અનુક્રમે જાણવા. મૂળનિધિ (પુંછ ) રૂપ ત્રણ રત્નો -તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર સમજવા. ત્રણ પ્રકારના જીવે તે રત્નવડે વ્યાપાર કરવા માટે મનુષ્યભવ નગરમાં આવે છે. તેમાં જે પ્રમાદ ન કરતાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની વૃદ્ધિ કરે છે તે સર્વવિરતિ છ દેવગતિનો લાભ પામે છે. બીજા પ્રકારના છ જેઓ અપ્રમાદથી વ્યાપાર કરીને મૂળનિધિ (પુંજી) ને બચાવ કરે છે તે ફરીને મનુષ્યભવ પામે છે અને સુખભેગ ભોગવે છે. ત્રીજા પ્રકારના જીવે બહુ પ્રમાદથી–નિદ્રા અને વિકથાથી સંકલિત થઈ મૂળ પુંજીને હારી જાય છે તે રેરવ નરકને પામે છે. મા, વિષય, કષાય, નિદ્રા અને વિકથા–એ પાંચ પ્રમાદ જીવને સંસારમાં પાડે છે. માટે મનુષ્યભવ પામીને ધર્મમાં પ્રમાદને ત્યાગ કરો. વળી “મહા આરંભથી, મહા પરિગ્રહથી, માંસાહારથી અને પંચંદ્રિય જીવના વધથી પ્રાણીઓ નરકે જાય છે. જેઓ નિ:શીલ, નિવૃત, નિર્ગુણ, દયારહિત અને અ૯પ પણ પચખાણ રહિત હોય છે તે મરણ પામીને નીચે સાતમી પૃથ્વીએ અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નારકપણે ઉત્પન્ન થાય છે.” મહા આરંભ તે પંદર કર્માદાનરૂપ છે તે કર્માદાન આપ્રમાણેઅંગાર કર્મ, વનકર્મ, શકટકર્મ, ભાટકકર્મ, ફેટકકર્મ, દંતવાણિજ્ય, લાક્ષાવાણિજ્ય, રસવાણિજ્ય, કેશવાણિજ્ય અને વિષવાણિજ્ય, યંત્રપલન, નિલાં છન, અસતીપષણ, દવદાન તથા સરાષણ એ પંદર કર્માદાન તજવા લાયક છે. તેમાં પ્રથમ અંગારકમ આ પ્રમાણે –અંગારાની ભઠ્ઠી કરવી ? (કેયલા પાડવા), કુંભાર, હાર, અને સુવર્ણકારનું કર્મ, ધાતુનાં P.P. Ac. Gunratnasuri M6. Jun Gun Aaradhak Trust
Page #163
--------------------------------------------------------------------------
________________ કર્માદાન સ્વરૂપ.. 147 પાત્ર બનાવવા અને ઇંટે તથા ચુને પકવે–તેનાવડે આજીવીકા કરવી તે અંગારકમ કહેવાય છે. - બીજું વનકર્મ–તે છિન્ન, અછિન્ન વનના પત્ર, પુષ્પ અને ફળને વિક્રય તથા કણેનું દલન એ રૂપ વૃત્તિ તે વનછવિકા. એટલે છિન્ન, અછિન્ન વનસ્પતિ, પત્ર, પુષ્પ, કંદ, મૂળ, ફળ, તૃણ, કાષ્ઠ, કંબા, વાંસ વિગેરેને વિક્રય કર, વન કપાવવા, ધાન્ય દળાવવાં એ કર્મથી જે આજીવિકા કરવી–તે વનકર્મ.. આ ત્રીજું શકટ કર્મ–તે શકટ તથા તેનાં સાધને ઘડવાં અને ખેડવા યા વેચવા તે શકટાજીવિકા. એટલે શકટ તથા શકટના સાધનેને બનાવીને વેચવા-ખેડવા વિગેરેથી આજીવિકા ચલાવવી તે શકટ કર્મ.. ચોથું ભાટક કર્મ–તે શકટ, વૃષભ, હાથી, ઉંટ, પાડા, ખર, ખચ્ચર અને અશ્વાદિપર ભાર ભરી તેનાવડે વૃત્તિ ચલાવવી તે ભાટકાછવિકા. એટલે શકટ, વૃષભ, મહિષ, હાથી, ખર, ખચર, અને અશ્વ વિગેરે જનાવર રાખી ભાડું લઈને તેમની પાસે ભાર વહન કરાવે તે ભાટક કર્મ. પાંચમું ફેટક કર્મ–તે સરેવર અને કૂપ વિગેરેનું ખનન, પૃથ્વીકાયના આરંભરૂપ પથ્થરને ફૂટવા-ઘડવા વિગેરેથી જીવન ચલાવવું તે ફેટકાછવિકા. અર્થાત્ જવ, ચણા, ઘઉં અને સાળ વિગેરેના સાથે, દાળ, આટે અને તંદુલ (ચેખા) કરવા; ખાણુ, સરોવર અને કુવાને માટે ભૂમિ ખેરવી, હળ ખેડવા અને પાષાણ ઘડવા વિગેરે કર્મ તે સફેટ કર્મ. એ પાંચ કર્મો ત્યાજ્ય છે. હવે પાંચ વાણિજ્ય કહે છે. આ પ્રથમ દંતવાણિજ્ય-તે દાંત, કેશ, નખ, અસ્થિ, ચર્મ, રેમ-એ ત્રસજીવના અંગે પાંગને વેપારને માટે બજારમાંથી ખરીદવા તે. એટલે બજારમાંથી બહાથીના દાંત, ઘુડ અને વાઘ વિગેરેના નખ, હંસ વિગેરેના રોમ, મૃગાદિકના ચર્મ, ચમરી ગાયનાં પુછ શંખ, શૃંગ, છીપ, કેડી કસ્તુરી વિગેરે હિંસક માણસ પાસેથી લેવા . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #164
--------------------------------------------------------------------------
________________ 148 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. અને વેચવા તે દંતવાણિજ્ય. અર્થાત્ એને વ્યાપાર કરવાવડે જે આ જીવિકા ચલાવવી તે દંતવાણિજ્ય. બીજું લાક્ષાવાણિજ્ય-તે લાખ, મણશીલ, નીલી, ધાવડી અને ટંકણખાર વિગેરેને વિક્રય કરે છે. અર્થાત્ લાખ, ધાવડી, નીલી (ગળી), મણસીલ, હરતાલ, વોલેપ, તુવારિકા, પટવાસ, ટંકણખાર, સાબુ અને ક્ષારાદિને ક્રયવિક્રય કરો. તે લાક્ષાવાણિજ્ય. ત્રીજું રસવાણિજ્ય-તે માખણ, ચરબી, માંસ અને મઘ વિગેરે. ને કયવિક્રય કરે છે. અર્થાત્ મધ, મધ, માંસ, માખણ, ચરબી, તેલ, દધિ, દૂધ, અને વૃતાદિને કવિય કરે–તે રસવાણિજ્ય. ચોથે કેશવાણિજ્ય-તે દ્વિપદ તથા ચતુષ્પદને કયવિકેય કરે . અર્થાત્ દાસ દાસી વિગેરે મનુષ્યને તથા અશ્વ, ગાય વિગેરે તિર્યંચે કવિક્રય કરવો તે કેશવાણિજ્ય. - પાંચમું વિષવાણિજ્ય–તે વિષ, શસ્ત્રાસ્ત્ર, હળ, યંત્ર, લખંડ, હરિતાલ વિગેરે જીવઘાતક વસ્તુને કયવિક્રય કરે છે. અર્થાત્ વિષ તે નાગફણ (અફીણ), વત્સનાગ અને સેમલ વિગેરે શસ્ત્ર-તે તરવાર, બંદુક વિગેરે તથા કેશ કેદાળી વિગેરે અને લેહ તે હળાદિ વિગેરે તેને ક્રયવિક્રય કરે તે વિષવાણિજ્ય. એ પાંચ વાણિજ્ય કર્મો શ્રાવકને વર્જવા ગ્ય છે. - હવે યંત્રપીડન કર્મ–તે તલ, શેલડી, સરસવ, એરંડીયા વિગેરેને ખાંડવા યા પીલવા તે. એટલે ઘાણી વિગેરે યંત્રમાં તલ, ઈશુ, સરસવ, અને એરંડીયા વિગેરેને પીલવું યા ખાંડવું અને જળયંત્ર ચલાવવા વિગેરે યંત્રપીડનકર્મ. નિલાંછનકર્મ–તે નાસાવેધ, આંકવું, મુષ્ક છેદન, પૂંઠે ગાળવી, બાળવી, બળદના કર્ણ અને કંબલને છેદ કરાવે છે. એટલે ગાય વિગેરે પશુઓના કર્ણ, કંબલ, શૃંગ, પુચ્છને છેદ કર કરાવો, નાસાવેધ કરે, આંકવું, કર્ણાટન કરવું, પંઢ કરવા, ચર્મદાહ કરવો અને ઉંટની પુંઠ ગાળવી વિગેરે કર્મ તે નિલંછનકર્મ. એ નરકનાં દુઃખ આપનાર લેવાથી અત્યંત વર્જનીય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #165
--------------------------------------------------------------------------
________________ કાંદાન સ્વરૂપ. 149 અસતીષણ–તે શારિકા, શુક, માર, શ્વાન, કુકડે, મયૂર, હરણ અને શકરાદિકનું પોષણ કરવું તે. કેટલાક દાસીઓનું પણ પષણ કરે છે. શેત્રુદેશમાં તે સંબંધી ભાડું લે છે તે. દવદાન તે વ્યસનથી વા પુણ્યબુદ્ધિથી–એમ બે પ્રકારે છે. એટલે વનનો દાહ થતાં ભિલ વિગેરે તેમાં સુખે ફરી શકે. અથવા જીર્ણ તૃણને દાહ કરવાથી નવા તુણાંકુરે નીપજે અને તેથી ગાય વિગેરે પશુઓ સુખે ચરી શકે, અથવા તે ક્ષેત્ર બાળવાથી ધાન્યસંપત્તિ સારી થાય-ઇત્યાદિ કારણથી, પુણ્યબુદ્ધિથી યા કૌતુકથી અરણ્યમાં અગ્નિ સળગાવે છે તે દવદાન. એમ સંભળાય છે કે ભિલ્લ લેકેને મરણ વખતે તેના કુટુંબીઓ કહે છે કે “તારા ધર્મને માટે આટલા દવ દેશું. સરશેષણ તે સરોવર, દ્રહ અને તળાવ વિગેરેના જળને શેષ કરાવો અથવા નીકદ્વારાએ ધાન્યાદિ વાવવાને માટે તેમાંનું જળ લઈ જવું તે સરઃશેષણ. તેમાં ખોદાવેલ હોય તે તળાવ કહેવાય અને ન દાવેલ હોય તે સરોવર કહેવાય. એટલે તે નેમાં ભેદ સમજ. આ પંદર કર્માદાન આચરવાથી બહુ દેષ (પાપ) લાગે છે. તેમાં અંગારકર્મમાં અગ્નિ સર્વતોમુખ શસ્ત્ર હોવાથી તેના વડે છકાય જીવોની વિરાધના થાય. વનકર્મમાં વનસ્પતિ અને તેના આશ્રિત ત્રસ જીવોની વિરાધના થાય. શકટ અને ભાટકકર્મમાં ભાર વહન કરનાર વૃષભાદિકની તથા માર્ગમાં રહેલા છકાય જીવોની વિરાધના થાય. સ્ફોટકકર્મમાં કણદલનાદિવડે વનસ્પતિની તથા ભૂમિખનનાદિવડે પૃથ્વીકાયની તથા તેમાં રહેલા સાદિક જેની મહાવિરાધના થાય. ઉત્પત્તિસ્થાનમાં જઈને દંત, ચામર, કેશાદિ બસાંગ ખરીદવાથી ગ્રાહકોને જોઈને લેભથી ભીલ વિગેરે તત્કાળ હસ્તી, ચમરી વિગેરેનો વધ કરવા તૈયાર થાય. લાક્ષાવાણિજ્યમાં લાક્ષા બહુ રસ જીવથી આકુળ હેવાથી અને તેના રસમાં રૂધિરને ભ્રમ થતો હોવાથી, ધાવડીવૃક્ષની છાલ અને પુપ મઘના અંગ હોવાથી તથા તત્કાળ તેમાં કૃમિ ઉત્પન્ન થતા હોવાથી, ગુલિકા (ગળી) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #166
--------------------------------------------------------------------------
________________ 15e. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. બનાવતાં તેમાં અનેક જંતુઓ પડીને નાશ પામતા હોવાથી, મણસીલ, હરિતાલ અને વજલેપમાં સંપાતિમ બાહ્ય જંતુઓ નાશ પામતા હોવાથી, તુંબરિકામાં પૃથ્વીકાયને ઘાત થતા હોવાથી, પડવાસ ત્રસાકુળ હોવાથી, ટંકણક્ષાર, સાબુ અને અન્ય ક્ષાર વિગેરે બાદાજીના વિનાશક હેવાથી તેમાં મેટે દેષ લાગે છે. લાક્ષાદિમાં થતું પાપ મનુસ્મૃતિમાં પણ કહ્યું છે - સા પતિ મહેન, છાલા સ્ટવન જા. त्र्यहेण शुद्रीभवति, ब्राह्मणः क्षीरविक्रयात् " // બ્રાહ્મણ માંસ, લાક્ષા અને લવણના વ્યાપારથી તત્કાળ પતિત થાય છે, તથા ક્ષીરને વિક્રય કરવાથી તે ત્રણ દિવસમાં શુદ્ધ થાય છે.” રસવાણિજ્ય-મધુ વિગેરેમાં જંતુઓને ઘાત તથા તેમાં અનેક સંમૂર્છાિમ જીની ઉત્પત્તિ ને વિનાશ થતો હોવાથી, દૂધ વિગેરેમાં સંપાતિમ (ઉપરથી અચાનક પડતા) જીવોની વિરાધના થતી હોવાથી, બે દિવસ ઉપરાંતના દહીંમાં પૂર્વોક્ત રીતે સંમૂ ર્ણિમ જી ઉપજે છે તેથી ત્યાજ્ય છે. કેશવાણિજ્યમાં દ્વિપદ અને ચતુષ્પદની પરવશતાથી તેમને વધ, બંધન, સુધા પિપાસાદિ દુ:ખ પડવાથી દેષ લાગે છે. વિષવાણિજ્યમાં ઇંગિકા વત્સનાગાદિથી તથા હરિતાલ, સેમલ અને ક્ષારાદિકથી તેમજ વિષ, શસ્ત્રાદિથી જીવઘાત પ્રતીત જ છે. વળી જલાર્દ્ર હરિતાલથી મક્ષિકાદિ તત્કાળ મરી જતાં જોવામાં આવે છે. સેમલ અને ક્ષાર વિગેરેના ભક્ષણથી બાળકે વિગેરે તરત મરણ પામે છે. વિષવાણિજ્યને અન્ય શાસ્ત્રમાં પણ નિષેધ કર્યો છે. કહ્યું છે કે - “ન્યાવિળયૅવ, રણવિધિળતથા विषविक्रायणश्चैव, नरा नरकगामिनः" // | ‘કન્યાવિક્રય કરનારા, રસવિક્રય કરનારા અને વિષનો વિક્રય કરનારા પુરૂષે નરકમાં જાય છે.' યંત્રપલણાદિને કર્મની સાથે સંબંધ છે. જેમકે–ખંડણી, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #167
--------------------------------------------------------------------------
________________ મહામારંભ સ્વરૂપ. 15 AAN પેષણ, ચુલ્લી, જળકુંભ અને સાવરણુ-ગૃહસ્થના ઘરમાં એ પાંચ વસ્તુથી જંતુઓની હિંસા થાય છે. ઘાણ વિગેરેથી મહાપાતક થાય છે. તે વિષે લેકિકશાસ્ત્રમાં પણ કહેલ છે. જેમકે-દશ કસાઈ સમાન એક ઘાંચી, દશ ઘાંચી સમાન એક કસાઈ, દશ કસાઈ સમાન એક વેશ્યા અને દશ વેશ્યા સમાન એક રાજા કહેલ છે.” નિ. લીંછન કર્મમાં બળદ, અશ્વ, ઉંટ વિગેરે પંચેન્દ્રિય જીવોની કદર્થનાને દોષ લાગે છે. દવ દેવામાં કરે અને વિનાશ થાય છે. સરોવરના શેષણમાં જળના જીવને તથા તેમાં રહેલા મસ્યાદિ જળજંતુઓને–એમ છકાય જીને વિનાશ થાય છે. અસતીષણમાં દાસ્યાદિને વિકય કરતાં તેનાથી થતાં દુષ્કૃત્યથી પાપવૃદ્ધિ થાય છે, તેથી તે વર્જવા યોગ્ય છે. તથા નિર્દય જનેને ઉચિત એવું કોટવાળપણું, ગુણિપાલપણું અને સીમપાલપણું વિગેરે ક્રૂર કર્મો શ્રાવકને વજેવા ગ્ય છે. તથા બળદને દમ, ક્ષેત્ર બેડ, અશ્વને પંઢ બનાવ–એ પાપપદેશ કરે શ્રાવકને કપે નહિ. તેમજ યંત્ર, હળ, શસ્ત્ર, અગ્નિ, મુશલ તથા ઉદ્દખલ વિગેરે હિંસક અધિકરણો દયાળુજને દાક્ષિણ્યથી પણ અન્યને આપવાં નહિ. વળી કુતૂહલથી ગીત, નૃત્ય અને નાટકાદિ જેવા, કામશાસ્ત્રમાં આસક્ત થવું, ઘુત, મઘાદિ વ્યસને સેવવાં, જલકિડા કરવી અને હિંડળે હિંચકવા વિગેરે વિનેદ કર, પાડાદિકને લડાવવા, શત્રુના પુત્ર વિગેરેની સાથે વેર બાંધવું, ભેજનકથા, સ્ત્રીકથા, દેશકથા અને રાજકથા કરવી, તથા રોગ અને માર્ગના શ્રમ સિવાય આખી રાત્રિ ઉંઘવું–વિગેરે પ્રમાદાચરણને સુજ્ઞ પુરૂષ ત્યાગ કરે,’ વિવેકી શ્રાવકે આ પ્રમાણેના જિનવચનો જાણુને એકાગ્ર મનથી તે પાળવાં. હવે મહાપરિગ્રહ તે લેભમૂળ છે. તે લોભ નરકના દુ:ખમાં પ્રાણુને નાખે છે. લોભીજન કઈ રીતે સંતેષ પામી શકતો નથી. કહ્યું છે કે સગર પુત્રથી તૃપ્ત ન થયે, કુચિકણું ગોધનથી તૃપ્ત ન થયે, તિલકશ્રેષ્ઠી ધાન્યથી તૃપ્ત ન થયે અને નંદરાજા સુવર્ણના ઢગલાથી સંતુષ્ટ ન થયા.” નવા નવા ધનની ઈચ્છા કરતે લેભી પુરૂષ શાહ બીજને અને કરતો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #168
--------------------------------------------------------------------------
________________ ઉપર શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. બહુ ધનથી પણ તૃપ્ત થતો નથી. જુઓ ! પિતાએ આપેલ કનિષ્ઠ બંધુઓનું રાજ્ય શું ભરતરાજાએ છીનવી ન લીધું ? અખલિત રીતે સેંકડે નદીઓ આવીને પડે છે છતાં શું સમુદ્ર પૂરાય છે ? અથવા જાજવલ્યમાન અગ્નિ બહુ કાષ્ઠથી પણ શું શાંત થાય છે? નથી થતો. મહા પરિગ્રહના સંબંધમાં એક દષ્ટાંત છે તે આ પ્રમાણે - - મહા પરિગ્રહમાં આસક્ત અને છ ખંડન અધિપતિ સુભૂમ ચક્રવત્તી ભરતક્ષેત્રના છ ખંડનું રાજ્ય કરતા હતા. તેને એકદા વિચાર આવે કે –“બીજા ઘણા ચક્રવીઓ છ ખંડના અધિપતિ તે થયા છે, પણ હું જે બાર ખંડને અધિપતિ થાઉં તે વિશેષ ગણાઉં.” એમ ચિંતવીને સૈન્ય અને વાહન સહિત ચર્મરત્નના ગથી તે લવણસમુદ્ર ઉપર થઈને ધાતકીખંડ તરફ ચાલ્યો. માર્ગમાં ચર્મરત્નના અધિષ્ઠાયક સહસ્ત્ર દેએ વિચાર કર્યો કે - “આ ચર્મરત્ન જળપર તરે છે તે અમારે પ્રભાવ છે કે ચક્રવર્તીને પ્રભાવ છે?” એમ ચિંતવીને બધા દે ચર્મરત્નને તજીને અલગ થઈ ગયા. એટલે તેના પ્રભાવથી લવણસમુદ્રમાં તરતું ચકવરીનું ચર્મરત્ન ડૂબી ગયું, હાથી, ઘોડા અને ચોધાદિ સર્વે પાણીમાં ડૂબીને મરણ પામ્યા અને લેભમાં લપટાયેલ ચકવત્તી મરણ પામીને સાતમી નરકે ગયે. આ બધું મહા આરંભ અને મહા પરિગ્રહનું ફળ જાણીને વિવેકી જનેએ મહા આરંભ અને મહા પરિગ્રહનો ત્યાગ કરે. | માંસાદિના ભક્ષણથી પણ નરકપાત થાય છે. આદિ શબ્દથી અભક્ષ્ય અને અનંતકાયનું ભક્ષણ પણ વજેવું. તેમાં અભક્ષ્ય બાવશ છે તે આ પ્રમાણે પાંચ ઉદુંબર, ચાર વિગઈલ, હિમ°, વિષ, કરાર, સર્વ જાતિની માટી, રાત્રિભેજનક, બહુબીજ", અનંતકાય, બળ અથાણું, ઘેલડાં, વેંગણ૯, કોમળ ફળ-ફૂલ°, તુચ્છ ફળ અને ચલિતરસર–એ બાવીશ અભક્ષ્ય ત્યાજ્ય છે, તેની વ્યાખ્યા આ પ્રમાણે - વટ, પીંપલ, ઉદુંબર, લક્ષ અને કાકેદુંબર એ પાંચ વૃક્ષનાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #169
--------------------------------------------------------------------------
________________ ગઇ ઝાન : પદ ડાગાગ, * બાવીશ અભક્ષ્યાને mmmmmmmmmmmmmmmm ફળ મછરની જેવા ઉડતા બહુ સૂક્ષ્મ જીવડે ભરેલા હોવાથી તેવજનીય છે, લાકિકમાં પણ એ અભય કેહેવાયું છે ? ચાર મહા વિગઈ-મધ, માંસ, મધ અને માખણ-એ અભક્ષ્ય છે, કારણ કે તેમાં તે તે વર્ણના અનેક સંમૂછિમ જીવ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે –“મા, મધુ, માંસ અને માખણ–ચારમાં તે વર્ણના જંતુ ઉત્પન્ન થાય છે અને મરે છે.” વળી જૈનેતર શાસ્ત્રમાં પણ કહ્યું છે કે:-“મા, માંસ, મધ અને છાશથી અલગ થયેલ માખણમાં ઘણા સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન અને લીન થાય છે.” “સાત ગામ અગ્નિથી બા ળતાં જેટલું પાપ લાગે તેટલું પાપ મધના એક બિંદુના ભક્ષણથી થાય છે.” મધ બે પ્રકારનું હોય છે-કાષ્ઠનું અને પિષ્ટનું. જળચર, સ્થળચર અને ખેચરના ભેદથી માંસ ત્રણ પ્રકારે છે. માક્ષિક, કૌત્રિક અને ભ્રામર એમ મધ ત્રણ પ્રકારે છે. ગાય, ભેંસ, બકરી અને ગાડરનું - એમ માખણ ચાર પ્રકારે છે. હિમ (બરફ) પ્રગટ રીતે અસંખ્ય અપકાયના પિંડરૂપ છે. અહીં કેઈ શંકા કરે કે-જળ પણ અસંખ્ય જીવમય છે, માટે જળ પણ અભક્ષ્ય છે.” આ કથન સત્ય છે, પણ પાણુ વિના નિવહ ન થાય અને બરફ-કરા વિગેરે વિના તે નિર્વાહ થઈ શકે, માટે તેનો નિષેધ છે, પણ જળને નિષેધ નથી. તથાપિ શ્રાવકને પ્રાસુક જળ પીવું તેજ ઉચિત છે. ખડી વિગેરે સર્વ જાતની માટી ત્યાજ્ય છે-તેનું ભક્ષણ ન કરવું, કારણ કે માટીનું ભક્ષણ કરવાના વ્યસનવાળી સ્ત્રીઓને પાંડુરોગ, દેહદૌર્બલ્ય, અજીર્ણ, શ્વાસ અને ક્ષયરોગ-વિગેરે થતા જેવામાં આવે છે, અને તે મહા અનર્થ કરે છે, એટલું જ નહિ પણ મરણત કષ્ટ ઉપજાવે છે. વળી સચિત્ત માટીનું ભક્ષણ કરતાં અને સંખ્ય પૃથ્વીકાય જીવોની વિરાધના થાય છે. કહ્યું છે કે આદ્ર આમળા જેટલી માટીમાં જેટલા જીવ હોય છે, તે દરેકના શરીર પારેવા જેવડા કરવામાં આવે તો તે જંબૂદ્વીપમાં સમાઈ ન શકે.” જે એમ હોય તે પછી લવણ પણ અસંખ્ય પૃથ્વીકાય જીવવાળું ' - 20 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #170
--------------------------------------------------------------------------
________________ 154 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. હોવાથી તે પણ ત્યાજ્ય ઠરશે ? " આ પ્રશ્ન ઉચિત છે, પરંતુ તેનો સર્વથા ત્યાગ કરવાથી ગૃહસ્થને નિવહ ન ચાલે, માટે જનમાં શ્રાવકે સચિત્ત લવણને ત્યાગ કરે. વિવેકી શ્રાવકો ભોજન કરતાં જે લવણ ગ્રહણ કરે છે તે અચિત્ત લે, પણ સચિત્ત ન લે, અને તે અંચિત્ત પણ અન્યાદિ પ્રબળ શસ્ત્રથી જ થઈ શકે છે, બીજી કઈ રીતે થઈ શકતું નથી, કારણ કે તેમાં અત્યંત સૂક્ષમ એવા અસંખ્ય (બાદર) પૃથ્વીકાય જી રહેલા છે. શ્રી પંચમ અંગ (ભગવતિ)ના ઓગણીશમા શતકના ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે કે-“વામય શિલા ઉપર સ્વલ્પ પૃથ્વીકાયને મૂકીને એકવીશ વાર વજીના લટાથી પીસતાં કેટલાક જીવે તેમાં દળાઈ જાય છે અને કેટલાકને તો ખબર પણ પડતી નથી.” રાત્રિ જન સંપત્તિમ બહુવિધ જીનો વિનાશ થવાને સંભવ હોવાથી તથા ઐહિક અને પારલૌકિક અનેક દેષને સંભવ છેવાથી ત્યાજ્ય છે. કહ્યું છે કે –“ભેજનમાં કીડી આવી જાય તો તે બુદ્ધિને હણે છે, મક્ષિકા વમન કરાવે છે, જૂથી જળદર થાય છે કરેળીયાથી કોઢ રેગ થાય છે, વાળથી સ્વર ભંગ થાય છે અને કાંટે કે કાષ્ઠસળી આવી જાય તો તે ગળામાં ખુંચી જાય છે, ભમર આવી જાય તો તે તાળુને વધે છે.” નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે --“ગૃહમેકિલ (ગોળી)ના અવયવથી મિશ્રિત ભજન કરતાં પુંઠ૫ર ગિહકેઈલા (રેગ વિશેષ) નીકળે છે. એ પ્રમાણે અન્નાદિમાં વિષમિશ્ર સર્પની લાળ, મળ, મૂત્ર અને વીર્ય વિગેરે પડવાથી વખતસર મરણ પણ નીપજે છે. તેમજ:–“રાત્રિભેજનના દોષથી મહીતળ પર જેમ ખરી ગયેલું પુષ્પ રખડે તેમ તે પ્રાણીઓ રખડે છે અને દુ:ખિત થાય છે. વળી રાત્રે ભજનના ભાજન વિગેરે દેવાથી અનેક કુંથવા વિગેરે જેને ઘાત થાય છે. રાત્રિભેજનના આવા અપાર દેષથી દુષિત થયેલ કેણ સાવિત થઈને સંસાર સમુદ્ર તરી શકે? કેમકે રાત્રિભૂજન કરવાથી પ્રાણુઓ ઘુવડ, કાક, મા૨, ગીધ, સંબર, શૂકર, સર્પ, વીછી અને ગિળી વિગેરે જાતિમાં ઉત્પન્ન થાય છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #171
--------------------------------------------------------------------------
________________ બાવીશ અભક્ષ્ય. 155 બીજા દર્શનેમાં પણ કહ્યું છે કે:-“સ્વજન માત્ર મરણ પામે તે પણ સૂતક થાય છે, તે દિવાનાથ (સૂર્ય) અસ્ત થતાં ભજન કેમ કરાય? રાત્રે પાણી તે રક્ત સમાન અને અન્ન તે માંસ સમાન થાય છે. માટે રાત્રિભોજન કરનારને માંસભક્ષણનો દોષ લાગે છે.” માર્કડેય મહર્ષિએ એ પ્રમાણે કહ્યું છે. તેથી વિશેષ કરીને તપસ્વીએ તથા વિવેકી ગૃહસ્થ રાત્રે પાણી ન પીવું. તેમજ વળી ત્રયીતેજમય સૂર્ય છે એમ વેદાંતીઓ કહે છે. માટે તેના કિરણથી પવિત્ર થયેલ તમામ શુભ કર્મ કરવું. “રાત્રે આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવાર્ચન તથા દાન ન કરવા અને વિશેષે ભેજન તે નજ કરવું. વિવેકી જને રાત્રે ચારે આહારને ત્યાગ કર. તેમ કરવાને જે અશક્ત હોય, તેણે અશન અને ખાદિમને તે સર્વથા ત્યાગજ કરે અને સ્વાદિમ સોપારી વિગેરે પણ દિવસે બરાબર શોધીને યતનાપૂર્વક ખાવું, નહિ તે તેમાં પણ ત્રસ જીવોની હિંસાને દોષ લાગે છે. મુખ્યત્વે તે પ્રભાતે અને સાંજે રાત્રિ પ્રત્યાસન્ન હોવાથી–સૂર્યોદય થયા પછી બેઘડીએ ભૂજન કરવું, અસ્ત થવાના વખતથી બે ઘડી પહેલાં ભજન કરી લેવું. કહ્યું છે કે દિવસની આદિ અને અંતમાં જે બે બે ઘડી તજીને ભેજન કરે તે નિશાજનના દોષને જાણનાર પ્રાણ પુણ્યનું ભાજન થાય છે.” આગમમાં પણ સર્વ જઘન્ય પચ્ચખાણ મુહૂર્ત પ્રમાણુનમસ્કાર સહિત કહેલું છે. કદાચિત્ કાર્યની વ્યગ્રતા વિગેરે કારણોથી તેમ ન કરી શકાય, પણ આતપ વિગેરે જેવાવડે સૂર્યના ઉદય અને અસ્તનો નિર્ણય કરવાની તે જરૂરજ છે, નહિ તે રાત્રિભેજનનો દોષ લાગે છે. લજજાથી અંધકારવાળા સ્થાનમાં જઈને દી વિગેરે કરીને જોજન કરવાથી ત્રસાદિની હિંસા, નિયમને ભંગ અને માયામૃષાવાદ વિગેરે અધિક દેષ લાગે છે. કારણકે –“હું એ પાપ ન કરૂં” એમ કહીને પુનઃ જે તે પાપ સેવે તે તે પ્રત્યક્ષ મૃષાવાદી છે અને માયાને તે ત્યાં નિવડ પ્રસંગજ છે. જે પ્રાણુ પાપ કરીને પોતાના આત્માને શુદ્ધ માને છે, તે ઉલટું દ્વિગુણ પાપ કરે છે. એ બાળજીવની મંદતાનું લક્ષણ છે. તા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #172
--------------------------------------------------------------------------
________________ ૧પ૬ શ્રી પાર્શ્વનાથચરિત્ર-ભાષાંતર રાત્રિ ભેજનના નિયમની આરાધના અને વિરાધનાના સંબંધમાં ત્રણ મિત્રનું દષ્ટાંત છે તે આ પ્રમાણે. . દેવપલ્લી નામના ગામમાં શ્રાવક, ભદ્રક અને મિથ્યાષ્ટિ એવા ત્રણ વણિક મિત્ર હતા. તે એકાદ જૈનાચાર્ય પાસે ગયા. એટલે આચાર્ય મહારાજે રાત્રિભેજનના નિયમનો ઉપદેશ આપે. તે સાંભળીને તેમણે રાત્રિભેજન વર્જવાને નિયમ કર્યો. તેમાં શ્રાવકે રાત્રિભોજન, કંદમૂળાદિ અભક્ષ્યનો ઉત્સાહથી નિયમ લીધો. કારણકે તે શ્રાવકકુળમાં ઉત્પન્ન થયે હતે. ભદ્રકે બહુ વિચાર કરીને માત્ર રાત્રિભેજનને નિયમ લીધે. પણ કદાગ્રહમાં ગ્રસ્ત હોવાથી મિથ્યાષ્ટિ તો પ્રતિબંધ જ ન પામ્યો. કારણ કે - आमही बत निनीषति युक्तिं तत्र यत्र मातरस्य निविष्टा।। - पक्षपातरहितस्य तु युक्ति-यंत्र तत्र मतिरेति निवेशम् // આગ્રહી જ્યાં પિતાની બુદ્ધિ સ્થિત થઈ હોય ત્યાં યુક્તિને લઈ જવા માગે છે, અને પક્ષપાત રહિત માણસની તે જ્યાં યુક્તિ દેખાય ત્યાં મતિ સ્થિર થાય છે. શ્રાવક અને ભદ્રકના કુટુંબીઓએ પણ રાત્રિભેજનને નિયમ ગ્રહણ કર્યો, કારણ કે “ગૃહવ્યવસ્થા ગ્રહના સ્વામીને જ અનુસરે છે.” હવે શ્રાવક અનુક્રમે પ્રમાદની બહુળતાથી પોતાના નિયમમાં શિથિલ થતો ગયે. તે કાર્યની વ્યાકુળતાથી પ્રભાતે અને સાંજે ત્યાજ્ય બે ઘડીની અંદર પણ ભેજન કરવા લાગ્યો. અનુક્રમે સૂર્ય અસ્ત થતાં પશુ જમવા લાગ્યું. સમ્યફ પ્રકારે નિયમ પાળનાર ભદ્રક વિગેરે તેને પ્રેરતા ત્યારે તે “હજી તે દિવસ છે, કયાં રાત્રિ પડી છે?” એમ જવાબ દેતે. એટલે તેના અનુકરણથી તેનું કુટુંબ પણ બધું તેવુંજ શિથિલ થઈ ગયું. “અહા ! ગૃહસ્વામીની પ્રમાદબહુળતાથી પાપપ્રસંગની કેવી વૃદ્ધિ થાય છે ?" એકદા ભદ્રક રાજાના કાર્યની વ્યગ્રતાને લીધે પ્રભાતે અને 1 આ ત્રણે નામે ગુણનિષ્પન્ન હોવાથી પાછળથી પડેલા હતા-મૂળ નામ બીજા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #173
--------------------------------------------------------------------------
________________ . ત્રણ મિત્રની કથા. 157 બપોરે પણ જમવા ન પામ્યું. લગભગ સૂર્યાસ્ત વેળાએ કઈ રીતે ભજન કરવાને ઘરે આવે, એવામાં સૂર્ય અસ્ત થઈ ગયે, એટલે મિત્રાદિકેએ બહુ કહ્યા છતાં પણ તેણે ભેજન ન કર્યું કહ્યું છે કે - अप्पहियं कायव्यं, जइ सक्का परहिअंपि कायव्वं / / अप्पहियपरहिपाणं, अप्पहिअं चेव कायव्वं / / ‘ઉત્તમ જીવે આત્મહિત કરવું અને જે શકિત હોય તે પરહિત પણ કરવું. આત્મહિત અને પરહિતમાં આત્મહિત પહેલાં કરવું.” - હવે શ્રાવકે તો કંઈક અંધકાર પ્રસરતાં છતાં પણ નિઃશકતાથી યથેચ્છ ભૂજન કર્યું. ભેજન કરતાં તેના મસ્તક પરથી એક જૂ ભેજનમાં પડી તે આવી ગઈ. તેના ભક્ષણથી તે જળદરના મહા વ્યાધિથી અત્યંત પીડિત થઈને મરણ પામ્યું. રાત્રિભોજનના નિયમનો ભંગ કરવાથી તે ક્રૂર બિલાડો થયે અને તે ભવમાં દુષ્ટ શ્વાનથી કદર્થના પૂર્વક મરણ પામીને નરકમાં નારકી થયે. રાત્રિભેજનમાં આસકત એ મિથ્યાષ્ટિ પણ એક વખત વિષમિશ આહાર જમવામાં આવવાથી સખ્ત રીતે તૂટતા આંતરડાની નિબિડ પીડા અનુભવી મરણ પામીને પેલા મિત્રની જેમ બિલાડી થયે, અને પછી નારકી થયો. - ભદ્રક તે સારી રીતે નિયમને આરાધવાથી સૈધર્મ દેવામાં મહદ્ધિક દેવ થયો. શ્રાવકનો જીવ નરકમાંથી નીકળીને એક નિધન બ્રાહ્મણને શ્રીપુંજ નામે પુત્ર થયે અને મિથ્યાત્વીને જીવ તેને શ્રીધર નામે લઘુ ભ્રાતા થયે. એવામાં ભદ્રકદેવે બંને મિત્રને મનુષ્ય થયેલા જાણી તેમની પાસે જઈ એકાંતમાં પોતાના સ્વરૂપને જણાવી તથા તેમના પૂર્વભવનું સ્વરૂપ કહી તેમને પ્રતિબધ આપે અને રાત્રિભેજન તથા અભક્ષ્યાદિકને નિયમ લેવરાવ્યું તેમજ તે પાળવામાં દઢ કર્યા. કારણ કે: વાનિવારથી હિતાય, गुह्यं च गृहति गुणान् प्रकटीकरोति / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #174
--------------------------------------------------------------------------
________________ 158, શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર ~ ~ ~ ~ www आपद्गतं च न जहाति ददाति काले , - મિત્રઢક્ષમ પ્રવાતિ સંતઃ ?. પાપથી અટકાવે, હિતમાં જેડે, ગુદાને ગુપ્ત રાખે, ગુણોને પ્રગટ કરે, આપત્તિમાં દૂર ન થાય અને અવસરે સહાય આપે–એ સન્મિત્રનું લક્ષણ છે. એમ સજજને કહે છે.” તેથી ખરૂં સજજનપણું દર્શાવીને ભદ્રકદેવ સ્વર્ગે ગયે. - અહીં બંને ભાઈઓના પિતાવિગેરેએ કદાગ્રહથી તેમને નિગ્રહ કરવા ભેજનનો સર્વથા નિષેધ કર્યો. તેથી તેમને ત્રણે લાંઘણ . થઈ. ત્રીજે દિવસે રાત્રે ભદ્રદેવને ખબર પડવાથી તેમના નિયમને મહિમા વધારવા તેણે ત્યાંના રાજાના જઠરમાં અત્યંત પીડા ઉપજાવી. જેમ જેમ વૈદ્ય, જ્યોતિષી અને માંત્રિક વિગેરે ઉપચાર કરવા લાગ્યા તેમ તેમ વૃતથી સિંચેલ અગ્નિવાળાની જેમ તે વ્યથા વધતી ગઈ, એટલે મંત્રીઓ કિકૃત્યમૂઢ અને પિરજને હાહારવ કરવામાં તત્પર થતાં આકાશમાં દિવ્ય વાણી થઈ કે –“હે મંત્રીઓ અને રિજન! રાત્રિભોજનને વર્જવાના નિયમમાં દઢ એવા શ્રીપંજ અને શ્રીધરના માત્ર હસ્તસ્પર્શથીજ એ રાજાને આરામ થઈ જશે, અન્યથા કઇ રીતે શાંતિ થવાની નથી, " પછી “આ નગરમાં શ્રીપુજ કેણ છે?” તેની શોધ કરવાના વિચારમાં સચિવ વિગેરે પડ્યા. એવામાં કેઈએ કહ્યું કે એક નિર્ધન વિપ્રને પુત્ર, ત્રણ લાંઘણ થતાં પણ પોતાના નિયમની દઢતાથી અક્ષુભિત એ શ્રીપુંજ નામને શિશુ છે, તે જ એ હશે.” પછી સંભાવના માત્રથી પણ સચિવાદિકેએ તેને બહુમાનપૂર્વક બોલાવ્યું, એટલે શ્રીપુંજ ત્યાં તરત આવ્યું. આવીને તેણે ઉત્સાહપૂર્વક ઉચ્ચ સ્વરે કહ્યું કે મારા રાત્રિભેજનાદિ નિયમનું માહાત્મ્ય હોય તે અત્યારેજ આ રાજાના સર્વ શરીરે સર્વથા શાંતિ થઈ જાઓ.” એમ કહેવાપૂર્વક તેણે રાજા ના શરીર પર પિતાના હસ્તનો સ્પર્શ માત્ર કર્યો, એટલે તરત જ રાજા સ્વસ્થ થઈ ગયે. પછી રાજાએ સંતુષ્ટ થઈને શ્રીપુંજને પાંચ ગામનું 1 શું કરવું તેમાં બુદ્ધિ ચાલી ન શકે તેવા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #175
--------------------------------------------------------------------------
________________ બાવીશ અભક્ષ્ય.. 159 આધિપત્ય આપ્યું. તે દિવસથી રાજા, તેના માબાપ વિગેરે તથા અન્યનેએ પણ રાત્રિભેજનને ત્યાગ કર્યો. એ પ્રમાણે જિન ધર્મની પ્રભાવના કરતા અને પાંચ ગામનું સામ્રાજ્ય ભગવતે શ્રીપુંજ શ્રીધરની સાથે ધર્મદેવલોકમાં ગયે અને અનુક્રમે ત્રણે મિત્રે સિદ્ધ થયા. એ પ્રમાણે રાત્રિભોજનના ત્યાગપર ત્રણ મિત્રનું દૃષ્ટાંત જાણવું. | ઇતિ ત્રણમિત્ર દષ્ટાંત, બહુબીજ–તે પંપટાદિક અત્યંતર પટરહિત કેવળ બીજમય હોય છે. તે દરેક બીજે રહેલા જીવની હિંસા થાય માટે વર્જનીય છે. અને જે અત્યંતર પટસહિત બીજમય દાડિમ, ટિંડારા વિગેરે છે તે અભક્ષ્ય ગણાતા નથી. અનંતકાય–તે અનંત જંતુઓના ઘાતથી થતા પાતકનું હેતુભૂત હોવાથી વર્જનીય છે. કારણ કે-“મનુષ્યો કરતાં નારક છે, તે કરતાં બધા દે, તે કરતાં પંચેન્દ્રિય તિર્યંચે, તે કરતાં બેઇદ્વિયાદિક, તે કરતાં અગ્નિકાય છે. એ યોત્તર અસંખ્યાતગુણા કહ્યા છે. તે કરતાં પૃથ્વીકાય, અપૂકાય અને વાયુકાય-એ યથાકમે અધિક કહ્યા છે, એ સર્વ કરતાં મેક્ષના જ અનંતગુણ છે અને તે કરતાં પણ અનંતકાય છે અનંતગુણ છે.” તે સ્પષ્ટ રીતે આગળ દર્શાવવામાં આવશે. સંધાન (બાળઅથાણું)-નિબુક (લિંબુ) અને બિલવાદિકના અથાણામાં અનેક જીવને ઉત્પન્ન થવાનો સંભવ હોવાથી વ્યવહારથી ત્રણ દિવસ ઉપરાંત તે અભક્ષ્ય ગણાય છે. - ઘાલવડા–તે કાચા ઘોળમિશ્ર વડાં. ઉપલક્ષણથી કાચા (ઉષ્ણ કર્યો વિનાના) ગોરસ (દુધ, દહીં ને છાશ) સાથે દ્વિદળ પણ સમજી લેવા. તેમાં સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિનો સંભવ છે અને તે કેવળીગમ્ય છે. દ્વિદળનું લક્ષણ આ પ્રમાણે કહેલું છે:-“જેને પલતાં (દળતાં) બે ફાડીયા સરખા થાય તે દ્વિદળ કહેવાય, પણ બે દળ થતાં જે વચમાં નેહ (રેખા) યુક્ત ન હોય તે દ્વિદળ ન કહેવાય.” વૃતાંક-રીંગણ. તે નિદ્રાને વધારનાર તથા મદનને ઉદ્દીપન કરનાર હોવાથી અનેક દોષોને પોષે છે. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #176
--------------------------------------------------------------------------
________________ 160 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર - - “હે પ્રિયે ! જે વૃતાક, કાલિંગ અને મૂળક (મૂળા) ભક્ષણ કરે છે, તે મૂઢાત્મા અંતકાળે પણ મને સંભારી શકતો નથી.’ - અજ્ઞાત, 55 તથા ફઈ ( અજાયું ફળ) ખાવાથી ' જે નિષિદ્ધ પુષ્પફળમાં અજ્ઞાનથી પ્રવૃત્તિ થઈ જાય તો વ્રતભંગનો સંભવ છે, અને ઝેરી પુષ્પ યા ફળમાં પ્રવૃત્તિ થઈ જાય તો વંકચૂલ પલ્લીપતિના સૈનિકોની જેમ જીવિતને પણ ઘાત કરનાર થાય છે. તુચ્છકુળ–તે મધુક અને જંબૂવિગેરે. ઉપલક્ષણથી તુછપુષ્પ-કરીશ, આણિશિઘુ, મધુકાદિ. તુચ્છપત્ર-વર્ષાઋતુમાં તંદુલાયક (તાંજળજે) વિગેરે સમજવા. તેમાં બહુ જીવ રહેલા હોય છે. અથવા તુરછફળ તે અર્ધનિષ્પન્ન-કમળ એવી વાલ અને મગની સીંગ વિગેરેનું ભક્ષણ કરતાં, તથાવિધ તૃપ્તિ થતી નથી અને વિરાધના બહુ થાય છે. * ચળિતરસ–તે કહી ગયેલું અન્ન, વાસી ખીચડી અને પૂપિકા વિગેરે. તેમાં અનેક જંતુઓ ઉત્પન્ન થાય છે, અને તે પ્રત્યક્ષ દેખાય પણ છે, માટે તેને ત્યાગ કરે. “બે દિવસ ઉપરાંતના દહીંમાં છત્પત્તિ થાય છે તે શી રીતે સમજાય?” તેના ઉત્તરમાં કહે છે . કે-“તેમાં શાસ્ત્ર પ્રમાણ છે. કહ્યું છે કે –“જે મગ, અડદ વિગેરે દ્વિદળમાં કાચું ગેરસ પડે, તે તેમાં ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે. અને બે દિવસ ઉપરાંતના દહીંમાં પણ ત્રસ જી ઉપજે છે.’ વળી એમ સાંભળવામાં આવે છે કે–ધનપાળ પંડિતને પ્રતિબોધવા માટે આવેલા તેમના બંધુ શોભનમુનિએ બે દિવસ ઉપરાંતના દહીંના વાસણ ઉપર અળતાનું પુંભડું પડીને તેની ઉપર ચાલતા જીવ બતાવી આપ્યા, તેથી તેને પ્રતિબધ થયે.” આ પ્રમાણે બાવીશ અભ વર્જનિય છે. હવે અનંતકાય બત્રીશ છે, તે પણ ત્યાજ્ય છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે - સર્વ જાતિના કંદ–૧ સૂરણકદ, 2 વાકંદ, 3 આદ્રહરિદ્રા (લીલી હળદર), 4 આદ્રક (આદુ), 5 આધ્વંકચૂરે, 6 શતાવરી, 7 બિરાલી, 8 કુંઆર, 9 ચેહર, 10 ગચી, 11 લસણ, 12 વંશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #177
--------------------------------------------------------------------------
________________ અન તકાય સ્વરૂપ. કારેલા, 13 ગજજર, 14 લૂણું, ૧૫ઢક, 16 ગિરિકર્ણિકા(ગરમ), 17 કિસલયપત્ર, 18 ખરિંશુકા, 19 થેગી, 20 આદ્રમુસ્તા, (લીલી મેથ ), 21 ભ્રામરવૃક્ષની છાલ, 22 ખિલેહડા, 23 અમૃતવલ્લી, 24 મૂલક (મૂળાના કાંદા), 25 ભૂમિરૂહ, 26 દ્વિદળ ધાન્યના અંકુરા, 27 ઢંકવન્થલ, 28 સૂકવલ્લ, 29 પથંક, 30 કમળ આંબલી, 31 આલૂક અને 32 પિંડાલુ-એ 32 અનંતકાયના મુખ્ય ભેદ છે. વળી લક્ષણ યુક્તિ કરીને બીજા પણ અનંતકાય જાણી લેવા. હવે એ બત્રીશ અનંતકાયની વ્યાખ્યા કહે છે:-કંદની સર્વ જાતિ અનંતકાય છે, તેમાં કેટલાક કંદ વપરાતા હોવાથી તે નામથી દર્શાવે છે. સૂરણકંદ–હરસને નાશ કરનાર કંદવિશેષ, વજકંદ, આદ્રક આદ્ર હરિદ્રા–તે લીલી હળદર, શૃંગબેર તે (આદુ), આદ્ર કચૂરક, શતાવરી અને બિરાલિકા–એ વલ્લી વિશેષ છે, કુમારી-તે માંસલ (પુષ્ટ) પ્રણાલ આકારનું પત્ર(કુંવાર), હરીતે થારવૃક્ષ, ગડુ ચી–તે વલ્લીવિશેષ, લસણ-કંદવિશેષ, વાંસકારેલા, ગજજર તે ગાજર, લવણિક-વનસ્પતિ વિશેષ–જેને બાળવાથી સજિકા નિમ્પન્ન થાય છે, લેઢક–તે પવિનીકંદ, ગિરિકર્ણિકા-તે વલ્લીવિશેષ, કિસલય પત્ર–તે પ્રોઢ પત્રના પહેલા અંકુરા ફુટે છે તે–બધા કમળ પત્ર સમજવા, ખરિંશુકા, થેગ-તે કંદવિશેષ, આમુસ્તા (લીલીમોથ), લવણવૃક્ષછવિ-તે લવણ યા ભ્રામરવૃક્ષની માત્ર છાલ–બીજા અવયવ નહિ, ખિલેહડા-લોકપ્રસિદ્ધ કંદ, અમૃતવલ્લી-લતાવિશેષ, મૂલક (મૂળા)-પ્રસિદ્ધકંદ તે ત્યાજ્ય છે, અન્યશાસ્ત્રમાં કહ્યું છે કે-લસણ, ગૃજન, પલાંડુ, પિંડમૂલ, મત્સ્ય, માંસ અને મદિરા–એ કરતાં પણ મૂલક અધિક પાપકારી છે, પુત્રમાંસ કરતાં પણ મૂલકનું ભક્ષણ વધારે ખરાબ છે. એનું ભક્ષણ કરવાથી નરક અને વજન કરવાથી સ્વર્ગ મળે છે, જે નરાધમ મૂલકની સાથે ભજન કરે છે, તેની ચાંદ્રાયણશત (સેંકડે ચાંદ્રાયણુવ્રત) થી પણ શુદ્ધિ થતી નથી.” ભૂમિરૂહ વર્ષાકાળમાં થનારા છત્રાકારે બીલાડીના ટેપ-ભૂમિમ્ફટકના નામથી 21 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust S
Page #178
--------------------------------------------------------------------------
________________ annanu m anninn ૧૬ર શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર પણું પ્રસિદ્ધ છે. વિરૂઢ-તે અંકુરિત દ્વિદલ ધાન્ય, કંકવાસ્તુલ–શાક વિશેષ, તે પ્રથમ ઉત્પન્ન થયેલજ અનંતકાય, પણ છેલ્લા પછીથી ઉગે તે નહિ, સૂકવલ્લે અનંતકાય, પણ ધાન્યવલ (વાલ) નહિ, પલ્ચક-શાકવિશેષ, કમળ આંબલી–તેના અવસ્થાકિકા-ચિંચિણિકા પણ નામ છે, આલૂક અને પિંડાલુક એ કંદવિશેષ છે, એ માત્ર બત્રીશજ અનંતકાય નથી–વિશેષ છે. તેની જીવાનિ ચૌદ લાખ છે. તેના લક્ષણે આ પ્રમાણે હોય છે જેને કણસલે, સાંધો અને ગાંઠ-ગુપ્ત હેય જેને ભાંગવાથી સરખા કટકા થાય, જેમાં હજી નસે ન આવી હોય અને જે છેદીને રેપતાં ઉગે-તે બધા અનંતકાય જાણવા. તેવા લક્ષણથી વિપરીત લક્ષણવાળી તે પ્રત્યેક વનસ્પતિ સમજવી. ઈત્યાદિ સિદ્ધાંતમાં કહેલા લક્ષણયુકત બીજા પણ અનંતકાય જાણી લેવા અને તેને ત્યાગ કરે કહ્યું છે કે - ___" चतस्रो नरकद्वाराः, प्रथमं रात्रिभोजनम् / ___परस्त्रीगमनं चैव, संधानानंतकायिकाः" // “રાત્રિભોજન, પરસ્ત્રીગમન, બળ અથાણું અને અનંતકાયએ ચાર નરકનાં દ્વાર છે.” અનંતકાયાદિ અભક્ષ્ય અચિત્ત થયેલ હોય તો પણ તેને પરિહાર કરે. અહીં કેઈ શંકા કરે કે-“આદ્રકંદ વિગેરે પોતે યા બીજાએ અચિત્ત કર્યા પછી તેનું ભક્ષણ કરવામાં શો દેષ છે?” તેને ઉત્તર આપે છે કે-નિ:શુકપણાને લઈને લૈલ્યવૃદ્ધિની પરંપરાએ સચિત્તને પણ ગ્રહણ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, માટે અચિત્ત પણ ગ્રહણ ન કરવું. કહ્યું છે કે -એક અકાર્ય કરે, તેના પ્રત્યયથી બીજે કરે–એમ સાતાબહુલની પરંપરાથી સંયમ અને તપનો વિછેર થાય. એ પ્રમાણે બત્રીશ અનંતકાયનું સ્વરૂપ સમજીને તેને ત્યાગ કરવો. તથા આલસ્યાદિથી વૃત, તેલનાં ભાજને ઉઘાડાં રાખવાં, બીજે - માર્ગ છતાં હરિતકાય વિગેરે ઉપર ચાલવું, અશેધિત માગે ગમન કરવું, સ્થાનને જોયા વિના તેમાં હાથ નાખો, અન્ય સ્થાન છતાં સચિત્ત ઉપર બેસવું યા વસ્ત્રાદિ મૂકવાં, કુંથવા વિગેરે જંતુઓથી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #179
--------------------------------------------------------------------------
________________ મહાઆરંભ સ્વરૂપ. 263 w વ્યાપ્ત જમીનપર મૂત્ર વિગેરે નાખવું, યતના વિના બારણાને આ ગળીઓ વિગેરે દેવાં, પત્ર પુષ્પાદિ વૃથા તેડવાં, માટી, ખડી અને વણિકાદિનું મર્દન કરવું, અગ્નિ જગાવ, ગવાદિને ઘાત થાય એવા શસ્ત્રોને વેપાર કરે,નિષ્ફર અને મર્મઘાત થાય તેવું ભાષણ કરવું, હાસ્ય નિંદા વિગેરે કરવાં, રાત્રે યા દિવસે પણ સ્નાન, કેશ થન, ખંડન, ધન, ભૂખનન, માટી વિગેરેનું મર્દન, લિંપન, વસ્ત્રધાવન અને જળગલનાદિ–વતના વિના પ્રમાદથી કરવાં *વિગેરે નાખતાં યતનાપૂર્વક તેને ધુળ વિગેરેથીન ઢાંકવા-ઈત્યાદિક પ્રવૃત્તિથી પણ પ્રમાદાચરણ લાગે છે. કૈલેષ્માદિકમાં મુહૂર્ત પછી સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે, તેથી તેની વિરાધનાને મહાન દેષ લાગે, માટે તેમાં ઉપગ રાખવાની જરૂર છે. શ્રી પન્નવણું ઉપાંગમાં કહ્યું છે કે-“હે ભગવન્! સંમૂર્ણિમ મનુષ્યો કયાં ઉત્પન્ન થાય?” ઉત્તર-હે ગાયમ ! પિસ્તાલીશ લાખ જનપ્રમાણ મનુષ્યક્ષેત્રમાં–એટલે અઢીદ્વિીપમાં અને બે સમુદ્રમાં, તેમાં અઢીદ્વીપમાં રહેલી પંદર કર્મભૂમિમાં, ત્રીશ અકર્મભૂમિમાં અને છપ્પન અંતદ્વપમાં, ગર્ભ જ, મનુષ્યની વિષ્ટામાં, મૂત્રમાં, બડખામાં, સિંઘાણ (નાકના મેલ) માં, વંતમાં, પિત્તમાં, વિર્યમાં, શેણિતમાં, વીર્યના પડેલા પુદ્ગળામાં, શબમાં, સ્ત્રી પુરૂષના સમયેગમાં, નગરની ખાળમાં અને સર્વ અશુચિસ્થાનમાં સંમૂર્ણિમ મનુબે ઉત્પન્ન થાય છે. તેની અંગુળના અસંખ્યાતમા ભાગ જેવડી અને વગાહના હોય છે, તેઓ અસંસી,મિથ્યાષ્ટિ, અજ્ઞાની હોય છે, અને અપર્યાપ્ત અવસ્થામાં જ અંતર્મુહૂર્તમાં મરણ પામે છે.” આ સંસારમાં ભમતા જીએ જેનાથી જીવવધાદિ અનર્થ થાય તેવા અધિકરણને પણ ત્યાગ કરે. કહ્યું છે કે - " ન ગ્રાહ્યાનિ ન હૈયાન, વંવદ્રધ્યાન પંડિતૈઃ. अग्निर्विषं च शस्त्रं च, मद्यं मांसं च पंचमम् " // અગ્નિ, વિષ, શસ્ત્ર, મધ અને માંસ-એ પાંચ વસ્તુઓ સુજ્ઞ પુરૂષાએ લેવી કે દેવી નહિ.” વળી અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે કે - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #180
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર ક્ષેત્ર, યંત્ર, વહાણ, વધૂ, હળ, બળદ, અશ્વ, ગાય, ગંત્રી (ગાડી), દ્રવ્ય, હાથી, હવેલી અને બીજા પણ જે પદાર્થથી મન આરંભયુક્ત થાય અને જેનાથી કર્મ બંધાય તેનું સુજ્ઞજનેએ દાન લેવું કે દેવું નહિ.” જેનાથી અનર્થદંડ થાય તેને પણ ત્યાગ કરવો. દુષ્ટ જીવે જાગૃત થતાંજ આરંભ કરવા માંડે છે. તે આ પ્રમાણે–પનીયારી, દળનારી, કારક, કર્ષક, અરઘટ્ટિ, કુંભાર, ધોબી, લુહાર, મચ્છીમાર, શિકારી, જાળ નાખનાર, ઘાતક, ચેર, પરદારલંપટ, અને અવસ્કંદદાયક–એમની પરંપરાએ કુવ્યાપારમાં પ્રવૃત્તિ થતાં મહાન અનર્થદંડ થાય છે. શ્રી ભગવતીસૂત્રમાં કૌશાંબી નગરીમાં રહેલા શતાનીક રાજાની બહેન અને મૃગાવતીની નણંદ જયંતિએ શ્રી વીરપરમાત્મા પાસે પ્રશ્ન કરેલો છે કે - હે ભગવન ! આ પ્રાણ સુતે સારે કે જાગૃત સારે?” ઉત્તર-જયંતિ! કેટલાક સુખ હોય તે સારા અને કેટલાક જાગૃત હોય તે સારા.” જયંતિ-હે ભગવન ! એ શી રીતે સમજવું ?" ઉત્તર-“હે જયંતિ ! જે જીવે અધમી હોય, અધર્મપ્રિય હેય, અધર્મ બેલતા હય, અધર્મનાજ જેનારા હિય, અધર્મને વખાણનારા હેય, અધર્મશીલ હોય, અધર્મ આચરનારા હોય અને અધર્મથીજ પિતાની વૃત્તિ ચલાવતા હોયએવા જ સુતા સારા. એ જીવે સુતેલા હોય ત્યાં સુધી બહુ જીને, પ્રાણુને, સને તે દુઃખ આપી શકતા નથી અથવા તેમને વાત કરી શકતા નથી. વળી પોતાના આત્માને યા પરને વા ઉભયને બહુ અધર્મમાં જોડી શકતા નથી. માટે એ જીવો સુતા હોય તે સારા. વળી જયંતિ! જે જીવે ધમી હોય, ધર્મપ્રિય હોય, યાવત ધર્મથી પોતાનું ગુજરાન ચલાવનારા હોય, તે જીવે જાગતા સારા, કારણ કે એ જી જાગતા હોય તે સ્વપરને ધર્મમાં જેડે છે અને ધર્મજાગરિકાવડે પિતે જાગૃત રહે છે. એ જ પ્રમાણે બલવત્વ ને દુર્બલત્વ, દક્ષત્વ અને મૂત્વ, તેને માટે પણ પ્રશ્નને ને ઉત્તરે જાણું લેવા.” એ પ્રમાણે જાણીને પ્રમાદાચરણને ત્યાગ કરે. વળી જે કાર્ય કરવાથી આરંભ વધે, તેને પણ ત્યાગ કર. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #181
--------------------------------------------------------------------------
________________ અનર્થદંડ સ્વરૂપ. 165 જેવાં કે ઉખળ સાથે મુશલ, હળ સાથે ફાલ, ધનુષ્ય સાથે બાણ, શકટ સાથે સરૂ, નીસા સાથે વાટવાને લષ્ટક, કુહાડા સાથે દંડ, ઘંટી સાથે તેનું ઉપરવું પડ-ઇત્યાદિ પાપકરણ ત્યાજ્ય અને દુર્ગતિદાયક છે, તેથી તેને મેળવીને રાખવાં નહીં, પોતાનું કાર્ય કરીને પાછા છુટા પાડીને મૂકી દેવા. - હવે “પંઘંટિયવહેviાંતિ”એટલે એકેંદ્રિય, બેઇદ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય અને પંચેંદ્રિય જીવોને વધ કરવાથી પ્રાણીઓ નરકે જાય છે. જેમ કાલસાકરિક પાંચસો પાડાને દરરેજ ઘાત કરનારો હોવાથી મરીને નરકે ગયે. કહ્યું છે કે - નાટ્યહૃક્ષ સમો ધર્મો, સંતોષ વ્રતમ | न सत्यसदृशं शौचं, शीलतुल्यं न मंडनम् // सत्यं शौचं तपः शौचं, शौचमिंद्रियनिग्रहः / सर्वभूतदया शौचं, जलशौचं तु पंचमम् / / स्नानं मनोमलत्यागो, दानं चाभयदक्षिणा / ज्ञानं तत्त्वार्थसंबोधो, ध्यानं निर्विषयं मनः // અહિંસા સમાન ધર્મ નથી, સંતેષ સમાન વ્રત નથી, સત્ય સમાન શોચ (પવિત્રતા) નથી અને શીલ સમાન મંડન (ઘરેણું) નથી. સત્ય-એ પ્રથમ શૈચ છે, તપ-એ બીજું શાચ છે, ઇંદ્રિયનિગ્રહ-એ ત્રીજું શોચ છે, સર્વ સત્ત્વની દયા-એ શું શાચ છે,. ત્યાર પછી પાંચમું જળશાચ છે. (અર્થાત્ પહેલા ચાર શાચ વિના પાંચમું શૈચ કામનું નથી.) મનના મેલને ત્યાગ તે સ્નાન છે, અભયદક્ષિણ (જીવાને અભય આપવું) તે દાન છે, તત્ત્વાર્થબોધ તે જ્ઞાન છે અને વિકારરહિત મન તે ધ્યાન છે.” ઘરે વસતા અને નિત્ય સ્નાન ન કરતા એવા પુરૂષે તપ વિના પણ કેવળ મન:શુદ્ધિથી શુદ્ધ થાય છે, કહ્યું છે કે બંધ અને મોક્ષનું કારણ માણસનું મન જ છે. જુઓ મનુષ્ય જેમ કાંતાનું 1 કાળ નામને કસાઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #182
--------------------------------------------------------------------------
________________ 166 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. આલિંગન કરે છે તેમજ સુતાનું પણ આલિંગન કરે છે; પરંતુ તે બંનેમાં મન જૂદા પ્રકારનું છે.” “સામ્યને અવલંબીને પુરૂષ એક અર્ધક્ષણમાં જેટલાં કમને ખપાવી શકે, તેટલાં કર્મ કેટીજન્મ સુધી તીવ્ર તપ કરતાં પણ ખપાવી ન શકે.” ધર્મના મૂળ વિનય અને વિવેક છે, તે વિના લાઘા નથી. કહ્યું છે કે –“વિનય એ ધર્મનું મૂળ છે, તપ અને સંયમ-વિનયને લીધેજ છે. વિનયહીનના તપ અને ધર્મ કેવાં ? કાંઈ નહીં. ' વિનયી લક્ષ્મી, યશ અને કીર્તિને મેળવી શકે છે, પણ દુર્વિનયી કદાપિ સ્વકાર્યસિદ્ધિને સાધી શકતો નથી. પર્વતમાં જેમ મેરૂ, ગ્રહોમાં જેમ સૂર્ય, રત્નમાં જેમ ચિંતામણિ તેમ ગુણેમાં વિવેક શ્રેષ્ઠ છે. વિવેકગુણ સર્વ ગુણેમાં વધારે શ્રેષ્ઠ છે. વિવેક વિના અન્ય ગુણે પણ નિર્ગુણ પ્રાયઃ થાય છે. કહ્યું છે કે “ચક્ષુ વિના જેમ રૂપ ન શોભે તેમ વિવેક વિના લક્ષ્મી શોભતી નથી.’ વિવેકરૂપ દીપકના પ્રકાશવડે પ્રકાશિત કરેલા માર્ગમાં ગમન કરવાથી કલિકાળના અંધકારમાં પણ કુશળ પુરૂષે ખલના પામતા નથી. કેમકે ગુરૂની જેમ વિવેક સર્વ કૃત્યાકૃત્યનો પ્રકાશ કરે છે અને સનમિત્રની જેમ અકૃત્યથી અટકાવે છે. આ સંબંધમાં સુમતિનું દષ્ટાંત છે તે નીચે પ્રમાણે - - શ્રીપુરનગરમાં શ્રીસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શ્રીસખી નામે સ્ત્રી હતી અને કુળકમથી આવેલે સેમ નામે અમાત્ય હતું. તે પ્રધાનને પુત્ર ન હોવાથી તે મનમાં અત્યંત દુ:ખી રહેતા અને ક્યાંય પણ શાંતિ પામી શકતો નહોતો. એકદા રાજાએ તે અમાત્યને કહ્યું કે:-“હે અમાત્ય ! તારી એ અનપત્યતા મને અતિશય સતાવે છે. બહુ કાળથી આપણુ બંનેને સંબંધ કુળક્રમાગત આવે છે, હવે તારે પુત્ર ન હોવાથી મારા પુત્રને અમાત્ય કેણુ થશે ? અને અન્ય અમાત્યપર વિશ્વાસ કે ? આ બાબતમાં તું તો નિશ્ચિત જે દેખાય છે.” એમ બે કે - “હે સ્વામિન્ ! એ બાબતમાં શું કરવું ? જીવિત, સંતતિ અને દ્રવ્ય-એ ત્રણ વસ્તુ દેવાધીન છે, માટે વસ્તુ પરાધીન છતાં તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #183
--------------------------------------------------------------------------
________________ ? શામાટે કઇ ચર અને જુગાર પુત્ર તને નહિ સુમતિનું દષ્ટાંત. માટે ચિંતા કરવાથી શું ?" રાજાએ કહ્યું કે-“ઉપાય કર, પ્રથમ તે સાહસ અને શૈર્ય ધરીને તારી કુળદેવીનું આરાધન કર.” રાજાએ આ ઉપાય બતાવ્યું, એટલે અમાત્ય પોતાની કુળદેવીના ભવનમાં ગયે. ત્યાં પવિત્ર થઈ તેની આગળ દર્ભના સંથારાપર બેસીને આ પ્રમાણે બોલ્યો કે:-“હે માત ! જ્યારે મારાપર પુત્રની કૃપા કરશે ત્યારેજ હું ભોજન કરીશ.” તેણે એ દઢ અભિગ્રહ લીધો તેથી ત્રીજે, દિવસે દેવી પ્રત્યક્ષ થઈને બોલી કે:-“હે ભદ્ર! શામાટે કષ્ટ કરે છે? અત્યારે સલક્ષણવાળો પુત્ર તને નહિ થાય, અત્યારે તે પદારાસક્ત, ચાર અને જુગારી–એવો પુત્ર થશે. માટે શેડો વખત રાહ જો, પછી તને ઉત્તમ પુત્ર આપીશ.” એટલે તે બે કે:-“હું રાજાને પૂછી જોઉં.” એમ કહીને તે રાજાને પૂછવા ગયે. રાજાને દેવીનું કથન કહી સંભળાવ્યું, એટલે રાજાએ વિચારીને કહ્યું કે –“દેવીને કહે કે- ભલે ગમે તે પુત્ર થાય, પણ તેનામાં વિનય અને વિવેક હોવા જોઈએ.” એમ સાંભળીને તે દેવી પાસે આવ્યું અને કહ્યું કે - “હે ભગવતી ! ભલે તેવો અવગુણ પુત્ર આપે, પણ તેમાં વિનય અને વિવેક હોવા જોઈએ.” દેવીએ કહ્યું કે –“અસ્તુ. તને પરદારાસક્ત ચાર અને જુગારી પુત્ર થશે, પણ તે વિવેકી અને વિનયી થશે.” આ પ્રમાણે કહીને દેવી અદશ્ય થઈ, એટલે અમાત્ય દેવીને નમસ્કાર કરીને પિતાના ઘરે જવાને ચાલ્યો; એવામાં તેણે બીજી એક વેશ્યા સ્ત્રી રાખેલી હતી, તેણે અમાત્યને દેવીના ભવને ગયેલે જાણીને તેટલા દિવસ ભેજનો ત્યાગ કર્યો હતો અને ભૂશય્યા કરતી હતી. તેણે તે દેવીની પ્રસન્નતાનું સ્વરૂપ જાણીને દાસી પાસે બળાત્કારથી પિતાને ઘેર તેડાવ્યું. એટલે તે અમાત્ય પણ તેના ઘરે જ જઈને સ્નાન તથા ભેજન કરી રાતભર રહ્યો, અને પ્રભાતે પોતાના ઘરે જતાં મનમાં ખેદ લાવીને વિચારવા લાગ્યો કે –“અહે! મને ધિક્કાર થાઓ. સુકુળવતી સ્ત્રીની ઉપેક્ષા કરીને હું અહીંજ રાત્રી રહ્ય, દેવીને પ્રસાદ પામીને હું અહીંજ રહ્યા, તેથી મારે પુત્ર કુક્ષેત્રથી ઉત્પન્ન થયેલ થશે, પણ ભાવી અન્યથા ન થાય, પરંતુ બહુ અઠીક કર્યું, કેમ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #184
--------------------------------------------------------------------------
________________ 168 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. કે પુત્રને પામ્યા છતાં પણ પુત્રજન્મને પ્રગટ ઉત્સવ નહિ થઈ શકે. પરંતુ હવે શું કરવું? રાજાને તે જેમ તેમ ઉત્તર આપ.” આમ વિચાર કરીને રાજમંદિરમાં આવતાં રાજાએ તેને તથાવિધ જોઈને પૂછયું કે-“હે મંત્રિનું ! હર્ષને સ્થાને ખિન્ન કેમ દેખાય છે? શું દેવીએ તને છેતર્યો? અથવા તો શું કંઈ બીજુ વિપરીત થયું?” એટલે અમાત્યે દેવીને આદેશ તથા પિતાનો દોષ–પોતાની નિંદાપૂર્વક કહી બતાવ્યું. તે સાંભળીને રાજાએ કહ્યું કે:-ખેદ ન કર, આવા તારા ઉત્તમ કુળમાં દેવતાદિષ્ટ છતાં પણ જે તેવો અન્યાય કરનારો પુત્ર થાય તો તેમાં તારે શો દોષ? પરંતુ તારી તે વેશ્યા સ્ત્રીને તારા ઘરના ભેંયરામાં સારી રીતે ગુપ્ત રાખ, અને પુત્રજન્મ થયા પછી તેને ઘરમાંથી કહાડી મૂકજે.” રાજાના કહેવાથી પ્રધાને પણ તેમ કર્યું. પૂર્ણ સમયે પુત્ર જન્મે, એટલે તેણે તરત જ રાજાને નિવેદન કર્યું. પછી ગુમરીતે તેને સંસ્કાર કર્યો, તે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યું. તેને ભણાવવા યુગ્ય થયેલે જાણીને શાસ્ત્રવિચક્ષણ એવા તેના પિતાએ તેને ભણાવવાની શરૂઆત કરી. એટલે તે ભેંયરાની ઉપરના ફાળકાયર આસન માંડી બહારથી બીજા વિદ્યાથીઓને ભણાવવાને મિષે તેને નીતિશાસ્ત્ર ભણાવવા માંડયું. રાજાની આજ્ઞાથી પતાને અંગુઠે દેરે બાંધીને તેણે તે પુત્રને આપ્યો અને કહ્યું કે –“તને કંઈ સંદેહ પડે તે આ દોરે હલાવો.’ એવા સંકેતપૂર્વક તેણે પોતાના પુત્રને ભણાવ્યું. અનુક્રમે તે પ્રાજ્ઞ થયે. એકદા નીતિશાસ્ત્રમાં આ પ્રમાણે એકલેક આવ્યો કે - , “વા મોનો નારા–હિત મતો મતિ વિત્તથી . यो न ददाति न भुक्ते, तस्य तृतीया गतिर्भवति" // " દાન, ભેગ અને નાશ—એ ધનની ગણુ ગતિ છે. તેમાં જે દાન અને ભેગમાં પોતાનું ધન વાપરતા નથી, તેના ધનની ત્રીજી ગતિ એટલે નાશ થાય છે.” આ લેક સાંભળી તે દેરી હલાવવા લાગે, એટલે તેના પિતાએ પુન: તે લેકને અર્થ કરી બતાવ્યું; છતાં પુન: દોરી હલાવી એટલે તેણે રૂછમાન થઈને બીજા છાત્રોને ઉપર જ તેને નીતિ અને શિવ સંકિર્તપૂર્વ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #185
--------------------------------------------------------------------------
________________ સુમતિની કથા. 169 વિસર્જન કરી પુત્રને બહાર લાવીને કહ્યું કે “હે વત્સ! સમુદ્ર સમાન શાસ્ત્રનું અવગાહન કરીને ગષ્પદ સમાન આ સુગમ લેકમાં તું કેમ મૂઢ જેવો બની ગયે?” એટલે પુત્ર બે કે –“હે તાત! તમે વિત્તની ત્રણ ગતિ કહી તે મને સમજાતું નથી, કારણકે મને દાન અને નાશ—એમ વિત્તની બે ગતિ જ લાગે છે, કેમકે જે ભોગમાં વપરાય તે પણ નાશ જ છે. કહ્યું છે કે સેંકડે આયાસથી પ્રાપ્ત થયેલ અને પ્રાણ કરતાં પણ વહાલા એવા વિત્તની એક દાનજ ગતિ છે, બીજી બધી વિપત્તિ છે. તેને ધર્મથે સત્પાત્રમાં દેવું તે તે સર્વોત્તમ છે, દુઃખિત યાચકને આપતાં કીર્તિ વધે છે અને બંધુઓમાં વાપરતાં નેહને પોષણ મળે છે, ભૂતાદિને આપતાં વિધનને નાશ થાય છે. એમ ઉચિતપણાથી આપતાં એકંદર લાભજ મળે છે. આપેલું દાન કદિ પણ નિષ્ફળ થતું નથી. ભેગથી કેવળ ઐહિક સુખની પ્રાપ્તિ થાય; નહિ તે નાશ તે અવશ્યમેવ છે જ.” આ પ્રમાણે સાંભળીને વિચારચતુર પ્રધાને અંતરમાં આનંદ પામીને તે બધે વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યું, એટલે રાજા બે કે –“હે ભદ્ર! એના અંતરમાં વિવેકરવિ પ્રગટે છે. એ તારા અને મારા મને રથ પૂર્ણ કરશે. અહો! એનું વિચારગાંભીર્ય ! અહે ! ચાતર્ય! અહો ! અદ્દભુત મતિ! કે જે ઉપાધ્યાયને અને શાસ્ત્રને ઓળંગીને આગળ પ્રવર્તે છે. એને જ્ઞાન સારી રીતે ઉત્પન્ન થયું છે, માટે હવે તે છાત્રને ગજેન્દ્રપર બેસારીને અહીં લાવ.' એમ કહી રાજાએ પોતાનો હાથી અને પરિવાર તેની સાથે મોકલ્યા. સોમે પિતાને ઘરે જઈને સ્વજનોને ભેગા કર્યા, અને પુત્રને શૃંગાર પહેરાવી કેતુકમંગળ કરી હાથી પર બેસારીને મહદ્ધિપૂર્વક રાજમંદિરે લઈ ગયે, એટલે રાજાએ તેને પોતાના ઉલ્લંગમાં બેસારી તેને સત્કાર કર્યો અને તેનું સુમતિ એવું નામ રાખ્યું. પછી રાજાએ કહ્યું કે-“તારે સર્વત્ર સ્વેચ્છાએ ગમન કરવું. ભંડાર, અંતઃપુર અને રાજ્યમાં સર્વત્ર કીડાનિમિત્તે કરવાની તને છુટ છે; કોઈ પણ 22. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #186
--------------------------------------------------------------------------
________________ 170 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર–ભાષાંતર. જગ્યાએ જવાને તને પ્રતિબંધ નથી.” એ પ્રમાણે કહી તેને સત્કાર કરીને વિસર્જન કર્યો. પછી રાજાની આજ્ઞાથી તે કંઈ પણ પ્રતિબંધ વિના સર્વત્ર કીડા કરવા લાગ્યું. એકદા તે રાજાના ભાંડાગારમાં પઠે. ત્યાં રાજાને મોતીને હાર જઈને દેવીએ કહેલ દેષના વશથી તેનું ચિત્ત ચલાયમાન થયું. એટલે તેણે તે લઈ લીધો. પછી તેને ગોપવી સાશંક મનથી તે જવાને તૈયાર થયે, એવામાં ક્ષણભર વિવેકવડે તે વિચારવા લાગ્યું કે વસુધાપર ચેરી સમાન બીજું પાપ નથી.” એમ વિચારી હારને પાછે તેજ સ્થાને મૂકીને ઘરે આવ્યું. વળી એકદા કીડા કરવા માટે રાજમંદિરમાં અખલિત ગાતથી ભમતાં રાજપત્નીએ કામરાગથી ભેગને માટે તેને બેલા. રાણીએ તેને કહ્યું કે-“હે સુમતે ! અહીં આવ. આ સ્થાન એકાંત છે, માટે મારી સાથે વિલાસ કર.”તે સાંભળીને સુમતિ કુમતિને વશ થઈ તેની પાસે જવા ચાલ્ય; એટલામાં બંધુની જેમ વિવેકે તેને અટકાવ્યું. તે વિચારવા લાગ્યું કે - અહે! મને ધિક્કાર થાઓ, કે માતા સમાન રાજપત્નીપર મેં સવિકારી મન કર્યું. પરસ્ત્રીના સંગથી આ ભવમાં શિર છેદ વિગેરે અને પરભવમાં નરકની વેદના પ્રાપ્ત થાય છે. તે જ મહાન અને તેજ પંડિત છે કે જે આ ભુજંગી સદશ કુલટાઓથી દૂર રહે છે. મારે હવે પછી પરનારી સહોદરરૂપ મહાવ્રત પાળવું.’એ પ્રમાણે વિચાર કરીને તેને પગે પડી તે સ્વસ્થાને ગયે. એકદા કેતકી એ તે કીડા કરવા કેતુકથી જુગારીઓ પાસે આવ્યા. તેમનું વ્યસન અને સ્વરૂપ જોયું. કેટલાક કલહ કરતા હતા, કેટલાક દ્રવ્ય હારી જતા હતા, કેટલાક હસતા હતા અને કેટલાક ચારતા હતા. તેવું સ્વરૂપ જોઈને તે ચિંતવવા લાગ્યો કે:-“અહો ! ઘતના વ્યસનને ધિક્કાર થાઓ. કહ્યું છે કે –“હે જુગારીઓ ! જુગા૨નું વ્યસન કેમ તજતા નથી. પોતાના દેહને શા માટે દગ્ધ કરે છે? અને પિતાના મુખપર બકરાને શા માટે મુતરાવે છે? P.P'Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #187
--------------------------------------------------------------------------
________________ 171 સુમતિની કથા. કારણકે એથી દમયંતી જેવી પ્રિયતમા સહિત નળરાજાને પણ ચાંડાળની જેમ રાજ્યસુખથી ભ્રષ્ટ થવું પડ્યું એ કેમ જાણતા નથી?” આ ઘતવ્યસન મને ઉચિત નથી.” એમ ચિંતવીને તે સ્વગૃહે ગયે. એકદા કીડા કરતે કરતે તે રાજસભામાં ગયે. ત્યાં તેણે રાજાને નમસ્કાર કર્યો, એટલે રાજાએ તેને ઉત્સંગમાં બેસારીને ચુંબન કર્યું. એટલે સુમતિ બોલ્યા કે:-“હે સ્વામિન્ ! નીતિશાસ્ત્રમાં કહ્યું છે કેકોઈને વિશ્વાસ ન કરે.”તે છતાં મને આપે અખ્ખલિત ગતિવાળે કેમ કર્યો છે? મારા પર આટલો બધો વિશ્વાસ રાખવે ઉચિત નથી.” રાજા બે કે –“હે વત્સ! તું દેવીએ આપેલા વરદાનથી પ્રાપ્ત થયો છે અને અમારો વંશપરંપરાને પુરહિત છે, તે તારામાં વિશ્વાસ કેમ ન હોય? તારામાં દેવીએ વિનય અને વિવેક ગુણ મૂક્યા છે, તે તારા સહાયકારી છે. પછી તેણે રાજાની આગળ બધું પોતાનું પૂર્વ સ્વરૂપ કહી બતાવ્યું. એટલે રાજાએ કહ્યું કે:-“હે વત્સ! વિનય વિવેકની સહાયથી તું સદેષ છતાં નિદોષ જ છે. કહ્યું છે કે - .. " यस्य कस्य प्रसूतोऽत्र, गुणवान् पूज्यते नरः / सुवंशोपि धनुंदेडो, निर्गुणः किं करिष्यति"॥ ગમે તે વંશમાં જન્મ પામેલ હોય, પણ ગુણવાન પુરૂષ પૂજાય છે, સારા વાંસને ધનુદંડ પણ ગુણ (દેરી) વિના શું કરી શકે ? તેમ સારા વંશમાં જન્મેલ પણ નિર્ગુણ શું કરવાનું હતું?” આ પ્રમાણે રાજાનું કથન સાંભળીને તે લજજાને લીધે અધમુખ થઈ બેસી રહ્યો. એટલે રાજાએ તેને રાજકાર્યનું પ્રાધાન્ય પદ આયું. પછી તે સુમતિ રાજકાર્ય સાધી અનુક્રમે સદ્ધર્મ પાળીને સદગતિએ ગયે. ઈતિ સુમતિ દષ્ટાંત. માટે ધર્મના મૂળભૂત વિનય અને વિવેક અવશ્ય ગ્રહણ કરવા. -- તે ગુણે સત્સંગથી પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોક્ત સતસંગતિનું ફળ સાં. ભળ-પ્રથમ સંગતિ કરવા લાયક સજજને કેવા હોય તે કહે છે-“પરદૂષણને ન બેલે, અલ્પ પણ પરગુણને વખાણે, પરધન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #188
--------------------------------------------------------------------------
________________ 172 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. જઈને નિરંતર સંતોષ પામે, પરને બાધા જોઈને શેક ઘરે, આત્મ લાઘા ન કરે, નીતિને ત્યાગ ન કરે, અપ્રિય કહ્યા છતાં ઔચિત્યનું ઉલંઘન ન કરે અને ક્રોધ ન કરે–એવું સંતજનેનું ચરિત્ર હોય છે.” હવે એવા સજજનની સંગતિથી શું ફળ થાય તે કહે છે:-“સત્સંગ દુર્ગતિને હરે છે, મેહને ભેદે છે, વિવેકને લાવે છે, પ્રેમને આપે છે, નીતિને ઉત્પન્ન કરે છે, વિનયને વિસ્તારે છે, યશને ફેલાવે છે, ધમને ધારણ કરાવે છે, દુર્ગતિને દૂર કરે છે, અહો ! સત્સંગ માણસેને શું અભીષ્ટ ઉત્પન્ન કરતું નથી? સર્વ કરે છે.” વળી “હે ચિત્ત ! જે તને બુદ્ધિકલાપને મેળવવાની ઈચ્છા હોય, આપત્તિને દૂર કરવાની ઈચ્છા હોય, સન્માર્ગે ચાલવાની ઈચ્છા હૈય, કીર્તિને પામવાની ઈચ્છા હેય, કુટિલતાને વામવાની ઈચ્છા હોય, ધર્મને સેવવાની ઈચ્છા હોય, પાપવિપાકને અટકાવવાની ઈચ્છા હોય અને સ્વર્ગ તથા મેક્ષની લક્ષમીને મેળવવાની ઈચ્છા હોય તો ગુણવંત જનોની સંગત કર.” સુસંગના માહાન્યથી જીવ સર્વ પ્રકારનાં ' સુખે પામે છે. કહ્યું છે કે "पश्य सत्संगमाहात्म्यं, स्पर्शपाषाणयोगतः। लोहं स्वर्ण भवेत्स्वर्ण-योगात्काचो मणीयते // " સત્સંગને મહિમા તે જુઓ કે–પારસમણિના વેગથી લેહ તે સુવર્ણ થાય છે, અને સુવર્ણના ચેગથી કાચ પણ મણિ જે દેખાય છે. વળી “અકુલીન છતાં સુસંગથી મનુષ્ય વિવેકી થાય છે અને કુલીન છતાં કુસંગથી અવિવેકી બને છે. જુઓ! અગ્નિના ચેગથી શંખ પણ દાહ ઉપજાવે છે. સચેતન મનુષ્યના સંગથી ગુણ કે દેષ ઉપજે તે તે દૂર રહે, પણ અશોકવૃક્ષના સંગથી શોક દૂર થાય છે અને કલિવૃક્ષના સંગથી કલહ ઉત્પન્ન થાય છે.” જીવ ધર્મને પણ સસંગતિથીજ પામી શકે છે. આ સંબંધમાં પ્રભાકરનું દષ્ટાંત આ પ્રમાણે છે:-- . - ભરતક્ષેત્રમાં વીરપુર નામના નગરમાં યજન, યાજન, અધ્યયન, અધ્યાપન, દાન અને પ્રતિગ્રહરૂપ ષટ્કર્મમાં તત્પર એ દિવાકર P.P. Ac. Gunratnasuri M.S. un Gun Aaradhak Trust
Page #189
--------------------------------------------------------------------------
________________ પ્રભાકરની કથા. 173 નામે બ્રાહ્મણ રહેતા હતા. તેને પ્રભાકર નામે પુત્ર હતા. તે સવત્ર નિરંકુશ થઈને ભમતે, સ્વેચ્છાએ રમતે, ધાતુને ધમતે, જુ ગારને સેવતો અને જ્યાં ત્યાં સ્વેચ્છાએ કીડા કરતો હતો. તેને પિતા તેને શિખામણ આપતો કે –“હે વત્સ! આ શું કરે છે? આ દેહ પણ પોતાને નથી, તે અન્ય પિતાને કોણ થશે? માટે કુવ્યસનેને ત્યાગ કર, શાસ્ત્રનું અવગાહન કર, કાવ્યરસામૃતનું પાન કર, સારી કળાઓને અભ્યાસ કર, ધર્મને વ્યાપાર કર અને પોતાના કુળને ઉદ્ધાર કરી કહ્યું છે કે - જેના કુળ, વિદ્યાપુન સાપુના कुलं पुरुषसिंहेन, चंद्रेण गगनं यथा " // જેમ ચંદ્રથી આકાશ, તેમ વિઘાયુક્ત, શ્રેષ્ઠ અને શુરવીર એવા એક પુત્રથી પણ કુળ શોભે છે.” “શોક અને સંતાપ કરે તેવા બહુ પુત્ર ઉત્પન્ન થાય તેથી શું? કુળના આલંબનરૂપ એક પુત્રજ સારે કે જેનાથી આખા કુળને વિશ્રાંતિ મળે. જેમ પુષિત અને સુગંધી એવા એક સુવૃક્ષથી પણ આખું વન સુગંધી થાય છે તેમ એક સુપુત્રથી આખું કુળ ઉદય પામે છે અને જેમ અગ્નિથી બળતા એક શુષ્ક વૃક્ષથી સમસ્ત વન દગ્ધ થાય છે, તેમ એક કુપુત્રથી સમસ્ત કુળ મલીન થાય છે.” વળી--અધાતુવાદથી ધનની આશા રાખવી, રસાયનથી જીવિતની આશા રાખવી અને વેશ્યાથી ઘર થવાની આશા રાખવી-એ ત્રણે પુરૂને એક મતિભ્રંશરૂપ છે.’ ઇત્યાદિ શિક્ષા આપીને સમજાવતાં તે સુત હસીને તાતને કહેવા લાગ્યું કે-“હે તાત ! ભણવાથી શું ? ભણને કેણુ વગે ગયું છે? કારણ કે - "बुभुक्षितैयाकरणं न भुज्यते, पिपासितैः काव्यरसो न पीयते / न छंदसा केनचिदुध्धृतं कुलं, हिरण्यमेवाय निष्फलाः कलाः"॥ “હે તાત! શુધિત થતાં વ્યાકરણનું ભજન કરાતું નથી, પિપાસિત થતાં કાવ્યરસ પીવાતું નથી અને છંદશાસ્ત્રથી કુળનો ઉદ્ધાર AC. eunratasun MS. Jun Gun Aaradhak Trust
Page #190
--------------------------------------------------------------------------
________________ 14 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર થતો નથી, માટે ધન મેળવે, કળાઓ બધી નિષ્ફળ છે.” તેમજ વળી–– નવા કમળદળ સમાન નેત્રવાળી લક્ષ્મી જેને જુએ છે, એટલે લક્ષમીની જેના પર કૃપા છે તેવા નિર્ગુણને પણ લોકો ગુણલ્ય માને છે, તેમજ રૂહીનને રમ્ય, મૂર્ખને મતિમાન , નિર્બળને શૂરવીર અને અકુલીનને કુલીન માને છે.” 7 આવાં તેનાં ઉત્કંઠ વચનથી તેને પિતા વિલક્ષ થઈને ચિ તમાં ચિંતવવા લાગ્યું કે:- અહો આ મારો પુત્ર થઈને નિર્ગુણ, કુળને કલંકરૂપ અને કુશીલ થશે. હવે શું કરું? કયાં જાઉં?” આમ વિચારીને ઉદાસીન વૃત્તિથી તેણે આખો જન્મ વ્યતીત કર્યો. પ્રાતે પુત્રને બેલાવીને તેણે આ પ્રમાણે કહ્યું કે:-“હે વત્સ ! જે કે મારા વચનપર તને અનાસ્થા છે, તથાપિ આ એક લોકને તું ગ્રહણ કર, એટલું મારું કહ્યું કર. પુત્ર બોલ્યો કે- કહે, હું તે પ્રમાણે કરીશ.” એટલે પિતાએ આ પ્રમાણે લેક કહ્યું - ___" कृतज्ञस्वामिसंसर्ग-मुत्तमस्त्रीपरिग्रहम् / कुर्वन्मित्रमलोभं च, नरो नैवावसीदति" / / કૃતજ્ઞ સ્વામીની સેવા કરતાં, ઉત્તમ કુલીન સ્ત્રીનું પાણિગ્ર હણ કરતાં, અને નિર્લોભી મિત્ર કરતાં માણસને હેરાન થવું પડતું નથી.” આ લેક ગ્રહણ કરીને તે પાછો જુગટુ રમવા ચાલ્યા ગયા. એવામાં તેના મિત્રે આવીને કહ્યું કે હે પ્રભાકર ! તારે પિતા મરણ પામે.” આ પ્રમાણે સાંભળીને પ્રભાકરે મિત્રને કહ્યું કે:-“હું કંઈ જાણતો નથી, માટે તે સંબંધમાં જે કરવાનું હોય તે તારેજ કરવું.” પછી તેની ઉત્તરકિયા કરી શકરહિત થતાં પ્રભાકર પિતાએ આપેલા લોકને અર્થ વિચારવા લાગ્યું. તેને અર્થે વિચારીને તેણે ધાર્યું કે પ્રથમ તે પિતાએ જે કહ્યું છે તે કરતાં વિપરીત કરવાથી શું થાય છે તે જોઉં. એમ ધારીને તે પરદેશમાં ચાલે. માગે જતાં કૃતન, તુચ્છ સ્વભાવવાળા અને સ્તબ્ધ (અભિમાની) એવા સિંહ નામના એક ગામના મુખીને સાંભળીને તેને આશ્રય કર્યો અને તેની સેવા કરવા લાગ્યા. ત્યાં તેની એક સેવાધર્મહીન, નીચ, રૂક્ષ (સ્નેહ P.P.Ac. Gunratnasuri M.S. UF Gun Aarede
Page #191
--------------------------------------------------------------------------
________________ પ્રકારની કથા. મારા વિનાની) અને અજ્ઞાન એવી દાસીને તેણે પોતાના ઘરમાં સ્ત્રી તરીકે રાખી. તથા ત્યાંજ વસનાર દાક્ષિણ્યરહિત અને ધનમાંજ (સ્વાર્થ માંજ ) લુબ્ધ એવા લોભનંદી નામના એક વણિકને તેણે મિત્ર બનાવ્યું. તે ત્યાંજ રહીને રાજસેવા કરવા લાગ્યા. સ્વપરાક્રમ તથા સ્વબુદ્ધિથી તેણે રાજાનો ભંડાર વધાર્યો. વળી દાસીને માટે તેણે બહુ વચ્ચે અને આભરણે કરાવ્યાં તથા તેને બહુજ પ્રસન્ન કરી. અને લેભનંદીને નિર્ધન હતો છતાં મહદ્ધિક બનાવી દીધું. હવે તે સિંહરાજાને પિતાના પુત્ર કરતાં પણ અધિક વહાલે . એક મયૂર હતું. તેને તેણે પિતાના ઉલ્લંગમાં લાલિત, પાલિત, પિષિત અને ભૂષિત કર્યો હતો. એકદા પ્રભાકરની ભાર્યારૂપ દાસીને ગર્ભના અનુભાવથી મને યુરનું માંસ ખાવાનો દેહદ ઉત્પન્ન થયો. એટલે પ્રભાકરે તે ઠાકોરના મરને યત્નથી છુપાવીને બીજા મયૂરના માંસથી તેને દેહદ પૂર્યો. ભેજન વેળા થતાં તે મયૂરને ન જેવાથી ઠાકરે પોતાના માણસો મેકલીને સર્વત્ર તેની તપાસ કરાવી, છતાં તેનો પત્તો ક્યાંઈ પણ ન મળે, એટલે તેમણે રાજાને તે હકીક્ત નિવેદન કરી. આથી ઠાકોર બહુજ આકુળ વ્યાકુળ થઈ ગયો. તેણે ઉંચે સ્વરે પહેદષણ કરાવી કે “જે કઈ સિંહરાજાના મયૂરની શોધ કરી આપશે, તેને સો સોનામહોર આપવામાં આવશે. " તે સાંભળીને દાસીએ વિચાર કર્યો કે -- “આ પરદેશીથી મારે શું? ઠાકર પાસેથી દ્રવ્ય મેળવી લઉં, પછી વળી બીજે ભત્તર કરી લઈશ.” એમ વિચારી પટહને સ્પર્શ કરી સિંહરાજા પાસે જઈને એકાંતે કહ્યું કે “હે સ્વામિન્ ! સત્ય હકીકત સાંભળો. કારણ કે - ' “સત્યં મિલૈ પિ હમિ-દિપા अनुकूलं च सत्यं च, वक्तव्यं स्वामिना सह // " મિત્રની સાથે સત્ય, સ્ત્રીઓની સાથે પ્રિય, શત્રુની સાથે અસત્ય પણ મધુર અને સ્વામીની સાથે અનુકૂળ સત્ય બોલવું.” હે સવામિન્ ! કાલે મને મયૂરના માંસભક્ષણને દેહલો ઉત્પન્ન કરાવી કાર પરદેશથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #192
--------------------------------------------------------------------------
________________ 176 - શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર, થયે હતે. તે મારા સ્વામીને કહેવાથી મેં વાર્યા છતાં તેણે તમારે મયૂર લાવીને મારી નાખે, અને તેના માંસથી મારે દેહદ પૂરે કર્યો. તે સાંભળીને સિંહ ઠાકોર રૂષ્ટમાન થઈ વિચારવા લાગ્યો કે -શું આ પ્રભાકર ખોટા જનેના સંગથી બગડ્યો કે સ્વભાવેજ વિનિષ્ટ થયે?” એમ વિચારીને તેણે પ્રભાકરનો નિગ્રહ કરવા પતાના સુભટને મોકલ્યા, એટલે તે પણ મિત્રની પરીક્ષા કરવા લેભનંદીને ઘેર ગયે. ત્યાં કંપતાં કંપતાં બોલ્યો કે:-“હે મિત્ર ! મારૂં રક્ષણ કર.” લેભનંદીએ તેને પૂછયું કે –“અરે ! કહે તે ખરે, તે શું બગાડ્યું છે?” તે બોલ્યો કે- સ્ત્રીને માટે મેં સ્વામીને મને ચૂર માર્યો છે. તે સાંભળીને મિત્રાધમ બે કે - સ્વામીહીને કેણ સ્થાન આપે? બળતા પૂળાને પોતાના ઘરમાં કેણુ નાખે ?' એમ કહ્યા છતાં પ્રભાકર લોભનંદીના ઘરમાં પેઠે. એટલે તેણે પકડે, પકડે, એ પોકાર કર્યો. તરતજ રાજાના સુભટ ત્યાં આવ્યા અને તેને બાંધીને ગામની બહાર લઈ ગયા. ત્યાં તેને નિગ્રહ કરવાને તે તૈયાર થયા. એટલે પ્રભાકર ગરીબાઈથી બે કે:- પૂર્વે તમારા ઉપર ઉપકાર કર્યો છે, માટે મારી રક્ષા કરે અને મને સ્વામીની પાસે લઈ જાઓ.’ આમ કહેવાથી તેઓ તેને ઠાકોર પાસે લઈ ગયા, એટલે તે કરૂણ ઉપજે તેવી રીતે બોલ્યો કે --“હે દેવ! તમે મારા પિતાતુલ્ય સ્વામી છે, તમારૂં જ મને શરણ છે, માટે આ મારો એક અપરાધ ક્ષમા કરે.” તે સાંભળીને સિંહ ભ્રગુટીભગથી ભીષણ થઈને બોલ્યો કે –“અરે! દુષ્ટ ! મયૂર સોંપી દે અથવા - અભીષ્ટ દેવતાને સંભારી લે.” તે વખતે તેના મિત્ર અને સ્ત્રી વિના બધા કે વ્યાકુળ થઈ ગયા. પછી તેણે વિચાર્યું કે મારા પિતાના વચનનું અતિક્રમણ કરવાથી મને આવું ફલ પ્રાપ્ત થયું.” એ રીતે પિતાનું વચન પુન: પુન: સંભારી તેને મયૂર તેને સેંપી સિંહ ઠાકરની રજા લઈને પ્રસન્ન મુખથી તે આગળ ચાલ્યા. સિંહે તેને ૨રહેવા માટે બહુ કહ્યું, છતાં પણ તે રહ્યા નહિ. અને કહ્યું કે પ્રત્યક્ષ દેષ જોવામાં આવ્યા છતાં કોણ સ્થિતિ કરે?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #193
--------------------------------------------------------------------------
________________ પ્રભાકરની કથા. 1. To આગળ ચાલતાં તેણે વિચાર કર્યો કે:-“અહો! એમના દુષ્ટ ચેષ્ટિતને ધિક્કાર થાઓ ! દુર્જનની સંગતિ કિપાકવૃક્ષની છાયાની જેમ દુઃખદાયક થાય છે. એમના પર મેં જે ઉપકાર કર્યો હતે તે બધે ભસ્મીભૂત થઈ ગયે, મૂર્ખ અને દુષ્ટ જનેની સંગતિ કરતાં મૃત્યુ પણ વધારે શ્રેયસ્કર છે. કારણકે–પંડિત શત્રુ સારે, પણ મૂર્ખ હિતકારક સારે નહિ. જુઓ ! વાનર મિત્ર રાજાને નાશ કરવા તૈયાર થયે, તે વખતે વિપ્ર ચેરે બચાવ કર્યો. ”(આ દષ્ટાંત, અન્યત્ર આવે છે.) વળી-- શિરસા મુમના સંદ્ધા તે તંતવ િહિી. तेपि पादेन मृद्यते, पटेपि मलसंगताः" // પુષ્પના સંગથી તંતુને શિરપર ધારણ કરાય છે અને વસ્ત્રમાં રહેલ તંતુને મેલને સંગ થવાથી તે પગવતી અને ધોકાવતી તાડના પામે છે.” મેં અધમ સ્વામી, કલત્ર અને મિત્રની પરીક્ષા કરી. હવે પિતાના વચન પ્રમાણે ચાલીશ.” એમ ચિંતવને તે અનુક્રમે સુંદરપુર નામના નગરે પહોંચ્યા. ત્યાં હેમરથ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ગુણસુંદર નામે પુત્ર હતા. તે નગરની બહાર અશ્વ દેડાવી પરિશ્રાંત થવાથી સેવકોથી પરિવૃત્ત થઈ વૃક્ષની છાયામાં બેઠે હતે. એ અવસરે પ્રભાકરે તેની પાસે આવીને તેને પ્રણુમ કર્યો. એટલે રાજપુત્રે તેને સત્કાર કર્યો. પછી તે ત્યાં બેસીને શાગણી કરવા લાગ્યો. રાજપુત્રે ત્યાં ભેજન કર્યું, એટલે તેને પણ ભેજન કરાવ્યું. પછી તે બંને પરસ્પર મીઠી મીઠી વાતો કરવા લાગ્યા. કારણ કે“પ્રસન્ન દષ્ટિ,શુદ્ધ મન, લલિત વાણું, અને નમ્ર શિર–એ વિભવ વિના પણું અથીજનોમાં સ્વાભાવિક પૂજાય છે. પછી રાજપુત્ર પ્રભાકરને પૂછયું કે–“તમે કયાંથી આવે છે? અને કયાં જવું છે? તથા અહીં શું કામ છે?” પ્રભાકર બે કે:-“હું દેશાંતરથી આવું છું, પૃથ્વીપરના કૈતક જેવાને નિકળે છું.” એટલે રાજપુત્રે કહ્યું કે:-“હે મહાભાગ! તમે શામાટે ભમે છે? સ્વસ્થ મન કરી મારી પાસેજ 23. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #194
--------------------------------------------------------------------------
________________ nnnnnnnnnnn 178 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર રહો.” આ પ્રમાણે રાજપુત્રના કહેવાથી પ્રભાકર ત્યાં રહે, અને રાજપુત્રની સાથે તે નગરમાં ગયે. ત્યાં પરસ્પર તેમની મિત્રાઈ થઈ. એકદા પ્રભાકર વિચારવા લાગ્યું કે:-“અહો ! એનું ચાતુર્ય, અહો ! એનું મધુર વચન, અહો ! વનવયમાં પણ એનું ઔચિત્ય, અહો ! એનું સ્વચ્છ જ્ઞાન ! કહ્યું છે કે:- કેટલાક દ્રાક્ષની જેમ બાલ્યવયમાં પણ મધુર હોય છે, કેટલાક આમ્રફળની જેમ પરિપકવ થાય ત્યારે જ મધુર થાય છે અને કેટલાક ઇંદ્રવરણાના ફળની જેમ મધુર થતાંજ નથી.” તેમજ વળી:– " आकृतौ हि गुणा नुनं, सत्यीभूतमिदं वचः / यस्यैव दर्शनेनापि, नेत्रं च सफलीभवेत् // આકૃતિમાં ગુણો રહેલા છે, એ વચન સત્ય છે, કારણ કે સુંદર આકૃતિવાળાના દર્શન માત્રથી પણ નેત્ર સફળ થાય છે. માટે હવે આની સેવા કરીને કુસ્વામીના સંગથી લાગેલ દેષરૂપ મેલને જોઈ નાખું. આ પ્રમાણે નિશ્ચય કરી પ્રભાકર રાજપુત્રની સેવા કરવા લાગ્યો અને તેણે આપેલ વાસગ્રહમાં તે સુખે રહેવા લાગ્યું. અનુક્રમે ત્યાં રહેતાં તેણે ઉત્તમ પ્રકૃતિવાળી તેમજ સ્વૈર્ય, ગાંભીર્ય અને વિનયશીલ એવી સુપ્રભા નામે એક સ્ત્રી કરી અને મોટા વેપારી, પરોપકારી તેમજ દયાળુ એવા વસંતશ્રેણીને પોતાને મિત્ર બનાવ્યું. એ રીતે ? તે સુખે સમય ગાળવા લાગ્યું. અન્યદા રાજા મરણ પામતાં ગુણસુંદર રાજગાદી પર બેઠે, અને સર્વ કાર્યને કરનાર પ્રભાકર તેને મંત્રી થયો. પ્રજાનું પાલન કરતાં એકદા તે રાજાને બે જાત્ય અશ્વ કેઈએ ભેટ કર્યા. તે સારા લક્ષણવાળા હતા, પણ વિપરીત શિક્ષણ પામેલા હતા. તેના સ્વરૂપને ન જાણતે એ રાજા પોતે એક અશ્વપર આરૂઢ થયા અને બીજાપર અમાત્યને આરૂઢ થવાને આદેશ કર્યો. પછી પરિવાર સહિત તે બંને નગરની બહાર ગયા. ત્યાં અને ક્ષણવાર ચલાવીને તે બંનેને વેગ જાણવાને રાજા અને પ્રધાને તેમને કર્કશ પ્રહાર કર્યો, એટલે તરત કુદકે મારીને તેઓ વેગથી દેડવા લાગ્યા. રાજાએ કહ્યું કે -- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #195
--------------------------------------------------------------------------
________________ - પ્રભાકરની કથા. 179 “હે સેવકે! સત્વર દેડો અને અને પકડો.” એમ રાજા બેલતે હતો, તેવામાં તે તે અવે એકદમ એટલી ઉતાવળી ગતિથી દેડયા કે રાજા અને પ્રધાન ક્ષણવારમાં અદશ્ય થઈ ગયા. જેમ જેમ તેઓ તેને ઉભા રાખવા લગામ ખેંચતા હતા, તેમ તેમ તે અશ્વ શીધ્રગતિથી દેડતા હતા. એ રીતે અટવીમાંથી પસાર થતાં આમળાંના વૃક્ષ નીચેથી પ્રધાનને અશ્વ નીકળે તે વખતે પ્રધાને ત્રણ આમળાં ત્રાડી લીધાં. પછી તે બહુ દૂર નીકળી ગયા, ત્યાં વિલક્ષ થઈને તેમણે લગામ મૂકી દીધી, એટલે અશ્વ ત્યાં જ ઉભા રહી ગયા. પછી રાજા અને પ્રધાન નીચે ઉતર્યા, એટલે બંને અશ્વ પ્રાણમુક્ત થઈ ગયા. ક્ષણભર તેને ખેદ કરીને તે બંને વૃક્ષની છાયામાં બેઠા. ત્યાં તૃષાથી પીડિત થયેલ રાજા મનમાં ચિંતવવા લાગ્યું કે:- મૂઢ જનેએ પાષાણુખંડમાં રત્નની સંજ્ઞા રાખી છે, પણ પૃથ્વી પર ખરાં રત્ન તે જળ, અન્ન અને સુવચન-એ ત્રણજ છે, એમ જે કહેવામાં આવે છે તે વચન સત્ય છે. કારણકે અત્યારે એ પાષાણખંડરૂ૫ રને મારી પાસે છતાં પણ ઉક્ત જળાદિ રત્નના અભાવથી મારા શરીરની તૃષા છીપતી નથી.” પછી રાજાએ અમાત્યને કહ્યું કે-તૃષાથી મારા પ્રાણુ ચાલ્યા જાય છે.” એટલે મંત્રી વ્યાકુળ થઈને બે કે –“હે સ્વામિ ! તમારી તૃષાનું હું નિવારણ કરૂં છું.” એમ કહીને એક આમળું તેને ખાવા આપ્યું. તેનું ભક્ષણ કરવાથી રાજાને ક્ષણવાર શાંતિ થઈ. પણ મુહૂર્ત પછી પુનઃ તે તૃષાકુળ થઈને બોલ્યા કે –“હે મંત્રિન ! હવે પુન: તેવીજ રીતે મને તૃષા સતાવે છે, કે જેથી ખરેખર જીવવું મુશ્કેલ છે.” એમ બોલતાં મૂચ્છ ખાઈને તે નીચે પડ્યો. એટલે મંત્રીએ તરત બીજું આમળું આપીને રાજાને પુનઃ સજજ કર્યો. એમ ત્રીજીવાર પણ આમળું આપ્યું. એવામાં પાછળ પદાનુસારે ચાલ્યું આવતું સૈન્ય ત્યાં આવી પહોંચ્યું. આગળના અસ્વાએ તેમને જોઈને જયધ્વનિ કર્યો, એટલે મંત્રી બે કે –હે સુભટે ! પ્રથમ જળ તરત લાવે.” એટલે તેઓ પાછા વળીને તરત જળ લાવ્યા. પછી જળ અને આહારથી સંતુષ્ટ કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #196
--------------------------------------------------------------------------
________________ શ્રી પાત્રતા . શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. રાજાને પૂર્ણ સજ કર્યો. એટલે રાજા સપરિવાર પોતાના નગરમાં આવે અને સામંત તથા નાગરજનેએ પુન: રાજાને જન્મોત્સવ કર્યો. હવે રાજાને પાંચ વરસને પુત્ર દરરેજ શણગાર સજીને રાજ. મંદિરથી પ્રધાનને ઘેર કીડા કરવા આવતા હતા. એકદા પિતાના સ્વામીની પરીક્ષા કરવા માટે એકાંતમાં યામિક ( જાળવનાર) અને અન્ન પાનની સગવડ કરીને તેણે તે કુમારને ગોપવી રાખ્યું. રાજાને ભેજનસમય થેયે પણ કુમાર આવ્યું નહિ, એટલે રાજાએ સર્વત્ર તપાસ કરાવી, પણ તેને પત્તો મળે નહિ તેથી રાજા આકુળ વ્યાકુળ થઈ નીચું મુખ કરીને બેસી રહ્યા. મનમાં વિચારવા લાગ્યો કે - કુમાર મંત્રીને ઘરે ગયા પછી લેવામાં આવ્યું નથી, પણ શું એ અસંભાવ્ય વાત સંભવે?” સમસ્ત રાજલક પણ શોકાકુળ થઈ ગયે, અને પ્રભાકર મંત્રી પણ શ્યામ મુખ કરી પિતાને ઘરે બેસી રહ્યા, રાજસભામાં ન ગયે, એટલે મંત્રીની પત્નીએ પૂછ્યું કે- આજ રાજમંદિરમાં તમે કેમ ગયા નથી?” અમાત્ય દુ:ખીપણું બતાવીને બે કે –“હે પ્રિયે ! રાજાને મુખ બતાવવાને હું સમર્થ નથી, કારણ કે મેં પાપબુદ્ધિએ રાજપુત્રને મારી નાખ્યો છે. એટલે તે સંબ્રાંત થઈને બોલી કે –“હે સ્વામિન ! એ શું કહે છે?” પુન: તે બોલ્યો કે -એ અકાર્ય મેં કર્યું છે. તેના આવા કથન ઉપરથી તેણે પુન: પૂછયું કે -એ શી રીતે થયું ?”તે બે કે:-“ગઈ કાલે તેં ગર્ભના પ્રભાવથી માંસ માગ્યું, તે અન્યત્ર મને ન મળવાથી મેં એ રાજપુત્રને મારી નાખે, અને તેનું માંસ તને આપ્યું, તેનું તે ભક્ષણ કર્યું, તારા મેહને લીધે મેં આવું અકાર્ય કર્યું.” આ પ્રમાણે સાંભળીને તે બેલી કે –“હે સ્વામિન્ ! ધીરજ ધરે, હું રાજા પાસે જઈને જવાબ આપીશ, તમે ઘરે એકાંતમાં બેસી રહો.” પછી તેણે . પિતાના પતિના મિત્ર વસંત શ્રેષ્ઠીને ઘરે જઈને તે બધા વૃત્તાંત તેને કહી સંભળાવ્યું, એટલે તે પણ વિચાર કરી ધીરજ ધરીને બોલ્યો કે:-“હે સુંદરી! તું ભય ન પામ, હું સ્વજીવિતથી અને ધનથી મારા મિત્રને આ વિપત્તિમાંથી બચાવીશ, કારણ કે સજજનોની મૈત્રી જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #197
--------------------------------------------------------------------------
________________ પ્રભાકરની કથા. ળને દુધ જેવી હોય છે. ક્ષીરે પિતાની સાથે ભળેલા જળને પિતાના બધા ગુણે આપી દીધા, પછી ક્ષીરને તાપવડે બળતું જોઈને જળે પ્રથમ પિતાના આત્માને અગ્નિમાં હોમે (જળ બળવા માંડ્યું છે, આવી મિત્રની આપત્તિ જોઈને ક્ષીરને આત્મા અગ્નિમાં પડવાને ઉમને થઈ ગયે, એટલે તે ઉછળીને અગ્નિમાં પડવા તૈયાર થયું. પછી જળમિત્રને સંગ મળવાથી તે શાંત થયું. એટલે પાણી છાંટવાથી ઉમરે શપે. સજનેની મૈત્રી ખરેખર આવીજ હેય છે.” પછી મનમાં એક નિશ્ચય કરી, રાજસભામાં જઈ, રાજાને નમસ્કાર કરી અંજળી જોડીને વસંતશ્રેણી મજબુત મનથી કહેવા લાગ્યું કે - રાજ! વિકલ્પ ન કરે, તમારા પુત્રને મેં માર્યો છે, માટે મારું વિત્ત અને જીવિત લઈ ." આ પ્રમાણે સાંભળીને રાજાના મનમાં સંશય ઉત્પન્ન થયે. એવામાં મંત્રી પત્ની આવીને વિજ્ઞપ્તિ કરવા લાગી કે હેસ્વામિન! મેં મારા દેહદને માટે તમારા પુત્રને વધ કર્યો છે. એટલે રાજા કિંકર્તવ્યતામૂઢ અને શૂન્ય જે થઈ ગયે. એવામાં મંત્રી આવીને કંપતા શરીરને દેખાવ કરીને બે કે - “હે દેવ! આ મારી પત્નીને કે મારા મિત્રને બિલકુલ અપરાધ નથી, તેઓ તે મને પીડા ન થાય તેટલા માટે પોતાને અપરાધ કહે છે, પણ એ દુષ્ટકર્મ તે મેંજ કર્યું છે, મેં દુર્મતિએ રાજપુત્રને માર્યો છે, માટે મને એગ્ય શિક્ષા કરે.” રાજાએ દીર્ઘ વિચાર કરીને કહ્યું કે:-“હે મિત્ર ! તે વખતે વિપત્તિમાં જે તેં આમળાંના ફળ મને ન આપ્યા હતા તે હું ક્યાં? આ રાજ્ય કયાં? પુત્ર ક્યાં? અને પરિવાર કયાં? એ બધું કયાંથી હોત? તેથી દંડશે?” મંત્રી બેત્યે કે:-“હે દેવ! મેં રાજપુત્રને ઘાત કર્યો, તેથી મને દંડ તે આપજ જોઈએ.” રાજાએ કહ્યું કે - જે એમ હોય તો ત્રણ આમળાંમાંથી એક આમળું વળ્યું.”પ્રધાને આ રાજાનો નિશ્ચય જાણુને પોતાના માણસને એકલી રાજપુત્રને અણુ, અને કહ્યું કે:-“હે સ્વામિન્ ! કુમારની સાથે તમે ચિરકાળ રાજ્ય કરે અને રાજ્યસુખ ભેગ.” પછી રાજાએ વિભૂષિત, મુખે હાસ્ય કરતા અને પ્રસન્ન એવા પિતાના પુત્રને જોઈ હર્ષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #198
--------------------------------------------------------------------------
________________ 189 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર–ભાષાંતર અને વિસ્મય પામી કહ્યું કે:-“આ શું?” એટલે મંત્રીએ સર્વ લેક સમક્ષ પિતાના આદેશથી માંડીને બધે વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળીને રાજા પિતાના સ્વભાવથી બહુજ લજજા પામે, અને મંત્રીને આલિંગન દઈને સ્નેહસહિત બેલ્યો કે-“તું મારો બંધુ છે, તારે ઉપકાર હું કદી પણ ભૂલી જવાને નથી; તું નિશ્ચિત મનવડે સુખે અહીં રહે અને સુખ ભેગવ.” પછી તે સુસ્વામી, સુકલત્ર, અને સુમિત્રના સુખને પામીને સુખી થયે. છેવટે રાજા અને પ્રધાન સત્સંગમાં તત્પર રહી, રાજ્યસુખ ભોગવી અને સુગુરૂ પાસેથી ધમ પામીને પ્રાંતે અનશન કરી સ્વર્ગે ગયા. ઈતિ પ્રભાકર દષ્ટાંત આ પ્રમાણે તેમને ઉપદેશ સાંભળીને કુબેર પ્રતિબંધ પામ્યા અને ગુરૂમહારાજને કહેવા લાગ્યા કે:-“હે ભગવન્ ! ફરીને પણ થોડા શબ્દમાં ધર્મનું બધું સમીહિત સ્વરૂપ આવી જાય, તે રીતે કહો.” ગુરૂ બેલ્યા કે - “હે મહાભાગ! તું ધર્મનું રહસ્ય સાંભળ. વિનય, સુત્રતાચરણ, ધર્મોપદેશક ગુરૂની શુશ્રુષા, તેમને નમસ્કાર, તેમની આજ્ઞાનું માનવું, મૃદુ ભાષણ કરવું, જિનપૂજાદિમાં વિવેક, મન, વચન અને કાયાની શુદ્ધિ અને સુસંગ તે ધર્મ, મિત્રની સાથે સંગમ, અને તવશ્રદ્ધાન નિશ્ચય એટલે જિનેશ્વર ભગવંતોએ કહેલાં સુતમાં દઢ પ્રતિતી એ પ્રમાણેના લકત્તર ગુણવડે લેકેત્તર સુખની પ્રાપ્તિ થાય છે.” તથા “અત્યાહાર, અતિ આયાસ (પ્રયાસ), અતિ પ્રજ૫ (બહુ બાલવું), નિયમોનું અગ્રહણ, કેને બહુ પ્રસંગ અને દિનતા-આ છ વાનાથી ચગી પુરૂષ વર્જિત હોય છે. વળી “ગી તો કિયાવડે થવાય છે, માત્ર વચને ચારણથી યેગી થવાતું નથી. કિયારહિતના - છાયુક્ત વર્તનથી કેનું ચારિત્રસીદતું નથી-નાશ પામતું નથી?” વળી ગમે તે આશ્રમમાં રહીને પણ ધર્મભૂષિત પ્રાણુ ધર્મ આચરી શકે છે, કેમકે ધર્મ તે સર્વ પ્રાણુંઓમાં સમાન ભાવ ધરાવે છે; તેમાં લિંગ કંઈ (પ્રબળ ) કારણ નથી.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #199
--------------------------------------------------------------------------
________________ કુબેરનું દષ્ટાંત. આ પ્રમાણે ગુરૂમહારાજે ધર્મનું રહસ્ય કહ્યા પછી પુન: કુબેરે પૂછયું કે:-“હે ભગવન્! દેવ, ગુરૂ અને ધર્મ કોને કહીએ?” એટલે ગુરૂ આ પ્રમાણે કહેવા લાગ્યા કે:-“હે મહાભાગ! સાંભળ: રાગદ્વેષથી વિવર્જિત, મોહ-મહાલને હણનાર, કેવળજ્ઞાન અને કેવળદર્શનયુક્ત, સુરાસુરેદ્રને પૂજ્ય, સદ્દભૂતાર્થના ઉપદેશક, અને સમગ્ર કમેને ક્ષય કરીને પરમપદને પ્રાપ્ત થયેલ એવા વતરાગ જિન–તે દેવ કહેવાય. ગંધ, પુષ્પ અને અક્ષતાદિકથી તે જિનેંદ્રની દ્રવ્યપૂજા કરવી, તેમના બિંબની પૂજા વિગેરેમાં યથાશક્તિ દ્રવ્ય વાપરવું. સર્વજ્ઞની ભાવપૂજા વ્રતના આરાધનરૂપ કહી છે. તે દેશવિરતિ અને સર્વવિરતિ–એમ બે ભેદે છે. તેમાં જીવહિંસા વિગેરેને એક દેશશી નિષેધ–તે દેશવિરતિ અને સર્વથા નિષેધ-તે સર્વવિરતિ. જિનેશ્વર ભગવંતના મતમાં આ પ્રમાણે નવતર કહ્યાં છેજીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા,બંધ અને મોક્ષ. તેમાં કર્મને કર્તા, કર્મફળને ભક્તા, અને ચૈતન્ય લક્ષણ–તે જીવ, - અને તેથી વિપરીત પરિણામી તે અજીવ, સત્કર્મના પુગલ-તે પુણ્ય, અને તેથી વિપરીત–તે પાપ, બંધના હેતુભૂત એવા મન, વચન અને કાયાના વ્યાપારે-તે આશ્રવ અને તેને નિરધ-તે સંવર, તથા જીવને. કર્મની સાથે જે સંબંધ–અને તે બંનેનું ઐક્ય તે બંધ, બદ્ધ કર્મને નાશ-તે નિર્જરા અને દેહાદિકનો આત્યં. તિક વિગતે મેક્ષ. એ નવતપર જે સ્થિર આશયથી શ્રદ્ધા કરે, તેને સમ્યકત્વ અને જ્ઞાનના યોગથી ચારિત્રની ગ્યતા પ્રાપ્ત થાય છે.” સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે –“જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેને સમાગ–તે મોક્ષ-એમ જિનશાસનમાં કહેલ છે. જેમ પંક રહિત તુંબી સ્વયમેવ જળ ઉપર જાય છે, તેમ કર્મરૂપ મળ ક્ષીણ થવાથી જીવ મોક્ષસ્થાને જાય છે. એ પ્રમાણે વીતરાગ દેવ, ત પદેશક ગુરૂ અને દયામૂળ ધર્મની આરાધના કરવી, તેનું ફળ અપુનર્ભવ (મોક્ષ) છે.” P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #200
--------------------------------------------------------------------------
________________ www - 14 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર આ પ્રમાણે તપદેશ સાંભળીને કુબેર પ્રતિબંધ પામે, અને રાજા પણ પ્રતિબંધ પામે. પછી મુનિને નમસ્કાર કરીને તે બંને સ્વસ્થાને ગયા. પછી વાવીર્યરાજાએ પોતાના વજીનાભ કુમારને રાજ્યયોગ્ય જાણું તેને રાજ્ય આપી પોતાની પત્ની તથા કુબેરની સાથે દીક્ષા અંગીકાર કરી. વજીનારાજ ન્યાયથી પૃથ્વીનું પાલન કરવા લાગ્યું. તેની વિજયા નામે રાણીને ચકાયુધ નામને પુત્ર થયો. તે અનુક્રમે પવન પામ્યું, એટલે તેને યુવરાજ પદવી આપવામાં આવી. એકદા રાજા વાતાયન (ગેખ) પર બેસીને શુભ ધ્યાન ધ્યાતાં, જાતિસ્મરણ પામે, એટલે પૂર્વભવે આરાધેલ ચારિત્ર તેને યાદ આવ્યું. પછી તે સ્વબુદ્ધિથી વિચારવા લાગે કે-અહે! ભવસમુદ્રના મે જાઓ કેને ભમાવતા નથી? કેટલાક ઉત્પન્ન થાય છે, કેટલાક વિલય પામે છે, કેટલાક ગાય છે, કેટલાક રૂદન કરે છે, કેટલાક હસે છે અને કેટલાક માથે હાથ દઈ વિલાપ કરે છે. આગ લાગતાં વિશક્ષણ પુરૂષ અલ્પ વજનદાર અને બહુ કિંમતી ચીજ લઈ લે છે; તેમ આ મનુષ્યભવમાં પણ કરવાનું છે. સંસારસમુદ્રના અવગાહનમાં ચારિત્રરૂપ નાવ વિના ભવસાગર શી રીતે કરી શકાય ?" એ પ્રમાણે વૈરાગ્યરંગથી રંગિત થઈ વ્રત લેવાની ઈચ્છાથી રાજાએ મિત્રની જેમ પોતાના પુત્રને બોલાવીને સ્વાભિપ્રાય દર્શાવ્યું. એટલે ચકાયુધ બે કે “હે તાત ! હું તમારા ચરણની સેવા કરવા તત્પર છું. અત્યારે આ પ્રસંગ કે ? પશ્ચિમ અવસ્થામાં વ્રત લેવું ઉચિત છે, અત્યારે તે પ્રજાનું પાલન અને મારું લાલન કરવું એગ્ય છે.” એટલે રાજા બે કે:-“વત્સ ! પશ્ચિમ અને પ્રથમ વય કાળ કયાં જુએ છે ? માટે તું મને ધર્મમાં અંતરાય ન કર. વળી ચર્વિતને વારંવાર ચાવવાથી શું ? તેથી તે પૂર્વક માગત રાજ્યભારને ધારણ કર, કે જેથી હું તારી સહાયતા વડે સ્વાર્થ સાધક થાઉં.” એમ કહી મૈન ધરી રહેલા પુત્રને રાજ્યપર બેસારી રાજાએ ક્ષેમંકર નામના તીર્થકર પાસે દીક્ષા અંગીકાર કરી. તે વનાભમુનિએ બાહ્ય રાજ્યને ત્યાગ કરી ધર્મરૂપ અંતરંગ રાજયને સ્વીકાર કર્યો. તેને વિરતિરૂપ પત્ની, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #201
--------------------------------------------------------------------------
________________ છો ભવ. 185 સંવેગરૂપ પુત્ર, વિવેકરૂપ પ્રધાન, વિનયરૂપ અશ્વ, આર્જવરૂપ પટ્ટહસ્તી, શીલાંગરૂપ રથ, અમદમાદિકરૂપ સેવકે, સમ્યકત્વરૂપ મહેલ, સંતોષરૂપ સિંહાસન, યશરૂપ વિસ્તૃત છત્ર અને ધર્મધ્યાન શુકલધ્યાનરૂપ બે ચામર થયા. આવા પ્રકારનું અંતરંગરાજ્ય પાળતાં ગુરૂની આજ્ઞાથી તે મુનિ એકલવિહારી અને પ્રતિમાધારી થયા. દુસ્તપ તપ તપવા લાગ્યા. તપના પ્રભાવથી તેમને ગગનગામિની લબ્ધિ પ્રાપ્ત થઈ. એકદા વિહારમાં આકાશગમન કરતાં તે સુકચ્છવિજયમાં ગયા. - હવે પેલો સર્પને જીવ નરકમાંથી નીકળીને ભવભ્રમણ કરતાં સુકચ્છવિજયમાં જ્વલનાદ્રિ પર્વત પર કુરંગક નામે ભીલ થયે. પ્રત્યક્ષ પાપના પિંડરૂપ, અગ્નિજવાળા જેવી ચક્ષુવાળે, મણી સમાન શ્યામ શરીરવાળે અને બહુ જીને સંહાર કરનાર તે મહાપાપકાર્યવડે પિતાને નિર્વાહ ચલાવતો હતો. એવામાં એકદા ભવિત વ્યતાના વશથી વજીનાભ મુનીંદ્ર તેજ જવલનાદ્રિપર રાત્રે કાર્યોત્સર્ગે રહ્યા. ત્યાં સર્વત્ર વ્યાપ્ત અંધકારમાં અતિભીષણ ઘૂવડના ધૂત્કારથી, દીપડાઓના કૃત્કારથી, શુગાલના કુત્સિત શબ્દોથી અને ભૂત વ્યંતરના અટ્ટહાસ્યથી ભય ન પામતા અને અંતરમાં અતિશય દીપ્ય. માન ધ્યાનથી પ્રકાશિત થતા એવા તે મુનિ ધર્મજાગરણ કરતા ત્યાં રહ્યા. પ્રભાતે શિકારમાં વ્યગ્ર એવા કુરંગ, ભીલે તે મુનિને જોયા. એટલે પાપરૂપ એવા અને પૂર્વભવના દ્વેષવશથી કપાયમાન થયેલા એવા તે પાપિચ્છે “અહો ! પ્રભાતેજ આ અનિષ્ટ દર્શન થયું ? એમ વિચારી તેમને બાણ મારીને જમીન પર પાડી દીધા. તે વખતે બાણના ગાઢ પ્રહારથી પીડિત થયા છતાં લેશ પણ આર્ત કે વૈદ્રધ્યાનને વશ તે મુનિ ન થયા. તે મનમાં ચિંતવવા લાગ્યા કે હે જીવ! તેંજ કરેલા પૂર્વકર્મનું ફળ સહન કર. કારણકે - " उपेक्ष्य लोष्ठक्षेप्तारं, लोष्ठं दृष्ट्वात्ति मंडलः। सिंहस्तु शरमप्रेक्ष्य, शरक्षेप्तारमीक्षते"॥ 24 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #202
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ઉપદેશમાળામાં પણ એવા જ ભાવાર્થની એક ગાથા છે કે - શ્વાન ઢેફાંના ફેંકનારને ન જોતાં ઢેફને કરડવા જાય છે અને સિંહ બાણને ન જોતાં બાણ મારનારને પકડે છે–તેની તરફ દષ્ટિ ફેકે છે.” પછી પંચ નમસ્કારનું સ્મરણ કરીને અને સમ્યક્ પ્રકારે આલોચના કરીને મુનિએ આ પ્રમાણે અનશન કર્યું -" હું ચાર શરણને અંગીકાર કરું છું. અરિહંતશરણ, સિદ્ધશરણ, સાધુશરણ અને જિનધર્મશરણુએ ચાર શરણ મને પ્રાપ્ત થાઓ. તેમજ અઢાર પા૫સ્થાનના હું પચખાણ કરું છું. તે આ પ્રમાણેઃ-પ્રાણતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, દ્રવ્યમૂછો, કૅધ, માન, માયા, લભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ અરતિ, પરંપરિવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય-એ અઢાર પાપસ્થાનેને હું સિરાવું છું. મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક ગુરૂને નમસ્કાર કરૂં છું.” - એ પ્રમાણે એકાગ્ર મનથી શુભ ધ્યાન કરતાં સમાધિ મરણથી કાળ કરી તે મુનિને જીવ મધ્યમ વેયકમાં આનંદસાગર નામના . વિમાનમાં નિર્મળ આનંદમાં મગ્ન એ લલિતાંગ નામે દેવ થયા. ત્યાં સત્યાવીશ સાગરોપમના આયુષ્યવાળે તે દેવ વિવિધ ભેગસુખ ભેગવવા લાગ્યા. પેલે ભીલ ધનુર્ધરમાં પોતાને ઉત્તમ માનતા કેટલાક કાળ પછી મરણ પામીને તમસ્તમ:પ્રભા નામની સાતમી નરક પૃથ્વીમાં ર૭ સાગરેપમના મધ્ય આઉખે નારકી થયે. ___ गुरुश्रीहेमाविमल-तनुश्रुति विधायकः / पार्श्वनाथो जिनो वः स्ता-मनोवांछितसिद्धये // " इति श्रीतपागच्छनायकश्रीपूज्यश्रीजगच्चंद्रसरिपट्टपरंपरालंकारश्रीपूज्यहेमविमलमुरिसंतानीयश्रीहेमसोमसुरिविजयराज्ये पंडितउदयवीरगणिविरचिते श्रीपार्श्वनाथगद्यबंधलघुचरित्रे ugaHકમવાનો નામ તથા : . पावनापा P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #203
--------------------------------------------------------------------------
________________ 187 આ ભવ. चतुर्थ सर्ग. શ્રી સંઘના નાયક તથા શ્રી સંઘને હર્ષ ઉત્પન્ન કરનાર એવા શ્રી પાર્શ્વનાથ દેવને પ્રણામ કરીને સુધને અર્થે શ્રી પાર્ધચરિત્રને સુગમ એવો ચતુર્થ સર્ગ કહું છું. ' ' આ જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં દેવપુર સમાન સુરપુર નામે નગર છે. તે બાર એજન લાંબું અને નવ જન વિસ્તૃત છે. તે નગરમાં પાપસંહારમાં નિર્દય, સ્વજીવિતમાં દાક્ષિણ્ય રહિત, યશમાં લુબ્ધ અને દોષથી ભીરૂ એવા સજજન પુરૂ વસે છે. તે નગરમાં ઉજવળ યશથી પૂર્ણ ચંદ્રની જેમ દિશાઓના મુખને ઉજ્વળ કરનાર, અકલંક, દઢ, શુદ્ધ, ગુણના પરિવારે યુકત, ભુવનત્રયમાં રહેલા સર્વ રાજાઓમાં મુગટ સમાન, પવનને વૃક્ષોની જેમ ચાતુર્ય, ઔદાર્ય, ગાંભીર્ય, અને ધૈર્ય પ્રમુખ શુભ ગુણોને આશ્રયરૂપ વજબાહ નામે રાજા રાજય કરતો હતે. તે રાજાને રૂપ, લાવણ્ય, માધુર્ય, ચારૂ ચાતુર્ય, લજજા અને વિનયાદિ ગુણોથી વિભૂષિત એવી નામથી અને રૂપથી સુદર્શન ( રમ્ય દર્શન–દેખાવવાળી) નામે પટરાણી હતી. અન્ય પ્રેમરસથી સંલગ્ન એવા તે દંપતી પં. દ્રિય સંબંધી સુખગ ભોગવતા હતા. - વજાનાભને જીવ મધ્ય રૈવેયકથી આવી સુદર્શનાની કુક્ષિરૂપ છીપમાં ખેતીની જેમ અવતર્યો, એટલે શય્યાસ્થિત રાણીએ મધ્યરાત્રે ચક્રવતીના જન્મને સુચવનારા ચૅદ મહાસ્વને જોયાં. પ્રભાતે સ્વપ્નવિચારને જાણનારા એવા સ્વપ્નપાઠકએ સ્વપ્નને વિચાર કરીને કહ્યું કે:-“હે નરેંદ્ર ! તમારે પુત્ર છ ખંડને અધિપતિ ચક્રવતી થશે. તે સાંભળીને હર્ષિત થયેલી રાણું આ નંદમાં કાળ વ્યતીત કરવા લાગી. ગર્ભસ્થિતિ પૂર્ણ થતાં : પૂર્વ દિશા જેમ દિવાકરને જન્મ આપે તેમ રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. એટલે રાજાએ મોટા મહોત્સવપૂર્વક જન્મત્સવ કરીને સુવર્ણબાહુ એવું તેનું નામ રાખ્યું. એક ઉત્સગથી બીજા ઉ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #204
--------------------------------------------------------------------------
________________ 188 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. સંગમાં ધારણ કરતા બધા રાજાઓ તેને રમાડવા લાગ્યા. સર્વ સલ્લ. ક્ષણ તથા સર્વ ગુણવાળો એ તે બાળક દ્વિતીયાના સુધાકરની જેમ વૃદ્ધિ પામવા લાગે. સમુદ્ર સમાન એવા તે બાળકમાં નદીઓની જેમ અનેક કળાઓએ પ્રવેશ કર્યો. અનુક્રમે તે બાલ્યવય ઓળંગીને યુવતિજનના મનને નિબિડ પ્રેમવનરૂપ એવા વૈવનને પામે. સૂર્યની જેમ તે સર્વદા ઉોતવાનું છે. એટલે સંસારથી વિરકત થયેલા વજનાભ રાજાએ રાજ્યભારને માટે સમર્થ એવા તે પુત્રને રાજ્યભાર સેંપીને દીક્ષા અંગીકાર કરી, અને નિરતિચાર રમ્ય ચારિત્ર પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મેક્ષે ગયા. હવે વિશાળ વક્ષસ્થળવાળો, વૃષભ જેવા કંધવાળ,શાલ જે દઢ, મહા ભુજાવાળ, સ્વકર્તવ્યમાં સમર્થ એવા તેના દેહમાં જાણે ક્ષાત્રધર્મ આશ્રિત થયે હેય તે, જલજંતુઓ અને રત્નથી સમુદ્રની જેમ ભીમ અને કાંત (રમ્ય) એવા રાજગુણોથી આશ્રિતોને અવૃષ્ય અને અભિગમ્ય એ સુવર્ણબાહરાજા પિતાનું રાજ્ય પાળવા લાગ્યું. તેના રાજ્ય પાળવાના સમયમાં સાત ઇતિઓ કદાપિ પ્રગટ ન થઈ–તે આ પ્રમાણે:- “અતિદરનાાષ્ટિપw: રામા શુar. વ વવ 2, શૈતા ડ્રેતાઃ કૃતા”. “અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, મૂષક, તીડ, અને શુકની ઉત્પત્તિ, સ્વચક અને પરચકનો ભય-એ સાત ઇતિ કહેવાય છે. એ સાત ઈતિઓ ઉત્પન્ન ન થવાથી આનંદી થઈને લેકે વર્તતા હતા. - એકદા વસંતઋતુ આવવાથી અનેક વૃક્ષે પદ્ધવિત અને પુષ્પિત થયા. જેમાં એલાયચી, લવંગ, કપૂર અને સોપારીના સંખ્યાબંધ વૃક્ષે પદ્ઘવિત થયા. કદલી, લવલી, દ્રાક્ષ, નાગરવેલ, પ્રિયંગુ અને વાસંતી વિગેરે લતાએ પોતાના ચંચળ અગ્ર પદ્વવથી જાણે નૃત્ય કરતી હોય એવી ભાસવા લાગી. માલતી, યુથિકા, મલ્લી, કેતકી, મા. ધવી, અને ચંપકલતા વિગેરે લતાઓ પ્રકાશિત પુષ્પના મિષથી જાણે હસતી હોય એવી જણાવા લાગી. વસંત સમય અત્યંત રમણીય ભા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #205
--------------------------------------------------------------------------
________________ 189 - આઠમે ભવ. સવા લાગ્યો. તે વખતે આરામિક વનપાલકે રાજસભામાં આવીને કહ્યું કે હે પ્રભે! વનમાં વસંતઋતુ વિલાસ કરી રહી છે, માટે જોવા પધારે. તે સાંભળી તેને પારિતોષિક આપીને વસંતવિલાસને માટે રાજા વનમાં ગયો. ત્યાં કદાપિ કદલીગૃહની અંદર માધવીમડપમાં જઈને કીડા કરતે, અને કઈ વાર અશ્વક્રીડા, કેઈવાર હસ્તી- - વિલાસ, કઈ વાર જળક્રીડા, કેઈ વાર ચેરાશી આસનથી રતિવિલાસ, કઈ વાર મહૂકીડા, કેઈવાર પાટ કીડા, કેઈ વાર હાસ્યકીડા, કેઈ વાર નાટયકીડા, કેઈ વાર ગીત શ્રવણાદિ કીડા-ઇત્યાદિ વિવિધ પ્રકારે તે વસંતકીડા કરવા લાગ્યા. - એકદા તે વનમાં અકીડા કરતું હતું, એવામાં જંગમ રજતગિરિ (વૈતાઢ્ય પર્વત) સમાન વેત અને ગરવ કરતો એ ચાર દાંતવાળો એક હાથી રાજાના જોવામાં આવ્યું, એટલે રાજા તેને પકડવા તેની પાછળ દોડ્યો. જેમ જેમ હાથી આગળ જતે ગયે તેમ તેમ રાજા પણ તેની પાછળ ચાલતે ગયે. હાથી નજીક આવતાં રાજા કુદકા મારીને તે હાથી ઉપર ચડી બેઠે, એટલે તે રા. જાને લઈને હાથી આકાશમાં ઉડ્યો, અને વૈતાઢય પર્વત પર જઈ એક નગરની પાસેના ઉપવનમાં રાજાને ઉતારી મૂકીને તે નગરમાં ચાલ્યો ગયે. ત્યાં જઈને ઉત્તરશ્રેણિના સ્વામી એવા મણિર્ડ રાજાને તેણે વધામણું આપી કે-“હે સ્વામિન ! સુવર્ણબાહુ રાજાને અહીં લાવીને વનમાં મૂક્યા છે, બીજું હું કાંઈ જાણતા નથી. એટલે તેને પારિતોષિક આપીને રાજા વિમાનમાં બેસી ત્યાં આવ્યું, અને સુવર્ણબાહુને નમસ્કાર કરીને બે કે-“હે પ્રભે ! પુરમાં ૫ધારે.” સુવર્ણબાહ રાજા બહુમાનપૂર્વક નગરમાં ગયો. નગરમાં ગયા પછી વિદ્યાધરપતિએ તેને કહ્યું કે મારે પદ્માવતી નામે પુત્રી છે, તેને એક હજાર સહીયરો છે, તેમણે પરસ્પર વિચાર કર્યો કે - આપણે વિગ ન થાય માટે આપણે સર્વેએ એક પતિને વર.” તે હકીકત જાણીને મેં નૈમિત્તિકને પૂછ્યું કે –“એમને પતિ કોણ થશે ?" એટલે તે જ્ઞાની નૈમિત્તિક બેલ્યો કે:-“હે રાજન ! સુર P.P. Ac sunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #206
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. - ર અતિ ગજેરા પુર નામના નગરમાં રહેલા છ ખંડન અધિપતિ સુવર્ણબાહુ નામન ચકવતી એમને પતિ થશે.” એમ સાંભળીને ગજરૂપે તમારૂં હરણ કરાવી હું તમને અહીં લાવ્યો છું, માટે તમે તેનું પાણિગ્રહણ કરે.” પછી સુવર્ણ બાહુએ તેમનું પાણિગ્રહણ કર્યું. ત્યાં બીજા વિદ્યાધરેએ પણ તેને પોતાની પુત્રીઓ પરણાવી, તથા દક્ષિણશ્રેણિના સ્વામી રનર્ડ વિદ્યાધર રાજાએ પણ પોતાની પુત્રી પરણાવી, અને ત્યાંના બીજા વિદ્યાધરોએ પણ પોતાની ઘણી કન્યાઓ આપી. ત્યાં સુવર્ણબાહ એકંદર પાંચ હજાર કન્યાઓ પર. કહ્યું છે કે -- "गुणैः स्थानच्युतस्यापि, जायते महिमा महान् / અઘિ અછું તો તુવું, શનૈઃ શિર ધાતે છે” સ્થાનભ્રષ્ટ થયા છતાં પણ ગુણોને લીધે વસ્તુને મહિમા કાયમ જ રહે છે, કારણ કે વૃક્ષપરથી ભ્રષ્ટ થયા છતાં પણ પુષ્પને લેક શિરપર ધારણ કરે છે.” પછી સૈભાગ્ય, ભાગ્ય અને ભેગની ભૂમિરૂપ સુવર્ણબાહુ રાજા પદ્માવતી વિગેરે સમસ્ત પત્નીઓ સહિત બહુ વિદ્યાધરોના પરિ વારથી પરિવૃત્ત થઈ પોતાના નગરમાં આવ્યું. વિધિપૂર્વક પૃથ્વીનું પાલન કરતાં તે નરેંદ્રને અનુક્રમે ચૅદ મહારને પ્રાપ્ત થયા તે આ પ્રમાણે:-ચક્ર, ચ, છત્ર, દંડ, ખડ્ઝ, કાકિણીરત્ન, મણિ, ગજ, અશ્વ, ગ્રહપતિ, સેનાપતિ, પુરોહિત, વાઈકી અને સ્ત્રી.” આ રને ઉત્પન્ન થતાં રાજાએ મહા ઉત્સાહપૂર્વક તેને અઠ્ઠાઇમહત્સવ કર્યો, એટલે તે રાજા ચક્રવતી કહેવાવા લાગ્યા. એકદા આયુધશાળામાંથી ચક્રરત્ન પૂર્વ દિશા તરફ ચાલ્યું, એટલે ચક્રવત્તી સૈન્ય સહિત તેની પાછળ દિગ્વિજય કરવા નીકળે. અનુક્રમે આગળ જતાં સમુદ્ર કિનારે માગધ તીર્થ આગળ આવી અષ્ટમ તપ કરી માગધતીર્થેશ્વર તરફ તેણે બાણ છોડયું. સભામાં બેઠેલા માગધેશ્વરે પોતાની સમક્ષ પડેલા બાણને જોઈને અરે ! કયા બિચારાપર આજે યમને કેપ થયો છે કે જેણે મારી ઉપર બાણ મૂક્યું ?" એમ બોલતાં રોષપૂર્વક તે બાણ તેણે ગ્રહણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #207
--------------------------------------------------------------------------
________________ આઠમે ભવ. 191 કર્યું, પરંતુ તેની ઉપર ચક્રવત્તીનું નામ વાંચતાં તે શાંત થઈ ગયે. પછી હાથમાં નજરાણું લઈ ચકવતી પાસે આવી નમસ્કાર કરીને તે બોલ્યા કે –“હું આપનો સેવક છું.” એટલે ચકીએ સત્કારપૂર્વક તેને વિસર્જન કરી પારણું કરીને અઠ્ઠામહોત્સવ કર્યો. આ ચકવતીને વિધિજ છે. એ પ્રમાણે સર્વત્ર અષ્ઠમ તપ કરી બાણ છોડીને અધિષ્ઠાયિક દેવને તેણે વશ કર્યો. દક્ષિણ દિશામાં વરદામ અને પશ્ચિમમાં પ્રભાસતીર્થના દેવને વશ કર્યો, આગળ ચાલતાં સિંધુ નદીની અધિષ્ઠાયિકા દેવીને વશ કરી. પછી વૈતાઢ્ય પર્વત આગળ આવીને ત્યાં સૈન્યને સ્થાપન કર્યું, અને સેનાપતિને મોકલીને સિંધુને અપર (પશ્ચિમ) ખંડ સ્વાધીન કર્યો. પછી તમિસાગુફાના અધિપતિ અને વૈતાઢ્ય પર્વત પર રહેલા કૃતમાલ પક્ષને જીતીને દંડરનથી સેનાની પાસે તેનું દ્વાર ઉઘડાવ્યું. પછી પોતે ગોજારૂઢ થઈ બંને બાજુની ભીંતપર કાકિણીરત્નથી મંડલાવલી આળેખતાં ગુફામાં પ્રવેશ કર્યો. તે ઉતને અનુસરીને સૈન્ય પણ પાછળ ચાલ્યું. આગળ નિગ્નગા અને ઉગ્નિગા નામની બે નદીઓને સુખે સુખે ઓળંગી પચાસ એજન પ્રમાણે તે ગુફાનું ઉલ્લંઘન કરી બીજીબાજુનું દ્વાર ઉઘાડીને ચકી બહાર નીકળ્યા. ત્યાં આપાત જાતિના મ્લેચ્છ રાજાઓને જીતીને તેણે ત્રણ ખંડ સાધ્યા. પછી ક્ષુદ્રહિમવંતકુમાર દેવને વશ કરી, કાષભકૂટપર કાકિણીરત્નથી પોતાનું નામ લખી, ખંડપ્રપાત નામની ગુફા ઉઘડાવી. અને વૈતાઢ્યપર જઈને દક્ષિણ અને ઉત્તર એવી બંને શ્રેણિના તમામ વિદ્યાધરને જીતી ગંગાને પૂર્વખંડ સેનાપતિ પાસે સધાવ્યું. ગંગાદેવીને વશ કરી એટલે ત્યાં નવ'નિધાન ઉત્પન્ન થયાં. એ પ્રમાણે છ ખંડ પૃથ્વીમંડળને સ્વાધીન કરી સુવર્ણ બાહ ચક્રવત્તી પાછા પોતાના નગરમાં આવ્યા. એટલે રાજાઓ અને દેવતાઓએ મળી મુદિત થઈને અત્યંત મહત્સવપૂર્વક તીર્થજળના અભિષેકથી બારવર્ષ પર્યત તેને મહા રાજ્યાભિષેક કર્યો. બત્રીશ હજાર રાજાઓ તેના સેવક થયા, ચેસઠ હજાર રાણીઓ થઈ, ચેરા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #208
--------------------------------------------------------------------------
________________ ૧૯ર શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર શી લાખ હાથી, રાશી લાખ અવે, છનુ કરેડ ગામ-એ પ્રમાણે સમસ્ત ચક્રવર્તીની વિભૂતિથી વિજ્યવંત એવા સુવર્ણ બાહચકીએ. ચિરકાળ વિજ્યાવનિનું પાલન કર્યું. તેમ કરતાં તેને ઘણુ લક્ષપૂર્વ વ્યતીત થઈ ગયા. એકદા પિતાના ભાગ્યની જેમ ઉત્તુંગ પ્રાસાદપર બેઠેલા તેણે આકાશમાં દેને જોયા. અને તેમના મુખથી જગન્નાથ તીર્થકરનું આગમન સાંભળ્યું, એટલે વેતપક્ષ (શુક્લપક્ષ) ના સમુદ્રની જેમ રાજા પરમ ઉલાસ પામ્યો. તેણે વિચાર કર્યો કે –“અહે ! તેજ દેશ અને તેજ નગર ધન્ય છે કે જ્યાં ભગવંતનું આગમન થાય છે. વળી તેજ દિવસ સારા લક્ષણવાળે અને ધન્ય છે કે જે દિવસે પ્રભુના દર્શન અને વંદન થાય છે. એ પ્રમાણે ભાવના ભાવતા ચકી જિનેંદ્રને વંદન કરવા ગયા. ત્યાં ઉપાહૂ (મેજડી), ખગ્ન, મુગટ, છત્ર, અને ચામર–એ પાંચ રાજચિન્હને દૂર મૂકી તેણે જિનેશ્વરને વંદન કર્યું. પછી યથાસ્થાને બેસીને જિનવદનરૂપ મેઘથી પ્રગટ થયેલ દેશનારૂપ જળનું તે આ પ્રમાણે પાન કરવા લાગે - “સમ્યકત્વ, સામાયિક, સંતોષ, સંયમ અને સઝાયએ પાંચ સકાર જેને હોય, તેને અલ્પ સંસાર સમજવો. તેમાં પ્રથમ - નિરતિચાર સમ્યકત્વ પાળવાનું છે, અને મિથ્યાત્વનો સર્વ પ્રકારે ત્યાગ કરવાનો છે. તે મિથ્યાત્વ લૈકિક અને લોકેત્તર–એમ બે પ્રકારે છે. તે બંનેના પણ બે બે પ્રકાર છે–દેવસંબંધી અને ગુરૂસંબંધી. તે આ પ્રમાણે - 1 હરિ, હર, બ્રહ્માદિકનાં ભવનમાં ગમન અને તેમને પ્રણામ કે પૂજાદિ કરવા. 2 કાર્યના આરંભમાં કે હાટમાં પ્રવેશ કરતી વખતે લાભને માટે ગણપતિ વિગેરેનું નામ લેવું. 3 ચંદ્ર અને રેહિ ના ગીતગાન કરવાં. 4 વિવાહમાં ગણપતિની સ્થાપના કરવી. 5 પુત્રજન્માદિમાં છઠ્ઠીના દિવસે ષષ્ઠીદેવતાનું પૂજન વિગેરે કરવું. 6 વિવાહમાં માતૃકાઓની સ્થાપના કરવી. 7 ચંડિકા વિગેરેની માનતા કરવી. 8 તુલા (તે તલા માતાદિ) રાશિગ્રહોનું પૂજન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tru
Page #209
--------------------------------------------------------------------------
________________ મિથ્યાત્વના પ્રકાર. કરવું. 9 ચંદ્ર સૂર્યના ગ્રહણમાં અને વ્યતીપાતાદિકમાં વિશેષથી સ્નાન, દાન અને પૂજન કરવું, 10 પિતૃઓને પિંડ આપ, 11 રેવંતપથ દેવનું પૂજન, 12 ક્ષેત્રમાં કૃષિના સમારંભમાં હળદેવતારૂપ સીતાનું અર્ચન, 13 પુત્રાદિના જન્મમાં માતાઓને શરાવ વિગેરેનું અર્પણ, 14 સોનેરી, રૂપેરી અને રંગિત વસ્ત્ર પહેરવાને દિવસે સેનિણિ, રૂપિણિ, રંગિણિ–દેવતાવિશેષને નિમિત્તે વિશેષ પૂજન કરવું અને લ્હાણ વિગેરે આપવું, 15 મૃતકના અર્થે જલાંજલિ, તલ, દર્ભ અને જળઘટ વિગેરે આપવા, 16 નદી અને તીર્થાદિમાં મૃતકને દાહ દે, 17 મૃતકના અર્થે શંડવિવાહ કરે, 18 ધર્મના અર્થે પૂર્વ પત્નીની (શક્ય પગલું) અને પૂર્વજ પિતૃઓની મૂતિ કરાવવી, 19 ભૂતોને શરાવનું દાન આપવું, 20 બાર દિવસે, મહિને, છ મહિને યા વરસે શ્રાદ્ધ કરવું, 21 પ્રપાનું દાન (પરબ મંડાવવી), રર કુમારિકાને ભોજન અને વસ્ત્રદાન, 23 ધર્માથે પારકી કન્યાનું પાણિગ્રહણ કરાવવું, 24 નાનાવિધ યજ્ઞ કરાવવા, 25 લૌકિક તીર્થ યાત્રા કરવાની માનતા કરવી અને ત્યાં મસ્તક મુંડન કરાવવું, મુછ ઉતરાવવી યા છાપ દેવરાવવી, 26 તે નિમિત્તે ભેજન વિગેરે આપવું, 27 ધર્માથે કુવા વિગેરે ખણાવવા, 28 ક્ષેત્રાદિમાં ગેચરદાન કરવું, ર૯ પિતૃઓના નિમિત્તે હંતકારદાન, 30 કાક, અને માર વિગેરેને પિંડિકા-દાન, 31 પીંપલ, નિંબ, વટ, આમ્ર વિગેરે વૃક્ષેને રોપવા તથા પાણું દેવું, 32 આંકેલા શંડનું પૂજનાદિ, 33 ગોપુચ્છની પૂજા વિગેરે, 34 શીકાલે ધર્મના નિમિત્ત અગ્નિ પ્રવાલન, 35 ઉંબર, આમલી, નીંબૂલ્હાદિનું પૂજન, 36 રાધા અને કૃષ્ણાદિના રૂપ કરનારા નટનાં નાટક જેવાં, 37 સૂર્ય–સંક્રાંતિ દિવસે વિશેષ સ્નાન, પૂજા અને દાનાદિ, 38 રવિવાર, સોમવાર વિગેરે દિવસોમાં એક વાર ભોજન, 39 ઉત્તરાયણને દિવસે વિશેષ સ્નાનાદિ, 40 શનિવારે પૂજાથે વિશેષથી તલ, તેલનું દાન તથા સ્નાનાદિ કરવા, 41 કાર્તિક મહિને સ્નાન 25 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #210
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. vvvvvvvvvvvvvv vvv કરવું, 42 માઘ માસે સ્નાન, ધૃત, કંબલાદિનું દાન, 43 ચૈત્ર મહિને ધર્માથે સાંવત્સરિક દાન અને નવરાત્ર કરણ, જ આજ. પડવાના દિવસે હિંસાદિ, ૪પ ભ્રાતૃદ્વિતીયા (ભાઈ બીજ) કરવી, 46 શુક્લ દ્વિતીયાના દિવસે ચંદ્રપ્રત્યે દશિકાદાન, 47 માઘની શુકલ તૃતીયાના દિવસે ગૌરીની ભક્તિ, 48 અક્ષય તૃતીયાને દિને અકર્તન લ્હાણું આપવા, 49 ભાદરવે કૃષ્ણ કાજલ તૃતીયા અને શુકલ હરિતાલિકાને દિવસે કજલી દેવતાનું પૂજન વિગેરે, 50 આ મહિને શુકલ ગેમય તૃતીયા, 51 માગશર અને માઘમાસના કૃષ્ણપક્ષની ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રોદયે જમવું, પર શ્રાવણની શુક્લ નાગપંચમીએ નાગપૂજનાદિ, 53 પંચમી વિગેરે તિથિઓમાં દહીં ન લેવવું, અને કર્તાનાદિ ન કરવું, 54 માઘની શુક્લષષ્ટીએ સૂર્યરથની યાત્રા, 55 શ્રાવણે શુકલ ચંદનષષ્ઠી (ઝુલણા છઠ), 56 ભાદર શુક્લસૂર્યષષ્ઠી, પ૭ શ્રાવણની શુકલ સપ્તમીએ શીતળામાં શીતળ (વાસી)જનાદિ, 58 બુધવાર અને અષ્ટમીએ માત્ર ગેમ (ઘઉં). ના અન્નનું ભેજન, 59 શ્રાવણની કૃષ્ણ ગોકુળ અષ્ટમીએ ઉત્સવાદિ, 60 દુર્વાષ્ટમીએ જળમાં વિરૂઢ (પલાળેલાં ને ઉગેલાં) આદનાદિ ખાવાં, 61 આસે અને ચૈત્રના શુકલપક્ષમાં નવરાત્ર કરવા અને નાગપૂજા ઉપવાસાદિ કરવા, 62 ચૈત્ર અને આસો મહિનાની શુકલ અષ્ટમીએ અને મહાનવમીએ નેત્રદેવતાની વિશેષ પૂજા કરવી, 63 નકુળ નવમી કરવી, 64 ભાદરે શુક્લ અવિધવા દશમીએ જાગરણાદિ, 65 વિજયાદશ મીએ શમીપૂજન પ્રદક્ષિણાદિ, દ૬ વિષ્ણુના શયન દિવસે (અશાહ શુદિ 11) અને ઉઠતી વખતે (કાર્તિક શુદિ 11 શે), ફાગણની શુકલ આમલકી અગ્યારશે વા પાંડની જેઠ સુદ એકાદશીએ અથવા બધા મહિનાની તે તિથિએ ( અગ્યારશે ) ઉપવાસાદિ કરવા, 67 સંતાનાદિ નિમિત્તે ભાદરવાની કૃણ વત્સદ્વાદશી તથા શુક્લ દ્ધવદ્વાદશી કરવી, 68 જેઠની ત્રયોદશીએ જ્યેષ્ઠિનીને (જેઠાણુને) સકુળ નું દાન, 69 ધનત્રવેદશીએ ધનસ્નાનાદિ, 70 શિવરાત્રે ઉપવાસ અને જાગરણાદિ, 71 નવરાત્રે યાત્રાદિ, 72 અનંત ચતુર્દશીએ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #211
--------------------------------------------------------------------------
________________ મિથ્યાત્વના પ્રકાર. 195 નંત દોરાનું બાંધવું વિગેરે, 73 અમાવાસ્યાએ જમાઈ અને ભગિનીપુત્રને જન, 74 સોમવારની અમાવાસ્યાઓ અને નવોદક અમાવાસ્યાએ નદી, તળાવ વિગેરેમાં વિશેષ સ્નાનાદિ, 75 દીવાળીની અમાવાસ્યાએ પિતૃનિમિત્તે પ્રદીપપ્રદાન, 76 કાર્તિક અને વૈશાખની - પૂર્ણિમાએ સ્નાન, 77 હેળીને પ્રદક્ષિણા, નમસ્કાર અને ભેજનાદિ, ૭૮શ્રાવણ-પૂર્ણિમાએ બળિપર્વ (બળવ) કરવું, 79 દીવાસાદિ કરવા ' , અને 80 ઉત્તરાયણની રચના કરવી. - એ પ્રમાણે દેશપ્રસિદ્ધ લેકિક દેવગત (પર્વગત)મિથ્યાત્વ અનેકવિધ છે. અને લૌકિક ગુરૂ, બ્રાહ્મણ, તાપસ,ગી વિગેરેને નમસ્કાર કરો, તાપસ પાસે જઈને " શિવાય’ એમ બોલવું, મૂળ અ*લેષાદિ નક્ષત્રમાં બાળક જન્મે ત્યારે વિક્ત ક્રિયા કરવી, વિપ્રાદિકની કથા સાંભળવી, તેમને ગાય, તલ, તેલ વિગેરેનું ભેજન આપવું, તેમના બહુમાનને અર્થે તેમને ઘરે જવું–એ વિગેરે લૈકિક ગુરૂગત મિથ્યાત્વ છે. લકત્તર દેવગત મિથ્યાત્વ–તે પરતીથિકેએ સંગ્રહિત જિનબિંબની અર્ચા કરવી, પરચાવાળા એવા શ્રી શાંતિનાથ, પાર્શ્વનાથાદિની પ્રતિમાઓની આ લેકનિમિત્તે યાત્રા અને માનતા વિગેરે કરવી. અને લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ-તે લોકોત્તરલિંગી એવા પાસસ્થાદિકને ગુરૂબુદ્ધિથી વંદનાદિ કરવું અને ગુરૂસ્થાનાદિની ઐહિક ફળનિમિતે યાત્રા તથા માનતા વિગેરે કરવી તે. ટુંકામાં સમ્યકત્વ અને મિથ્યાત્વનું સ્વરૂપ નીચેના બે લોકપરથી બરાબર સમજી શકાય તેમ છે - " या देवे देवताबुद्धि-गुरौ च गुरुतामतिः / धर्मे च धर्मधीः शुद्धा, सम्यक्त्वमुपलभ्यते // अदेवे देवताबुद्धि-गुरुधीरगुरौ च या। अधर्मे धर्मबुद्धिश्च, मिथ्यात्वमेतदेव हि" | “સુદેવમાં દેવબુદ્ધિ, સુગુરૂમાં ગુરૂબુદ્ધિ અને સુધર્મમાં શુદ્ધ ધર્મબુદ્ધિ રાખવી–તે સમ્યકત્વ અને કુદેવમાં દેવબુદ્ધિ, કુગુરૂમાં ગુરૂબુદ્ધિ અને કુધર્મમાં ધર્મબુદ્ધિ-તે મિથ્યાત્વ કહેવાય છે.” માટે મિથ્યાત્વનો ત્યાગ કરવો, મિથ્યાત્વથી જીવ અનંતકાળ સંસા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #212
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ૨માં ભમે છે. માટે કેવળ સમ્યકૃત્વને જ અંગીકાર કરવું. કારણ કે - જેમણે માત્ર અંતર્મુહૂર્ત સમ્યકત્વની સ્પર્શના કરી હોય છે તેને મને અર્ધ પુદ્ગલપરાવર્તે માત્ર સંસાર રહે છે. વળી કોડ ભવમાં દુપ્રાપ્ય એવી નૃભવાદિ સમસ્ત સામગ્રી મેળવીને સંસારસાગરમાં નાવ સમાન એવા ધર્મના આરાધનામાં સદા યત્ન કરે.” તેમજ “ધર્મને અવસર પામીને વધારે વિસ્તારથી તે કરવાને માટે પણ વિવેકી પુરૂષે વિલંબ ન કરે, કારણ કે વિલંબ કરવાથી રાત્રિ વ્યતીત થયા પછી બાહુબલિ ભગવંતના દર્શન પામી શક્યા નહીં.” હે મહાનુભાવો ! આ અસાર સંસારમાં એક ધર્મજ સાર છે, માટે ધર્મની જ આરાધના કરવી.” આ પ્રમાણે એકાગ્ર મનથી જિનેશ્વરના વચનામૃતનું પાન કરતાં અને શુભ અવ્યવસાયથી ઈહાપોહ કરતાં ચકવર્તિને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે પૂર્વે આરાધેલ ચારિત્રનું સ્મરણ થયું અને વૈરાગ્ય ઉત્પન્ન થયે; એટલે હવે રાજ્યથી મારે સર્યું, હવે તો મોક્ષને માટે જ હું યત્ન કરીશ.” એમ નિશ્ચય કરીને તેણે પંચ મુષ્ટિ લોન્ચ કર્યો અને જગન્નાથ પાસે દીક્ષા અંગીકાર કરી. પછી નિરતિચાર ચારિત્ર પાળતાં તપ તપતાં અને અગ્યાર અંગ ભણતાં તે અનુક્રમે ગીતાર્થ થયા. તે બાવીશ પરીષહ સહન કરવા લાગ્યા, અને શ્રી જિનેશ્વરની અનુજ્ઞા લઈને અનુક્રમે એકાકી વિહાર કરવા લાગ્યા. તેમજ ધર્મધ્યાનમાં લીન થઈને કર્મને ક્ષય કરવા લાગ્યા. પછી કેટલાક દિવસે જતાં તેમણે આ પ્રમાણે વિશસ્થાનકની આ રાધના શરૂ કરી: 'અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરૂ, સ્થવિર, બહુશ્રુત, તપસ્વી, એ સાતની ભક્તિ કરવી, “વારંવાર જ્ઞાનને અભ્યાસ કરે, દર્શન, ૧°વિનય, આવશ્યક,બ્રા, ક્રિયા,"લવતપ, પાન, દયાવચ્ચ, સમાધિ, “અપૂર્વજ્ઞાન-ગ્રહણ સૂત્રભ-. ક્તિ અને પ્રવચનની પ્રભાવના–એ વીશ સ્થાનના આરાધનથી જીવ તીર્થકરપણાને પામે છે. એ વિશે સ્થાન તેમણે આરાધ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradeak Trust
Page #213
--------------------------------------------------------------------------
________________ આઠમો નવમો ભવ. 197 એકદા સુવર્ણબાહુ મુનીશ્વર વિહાર કરતા ક્ષીરગિરિ પાસે એક મહા અટવીમાં પ્રતિમાને રહ્યા. હવે કમઠને જીવ કુરંગક ભિલ્લુ નરકમાંથી નીકળીને તેજ પર્વતપર સિંહ થયે. તે સિંહ અટવીમાં ભમતાં ત્યાં આવ્યું. એવામાં યમના જેવા ભયંકર એવા તેણે દૂરથી તે મહર્ષિને જોયા. એટલે પૂર્વના વૈરને લીધે પૃથ્વી પર પુચ્છને પછાડતો તે સિંહ મુખ પ્રસારીને દ. તે વખતે તેણે કરેલા બૂત્કારના પ્રતિશબ્દથી પર્વત ગાજી ઉઠશે. પછી રિદ્રધ્યાની એવા મૃગેન્દ્ર શુકલધ્યાનસ્થ તે મહામુનીશ્વરને ચપેટે માર્યો, એટલે મુનીશ્વરે વિશેષ શુક્લધ્યાનને વધારતાં, તેને અપ્રતિમ અતિથિ ગણતાં, રાગ દ્વેષથી રહિત થઈ સમ્યફ આલોચના કરી, સર્વ પ્રાણુઓને ખમાવી, ઈક્ષુરસની જેવા શ્રેષ્ઠ ધર્મરસને ગ્રહણ કરી, કૂર્ચક (કૂચાની જેમ આ અસાર દેહનો ત્યાગ કર્યો, અને સિંહથી વિદીર્ણ થતાં મરણ પામીને દશમાં પ્રાણુત નામના દેવલોકમાં મહાપ્રભ નામના વિમાનમાં વીશ સાગરોપમના આયુષ્યથી સર્વોત્તમ દેવ થયા. ત્યાં અધિક અધિક સુખ ભેગવવા લાગ્યા. પાપીષ્ઠ સિંહ મરણ પામીને ચોથી પંકપ્રભા નરક પ્રવીમાં નારકી થયે. ત્યાં તીવ્ર વેદના સહન કરવા લાગ્યા. કારણ કે –“નરકમાં દશ પ્રકારની તે ક્ષેત્ર વેદના હોય છે. શીત, ઉષ્ણ, ક્ષુધા, પિપાસા, કંડુ, ભય, શેક, પરવશતા, જ્વર અને વ્યાધિ.” ત્યાંથી નીકળીને વિવિધ તિર્યંચ યોનિમાં ભમતાં સર્વત્ર અતિ દુઃશ્રવ એવું તે દુ:ખ પામ્યો. “ૌમાતૂરા, સધાય पार्श्वनाथो जिनो जीया-द् भव्यानां भवतारकः"॥ ॥इति श्रीतपागच्छे श्रीजगच्चंद्रसूरिपट्टपरंपरालंकार श्रीहेमविमलमूरि- संतानीयगच्छाधिराजश्रीपूज्यश्रीहेमसोमसूरिविजयराज्ये पूज्याराध्यपंडितश्रीसंघवीरगणिशिष्य पंडित उदयवीरगणिविरचिते श्रीपार्श्वनाथगद्यबंधे लघुचरित्रे अष्टम नवम भववर्णनो नाम चतुर्थः सर्गः॥ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #214
--------------------------------------------------------------------------
________________ 198 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર पंचम सर्ग. ચિદાનંદરૂપ, સદા પ્રમોદદાયક અને દેવાધિદેવ એવા શ્રી પાર્શ્વનાથને નમસ્કાર કરીને સંત જનને સંમત એવો પંચમ સર્ગ હું ગઘબંધ રચું છું. પેલો સિંહને જીવ નરક અને તિર્યચનિના વિવિધ દુ:ખોને. સહન કરતો કે ઈ સંનિવેશમાં દરિદ્ર બ્રાહ્મણને પુત્ર થયે. કર્મવશાત્ બાલ્યવયમાં જ તેના માબાપ અને બાંધવો ગુજરી ગયા, એટલે તે રંકને લોકોએ જીવાડ્યો. તે કમઠ એવા નામથી અનુક્રમે વન વય પામ્યો. ઘરે ઘરે ભમતાં છતાં ભિક્ષાભેજન પણ તેને મહા મુશ્કેલીથી મળી શકતું. એ રીતે તે અતિ દુઃખી થયે. પારકી સમૃદ્ધિ જોઈને તે ખેદ પામતે અને વિચારતો કેટ-કર્મીએ મને બહુ દુઃખી કર્યો. પરંતુ “બ્રહ્માને જેણે બ્રહ્માંડરૂપ ભાંડને બનાવવામાં કુલાલની જેમ નિયંત્રિત કર્યો, વિષ્ણુને જેણે દશાવતારથી સદા ગહન એવા સંકટમાં નાખ્યા, રૂદ્રને જેણે પરી હાથમાં લઈ ભિક્ષાટન કરાવ્યું અને સૂર્યને જે સદા ગગનમાં ભ્રમણ કરાવે છે–તે કર્મને નમસ્કાર થાઓ.” એકદા તેણે રત્ન અને સુર્વણલંકારથી ભૂષિત એવા શ્રીમંત જનેને જોઈને તત્કાળ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી આ પ્રમાણે વિચાર કર્યો કે:-“આ પુણ્યવંતે હજારેને મદદ આપનાર અને દેવની જેમ દિવ્ય વસ્ત્ર ધારણ કરનાર છે અને હું પોતાના ઉદરને પૂરવા પણ અસમર્થ છું. કહ્યું છે કે કેટલાક હજારેને નિભાવે છે, કેટલાક લાખને પાળે છે અને કેટલાક પુરૂષે પિતાના ઉદરને પણ પિષી શકતા નથી–એ સાક્ષાત્ સુકૃત અને દુષ્કૃતનું જ ફળ છે.” માટે હવે તપસ્યા કરું, અને એની જે થાઉં.” એમ વિચારીને ખેદથી કમઠે તાપસી દીક્ષા અંગીકાર કરી. પછી તે તપ તપવા લાગ્યો અને કંદમૂળ ફળાદિનું ભક્ષણ કરી પંચાગ્નિ તપ વિગેરે સાધવા લાગ્યું. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સાક્ષાત્ સ્વર્ગપુરી સમાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrust
Page #215
--------------------------------------------------------------------------
________________ - - A . દશમે છેલ્લે) ભવ, 19 વારાણસી નામે નગરી છે. જ્યાં સ્ફટિકની હવેલીઓ પ્રસરતા અગરૂના પૂમથી જેના તટ પર વાદળો સંચાર કરી રહ્યા છે એવા કૈલાશ પર્વતની જેવી શોભે છે, જ્યાં અનેક પ્રાસાદના ઉંચા શિખરે પર રહેલી ધ્વજાઓ જાણે માણસને સદા બોલાવતી હોય, * અને ધનદ શ્રીમંત જાણે સ્વર્ગથી આવેલા દેવતા હોય એવા શોભે છે. તે નગરીમાં ઈવાકુ વંશમાં ઉત્પન્ન થયેલા અને વિશ્વવિખ્યાત એવા અશ્વસેન નામે રાજા રાજ્ય કરતાં હતા. દાન અને શૌર્યના ગુણથી ઉત્પન્ન થયેલ તેની કીર્તિ દશે દિશામાં વિસ્તાર પામી હતી. કારણકે:-“ભુવનમાં લક્ષ્મી, મુખમાં ભારતી, ભુજામાં વસુધા અને હૃદયમાં ધર્મબુદ્ધિ-આવીને રહેલી હોવાથી જાણે રેષ પામી હેય તેમ તેની કીર્તિ બહુ દૂર ચાલી ગઈ હતી.” તે રાજા યુદ્ધમાં પ્રતાપી (રવિ), નમ્ર પર સામ્ય (સોમ), દુષ્ટ પર વક (મંગળ), શાસ્ત્રમાં કુશળ (બુધ), વાણીમાં બૃહસ્પતિ (ગુરૂ), નીતિમાં કવિ (શુક્ર) અને મંદમાં મંદ (શનિ) હતા. તેને સુંદરીજમાં મુગટ સમાન, પવિત્ર આચારવાળી, સુરૂપવતી, શીલ અલંકારથી સુશોભિત અને પવિત્ર પુણ્યના પાત્રરૂપ વામાદેવી નામે પટરાણી હતી. દેવલીલાની જેમ રાજલીલાથી પંચેંદ્રિયના વિષયસુખ ભેગવતાં તે દંપતી કાળ નિર્ગમન કરતા હતા. - હવે પ્રાણુતદેવલોકમાં ઉત્તમ દેવદ્ધિ ભેળવીને સુવર્ણબાહને જીવ વિશાખા નક્ષત્રની કૃષ્ણ ચતુર્થીના દિવસે દેવલોકથી વીને મધ્ય રાત્રે વામાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે વખતે વામાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ચોદ મહાસ્વપ્ન જોયાં. તે આ પ્રમાણે –ગજે, વૃષભ, સિંહ, લક્ષ્મી, માળા, ચંદ્ર,સૂર્ય, વજ, કુંભ, સરોવર, સમુદ્ર, વિમાન, રત્નરાશિ અને અગ્નિ. એ પ્રમાણે સ્વને જોઈને જાગ્રત થઈ રાણીએ સ્વપ્નદર્શનની વાત રાજાને કહી. રાજાએ મુદિત થઈ પ્રભાતે સ્વપ્નદર્શનને વૃત્તાંત સ્વપ્ન પાઠકોને બોલાવીને કહ્યો, એટલે તેમણે વિચારીને કહ્યું કે –“હે દેવ! અમારા શાસ્ત્રમાં બહેતર સ્વને કહ્યાં છે. તેમાં ત્રીશ મહાસ્વને છે. તેમાંના એ ચૅદ મહાસ્વને તીર્થંકર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #216
--------------------------------------------------------------------------
________________ 200 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. યા ચક્રવતી ગર્ભમાં આવે ત્યારે તેની માતા જુએ છે. વામાદેવીએ તે ચૅદ મહાસ્વપ્ન જોયા છે તેથી તેના પ્રભાવથી તેમને પુત્ર થશે, અને તે તીર્થકર વા ચકવરી થશે.” આ પ્રમાણે સાંભળીને રાજા પ્રમુદિત થયે. પછી રાજાએ તેમને સત્કાર કરી બહુ દ્રવ્ય અને વસ્ત્રાદિ આપીને વિસર્જન કર્યા પછી રાણુ હર્ષિત થઈને ગર્ભ ધારણ કરવા લાગી. પ્રવર્ધમાન ગર્ભના અનુભાવથી રાજાની રાજ્યલક્ષ્મીને કુબેરના આદેશથી દેવતાઓ વધારવા લાગ્યા. પુષ્કળ વાપરતાં પણ તે લક્ષ્મીમાં ન્યૂનતા આવતી નહિ. કિંકરીની જેમ દેવીએ વામાદેવીનું સર્વ સમીહિત પૂરવા લાગી. એ પ્રમાણે સુખપૂર્વક ગર્ભને ધારણ કરતાં વામાદેવીએ અનુક્રમે વિશાખાનક્ષત્રમાં પોષ માસની કૃષ્ણ દશમીના દિવસે ત્રણે ભુવનમાં ઉધત કરનાર, સર્ષના લાંછનયુક્ત અને નીલરત્નના જેવી નીલ (કૃષ્ણ) કાંતિવાળા પુત્રરત્નને જન્મ આપે. તે વખતે આકાશમાં દુંદુભિનાદ થયે, દિશાઓનાં મુખ પ્રસન્ન થયા, નારક જીવોને પણ એક ક્ષણભર સુખ થયું, વાયુ પણ સુખપર્શયુક્ત મંદ મંદ વાવા લાગ્યા, પૃથ્વીકાયાદિ એકેદ્રિયે પણ મુદિત થયા અને ત્રણે ભુવનમાં ઉદ્યત થયે. તે વખતે તત્કાળ દિક્કમારીઓનાં આસન ચલાયમાન થયા, એટલે અવધિજ્ઞાનથી પ્રભુનો જન્મ થયેલે જાણીને તે નૃત્ય કરવા લાગી અને અનુક્રમે તે સ્વસ્થાનથી સૂતિકા સ્થાને આવી. પ્રથમ ભેગકરા, ભગવતી, સુભેગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પ માલા અને અનિંદિતા–એ આઠ દિકકુમારીઓ મેરૂરૂચકના અધે ભાગમાં રહેનારી ત્યાં આવીને જિનેશ્વર તથા જિનમાતાને નમસ્કાર કરી આ પ્રમાણે કહેવા લાગી કે - “હે જગન્માત! હે જગતને દીપક આપનારી! તમને નમસ્કાર થાઓ. અધોલોકમાં વસનારી અમે દિકુમારીઓ જિનેશ્વરને જન્મોત્સવ કરવા આવી છીએ, માટે તમારે બીવું નહિ.” એમ કહી સંવર્તક પવન વિકવીને એક જનપ્રમાણ ભૂમિ શુદ્ધ કરી એટલે વાયુવડે ભૂમિને સ્વરછ કરીને તે જિનેશ્વર પાસે બેસીને ગાવા લાગી. પછી મેઘંકરા, મેઘવતી, સુમેઘા, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #217
--------------------------------------------------------------------------
________________ - - - - જન્મમહોત્સવ. 201 મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિણ અને બલાહકા-એ ઉર્ધ્વલોકમાં વસનારી આઠ દિકકુમારીઓએ મેઘ વિમુવીને એક જન પ્રમાણ પૃથ્વી સીંચી અને પુષ્પવૃષ્ટિ કરી. પછી જિનેશ્વર તથા જિનમાતાને નમન કરીને તે નાનાવિધ ધવળગીત ગાવા લાગી. પછી નંદેત્તરા, નંદા, સુનંદા, નંદિવધિની, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિકા–એ આઠ દિકકુમારીઓ પૂર્વ રૂચકથી ત્યાં આવીને જિનેશ્વર તથા જિનજનનીને નમસ્કાર કરી હાથમાં દર્પણ લઈને ઉભી રહી. પછી સમાહારા, સુખદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા–એ આઠ દિકકુમારીએ દક્ષિણ રૂચકથી ત્યાં આવી જિનેશ્વર અને જિનમાતાને નમસ્કાર કરી હાથમાં કળશ લઈને ઉભી રહી. પછી ઇલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા, અને સીતાએ આઠ દિકુમારીઓ પશ્ચિમ રૂચકથી આવી જિનેશ્વર તથા જિનમાતાને નમન કરી હાથમાં પંખા લઈને ઉભી રહી. પછી અલંબુસા, અમિતકેશી, પુંડરીકા, વારૂણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને હી–એ આઠ દિકુમારીએ ઉત્તર રૂકથી આવી હાથમાં ચામર લઈને ઉભી રહી. પછી વિચિત્રા, ચિત્રકનકા, તારા અને સદામિની-એ ચાર દિકુમારીઓ વિદિશામાં રહેલા રૂચક પર્વતથી આવીને દીપક હાથમાં લઈને ઉભી રહી. પછી રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી એ ચાર દિકુમારીઓ રૂચકદ્વીપથી આવી જિનેશ્વરના નાભિનાળને ચાર અંગુળ ઉપરાંતનું છેદી ભૂમિમાં વિવર કરીને સ્થાપન કર્યું. પછી રત્ન, માણિક અને મક્તિકથી તે વિવર પૂરીને તે ઉપર પીઠિકાબંધ કર્યો. પછી સૂતિકાગ્રહથી પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં ત્રણ કદલીગ્રહ તેમણે બેનાવ્યા. પ્રથમ દક્ષિણના કદલીગૃહમાં જિન તથા જિનમાતાને લઈ જઈ રત્ન સિંહાસન પર બિરાજમાન કર્યા, અને તૈલથી મર્દન કરી ઉદ્વર્તન કર્યું. પછી તેમને પૂર્વ કદલીગ્રહમાં લઈ જઈ મણિપીઠ પર બેસારી સુગંધી જળથી સ્નાન કરાવ્યું અને દિવ્ય વસ્ત્રાલંકારથી શ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #218
--------------------------------------------------------------------------
________________ 202 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ણગારીને ઉત્તરના કદલીગ્રહમાં રત્ન સિંહાસન પર બેસાર્યા. ત્યાં અને રણિકાષ્ઠથી અગ્નિ ઉત્પન્ન કરી ગાશીષચંદનને દગ્ધ કરી તેની બે રક્ષા પોટલી બનાવી બંનેના હાથ પર બાંધી. પછી ત્યાં જિનેશ્વરના ગુણગાન કરી તમે ચિરાયુષ્માન થાઓ.” એમ કહી પાષાણુના બે ગળા પરસ્પર અથડાવ્યા, અને પુન: વામાદેવીને તથા પ્રભુને પૂર્વ શય્યાપર મૂકી ગીતગાન કરી જિનેશ્વરને નમીને સ્વસ્થાને ગઈ. એ અવસરે સ્વર્ગમાં ઈદ્રનાં આસન કંપાયમાન થયા એટલે અવધિજ્ઞાનથી જિનેશ્વરનો જન્મ થયેલ જાણી શકેદ્ર સાત આઠ પગલાં તેમની સન્મુખ જઈને વિધિપૂર્વક પ્રણામ કરી શકસ્તવથી પ્રભુને સ્તવ્યા. પછી શકે હરિણગમેલી દેવને આદેશ કરી સુષાબંટાથી દેવતાઓને તીર્થકરનું જન્મકૃત્ય જણાવ્યું. એટલે સવે દેવતાઓ ત્યાં એકત્ર થયા. ઈદ્રની આજ્ઞાથી પાલક નામના દેવે પાલકનામનું વિમાન વિકુવ્યું એટલે તે વિમાનમાં બેસી દેવોથી પરવરેલો શક નંદીશ્વરદ્વીપે આવ્યું. ત્યાં લાખ જનના પ્રમાણુવાળું તે વિમાન સંક્ષેપીને જિનેશ્વરના જન્મ હે આવ્યા. ત્યાં જિનેંદ્ર અને જિનમાતાને નમસ્કાર કરીને તે આ પ્રમાણે કહેવા લાગ્ય:-“હે રત્નધારિણિ! હે શુભ લક્ષણવાળી જગન્માતા ! તમને નમસ્કાર થાઓ, કે જેમણે ત્રિભુવનમાં ધર્મમાર્ગના પ્રકાશક અને દિવ્ય રત્નના પ્રદીપરૂપ એવા આ જિનેશ્વર ભગવંતને જન્મ આપ્યો છે. હું શકું છું અને જિનને જન્મોત્સવ કરવા આવ્યો છું, માટે મારાથી ભીતિ ન લાવશે.” એમ કહી તેમને અવસ્થાપિની નિદ્રા આપી જિનનું પ્રતિબિંબ તેમની પાસે મૂકી શકે પાંચ રૂપ ધારણ કર્યો. એક રૂપથી અંજળીમાં જિનને ધારણ કર્યો, બે રૂપથી બે બાજુ ચામર વીંજવા લાગ્યો, એક રૂપથી પ્રભુ પર છત્ર ધારણ કર્યું અને એક રૂપથી આગળ વા ઉલાળતો ચાલે. એ પ્રમાણે પ્રભુને લઈને શકેંદ્ર દેવોથી પરિવૃત્ત થઈ આકાશમાગે સત્વર મેરૂ પર્વત પર આવ્યું. ત્યાં પાંડુક વનમાં પાંડુકબલા નામે શિલાપર જિનના નાત્રને એગ્ય એવા દિવ્ય રત્ન સિંહાસન પર પ્રભુને ઉસંગમાં લઈ હર્ષનિર્ભર એ વાસવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #219
--------------------------------------------------------------------------
________________ 203 જિન જન્મોત્સવ. ઇંદ્ર પૂર્વાભિમુખ બેઠે, તે વખતે બીજા પણ ત્રેસઠ ઈદ્ર અવધિજ્ઞાનથી જિન જન્મ જાણીને મહદ્ધિપૂર્વક ત્યાં આવ્યા. દશ વૈમાનિકના, વિશ ભુવનાધિપના, સૂર્ય અને ચંદ્ર એ બે જ્યોતિષ્કના અને બત્રીશ વ્યંતરના–એમ ચોસઠ ઇંદ્રો ત્યાં એકત્ર થયા. પછી સુવર્ણના, રજત (રૂપા) ના, રત્નના, સુવર્ણ અને રત્ન ના, સુવર્ણ અને રૂપાના, રજત અને રત્નના, સુવર્ણ રજત અને રત્નના તથા માટીના-એમ આઠ જાતિના પ્રત્યેકે એક હજાર ને આઠ કળશ તૈયાર કર્યા. તે પચીશ એજન ઉંચા બાર યોજન વિસ્તૃત અને એક જન પ્રમાણે નાળવાવાળા હતા. એવા એકંદર એક કરોડ અને સાઠ લાખ કળશ તૈયાર કર્યા. પછી તે બધા કળશે ક્ષીરસમુદ્રના જળથી ભરીને અશ્રુતાદિ દેવેદ્રોએ વિધિપૂર્વક જિનને અને ભિષેક કર્યો અને પારિજાતક પુષ્પાદિથી પ્રભુની અર્ચા કરી. પછી કેટલાક દે સ્તુતિ કરવા લાગ્યા, કેટલાક હર્ષિત થઈને નૃત્ય કરવા લાગ્યા, કેટલાક ગાંધાર, બંગાલ, કૅશિક, હિંડેલ, દીપક, વસંત, માદંશ, ચારૂ, ધરણ, સહાગ, અધરાસ, ભાણવલ્લી અને કુકુંભ ઇત્યાદિ દિવ્ય દેવરાગોથી ગીત ગાન કરવા લાગ્યા, કેટલાક છપન કેટિ તાલના ભેદથી દિવ્ય નાટક કરવા લાગ્યા, કેટલાક તત, વિતત, ઘન અને સુષિર એ ચાર પ્રકારના વાઘથી કૈતુક પૂરવા લાગ્યા, કેટલાક કૌતુકથી ઘોષ કરવા લાગ્યા અને કેટલાક મધુર સ્વરથી ભાવના ભાવવા લાગ્યા. પછી તે કળશે ત્યાંજ અંતભૂત થઈ ગયા (અદશ્ય થઈ ગયા). પછી પ્રભુને ઇશાનંદ્રના ઉત્સવમાં સ્થાપીને સૈધમે ચાર વૃષભનાં રૂપ વિકુવી તેના આઠ ઇંગમાંથી નીકળતા જળથી પ્રભુને હવરાવ્યા, અને દિવ્ય વસ્ત્રથી પ્રભુના અંગને સાફ કરી લઉં છી), 1 આઠે જાતિના આઠ આઠ હજાર એટલે 64 હજાર–એટલા કળશવડે એક અભિષેક-એવા 250 અભિષેક થાય છે. તે સર્વના એકંદર ગણતાં એક કોડ ને સાઠ લાખની સંખ્યા થાય છે. દરેક જાતિના 1008 કે 8000 તે મતાંતર જણાય છે. ધાર, બંગલા કેટલાક હાજર અર્ચા કરી. શ, ચાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #220
--------------------------------------------------------------------------
________________ 204 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. દિવ્ય ચંદનથી વિલેપન કરી, પુષ્પોથી પૂજન કર્યું. પછી શકે સ્વામીની આગળ રજતાક્ષતના દર્પણ, વર્ધમાન, કળશ, મીનયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદાવર્ત અને ભદ્રાસન-એ આઠ મંગળ આખ્યા. પછી તે પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્ય: નમ્ર એવા દેવના શિરરૂપ ભ્રમરના સંગથી મનહર ચરણકમળવાળા, અશ્વસેન નૃપના વત્સ તથા લક્ષમીના નિધાન–એવા હે સ્વામિન ! આપ જયવંત વર્તે. હેજિતેંદ્ર! આપના દર્શનથી મારે દેહ સફળ થયે, નેત્ર નિર્મળ થયા અને ધર્મકૃત્યમાં હું સનાત થયે. હે નાથ ! તમારા દર્શનથી મારે જન્મ સફળ થયે, સર્વ મંગળ અને પ્રશસ્તકારી થયું અને આ ભવસાગરથી હું ઉત્તીર્ણ થયે. હે જિસેંદ્ર! આપના દર્શનથી હું સુકૃતી થયે, અશેષ દુષ્કૃતને નાશ કરનાર થયે અને ભુવનત્રયમાં હું પૂજ્ય થયે હે દેવ! આપના દર્શનથી કષાયસહિત કર્મની જાળ મારી નષ્ટ થઈ ગઈ અને દુર્ગતિથી હું નિવૃત્ત થયે. આપના દર્શનથી આજે મારો દેડ તથા મારૂં બળ સફળ થયાં અને વિદને બધાં નષ્ટ થયાં. હે જિનેશ! આપના દર્શનથી કર્મોને દુ:ખદાયક મહા બંધ નષ્ટ થયે અને સુખ સંગ ઉત્પન્ન થયા. આજે આપના દર્શનથી મિથ્યા અંધકારને દૂર કરનાર જ્ઞાનસૂર્ય મારા શરીરમાં ઉદય પામ્યો. હે પ્રો! તમારા સ્તવન, દર્શન અને ધ્યાનથી આજે મારાં હદય, નેત્ર અને મન નિર્મળ થયાં. માટે હે વીતરાગ ! તમને વારંવાર નમસ્કાર થાઓ.” આ પ્રમાણે જગતપ્રભુની સ્તુતિ કરી પ્રભુને લઈને શકેંદ્ર વામાદેવી પાસે મૂક્યા અને અવસ્થાપિની નિદ્રા તથા પ્રતિરૂપક (પ્રતિબિંબ) સંહરી લીધા. પછી પ્રભુની દષ્ટિના વિનોદને માટે શય્યા ઉપર શ્રીદામ દંડક (રત્નમય દડો) અને ઓશીકા પાસે દિવ્ય કુંડળયુગળ અને વસ્ત્ર મૂક્યા. પછી શકના આદેશથી કુબેરે પ્રભુના સૈધમાં (32 કોડ) દ્રવ્ય અને રત્નની વૃષ્ટિ કરી. પછી પ્રભુના અંગુષ્ટમાં અમૃત સિંચી જિનેશ્વરને પ્રણામ કરી બધા સુરેંદ્રો અને સુરાસુરે નંદીશ્વર 1 રૂપાના અક્ષત (ચેખા)ના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #221
--------------------------------------------------------------------------
________________ છેલ્લો ભવ. 205 દ્વીપે જઈ ત્યાં શાશ્વત જિનેશ્વરને નમી અઠ્ઠાઈમોત્સવ કરી પ્રમુદિત થઈને સ્વસ્થાને ગયા. હવે પ્રભાતે સ્વામીની માતા વામાદેવી જાગ્રત થયા એટલે જેનું વદનકમળ વિકસિત છે અને જેણે દિવ્ય અંગરાગ અને વસ્ત્રને ધારણ કર્યા છે એવા પુત્રને પોતાના પડખામાં જોઈને તે પરમ પ્રદ પામ્યા. પછી રણના પરિવારે પુત્રજન્મને વૃત્તાંત રાજાને નિવેદન કર્યો. દિકુમારીના આગમન વિગેરેને બધા હેવાલ કહી સંભના. એટલે તેને પારિતોષિક દઈને અશ્વસેન રાજાએ પુત્રના જન્મોત્સવનો પ્રારંભ કર્યો. પ્રથમ કેદખાનામાંથી સર્વ બંદીજનેને મુક્ત કર્યો. નૃત્ય અને અંગનાઓના દિવ્ય ગીતથી, વાજીંત્રના નાદથી, જયજયારવથી, નાટકથી અને શંખધ્વનિથી તે નગરી તે વખતે શબ્દાદ્વૈત (શબ્દમયી થઈ ગઈ. દાન, સન્માન અને વર્યાપન તથા વધતી લક્ષ્મીને લીધે તે રાજભુવન વિશાળ છતાં તે વખતે સંકીર્ણ થઈ ગયું. પછી કુળાચાર પ્રમાણે સૂતક નિવૃત્ત થતાં અશ્વસેન રાજા સ્વજનોને આમંત્રી ભેજન, વસ્ત્ર, આભરણાદિ સત્કારપૂર્વક કહેવા લાગે કે - હે સ્વજનો ! સાંભળો–આ બાળક ગર્ભમાં હતા ત્યારે એની માતાએ રાત્રે અંધકારમાં પણ પાસેથી ચાલ્યા જતા સર્પને જે હતો, માટે તે ગર્ભના અનુભાવથી આ બાળકનું પાશ્વ એવું નામ રાખવામાં આવે છે.” એમ કહી અશ્વસેન રાજાએ સ્વજન સમક્ષ બાળકનું પાશ્વ એવું નામ રાખ્યું. પછી તે બાળક ધાત્રી. ઓથી આદરપૂર્વક લાલન પાલન કરાતા બીજના ચંદ્રની જેમ અનુકમે વૃદ્ધિ પામવા લાગ્યા. ક્ષુધા લાગે ત્યારે શકે પોતાના અંગુઠામાં સંક્રમેલ અમૃતનું તે પાન કરતા હતા. ઇંદ્ર નીમેલી દેવાંગનાઓ સ્વામીને રમાડતી હતી. વાત્રાષભનારાચ સંઘયણ, સમચતુરસ સંસ્થાન તથા બિંબફળ સમાન ઓષ્ટને ધારણ કરનારા, કૃષ્ણ શરીરવાળા, નીલકાંતિવાળા, સારા નયનવાળા, પદ્મ જેવા શ્વાસવાળા અને બત્રીસ લક્ષણવાળા પાWકુમારે અનુક્રમે તરૂણાવસ્થામાં પ્રવેશ કર્યો. બત્રીસ લક્ષણે આ પ્રમાણે છે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #222
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. mm નાભિ, સત્વ અને સ્વરમાં ગંભીર, સ્કંધ, પાદ અને મસ્તકમાં ઉન્નતિ કેશ, નખ અને દંતમાં સૂક્ષમ; ચરણ, ભુજા અને અંગુ. લિમાં સરલ, બ્રગુટી, મુખ અને છાતીમાં વિશાળ આંખની કીકી, વૃત, અને કેશમાં કૃષ્ણ કટિ, પૃષ્ટ, અને પુરૂષચિન્હમાં તુચ્છ, દાંત અને આંખમાં શુભ્રહાથ, પગ, ગુદા, તાલુ, જીભ, બંને ઓષ્ઠ, નખ, દંત અને માંસ—એ નવમાં તામ્ર હોય તે વખણાય છે.” એ બત્રીસ લક્ષણે તથા બીજા એક હજાર ને આઠ લક્ષણે સહિત, નવ હાથ પ્રમાણ શરીરવાળા, અદ્દભુત રૂપ અને ગંધયુક્ત દેહવાળા, જેના આહાર અને નીહાર અદશ્ય છે એવા, રોગરહિત, મળ અને પ્રવેદ રહિત–એવા ભગવંત વિશેષે દીપવા લાગ્યા. અનુક્રમે તે યુવતિજનને આનંદકારી એવું નવવન પામ્યા. એકદા રાજસભામાં બેઠેલા ભૂપતિની આગળ કે પુરૂષે આવીને વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામિન્ ! અહીંથી પશ્ચિમ દિગ્બાગમાં કુશસ્થળ નામે નગર છે. ત્યાં નરવમાં નામે રાજા હતો. સુકૃતી, સત્યવાદી, ધર્મપ્રવક, જિનધર્મમાં રક્ત અને સાધુ શુશ્રષામાં તત્પર એવા તે રાજાએ નીતિપૂર્વક રાજ્ય પાળી અને પ્રાંતે રાજ્યલક્ષમીને ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી.” એમ કહેતાં અશ્વસેન રાજા શિર ધુણાવતો બે કે –“અહો! એ મહાનુભાવ અને સત્ત્વશાળીને ધન્ય છે કે જેણે પિતાનું સ્વીકૃત રાજ્ય તજી દીધું.” એટલે પુન: તે પુરૂષ બે કે:-“હવે ત્યાં નરવર્માને પુત્ર પ્રસેનજિત રાજા રાજ્ય કરે છે. તે અથી જનેને સુરતરૂ સમાન છે. તેને પ્રભાવતી નામની કન્યા છે. તે અત્યારે નવવન પામી સાક્ષાત્ દેવકન્યા જેવી શોભે છે. અદ્દભુત અને નવવના એવી તે કન્યાને જોઈને તેના પિતાએ ચિંતાતુર થઈ તેને અનુરૂપ એવા વરની સર્વત્ર તપાસ કરાવી, પણ તે કઈ વર મળી ન શકો, એકદા તે સખીઓની સાથે વનમાં ક્રીડા કરવા ગઈ હતી, ત્યાં કિનારીઓથી ગવાતું એવું પાશ્વકુમારનું સ્વરૂપ તેણે સાંભળ્યું. તેના ગુણેનું વર્ણન સાંભળતાં પાશ્વકુમાર પર તે અનુરાગવતી થઈ. પછી અન્ય ક્રીડા તથા બ્રીડા ( લજજા) P.P.Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #223
--------------------------------------------------------------------------
________________ છેલ્લો ભવ. 207 નો ત્યાગ કરી હરિણીની જેમ તેમના ગીત સાંભળતી શૂન્ય મનથી તે તેમાં જ લીન થઈ ગઈ અને મદનબાણથી પીડિત થયેલી તે મૂચ્છ પામી; એટલે પાWકુમારના ધ્યાનમાં લીન થયેલી તેને સમજાવીને તેની સખીઓ રાજભવનમાં લઈ ગઈ. પછી તેની સખીઓએ તેનું બધું સ્વરૂપ તેના માતપિતાને નિવેદન કર્યું, એટલે તેમને પ્રમોદ થયું. તેમણે વિચાર કર્યો કે “પ્રભાવતીએ આ બહુજ શુભ ચિંતવ્યું, એ સંગ પરિપૂર્ણ યુક્ત છે. પુત્રીએ જગત્રશિરોમણિ, અને દીઘોયુ એ પાર્શ્વકુમાર સુંદર વર ચિંતવ્યો તે હવે અમારે નિશ્ચય પાકુમારની સાથે જ એને વિવાહ કરે. ઉત્તમ અને વિદ્યા અને કન્યાને સત્પાત્રમાંજ જેડે છે, માટે સુમુહૂર્ત સ્વયંવરા એવી એ કન્યાને પાશ્વકુમારની પાસે જ મેકલશું.” આ પ્રમાણેની હકીકત સાંભળીને તે કન્યા બહુજ પ્રમોદ પામી. હવે તે વ્યતિકર કલિંગદેશના રાજાએ સાંભળ્યો, એટલે તે ઉદ્ધત અને ભ્રકુટીભીષણ થઈને બોલ્યો કે:-“હું છતાં પ્રભાવતીને પરણનાર એ પાશ્વકુમાર કોણ? અને એ પ્રસેનજિત્ પણ કોણ? કે જે મને મૂકીને તે કન્યા પાર્થ કુમારને દે.” એમ કહી ઘણુ સૈન્ય સહિત તે સત્વર કુશસ્થલનગરે આવ્યું અને નગરનો નિષેધ કર્યો, તેથી નગરમાં આવવા જવાનો માર્ગ બંધ થયે. આથી પ્રસેનજિત રાજાએ ચિંતાતુર થઈ મંત્રીઓની સાથે વિચાર કરતાં આપને સમર્થ જાણીને સાગરદત્ત મંત્રીના પુત્ર પુરૂષોત્તમને એટલે મને આપની પાસે મોકલ્યો છે. હું મધ્યરાત્રે ગુમરીતે નગરની બહાર નીકળી શકે છું અને આ વૃત્તાંત મેં આપને યથાર્થ નિવેદન કર્યો છે. હવે જે આપને ચોગ્ય લાગે તે કરે.” આ પ્રમાણેની હકીકત સાંભળીને અશ્વસેન રાજા રેષપૂર્વક બેલ્યા કે - “એ યવન બિચારો કેણ માત્ર છે ? અને હું છતાં પ્રસેનજિને શી ભીતિ છે? હમણાજ હું સૈન્ય સજીને કુશસ્થળનું રક્ષણ કરવા આવું છું.” આ પ્રમાણે કહીને તેણે રણથંભા વગડાવી, એટલે સમસ્ત સન્ય એકત્ર થયું. તે વાત જાણીને પાર્શ્વકુમારે ક્રીડા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #224
--------------------------------------------------------------------------
________________ 208 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર ગ્રહમાંથી રાજા પાસે આવીને કહ્યું કે:-“હે તાત ! આ સંરંભ કોની ઉપર કરે છે?” એટલે અશ્વસેન રાજાએ અંગુળીથી પેલા પુરૂષને બતાવીને બધો વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળીને પાશ્વ કુમારે કહ્યું કે -એ બિચારા યવન ઉપર આ ઉદ્યમ કે? આપ અહીં રહે, હું તેને શિક્ષા કરીશ.” રાજાએ ભક્તિ અને શક્તિથી સમર્થ એવું તેનું વાક્ય સાંભળીને હર્ષિત થઈ પાર્શ્વ કુમારને સૈન્ય સહિત ત્યાં જવા રજા આપી. એટલે મંત્રીપુત્ર પુરૂષોત્તમ તથા અનેક રાજાઓ સહિત પાર્શ્વકુમારે ત્યાંથી પ્રયાણ કર્યું. સ્વામીની આગળ ચાલતા હાથીઓ જંગમ પર્વતે જેવા ભાસવા લાગ્યા. નદીના વેગ જેવા અ, ક્રીડાગ્રહ જેવા ર અને કપિ જેવા પદાતિઓ સાથે ચાલવા લાગ્યા. આવા પ્રકારની કીડાથી પ્રભુ યવનને રમાડવા જતા હોય તેમ આગળ ચાલ્યા. તે વખતે બંદીજનોના ઘેષ, શંખાદિના શબ્દો અને વાજીત્રાના ગગનભેદક શબ્દોથી આકાશ શબ્દમય થઈ ગયું. પ્રથમ પ્રયાણેજ ઈદ્રને માતલિ નામે સારથિ રથ સહિત આવીને પ્રભુને પ્રણામ કરી કહેવા લાગ્યું કે - હે નાથ ! હું શકનો સારથિ છું. શક્ર આપને અતુલ બળીષ્ઠ સમજે છે, તથાપિ ભક્તિને લીધે તેણે રથ સહિત મને મોકો છે.” એટલે પ્રભુ તે રથ પર બેઠા અને કેટલેક દિવસે કુશસ્થળનગરની પાસેના ઉદ્યાનમાં આવી દેવકૃત સાત મજલાવાળા આવાસમાં રહ્યા. પછી મહા દક્ષ એવા એક દૂતને સારી રીતે શિખામણ આપીને યવનની પાસે મોકલ્યો. તેણે જઈને યવનરાજાને કહ્યું કે “શ્રીમાન પાશ્વકુમાર મારા મુખદ્વારા તમને એવો આદેશ કરે છે કે:-“હે યવન ! તમે તમારું બળ ન બતાવતાં સ્વસ્થાને ચાલ્યા જાઓ, કેમકે હું પાર્શ્વકુમાર આવી પહોંચે છું. એટલે યવનરાજ લલાટને ઉંચું કરી ભૃકુટી ચડાવીને બે કે:-“અરે દૂત ! મને શું તું જાણતા નથી? એ અશ્વસેન કેણુ? અને પાકુમાર પણ કોણ? કે જે મારી સામે લડવાને હામ ધરાવે છે. નિષ્ઠુર બોલતાં છતાં પણ તું દૂત હોવાથી તેને મારતો નથી, માટે તું તારા સ્વામી પાસે જઈને મારૂં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #225
--------------------------------------------------------------------------
________________ છેલ્લો ભવે. 200 કથન નિવેદન કર.” એટલે પુન: દૂત બોલ્યો કે - હે મૂઢ! વૃથા ગર્વ શાને કરે છે? શું ત્રણ જગતના નાથ પાર્શ્વકુમારને તું જાણતો નથી? પણ એ પ્રભુ તને સમરાંગણમાં બરાબર સમજાવશે. આ પ્રમાણે બેલતા દૂતને યવનના સાયુધ સુભટે મારવાને તૈયાર થઈ ગયા; એટલે વૃદ્ધ અમાત્યે તેમને અટકાવીને આક્ષેપપૂર્વક કહ્યું કે - “હે મૂખઓ ! મને તમારો અકસ્માત ક્ષય આવ્યે લાગે છે. જેની દે સહિત ઇદ્રો પણ સેવા કરે છે તે શ્રી પાર્શ્વકુમારના દૂતને હણવાથી તમારી શી દશા થશે તે જાણે છે?” એમ સાંભળી સુભટે સર્વે ભયભ્રાંત થઈ શાંત થઈ ગયા. પછી મંત્રીએ દૂતને હાથ પકડીને કહ્યું કે અમે પાકુમારના સેવકે છીએ, અને તેમને નમસ્કાર કરવા આવવાના છીએ.” એમ કહીને મંત્રીએ દૂતને વિ. સર્જન કર્યો. પછી તેણે યવનરાજને આ પ્રમાણે કહ્યું કે –“હે રારાજન ! જગત્રયના નાથ એવા પાશ્વકુમારને સુરાસુર, નાગેન્દ્રો અને સર્વે ઈંદ્રો સેવે છે, તે ચકવરી અથવા જિનેશ્વર થવાના છે. તેની સાથે વિરોધ કે? સૂર્ય ક્યાં અને ખોત કયાં? સિંહ કયાં અને શશ (મૃગ) ક્યાં ? તેમ તે પાશ્વકુમાર કયાં અને તમે કયાં ? એ પાર્શ્વકુમારની પાસે ઇ પોતાના માતલિ સારથિને શસ્ત્રસહિત શ્ય લઈને મોકલ્યો છે, માટે તમે કુઠારને કંઠપર લઈને પાWકુમારને આશ્રય લે. એમાંજ તમારૂં શ્રેય છે.” એટલે યવન બોલ્યો કે એ પાશ્વકુમારના આવા પરાક્રમને હું જાણતો નહોતે.” એમ કહી સર્વ સામંત અને મંડળેશ્વર સહિત યવનરાજા કુઠારને કંઠપર લઈને પાકુમારને નમસ્કાર કરવા ચાલ્યો. ત્યાં સમુદ્ર સમાન પ્રભુના સૈન્યને જોઈને મૃગની જેમ ત્રાસ પામતે તે પ્રભુના આવાસ દ્વાર આગળ આવી ઉભે રહ્યા. પછી પ્રભુની આજ્ઞાથી છડીદારે તેને સભામાં પ્રવેશ કરાવ્યું. ત્યાં પ્રભુએ કુઠાર મૂકાવ્યું, એટલે તે યવનરાજા પ્રભુના ચરણે નો, અને અંજલિ જોડીને કહેવા લાગ્યો કે:-“હે સ્વામિ ! હું આપનો સેવક છું, મારો અપરાધ ક્ષમા કરો. મારે 27 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #226
--------------------------------------------------------------------------
________________ 217 , શ્રી પાર્શ્વનાથ બરિત્ર-ભાષાંતર સર્વદા આપનું જ શરણ થાઓ.” પાર્શ્વકુમારે કહ્યું કે –“હે ભદ્ર! તારું કલ્યાણ થાઓ. તું તારી રાજ્યશ્રી સુખે ભગવ. હવે ફરીને આવું ન કરીશ.” યવને એ શિખામણ માન્ય રાખી, એટલે પ્રભુએ તેને સત્કાર કરી વિસર્જન કર્યો. પ્રભુની આજ્ઞા લઈને તે સ્વસ્થાને ગયે. આ બધું પ્રસેનજિતરાજાના જાણવામાં આવ્યું, એટલે તે પ્રભાવતીને સાથે લઈ પાશ્વકુમાર પાસે જઈ નમસ્કાર કરી અંજલિ જોડીને બોલ્યા કે:-હે નાથ ! તમને જોવાથી મારી દષ્ટિ સફળ થઈ, યવન પણ આપના પ્રતાપથી સજજન થયે, તમે રવિની જેમ પ્રકાશ કરનારા છે, હવે આ સશ્રીક કન્યાને પરણીને મને કૃતકૃત્ય કરે.” એટલે પાર્શ્વકુમારે કહ્યું કે-“હે રાજન ! તાતની આજ્ઞા વિના તમારી કન્યાનું પાણિગ્રહણ થઈ શકે નહિ, માટે વૃથા આગ્રહ કરશે નહિ.” તે વખતે પ્રભાવતીએ વિચાર કર્યો કે -અરે મારૂં મંદ ભાગ્ય લાગે છે, મારા મનોરથની સિદ્ધિ ન થઈ.” પ્રસેનજિત વિચારવા લાગ્યું કે –પાશ્વકુમાર સર્વથા નિઃસ્નેહ લાગે છે, તેથી અશ્વસેનરાજાના ઉપધથી જ મારા મનોરથની સિદ્ધિ થશે.” પછી પ્રભાવતીને ધીરજ આપી તેને સાથે લઈને પાકુમા૨ની સંગાતે પ્રસેનજિતરાજા પણ વારાણસી નગરીએ આવ્યા. ત્યાં અશ્વસેનરાજાએ મહદ્ધિપૂર્વક સુરાસુરથી સ્વંયમાન એવા પાર્શ્વ મારને નગરપ્રવેશ મહત્સવ કર્યો અને ઇંદ્ર આવી બત્રીશ વંદનાદિક કરીને આઠ દિવસ પર્યંત મહત્સવ કર્યો, પ્રભાવતીને લઈને આવેલા પ્રસેનજિતરાજા અશ્વસેનરાજાએ આપેલા આવાસમાં ઉતર્યો. ત્યાં અશ્વસેન રાજા મળવા આવ્યા. તેમણે તેને કુશળ પૂછતાં કહ્યું કે - હે કુશસ્થલપુરાધીશ ! તમારા રાજ્યમાં સર્વત્ર કુશળ છે ?" તે બે કે “હે સ્વામિન્ ! જેના તમે રક્ષક છે તેને સર્વત્ર કુશળ હોય છે. વિશેષમાં આપને એ નિવેદન કરવાનું છે કે- મારી પ્રભાવતી પુત્રી પાર્શ્વકુમારપર અત્યંત પ્રેમવતી થઈ છે, માટે કૃપા કરી 1 આ બત્રીશ વંદનાદિક શું તે સમજાયું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #227
--------------------------------------------------------------------------
________________ પાણિગ્રહણ મહત્સવ. તેનું પાણિગ્રહણ કરાવે.” અશ્વસેનરાજાએ કહ્યું કે-“હે ભદ્ર! તમે ઠીક કહે છે, અમારે તો એ મનેરથજ છે, પણ પાર્શ્વ કુમાર સંસારથી વિરક્ત જણાય છે, તેથી હું કાંઈ સમજી શક્તો નથી કે તે શું કરશે ? પરંતુ તમારા ઉપધથી હું બળાત્કારે પણ પાશ્વક માર પાસે તેણીનું પાણિગ્રહણ કરાવીશ, માટે તમારે ગભરાવું નહિ.” આ પ્રમાણે કહી અશ્વસેનરાજા તેને સાથે લઈને પાર્શ્વકુમાર પાસે ગયા, અને કહ્યું કે-“હે વત્સ ! આ પ્રસેનજિતરાજાની પુત્રીનું તું પાણિ ગ્રહણ કર.” પાર્શ્વકુમારે કહ્યું કે:-“પાણિગ્રહણ કરવા ઈચ્છત નથી, કારણ કે આ સંસારસાગર દુસ્તર છે, સંસારમાં ભમતાં આ જીવે ઘણુવાર પાણિગ્રહણ કર્યા છે, હું તે હવે સંસારનું ઉન્મેલન કરવા ઈચ્છું છું. સ્ત્રી-એ સંસારરૂપ વૃક્ષનું મૂળ છે, મારે સંસારની સ્થિતિ સાથે કાંઈ પણ પ્રયજન નથી. આ પ્રમાણે સાંભળીને અશ્વસેનરાજ બોલ્યા કે –“હે વત્સ! તારું આવું મન છે, છતાં એકવાર અમારા મને રથને પૂર્ણ કર. પૂર્વના જિનેશ્વરે પણ પ્રથમ સંસાર ભેગવીને પછી તપસ્યા (દીક્ષા) સ્વીકારી સિદ્ધ થયા છે, માટે તું પણ પાણિગ્રહણ કરી સંસારસુખ જોગવીને પછી સ્વાર્થ સાધજે.” આ પ્રમાણે કહેવાથી તાતવચનને અલંઘનીય જાણીને સ્વામીએ તે વચન માન્ય રાખ્યું, એટલે તે દિવસથી વિવાહમાત્સવનો પ્રારંભ થયે. પ્રતિસ્થાને ગીતગાન, નાટક, વાઘ, માંગલ્ય, દાન અને ભોજન એમ વિવિધ ઉત્સવમાં દિવસે વ્યતિત થવા લાગ્યા. વિવાહ દિવસે સુમુહૂતે પ્રભાવતીને સ્વર્ણકુંભગત જળથી સ્નાન કરાવી, ગુરૂએ આપેલ અક્ષત મસ્તકપર નાખી જેના હાથમાં ચંદન, અક્ષત અને દુવોદિક છે એવી કુળસ્ત્રીઓએ દિવ્ય વસ્ત્રો અને વિવિધ આભરણેથી તેને અલંકૃત કરી. પાર્શ્વકુમાર પણે સુમુહુર્ત તથા સુલગ્ન સપરિવાર વેત હસ્તી ઉપર બેસી, મંગળ, સચ્છત્ર અને ચામરોથી શોભાયમાન, અનેક રાજાઓથી પરિવેષ્ટિત, સૂર્યનાદથી ગતિ અને પુરપ્રમદાઓથી દશ્યમાન સતા લીલાપૂર્વક વિવાહમંડપે આવ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #228
--------------------------------------------------------------------------
________________ ૨૧ર શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર, ત્યાં સુશીલ વિપ્રે ક્રમપૂર્વક કુળાચાર સાચા અને મંગળાચારપૂર્વક વરકન્યાને કરમેળાપ કરાવ્યું. પછી જેમના અંચળ (વસ્ત્રના છેડા) બાંધેલા છે એવા તે વરવધુ ચોરીમાં દાખલ થયા. ત્યાં ચંદન, પુષ્પ, તાંબુલ, વસ્ત્ર, અશ્વ અને હાથી વિગેરેથી સ્વજનોને સંતુષ્ટ કરવામાં આવ્યા, અને યાચકોને દાન દેવામાં આવ્યું. પછી ધૃત અને લાજ (જવ તલ) વિગેરેના હવનપૂર્વક વિધિથી વિપ્ર તેમને અગ્નિ ફરતા ફેરા ફેરવવા લાગ્યું. પ્રથમ મંગળમાં શ્વસુરરાજાએ હજારે ભાર સુવર્ણ આપ્યું, બીજા મંગળમાં કુંડળ અને હાર વિગેરે આભરણો આપ્યાં, ત્રીજા મંગળમાં સ્થાલ વિગેરે ભાજને તથા ગજ અને અશ્વ વિગેરે આપ્યા, અને ચેથા મંગળમાં દિવ્ય ચીવર (વસ્ત્રો) આપ્યાં. તેમજ બીજા પણ બધાં કૃત્ય કરવામાં આવ્યાં. એ પ્રમાણે વિવાહત્સવ પૂર્ણ કરી સમસ્ત જગતને પ્રસન્ન કરનાર પાશ્વકુમાર સવસ્થાને આવ્યા, એટલે સર્વને સંતોષ થયે. પછી પ્રસેનજિતુરાજા વિગેરે સ્વજને અશ્વસેન રાજાથી બહુ સત્કાર પામીને સ્વગૃહે ગયા. પ્રભુ પ્રભાવતી સાથે સુખભેગ ભેગવવા લાગ્યા; કારણ કે:નવીન સુરત સમાગમમાં પોતાના કરકિસલયના મૂળને ધુણાવતી, અને અહહ ! નહિ, નહિ! નહિ, મા, મા! મૂકે, મૂકે, એવી બાળયુવતિઓની વિસ્તૃત વાણી જે પુરૂષના શ્રવણપથમાં દાખલ થાય છેતેનર ધન્ય છે.” એમ અન્યત્ર કહેલું છે. “કુંકુમના પંકથી પંકિલ શરીરવાળી, પીન સ્તનપર કંપિત હારવાળી અને નૂપુરના નાદથી શબ્દાયમાન પદપદ્મવાળી એવી રામા (સ્ત્રી) જગતમાં કોને વશ કરતી નથી?” હવે શ્રી પાર્શ્વ કુમાર પ્રભાવતી સાથે ક્રીડા કરતા અને લોકોને પ્રેમ ઉપજાવતા દિવસો વ્યતીત કરવા લાગ્યા. વિના , સર્વજ્ઞ સૌદશા _पार्थनाथो जिनो जीया-द्विघ्नत्रातहरः परः / / // इति श्रीतपागच्छे श्री जगचंद्रसुरिपट्टपरंपरालंकारश्रीपूज्यश्रीहेम. विमलसरिसंतानीयगच्छाधिराजश्रीपूज्यश्रीहेमसोमसूरिवि P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #229
--------------------------------------------------------------------------
________________ છેલો ભવ. 213 जयराज्येपूज्यश्रीपंडितसंघवीरगणिशिष्यपंडित उदयवीरगणिविरचिते श्रीपार्श्वनाथगयबंधलघुचरित्रे भगवच्यवनजन्मा भिषकविवाहोत्सववर्णनो नाम पंचमः सर्गः // 5 // षष्ठ सर्ग. જડતાના પ્રતાપને દૂર કરનાર એવા શ્રીગુરૂના પાદપદ્મને વારં વાર પ્રણામ કરીને તથા જડતાના પ્રબલ તાપને હણનાર એવા અને અંતઃકરણમાં સ્થિત એવા સમસ્ત સારસ્વત મંત્રનું સ્મરણ કરીને સુગમ ગાબંધથી વિમળ, કમાગત અને શ્રી પાર્શ્વદેવના સંબંધથી યુક્ત એવા છઠ્ઠા સર્ગને હું રચું છું. એકદા શ્રી પાર્શ્વપ્રભુ પોતાના આવાસના ગવાક્ષમાં બેસી કાશીપુરીનું અવલોકન કરતા હતા, એવામાં પૂજાની સામગ્રી સહિત નગરજનોને નગર બહાર જતા જોયા. તે જોઈને તેમણે પોતાના માણસોને પૂછયું કે –“અહો! આજે દધિ, દુગ્ધ, પત્ર, પુષ્પ અને ફળ વિગેરેની સામગ્રી સહિત લેકે હર્ષિત થઈને નગરની બહાર કેમ જાય છે? શું ખાસ કંઈ ઉત્સવ છે? અથવા દેવયાત્રા છે?” એટલે એક માણસે કહ્યું કે:–“હે કૃપાનિધાન સ્વામિન ! સાંભળો. કમઠ નામને કોઈ એક તપસ્વી વનમાં આવ્યું છે, તે તપ કરતાં પંચાગ્નિ સાધે છે. આ લોકે તેની પૂજા કરવા જાય છે. એટલે પાર્શ્વપ્રભુ પણ કૌતુકથી સેવક સહિત અશ્વારૂઢ થઈને તેને જેવાને ચાલ્યા. તે વખતે તીવ્ર પંચાગ્નિના તાપમાં બેઠેલો, ધૂમ્રપાન કરતે, અજ્ઞાન–કષ્ટથી દેહને દમતે એવો કમઠ પ્રભુના જોવામાં આવ્યો. એ વખતે જ્ઞાનત્રયધારી પાર્શ્વપ્રભુએ અગ્નિકુંડમાં નાખેલા કાષ્ઠની અંદર એક મોટા સપને બળતો જોયો. એટલે કૃપાળુ પાર્શ્વકુમારે કહ્યું કે –“અહો અજ્ઞાન! અહો અજ્ઞાન! કે તપમાં પણ દયા દેખાતી નથી. સર્વ લોકે જાણે છે કે દયાહિન ધર્મથી મુક્તિ મળતી નથી. કહ્યું છે કે “પ્રા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #230
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ણીઓને વધ કરવાથી જે ધર્મને ઈચ્છે છે તે અગ્નિથી કમળસહિત વનને, સૂર્યાસ્તથી દિવસને, સર્પના મુખથી અમૃતને, વિવાદથી સાધુવાદને, અજીર્ણથી આરોગ્યને અને વિષથી જીવિતને ઈચ્છવા જેવું કરે છે. એટલા માટે દયાજ પ્રધાન છે. જેમ નાથ વિના સૈન્ય, જીવ વિનાશરીર, ચંદ્રવિના રાત્રી, હંસયુગલ વિના નદી–તેમ દયા વિના ધર્મ શોભતો નથી. માટે હે તપસ્વિન ! દયાવિના વૃથા લેશકારક કષ્ટ શામાટે કરે છે? જીવઘાતથી પુણ્ય શીરીતે થાય?” આ પ્રમાણે સાંભળીને કમઠ બે કે —-“હે ક્ષત્રિય! રાજપુત્રો તો માત્ર હાથી અને અશ્વની કીડાનેજ કરી જાણે છે, ધર્મને તે અમારી જેવા મહામુનિએજ જાણે છે.” પછી જગત્પતિ પાશ્વકુમારે તેના વિશ્વાસને માટે પિતાના માણસ પાસે અગ્નિકુંડમાંથી કાષ્ટ કઢાવીને તે યત્નપૂર્વક ફડાવ્યું. એટલે તે કાષ્ઠમાંથી તરતજ આકુળવ્યાકુળ થયેલ સર્પ નીકળે; પછી પ્રભુએ તે નાગને નમસ્કારમંત્ર સંભળાવ્યો, એટલે પ્રભુ ની વાણીમાંથી ઝરતા નમસ્કારરૂપ અમૃતનું પાન કરીને તે સર્પ સમાધિપૂર્વક મરણ પામી નાગાધિપ ધરણે થયો. અને તે નાગદેવોના મધ્યમાં મહર્કિંડે શોભવા લાગે. પછી “અહો અજ્ઞાન! અહે! કમઠનું અજ્ઞાન!” એમ કમઠની નિંદાપૂર્વક લોકોથી સ્તુતિ કરાતા પ્રભુ સ્વભવને ગયા. અને કમઠ તાપસ લેકેથી હેલના અને ગહ પામી ભગવંત ઉપર દ્વેષ કરતો અન્યત્ર ચાલ્યા ગયા. ત્યાં હઠથી તે અત્યંત કષ્ટકારી બાળતપ કરવા લાગ્યા. એ પ્રમાણે અજ્ઞાનતપ કરી પ્રભુ ઉપર દ્વેષ ધારણ કરતે મરણ પામીને તે ભવનવાસી મેઘકુમાર દેવામાં મેઘમાળી નામે અસુર થયે. કારણ કે –“બાળતપ કરવામાં સાવધાન, ઉત્કટ રોષ ધરનારા, તપથી ગર્વિષ્ઠ અને વૈરથી પ્રતિબદ્ધ થયેલા પ્રાણીઓ મરણ પામીને અસુરેમાંજ ઉત્પન્ન થાય છે.” તે મેઘમાળી અસુરાધમ દક્ષિણશ્રેણમાં દેઢ પપમના આયુષ્યવાળે થયો અને વિવિધ દેવસુખ ભેગવવા લાગ્યું. શ્રી પાશ્વકુમાર પણ ભેગસુખ ભેગવતાં દિવસે વ્યતીત કરવા લાગ્યા. ' એકદા વસંતઋતુમાં લોકોના ઉપરોધથી પાશ્વકુમાર ઉદ્યાનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #231
--------------------------------------------------------------------------
________________ નકાદિક માં પ્રવેશ કરે એવા એક પાર્થ કુમારને વૈરાગ્ય. 215 શોભા જેવાને માટે ગયા. ત્યાં લતા, દુમ, પુ અને કેતકાદિક જોતાં પ્રભુએ જ્યાં ઉંચા તારણો બાંધેલા છે એવા એક મોટા પ્રાસાદને જે, એટલે ભગવંતે તેમાં પ્રવેશ કર્યો. ત્યાં ભીંત ઉપરનાં ચિત્ર જોતાં અદભુત રાજ્ય અને રાજીમતીને ત્યાગ કરીને સંયમશ્રીને વરનાર એવા શ્રીનેમિજિનના ચિત્રને જોઈને પ્રભુએ વિચાર કર્યો કે –“અહા! શ્રીનેમિના વૈરાગ્યને રંગ કેઈ અનુપમ લાગે છે, કે જેમણે નવવનમાં રાજ્ય અને રાજીમતીને ત્યાગ કરી નિ:સંગ થઈને દીક્ષા અંગીકાર કરી, તે મારે પણ આ અસાર સંસારને ત્યાગ કરે એજ ઉચિત છે.” આ પ્રમાણે વિચાર કરીને વૈરાગ્ય રંગથી રંગિત થયેલા અને ભેગાવળી કમ જેમનું ક્ષીણ થઈ ગયેલું છે એવા પાશ્વ કુમાર સંયમ લેવા માટે તૈયાર થયા. એ વખતે સારસ્વતાદિ નવ પ્રકારના લોકાંતિક દેએ પાંચમા બ્રહ્મદેવલોકથી આવીને પ્રભુને નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામિ ! હે મૈક્યનાયક! હે સંસારતારક! તમે જયવંતા વત. હે સકળ કર્મનિવારક પ્રત્યે ! ત્રિભુવનને ઉપકારક એવા ધર્મતીર્થને પ્રવર્તાવે. હે નાથ ! તમે પોતે જ જ્ઞાની અને સંવેગવાન છે, તેથી સ્વયમેવ બધું જાણે છે, છતાં અમે તે માત્ર અમારા અધિકારની ફરજ બજાવવા વિજ્ઞપ્તિ કરીએ છીએ. " આ પ્રમાણે કહી નમસ્કાર કરીને તે દેવ સ્વાસ્થાને ગયા. પછી તે પ્રાસાદમાંથી નીકળીને સ્વામી પિતાના મહેલમાં આવ્યા અને ત્યાં મિત્રોને વિસર્જન કરી પલંગ પર બેસીને આ પ્રમાણે શુભ ભાવના ભાવતાં સ્વામીએ આખી રાત્રી વ્યતીત કરી:“અહો ! સંપત્તિઓ તે જળતરંગ સમાન સંચળ છે, વન તે માત્ર ત્રણ ચાર દિવસ જ રહેવાનું છે અને આયુષ્ય તે શરત્રાતુના વાદળાં જેવું ચંચળ છે. માટે હે ભ! ધનથી તમે પરહિત કેમ સાધતા નથી. જ્યાંથી જન્મ્યા ત્યાંજ રક્ત થયા અને જેનું પાન કર્યું તેનુંજ મર્દન કરવા તૈયાર થયા. અહે! તેમ છતાં પણ લોકોની મુખોઈ કેટલી છે કે તેમને વૈરાગ્ય ઉત્પન્ન થતું નથી. હું ભળ્યા ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #232
--------------------------------------------------------------------------
________________ 216 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. હૃદયમાં નમસ્કારરૂપ હારને ધારણ કરે, કર્ણયુગલમાં શ્રુતરૂપ કુંડળને ધારણ કરે, કરકમળમાં દાનરૂપ કંકણુને ધારણ કરો અને શિરપર ગુરૂની આજ્ઞારૂપ મુકુટને ધારણ કરો, કે જેથી શિવવધૂ તમારા કંઠમાં સત્વર સુંદર વરમાળા નાખે, વળી ચંદ્ર અને સૂર્યરૂપ વૃષભ દિવસ રાત્રિરૂપ ઘટમાળથી જીવોનું આયુષ્યરૂપ જળ ગ્રહણ કરે છે અને કાળરૂપ અરઘટ્ટને ફેરવ્યા કરે છે. એવી કઈ જાતિ નથી, એવી કેઈનિ નથી, એવું કોઈ સ્થાન નથી અને એવું કોઈ કુળ નથી કે જ્યાં સર્વ જીવો અનંતીવાર જન્મ અને મરણ પામ્યા ન હોય.” આ પ્રમાણે શુભ ભાવના ભાવતાં રાત્રી વ્યતીત થઈ, એટલે જગતના ઉતને માટે સૂર્યોદય થયે. ભગવાન પાર્શ્વનાથ પ્રભાતકૃત્ય કરી માતાપિતાની પાસે જઈ વિનયથી નમસ્કાર કરી તેમની આગળ બેસી તેમને સમજાવીને દીક્ષા લેવાની અનુજ્ઞા મેળવી. - પછી દીક્ષા નિમિત્તે પ્રભુએ વાર્ષિક દાન આપવાનો પ્રારંભ કર્યો. તે વખતે પ્રભુની આજ્ઞાથી સર્વત્ર ઇદ્ર એવી ઉદ્દઘોષણા કરી કે –“હે લોકે! પાર્શ્વપ્રભુ યથેચ્છ દાન આપે છે, માટે ગ્રહણ કરે. પછી શકેંદ્રના આદેશથી કુબેર પ્રભુના ઘરમાં મેઘની જેમ દ્રવ્ય વરસાવવા લાગ્યો. પ્રભુ દરરોજ એક કેડ ને આઠ લાખ હિરણ્ય નૈયા આપવા લાગ્યા. એટલે સમસ્ત જગતનો દારિદ્રયરૂપ દાવાનળ શાંત થઈ ગયા. વસુધાપર પરમાનંદરૂપ કંદ પ્રગટ થયા. ત્રણ અબજ અદ્યાશી કરેડ અને એંશી લાખ (૩૮૮૮૦૦૦૦૦૦)એટલું સુવર્ણ ભગવતે વાર્ષિકદાનમાં આપ્યું. પછી દીક્ષા અવસર જાણીને ચેસઠ ઈંદ્રો ત્યાં આવ્યા, અને ચારિત્રગ્રહણનો મહત્સવ કર્યો, તેમાં પ્રથમ તીર્થ જળથી ભરેલા એવા સુવર્ણના, ૨જતના અને રનના કુંભેથી ભગવંતને સ્નાન કરાવ્યું, પછી ચંદન કર્પરાદિ સુરભિ દ્રવ્યથી પ્રભુને વિલેપન કરી દિવ્ય વસ્ત્ર પહે રાવ્યા, પારિજાત પુષ્પના રમણીય હાર વિગેરેથી પ્રભુ અત્યંત મનેહર દીસવા લાગ્યા. પછી ઉદાર અને સુંદર હાર, કુંડળ, મુગટ, કંકણું, બાજુબંધાદિ ભૂષણોથી પ્રભુને ભક્તિપૂર્વક ભૂષિત કર્યા. એટલે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #233
--------------------------------------------------------------------------
________________ દીક્ષા મહોત્સવ. . ર૧૭ પ્રભુ કલ્પવૃક્ષની જેવા શોભવા લાગ્યા. પછી શકે છે રચેલી વિશાળ શિ. બિકાપર આરૂઢ થઈ પ્રભુએ સિંહાસનને અલંકૃત કર્યું. તે વખતે ભગવંત ઉપર સુવૃત્ત, ઉજવળ અને ઉદ્ઘસાયમાન છત્ર તથા બંને બાજુ બે ચાપર શોભવા લાગ્યા. પછી બહુ વાઘ વાગતાં, વિવિધ ગીત ગવાતાં, બંદીજનોથી જય જય શબ્દ બોલાતાં, સુરાસુર અને મનુષ્યથી શિબિકાને વહન કરાતાં, નગરજનોથી ઉત્કંઠાપૂર્વક જોવાતા, શિરથી નમન કરાતા અને અંજળિપૂર્વક સ્તુતિ કરાતા ભગવંત હર્ષપૂર્વક સંયમશ્રીને વરવાને માટે આશ્રમપદ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં અશેકવૃક્ષની નીચે શિબિકા પરથી ઉતરીને ભગવંતે સુવર્ણ અને રત્નાભર ને ત્યાગ કર્યો, અને જ્ઞાન, દર્શન તથા ચારિત્રરૂપ રત્નોને ગ્રહણ કર્યો. તે વખતે શકેંદ્ર પ્રભુના સ્કંધપર દેવદૂષ્ય-વસ્ત્ર મૂક્યું. પછી પોસમાસની કૃષ્ણ એકાદશી તથા વિશાખા નક્ષત્રમાં અષ્ઠમ તપ કરી પંચમુષ્ટિથી કેશનો લેચ કરીને “નો સિદ્ધાળ” એ પદ સંભારતાં ભગવંતે ચારિત્ર અંગીકાર કર્યું. એટલે તરત પ્રભુને ચતુર્થ મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પંચમુષ્ટિથી લંચિત કરેલા ભગવંતના કેશને શકેંદ્ર પોતાના વસ્ત્રમાં લઈ ક્ષીરસાગરમાં લેપન કર્યા. પ્રભુની સાથે ત્રણ રાજપુત્રોએ સવેગથી ચારિત્ર અંગીકાર કર્યું. પછી સુરાસુર તથા રાજાઓ ભગવંતને નમસ્કાર કરીને સ્વસ્થાને ગયા; અને ભગવાન ત્યાંજ પિતાની બંને ભુજા લંબાવીને કાર્યોત્સર્ગમાં સ્થિત થયા. પ્રભાતે પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. હવે અષ્ટમ તપને પારણે ભગવંતે કે પકટાક્ષ નામના સન્નિવેશમાં ધન્ય નામે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યો. એટલે સાક્ષાત્ કલપવૃક્ષની જેવા ભગવંતને જોઈને પોતાના આત્માને ધન્ય માનતા એવા ધન્ય તત્કાળ ઉત્પન્ન થયેલ વિવેકથી પ્રભુને નમસ્કાર કરીને શુદ્ધ બુદ્ધિપૂર્વક પરમાન્ન (દૂધપાક) થી પ્રભુને પારણું કરાવ્યું. તે વખતે “અહો વાનગી રા” એવી ઉદ્દઘોષણાપૂર્વક દેવોએ આકાશમાં દેવદુંદુભિ વગાડી, સુગંધી જળની વૃષ્ટિથી વસુધાને આદ્ધ કરી, સુવ૨૮ 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #234
--------------------------------------------------------------------------
________________ 218 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ની વૃષ્ટિ કરી, વિવિધ પ્રકારના પંચવણ પુષ્પથી પૃથ્વીને વ્યાપ્ત કરી અને દિવ્ય નાટક કર્યું. પાર્શ્વનાથને પારણું કરાવવાથી ધન્ય પુણ્યથી પૂર્ણ થયે, તેનું ઘર ધનથી પૂર્ણ થયું, લકે આનંદથી પૂર્ણ થયા અને ગગન દેવ દુભિના નાદથી પૂર્ણ થયું. તે વખતે રાજા અને લેકોએ ધન્યને સન્માન આપ્યું. અને પ્રભુના પારણાને સ્થાને તેણે હર્ષપૂર્વક પાદપીઠ કરાવ્યું. સ્વામી ગામ, આકર અને નગરાદિકમાં વિચારવા લાગ્યા. વસુધાની જેવા સર્વસહ, શરદ્દ સતુના વાદળાની જેવા નિર્મળ, આકાશની જેવા નિરાલંબ, વાયુની જેવા અપ્રતિબદ્ધ, અનિની જેવા તેજથી દીપ્ત, કાંસાનું પાત્ર જેમ જળસ્પર્શ રહિત હોય તેમ અન્ય સંબંધ રહિત, સમુદ્રની જેવા ગંભીર, મેરૂની જેવા અપ્રકંપ, ભારંડપક્ષીની જેવા અપ્રમાદી, પદ્મપત્રની જેવા નિલેપ, પાંચ સમિતિએ સમિત, ત્રણ ગુપ્તિથી ગુસ, બાવીશ પરિસહેને જીતનારા, ચરણન્યાસથી પૃથ્વીને પાવન કરનારા અને પંચાચારને પાળનારા પાશ્વ પ્રભુ અનુક્રમે કાદંબરી અટવીમાં કલિપર્વતની નીચે કંડ સરેવરના તીરપર પ્રતિમાઓ (ઓગણીશ દેષરહિત કાઉસગ્નધ્યાને) રહ્યા. તે ઓગણીશ દેષ આ પ્રમાણે - 1 ટકદોષ–ઘેડાની જેમ પગ ઉંચે યા વાંકે રાખે છે. 2 લતાોષ–વાયુથી લતા કંપે તેમ શરીરને ધુણાવે તે. 3 ખંભાદિષ–સ્તંભ વિગેરેના ટેકાથી રહે તે. 4 માળદેષ–મેડા ઉપરના માળ સાથે માથું લગાવીને રહે છે. 5 ઉધિદેાષ–ગાડાની ઉધની જેમ અંગુઠા તથા પાની મેળ વને બે પગ ભેળા રાખે છે. 6 નિગડદોષ–નેઉલમાં પગ નાખ્યાની જેમ પગ મેકળા રાખે તે. 7 શબરીદેાષ–ભીલડીની જેમ ગુહ્ય સ્થાને હાથ રાખે છે. 8 ખલિદોષઘેડાના ચકડાની જેમ હાથમાં રજોહરણ રાખે તે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #235
--------------------------------------------------------------------------
________________ વસ્થ વિહાર. 9 વ ષ -નવપરિણત વધુની જેમ માથું નીચું રાખે તે. 10 લબત્તરદોષ-નાભિની ઉપર અને ઢીંચણથી નીચે જાનુ ઉપર લાંબું વસ્ત્ર રાખે છે. 11 સ્તનદોષ-ડાંસ વિગેરેના ભયથી અથવા અજ્ઞાનથી સ્ત્રી જેમ લજજાથી શરીર ઢાંકી રાખે તેમ હૃદયને ઢાંકી રાખે તે. 12 સંયતીદોષ-શીતાદિકના ભયથી સાધ્વીની જેમ બને ખભા યા સમગ્ર શરીર ઢાંકી રાખે તે. 13 સમુહંગલાદેષ-આળાવાની સંખ્યા ગણવાને માટે અંગુળી તથા પાંપણના ચાળા કરે તે. 14 વાયદેષ-કાગડાની જેમ આંખના ડોળા ફેરવે છે. 15 કપિથ્થદોષ-જૂના ભયથી અથવા પ્રસ્વેદથી મલીન થવાના વસ્ત્રને કોઠની જેમ ગોપવી રાખે તે. 16 શિરકે પોષ–યક્ષથી આવેશિત થયેલાની જેમ માથું ધુણાવે તે. 17 મૂકદોષ-મુંગાની જેમ હું છું કરે છે. 18 મદિરાદેષ-મદમરની જેમ આળાવા ગણતાં બબડાટ કરે તે. 19 પ્રેક્ષ્યદેષ-વાનરની જેમ આમતેમ જુએ, ઓછપુટ ચળાવે તે. એ પ્રમાણે ગણીશ દેષ ટાળીને પ્રભુ કાત્સગે રહ્યા. તેમજ દષ્ટિ યુગળને નાસિકાના અગ્રભાગપર રાખી, દાંતથી દાંતને સ્પર્શ કર્યા સિવાય, વદનને પ્રસન્ન રાખી પૂર્વ કે ઉત્તરદિશા સન્મુખ મુખ રાખી અપ્રમત્ત અને સુસંસ્થાનપૂર્વક ધ્યાનમાં તત્પર થયા. ભગવંત કાર્યોત્સર્ગમાં સ્થિત હતા એવામાં ત્યાં મહીધર નામનો હાથી જળપાનને માટે આવ્યું. અને પ્રભુને જોઈ ઉહાપોહ કરતાં જાતિસ્મરણ પામવાથી તે ચિતવવા લાગે કે - | ‘પૂર્વભવે હું વામન એ હેમનામે કુલપુત્રક હ. વામન પણાના દેષથી લોકોમાં હું હાસ્યાસ્પદ થયો. એકદા પિતાના પરાભવને લીધે ઘરથી નીકળીને વન માં ભમતાં એક મુનિ જોવામાં આવ્યા. મેં તેમને વંદન કર્યું, એટલે તેમણે મને યતિપણામાટે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #236
--------------------------------------------------------------------------
________________ 220 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. અયોગ્ય જાણુ મહાઉપકારથી શ્રાવકપણું ગ્રડણ કરાવ્યું. હું શ્રાવક થ, પણ લકે મારા પર હસતા, તેથી હું બહુ ખિન્ન થઈ ગયે. પછી પોતાના લઘુ શરીરને નિંદતો અને મોટા શરીરને ઈછતે હું આર્તધ્યાનથી મરણ પામીને પર્વતસમાન મોટા શરીરવાળે હસ્તી થયા. અત્યારે હું પશુ હોવાથી શું કરી શકું? શેનું આરાધન કરું? પરંતુ કર (સૂંઢ) થી કંઈક પ્રભુની અચ તે કરૂં.' એમ વિચાર કરી સરોવરમાં પ્રવેશ કરી નહાઈને ત્યાંથી કમળે લઈ પ્રભુની પાસે આવ્યું. પછી તે હાથી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ પ્રભુના ચરણને પડ્યોથી પૂછ મનથી સ્તુતિ કરીને અને શિરથી નમન કરીને પિતાના આત્માને ધન્ય માનતો સતે તે યથા સ્થાને ગયે. પછી પાસે રહેલા દેવોએ સુગંધી વસ્તુઓથી પ્રભુની પૂજા કરી પ્રભુની આગળ હર્ષપૂર્વક નાટક કર્યું. એ વખતે કઈ પુરૂષ પાસેની ચંપાનગરી માં જઈને ત્યાંના કરકંડુરાજાને તે બધું સ્વરૂપ નિવેદન કર્યું, એટલે તે રાજા વિસ્મય પામી સૈન્ય અને વાહન સહિત પ્રભુને વંદન કરવાને આવ્યું. પછી રાજાએ ત્યાં નવહસ્તપ્રમાણુ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા કરાવીને નવું ચિત્ય બંધાવી મહોત્સવ સહિત તેમાં સ્થાપન કરીદેવોએ ત્યાં નાટક કર્યું. તે પ્રતિમા અધિષ્ઠાયકના પ્રભાવવાળી હોવાથી પ્રભાવશાળી થઈ, એટલે તે લેકેને મનભીષ્ટ ફળ આપવા લાગી. ત્યાં કલી નામે પર્વત અને તેની પાસે રહેલ કુંડે નામે સરેવર હોવાથી કલિડ એવું જગતને પાવન કરનારૂં તે તીર્થ થયું. પેલો હાથી મરણ પામીને પ્રભુમાંજ એક ભક્તિવાળ હેવાથી મહદ્ધિક વ્યંતર થયે, અને તે તીર્થને ઉપાસક થયો. હવે પાWપ્રભુ વિહાર કરતાં અનુક્રમે શિવપુરી નામની નગરી સમીપે પધાર્યા અને ત્યાં કેશબે નામના વનમાં કાર્યોત્સર્ગ રહ્યા. તે વખતે ધરણે કે પોતાના પૂર્વ ભવને ઉપકાર સંભારી મહદ્ધિપૂર્વક ત્યાં આવી પ્રભુને ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને સ્તવીને સ્વામીની આગળ નાટક કર્યું, તે વખતે ધરણે મનમાં સ્વામીનારી પ્રભુને ભાિ ભવને પણ કાયન્સ P.P.AC. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust
Page #237
--------------------------------------------------------------------------
________________ છદસ્થ વિહાર 221 ચિંતવ્યું કે હું સેવક છતાં પ્રભુને સૂર્યકિરણને સ્પર્શ ન થાઓ.” એમ વિચારી પ્રભુના મસ્તક ઉપર તેણે સહસ્ત્ર ફણારૂપ છત્ર ધારણ કર્યું. પછી ભગવતે અન્યત્ર વિહાર કર્યો, એટલે ધરણે પણ સ્વસ્થાને ગયે. એ ત્યાં અહિચ્છત્રા નામે નગરી વસાવી, અને ત્યાં અહિચ્છત્ર નામે તીર્થ પ્રસિદ્ધ થયું. સ્વામી રાજપુર નગરની સમીપના ઉપવનમાં જઈને પ્રતિમાઓ રહ્યા. ત્યાં ઈશ્વર નામે રાજા હતો. તે રાજા તે વખતે રવાડીએ નીકળ્યા હતા. એવામાં સેવકોએ કહ્યું કે હે સ્વામિન! આ વ્રતસ્થ એવા અશ્વસેન રાજાના પુત્ર પાર્શ્વ ભગવંતને જુઓ.” એમ કહેતાં જ રાજા હર્ષિત થઈ પાર્શ્વનાથની પાસે આવ્યે. ત્યાં પ્રભુને જોઈને રાજાએ ચિંતવ્યું કે –“આવો વેષ કયાંક મારા જેવામાં આવે છે.” એમ ચિંતવતા તે મૂચ્છ પામ્યું. પછી જાતિસ્મરણ ઉત્પન્ન થતાં તે સાવધાન થઈને બોલ્યો કે -અહે! મોટા આશ્ચર્યની વાત છે કે-મને મારો પૂર્વભવ બધે યાદ આવ્યું છે.” મંત્રી બોલ્યા કે આપનું પૂર્વભવનું વૃત્તાંત શું છે તે કહી સંભળાવે.” રાજાએ કહ્યું કે –સાંભળે. “પૂર્વે વસંતપુર નગરમાં દત્ત નામે બ્રાહ્મણ હતા. તે લગ્ન અને નિમિત્તજ્ઞાનના કથનથી લોકમાં પ્રસિદ્ધ થયો. એકદા કર્મ વશાત્ તે બ્રાહ્મણને કુષ્ઠ રોગ ઉત્પન્ન થયે. સેંકડે ઔષધો કરતાં પણ તે શાંત ન થયો, એટલે દૈવવશાત તેના કુટુંબે પણ તેને ત્યાગ કર્યો, તેથી તે દુઃખી થયું. પછી તે ગંગા પાસે આવીને એકદમ તેના જળમાં કુદકો મારવા જતા હતા તેવામાં આકાશમાર્ગે જતાં કઈ વિદ્યાધર ત્રિષિએ તેને જે અને કહ્યું કે –“હે મહાભાગ! જળમાં ઝંપાપાત શા માટે કરે છે?” તે બોલ્યો કે:-“હે સાધ! રોગના દુખથી હું બહુ હેરાન થઉં છું, તેથી મરવા ઈચ્છું છું.”મુનિ બોલ્યા કે:-“હે મહાભાગ! સર્વ રોગને હરણ કરે એવા જિનધર્મ. રૂપ મહારસાયનનું સેવન કર, અને તેની સતત સેવા કરી વિષવૃક્ષ (સંસાર) ના મૂળભુત દુષ્કર્મનું છેદન કર.” એટલે તે બોલ્યો કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #238
--------------------------------------------------------------------------
________________ -www-on- * 222 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. તે રસાયન કેવું?”એટલે મુનિ બેલ્યા કે –આ કર્મજન્ય રોગ છે, તેના નિવારણ માટે ધર્મરૂપ ઔષધ કર.” એટલે તેણે શુદ્ધ ભાવથી સમ્યકત્વ સહિત પંચ અણુવ્રતરૂપ ગુડWધર્મને સ્વીકાર કર્યો. ત્યારથી તે અચિત્ત આહાર, પ્રાસુક જળપાન, અને પંચ પરમેથી નમસ્કારની ગણના કરવામાં તત્પર થયે અને શુભ ભાવના ભાવવા લાગ્યા. એકદા ચૈત્યમાં જઈ જિનેશ્વરને અને મુનિને વંદન કરીને તે બેઠે. તે વખતે બીજે એક પુષ્કલિક નામને શ્રાવક મુનિ સમીપે પૂર્વે બેઠા હતા. તેણે મુનિને પૂછ્યું કે;–“હે ભગવન્આવા પ્રકારના વિવિધ વ્યાધિથી વિશીર્ણ થયેલા પુરૂષને જિનમંદિરમાં આ વિને જિવંદન કરવું યુક્ત છે?' મુનિ બોલ્યા કે –“હે મહાભાગ! અવગ્રહ જાળવીને અને આશાતના ટાળીને દેવવંદન કરવામાં શે દેષ છે? સાધુઓ પણ મેલ અને પરસેવાથી મલિન દેહવાળા હોય છે, તેઓ તેવા સ્વરૂપે જ ચૈત્યમાં દેવવંદન કરે છે. એટલે પુન: પુકલિક શ્રાવકે કહ્યું કે –“આ મનુષ્ય કઈ ગતિમાં જશે?” મુનિ જ્ઞાન નના પ્રભાવથી બેય કે –“પૂર્વે આયુ બાંધેલ હેવાથી એ રાજપુરમાં તિર્યંચગતિમાં કુકડે થશે. તે વખતે તે કુછી પિતાનું ભાવી દુ:ખ સાંભળીને અત્યંત રૂદન કરવા લાગ્યું. એટલે મુનિએ તેને બધ આપે કે –“હે સુજ્ઞ! ખેદ ન કર. જેમ પ્રચંડ પવનથી ઉ. છળેલ સમુદ્રના તરંગને પ્રસાર કોઈથી અટકાવી ન શકાય તેમ પૂર્વ કર્મના વિપાકને પ્રસાર કેઈથી અટકાવી ન શકાય. પંડિત પુરૂ કહી ગયા છે કે –“જીવને સુખ દુઃખ આપનાર અન્ય કોઈ નથી, તે બીજું કઈ આપે છે એમ માનવું એ કુબુદ્ધિ છે. તે નિષ્ફર આત્મા! પૂર્વે જે દુષ્કર્મ કર્યું છે, તેજ તારે ભોગવવું પડે છે.” તેમજ વળી: " आरोहतु गिरिशिखरं, समुद्रमुल्लंघ्य यातु पातालं / विधिलिखिताक्षरमालं, फलति सर्व न संदेहः // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #239
--------------------------------------------------------------------------
________________ છઘ વિહાર 223 उदयति यदि भानुः पश्चिमायां दिशायां, प्रचलति यदि मेरूः शीततां याति वतिः। विकसति यदि पध्र पर्वताग्रे शिलायां .. तदपि न चलतीयं भाविकी कर्मरेखाः" // પર્વતના શિખર પર ચડે કે સમુદ્રનું ઉલ્લંઘન કરીને પાતાળ માં જાઓ, પણ લલાટમાં લખેલ વિધિના લેખ તે અવશ્ય ફળવાના જ છે. કદાચ સૂર્ય પશ્ચિમમાં ઉગે, મેરૂપર્વત ચળાયમાન થાય, અગ્નિ શીતલ થાય અને પર્વત ઉપરના પત્થર પર કદાચ પદ્મ વિકસિત થાયતથાપિ આ ભવિષ્યસૂચક કમરેખા ટાળી ટળતી નથી.” માટે કમની ગતિ વિષમ છે. અનંત બળધારી તીર્થકરે પણ કર્મ ની ગતિનું ઉલ્લંઘન કરી શકતા નથી. પૂર્વકૃત કર્મનું ફળ ભોગવવું જ જોઈએ. પ્રથમ તીર્થકર પણું એક વર્ષ પર્યત આહાર પામી ન શક્યા. માટે કર્મની ગતિ એળગી શકાય તેમ નથી. તથાપિ સાં- ભળ–તે રાજપુરમાં કુકડાના ભાવમાં મુનિને જોઈ જાતિસ્મરણ પામી અનશનપૂર્વક મરણ પામીને તેજ રાજપુરમાં તું રાજા થઈશ. ત્યાં રયવાડીએ જતાં પાશ્વપ્રભુને જોઈને તું બોધ પામીશ.” આ પ્રમાણે સાંભળીને તે કુછી વિપ્ર હર્ષિત થયે. અનુક્રમે તે કુકડે થઈને પછી રાજા થયે. તે આ હ પોતે છું અને પ્રભુને જોઈને હું જાતિસ્મરણ પામે છું.” પછી પ્રભુને નમસ્કાર કરીને પ્રભુના કાયોત્સર્ગના સ્થાને ચૈત્ય બંધાવી મહોત્સવપૂર્વક ત્યાં પ્રભુની પ્રતિમાનું સ્થાપન કર્યું. તે ચૈત્યનું કર્કટેશ્વર એવું નામ પ્રસિદ્ધ થયું. અને ત્યાં કુર્કટેશ્વર નામે નગર પણ તેણે વસાવ્યું. એકદા વિહાર કરતા ભગવંત નગરની પાસે રહેલા તાપસના આશ્રમમાં આવ્યા. એવામાં સૂર્ય અસ્ત થયો. ત્યાં કુપની પાસે વટવૃક્ષની નીચે રાત્રે પ્રભુ કાયા અને મનથી પણ નિ:પ્રકંપપણે પ્રતિમાએ રહ્યા. એવામાં અમદેવ મેઘમાળી પિતાના અવધિજ્ઞાનથી પૂર્વ ભવના વૈરનો વૃત્તાંત જાણીને ક્રોધથી બળતો સતે ભગવંતને ઉપદ્રવ કરવા આવ્યું. તે અધમ દેવ પાપામા, દુષ્ટ, પૃષ્ટ, દુષ્ટ, પુષ્ટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #240
--------------------------------------------------------------------------
________________ 224. શ્રી પાર્શ્વનાથ ચરિત્રભાષાંતર થઈને પ્રભુની સન્મુખ આવ્યું. તેણે પ્રથમ જગમ પર્વત જેવા ગાજતા હાથીઓ વિદુર્થો. તેઓ દૂરથી આવીને પોતાની સુંડાથી પ્રભુને ક્ષોભ પમાડવા લાગ્યા, પણ તે ભીમ રૂપોથી પ્રભુ ભ ન પામ્યા. એટલે તે લજિજત થઈને અદશ્ય થઈ ગયા. પછી તેણે પ્રભુની આગળ દાઢારૂપ કરવતથી ભીષણ, તીક્ષણ નખરૂપ મુદ્દાલયુક્ત અને અગ્નિ જેવી પ્રદીપ્ત દષ્ટિવાળા ઘણુ વાઘ વિકુ. એટલે તે દૂરથી આવી પોતાના પુચ્છથી પૃથ્વીને આહત કરી પ્રભુ પાસે ધુત્કાર શબ્દ કરવા લાગ્યા. તથાપિ સ્કુરાયમાન ધ્યાનરૂપ પ્રદીપના પ્રભાવથી પ્રભુને અન્ય જાણીને તે દૂર ચાલ્યા ગયા. પછી તે વૈરીદેવે ચિત્તાઓ, વિષમય સર્પ અને વીંછીઓ વિમુર્થી, તેઓથી પણુ ભગવંત એક તીલતુષ માત્ર પણ ક્ષુબ્ધ ન થયા. એટલે તે દેવા ધમ વાદ્ય વગાડતી, ગાન કરતી અને અનેક હાવભાવ તથા કામચેષ્ટા કરતી એવી ઘણું કિન્નરીઓથી ભગવંતને ચલાયમાન કરવા લાગ્યું, છતાં પ્રભુ ક્ષેભ ન પામ્યા. જેમ જબરજસ્ત વાયુથી કઈ રીતે મેરૂપર્વત ચલાયમાન ન થાય, તેમ પ્રભુ ચલાયમાન ન થયા. પછી તે પાપાત્માએ પ્રભુના મસ્તક ઉપર મોટી રવૃષ્ટિ કરી. છતાં ભગવંત લેશમાત્ર પણ ચલાયમાન ન થયા. પછી તે દુષ્ટાત્માએ વિકીર્ણ કેશવાળા, વિકૃત આકૃતિવાળા અને મનુષ્યના મુંડ તથા ધડને ધારણ કરનારા તથા ભયંકર આકારવાળા અનેક પ્રેત અને વેતાળ વિકુર્થી. તેઓથી પણ પ્રભુ ભાયમાન ન થયા, તેથી તે દુષ્ટને બહુજ ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. એટલે ભગવંતને જળમાં ડુબાડવાને માટે તે પાપીએ આકાશમાં મેઘ વિક્ર્યો. તેમાં કાળની છાઁા સમાન વિજળી ચમકવા લાગી, ગગનભેદી ગર્જનાઓથી સર્વ દિશાઓ પૂરાઈ ગઈ અને જગત્ બધું આકુળ વ્યાકુળ થઈ ગયું, એટલે મુશળ ધારાએ મેઘ વરસવા લાગ્યા. આકાશ અને પૃથ્વી જળમય થઈ ગઈ અને જંતુઓ અને વૃક્ષાદિક બધા જળમાં તણાવા લાગ્યા. તે વખતે પ્રભુના જાનુ કટી અને કંઠપર્યત જળ વધતું ગયું. એમ કરતાં કરતાં તે નાસિકાના અગ્રભાગ સુધી આવ્યું, તથાપિ ભગવંત પિતાના ધ્યાનથી ચલાયમાન ન થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #241
--------------------------------------------------------------------------
________________ ધસ્થ વિહાર 25 ભવસાગરમાં પડતાવિશ્વને એક આધારભૂત સ્તંભની જેમ સ્થિર રહ્યા. એ અવસરે ધરણેન્દ્રનું આસન ચલાયમાન થયું; એટલે ભગવંતને ઉપસર્ગ થતે જાણીને તે પોતાની દેવીઓ સહિત ત્યાં આવ્યું, અને પ્રભુને નમસ્કાર કરીને પ્રભુના ચરણ નીચે કમળની સ્થાપના કરી અને મસ્તક પર તેણે સાત ફણારૂપ છત્ર ધારણ કર્યું. તે વખતે ભગ વંત ધ્યાન-સમાધિસુખની લીલારૂપ કમળપર રહેલા રાજહંસની જેવા શોભવા લાગ્યા. ભક્તિ વડે નિર્ભર એવી ધરણેની દેવીઓ (ઈંદ્રાણીઓ) પ્રભુ પાસે , વીણા અને મૃદંગાદિ વાવપૂર્વક સંગીત તથા નાટક કરવા લાગી. એ વખતે ભક્તિમાન્ ધરણેન્દ્ર અને ઉપસર્ગ કરનાર કમઠ-એ બંને પર પ્રભુની તુલ્ય મનોવૃત્તિ હતી. પછી એ પ્રમાણે અમર્ષ સહિત વરસતા મેઘમાળીને ધરણે કે કેપથી આક્ષેપપૂર્વક આ પ્રમાણે કહ્યું કે-“હે દુર્મતે! પિતાના અનંથને માટે આ તે શું આરંવ્યું છે? હું ભગવંતને સેવક છું, તેથી હવે હું સહન કરવાનું નથી. કાષ્ટમાં બળતા એવા મને ભગવતે નમસ્કાર મંત્ર સંભળાવીને ઇંદ્ર બનાવ્યો અને તેને પણ પાપથિી અટકાવ્યું, એમાં ભગવતે તારે શો અપરાધ કર્યો? નિષ્કારણ બંધુ એવા એ નાથપર તું નિષ્કારણ શત્રુ શા માટે થાય છે? ત્રણ જગતને તારવામાં સમર્થ એવા એ ભગવાન જળથી બુડવાના નથી, પણ મને લાગે છે કે અગાધ ભવસાગરમાં તું પોતેજ બુડવાને છે.” એ પ્રમાણે કહીને ધરણેન્દ્ર મેઘમાળીને હાંકી કહાડ્યો, એટલે તે ભયભીત થઈ ભગવંતને તથાસ્થિત અને નાગૅદ્રથી સેવાતા જોઇને સર્વ જળ સંહરી લઈ પ્રભુના ચરણમાં આવીને પડ્યો અને અંજળી જેડી પ્રભુને ખમાવી ભકિતપૂર્વક નમસ્કાર કરીને પશ્ચાત્તાપ કરતો સ્વાસ્થાને ગયે. ધરણેન્દ્ર પણ ભગવંતને નિરુપદ્રવી જાણે તેમને સ્તુતિપૂર્વક નમસ્કાર કરીને સવભવને ગયા અને પ્રભુએ ત્યાં જ તે રાત્રી વ્યતીત કરી. હવે વ્રત લીધા પછી વ્યાશી દિવસ વ્યતિક્રાંત થતાં ચોરાશીમે 29 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #242
--------------------------------------------------------------------------
________________ 226 શ્રી પાશ્વનાથ ચરિત્ર-ભાષાંતર. દિવસે ચંદ્રમા વિશાખા નક્ષત્રમાં આવતાં ચૈત્રમાસની કૃષ્ણ ચતુથીના દિવસે ઘનઘાતી કર્મચતુષ્ટય ક્ષય થતાં કરેલ છે અષ્ટમ તપ જેમણે એવા અને શુકલધ્યાનને ધ્યાનારા એવા ત્રિભુવનપતિ પાW. નાથ ભગવંતને દિવસના પૂર્વ ભાગમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. લોકાલકને પ્રકાશનાર અને ત્રિકાળવિષયી એવું સંપૂર્ણ જ્ઞાન અને દર્શને ન પ્રગટ થયું, એટલે સુરાસુરનાં આસનો કંપ્યાં, તેથી દેવોએ ત્યાં આવી હર્ષિત થઈને પોતપોતાના સર્વ કૃત્યે આ પ્રમાણે કયો– પ્રથમ વાયુકુમાર દેવએ એક જનપ્રમાણે પૃથ્વી સાફ કરી, મેઘકુમાર દેવોએ સુગંધી જળવૃષ્ટિથી એક જન પ્રમાણ વસુધાને સિંચન કરી; પછી વ્યંતર દેવેએ સુવર્ણ અને રત્નનું ભૂમિપીઠ બાંધ્યું તથા જેના ડીંટ નીચે રહે એવા વિચિત્ર (પાંચે વર્ણનાં) પુરુ પાથર્યો. તે ભૂમિની શોભાને માટે ચારે દિશામાં રત્ન, માણિકય અને કાંચનના તોરણ બાંધ્યાં. પછી વૈમાનિક, તિષ્ક અને ભવનપતિ દેએ મણિ, રત્ન અને સુવર્ણના કાંગરાથી સુશેભિત એવા રત્ન, સ્વર્ણ અને રજતમય ત્રણ ગઢ બનાવ્યા. વ્યંતરેએ ગઢના ચારે દ્વાર આગળ સુવર્ણકમળોથી અલંકૃત એવી વાવડીઓ કરી. બીજા વપ્રની અંદર ઈશાન ખુણામાં ભગવંતના વિશ્રામને માટે દેવછંદ તૈયાર કર્યો. સમવસરણના મધ્યમાં વ્યંતરેએ સત્યાવીશ ધનુષ્ય ઉંચું અશોકવૃક્ષ વિકવ્યું. અને તેની નીચે વિવિધ રત્નમય ચાર પાદપીઠ બનાવ્યાં. તેની મધ્યમાં મણિમય પ્રતિષ્ઠદ બનાવ્યું. તેની ઉપર પૂર્વ દિગ્વિભાગમાં તેમજ બીજી ત્રણ દિશામાં રત્નમય સિંહાસન સ્થાપન કર્યો અને તે પર ત્રણ છત્ર ધારણ કર્યા. બે બે યક્ષેએ ચારે બાજુએ બે બે ચામર ધારણ કર્યા. ચારે દ્વાર આગળ સુવર્ણકમળપર સ્થિત એવા ચાર ધર્મચક તૈયાર કર્યા અને બીજું પણ જે કાંઈ કર્તવ્ય હતું તે બધું વ્યંતરોએ બજાવ્યું. (સમસરણના પ્રમાણુના સંબંધમાં એક સ્થાને આવી ગાથા છે:-). 1 ચરિત્રમાં પાદપીઠ, સિંહાસન, છત્ર, ચામર, ધમચક્ર વિગેરે એકેક કહેલા છે, પણ એક દિશામાં જેમ કર્યા તેમ ચારે દિશામાં સમજી લેવાના હેવાથી અહીં તે અર્થ કર્યો છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #243
--------------------------------------------------------------------------
________________ 227 સમવસરણ વર્ણન. " वारसजोयणमुसहे, ओस रणं आसि नेमिजिणजाव / - ao જાક ઉi, વારે 5 વરવી છે. “ત્રષભદેવનું સમવસરણ બાર એજનનું, અને ત્યાર પછી નેમિનાથજી સુધી બે બે ગાઉ ઓછું-એટલે નેમિનાથજીનું દોઢજનનું (છ ગાઉનું), પાર્શ્વનાથનું પાંચ ગાઉનું અને ચાવીશમા વીર પરમાત્માનું ચાર ગાઉનું સમજવું.” (આ ગાથાને પુષ્ટિ કરે તેવી હકીકત સમવસરણ પ્રકરણાદિ માંથી મળી શકતી નથી.) પછી સુરસંચારિત સુવર્ણકમળપર ચરણ ધરતા કરોડ દેવોથી પરિવૃત્ત એવા પ્રભુએ સમવસણમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને ભગવતે અશોકવૃક્ષને પ્રદક્ષિણા કરી. પછી “નો તિથa’ એ પદથી તીર્થને નમસ્કાર કરી પૂવૉભિમુખ સિંહાસન પર ભગવંત વિરાજમાન થયા. એટલે વ્યંતરોએ તરત બીજી ત્રણ દિશાઓમાં પ્રભુના સ્વરૂપ જેવા બીજા ત્રણ રૂપ કર્યો. પછી પ્રભુના શરીરનું તેજ અસહ્ય જાણીને ઈદ્ર તેમના અંગમાંથી સ્વ૫ સ્વલ્પ તેજ લઈને ભામંડળ કર્યું. તે ભામંડળ પ્રભુના શિરના પૃષ્ઠભાગ પર શોભવા લાગ્યું. પ્રભુની આગળ એક રત્નમય ધ્વજ શોભવા લાગ્યો. અને મેઘના જે ગંભીર ઇવનિ કરનાર એ દેવદુંદુભિ આકાશમાં શદ કરવા લાગ્યું. પછી બાર પર્ષદા યથાસ્થાને સ્થિત થઈ તે આ પ્રમાણે –સાધુ, વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ અગ્નિ ખૂણામાં ભવનપતિ, તિન્ક અને વ્યંતરની દેવીઓ નૈઋત્ય ખુણામાં, ભવનપતિ, તિષ્ક અને વ્યંતર દે વાયવ્ય ખુણામાં અને વૈમાનિક દે, પુરૂષ તથા - 1 સમવસણ પ્રકરણમાં ગઢ વિગેરેનું પ્રમાણ કહેલ છે તે કઈ અંગુળથી એમ જણાવેલ નથી, પણ તેની ગાથા 13 મી માં માત્ર નિચનિચરાજી એમ કહેલ છે તે ઉપરથી આત્માંગુળ સમજાય છે. તવ કેવળગમ્ય. 2 આ ધ્વજ પણ ચાર દિશામાં ચાર સમવસરણ પ્રકરણમાં કહ્યા છે. (ગાથા 13 મી.) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #244
--------------------------------------------------------------------------
________________ 228 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. સ્ત્રીઓ અનુક્રમે ઈશાન ખુણામાં—એમ બાર પર્ષદાઓ બેસે છે. ત્રણ ત્રણ પર્ષદાઓ જુદા જુદા ચારે દ્વારથી પ્રવેશ કરી પ્રદક્ષિણ દઈ પ્રભુને નમસ્કાર કરીને પૂર્વોક્ત ચારે દિશાઓમાં યથાસ્થાને બેસે છે. તેમાં પ્રથમ સાધુ સાધ્વીના અભાવથી તે સ્થાને કઈ પણ ન બેસે. પ્રભુના અતિશયથી કરડે તિર્યચ, મનુષ્ય અને દેવો સમવસરણમાં સમાઈ શકે છે, છતાં કેઈને બધા થતી નથી. બીજા વમાં પરસ્પરના જાતિવૈરને ત્યાગ કરી તિર્યચે બેસે છે. કહ્યું છે કે- સમતાવંત, કલુષતારહિત અને નિર્મોડી એવા યોગી મહાત્માને આશ્રય કરીને (તેના પ્રતાપથી) હરિણી પિતાના પુત્રના પ્રેમથી સિંહના બાળકને સ્પર્શ કરે છે, મયુરી ભુજંગનો અને મારી હંસના બાળને સ્પર્શ કરે છે, પ્રેમને પરવશ થયેલી ગાય વાઘના બાળને સ્પર્શે છે.” એ રીતે જનમથી સ્વાભાવિક વૈર ધરનારા પ્રાણીઓ પણ વિરભાવને હવે ત્રિભુવનપતિ શ્રી પાર્શ્વનાથના આવા વૈભવને ઉદ્યાનપાળના મુખથી સાંભળીને અશ્વસેન રાજા રોમાંચિત થયા. પછી વનપાલકને પોતાના શરીર પર ધારણ કરેલાં તમામ આભરણે પારિતોષિકમાં આપી, સંતુષ્ટ થઈ, વામાદેવી અને પ્રભાવતીને તે બધે વૃત્તાંત નિવેદન કરીને હરતી, રથ, અશ્વ વિગેરે તૈયાર કરાવી વામાદેવી તથા પ્રભાવતી સહિત મહદ્ધિપૂર્વક શ્રી પાર્શ્વનાથને વંદન કરવા ચાલ્યા. ત્યાં પંચ અભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણા કરી ભક્તિપૂર્વક પ્રભુને નમસ્કાર કરીને તેમણે આ પ્રમાણે સ્તુતિ કરી: “હે નાથ! મેહરૂપ મહાગજનો નિગ્રહ કરવાથી તમે એકજ પુરુષસિંહ છે, એમ ધારીને જ જાણે દેએ આ સિંહાસન રચ્યું હોય એમ લાગે છે. તે વિભે! રાગ દ્વેષરૂપ મહાશત્રુને જય કરવાથી તમારી બંને બાજુ બે ચંદ્ર આવીને આપની સેવા કરતા હોય તેમ બંને ચામર શોભે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્ન તમારામાં એકતા પામેલા હોવાથી તેમનું જાણે સૂચન કરતા હોય–તેમ તમારા મસ્તક પર ત્રણ છત્ર શેભે છે. ચાર પ્રકારના ધર્મને પ્રકાશતા એવા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #245
--------------------------------------------------------------------------
________________ પ્રભુની દેશના. 229 આપના ચાર મુખમાંથી પ્રગટ થતા દિવ્યધ્વનિ જાણે ચાર કષાયોને નાશ સૂચવતો હેય-તેમ આકાશમાં ચારે બાજુ ધ્વનિત થયા કરે છે, આપે કરેલા પાંચે ઇન્દ્રિયના જયેથી સંતુષ્ટ થઈને જ દે તમારી દેશનાભૂમિમાં મંદરાદિ પાંચ પ્રકારના (પાંચ વર્ણન) પુષ્પો વરસાવે છે. જાણે આપથી કરાતી છકાયની રક્ષાને સૂચવતું હોયતેમ ગગનસ્પશી પદ્ધથી ઉલૂસિત આ અશોકવૃક્ષ આપની ઉપર શોભી રહ્યું છે. હે નાથ! સાત ભયરૂપ કાષ્ઠને ભસ્મ કરવાથી અગ્નિસમાન છતાં આપના સંગથી જ જાણે આ ભામંડળ શીતતાને ધારણ કરતું હાય-એમ લાગે છે. ઉંચે રહીને આઠે દિશાઓમાં (ચાર દિશા ને ચાર વિદિશામાં) શબ્દ કરતો આ દુંદુભિ-જાણે આપના અષ્ટ કર્મરૂપ રિપુસમૂહના વિજયને સૂચવતે હાય-એમ જણાય છે; હે નાથ! સાક્ષાત્ અંતરંગ ગુણલક્ષ્મી જ હાય-તેવી આ પ્રાતિહાર્યની શોભા જોઈને તેનું મન આપનામાં સ્થિર ન થાય?” આ પ્રમાણે જગત્મભુની સ્તુતિ કરીને શ્રીમાન અશ્વસેનરાજા ઉદારબુદ્ધિથી ઉપાસના કરતા સતા સપરિવાર યથાસ્થાને બેઠા. પછી ભગવતે જનગામિની, અમૃત સિંચનારી અને સર્વ જીવો સમજી શકે તેવી (35 ગુણવાળી) વાણીથી મધુરદેશના આપવાનો પ્રારંભ કર્યો. “શ્રી જિનેશ્વરની મધુર વાણું આગળ દ્રાક્ષા તે ભયભીત થઈને સંકુચિત થઈ જાય છે, શર્કરા મુખમાં તૃણને ધારણ કરે છે અને ક્ષીર તે સદા પાણી જેવી થઈ જાય છે.” હવે ભગવતે આપેલી દેશનાનું સ્વરૂપ કહે છે. તે આ પ્રમાણે - - “હે ભવ્યજનો ! માનસિક દષ્ટિથી તમે અંતરભાવને આશ્રય કરે અને અસારનો નિરીક્ષણપૂર્વક ત્યાગ કરીને સારને સંગ્રહ કરે. કારણ કે -ક્રોધરૂપ વડવાનળથી દુવૃષ્ય, માનરૂપ પર્વતથી દુર્ગમ, માયાપ્રપંચરૂપ મગરેથી યુક્ત, ભરૂપ આવર્તી (ભમરી) થી ભયંકર, જન્મ, જરા, મરણ, રોગ, શોક અને દુ:ખરૂપ જળથી ભરેલા, તેમજ ઇન્દ્રિયેચ્છારૂપ મહાવાતથી ઉત્પન્ન થયેલા ચિંતારૂપ ઉર્મિઓથી વ્યાસ-એવા આ અપાર સંસારસાગરમાં પ્રાણુઓને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #246
--------------------------------------------------------------------------
________________ 230 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ~ ~ ~ ~~~ ~~ ~ ~~ કિંમતી મહારત્નની જેમ મનુષ્ય જન્મ પામવો અતિ દુર્લભ છે. જંબૂદ્વીપ,ઘાતકીખંડ અને પુષ્પરાધ–એમ મળીને અઢીદ્વીપ થાય છે. તેમાં પાંચ મહાવિદેહ, પાંચ ભારત અને પાંચ ઐરાવત– એ પંદર કર્મભૂમિ કહેવાય છે. તેમાં પાંચ મહાવિદેહમાં એક સે સાઠ વિજય છે, તથા પાંચ ભારત અને પાંચ એરવત–એ દશ મળીને એક સે સિત્તેર કર્મક્ષેત્ર થાય છે. તે પ્રતિક્ષેત્રમાં અનાર્યોના પાંચ પાંચ ખંડ હોય છે અને છઠ્ઠો ખંડ આર્યભૂમિ હોય છે. તે પણ પ્રાયઃ મ્લેચ્છાદિકથી અધિષિત હોય છે. મધ્યખંડ (છઠ્ઠો ખંડ) માં પણ ધર્મસામગ્રીના અભાવવાળા અનાર્ય દેશ ઘણું હોય છે. હવે આર્ય દેશમાં પણ સુકુળત્પત્તિ, દીર્ધાયુષ્ય, આરોગ્ય, ધર્મેચ્છા અને સુગુરૂનો ગ–એ પાંચ વાનાં મળવાં ઘણાં દુર્લભ છે. પાંચ પ્રમાદના સ્તંભ રૂપ મેહ અને શેકાદિ કારણેથી પુણ્યહીન અને મનુષ્ય જન્મ પામીને પણ પિતાનું હિત સમજી કે સાધી શકતા નથી. હિત સાંભળ્યા છતાં પણ ધર્મમાં તો કેઈકનીજ મતિ ઉત્પન્ન થાય છે. કારણ કે સર્વ સુક્તિ (છીપ) માં કાંઈ મેઘનું જળ મુક્તાફળ રૂપે પાકતું નથી, માટે ફલાથી જનેએ સુખના હેતુરૂપ ધર્મનું સદા આરાધન કરવું. તે ધર્મ દાન, શીલ, તપ અને ભાવ-એમ ચાર પ્રકારે છે. તેમાં જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહદાન-એમ દાનધર્મ ત્રણ પ્રકારે કહેલ છે. સમ્યજ્ઞાનથી આત્મા પુણ્ય-પાપ જાણી શકે છે, અને તેથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ (પુણ્યમાં પ્રવૃત્તિ અને પાપથી નિવૃત્તિ) કરીને જીવ મેક્ષને સાધી શકે છે. બીજા દાનથી તે કદાચ કાંઈક વિનાશ (ઓછા થવાપણું) પણ જોવામાં આવે છે, પરંતુ જ્ઞાનદાનથી તે સદા વૃદ્ધિજ થાય છે અને સ્વ–પરની કાર્યસિદ્ધિ પણ એમાંજ સમાયેલી છે. સૂર્યથી અંધકારની જેમ જ્ઞાનથી રાગાદિ દૂર થાય છે, માટે જ્ઞાનદાન સમાન જગતમાં અન્ય ઉપકારક નથી. વધારે શું કહેવું? જ્ઞાનદાનથી પ્રાણી ત્રિભુવનને પૂજિત એવું તીર્થકરપણું પ્રાપ્ત કરે છે. અહીં ધનમિત્રનું દષ્ટાંત જાણવા લાયક છે.” ભગવંતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #247
--------------------------------------------------------------------------
________________ પ્રભુની દેશના. 331 જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહદાન-એમ ત્રણ પ્રકારે દાન પ્રરૂપ્યું, તેમાંના જ્ઞાનદાન ઉપર ધનમિત્રનું દષ્ટાંત પ્રકાશ્ય તે આ પ્રમાણે - મગધ નામના દેશમાં રાજપુર નામે નગર છે. ત્યાં જયંત નામે રાજા રાજ્ય કરતા હતા. તેને કમલાવતી નામે રાણી હતી. તેમને ચંદ્રસેન અને વિજય નામના અમિત ગુણવાળા બે પુત્ર હતા. પરંતુ પૂર્વકના દોષથી પરસ્પરના તેજને સહન ન કરતાં અમને ધારણ કરી તે બંને દિવસે વ્યતીત કરતા હતા. એ પ્રમાણે સમય વ્યતીત થાય છે એવામાં એકદા રાજસભામાં બેઠેલા રાજાને દ્વારપાળે આવીને વિજ્ઞપ્તિ કરી કે –“હે રાજેદ્ર! દ્વાર પાસે ઉપસ્થિત થયેલા બે પુરૂષ આપના દર્શનની અભિલાષા રાખે છે.” એટલે રાજાએ કહ્યું કે –“તે ભલે અંદર આવે.” પછી રાજાના આદેશથી તે બંનેએ રાજસભામાં આવી રાજાને નમસ્કાર કર્યો અને રાજાની આગળ એક લેખ મૂક્યો. એટલે રાજા તેને ખેલીને પિતે વાંચવા લાગ્યો, તેમાં નીચે પ્રમાણે લખ્યું હતું. “સ્વસ્તિશ્રી મગધેશ્વર, વિજયવંત, સમસ્ત રાજાઓમાં મુગટ સમાન, ગંગા પર્યત વસુધાના સ્વામી જયંત મહારાજાને પંચાંગ નમસ્કાર કરીને કુરૂદેવ વિજ્ઞપ્તિ કરે છે કે –“આપના ચરણબુજઠંદ્રના સ્મરણના પ્રભાવથી અમને આનંદ છે, પણ સીમાડાને સેવાલ રાજા અમારા દેશમાં બહુ ઉપદ્રવ કરે છે, માટે મને શરણરૂપ એવા તમેજ પ્રમાણ છે.” આ પ્રમાણે વાંચીને સ્કુરાયમાન કેપથી જેના નેત્ર અરૂણ (રક્ત) થયા છે એ જયંત રાજા સુભટ અને સામંતને કહેવા લાગ્યું કે –“અરે! સુભટ! જુઓ તે ખરા, સુતેલા સિંહનું શિર ખણવાને સસલો તૈયાર થયા છે. મૂઢ સેવાલ ત્યાં શું કરવા ઉપસ્થિત થયો હશે? માટે હે સુભટે! તમે સત્વર શસ્ત્ર બાંધી સજ થાઓ.” એ વખતે બંને કુમારોએ આવીને રાજાને વિજ્ઞપ્તિ કરી કે –“હે તાત ! આ સમારંભ તેની ઉપર છે?” રાજાએ કહ્યું કે –“સેવાલ રાજા કુરૂદેવને ઉપદ્રવ કરે છે, તેની ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #248
--------------------------------------------------------------------------
________________ ૨૩ર : મી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર આ સમારંભ છે.” કુમારેએ કહ્યું કે -અરે! તાત! ગાલ પર સિંહનું પરાક્રમ કેવું? કારણ કે - " यद्यपि रटति सरोपं, मृगपतिपुरतोपि मत्तगोमायुः। तदपि न कुप्यति सिंहोऽसदृशपुरूषेषु कः कोपः " // કદાચ રોષ સહિત મત્ત ગાલ સિંહની આગળ બરાડા પાડે, તથાપિ સિંહ કે પાયમાન ન થાય; કારણકે અસદશ જનપર કેપ કે?” રાજાએ કહ્યું કે –“તે સેવાળની જે દુજન છે અને દુ:સાધ્ય છે. કારણ કે - " यद्यपि मृगमदचंदनकुंकुमकर्पूरवेष्ठितो लसुनः।। तदपि न मुंचति गंध, प्रकृतिगुणा जातिदोषेण" // - “લસણને કદાચ કસ્તુરી, ચંદન, કુંકુમ અને કપુરથી લપેટી દેવામાં આવે તે પણ તે પિતાના દુધને મૂકતો નથી, કારણકે જાતિદોષથી સ્વભાવ અને ગુણે કાયમ રહે છે.” કુમારેએ વિજ્ઞપ્તિ કરી કે - હે તાત! અમને આદેશ કરે, અમે તે ગવિષ્ટ રિપુનો નાશ કરવા સમર્થ છીએ. સેવક છતાં સ્વામીએ શામાટે પ્રયાસ કરે?” તે સાંભળીને અમાત્ય બે કે - “હે રાજેદ્ર! રાજકુમારેએ ઠીક કર્યું છે, બીજાને એમ બોલતાં પણ કેમ આવડે?” આ પ્રમાણે સલાહ મળવાથી તે શત્રુને નિગ્રહ કરવા માટે પ્રમુદિત થઈને રાજાએ જ્યેષ્ઠપુત્રને આદેશ કર્યો, એટલે અમર્ષથી ચંદ્રસેન સભામાંથી જવાને તૈયાર થયો. તે વખતે સભા ક્ષોભ પામી. તેથી રાજાએ કહ્યું કે:-“હે વત્સ ! તું શા માટે કોપ કરે છે? જયેષ્ઠ છતાં કનિષ્ટનું ઉત્થાપન કરવું એગ્ય નથી,ઉત્તમજને તે સન્માનને પણ ઇચ્છતા નથી. વળી બંધુ પિતા સમાન ગણાય છે, તે હયાત છતાં કનિષ્ઠબંધુને રાજ્ય આપવામાં આવે તે પણ તે ઈચ્છતો નથી.” આ પ્રમાણે રાજાએ તેને સમજાવ્યા છતાં તે શાંત નથી, એટલે મંત્રીઓએ સામ વચનથી તેને કહ્યું કે:-“હે ચંદ્રસેન! તું દક્ષ છે છતાં પિતાનું વચન માનતો નથી એ દુર્વિનીતત્વ તને ઉચિત નથી.” ઈત્યાદિ વચનથી ચંદ્રસેન પ્રસન્ન થયે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #249
--------------------------------------------------------------------------
________________ વિજયમુનિની કથા છે પછી છ વિજયકુમાર સૈન્યથી દુદ્ધ બનીને સેવાલને જીત------- વાને ચાલે, અને સ્વદેશના સીમાડાના સાધાપર જઈને દૂતના મુખથી સેવાલને આ પ્રમાણે કહેવરાવ્યું કે:-“અરે! તું હવે પિતાને સ્થાને ચાલ્યો જા, હું આવી પહોંચ્યો છું. આ પ્રમાણે દૂતનું વચન સાંભળી સેવાલ ભીષણ ભ્રકુટી કરીને બોલ્યા કે –“લડવાને તૈયાર થઈ જાઓ, વૃથા વચન બોલવાથી શું ? મારા ભુજબળને પ્રતાપ જુઓ”એ રીતે અમર્ષવશાત્ મળેલા બંને સૈન્ય વચ્ચે યુદ્ધ ચાલ્યું. ભવિતવ્યતાવશાત્ વિજયકુમારનું સમસ્ત સૈન્ય ભગ્ર થયું. જયંતરજાએ તે વાત સાંભળીને પોતે જવાનો વિચાર કર્યો, એટલે કનિષ્ઠ પુત્ર ચંદ્રસેને વિજ્ઞપ્તિ કરી કે - “હે તાત! હવે મને મોકલે.” પછી અમાએ કહ્યું કે પૂર્વે પણ કુમારને બળાત્કારથી અટકાવ્યું છે, તે હવે તેને આદેશ આપ ઉચિત છે.” રાજાએ તે વચન કબુલ રાખીને લઘુ કુમારને વિશેષ સૈન્ય સહિત ત્યાં મોકલ્ય, એટલે ચંદ્રસેન પણે નિત્ય પ્રયાણ કરીને શત્રુને જય કરવા ચાલ્યું અને ત્યાં જઈ અકસ્માત્ યુદ્ધ કરીને સેવાલને કબજે કર્યો. પછી ચંદ્રસેનકુમાર સપ્તાંગલક્ષ્મી સહિત સેવાલને લઈને પિતાના નગરમાં આવ્યું. રાજાએ મહોત્સવપૂર્વક તેને નગરમાં પ્રવેશ કરાવ્યું. પછી તે શત્રુનું પણ સન્માન કરીને રાજાએ તેને પૂર્વ સ્થિતિમાં સ્થાપે. કારણકે - “સંતો હાજતે રી, શત્રુઘનુ ." સંતજને ઘરે આવેલા દીન કે શત્રુ પર પણ અનુગ્રહ કરે છે.” પછી ચંદ્રસેનકુમારને બુદ્ધિ અને પરાક્રમાદિ ગુણોથી સમજી પ્રસન્ન થઈને રાજાએ યુવરાજપદપર સ્થાપે, એટલે વિજયકુમાર પોતાને અત્યંત પરાભવ થવાથી લજિજત થઈ રાત્રે ઘરથી બહાર ચાલ્યો ગયે અને દેશાંતરમાં જઈને બહુ પૃથ્વી ભમતાં એક શૂન્ય નગરમાં આવી શ્રમથી શૂન્યાત્મા બની રાત્રે એક જીર્ણ દેવમંદિરમાં સુતે. પ્રભાતે પુન: તે સ્થાનથી ચાલતો થયે; કારણ કે –“પુરૂષને ફળ મળવું એ કર્માધીન છે અને બુદ્ધિ પણ 30 P.P. Ac. Gunratnasuri M.S. Jun. Gun Aaradhak Trust
Page #250
--------------------------------------------------------------------------
________________ 234 . શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. કર્માનુસારિણી હોય છે; તથાપિ સુજ્ઞજનોએ સારી રીતે વિચાર કરીને કાર્ય કરવું.” તે એકાકી ફરતાં બહુ દુઃખી થયે. કહ્યું છે કે જે દિવસે આપણી પાસે ધન હોતું નથી તે દિવસે આપણે મિત્ર કઈ થતું નથી, જુઓ સૂર્ય કમળને મિત્ર છે, પણ જળ વિના તે વૈરીરૂપ થઈ પડે છે. હવે એકાકી એ તે આમતેમ ભમતાં ઉડ્ડીયાણ ભૂમિમાં ગયે. ત્યાં કીર્તિધર મુનિને તેણે કાયોત્સર્ગ રહેલા જોયા. તેમને જોઈને તત્કાળ બહુજ આનંદ ઉલ્લસિત થયે. તે અંતરમાં વિચારવા લાગ્યું કે –“અહો! મારા ભાગ્યેાદયથી અહીં મને સાધુનું દર્શન થયું. કારણ કે –“દેવના દર્શનથી સંતોષ, ગુરૂના દર્શન નથી આશીવાદ અને સ્વામીના દર્શનથી સન્માન મળતાં કેને હર્ષ ન થાય?” હવે એમને નમન કરીને મારા આત્માને નિર્મળ કરૂં.” એમ વિચારી શુદ્ધ બુદ્ધિથી તેણે તે મુનીશ્વરને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કર્યું. એટલે મુનિએ પણ ધર્મલાભરૂ૫ આશીષ આપીને તેને સંતુષ્ટ કર્યો. પછી તે ભાવથી અંજળી જોડીને વિનયપૂર્વક યથાસ્થાને બેઠે. એટલે મુનિરાજે ધર્મદેશના દેવાનો પ્રારંભ કર્યો. આર્ય દેશ, ઉત્તમ કુળ અને રૂપ, બળ, આયુ, બુદ્ધિ વિગેરેથી મનહર એવા નરત્વને પામીને જે મૂખ પ્રાણું ધર્મ કરતું નથી તે સમુદ્રમાં રહીને નાવને મૂકી દેવા જેવું કરે છે. ધર્મ એ મોહરૂપ મને હારાત્રિથી વ્યાકુળ થયેલા પ્રાણુઓને દિનદય સમાન છે અને શુષ્ક થતા સુખવૃક્ષને તે મેઘ સમાન છે. સમ્યક્ પ્રકારે આરાધન કરતાં તે ભવ્ય જનને સુખસંપત્તિ આપે છે, અને દુર્ગતિમાં પડતા પ્રાણીએને બચાવીને તે દુઃખમુક્ત કરે છે. બંધુરહિત જનોને તે બંધુ સમાન, મિત્રરહિતને મિત્ર સમાન, અનાથને નાથ અને જગતના એક વત્સલરૂપ છે. જીવદયામય સમ્યગ્ધર્મને ભગવંતે ગૃહસ્થ અને યતિના ભેદથી બે પ્રકારે ઉપદિશેલ છે. હે ભદ્ર! યથાશક્તિ તે ધર્મને તું આશ્રય કર.” ઇત્યાદિ દેશના મંત્રથી મેહરૂપ મહાવિષ વિસ્ત થતાં સદ્ધર્મચેતના પામીને વિજયે મુનિપણું અંગીકાર કર્યું. તેને દીક્ષા આપીને Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #251
--------------------------------------------------------------------------
________________ વિજયમુનિની કથા. 235 મુનીશ્વરે આ પ્રમાણે ધર્મશિક્ષા આપી:–“અહો! વિજયરાજર્ષિ! તુ એકાગ્ર મનથી હિતશિક્ષા સાંભળઃ–હે મુને! જિનેશ્વરે જે રાગ દ્વેષાદિ શત્રુઓને બળાત્કારથી જીત્યા, તે શત્રુઓનું જે પોષણ કરે તેમના પર જિનેશ્વર કેમ પ્રસન્ન થાય? માટે તે રાગદ્વેષાદિ શત્રુએજ જીતવા લાયક છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે તે સાંભળતપના અને જીર્ણ ક્રોધને, જ્ઞાનના અજીર્ણ અહંકારને અને ક્રિયાના અજીર્ણ પરઅવર્ણવાદને-એ ત્રણેને જીતીને તું નિવૃત્ત થજે. તેમજ વળી:–“ક્ષમાથી કે, મૃદુતાથી માન, આર્જવ (સરલતા) થી માયા અને અનિચ્છાથી લાભ–એમ ચારે કષાને જીતવાથી સંવર પ્રાપ્ત થાય છે. અજ્ઞાનથી દુઃખ થાય છે અને જ્ઞાનથી સુખ થાય છે, માટે નિરંતર જ્ઞાનને અભ્યાસ કરે છે જેથી આત્મા જ્ઞાનમય થાય, જે ધીર, જ્ઞાની, મૈની અને સંગરહિત થઈ સંયમમાગે ચાલે છે, તે બળીક મેહાદિકથી પણ અગજિત થઈ મેક્ષે જાય છે. આ પ્રમાણે હે ભદ્ર! તારા દીક્ષારૂપ પાત્રમાં મેં તોપદેશરૂપ અન્ન પીરસ્યું છે તેને ઉપગ કરીને તું સુખી થજે.” પુનઃ ગુરૂ બોલ્યા કે –“હે મહાનુભાવ! જેમ રહિણુએ પાંચ વ્રીહિના દાણા મેળવીને તેને વધાર્યો, તેમ તારે પણું પંચ મહાવ્રત પામીને તેને વૃદ્ધિગત કરવા.” આ પ્ર- , માણે તસ્વામૃતને સ્વાદ લઈને વિજયમુનિ બેલ્યા કે –“હે પ્રજો! એ હિણી કેણુ? અને તેણે વ્રીહીના પાંચ દાણું કેમ વધાર્યા? તે કૃપા કરી જણાવે.” ગુરૂ બાલ્યા કે –“તેને સંબંધ આ પ્રમાણે છે - આ “હસ્તિનાગપુરમાં દત્ત નામે શેઠ રહેતું હતું. તેને શ્રીદતા નામે સ્ત્રી હતી. તેમને ગંગદત્ત, દેવદત્ત, જિનદત્ત અને વાસવદર–એવા નામના ચાર પુત્રો હતા, અને તે પુત્રની ઉચ્છિતા, ભક્ષિકા, રક્ષિકા અને રોહિણું-એવા નામની ચાર સ્ત્રીઓ હતી. એકદા પિતાના ગૃહકાર્યમાં જોડવાને માટે દરશેઠને તે ચારે પુત્રવધૂઓની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. એટલે એક દિવસ શ્રેષ્ઠીએ તે પુત્રવધૂએના પિતૃવર્ગ તથા સ્વજનેને એકત્ર કરીને અને ભક્તિપૂર્વક . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #252
--------------------------------------------------------------------------
________________ 236 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભાષાંતર. ભેજનાદિકથી તેમને સત્કાર કરીને યચિત સ્થાને બેસાર્યા. પછી તેમની સમક્ષ છાનુક્રમથી તે વહુઓને બોલાવી પ્રત્યેકને વ્રીહિ (શાળ)ને પાંચ પાંચ દાણ આપીને શ્રેષ્ઠીએ આ પ્રમાણે કહ્યું કે –“હે પુત્રવધૂએ ! આ પાંચ વ્રીહિના દાણું તમારે સાચવવા અને હું જ્યારે માગું ત્યારે તેજ મને પાછા આપવા.' એમ કહીને સમસ્ત જનોને તેણે વિસર્જન કર્યા પછી 4 વધૂએ વિચાર કર્યો કે -વૃદ્ધ સસરાની બુદ્ધિ બહેર મારી ગઈ જણાય છે કે આ પ્રમાણે જેણે દ્રવ્ય ખરચી સ્વજનોને ભેજન કરાવી સર્વની સમક્ષ આ પાંચ વ્રીહિના દાણું આપ્યા. મારે એ પાંચ દાણાને શું કરવા છે?” એમ ચિંતવી તે દાણા તેણે બહાર ફેંકી દીધા પછી બીજી વહુએ વિચાર કર્યો કે –“આ દાણાને શું કરું? એ રાખવા પણ ક્યાં?” એમ વિચારીને તે ભક્ષણ કરી ગઈ. ત્રીજીએ વિચાર કર્યો કે:-“વૃદ્ધ પુરૂષે આવા આડંબરપૂર્વક સ્વજનોની સમક્ષ આ દાણ આપ્યા છે, માટે કંઈ પણ કારણ હોવું જોઈએ.” એમ ચિંતવી શુદ્ધ વસ્ત્રમાં તે બાંધીને તેણે પોતાની પેટીમાં મૂક્યા અને પ્રતિદિન તેને સંભાળવા લાગી. એથી રહિએ તે દાણું પોતાના બંધુઓને આપ્યા અને પ્રતિવર્ષે તે વવરાવીને વૃદ્ધિ પમાડ્યા, તેથી અનુક્રમે તેના બહુ દાણુ થયા. પછી પાંચમે વર્ષે શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે -મેં વધૂઓને દાણા આપ્યા છે તેને આજ પાંચ વર્ષ થવા આવ્યા માટે જોઉં તો ખરે કે તેમણે તેનું શું કર્યું છે?” એમ વિચાર કરી સ્વજનોને એકત્ર કરી તેમને ભક્તિપૂર્વક ભજન કરાવીને તેમની સમક્ષ શ્રેષ્ઠીએ વહુઓ પાસે તે દાણ માગ્યા. તેમાં પ્રથમ ઉક્ઝિતા વહુને કહ્યું કે –“હે વસે! તને યાદ છે? કે મેં પાંચ વર્ષ પર તમને પાંચ વ્રીહિના દાણું આપ્યા હતા?” વહુ બોલી કે –“સાચી વાત છે, તમે દાણા આપ્યા હતા. સસરાએ કહ્યું કે તે મને પાછા આપે.” એટલે, ઉનિઝતાએ ઘરમાં જઈ બીજા પાંચ દાણ લાવીને આવ્યા. સસરાએ કહ્યું કે –“હે વત્સ! આ તેજ દાણું છે કે બીજા?” એટલે કુલીન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #253
--------------------------------------------------------------------------
________________ રેહિણની અવાંતર કથા. 237 પણથી તેણે યથાસ્થિત સત્ય કહ્યું કે:-“હે તાત ! આ દાણા તેજ નથી, પણ બીજા છે.” તે બે કે:-“હે વત્સ! તે શી રીતે?” તે બાલી કે - હે તાત ! તે તે તેજ વખત મેં નાખી દીધા હતા, આ તે બીજા છે. એટલે સસરાએ કોધાવેશમાં કહ્યું કે - " दानानुसारिणी कीर्ति-लक्ष्मीः पुण्यानुसारिणी। પ્રજ્ઞાનુસાળી વિદ્યા, યુદ્ધ વર્માનુરારિળ” | દાનના અનુસારે કીર્તિ, પુણ્યાનુસારે લક્ષમી, પ્રજ્ઞાનુસાર વિદ્યા અને કર્માનુસારે બુદ્ધિ હોય છે. એમ કહી ઉક્ઝિતાને પિતાના ઘરમાં રાખ, છાર અને કચરો કહાડવાના-વાસીદું વાળવાના કામમાં જેડી. એટલે તે ઉઝિતા પણ તે કામ કરતાં અતિ દુઃખ પામી. તે પછી શ્રેષ્ઠીએ બીજી ભક્ષિતા વહુને બોલાવી કહ્યું કે –“હે વર્લ્સ! તે દાણું આપો.” એટલે તેણે ઘરમાંથી બીજા દાણ લાવીને આપ્યા. શ્રેષ્ઠીએ કહ્યું કે:-“હે વત્સ ! આ તેજ દાણું છે કે બીજા? તે સાચું કહે; કારણકે એક તરફ અસત્ય બોલવાનું પાપ અને બીજી બાજુ અન્ય બધું પાપ-એ બેની તુલના કરતાં અસત્યનું પાપ વધારે થાય છે. એટલે તેણે સત્ય કહ્યું કે:-“હે તાત! આ બીજા દાણા છે.' સસરાએ પૂછયું–તે શી રીતે ?" તે બોલી કે –“તમે મને દાણ આપ્યા તે વખતે મેં વિચાર કર્યો કે આ દાણું કયાં મૂકવા? વખતસર કયાએ પડી જશે.”એમ ધારીને હું તેનું ભક્ષણ કરી ગઈ - હતી. પછી શ્રેષ્ઠીએ વિચાર કરીને સ્વજને સમક્ષ તેને પિતાના ભવનમાં ખાંડવાનું, પીસવાનું, રાંધવાનું અને પીરસવા વિગેરેનું કામ લેંગ્યું, તે કામ કરતાં ક્ષણમાત્ર પણ તે સુખ ન પામી. પછી શ્રેષ્ઠીએ ત્રીજી રક્ષિતા વધૂને બોલાવી:–“હે વત્સ! પેલા દાણું મને આપો.” એટલે તેણે હર્ષ સહિત પિતાના ઓરડામાં આવીને પોતાના આભૂષણની પેટીમાંથી દાણું લઈ સસરાને આપ્યા. શ્રેષ્ઠીએ પૂછ્યું કે –“હે વત્સ! આ તેજ દાણું છે કે બીજા?” તે બેલી:–“હે તાત ! આ તેજ દાણ છે, કારણકે મેં આભરણની પેટીમાં એ રાખી મૂક્યા હતા. એટલે છીએ તેને રોકડ જાળવવાનું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #254
--------------------------------------------------------------------------
________________ 238 * શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. કામ સોંપ્યું. જે કાંઈ ઘરમાં રત્ન કે સુવર્ણાદિકની વસ્તુઓ-ઘરેણું વિગેરે હતું તેને અધિકાર તેને સોંપે. તેથી તે સુખી થઈ અને લેઓએ તેની પ્રશંસા કરી. પછી શ્રેષ્ઠીએ ચેાથી રેહિણીવહુને બોલાવી કહ્યું કે:-“હે વત્સ! પેલા પાંચ વ્રીહિના દાણા આપો.” એટલે તે પ્રણુમ કરીને બોલી કે –“હે તાત ! ગાડાં આપ.” શ્રેષ્ઠીએ પૂછયું-“તે શા માટે?” તે બેલી કે –“હે તોત! સાંભળો-જ્યારે તમે મને પાંચ દાણા આપ્યા, તે વખતે મેં વિચાર કર્યો કે-“મારા સસરાજીએ ઘણા માણસની સમક્ષ આ દાણ આપ્યા છે, માટે કંઈ પણ કારણ હોવું જોઈએ.” એમ વિચારી મેં તે દાણ મારા બંધુના હાથમાં આપીને કહ્યું કે–“આ કણે તમારે વાવવા. એટલે તેણે કણબીના હાથમાં આપ્યા અને તેણે તે વાવ્યા, પહેલે વર્ષે જેટલા ઉગ્યા તેટલા બીજે વર્ષ વાવ્યા, એમ અનુક્રમે દરવર્ષે વાવતાં તે બહુ થઈ પડ્યા, તેથી તે કોઠારમાં ભર્યા છે, માટે ગાડાં આપે.” એટલે શ્રેષ્ઠીએ સંતુષ્ટ થઈને ગાડાં આપ્યાં, અને તે બધા દાણું મગાવી લીધા. આથી બધા લોકોએ તેની પ્રશંસા કરી કે:-“અહો ! આ વહુને ધન્ય છે કે જેની આવી સારી મતિ છે.” પછી શ્રેષ્ઠીએ તેને ગૃહસ્વામિની બનાવી, અને દરેક માણસને હુકમ કર્યો કે “એની આજ્ઞા પ્રમાણે બધાએ કામ કરવું, આ મારા ઘેરની સ્વામિની છે. એટલે તે બહુજ સુખી થઈ. * આ દષ્ટાંતને ઉપનય એ છે કે:-“શ્રેષ્ઠી તે સદ્દગુરૂ સમજવા, પાંચ વ્રીહિના દાણુ તે પંચ મહાવ્રત સમજવા, જે પ્રાણીઓ પાંચ મહાવ્રત લઈને તજી દે છે-તે ઉઝિતાની જેમ દુઃખી થાય છે, અને અસારસંસારમાં પરિભ્રમણ કરે છે. જેઓ વ્રત લઈને વિરાધના કરે છે તે પણ બીજી વહુની જેમ કષ્ટ પામે છે. જેઓ ગુરૂની આજ્ઞાથી મહાવ્રત લઈને પાળે છે–નિરતિચારપણે પાળવાનો યત્ન કરે છે, તેઓ રક્ષિકાની જેમ સુખ પામે છે, અને જે મહાવ્રત લઈને વૃદ્ધિ પમાડે છે, તેઓ રહિણીની જેમ સર્વત્ર મહત્વ પામે છે. માટે છે મહાભાગ! તારે પંચમહાવ્રત લઈને તે પરમ વૃદ્ધિને પમાડવા.” ઇતિ રેહિણી દષ્ટાંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #255
--------------------------------------------------------------------------
________________ માસતુસ મુનિની કથા. 232 વિજયમુનિ પણ તેજ પ્રમાણે અંગીકાર કરીને શુભ ધ્યાનમાં તત્પર થઈ સભ્યપ્રકારે સંયમ પાળતાં તે ગુરૂની સાથે વિચારવા લાગ્યા. અવસરે તેને એગ્ય જાણું ગુરૂમહારાજે આચાર્ય પદપર સ્થાપી પિતે સંમેતશિખર પર અનશન કરીને મોક્ષપદ પામ્યા. હવે વિજ્યસૂરિ પિતાના શિષ્યને વાચના અને અધ્યાપન વિગેરેમાં તત્પર રહી વસુધાપર વિહાર કરતા મોટી પ્રતિષ્ઠા પામ્યા. એમ કરતાં બહુ કાળ વ્યતીત થયે એટલે શાસ્ત્રાભ્યાસના શ્રમથી અને વિવિધ ઉત્તર આપવાથી ભગ્ન અને શ્રાંત થઈ તે મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યા કે:-અહો ! આ મુનિઓ ધન્ય છે, કે જે જડ છે અને પરપ્રશ્ન તથા શાસ્ત્રાર્થની ચિંતારહિત હોવાથી સુખે બેસીને મજા કરે છે, માટે મૂર્ણપણું જ સારું છે. એક જગ્યાએ કહ્યું છે કે –“હે સખે ! મને મૂર્ણત્વ બહુ પસંદ છે, કારણકે તેમાં આ આઠ ગુણે રહેલા છે. મુખ માણસ નિશ્ચિત, બહુ ભજન કરનાર, લજજારહિત, રાત દિવસ સુનાર, કાર્ય—અકાર્યને વિચાર કરવામાં અંધ અને બધિર, માન-અપમાનમાં સમાન, બહુધા રોગરહિત અને શરીરમાં દઢ હોય છે. અહો! મૂર્ણ સુખે જીદગી ગાળે છે. હું જ્યારે વધારે ભયે છું ત્યારે શાસ્ત્રાર્થને ઉત્તર ભાગીમાગીને મને પારાવાર કંટાળે આપે છે.” આવાધ્યાનથી તે આચાર્યજ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. તે કર્મ આવ્યા સિવાય મરણ પામીને સૌધર્મ દેવલોકમાં તે દેવ થયા. ત્યાં આયુ પૂર્ણ કરી આવીને પઢપુરમાં ધનશ્રેણીના પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું જયદેવ એવું નામ રાખવામાં આવ્યું. શ્રેષ્ઠીએ બાલ્યવયમાં તેને લેખશાળામાં ભણવા મોકલ્યા. ત્યાં પંડિત ભણાવે, પણ એક અક્ષરમાત્ર તેને આવડે નહિ. શું કરે? શેઠને ચિંતા અને ખેદ થઈ પડયો. તે વિચારવા લાગ્યા કે –“જન્મ ન પામેલ અને મરણ પામેલ પુત્ર સારા, કારણકે તેથી સ્વલ્પ દુ:ખ થાય છે, પણ મૂર્ણ પુત્ર સારો નહીં, કેમકે તે તે યાજજીવ દગ્ધ કરે છે. પછી તે શ્રેષ્ઠી પુત્ર ભણી શકે તેમ કરવા માટે અનેક દેવોની માનતા અને વિવિધ - ષધો કરવા લાગ્યા, પણ તેને કંઈ આવડ્યું નહિ. તે વૈવન પામે, P.P. Ac. Gunratnasuri M.S. . . Jun Gun Aaradhak Trust
Page #256
--------------------------------------------------------------------------
________________ 240 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. એટલે લોકો કહેવા લાગ્યા કે- આ મૂર્ખ છે.” આથી તેને વૈરાગ્ય થતાં વિમળચંદ્ર આચાર્ય પાસે તેણે દીક્ષા અંગીકાર કરી તે અનુક્રમે ચારિત્ર પાળે છે અને ગવહન કરે છે, પણ કંઈ પાઠ આવડત નથી. તેથી તેમણે બાર વરસ પર્યત આંબિલ વિગેરે તપ કર્યું, છતાં કંઈ અક્ષરમાત્ર આવડ્યું નહિ. એટલે ગુરૂમહારાજે કહ્યું કે હે સાધે! તમને પૂર્વોપાર્જિત કર્મ ઉદયમાં આવ્યું છે. તો ખેદન કરે.” અને રે જીવ ! માં રૂષ, મા તુષ.” એમ બોલ્યા કરો.” તેટલું પણ તેને આવડ્યું નહિ, એટલે “માસતુસ, માસતુસ એમ તે વારંવાર બોલવા લાગ્યા. તે સાંભળી લોકોએ “માસ તુસ નામના ઋષિ એવું તેમનું નામ રાખ્યું. પછી તે માસતુસ ઋષિ ઈહાપોહ કરતાં, આંબિલ વિગેરે તપ કરતાં તથા શુક્લધ્યાન ધ્યાવતાં કેવળજ્ઞાન પામ્યા. એટલે પાસે રહેલા દેએ દુંદુભિનાદપૂર્વક સુવર્ણકમળની રચના કરી. ત્યાં બેસીને કેવળી ભગવંત ધર્મોપદેશ દેવા લાગ્યા કે –હે ભવ્યજનો! મેં પૂર્વભવમાં શિષ્યને શાસ્ત્ર ભણાવતાં અને વ્યાખ્યા આપતાં ભગ્ન મનથી જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું હતું, આ ભવમાં તે કર્મ મને ઉદય આવ્યું, તેથી મને એક અક્ષર પણ આવડતું નહિ. હસતાં હસતાં જે કર્મ બંધાય છે તે રેતાં રેતાં પણ છુટતું નથી, માટે જીવે કર્મ ન બાંધવા.” છેવટે એ કર્મને સર્વથા ક્ષય થતાં મને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.” આ પ્રમાણે તેમના ઉપદેશથી ઘણા ભવ્ય જીવો પ્રતિબંધ પામ્યા. પછી તે કેવળી વસુધાપર વિહાર કરી બહુ જીને પ્રતિબંધ પમાડી શત્રુંજય તીર્થ પર સિદ્ધિપદને પામ્યા.” એમ જાણી જ્ઞાન મેળવીને જળમાં પડેલ તેલબિંદુની જેમ તેને સવત્ર વિસ્તાર કર.' હવે બીજું અભયદાન-એટલે દુ:ખ પામતા અથવા મરણ પામતા જીને બચાવ કરે છે. ત્રણ ભુવનના ઐશ્વર્યનું દાન દેવા કરતાં અભયદાન વધારે શ્રેષ્ઠ છે. ભયભીત પ્રાણીઓને જે અભય દેવામાં આવે છે તે પણ અભયદાનજ સમજવું. કારણ કે –સુવર્ણ, ગાય અને ભૂમિનું દાન કરનારા જગતમાં ઘણું મળી આવે છે, પણ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #257
--------------------------------------------------------------------------
________________ . . વસંતકનું ષ્ટાંત . પ્રાણીઓને અભયદાન આપનાર પુરૂષ મળવા દુર્લભ છે.’ પોતાના જીવિતવ્યને માટે અભયપણું મળવાથી એક દીનમાં દીન પુરૂષ પણ હર્ષથી પોતાના આત્માને ત્રણ લેકનો સ્વામી માને છે. આ સંબંધમાં વસંતકનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે છે - ' . શ્રી વસંતપુરમાં મહાબળવાન, તેજસ્વી અને પ્રતાપી એવો મેઘવાહન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પ્રિયંકરા નામે પટરાણી હતી, તેને બીજી પણ પાંચસો રાણીઓ હતી. તે રાણુઓ સાથે વિષયસુખ ભોગવતાં અને રાજ્યસુખનો અનુભવ કરતાં તે રાજા સુખે કાળ નિર્ગમન કરતા હતા અને લોકો પણ હર્ષિત થઈ સુખે રહેતા હતા, તથા દાનપુણ્યાદિક કરતા હતા. એકદા રાત્રે સીપાઈઓએ ચેરીના માલ સહિત કેઈ ચેરને જે, એટલે તેને બાંધીને બીજે દિવસે તેઓ રાજસભામાં બેઠેલા રાજની આગળ લઈ આવ્યા. રાજાએ તે ચેરને જોઈને પ્રસન્ન વાણીથી તેનું બંધન શિથિલ કરાવીને વિસ્મયપૂર્વક પૂછયું કે –“અરે! બોલ, તારે દેશ કે ? અને જાતિ શી ? આવી નુતન અવસ્થામાં આવું વિરૂદ્ધ કર્મ તે શા માટે આરંભયું?” તે સાંભળીને પગલે પગલે ખલના પામતા વચનથી તે ચેર આ પ્રમાણે છે કે –“હે નાથ! વંધ્યપુર નગરમાં વસુદત્ત નામે શેઠ રહે છે, તેને હું વસંતક નામે પુત્ર છું, પિતાએ મને લાલનપાલન કરી ભણાવીને પરણા, પણ હું દુષ્કર્મયેગે જુગારી થયે. માબાપ તથા સ્વજનોએ વાર્યા છતાં અને વારંવાર શિખામણ આપ્યા છતાં જુગારના વ્યસનથી હું અટક્યો નહિ. લેકે પણ મને કહેવા લાગ્યા કે-“ઉત્તમ અને કુલીન એવા તને જુગારનું વ્યસન ઉચિત નથી. વળી લેકે ઈર્ષ્યા કરવામાં કુશળ હોય છે એ ખરી વાત છે, પણ તારે તેમ ન માનવું; કારણ કે રાસભ પારકી દ્રાક્ષને ચરતા હોય, તેથી જે કે પિતાને કંઈ હાનિ થતી નથી છતાં તે અનુચિત જોઈને લોકેનું મન ખેદ પામે છે.” - પછી મારા પિતાએ રાજસભામાં જઈ તેના વારસપણામાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #258
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર મારે હક્ક બરબાદ કરીને મને ઘરમાંથી કહાડી મૂક્યું. કારણકે - શત્રુ પણ જે શ્રેષ્ઠ હોય તે તેને માન્ય કરે, કારણ કે આને કડવું આષધ આપી શકાય, પણ પ્રિય છતાં દુષ્ટ હોય તો સર્ષથી ડશેલ અંગુષની જેમ તેને ત્યાગ કરે.”હે રાજન ! મારા પિતાએ કાઢી મૂક્યો ત્યારથી હું નિરંકુશપણે સર્વત્ર ભણું છું, ચેરી કરું છું, જુગાર ૨મું છું, ઘરે ઘરે ભિક્ષા માગું છું અને શૂન્ય દેવાલયમાં સુઈ રહું છું. આવી રીતે પાપકર્મ કરતા અને ફરતે ફરતે હું અહીં આવ્યે. આજ રાત્રેજ ચેરી કરવામાં પ્રવૃત્ત થયે. એવામાં તમારા સેવકોએ મને દીઠે, એટલે બાંધીને અહીં લઈ આવ્યા. હે રાજેદ્ર! આ મારે પિતાને વૃત્તાંત યથાસ્થિત મેં કહ્યું છે, હવે તમને એગ્ય લાગે તેમ કરે.” એટલે રાજાએ ચેરને મુક્ત કર ન જોઈએ” એમ ધારીને કેટવાળને આદેશ કર્યો કે –“આને શૂળીએ ચડાવે.”તલારક્ષકે તરત જ તેને ત્યાંથી ચાલતો કર્યો. એવામાં રાજાની ડાબી બાજુના આસન પર બેઠેલી પ્રિયંકરા પટરાણીએ તેને દીન, શરણુરહિત અને શૂન્ય જોઈને રાજાને વિજ્ઞપ્તિ કરી કે:હેનાથ! આજ એ ચાર મને સેપ, કે જેથી હું એક દિવસ એના મનોરથને પૂર્ણ કરું, આવતી કાલે પ્રભાતે હું પાછો એને આપને હવાલે કરીશ.” રાણીનું વચન ન ઓળંગી શકવાથી રાજાએ તે ચાર રાણીને સેંગે, એટલે રાણીએ તેના બંધન છેડાવીને તેને પિતાના આવાસમાં અણુ. પછી પટરાણીની આજ્ઞાથી પરિવાર જનોએ શતપાકાદિ તેલથી તેનું આદરપૂર્વક મર્દન કરી નાનપીઠ પર બેસારી સુવર્ણકળશમાં ભરેલ, સ્વચ્છ અને સુગંધી ઉષ્ણ જળથી તેને સ્નાન કરાવ્યું. પછી સુકોમળે અને સૂક્ષમ વસ્ત્રથી તેનું શરીર લુહીને કદલીના ગર્ભસમાન કમળ દિવ્ય વસ્ત્ર પહેરાવ્યા. તેના મસ્તકના કેશને કૃષ્ણગુરૂ-ધૂપના ધુમથી વાસિત કર્યો. પછી ચંદનના રસથી તેના અંગને વિલેપના કરી તેમણે યથાસ્થાને તેને અલંકારે પહેરાવ્યા. બંને બાહુમાં કંકણું, આંગળીમાં ઉમિકા ( વીંટી), કાનમાં કુંડળ, મસ્તકે મુગટ અને કંઠમાં હાર તથા અર્ધહાર પહેરાવ્યા. પછી એક વિશદ આસનP.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #259
--------------------------------------------------------------------------
________________ - વસંતનું દષ્ટાંત. . - જલ સાક, દધિ, આન પ્રાદિક પર તેને ગેરસ મારી સમય પૂર્વક એક ગરમ પર બેસારીને સારા પાટલા પર સુવર્ણન થાળ તથા વાટકા વિગેરે મંડાવ્યા અને વિવિધ વર્ણના પકવાન વૃતપૂરાદિક (ઘેબર વિગેરે), ચાવલ, દાળ, વૃત, શાક, દધિ, એદનાદિ બધું પીરસાવી રાણીએ તેને ગેરવસહિત પાસે બેસીને જોજન કરાવ્યું. પછી કર્પરમિશ્ર તાંબુલ ખવરાવ્યું. ત્યાર પછી તેને પલંગ પર બેસારીને તેની આગળ બેસી રાણેએ પતે વિચિત્ર કથા, અને કાવ્યરસથી તેને વિનેદ પમાડશે. દિવસના પાછલા ભાગમાં રાણીના હુકમથી સેવકોએ તેને એક સારા અશ્વપર બેસારી પટ્ટસૂત્રમય લગામ તેના હાથમાં આપી. મસ્તકપર છત્ર ધારણ કરી, ચારે બાજુ યત્નપૂર્વક સેંકડો સુભટેથી પરિવૃત્ત કરી, પંચ શબ્દમય વાજીત્રના નિર્દોષપૂર્વક સર્વત્ર નગરમાં મંદ મંદ ફેરવ્યું. સર્વ નગરજનોથી દશ્યમાન અને સર્વત્ર જૈતુકોને જેતા એવા તેને સાંજે ફેરવીને પાછે મંદિરમાં લાવ્યા. પછી રાત્રે પલંગપર કમળ શયામાં ઓસીકા વિગેરે આપી તેને સુવાડીને પ્રેમ ઉપજાવી લીલાપૂર્વક રાત્રી વ્યતીત કરાવી. પ્રભાતે પાછે તેને હતે તેજ વેષ પહેરાવીને તેને રાજાને સેં . પછી રાજા વધને માટે જેટલામાં તે તલારક્ષકને સેપે છે, એવામાં બીજી રાણીએ તેજ પ્રમાણે તેની માગણી કરી, અને પૂર્વ પ્રમાણે જ તેને મજજન, સ્નાન અને ભેજન કરાવ્યું. અને તેજ પ્રમાણે તેનું લાલન પાલન કર્યું. એમ અનુક્રમે સાપન્યભાવથી ઉત્પન્ન થયેલ સ્પર્ધાને લીધે બીજી રાણીઓએ પણ અનુક્રમે એક એક દિવસ રાજાને વિનવી તેની માગણી કરીને બહુ ધનના વ્યયપૂર્વક વિવિધ ઉત્સથી તે ચેરના મનોરથ પૂર્યા. , " હવે તે રાજાને પોતાનું કુળવ્રત પાળતી, અલ્પ પરિવારવાળી અને પિતાના જ કર્મના દેષને માનનારી એવી શીલવતી નામે પાંચસે રાણી ઉપર એક અણુમાનિતી રાણું છે, કે જેને રાજએ વિવાહ કર્યા પછી નજરે પણ જોઈ નથી. તેણે સાહસ પકડીને રાજા પાસે આવી વિજ્ઞપ્તિ કરી કે-“હે સ્વામિન હે પ્રાણાધાર!હે પ્રાણવલ્લભ મેં કદાપિ કંઈ પણ આપની પાસે માગણી કરી નથી, તેથી જો આપની આજ્ઞા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #260
--------------------------------------------------------------------------
________________ 244 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર હોય તે આજે કંઈક માગણી કરૂં.' રાજાએ કહ્યું કે -માગ.” તે બેલી કે:-“આ ચાર મને આપો અને એને અભયદાન આપો.” તે સાંભળી રાજાએ તેનું ગુણગૌરવ જાણુને તે કબુલ રાખ્યું, અને કહ્યું કે:-“હે પ્રિયે! તારા વચનથી એ ચેરને હું મુક્ત કરું છું.” પછી તે રાણીએ તે ચારને પોતાને ઘરે લઈ જઈને સંક્ષેપથી સ્નાન ભેજન કરાવી અ૯૫ કિંમતના વસ્ત્ર પહેરાવીને અભયદાન આપ્યું. એટલે તે ચાર રાજ્યના લાભ કરતાં પણ તેને અધિક લાભ માનવા લાગ્યું. પછી તે અહેરાત્ર વ્યતીત થતાં શીલવતી રાણીએ તેને ધર્મપુત્ર માનીને વિસર્જન કર્યો, એટલે તે તસ્કર સિંહાસનપર બેઠેલા રાજાને પ્રણામ કરવા આવ્યું. ત્યાં બહુ હર્ષિત થઈને તે રાજાને પ્રણામ કરવા લાગે એટલે રાજાએ વિસ્મિત થઈને તેને પૂછ્યું કે –“અરે તસ્કર! સાચું બોલ, આજ તું કેમ બહુ ખુશી દેખાય છે? આટલા દિવસે તે તું મશીલિપ્તની જેમ શ્યામ મુખવાળો થઈને મારી પાસે આવતો હતો, અને આજ તે સાધારણ વેષમાં છતાં બહુ આનંદી દેખાય છે.” તે બોલ્યો કે –“હે નાથ! સાંભળે, મને શૂળી પર ચડાવવાના શબ્દો જ્યારથી મારા કાનમાં પેઠા હતા ત્યારથી મને બધું શૂન્ય દેખાતું હતું. જળ અને અન્ન વિષ સમાન, પલંગ કાંટાની પથારી સમાન, અને અશ્વ ગધેડા સમાન-બધું વિપરીત ભાસતું હતું. મરણની શંકાથી મને બધું દુ:ખદાયક લાગતું હતું. આજે શીલવતી રાણીની પ્રાર્થનાથી આપશ્રીએ નિશ્ચયપૂર્વક મને અભયદાન આપ્યું તેના પ્રભાવથી હું બધું પૂર્ણ સુખ જોઉં છું.” પછી શીલવતી રાણીએ ચાજાને કહ્યું કે –“હે સ્વામિન્ ! આપના મુખથી એને અભય આપે. રાજાએ કહ્યું કે –“તેને અભય આપ્યું, હવે બીજું કાંઈ કહેવું હોય તે નિવેદન કર.” તે બોલી કે –“હે નાથ ! આપના પ્રસાદથી મને બધાં સારાં વાનાં છે, કાંઈ પણ મને ન્યૂનતા નથી.” આ પ્રમાણે સાંભળીને રાજાએ ચિંતવ્યું કે –“હે એનું ગાંભીર્ય !અહા !. નિર્લોભતા ગુણ! અહા ! વચનમાધુર્ય! અહે! ખરેખર આના પ્રભા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #261
--------------------------------------------------------------------------
________________ વિસંતકનું દષ્ટાંત. 25 વથી જ મારું રાજ્ય વૃદ્ધિ પામે છે. આ પ્રમાણે તેના ગુણથી સંતોષ પામીને રાજાએ તેને પટરાણું બનાવી. એટલે પતિના પ્રસાદને પા મીને સદ્દગુણ જળથી તે પોતાનું પાપ ધોવા લાગી. પિતાના ગુણેથી તે રાણી સર્વત્ર પ્રખ્યાત થઈ અને તે વસંત પણ ત્યાંજ રહીને રાજસેવા કરવા લાગ્યું. ઘુત, ચેરી વિગેરે સર્વ તજી દીધું અને સદાચારમાં તત્પર થઈને કાળ વ્યતીત કરવા લાગ્યું. શીલવતી રાણી ગૃહસ્થ ધર્મમાં પરાયણ થઈ સુખ ભેગવતાં અભયદાનના પ્રભાવથી કાળ કરીને નવમા સૈવેયકમાં દેવત્વ પામી. ત્યાં એકત્રીશ સાગરોપમનું આયુ ભોગવીને તે મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. વસંતક પણ ગુરૂના ચેગથી પાંચ અણુવ્રત અંગીકાર કરી સભ્ય પ્રકારે પાળીને સ્વર્ગે ગયે. આ પ્રમાણે અભયદાનનું માહાભ્ય જાણુને અભયદાન દેવું. | ઇતિ અભયદાને પરી વસંતક દષ્ટાંત ભગવંત પાર્શ્વનાથ ભવ્ય જીવોને પ્રતિબોધ આપે છે કે હે ભવ્ય જીવો! સાંભળે–સાધુઓને અન્ન, ઉપાશ્રય, ઔષધ, વસ્ત્ર, પાત્ર અને જળદાન આપવાથી પ્રાણું કરડે ભવના સંચિત પાતક ખપાવી ચકવરી અને તીર્થકરની પદવી પામે છે. પાત્રે આપેલ દાન મનુષ્યને બહુ ફળદાયક થાય છે. કહ્યું છે કે “વોવ નવ દુર્ઘ થા–દુધમ પિI " - पात्रापात्रविचारेण, तत्पात्रे दानमुत्तमम्" / / “ખલ (ખોળ) પણ ગાયને આપવાથી તે દુધરૂપે થાય છે અને દુધ સર્પને આપવાથી તે વિષરૂપે થાય છે, માટે પાત્રાપાત્ર વિચાર કરતાં સુપાત્રે આપેલ દાન સર્વોત્તમ છે. તેવા ઉત્તમ પાત્ર તો સાધુએજ કહેવાય. સત્તાવીશ ગુણ સહિત, પંચ મહાવ્રતના પાલક અને અષ્ટ પ્રવચન માતાના ધારક હોવાથી સાધુઓ જ ઉત્તમ પાત્ર છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે –“ઉત્તમ માત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવ 1 ગૃહસ્થ ધર્મ પાળનાર ઉત્કૃષ્ટા બારમે દેવલેકે જાય છે. અહીં નવમા રૈવેયકે ગયાનું લખ્યું છે તે વિચારણીય છે. ચારિત્ર ગ્રહણ કરીને ગયાનું પદ્યબંધ ચરિત્રમાં કહ્યું છે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #262
--------------------------------------------------------------------------
________________ મી પાશ્વનાથ ચરિત્ર ભાષાંતર. * અAA , 11 ક અને જઘન્ય પાત્ર અવિરતિ સમ્યગ્દષ્ટિ જાણવા માટે સાધુઓ મુખ્ય પાત્ર હોવાથી તેમને પ્રથમ દાન આપવું, તેમજ સ્વધાર્મિકોને પણ દાન આપવું. શ્રી સિદ્ધાંતમાં કહ્યું છે કે –“તથા પ્રકારના શ્રમણ માહણ (સાધુ)ને પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું દાન આપવાથી પ્રાણીઓ આયુ સિવાય બીજાં સાત કર્મોની નિબિડ પ્રકૃતિઓને શિથિલ કરે છે અને તેથી કેટલાક જીવે તેજ ભવે મોક્ષે જાય છે–સર્વ દુઃખને અંત કરે છે, કેટલાક જીવે બે ભવે સર્વ દુઃખને અંત કરી સિદ્ધ થાય છે, જઘન્યથી ઋષભદેવ સ્વામીના જીવની જેમ તેર ભવનું ઉલ્લંઘન તે કરતાજ નથી.” | મુગ્ધભાવથી પણ સુપાત્રે દાન આપવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સંબંધમાં નીચે જણાવેલું દષ્ટાંત શ્રવણુય છે - મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં જયપુર નામના નગરમાં જયશેખર નામે રાજા રાજ્ય કરતું હતું. ત્યાં ચાર વ્યવહારી પુત્રે પરસ્પર મિત્ર હતા. તેમાં પ્રથમ ચંદ્ર, બીજે ભાનુ, ત્રીજો ભીમ અને ચે કૃષ્ણ. એ ચારે પરસ્પર એકરૂપ થઇ પરમ મિત્રપણે પરસ્પરના હિતને ઈચ્છતા સતા અન્ય હસતા અને ક્રીડા કરતા હતા. કહ્યું છે કે–પિતાની સાથે એકરૂપ થનાર જળને ક્ષીરે પિોતાના બધા ગુણે આપ્યા, પછી ક્ષીરને તપ્ત થયેલ જેઈને ઉદકે અગ્નિથી બળવા માંડ્યું, એટલે મિત્રની આપત્તિ જોઈને દુભાયેલ ક્ષીર અગ્નિમાં પડવાને તૈયાર થયું તેને જ્યારે જળ છાંટયું-જળ મળ્યું ત્યારે તે શાંત થયું.” આ દષ્ટાંત ઉચિત છે. ખરેખર ! સંત જનની મિત્રી એવીજ હોય છે. “આપે અને ગ્રહણ કરે, ગુહ્ય કહે અને સાંભળે, તથા ભેજને કરે અને કરાવે એ પ્રીતિનાં છ લક્ષણે છે. તેઓ પિતાએ ઉપાર્જન કરેલી લક્ષમીનો યથેચ્છ ઉપભોગ કરતા હતા. એકદા ચંદ્ર વિચાર કર્યો કે ખરેખર અમે ભાગ્યવંત નથી. કારણકે બાલ્ય ભાવમાં તે માતાનું દૂધ અને પિતાનું ધન ભેગવવું એગ્ય છે, પણ વન વયમાં તે જે સ્વભુજા થી ઉપાર્જન કરેલ લક્ષમી ભેગવે અને તેનું દાન કરે તે જ ઉત્તમ છે. મૂળને હાનિ 5 અપર મિગજ રાજ્ય કરતાં જયપુર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #263
--------------------------------------------------------------------------
________________ 247 ને તે જલી-પરૂ સા લહુપ્રિય અને કે વ્યવહારી પુત્ર ચંદનું દષ્ટાંત. હુંચાડે તે તે અધમ કહેવાય છે. માટે ધન મેળવવાને ઉપાય કરો યુક્ત છે અને આવક વિના વ્યય કરે તે યુક્ત નથી. કહ્યું છે કે - “આવક વિના વ્યય કરનાર, અનાથ છતાં કલહપ્રિય અને આતુર (વ્યાધિગ્રસ્ત) છતાં સર્વભક્ષી-પુરૂષ સત્વર વિનાશ પામે છે. આ પ્રમાણે વિચાર કરીને તેણે અન્ય ત્રણ મિત્રોને પોતાને અભિપ્રાય દર્શાવ્યું. એટલે તે બધાએ નિર્ણય કર્યો કે:-“નાવના સાધન વડે સમુદ્રને વ્યાપાર કર.” એમ વિચારીને તેમણે પોતપોતાના પિતાને તે વાત નિવેદન કરી. એટલે તેઓએ કહ્યું કે –“આપણા ઘરમાં બહુ ધન છે, માટે યથેચ્છ તેને ઉપભેગ કરે, તમારે કમાવા જવાની જરૂર નથી.” પુત્રોએ કહ્યું કે અમારે અવશ્ય પરદેશ કમાવા જવું જ છે, માટે આજ્ઞા આપો.”એટલે પુનઃ તેમણે કહ્યું કે-“તમે મુગ્ધ છે, લેકો ધુ છે, પરદેશ વિષમ છે અને સમુદ્રમાર્ગને વ્યાપાર વધારે દુષ્કર છે.” ઈત્યાદિ યુક્તિઓથી બહુ રીતે સમજાવ્યા છતાં તેઓ સમુદ્રમાગે જવાને તૈયાર થયા. અને કરિયાણાથી નાવ ભરીને અપશુકનથી નિવારિત થયા છતાં ચાલતા થયા. સમુદ્રમાં ચાલતાં ત્રણ દિવસ થયા, એવામાં આકાશમાં ગર્જના, વીજળી અને મહા પવનને ઉત્પાત થયે, એટલે વહાણુ ભાંગી ગયું અને તેમાં રહેલા લોકે સમુદ્રમાં આમતેમ લથડીયાં ખાઈને ડુબી ગયા. કેટલાક ભાગ્યશાત્ પાટીયાના આધારથી કીનારે નીકળ્યા. ચંદ્ર પણ ફલકના આશ્રયથી સાતમે દિવસે કિનારે નીકળે. તે ચિત્તમાં ચિંતવવા લાગ્યું કે -અરે! મેં બધા લોકોને કષ્ટમાં નાંખ્યા, પિતા અને સ્વજને એ વાર્યા છતાં હઠથી આ કામ કરતાં મને તેનું અનિષ્ટ ફળ મળ્યું, હવે મારે જીવિતવ્યનું શું પ્રયોજન છે?” આ પ્રમાણે વિચારી વસ્ત્રપાશથી વૃક્ષમાં પોતાના કંઠને બાંધીને નીચે લટ. એવામાં કઈ વિપ્ર ત્યાં આવવાથી છુરી વતી પાશ કાપી નાંખીને બે-“હે સાત્વિક ! તારે આત્મઘાતનું મહાપાતક ન કરવું, શાસ્ત્રમાં અને મોટું દૂષણ કહેલ છે.” એમ કહીને તે ચાલ્યા ગયા. પછી ચંઠે બીજા પર્વત પર જઈને વળી ગળાકા બાંધે, એટલે ત્યાં કાલ્સગે રહેલા કે સાધુએ કહ્યું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #264
--------------------------------------------------------------------------
________________ ર૪૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્રભાષાંતર. કે “સાહસ ન કર.” ચંદ્ર તરફ જોયું, તે વૃક્ષોની ઘટામાં રહેલા કોઈ મુનિ તેના જેવામાં આવ્યા. તેમની પાસે જઈ નમસ્કાર કરીને ચંદ્રે કહ્યું કે-“હેનાથ! મંદભાગ્યવાળા એવા મારે હવે જીવિત શું? - સાધુ બોલ્યા કે-આત્મઘાતના પાતકથી પ્રાણુઓ દુર્ગતિએ જાય છે, અને જીવતે નર ભદ્ર ( કલ્યાણ ) પામે છે. આ સંબંધમાં મારૂંજ દષ્ટાંત સાંભળ: મંગળપુરમાં નીતિવિત એવો ચંદ્રસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ભાનુમંત્રી નામે પ્રધાન હતા. તે પ્રધાનને સરસ્વિતી નામની સ્ત્રી હતી. તેમને પરસ્પર બહુજ પ્રીતિ હતી. એકદા પ્રધાને પલંગ પર તેને રૂદન કરતી જોઈ, એટલે તેણે પૂછ્યું કે - “હે પ્રિયે! શા માટે રૂદન કરે છે?” તે બોલી કે-“હે નાથ! કંઈ નથી.” પુનઃ તેણે આગ્રહથો પૂછયું, એટલે તે બોલી કે –“હે સ્વામિન્ ! અન્ય વનિતાની સાથે વિલાસ કરતાં તમને મેં આજ સ્વપ્નમાં જોયા, તે માટે હું રૂદન કરું છું. તે સાંભળીને પ્રધાન બોલ્યા કે –“અહો! જે સ્વપ્નમાં પણ સપત્નીને જોઈ દુ:ખિત થાય છે, તે સાક્ષાત જોઈને તેની શી દશા થાય?” એમ વિચારીને તેણે કહ્યું કે - “હે પ્રિયે! આ ભવમાં તુજ ભાર્યા છે, તું જીવતાં હું જીવું છું અને . તું મરણ પામતાં હું પ્રાણત્યાગ કરવા તૈયાર છું.” આ પ્રમાણે કહેવાથી તેમને સ્નેહપ્રકર્ષ વૃદ્ધિ પામે. એકદા પ્રધાન સહિત રાજા કટક લઈને દર દેશ ગયે હતો. ત્યાં એક દિવસે દંપતીના વિષયમાં નેહપ્રસ્તાવની વાત નીકળતાં ભાનુમંત્રીએ રાજાની આગળ પોતાનું સ્વરૂપ વર્ણવ્યું એટલે રાજાએ તેના સ્નેહની પરીક્ષા માટે એક પુરૂષને જયપુર મોકલે. તેણે રાજાના આદેશથી ભાનુમંત્રીપરની વિપત્તિની ખેતી વાત સરસ્વતી આગળ દુ:ખ સહિત નિવેદન કરી. તે સાંભળીને તત્કાળ હદય ફાટી જવાથી સરસ્વતી મરણ પામી, એટલે તે પુરૂષે કટકમાં જઈને રાજાને તે વાત જણાવી. વઘાત સમાન તે વાત સાંભળીને રાજા ચિંતવવા લાગ્યો કે:-“અહો! મેં વૃથા શ્રીઘાતનું પાતક માથે લીધું, પણ હવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #265
--------------------------------------------------------------------------
________________ સુપાત્રદાન ઉપર ચાર મિત્રની કથા. 249 પ્રધાન એ વાત ન સાંભળે ત્યાં સુધીમાં તેને બચાવવાનો ઉપાય કરૂં.” એમ નિશ્ચય કરીને રાજા સચિવને ઉતારે... એટલે અમાત્યે સસંભ્રમથી કહ્યું કે:-“હે સ્વામિન! સેવકની પાસે તમે પોતે પધાર્યા એ શું?” રાજા બે કે –“હું તારી પાસે કંઈક માગવા આ છું.” મંત્રી છે કે:-“હે રાજન ! હુકમ કરે.” એટલે રાજા બોલ્યો કે- સ્નેહની પરીક્ષા કરવા મેં તારી સ્ત્રીની આગળ તારા મરણના સમાચાર કહેવરાવ્યા, તે સાંભળીને તે મરણ પામી, માટે હવે મારી પ્રાર્થના છે કે તારે મરણને પ્રયાસ ન કરે. તે સાંભળીને પ્રધાનને મૂરછ આવી ગઈ; એટલે રાજાએ શીતળ ઉપચારથી તેને સજજ કર્યો. પછી પ્રધાન બે કે-“હે સ્વામિન ! મારૂં વચન જાય છે. “સજજન પુરૂષ પ્રમાદમાં પણ કંઈ બેલી જય તે તે શિલાલેખ જેવું સમજવું–તે અન્યથા કદિ ન થાય.” માટે મારે મરણ સાધવું જ જોઈએ. " આમ કહ્યા છતાં પણ રાજાએ બહુ આગ્રહથી તેને મરણ પામતો અટકાવ્ય; પરંતુ ભાનુમંત્રીએ બીજે વિવાહ ન કરવાને નિયમ લીધો . કેટલાક દિવસે પછી તે પિતાને નગરે ગયા, એટલે સ્વગૃહે જઈને સ્વજને સંગ્રહીત પોતાની પ્રિયાના અસ્થિની તે અર્ચા કરવા લાગ્યો. તેના ગુણોનું વારંવાર સ્મરણ કરીને તે વિલાપ કરવા લાગ્યો. પોતાના દેહની પણ મમતા તેણે મૂકી દીધી. એકદા તેણે વિચાર કર્યો કે - ગંગામાં જઈને પ્રિયાના અસ્થિને ક્ષેપવું.' એમ વિચારીને મંત્રી ગંગાકાંઠે ગયા. ત્યાં પ્રિયાના અસ્થિ ગંગામાં નાખતાં તે સરસ્વતીનું નામ લઈને પ્રલાપ અને રૂદન કરવા લાગ્યા. એ વખતે નજીકમાં રહેલી વારાણસીના રાજાની પુત્રી સરસ્વતીએ તેને વિલાપ કરતાં સાંભળ્યું. તેને જોઈને તે મૂચ્છિત થઈ જમીનપર પડી,એટલે તેની સખીઓએ જઈને રાજાને નિવેદન કર્યું, તેથી રાજા પણ સપરિ વાર ત્યાં આવ્યું. એવામાં કન્યા પણ શીતળ વાયુ અને ચંદનથી સાવધાન થઈ. પછી રાજાએ કન્યાને પૂછયું કે –“તને શું થયું?” તે. 32 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #266
--------------------------------------------------------------------------
________________ vv 250 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર બોલી કે –“હે તાત! આ મારા પૂર્વ ભવને ભતર છે, હવે બીજા બધા પુરૂષે મારે બંધુ સમાન છે. આજ મારે સ્વામી છે અને હું એને જ વરવાની છું.” એટલે રાજાએ તે કન્યાને મંત્રીની સાથે વિવાહ કર્યો એટલે મંત્રી તેની સાથે સુખભેગ ભેગવવા લાગે. અન્યદા રાજાએ તેને રાજ્ય આપીને દીક્ષા અંગીકાર કરી, એટલે ભાનુરાજા રાજ્ય કરવા લાગ્યા. એકદા તે સરસ્વતીને દાહવરની પીડા થઈ. બહુ ઉપાય કરતાં પણ તે શાંત ન થઈ, છેવટે તે પીડાથી સરસ્વતી મરણ પામી. એટલે તેના વિયેગજન્ય વૈરાગ્યથી ભાનુરાજાએ દીક્ષા અંગીકાર કરી, અને તે ચારિત્ર પાળવા લાગ્યા. તે હું પોતેજ છું. માટે હે ભદ્ર! જીવતો નર સેંકડે ભદ્ર (કલ્યાણ) પામે છે, તેથી હે મહાનુભાવ! ધર્મ કર.” એટલે ચંદ્ર બેલ્યો કે:-“હે ભગવન ! મને થોડામાં ઘણે લાભ મળે તેવું કાંઈક બતાવો.” પછી સાધુએ તેને પંચપરમેષ્ઠી નમસ્કાર સંભળાવ્યું. તેથી શિક્ષિત થશે. તેણે તે મંત્ર કંઠે કર્યો, એટલે સાધુ બોલ્યા કે - “હે ભદ્ર! આ મંત્રનું તારે નિરંતર સ્મરણ કરવું અને સમૃત્વનું પાલન કરવું.” પછી ચંદ્ર તે મુનિને નમસ્કાર કરી પ્રસન્ન થઈને ફરતો ફરતો પુપપુર ગયે. ત્યાં તે મહદ્ધિક થયે; પરંતુ ભાવથી તે નમસ્કાર મહામંત્રનું નિરંતર મરણ કરવા લાગ્યું. - હવે વિધિના યોગે બીજા ત્રણ મિત્રો પણ ચિરકાળે ભેગા થયા. એટલે ચંદ્ર, ભાનુ, ભીમ અને કૃષ્ણ–એ ચારે મિત્રોએ પોતપોતાનો વૃત્તાંત કો. તેમાં ચંદ્ર પાસેથી નમસ્કારના માહાઓને સાંભળીને ત્રણે મિત્રો નમસ્કાર મંત્ર શીખ્યા અને તે ત્રણે પણ વ્યાપાર કરતાં મહદ્ધિક થયા. એકદા તે ચારે મિત્રે વિચારવા લાગ્યા કે –“આપણે મહદ્ધિક થયા છીએ માટે હવે પોતાને નગરે જઈએ.” એમ નિશ્ચય કરી નાવમાં બેસી સમુદ્ર ઓળંગીને એક સવરપર ભોજન કરવા બેઠા. ત્યાં ભોજન તૈયાર થયું, એવામાં છ માસના ઉપવાસી એક સાધુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #267
--------------------------------------------------------------------------
________________ ચાર મિત્રની કથા. 25 નગરમાં ગોચરી કરવા જતા હતા, તેમને જોઈને તેમણે નિમંત્રણ કર્યું કે –“હે ભગવન્! પધારે.” પછી ચંદ્ર ભાવપૂર્વક મુનીશ્વરને પ્રતિલાગ્યા અને બીજા ત્રણેએ અનુમોદના કરી. ત્યાં ચારેએ ભેગકર્મફળ ઉપાર્જન કર્યું. પછી તે ચારે અનુક્રમે કુશળક્ષેમે સ્વનગર જયપુરમાં આવ્યા. ત્યાં સર્વ સ્વજનો મળ્યા, અને વપનને ભેટે ઉત્સવ થયો. પછી ચિરકાળ ત્રાદ્ધિસુખ ભેળવીને તે ચારે દાનના ' પ્રભાવથી બારમા દેવલેકમાં દેવ થયા. દેવ આયુ સંપૂર્ણ થતાં ત્યાંથી આવીને તે ચારે છ જુદા જુદા ચાર દેશના રાજા થયા. પરમ સમૃદ્ધિવંત એવા તે ચારે વચ્ચે પૂર્વભવના સ્નેહસંસ્કારથી પરમ પ્રીતિ થઈ. તેથી તે ચારે વારાફરતી એકજ દેશમાં સાથે રહેવા લાગ્યા. એ પ્રમાણે રાજ્યસુખ ભોગવી પ્રાંતે સંયમ સાધીને મેક્ષે ગયા. - ઇતિ ચાર મિત્ર કથા. હે ભ! તત્વજ્ઞાન વિના માત્ર વિદ્યાથી ગુણની પ્રાપ્તિ થતી નથી. અને શમભાવથી વર્જિત તપસ્યા પણ ગુણ કે લાભ કરતી નથી, તથા મનની સ્થિરતા વિના તીર્થયાત્રાથી પણ લાભ થતો નથી. કહ્યું છે કે - કેટિ જન્મ સુધી તીવ્ર તપ કરતાં જે કર્મ ક્ષીણ ન થાય, તે કર્મ સમતાભાવનું આલંબન કરવાથી ક્ષણવારમાં ક્ષીણ થઈ શકે છે. અંતરમાં વીતરાગનું ધ્યાન કરતાં ધ્યાતા (જીવ) વીતરાગ થઈ શકે છે. માટે બીજા સમસ્ત અપધ્યાનને દૂર કરી ભ્રામર (ભ્રમરી સંબંધી) ધ્યાનને આશ્રય કરો. સ્થાન, યાન, અરણ્ય, જન, સુખ કે દુ:ખમાં મનને વીતરાગપણમાં જોડી રાખો કે જેથી તે સદા તેમાંજ લયલીન રહે. ઇદ્રિનો નાથ મન છે. પવનને નાથ લય છે અને લયના નાથ નિરંજન છે. જે મનને બાંધી રાખવું હોય તે તે બાંધી શકાય છે અને મુક્ત રાખવું હોય તે મુક્ત રહે છે, માટે સુજ્ઞ જનેએ પકડીને રજજુવડે બાંધેલા બળદની જેમ મનને કબજે રાખવું. જેમ પુષ્પમાં સુરભિ, દૂધમાં ઘી અને કાયામાં તેજ (જીવ) સ્થિત રહેલ છે તેમ જીવમાં જ્ઞાન રહેલ છે. પણ તે ઉપાયથી વ્યક્ત (પ્રગટ) થઈ શકે છે.” આ પ્રમાણે દાનધર્મનું માહાસ્ય વર્ણવ્યા પછી ધર્મના બીજા અંગરૂપ શીલધર્મનું વર્ણન કરે છે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #268
--------------------------------------------------------------------------
________________ 252 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. " शौचानां परमं शौचं, गुणानां परमो गुणः / प्रभावमहिमाधाम, शीलमेकं जगत्त्रये"॥ પવિત્રમાં પરમ પવિત્ર શીલ છે, ગુણેમાં પરમ ગુણ શીલા છે, અને ત્રણે જગતમાં એક શીલજ પ્રભાવ અને મહિમાનું ધામ છે.” " जवो हि सप्तेः परमं विभूषणं, भागनायाः कृशता तपस्विनः / द्विजस्य विद्येव मुनेस्तथा क्षमा, शीलं हि सर्वस्य जनस्य भूषणम् / / " અશ્વનું પરમ ભૂષણ વેગ છે, સ્ત્રીનું પરમ ભૂષણ ભત્તર છે, તપસ્વીનું ભૂષણ કૃશતા છે, વિપ્રનું પરમ ભૂષણ વિદ્યા છે અને મુનિનું પરમ ભૂષણ ક્ષમા છે, પણ શીલ તો સર્વ જનનું ભૂષણ છે.” તે શીલની નવ વાડ કહેલ છે, તે આ પ્રમાણે - " वसहि कह निसिजिदिय, कुट्टितर पुवकीलीय पणीए / अइमायाहार विभूसणाइ, नव बंभचेरगुत्ती य / / " આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે– 1 વસતિ–ઉપાશ્રય એટલે જે મકાનમાં સ્ત્રી રહેતી હોય અથવા જે મકાનની નજીકમાં સ્ત્રીને વાસ હોય–તે ઉપાશ્રયને મુનિએ ત્યાગ કરે. 2 કથા–સ્ત્રીની સાથે વાર્તાલાપ ન કરવો. 3 નિસિજજા–જે શયન કે આસન પર સ્ત્રી બેઠી હોય, તે શયનાસનનો બે ઘડી સુધી ત્યાગ કર. 4 ઇદ્રિય-સ્ત્રીના અંગોપાંગ અને ઇંદ્રિયે નિરખીને જેવી નહિ. શ્રી ઉત્તરાધ્યયનમાં પણ કહ્યું છે કે નારીનું ધ્યાન કરતાં એટલે તેને મનમાં લાવતાં ચિત્તરૂપ ભીંત મલીન થયા વિના રહે નહિ.” ઇત્યાદિ, માટે સ્ત્રીની સાથે આલાપ અને તેના અંગોપાંગ તથા ઇન્દ્રિય સન્મુખ જોવાનું બ્રહ્મચારીએ તજી દેવું. 5 ફડચંતર–એટલે ભીંતને આંતરે પણ તજે. જે ઘરમાં દંપતી સુતા હોય અને ત્યાંથી કંકણુદિનો અવાજ તથા હાવભાવ, વિલાસ અને હાસ્યાદિનો અવાજ સંભળાય તેમ હોય તેવા મકાનમાં ભીંતને આંતરે છતાં પણ બ્રહ્મચારીએ રહેવું નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .
Page #269
--------------------------------------------------------------------------
________________ મદન રેખાની કથા. ર૫૩ 6 પુવકીલીઅ–પૂર્વક્રીડિત એટલે પૂર્વે કામિની સાથે જે ક્રીડા કરી હોય તે સંભારવી નહિ. - 7 પીએ–અત્યંત સ્નિગ્ધ આહારનો ત્યાગ કરે. 8 અઈમાયાહાર–અતિમાત્ર આહાર એટલે બહુ આહારનું ભક્ષણ ન કરવું. 9 વિભૂસણુઈ–વિભૂષણ, સ્વચ્છ વસ્ત્ર, સ્નાન, મજ્જન અને અંગશભા–વિગેરેને પણ બ્રહ્મચારીએ ત્યાગ કરવો. આ નવ વાડનું યત્નપૂર્વક રક્ષણ કરવું અને નિરતિચારપણે બ્રહ્મચર્યનું પાલન કરવું. તેમાં પુરૂષે સ્વદારાસતેષ વ્રત અને સ્ત્રીએ સ્વપુરૂષસંતોષ વ્રત અવશ્ય પાળવું. જેઓ વિષયમાં વ્યાકુળ થઈ મનથી પણ શીલને ખંડિત કરે છે તે મણિરથ રાજાની જેમ ઘેર નરકમાં જાય છે. અને જે સતી મદનરેખાની જેમ નિર્મળ શીલા પાળે છે, તે ભાગ્યવંત જીવોમાં પ્રશંસાપાત્ર થઈ સુગતિનું ભાજન થાય છે. તે મણિરથ અને મદન રેખાને સંબંધ આ પ્રમાણે છે - “આ ભરતક્ષેત્રમાં અવંતીદેશમાં લક્ષ્મીના નિવાસસ્થાન રૂપ સુદર્શન નામે નગર છે. ત્યાં મણિરથ નામે રાજા રાજ્ય કરતે હતે. તે પાપિષ્ટ અને સ્ત્રીલંપટ હતું. તેને યુગબાહુ નામે યુવરાજ બ્રાતા દયાળુ, દાતા, ગુણવાન, ઉત્તમ અને સારા મનવાળો હતો. તે યુવરાજને સદ્દગુણોથી શોભાયમાન, સતી અને સાધ્વી મદનરેખા નામે પત્ની હતી. તે રૂપવતી, જિનધર્મમાં રક્ત, નવતત્વને જાણ નારી, દ્વાદશત્રતને ધારણ કરનારી, સ્વપતિ ભક્તા અને સતી હતી. તે હમેશાં પૈષધ અને પ્રતિક્રમણાદિક કરતી હતી. પિતાના પતિ સાથે સંસારસુખ જોગવતાં તેને ચંદ્રયશા નામે પુત્ર થયો હતો. એકદા અલંકારથી સુશોભિત એવી તે મદન રેખાને પડદામાંથી જોઈને મણિરથ રાજાને વિચાર થયે કે–“અહો! આ કેવી દેવાંગના જેવી શોભે છે? વીજળીની જેવી શોભાયમાન આવી મારી સ્ત્રી નથી. માટે નિશ્ચય આને માટે સ્વાધીન કરવી. પણ પ્રથમ એને લાલચમાં 1 સારો આચારવાળી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #270
--------------------------------------------------------------------------
________________ 254 * શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. નાખું તે ઠીક. એમ ધારીને રાજા પુષ્પ, તાંબૂલ, વસ્ત્ર અને અલંકારાદિક તેને મોકલવા લાગે. નિર્વિક૯પ એવી તે “આ ચેષ્ટને પ્રસાદ છે એમ સમજીને રાજાનું મોકલવું બધું સ્વીકારી લેવા લાગી, એકદા રાજાએ દૂતી મોકલી. તે આવીને મદન રેખાને કહેવા લાગી કે:-“હે ભદ્ર! તારા ગુણગ્રામપર રાજા રક્ત થઈને એમ કહેવરાવે છે કે –તું મને ભત્તર તરીકે સ્વીકારીને રાજ્યની સ્વામિની થા.” તે સાંભળીને રાણું દૂતીને કહેવા લાગી કે –“હે તિ! આવું કામ ઉત્તમ જનોને ઉચિત નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –“હે મૈતમ ! જ્યારે અનંત પાપરાશી ઉદયમાં આવે છે ત્યારે સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે. સ્ત્રીત્વ પ્રાપ્ત થતાં પણ જે શીલગુણ ન હોય તે પ્રભ્રાંત એવી તે સ્ત્રીનું જીવન કહી ગયેલ કાંજી જેવું સમજવું.”તેથી સ્ત્રીઓને મુખ્ય ગુણશીલ જ છે. વળી સજ્જને તે મરણ સ્વીકારે છે, પણ બંને લોકમાં વિરૂદ્ધ એવું શી લખંડન કદાપિ કરતા નથી. કારણ કે:-“જીવહિંસા, અસત્ય મને પરદ્રવ્યના અપહારથી તથા પરસ્ત્રીની કામના માત્રથી પ્રાણીઓ નરકમાં જાય છે.” માટે તું રાજાને જઈને કહે કે-“હે રાજન ! સંતોષ કરે અને કદાગ્રહને તજી દે. આવી તૃષ્ણા કદી પણ કરવી યોગ્ય નથી.” ઈત્યાદિ તેનું કથન દૂતીએ જઈને રાજાને નિવેદન કર્યું. તથાપિ રાજાની કામતૃષ્ણ સદુપદેશ જળથી શાંત ન થઈ. એકદા રાજાએ મનમાં વિચાર કર્યો કે - જ્યાં સુધી યુગ બાહુ ભ્રાતા જીવત હશે, ત્યાં સુધી એ બીજાને ઈચ્છવાની નથી, માટે તેનો ઘાત કરીને બળાત્કારથી એને સ્વાધીન કરૂં.” એમ નિશ્ચય કરી તે રાજા ભ્રાતા કાર્યપ્રસંગ જેવા લાગ્યો. અહો! કામ અને મેહની મહાવિંડના તે જુઓ. " જાલંધ, મદોન્મત્ત અને અથી–એ દેષને જેઈજ શક્તા નથી. તેમજ વળી: ધે સીંચો લીંબડે, થાણે કીધ ગુલેણુ; તેહી ન છડઈ કટુપણ, જાતે હિ તિણે ગુણેશું.” લીંબડાને દૂધે સીંચવામાં આવે અને તેની ફરતું ગોળનું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #271
--------------------------------------------------------------------------
________________ મદન રેખાની કથા. 255 શાળ કરવામાં આવે, તો પણ તે પોતાનું કડવાપણું છેડો નથીતેના ગુણ જતા નથી-કાયમ રહે છે.” એકદા મદનરેખાએ સ્વપ્નમાં ચંદ્રમા જે, એટલે તે વાત તેણે પિતાના ભત્તરને જણાવી. તે સાંભળીને યુગબાહુ બોલ્યો કે - “હે દેવી ! તને ચંદ્ર સમાન પુત્ર થશે.' પછી ગર્ભના પ્રભાવથી તેને ત્રીજે મહિને દેહદ થયો કે:-“જિનપૂજા કરૂં અને જિનેશ્વરોની કથા સાંભળું.” આવા દોહદને તેના સ્વામીએ પૂર્ણ કર્યો, એટલે તે ગર્ભ નું પિષણ કરવા લાગી. એકદા વસંતઋતુ આવી. તે વખતે નાગ, પુનાગ, માલિકા, પાટલ, કુંદ, મચકુંદ, એલા, લવંગ, કકલ, દ્રાક્ષ ખજૂરિકા, કદલી, લવલી, જાઈ, શતપત્ર, રાયણ, સહકાર અને ચં. પક વિગેરે વૃક્ષે અત્યંતકુસુમિત થયા. ત્યાં ઘણું ભ્રમરે કડા કરવા લાગ્યા. કેયલ અને શુક વિગેરે પક્ષીઓ ત્યાં રહેતા સતા હસવા, બોલવા અને આમતેમ દોડવા લાગ્યા. તે અવસરે યુગબાહુ પિતાની પ્રિયા સાથે તે વનમાં કીડા કરવા ગયે. ઘણા નગરજનો પણ ત્યાં કીડા કરવા આવ્યા હતા. ત્યાં જળક્રીડા, આંદોલન વિગેરે તથા ખાદ્ય, સ્વાદ્ય, અશન અને પાનાદિકમાં વ્યગ્ર થયેલા યુવરાજને દિવસ આ એક ક્ષણની જેમ પસાર થઈ ગયું. પછી રાત્રે તે ત્યાંજ કદલીગ્રહમાં સુતે. તેના પરિવારમાંથી કેટલાક નગરમાં ગયા અને કેટલાક ત્યાં રહ્યા. તે વખતે મણિરથ રાજા પિતાના મનમાં ચિંતવવા લાગ્યો કે:-“આજે યુગબાહુ સ્વલ્પ પરિવારથી વનમાં રહ્યો છે, માટે આ અવસર સારે છે.” એમ ધારી હાથમાં તરવાર લઈ વનમાં જઈને યામિકોને કહેવા લાગ્યો કે-“અરે! યુગ બાહુ કયાં છે?” તેઓ બોલ્યા કે-“હે સ્વામિન! આ કદલીગૃહમાં સુતા છે.” રાજાએ કહ્યું કે - વનમાં મારા બ્રાતાને કોઈ શત્રુ પરાભવ કરશે એમ ધારી અધીરાઈથી હું અહીં આવ્યો છું.’ એવામાં તરત યુગબાહુ ઉઠયો અને રાજા પાસે આવીને તેણે રાજાને પ્રણામ કયો. એટલે રાજાએ કહ્યું કે ચાલે, આપણે નગરમાં જઈએ, રાત્રે આપણે અહીં રહેવું એગ્ય નથી.” પછી યુગબાહુ આગળ ચાલવા P.P. Ac. Gunrayasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #272
--------------------------------------------------------------------------
________________ ~~ ~ ~~~ ~~~ 256 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. લાગે અને ચિંતવવા લાગ્યું કે-આ છ બંધુ મારા સ્વામી અને પિતાને ઠેકાણે છે, વળી તે મારા હિતકારક છે, માટે તેમની આજ્ઞા અનુલ્લંઘનીય છે.” આ પ્રમાણે વિચારો તે નગરભણું ચાલ્યું. એવામાં અપયશના ભયની પણ દરકાર કર્યા વિના પાપબુદ્ધિ રાજાએ યુગબાહુના ગળાપર તરવારને પ્રહાર કર્યો એટલે તે મૂચ્છિત થઈને ભૂમિપર પડ્યો. તે જોઈ મદનરેખાએ પોકાર કર્યો કે–“અરે! ખુન, ખુન ! સત્વર દેડે, દેડે.” આ પ્રમાણેનો પેકાર સાંભળી હાથમાં તરવાર લઈને “શું થયું?” એમ બેલતા તરત તેના માણસે દેડી આવ્યા. એટલે મણિરથ રાજાએ કહ્યું કે –“ભય ન પામે, એ તે મારા હાથમાંથી તરવાર પડી ગઈ ને એને વાગી ગઈ. શું કરું?”-એમ કહીને લોકલજજાથી તે વિલાપ કરવા લાગે. લોકોએ યથાસ્થિત તે હકીકત જાણી. પછી રાજા બળાત્કારથી તેને નગરમાં લઈ ગયા. ત્યાં ચંદ્રયશા પુત્ર હહારવ કરતો વૈદ્યોને લઈ આવ્યું, તથા પોતાના પિતાને લાગેલ ઘાની યત્નપૂર્વક ચિકિત્સા કરવા લાગ્યું. તે વખતે યુગબાહુના શરીરમાંથી બહુ રક્ત નીકળેલ હોવાથી તેની વાણું બંધ થઈ ગઈ હતી, નેત્રો બંધ થઈ ગયાં હતા અને શરીર પણ સ્તબ્ધ થઈ ગયું હતું. એટલે મદરેખાએ પિતાના ભર્તારની પ્રાણુત સ્થિતિ જોઈને તેમના કાન પાસે આવી કોમળ સ્વરથી કહ્યું કે “હે મહાનુભાવ! તમે હવે સ્વહિતમાં સાવધાન થાઓ. હે ધીર! આ તમારે સાધવાનો અવસર છે, માટે મારું કથન સાંભળે મનમાં તમારા બંધુ ઉપર લેશ પણ ખેદ કરશે નહીં. અહીં પોતાના કર્મપરિણામને જ દોષ છે, બીજા કેઈને દોષ નથી, એમ સમજજે. કારણ કે - આ ભવમાં યા બીજા ભવમાં જે કર્મ જેણે કર્યું છે તે કર્મ તેને ભેગવવું જ પડે છે, બીજા તે નિમિત્ત માત્ર છે. માટે મન, વચન, અને કાયાથી ધર્મરૂપ ભાતું લઈ લે. જે દુષ્કૃત કર્યું હોય તેની નિંદા કરે. મિત્ર, અમિત્ર યા સ્વજન કે પરજનને ખમા, તથા મૈત્રીભાવ વધારે. જેઓને તમે દુઃખમાં નાખ્યા હોય તે બધાને ખમાવો. જીવિત, વૈવન, લક્ષમી, રૂપ અને પ્રિયસમાગમ એ બધું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #273
--------------------------------------------------------------------------
________________ * મદનરેખાની કથા. ૨પ૭ સમદ્રના તરંગની જેમ ચંચળ છે. વ્યાધિ, જન્મ, જરા અને મરણથી ગ્રસ્ત થયેલા પ્રાણીઓને જિનધર્મ સિવાય અન્ય કેઈ શરણ નથી. તમે કઈને પણ પ્રતિબંધ કરશે નહીં. પ્રાણું પિતે એકલો જન્મ છે, એકલો મરણ પામે છે અને એક જ તે સુખ દુઃખને અનુભવ કરે છે. શરીર, ધન, ધાન્ય અને કુટુંબ એ બધું અનિત્ય છે. વસા, રૂધિર, માંસ, અસ્થિ, આંતરડા, વિષ્ટા અને મૂત્રથી ભરેલા આ શરીરમાં મૂછ કરશે નહીં. લાલિત, પાલિત અને ક્ષાલિત કર્યા છતાં પણ આ શરીર કદાપિ પોતાનું થતું નથી. ધીર કે ભીરૂ સર્વ કેઈને મરવાનું તો છેજ. તેમાં જે બાળક અને સુકૃતવર્જિત હેતેજ મરણથી ભય પામે છે, પણ પંડિત તે મરણને એક પ્રિયતમ અતિથિ ગણે - છે. માટે એવી રીતે કરવું કે જેથી પુનઃ મરવું ન પડે. તેથી મનમાં ચિંતવવું કે મને જિનેશ્વરનું શરણ થાઓ, સિદ્ધનું શરણ થાઓ, સાધુનું શરણ થાઓ અને કેવલીભાષિત ધર્મનું શરણ થાઓ. અઢાર પાપસ્થાનોનું પ્રતિકમણ કરે, તેને આગે. પરમેષ્ઠી મંત્ર સંભારે. ઋષભાદિ જિનેશ્વરને તથા ભરત, ઐરાવત અને મહાવિદેહના બધા જિનેશ્વરોને નમસ્કાર કરે. કારણકે - “તીર્થકરેને નમસ્કાર કરવાથી સંસારનો છેદ થાય છે અને ભવ્યજનોને ઉંચા પ્રકારના સમ્યકત્વને લાભ થાય છે. તેમજ સિદ્ધ ભગવંતને નમસ્કાર કરે કે જેથી કર્મને ક્ષય થાય. જેમણે ધ્યાનરૂપ અગ્નિથી સહસ્ત્ર ભવોનાં કમરૂપ ઈધનને બાળી નાખ્યા છે એવા સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ એમ વિચારજે. આચાર્ય તે ધર્માચાર્ય તેમને નમસ્કાર કરે. ઉપાધ્યાયને નમસ્કાર કરે. જિનકલ્પી, સ્થવિરકલ્પી, જંઘાચારણ, વિધાચારણ વિગેરે સર્વ પ્રકારના સાધુઓને નમસ્કાર કરે. એ પંચ નમસ્કારથી જીવ મોક્ષે જાય છે, અથવા તે અવશ્ય વૈમાનિક દેવ થાય છે. હવે ચતુર્વિધ આહારને પણ ત્યાગ કરીને અનશન ગ્રહણ કરી.” આ પ્રમાણેના તેના વચનામૃતથી કોધાગ્નિ શાંત થઈ જતાં મસ્તક પર અંજલિ જોડીને ચગબાહએ તે બધું અંગીકાર કર્યો પછી 33. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #274
--------------------------------------------------------------------------
________________ 258 -- ww શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર શુભ ધ્યાનથી મરણ પામીને તે પાંચમાં બ્રહ્મદેવલોકમાં દશ સાગરેપમના આયુષ્યવાળો દેવ થયા. પિતાના પિતાના મરણથી ચંદ્રયશા અતિશયરૂદન કરવા લાગે, એટલે મદનરેખાએ મનમાં વિચાર કર્યો કે - “અહો ! મારા રૂપને ધિકાર થાઓ. હું ભાગ્યહીન છું કે જેથી મારું આવું રૂપ પુરૂષરત્નના અનર્થનું મૂળ થયું. જે દુરાત્માએ મારા નિમિત્તે પોતાના ભ્રાતાને મારી નાખે, તે પાપી મને બળાત્કારથી પણ ગ્રહણ કર્યા સિવાય નહિ રહે, માટે હવે મારે અહીં રહેવું યોગ્ય નથી, તે હવે અન્ય સ્થળે જઈને હું પરવશપણે કંઈ કાર્ય કરીને નિર્વાહ કરીશ, નહિ તે એ પાપી મારા પુત્રને પણ મારી નાખશે.” આ પ્રમાણે વિચારીને મધ્ય રાત્રે તે સ્થાનમાંથી બહાર નીકળી, મદનરેખા પૂર્વ દિશામાં એક મોટી અટવીમાં ચાલી ગઈ. રાત્રિ વ્યતીત થતાં બીજે દિવસે મધ્યાહ્ન સમયે એક સરોવર આગળ જઈને તેણે જળપાન કર્યું અને ફળાહારથી પ્રાણવૃત્તિ કરી. માર્ગમાં શ્રમને લીધે તે ખિન્ન થઈ ગઈ હતી તેથી વિશ્રાંતિ લેવા તે એક કદલીઝહમાં સુતી. ત્યાં પતિ મરણ અને પુત્રવિરહના દુઃખથી તથા માર્ગના શ્રમથી તેને નિદ્રા આવી ગઈ. તે રાત્રિએ પણ તે ત્યાંજ સુઈ રહી. રાત્રિમાં વાઘ, સિંહ, ચિત્રા તથા શગાલ વિગેરે ભયંકર પ્રાણીઓના ભત્પાદક અવાજથી ભયભીત થયેલી તે વારંવાર નમસ્કારમંત્રને ચિંતવવા લાગી. એવામાં મધ્ય રાત્રે ઉદરવ્યથા થવા લાગી, અને થોડા વખતમાં જ સર્વ લક્ષણસંપૂર્ણ તથા સૂર્યના જેવા તેજસ્વી પુત્રને તેણે મહાકષ્ટથી જન્મ આપે. પ્રભાતે તે પુત્રને રત્નકંબલથી લપેટીને અને તે બાળકના હાથમાં યુગગાહના નામથી અંકિત એવી મુદ્રિકા પહેરાવીને પોતે પોતાનાં વસ્ત્ર તથા શરીર દેવાને માટે સરવરપર ગઈ. ત્યાં જળમાં એક હાથી કીડા કરતો હતો, તેણે મદનખાને સુંઢવડે પકડીને આકાશમાં ઉડાડી. એ વખતે નંદીશ્વર દ્વીપથી આવતા કેઈ યુવક વિદ્યારે તેના રૂપમાં મેહિત થઈને આકાશથી પડતી તેને અધર ઝીલી લીધી, અને રૂદન કરતી એવી તેને તે વૈતા રહના એ માં વાઘ, ચિલી ગઈ. તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #275
--------------------------------------------------------------------------
________________ -^ ^^ ^^ ^^ ^^ ^^^^ નક મદનરેખાની કથા. 25e હરા પર્વત પર લઈ ગયે. ત્યાં કંઈક ધીરજ ધરીને તે બોલી કે - હે મહાસત્વ! આજ રાત્રે વનમાં મેં પુત્ર પ્રસ છે, તે બાળકને કદલીગૃહમાં મૂકીને હું સરોવરપર આવી હતી, ત્યાં જળમાં કીડા કરતા હાથીએ મને આકાશમાં ઉડાડી, અને નીચે પડતી મને જોઈને તમે અધર ઝીલી લીધી તે બહુ ઠીક કર્યું, પણ ત્યાં રહેલા બાળકને કઈ ધાપદ મારી નાખશે, અથવા આહારરહિત તે સ્વયમેવ મરણ પામશે. માટે હે દયાળુ! મને અપત્યદાન આપી મારા પર પ્રસાદ કરે. તેને અહીં લઈ આવે અથવા તે મને સત્વર ત્યાં લઈ જાઓ.” તે સાંભળીને વિદ્યાધર બોલ્યા કે –“હે ભદ્ર! જે તું ભર્તાર તરીકે મારે સ્વીકાર કરે, તો હું તારી આજ્ઞા શિરસાવંઘ કરૂં. વળી બીજું પણ સાંભળઃ–વૈતાઢય પર્વત પર રત્નાવહ નગરમાં વિદ્યાધિરેના સ્વામી મણિચૂડ નામે રાજા હતા, તેને હું મણિપ્રભ નામે પુત્ર છું. મારા પિતાએ કામગથી નિવૃત્ત થઈ મને રાજ્યપર બેસારી ચારણશ્રમણ પાસે દીક્ષા અંગીકાર કરી છે. તે સાધુ (મારા પિતા) ગઈ કાલે નંદીશ્વરદ્વીપે જિનેશ્વરેને વંદન કરવા ગયા હતા, તેથી હું પણ તે મુનીશ્વર તથા ચેને વંદન કરવા માટે ગયા હતા. હે ભદ્ર! ત્યાંથી પાછા વળતાં રસ્તામાં આકાશમાંથી પડતી તું મારા જોવામાં આવી, તેથી મેં તને ઝીલી લીધી. માટે તું મને ભરપણે સ્વીકારી રાજ્યની સ્વામિની થા. વળી તારે પુત્ર તે વનમાં અશ્વ કીડા માટે આવેલા મિથિલાપતિ પદ્યરથ રાજાના જોવામાં આવ્યું, તેથી તે બાલકને લઈ જઈને તેણે પિતાની પ્રિયા પુપમાલાને સંપે છે. ત્યાં પોતાના પુત્રની જેમ લાલન પાલન કરાતે તે સુખે રહે છે. આ બધું પ્રકૃતિવિદ્યાથી હું જાણું શક્ય છું. માટે હવે પ્રસન્ન મનથી મારા રાજ્યને અલંકૃત કર.” આ પ્રમાણેના તેનાં વચનો સાંભળીને મદરેખાએ વિચાર કર્યો કે–“અહો! મારા કર્મોની વિચિત્રતા કેવી છે કે એક પછી એક દુ:ખની શ્રેણી મારી સામે પ્રગટ થયા કરે છે. શીલના રક્ષણ માટે હું આટલે દૂર આવી, તથાપિ અહીં પણ તેને જ ભંગ ઉપસ્થિત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #276
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. થયે, પરંતુ મારે શીલનું તો અવશ્યમેવ રક્ષણ કરવું જ જોઈએ.” એમ ચિંતવીને તે બોલી કે –“અહે! મહાનુભાવ! પ્રથમ નંદીશ્વર દ્વીપે લપ જઈને તમે મને જિવંદન અને મુનિવંદન કરાવે, પછી હું તમારું પ્રિય કરીશ.” એટલે સંતુષ્ટ થઈને તે વિમાનમાં બેસારી એક ક્ષણવારમાં તેને નંદીશ્વરદ્વીપે લઈ ગયે. આ નંદીશ્વરદ્વીપમાં આવા પ્રકારની સ્થિતિ છે–ચાર ચૈત્ય ચાર અંજનગિરિપર, સેળ ચૈત્ય સેળ દધિમુખપર અને બત્રીશ ચૈત્ય બત્રીશ રતિકરાર છે. એ પ્રમાણે કુલ બાવન જિનાલયો છે. તે સે ચેજન લાંબા, પચાશ જન વિસ્તૃત અને બહોતેર એજન ઉંચા છે. વિમાનમાંથી નીચે ઉતરીને તે બંનેએ પૂર્વોક્ત સર્વે ચૈત્યમાં રહેલી બાષભ, ચંદ્રાનન, વારિણુ અને વર્ધમાન–એ ચારે નામની શાશ્વત જિનેશ્વરોની પ્રતિમાઓનું ભક્તિપૂર્વક પૂજન અને વંદન કર્યું. પછી મણિચૂડ મુનીશ્વરને નમસ્કાર કરીને તે બંને તેમની પાસે બેઠા. એટલે જ્ઞાની મુનીશ્વરે જ્ઞાનવડે મદનરેખાને વ્યતિકર જાણીને મણિપ્રભને ધર્મદેશનામાં શીળધર્મ સંબંધી પ્રતિબેધ આપે. પછી મણિપ્રભ વિદ્યાધરે મદનરેખાને ખમાવી અને તે બે કે આજથી તું મારી ભગિની છે. તું કહે, હવે હું શું તારૂં અભીષ્ટ કરૂં ?" મદનરેમ બોલી કે --“હે બાંધવ! આ તીર્થના દર્શન કરાવીને તે મારૂં બધું અભીષ્ટ કર્યું છે. પછી મદનરેખાએ મુનિને પૂછ્યું કે –“ભગવન્! મારા પુત્રને વ્યતિકર કહો.” મુનિ બેલ્યા કે –“ભદ્ર! પૂર્વે બે રાજપુત્રો હતા. ધર્મારાધન કરીને તે બંને દેવ થયા. ત્યાંથી અવીને એક મિથિલાપતિ પદારથ રાજા થયે અને બીજે તારો પુત્ર થયે. અશ્વથી ખેંચાઈ આવેલા પઘરથ રાજાએ તારા પુત્રને લઈને પોતાની પ્રિયા પુષ્પમાલાને સેંચે છે, અને પુત્રલાભથી સંતુષ્ટ થઈને પૂર્વ ભવના સ્નેહને લીધે તેણે મિથિલામાં પુત્રજન્મ મહોત્સવ કર્યો છે. તારે પુત્ર ત્યાં સુખે રહે છે, તે સંબંધી તારે ચિંતા કરવા જેવું નથી.” - મુનિ આ પ્રમાણે વાત કરે છે એવામાં ચંદ્ર અને રવિની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #277
--------------------------------------------------------------------------
________________ * મદનરેખાની કથા. પ્રભાને જીતનાર, રત્નોથી નિર્મિત, ઘુઘુરીઓના અવાજથી શદાયમાન, જેમાં વાજીત્રાને નાદ ઉછળી રહ્યા છે એવું અને દેવતાઓ જેમાં જયજયારવ કરી રહ્યા છે એવું એક વિમાન ત્યાં આવ્યું. તેમાંથી તેજના પ્રસરથી દેદીપ્યમાન, પ્રવર ભૂષણથી વિભૂષિત અને દેવતાઓ જેના ગુણ ગાઈ રહ્યા છે એ એક દેવ નીકળે. તે દેવ પ્રથમ મદનરેખાને ત્રણ પ્રદક્ષિણા દઈ તેને પગે લાગીને પછી મુનિને નમસ્કાર કરીને તેમની પાસે બેઠે. એટલે તે દેવકૃત અસંબદ્ધ ક્રિયા જોઈને મણિપ્રભ વિદ્યાધર બે કે –“અહો! દેવ પણ આવી વિરૂદ્ધ પ્રવૃત્તિ કરે, તે પછી બીજા કેને કહેવું? ચાર જ્ઞાનના ધરનાર અને રમ્ય ચારિત્રથી વિભૂષિત એવા આ મુનીશ્વરને મૂકીને તમે એક સ્ત્રીમાત્રને પ્રથમ પ્રણામ કર્યા તે ચગ્ય કર્યું નથી.” આ પ્રમાણે સાંભળીને તે દેવ કંઈક બોલવા જતું હતું, એવામાં મુનિ બેલ્યા કે –“હે મણિપ્રભ! એમ ન બોલ. આ દેવ ઉપાલંભ એગ્ય નથી, કારણ કે મણિરથ રાજાએ મદનરેખાપર આસક્ત થઈને પિતાના યુગબાહુ ભ્રાતાને ઘાત કર્યો, તે વખતે પતિના મરણ સમયે મદનરેખાએ પિતાના ભર યુગબાહને નિપુણ અને કોમળ વાળેથી જિનધર્મ સંભળાવ્યું. તે ધર્મના પ્રભાવથી યુગબાહ પાંચમા દેવલેકમાં ઇદ્રનો સામાનિક દેવ થયે. તે આ છે, અને તેની આ મદનરેખા ધર્મગુરૂ છે. તેથી આ દેવે એને પ્રથમ વંદન કર્યું છે. કારણ કે:-“જે કઈ યતિ કે ગૃહસ્થ–જેને ધર્મમાં જેડે, તેજ સદ્ધર્મદાનથી તેને ધર્મગુરૂ ગણાય છે. તેમજ વળી:–“સમ્યત્વ આપનારે સનાતન શિવસુખ આપ્યું-એમજ સમજવું. એ દાનના ઉપકાર સમાન અન્ય કેઈ ઉપકાર નથી. ઇત્યાદિ મુનીશ્વરના કથનથી જિનધમનું અદ્ભુત સામર્થ્ય મનમાં ભાવતાં મણિપ્રભ વિદ્યાધરે તે દેવને ખમા . તે વખતે તે દેવે મદનરેખાને કહ્યું કે –“હે ભદ્ર! કહે, હિં તારું શું અભીષ્ટ કરું?” તે બોલી કે –“હે દેવ! જેને, જરા, મરણ, રોગ અને શોકાદિકથી વર્જિત એવું મેક્ષસુખ મને 1 ઈંદ્રની સમાન ઋદ્ધિવાળો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #278
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. અભીષ્ટ છે, તે સુખ આપવા જિનધર્મ સિવાય બીજું કઈ સમર્થ નથી; તથાપિ મને મિથિલાપુરીમાં સત્વર લઈ જાઓ, ત્યાં પુત્રમુખ જોઈને પછી હું ધર્મ-કર્મમાં વિશેષ યત્ન કરવા ઈચ્છું છું. એટલે તે દેવ તેને તરતજ મિથિલાપુરીમાં લઈ ગયે કે જ્યાં શ્રી મલ્લિનાથ પ્રભુના દીક્ષા, જન્મ અને કેવળ જ્ઞાન–એ ત્રણ કલ્યાણક થયેલા છે. ત્યાં તીર્થભૂમિની બુદ્ધિથી જિનચૈત્યને નમસ્કાર કરી નજીકના ઉપાશ્રયમાં સાધ્વીઓને જોઈને તે બંનેએ તેમને વંદન કર્યું. એટલે તેમણે ધર્મોપદેશ આપે કે –“આ દુર્લભ માનવભવ પામીને પ્રત્યક્ષ ધમધર્મના ફળને જાણે ધર્મકાર્યમાં સદા ઉદ્યમ કર.” ઇત્યાદિ દેશના સાંભળ્યા પછી તે દેવ બે કે –“હે સુંદરી! ચાલ, આપણે રાજમંદિરમાં જઈએ, ત્યાં તને તારો પુત્ર બતાવું.” એટલે તે બેલી કે –“હવે ભવના હેતુરૂપ પુત્રહથી સર્યું, ભવમાં ભમતાં પ્રાણએને પુત્રાદિ પરિવાર તો ઘણીવાર પ્રાપ્ત થયેલ છે, માટે હવે મારે દીક્ષા લેવી છે, તેથી આ સાધીઓના ચરણજ મને શરણભૂત છે.” મદનરેખાએ આ પ્રમાણે કહ્યું, એટલે તે દેવ સાધ્વીઓને તથા મદનરેખાને નમસ્કાર કરીને સ્વર્ગે ગયો અને મદનરેખાએ સાધ્વી પાસે દીક્ષા અંગીકાર કરી. તેનું સુત્રતા એવું નામ રાખવામાં આવ્યું. પછી દુષ્કર તપ તપતાં તે નિરતિચારપણે ચારિત્રપાળવા લાગી. - હવે તે બાળકના પ્રભાવથી સર્વે રાજાઓ આવી આવીને પરથ રાજાને નમ્યા, તેથી પદ્યરથ રાજાએ તેનું નમિ એવું નામ રાખ્યું. પછી ધાત્રીઓથી લાલન પાલન કરાતો તે અવસરે સર્વ કળાઓ શીખે અને શુકલપક્ષના શશાંકની જેમ વૃદ્ધિ પામીને અનુક્રમેં તે વનાવસ્થા પામ્યું. એટલે પિતાએ તેને એક હજારને આઠ કુલીન કન્યાઓ પરણાવી. પછી નમિકુમારને રાજ્યોગ્ય જાણું પદ્યરથ રાજાએ તેને રાજ્યપર સ્થાપી પતે દીક્ષા અંગીકાર કરી. અને કર્મ ખપાવીને તે મેક્ષે ગયા. સર્વ રાજાઓને નમાવતાં . નમિરાજા અનેક પ્રકારની ઉનતિને પામ્યું. હવે જે રાત્રે મણિરથે યુગબાહુને ઘાત કર્યો તેજ રાત્રે તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #279
--------------------------------------------------------------------------
________________ મદનરેખાની કથા. nummvinnnnnn સર્પ ડશવાથી મરણ પામીને પંકપ્રભા નામે ચેથી નરકમૃથ્વીમાં તે નારકી થયે; એટલે મંત્રી અને સામંતેએ મળી યુગબાહુના પુત્ર ચંદ્રયશાને રાજ્યપર બેસાર્યો. તે પૃથ્વીનું પાલન કરવા લાગે. એક દિવસ નિમિરાજાના રાજ્યમાં પ્રધાનભૂત એ ધવલ હસ્તી દઢ આલાનસ્તંભને ઉખેડીને વિંધ્યાટવી તરફ ચાલ્યો. તે હાથીને સુદર્શનપુર આગળ આવેલ જોઈને લોકોએ ચંદ્રયશા રાજાને નિવેદન કર્યું. એટલે ચંદ્રયશા રાજા રાવત સમાન છે હાથીને પકડીને પોતાના નગરમાં લઈ આવ્યો. તે વાત ચરપુરૂષએ નમિરાજાને નિવેદન કરી. એટલે નમિરાજાએ પિતાને દૂત ચંદ્રયશા પાસે મોકલ્યા. તેણે ત્યાં જઈને કહ્યું કે –“નમિરાજા પોતાનો હાથી પાછો મંગાવે છે. ચંદ્રયશાએ કહ્યું કે –“તારા સ્વામીને કયે ગ્રહ નડ્યો છે કે જેથી તે પિતાના હાથીને પાછા માગે છે. મને કાંઈ તેણે આપે. નથી, અને તે પરમેશ્વરે આપેલ છે. વળી લક્ષ્મી કાંઈ કુળક્રમથી આવતી નથી, તેમજ તે શાસન (હુકમ) માં લખાતી નથી, તે તે પિતાના ખર્શથી આક્રમણ કરીને જ ભેગવી શકાય છે. આ વસુંધરાને વીરપુરૂષજ ભોગવી શકે છે.” ઇત્યાદિ વચનોથી દૂતનું અપમાન કરીને રાજાએ તેને વિસર્જન કર્યો. એટલે તેણે પણ નમિરાજા પાસે જઈને બધું સવિશેષ નિવેદન કર્યું. તેથી કુપિત થઈને નમિરાજાએ પ્રયાણની ભેરી વગડાવી અને સર્વ લશ્કર સહિત સુદર્શનપુરપર ચડાઈ કરી. એટલે ચંદ્રયશા રાજા પણ સત્સાહ નમિરાજાની સામે જઈ સંગ્રામ કરવા તૈયાર થયે. પણ અપશુકનેએ તેને અટકાવ્યું. તેથી મંત્રીઓએ કહ્યું કે –“હે રાજેદ્ર! નગરના દરવાજા બંધ કરીને હાલ તે અહીં જ રહે, પછી યથોચિત કરીશું.” એટલે રાજાએ તેમ કર્યું. મિરાજાએ આવીને તે નગરને ચારે બાજુથી ઘેરી લીધું. આ વ્યતિકર તેમની જનની સુવ્રતા સાથ્વીના જાણવામાં આવ્યું. તેણે મનમાં ચિંતવ્યું કે પરમાર્થ જાણ્યા વિના લોકોને ક્ષય કરનાર સંગ્રામ કરીને મારા બંને પુત્ર અધોગતિમાં જાય તે ઠીક નહીં, માટે ત્યાં જઈને તેમને યુદ્ધ કરતાં નિવારૂં.” આ પ્ર કે ત્યાં જઈને બને આ સિવાય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #280
--------------------------------------------------------------------------
________________ ર૬૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. માણે મનમાં નિશ્ચય કરી પોતાની ગુરૂણની અનુજ્ઞા લઈને કેટલીક સાધ્વીઓના પરિવાર સહિત સુવ્રતા સાથ્વી સુદર્શનપુરમાં નમિરાજા પાસે આવ્યા. એટલે અભ્યસ્થાન પૂર્વક ઉંચા આસન પર બેસારી નમિરાજાએ ભક્તિપૂર્વક મદનરેખાને વંદન કર્યું. પછી રાજા ભૂમિ પર બેઠે એટલે સાધ્વીએ ધર્મદેશના આપી અને આ પ્રમાણે તેને રહસ્ય સમજાવ્યું કે –“હે રાજન ! રાજ્યલક્ષમી અસાર છે. જીવઘાતથી પ્રાણને અવશ્ય નરકમાં જ જવું પડે છે, માટે સંગ્રામથી નિવૃત્ત થા. વળી વડીલ ભ્રાતા સાથે તે વિગ્રહ થાયજ કેમ?” નિમિરાજે પૂછ્યું કે એ મારે જયેષ્ઠ ભ્રાતા શી રીતે?”એટલે સાધ્વીએ બધું યથાતથ્ય સ્વરૂપ તેને કહી બતાવ્યું અને વિશ્વાસને માટે મુદ્રિકા અને રત્નકંબળની નિશાની આપી. પછી નમિરાજાએ પોતાની પાળક માતા પુષ્પમાળાને પૂછતાં તેણે મુદ્રિકા વિગેરે બતાવ્યાં, તથાપિ માનને લીધે નમિરાજા સંગ્રામથી નિવૃત્ત ન થયો. એટલે સુવ્રતા સાધ્વી ચંદ્રયશા પાસે ગયા. ત્યાં તેણે તે તરતજ ઓળખ્યા, એટલે અસ્પૃથાન તથા આસન વિગેરે સત્કાર અને નમસ્કાર કરીને તે સામે બેઠે. તે વખતે તેનું અંત:પુર તથા પરિવાર વિગેરે પણ આવીને તેમને નમ્યા. પછી ચંદ્રયશાએ પૂછયું કે:-“હે ભગવતિ ! તમારે આવું ઉગ્રવત કેમ સ્વીકારવું પડ્યું?” એટલે તેણે પોતાનો યથાસ્થિત સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી રાજાએ પૂછ્યું કે - “તે સ્વપ્નસૂચિત મારે ભ્રાતા કયાં છે?” સાધ્વી બોલ્યા કે - જેણે બહારથી તારા નગરને ઘેરી લીધું છે, તે નમિરાજાજ તારે સહાદર છે.” એટલે હર્ષાકુળ થઈને ચંદ્રયશા તેને મળવાને માટે તેની સમુખ ચાલ્યા. તેથી નમિરાજ પણ હર્ષિત થઈને તેની સન્મુખ આવ્યું અને વડીલ બંધુને પગે પડ્યો. પરસ્પર સનેહથી તેઓ મળ્યા. પછી મહોત્સવપૂર્વક નમિરાજાને નગરમાં પ્રવેશ કરાવી ચંદ્રયશા રાજા આંખમાં આંસુ લાવીને બોલ્યો કે:–“હે વત્સ! પિતાના મરણને જોયા પછી રાજ્યપર મને કિંચિત્ પણ પ્રીતિ નથી, પરંતુ રાજ્યધુરાને ધારણ કરનારના અભાવને લીધે આટલો કાળ મારે તે ધારણ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #281
--------------------------------------------------------------------------
________________ મદનરેખાની કથા. - 265 કરવી પડી છે, માટે હવે તું તેને સ્વીકાર કર.” ઈત્યાદિ વાક્યોથી સમજાવી નમિને રાજ્યપર બેસારી ચંદ્રયશાએ દીક્ષા અંગીકાર કરી. પછી સૂર્યની જેવા પ્રતાપી નમિરાજાએ બહુ શોભાપૂર્વક ઘણા કાળ પર્યત રાજ્યસુખ ભેગવ્યું. એકદા નમિરાજાના શરીરમાં મહા દાહજવર ઉત્પન્ન થયે તેને શાંત કરવા માટે ઘણા ઔષધોપચાર કર્યો, પણ તે શાંત ન થયો. * પછી એની શાંતિને માટે રાણીઓ પોતે ચંદન ઘસવા લાગી. એટલે તેમના કંકણેની શ્રેણિના રણકારથી કાનમાં આઘાત થતાં રાજાને બહુજ કંટાળો આવવા લાગ્યા; તેથી રાણીઓએ મંગળને માટે માત્ર એક એકજ કંકણ હાથમાં રાખી બીજા બધા કંકણે ઉતારી નાખ્યા. એટલે રાજાએ પ્રધાનને પૂછયું કે:-“શું રાણુઓ ચંદન ઘસતી નથી કે જેથી કંકણને અવાજ સાંભળવામાં આવતું નથી.” મંત્રીઓ બોલ્યા કે –“હે સ્વામિ ! બધી રાણીઓ ચંદન તે ઘસે છે, પણ હવે હાથમાં માત્ર એક એક કંકણજ હેવાથી તેને અવાજ સંભળાતો નથી.” તે સાંભળીને રાજાને બોધ મળે અને મેહ ક્ષીણ થવાથી તે અંતરમાં વિચારવા લાગ્યા કે -અહેઘણાને સંગજ દુઃખદાયક છે. ઘણા કંકણથી દુઃખ થતું હતું અને તેમાં ઓછા થવાથી સુખ જણાય છે. આ દષ્ટાંતથી એમ સમજાય છે કે એકાકીપણમાં જ મહાસુખ છે. વિસ્તારથી કલેશ થાય છે, અને સંક્ષેપથી સુખ જણાય છે માટે એકાકીપણામાંજ સુખ છે. હવે જે કઈ રીતે આજ રાત્રે મારે દાહ શાંત થઈ જાય તે માટે સર્વ સંગને ત્યાગ કરી એકાકી થઈને ચારિત્ર લેવું.” એમ વિચાર કરતાં નમિરાજાને નિદ્રા આવી ગઈ. પ્રભાતે તેણે સ્વપ્નમાં વેત હાથી પર આરૂઢ થયેલ અને મેરૂ પર્વત પર રહેલ પિતાને જોયા. એવામાં સૂર્યોદય થતાં શંખ અને વાજીત્રના શબ્દથી જાગ્રત થતાં પિતાને રોગરહિત જોઈને તે ચિંતવવા લાગ્યા કે:-“અહો! આ મેં કેવું શુભ સ્વપ્ન જોયું? કારણકે -ગાય પર, વૃષભ પર, પર્વતના અગ્ર ભાગ પર, 34 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #282
--------------------------------------------------------------------------
________________ ર૬૬ . શ્રી પાર્શ્વનાથ ચરિત્રભાષાંતર. પ્રાસાદ પર, ફલિત વૃક્ષ પર અને ગજેંદ્ર પર આરહણ કરેલ પોતાને સ્વપ્નમાં દેખે તે તે પ્રશસ્ત ગણાય છે. પરંતુ પૂર્વે મેં આવો શેલરાજ જયેલ છે.”એમ ચિંતવતાં શુભ અધ્યવસાયથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે જોયું કે–પૂર્વ મનુષ્યભવમાં ચારિત્ર પાળીને હું દશમાં પ્રાણુત દેવલોકમાં દેવ થયે હતે. તે ભવમાં જિનેશ્વરના જન્મોત્સવ પ્રસંગે હું મેરૂપર્વત પર આવ્યું હતું, તે વખતે મેં મેગિરિ જે હતો. પછી સ્વયમેવ પ્રતિબોધ પામી પિતાના સામ્રાજ્ય પર પુત્રને બેસારીને દેવતાએ આપેલ સાધુવેષ લઈ તેણે દીક્ષા અંગીકાર કરી. નગરમાંથી નીકળતા નમિરાજર્ષિને જોઈને શકેંદ્ર વિપ્રના વેષે તેમની પરીક્ષા કરવા આવ્યા અને બોલ્યા કે –“હે મહારાજ ! આ તમારું જીવદયા વ્રત કેવું? તમે વ્રત લીધું તેથી આખી નગરીના લોકે આકંદ કરે છે, માટે પરને પીડા કરનાર વ્રત તે અયોગ્ય કહેવાય.” એટલે મુનિ બેલ્યા કે –“મારૂં વ્રત એમને દુઃખનું કારણ નથી, પણ તેમના સ્વાર્થની હાનિ તેમને દુઃખનું કારણ છે. માટે તેમની જેમ હું પણ મારે સ્વાર્થ સાધવા તૈયાર થયે છું, એટલે મારે બીજાની ચિંતા કરવાથી શું ?" પુન: ઇંદ્ર બોલ્યા કે - હે મુને ! આ તમારા બળતા ઘર અને અંતઃપુરની કેમ ઉપેક્ષા કરે છે ?" મુનિ બેલ્યા કે –“મને કોઈ બાધા કરનાર નથી. તેમ મિથિલા બળે , છે, તેમાં મારું કાંઈ બળતું નથી.” એટલે ઇંદ્ર બોલ્યા કે –“અરે મહાત્મન ! નગરીને ફરતા નાના પ્રકારના મંત્રયુક્ત કિલે કરાવીને પછી સંયમ 0." એટલે રાજર્ષિ બોલ્યા કે - હે ભદ્ર! સંયમ એ મારૂં નગર છે, તેને સમભાવ રૂપ કિલ્લો છે અને તેમાં નય એ મંત્ર છે.’ પુન: શક બોલ્યા કે:-“હે ક્ષત્રિય! લેકેને રહેવાને માટે મનહર પ્રાસાદે કરાવીને દીક્ષા લે.” મુનિ બોલ્યા કે –મોક્ષનાગ૨માં મારે માટે નિશ્ચળ મંદિર કરેલું છે, તે પછી મારે બીજા ઘરનું અથવા બીજાઓને માટે ઘર કરાવવાનું શું પ્રયોજન છે?” ઇંદ્ર 1 શકેંદ્ર દેવશક્તિથી તેવું બતાવ્યું હતું–સાચું નહતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #283
--------------------------------------------------------------------------
________________ મદનરેખાની કથા. 267 wwwmonavoir બોલ્યા કે પ્રથમ તમારી નગરીમાં રહેલા ચરોને નિગ્રહ કરીને પછી ચારિત્ર ." કષિ બોલ્યા કે “અરે મહાનુભાવ! મેં રાગાદિક ચેરેને નિગ્રહ કર્યો છે.” ઈદ્ર બોલ્યા કે:-“હે રાજર્ષિ! પ્રથમ ઉદ્ધત રાજાઓને કબજે કરીને પછી સંયમ ." ઋષિ બેલ્યા કે - “બીજા સુભટને જય કરવાથી શું? કર્મનો જય કરે તે જ પરમ જય છે, તેને માટેજ માટે પ્રયત્ન છે.” ઇંદ્ર બોલ્યા કેડ-ગ્રહસ્થાવાસ જેવો બીજે ધર્મ નથી, કે જેમાં દીન જનેને દાન આપી શકાય છે.” ત્રાષિ બોલ્યા કે -ગૃહસ્થ ધર્મ સાવદ્ય હોવાથી તે સર્ષવ સમાન છે અને મુનિધર્મ નિરવા હેવાથી તે મહા મેરૂપર્વત સમાન ઉચ્ચ છે. ઇંદ્ર બોલ્યા કે:-“ હાથમાં આવેલા ભેગેને શા માટે ત્યાગ કરે છે? માટે પ્રથમ અતિ દુર્લભ ગ ભેળવીને પછી સંયમ લેજો.” મુનિ બોલ્યા કે –“દષ્ટિ વિષ–સપ સમાન અને શલ્ય સમાન એ ભેગ બહુ વાર ભેગવ્યા, છતાં આ અસંતુષ્ટ જીવને તૃપ્તિ થઈજ નથી.” આ પ્રમાણે ઇદ્દે અનેક વાત કહ્યા છતાં નમિરાજર્ષિ વ્રતથી લેશ પણ ચલાયમાન ન થયા એટલે શકેંદ્ર સાક્ષાત્ પિતાનું રૂપ પ્રગટ કરી તેમને નમસ્કાર કરીને બોલ્યા કે:-“હે મહાત્મન ! તમે ધન્ય અને કૃતકૃત્ય છે, તમે મહાનુભાવ છે, તમારું કુળ પણ લાધ્ય છે, કે જેથી તમે તૃણની જેમ સંસારને ત્યાગ કરી દીધો છે.” એ પ્રમાણે સ્તુતિ, નમસ્કાર કરી અને ત્રણ પ્રદક્ષિણા દઈ જેના કુંડળ દેદીપ્યમાન છે એવા હરિ (ઇદ્ર) દેવલોકમાં ગયા અને પ્રત્યેકબુદ્ધ એવા નમિરાજર્ષિ સુંદર ચારિત્રને નિરતિચારપણે આરાધી કર્મક્ષય કરી કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા. મદનરેખા સાધવી પણ ચારિત્ર પાળીને મોક્ષે ગયા. જેઓ મદનરેખાની જેમ અખંડ શીલ પાળે છે, તેમને ખરેખર ધન્ય છે. તેઓ સત્વર મુક્તિને પ્રાપ્ત કરે છે. વળી જેઓ નમિરાજર્ષિની જેમ રાજ્યને ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કરીને નિરતિચાર પાળે છે, તેઓને પણ ધન્ય છે. તેવા ભવ્ય જને અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. * ઇતિ નિમિરાજર્ષિ-મદનરેખા કથા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #284
--------------------------------------------------------------------------
________________ 268 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. . હવે તપધર્મ કહેવામાં આવે છે -અનંત કાળના સંચિત કરેલા અને નિકાચિત કર્મ રૂપ ધંધન પણ તપરૂપ અગ્નિથી ભસ્મીભૂત થઈ જાય છે. કહ્યું છે કે - જંગલને બાળવાને દાવાગ્નિ વિના જેમ ઈતર કોઈ સમર્થ નથી, દાવાગ્નિને શાંત કરવા જેમ મેઘ વિના અન્ય કોઈ સમર્થ નથી અને મેઘને વિખેરી નાખવા જેમ પવન સિવાય બીજું કઈ સમર્થ નથી, તેમ કમસમૂહને હણવા ઉગ્ર તપ વિના ઈતર કેઈ સમર્થ નથી. તેનાથી વિશ્નપરંપરા નાશ પામે છે, દેવતાઓ આવીને સેવા કરે છે, કામ શાંત થાય છે, ઇંદ્રિયે સન્મા દોરાય છે, સંપત્તિ (લબ્ધિીઓ પ્રગટ થાય છે, કર્મસમૂહને વંસ થાય છે અને સ્વર્ગ તથા મોક્ષ સ્વાધીન થાય છે, તેથી ત૫ જેવી બીજી કઈ વસ્તુ લાધ્ય છે?”માટે હે મહાનુભાવ! તે તપધર્મનું તમે આરાધન કરે. મેટા રાજ્યનો ત્યાગ કરીને ચારિત્ર અંગીકાર કરનાર સનકુમાર ચકી તપના પ્રભાવથી અનેક લબ્ધિઓ પામ્યા. તેનું દષ્ટાંત આ પ્રમાણે છે - સનત્કુમાર ચકી કથા. આજ કારતક્ષેત્રના કુરૂદેશમાં મહદ્ધિથી સંપૂર્ણ હસ્તિનાગપુર નામે નગર છે, ત્યાં પરાક્રમથી અશેષ અરિગણને આકાંત કરનાર વીરસેન નામે રાજા રાજ્ય કરતો હતે. તેને સહદેવી નામે પટરાણું હતી, તે પવિત્ર પુણ્યનું પાત્ર અને શીલથી અલંકૃત હતી. તેને ચદ સ્વપ્નથી સૂચિત અને સર્વ શુભ લક્ષણેથી સંપૂર્ણ એ સનકુમાર નામે પુત્ર થયો. તે સનકુમારને કાલિદીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ અને સૂરરાજને પુત્ર મહેદ્રસેન નામે બાળમિત્ર હતો. તે મિત્રની સાથે સનસ્કુમારે થોડાજ દિવસમાં બધી કળાઓ ગ્રહણ કરી લીધી, અને વિવિધ વિનોદ કરતો કુમાર સર્વને પ્રિય થઈ પડ્યો. એકદા કુમારને વનવય પ્રાપ્ત થતાં વસંતઋતુ આવી, એટલે સનકુમાર પોતાના મિત્ર અને નગરજનોની સાથે વનમાં જઈ ચિરકાળસુધી નાના પ્રકારની વસંતકીડા કરવા લાગ્યો. નજીકના સવરમાં તે જળક્રીડા કરતે હતો, એવામાં ત્યાં એક હાથી આવ્યું, અને Jun Gun Aaradhak Trust : P.P. Ac. Gunratnasuri M.S.
Page #285
--------------------------------------------------------------------------
________________ સનકુમારની કથા. કુમાર તથા તેના મિત્રને સુંઢથી પોતાના સ્કંધપર લઈને તે આકાશમાં ઉડ્યો, હાથીના સ્કંધપર બેસીને કુમાર વસુધાપરના વિવિધ કૌતુક જેવા લાગ્યા, તે હાથીએ અનુક્રમે વૈતાઢ્ય પર્વત પર જઈ દક્ષિણ શ્રેણિમાં રથનપુર નગરની સમીપના ઉપવનમાં બંને કુમારને ઉતારી મૂક્યા. પછી તે હાથીએ નગરમાં જઈને રાજાને નિવેદન કર્યું કે - હે સ્વામિન! હું સનસ્કુમારને લાવ્યો છું.”એટલે ત્યાંના કમલગ નામના રાજાએ સપરિવાર વનમાં જઈ સનસ્કુમારને પ્રણામ કરીને કહ્યું કે –“હે સ્વામિન્! મદનકના નામે મારી પુત્રી છે, તેને વૈવનસ્થ જાણીને મેં એક નૈમિત્તિકને પૂછયું કે –“આને વર કેણુ થશે?” એટલે તે બે કે –એને સનકુમાર ચકવરી” ભર્તાર થશે.” માટે તમને બોલાવવા મેં હાથીને રૂપે વિદ્યાધરને મોકલ્યો હતો, તેથી આપ અહીં આવ્યા એ બહુ સારું થયું, હવે આપ નગરમાં પધારે.” પછી સનસ્કુમાર મહોત્સવપૂર્વક નગરમાં ગયા, એટલે ત્યાં રાજાએ પિતાની કન્યાનું પાણિગ્રહણ કરાવ્યું, તે વખતે બીજા વિદ્યાધરીએ પણ પોતપોતાની કન્યાઓ તેને આપી, એમ પાંચસો કન્યાઓને એક સાથે તે પરણ્યા. પછી ઉત્તર શ્રેણિના વિદ્યાધરેની પણ તે પાંચસે કન્યાઓ પરણ્યા, પછી ત્યાંના સર્વ વિદ્યાધર રાજાઓએ મળીને તેમને રાજ્યાભિષેક કર્યો, અને કહ્યું કે –“અમે તમારા આજ્ઞાધારી સેવક છીએ.” પછી કેટલાક દિવસો ત્યાં રહીને ચતુરંગ સેના સહિત આકાશગામી વિમાનપર આરૂઢ થઈ તે પિતાના નગરમાં આવ્યા, અને પુત્રવિરહથી દુઃખિત થયેલા પિતાને નમ્યા, એટલે માતાપિતા તથા નગરજનો પરમ આનંદ પામ્યા. એકદા ચક વિગેરે સૈદ મહા રત્ન પ્રકટ થયા, એટલે અનુક્રમે સમસ્ત ભરતને તેણે સાધ્યું, પછી નવનિધાન પ્રગટ થયા, એટલે તજસ્વી, વિશ્વવિખ્યાત અને સુપ્રસિદ્ધ એવા તે મહાન ચકવસ્તી થયા. પછી ચક્રવત્તી સંબંધી ઉદાર ભેગ ભેગવતાં તેને કાળ વ્યતીત થવા લાગે. - એકદા દેવલોકમાં ઈદ્રસભામાં બેસીને સૈધર્મદ્રનાટક જોઈ રહ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #286
--------------------------------------------------------------------------
________________ ર૭૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. છે, એવામાં ઈશાન દેવલોકથી સંગમ નામને દેવ સંધર્મેન્દ્ર પાસે કાંઈ કાર્યપ્રસંગે આવ્યું. તેના દેહની પ્રભાથી સભામાં રહેલા બધા દે સૂર્યોદય થતાં ચંદ્રાદિક ગ્રહોની જેમ પ્રભા અને તેજ રહિત ભાસવા લાગ્યા. પછી પિતાને કરવાનું કાર્ય કરીને તે સંગમ પિતાના વિમાનમાં પાછો ચાલ્યા ગયે. એટલે વિસિંમત થયેલા દેવોએ દેવેંદ્રને પૂછયું કે;–“આ દેવ કેમ અત્યંત તેજસ્વી જણાતે હતે.” ઈદ્ર બોલ્યા કે –“અહો દે ! સાંભળે એણે પૂર્વ ભવમાં આંબિલ–વર્ધમાન નામને તપ કર્યો હતો, તેથી એ આ તેજસ્વી થયો છે. પુનઃ દે. એ પૂછ્યું કે -સ્વામિન્ ! મનુષ્યલોકમાં કઈ અધિક સ્વરૂપવાન છે?” એટલે દેવેંદ્ર બોલ્યા કે –“અત્યારે મનુષ્યલેકમાં હસ્તિનાગપુરમાં કુરુવંશના ભૂષણ સમાન સનકુમાર ચકવતી રાજ્ય કરે છે. તે દેવો કરતાં પણ અધિક રૂપવાન છે.” તે સાંભળીને બધા દેવતાઓ આશ્ચર્ય પામ્યા. તે વખતે જય અને વિજય નામના બે દેવ ઈદ્રનાં વચનને અણુસહતાં વિપ્રરૂપે મનુષ્યલોકમાં આવ્યા, અને ચકવરીના ભુવનના દ્વાર પાસે આવી દ્વારપાળની રજા લઈ રાજભુવનમાં જઈ સનસ્કુમારના રૂપને જોયું તેથી તે પરમ હર્ષ પામ્યા અને બોલ્યા કે - “ઇંદ્ર જે કહ્યું હતું તે સત્ય છે. તે વખતે સનકુમાર ચકી તૈલ મર્દન કરાવતા હતા. આ બંને વિપ્રને જોઈને ચક્રીએ પૂછયું કે - “તમે કોણ છો ? અને અહિં શા માટે આવ્યા છે?” તેઓ બોલ્યા કે - “હે નરેદ્ર! અમે બ્રાહ્મણ છીએ અને ત્રણ જગતમાં તમારું રૂપ બહુ વખણાય છે, તેથી તે જેવાને માટે જૈતુકથી અહીં આવ્યા છીએ.” એટલે ચકીએ ચિંતવ્યું કે - “અહો! હું ધન્ય છું, કે મારું રૂપ સર્વત્ર વખણાય છે.” પછી વિપ્રને તેણે કહ્યું કે-“વિકો! અત્યારે મારું રૂપ શું જુઓ છે? થેડે વખત સબુર કરે, અત્યારે તો મારે સ્નાનાવસર છે, એટલે મજજન કરી વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ જ્યારે હું સભામાં આવીને બેસું ત્યારે સિંહાસન પર બેઠેલા એવા મારૂં રૂપ તમે જેજે.” આમ કહેવાથી તે વિપ્ર ત્યાંથી અન્યત્ર ગયા. પછી રાજ સ્નાન કરી અને વસ્ત્રાભૂષણ ધારણ" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #287
--------------------------------------------------------------------------
________________ સનકુમારની કથા. ર૭૧ કરી રાજસભામાં આવ્યા એટલે તેણે પેલા બ્રાહ્મણોને બેલાવ્યા. તેમણે આવી ચકીના દેહની વિલક્ષણ (રોગગ્રસ્ત) શોભા જોઇ વિષાદ ઉત્પન્ન થવાથી શ્યામ મુખ કરીને રાજાને કહ્યું કે અહો! મનુષ્યના રૂપ, તેજ, વન અને સંપત્તિએ અનિત્ય અને ક્ષણવારમાં નાશ પામી જાય તેવી છે. એટલે સનસ્કુમારે તેમને પૂછયું કે:-“બ્રાહ્મણે! તમે સવિષાદ અને સંભ્રાંત થઈને કેમ બેલો છે?” એટલે તેઓ પુન: બોલ્યા કે - “હે નરેંદ્ર! દેવોના રૂપ, તેજ, : બળ અને લક્ષમી તે આયુષ્યમાંથી શેષ છ માસ રહે ત્યારેજ ક્ષીણ થાય છે, પણ મનુષ્યના દેહની શોભા તે ક્ષણવારમાં ખતમ થઈ જાય છે. અમે તો તમારા રૂપની શોભામાં આશ્ચર્ય જોયું છે. અહે સંસારની અનિત્યતા ! કે જે પ્રભાતે હોય છે તે બપોરે હોતું નથી, અને બપોરે હોય છે તે રાત્રે હેતું નથી. આ સંસારમાં બધા પદાર્થો અનિત્યજ દેખાય છે.” ચકી બેલ્યા કે-“તમે તે શી રીતે જાણ્યું? એટલે તે પ્રગટ થઈને રાજાની આગળ યથાસ્થિત પરમાર્થ કહેવા લાગ્યા કે:-“ઇદ્ર વર્ણવેલા તમારા રૂપને અણસદહતા અમે અહીં આવ્યા હતા. પ્રથમ તે ઇ વર્ણવ્યા કરતાં પણ તમારું રૂપ અધિક અમે જોયું હતું પણ ક્ષણવારમાં તે સર્વ નષ્ટ થઈ ગયું છે. તમારા શરીરમાં અનેક રોગો પ્રગટ થઈ ગયા છે અને શરીર બધું નિસ્તેજ થઈ ગયું છે, હવે તમને ચગ્ય લાગે તે કરજે.” આ પ્રમાણે કહીને તે બંને દેવે સ્વર્ગમાં ચાલ્યા ગયા. ઉપદેશમાળામાં કહ્યું છે કે:- ક્ષણવારમાં દેહ ક્ષીણ થતાં દેના કહેવા પરથી જેમ સનકુમાર ચકી બેધ પામ્યા, તેમ કેટલાક સપુરૂષે સત્વર સ્વયમેવ બંધ પામે છે.” હવે સનસ્કુમારચકી દેવોના વચનથી વિસ્મય પામીને દિવ્ય કંકણ અને બાજુબંધથી વિભૂષિત એવા પિતાના બાહુયુગલને જોવા લાગ્યા. તે તેને તે નિસ્તેજ લાગ્યું. હાર અને અર્ધહારથી વિભૂષિત એવું વક્ષસ્થળ રજથી આચ્છાદિત થયેલા સૂર્યબિંબની જેવું શભારહિત તેને જોવામાં આવ્યું. એ પ્રમાણે સર્વ અંગને પ્રભારહિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #288
--------------------------------------------------------------------------
________________ 272 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર જોઈને તે ચિંતવવા લાગ્યા કે –“અહા આ સંસાર કે અસાર છે? આવું મારું સુંદર રૂપ પણ ક્ષણવારમાં નષ્ટ થઈ ગયું ! અહીં શરણ પણ કેનું લેવું? કેઈ કોઈનું રક્ષણ કરવાને સમર્થ નથી. તે મહાત્માઓ ધન્ય છે, કે જેઓ સર્વ સંગને પરિત્યાગ કરી વનમાં જઈ દીક્ષા લઈ આરાધના કરે છે.” આ પ્રમાણે વિચાર કરીને તત્કાળ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સનસ્કુમારે નિ:સંગ થઇને વિનયંધર ગુરૂની પાસે દીક્ષા અંગીકાર કરી. તેના સ્ત્રીરત્ન પ્રમુખ ચૌદ રતન, રાજાઓ, આભિગિક દે અને સેનાના માણસે છ મહિના સુધી તેની પાછળ પાછળ ભમ્યા, છતાં સનસ્કુમારે તેમની સામું પણ જોયું નહિ. અગંધકકુળમાં ઉત્પન્ન થયેલા નાગ શું વમન કરેલાને પુન: ઈરછે? ન ઈરછે. તેવી રીતે–વાંત આહારની જેમ તેણે સર્વને ત્યાગ કર્યો. - પછી તે મહર્ષિ છઠ્ઠના પારણે ગેચરીમાં ચીનકૂર ને બકરીની છાશ મળે તો તેનાથી જ પારણું કરી પુન: છઠ્ઠ કરવા લાગ્યા. આ પ્રમાણે કરવાથી કેટલેક દિવસે તેમને કેટલાએક દુષ્ટ વ્યાધિઓ લાગુ પડ્યા. “શુષ્ક ખસ, જવર, ઉધરસ, શ્વાસ, અન્નની અરૂચિ, નેત્રપીડા અને ઉદરપીડા-આ સાત અત્યંત દારૂણ વ્યાધિઓ ગણાય છે. તે તથા બીજા પણ ઘણું વ્યાધિઓ તેમને લાગુ પડ્યા. સાત વર્ષ પર્યત તે વ્યાધિઓને સખ્યભાવે સહન કરી તેઓ દીપ્ત અને ઉગ્ર તપ કરવા લાગ્યા. એવું ઉગ્ર તપ તપતાં તેમને કષધિ, લેમેષધિ, વિપુડષધિ, મઔષધિ, આમપૈષધિ, સવૈષધિ, અને સંભિ શ્રોત–એ સાત લબ્ધિઓ ઉત્પન્ન થઈ. તથાપિ તે મહામુનીશ્વરે રેગને કિંચિત્ પણ પ્રતિકાર ન કર્યો. એકદા સૈધમેં સુધર્મા સભામાં સાધુનું વર્ણન કરતાં સનત્કમાર ચકીની ધૈર્યતાનું અપૂર્વ વર્ણન કર્યું. પછી ઇંદ્ર પોતેજ વૈધનું રૂપ લઈને તે ચકી મુનિની પાસે આવ્યા અને મુનિને કહ્યું કે –“હે ભગવન! આજ્ઞા આપો, તો હું આપના વ્યાધિને પ્રતિકાર કરું. જો કે તમે 1 હલકી જાતના ચેખા, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #289
--------------------------------------------------------------------------
________________ ~ ~ -~ સનત કુમારની કથા. ર૭૩ નિરપેક્ષ છે, તથાપિ હું તમારા વ્યાધિને નાશ કરવા ઈચ્છું છું.’ મુનિ બેલ્યા કે –“હે વૈદ્ય! દ્રવ્યવ્યાધિને કે ભાવવ્યાધિને? કેમનો પ્રતિકાર કરવા તમે ઇચછે છે?” વૈદ્યરૂપે ઈંદ્ર બોલ્યા કે –“દ્રવ્યભાવ વ્યાધિના ભેદને હું જાણતા નથી. એટલે મુનિ બેલ્યા કે:-“દ્રવ્ય વ્યાધિ તો પ્રગટ દેખાય છે અને ભાવવ્યાધિ તે કર્મ છે. તે કર્મનો પ્રતિકાર તમે કરી શકે તેમ છે?” ઈંદ્ર બોલ્યા કે –“હે સ્વામિન! કર્મવ્યાધિ તે બહુ વિકટ છે, તેને ઉછેદ કરવાને હું સમર્થ નથી.” એટલે મુનિએ પિતાની આંગળીને પિતાના લેમથી લિપ્ત કરતાં તે સુવર્ણ જેવી સુંદર બની ગઈ. તે આંગળી વૈવને બતાવીને કહ્યું કે હે વૈદ્યરાજ ! મારે આ દ્રવ્યવ્યાધિને પ્રતિકાર કરે હોય તે મારામાંજ તેવી શક્તિ છે, પણ મારી તેવી ઈચ્છા નથી. મારાં કરેલાં કર્મ મારેજ ભેગવવાનાં છે, માટે વ્યાધિની પ્રતિક્રિયા શું કામ કરવી ?" પછી ઇંદ્ર પ્રશંસાપૂર્વક ત્રણ પ્રદક્ષિણું દઈ પિતાનું સ્વરૂપે પ્રગટ કરી મુનિને વારંવાર અભિવંદન કરીને સ્વસ્થાને ગયા. શ્રીમાન સનકુમાર મુનીંદ્ર પણ ઘણાં કર્મોને ક્ષય કરી આયુ પૂર્ણ થતાં સનકુમાર નામના ત્રીજા દેવલોકમાં દેવ થયા. ત્યાં દેવ સંબંધી આયુ પૂર્ણ ભેળવીને મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિપદને પામ્યા. આવી રીતે તપને અપાર મહિમા જણને કર્મને નિર્મૂળ કરવા તત્પર એવા મહાત્માઓએ યથાશક્તિ તપ અવશ્ય કરવું. | ઇતિ સનમાર ચકી કથા. હવે ભાવધર્મ કહેવામાં આવે છે. ભાવ એ ધર્મને મિત્ર છે. તે કમેધનને ભસ્મ કરવા અગ્નિસમાન છે અને સત્કૃત્યરૂપ અન્નમાં * તે વૃતસમાન છે. ભાવપૂર્વક અ૫ સુકૃત કરેલ હોય, તે પણ પુરૂ ને સર્વ અર્થની સિદ્ધિને આપે છે. કારણ કે:-“જેમ ચુને ચે. પડ્યા વિના તાંબુલમાં રંગ આવતું નથી તેમ ભાવવિના દાન, શીલ, તપ અને જિનપૂજા વિગેરેમાં અધિક લાભ પ્રાપ્ત થતું નથી.” ભાવથી ભ્રષ્ટ થયેલા પુરૂષને સર્વત્ર ભ્રષ્ટતા પ્રાપ્ત થાય છે. ભાવથી એક દિવસ પાળવામાં આવેલ ચારિત્ર પણ સદ્દગતિ આપે છે. તે સંબંધમાં પુંડરીક અને કંડરીકનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે - 35 ' P.P.A.C. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #290
--------------------------------------------------------------------------
________________ - ર૭૪ : શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. પુંડરીક કંડરીક કથા. જ જંબુદ્વિીપના મહાવિદેહક્ષેત્રમાં પુષ્કલાવતી નામના વિજયમાં પુંડરીકિણ નામે નગરી છે. ત્યાં ન્યાયલક્ષ્મીના પાત્રરૂપ મહાપા નામે રાજા રાજ્ય કરતો હતે. તેને શીલ, વિનય, વિવેક, ઔદાર્ય અને ચારૂ ચાતુર્ય વિગેરે ગુણયુક્ત પદ્માવતી નામે રાણી હતી. તથા શસ્ત્ર અને શાસ્ત્રમાં વિશારદ એવા પુંડરીક અને કંડરિક નામના બે પુત્ર હતો. તે રાજા ન્યાયપૂર્વક પિતાની પ્રજાનું પાલન કરતા હતા. એકદા નગરની બહાર નલિનીન નામના ઉદ્યાનમાં બહુ સાધુઓના પરિવાર સહિત શ્રીસુત્રતાચાર્ય નામના ગુરૂમહારાજ પધાર્યા. એટલે તેમનું આગમન જાણુને રાજા વનમાં જઈ ગુરૂમહારાજને નમસ્કાર કરીને એગ્ય ભૂભાગ પર બેઠે. પછી ગુરૂ ધર્મોપદેશ દેવા લાગ્યા કે:-“હે ભવ્ય જન ! આ જગતમાં ભ્રમણ કરતાં જીને મનુષ્યત્વ, ધર્મનું શ્રવણ, તે પર શ્રદ્ધા અને સંયમમાં મહાવીર્ય—એ ચાર વસ્તુઓ અતિશય દુર્લભ છે.” ઈત્યાદિ ગુરૂએ આપેલ ધર્મ દેશના સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થતાં પોતાના જ્યેષ્ઠ પુત્ર પુંડરીકને રાજ્યભાર સેંપી રાજાએ દીક્ષા અંગીકાર કરી. પછી વૈદ પૂર્વ અભ્યાસ કરીને તે રાજર્ષિ વિવિધ તપ પૂર્વક શ્રમણ્ય પાળવા લાગ્યા. પ્રાંતે સંલેખન કરી દેહને તજી સર્વ દુઃખને ક્ષીણ કરીને નિર્વાણપદને પામ્યા. હવે કેટલાક કાળ પછી તેજ સ્થવિર મુનિઓ વિહાર કરતાં પુન: પુંડરીકિ નગરીએ પધાર્યા. એટલે પુંડરીક રાજા સ્થવિરેનું આગમન જાણીને અનુજ બંધુ તથા પરિવાર સહિત તેમને વંદન કરવા ગયે. ભક્તિપૂર્વક ગુરૂને વંદન કર્યું, એટલે ગુરૂમહારાજે સવિસ્તર ધર્મદેશના આપી. તે સાંભળી લઘુકમ પણાથી તે ધર્મદેશ. નાને અંતરમાં ભાવતાં પુંડરીક રાજાને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયે. તે તરતજ પોતાની નગરીમાં આવ્યું અને પોતાના અમાને બોલાવી તથા કંડરીકને આગળ કરીને હર્ષ સહિત આ પ્રમાણે બોલ્યો કે - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #291
--------------------------------------------------------------------------
________________ 272 પંડરીક કંડરીક કથા. હે વત્સ! મેં બેગ ભેગવ્યા અને અક્ષત રાજ્ય પણ પાળ્યું; રાજાએને વશ કર્યા અને પૃથ્વીમંડળને સાધ્યું; દેવગુરૂને પૂજ્યા અને ગૃહસ્થ ધર્મ પણ સેવ્ય સ્વજનોને સત્કાર કર્યો, અથજનની ઈચ્છા પૂર્ણ કરી અને યશ પણ ઉપાર્જન કર્યો, હવે મારું વન નાશ પામવાની અણી પર છે અને જરા કાંઈક કાંઈક પાસે આવતી જાય છે. મૃત્યુ કટાક્ષપાતથી મને જોયા કરે છે. પ્રાણુઓને જન્મ, મરણ વારંવાર સતાવ્યા કરતા હોવાથી આ સંસાર વિડંબનામય છે. મેં ગુરૂમહારાજનાં વચન સાંભળ્યાં, તેથી સંસારથી હું વિરત થયો છું, માટે હવે તું આ રાજ્યને સ્વીકાર કર અને નીતિપૂર્વક રાજ્ય અને પ્રજાનું પાલન કર. હું સુગુરૂની પાસે જઈને દીક્ષા અંગીકાર કરીશ.” આ પ્રમાણે પુંડરીકનાં વચન સાંભળીને કંડરીક બે કે:-હે ભ્રાત! શું તું મને ભવસાગરમાં ભમાવવા ઇરછે છે? મેં પણ ધર્મ સાંભળ્યો છે, માટે દીક્ષા ગ્રહણ કરીને હું મારે જન્મ સફળ કરીશ.” એટલે પુંડરીક બે કે:-“હે બંધ! ચારિત્ર દુષ્કર છે, તેમાં સર્વ જીવો પર સમભાવયુક્ત દયા પાળવી, સદા સત્ય બોલવું, તૃણમાત્ર પણ અદત્ત ન લેવું, બ્રહ્મચર્ય સદા ધારણ કરવું, પરિગ્રહને સર્વથા ત્યાગ કર, રાત્રે ચારે આહારનો ત્યાગ કરે, બેંતાલીશ દોષરહિત આહાર લેવે, કેમકે અશુદ્ધ આહાર લેતાં ચારિત્ર-ભ્રષ્ટતા પ્રાપ્ત થાય છે. ચાર પ્રકારના ઉપકરણો ધારણ કરવાં, તે આ પ્રમાણે–પાત્ર, પાત્રબંધ, પાત્રોઠવણું (પાત્ર મૂકવાનું વસ્ત્ર), પાયકેસરિયા (ચરવળી), પડલા, પાત્રમાં લપેટવાનું વસ્ત્ર, ગુર છે, કંબલ, બે સુતરૂ વસ્ત્ર, રજોહરણ અને મુહપત્તિ–આ બાર ઉપકરણ જિનકલ્પી સાધુને પણ હોય તથા એક મેટું પાત્ર અને ચળપ-એ બે મેળવતાં ચૈદ ઉપગરણ સ્થવિરકલ્પી સાધુઓને રાખવાના કહ્યા છે.” વળી સાધુએ કંઈ પણ સંચય ન કરે, ગૃહ સ્થને પરિચય ન કરે અને પુષ્ટ એવા રાગાદિ શત્રુઓને જીતવા. આ પ્રમાણે હવાથી ચારિત્ર તરવારની ધારા સમાન છે, અને તું હજી બાળક છે. બંને ભુજથી સમુદ્ર તરવા સમાન આ વ્રત છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #292
--------------------------------------------------------------------------
________________ ર૭૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. પરિષહ સહન કરવા બહુ કઠણ છે, તેથી અત્યારે ગૃહસ્થ ધર્મ ગ્રહણ કરી રાજ્ય ભેગવ. વન વીત્યા પછી તું દીક્ષા અંગીકાર કરજે.” ઈત્યાદિ યુક્તિઓથી સમજાવતાં પણ તેણે કદાગ્રહ ન મૂ, અને રાજા તથા પ્રધાનોએ વા છતાં તેણે (કંડરીકે) દીક્ષા લીધી. રાજાએ બંધુનો દીક્ષા મહોત્સવ કર્યો. પછી “જ્યાં સુધી રાજ્યભાર ઉપાડનાર કોઈ ન થાય, ત્યાં સુધી વિભો! તમે રાજ્ય પાળે” એમ મંત્રીએના કહેવાથી પુંડરીક ચારિત્રની ભાવના ભાવતાં રાજ્ય કરવા લાગ્યા અને કંડરીક મુનિ સાધુઓ સાથે વિહાર કરતાં ચારિત્ર પાળવા લાગ્યા. એમ બહુ કાળ વ્યતીત થયે. એકદા સ્થવિર મુનિઓ પુષ્પાવતી નગરીની સમીપના ઉદ્યાનમાં પધાર્યા, એટલે કેટલાક પરજને તેમને વંદન કરવા આવ્યા. તેમને જોઈને કંડરીક મુનિને દુર્થોન ઉત્પન્ન થયું. તે વખતે વસંતકીડા કરવા આવેલા કેટલાક નગરજને ત્યાં કીડા કરતા હતા, કેટલાક નૃત્ય અને હાસ્ય કરતા હતા, કેટલાક અનેક પ્રકારના વિદ, ગાયન અને વાતો કરતા હતા તથા કેટલાક વાદ્ય વગાડતા વસંત સંબંધી વિલાસ કરતા હતા. એ અવસરે વ્રતને વિઘાત કરનાર એવું ચારિત્રાવરણીય કર્કશ કમે કંડરીકને ઉદય આવ્યું, તેથી તેણે ચિંતવ્યું કે –“અહો! આ લોકોને ધન્ય છે, કે જે ઘરે રહી સંસારસુખ ભોગવે છે, નૃત્ય અને વિવિધ ગાયન કરે છે, પુષ્પ, ચંદન અને લલના વિગેરેના સુખને સ્વાદ લે છે, તથા ઈછાનુસારે આ હાર કરે છે, અને હું તો દીક્ષા લઈને નરકસમાન દુઃખમાં પડ્યો છું મને એક ક્ષણભર પણ સુખ નથી. તુચ્છ અને તે પણ શીતળ (2) આહાર, કદ અને જવલિત (દગ્ધ) આહારનું ભેજન તથા પરિષહ સહન–એ નરક જેવું દુઃખ કેણુ ભગવી શકે? આ દુઃખદાયક દીક્ષાથી હવે સર્યું, હવે તે રાજ્યને જ પાછે સ્વીકાર કરૂં.” આ પ્રમાણે ચિંતવતાં તે મનથી ભગ્ન અને ભાવભ્રષ્ટ થયા. તેને તથાવિધિ. ભગ્ન પરિણામવાળા જાણુને સાધુઓએ તેને ત્યાગ કર્યો અને ગુરૂમહારાજે પણ તેની ઉપેક્ષા કરી. જવલિત થી દુર નરક શથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #293
--------------------------------------------------------------------------
________________ પુંડરીક કંડરીક કથા. ર૭૭ તે પછી કંડરીકે દ્રવ્ય લિંગ અને ઉપકરણયુક્ત પોતાની નગરીના બાહ્ય ઉદ્યાનમાં જઈને એક વૃક્ષની શાખાપર પાત્ર વિગેરે લટકાવી હરિત (લીલોતરીવાળી) જમીન પર બેસી ઉઘાનપાળકને મોકલીને પુંડરીકને બહાર બોલાવ્યા. ઉદ્યાનપાળકે જઈને રાજાને કહ્યું કે - “હે સ્વામિન ! અહીં એકાકી કંડરીક મુનિ આવેલા છે.” રાજા તે સાંભળી સંબ્રાંત થઈ સેના સહિત ત્યાં આવ્યું, અને તેને ભગ્નપરિણામી જાણ વંદન કરીને કહ્યું કે –“તમે પૂજ્ય અને મહાનુભાવ છે, તમે ધન્ય છે કે જેમણે તરૂણાવસ્થામાં આવું દુષ્કર વ્રત ગ્રહણ કર્યું છે અને શુદ્ધ ચારિત્ર પાળે છે.” ઇત્યાદિ કમળ વાક્યથી છેરિત અને લજિજત થઈને કંડરીક મુનિ તે સ્થાનેથી પાછા ચાલ્યા ગયા. પછી મનથી ચારિત્રને ભંગ કરી તે મુનિવેષમાં તે રહ્યા પણ અવસર પ્રમાણે ક્રિયા કરવી તજી દીધી. કારણ કે –“કસ્તુરી, ચંદન ન, કુંકુમ (કેસર) અને કપૂરથી લસણને લપેટી રાખવામાં આવે તે પણ તે પિતાની દુર્ગધને તજતું નથી. જાતિષને લીધે પ્રાપ્ત થચેલે વસ્તુને સ્વભાવ બદલાતું નથી.” પુંડરીક રાજાએ અનેક પ્રકારે પ્રેરણા કર્યા છતાં તે તે તેવાજ ભ્રષ્ટ રહ્યા. પછી વર્ષાકાળ અને તર પુન: તે તેવી જ રીતે ત્યાં આવ્યા, એટલે રાજાએ પૂર્વવત્ ત્યાં આવીને તેને કહ્યું કે –“હે મહાનુભાવ! સંયમરૂપ મેરૂપર આરોહણ કરીને શા માટે આત્માને અધ:પતિત કરે છે? રાજ્યાદિ સંપત્તિ તે સુલભ છે, પણ જિનધર્મજ પ્રાપ્ત થ દુર્લભ છે.” એટલે કંડરીક બોલ્યો કે –“આ વચન-યુક્તિથી મારે પ્રયોજન નથી, હવે દીક્ષાથી , આ દુષ્કર વ્રત મારાથી પાળી શકાય તેમ નથી.” રાજા બોલ્યા કે –“તો આ રાજ્યને ગ્રહણ કરે, એટલે મારું મનવાંછિત સિદ્ધ થાય. આ પ્રમાણે તેને કહીને રાજાએ સામંતાદિકને કહ્યું કે - હે રાજાઓ અને અમાત્યો! તમે એને રાજ્યાભિષેક કરે, હું હવે દીક્ષા અંગીકાર કરીશ.” એમ કહી પુંડરીકે કંડરીક પાસેથી સાધુવેષ ગ્રહણ કર્યો અને સ્વયમેવ દીક્ષા અંગીકાર કરી. પછી કંડરીક શ્યામ મુખવાળા એવા સામંત અને નગરજને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #294
--------------------------------------------------------------------------
________________ 278 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ની સાથે નગરીમાં ગયે. “સિંહની જેમ નીકળીને હવે ગાલ જે બન્ય” એમ કહી કહીને સામંતો વિગેરે તેનું હાસ્ય અને નિંદા, કરવા લાગ્યા, તેમજ તેને પ્રણામ પણ ન કર્યો. એટલે કંડરીક રાજા વિચારવા લાગ્યું કે –“પ્રથમ ભજન કરીને પછી એ દુષ્ટને નિગ્રહ કરીશ.” એમ ધારી તેણે તરત સર્વ પ્રકારની રસવતી તૈયાર કરાવી. પછી અનુક્રમે તેણે સર્વ રસવતીનું એવી રીતે ભેજન કર્યું કે જેથી તેને સેવકેએ ભુજાનો ટેકો આપીને શગ્યાપર આયે. ચાલવા જેટલી શક્તિ પણ રહી નહીં. પછી મધ્યરાત્રે તેને અજીર્ણ થયું, તીવ્ર શૂળ પેદા થયું, વાયુ રૂંધાઈ ગયે. એટલે તે તીવ્ર વેદનાથી પ્રલાપ કરવા લાગ્યો. તે વખતે કોઈએ તેના વ્યાધિને પ્રતિકાર ન કર્યો. એટલે તેણે ચિંતવ્યું કે –“આ રાત્રિ વ્યતીત થશે, એટલે પ્રભાતે આ મંત્રીઓ અને વૈદ્યો-સર્વને સંહાર કરીશ.” એ પ્રમાણે રેદ્રધ્યાનમાં મગ્ન થયે સતે મરણ પામીને તે સાતમી નરકભૂમિમાં નારકી થયે. - હવે પુંડરીક રાજર્ષિ ચિંતવવા લાગ્યા કે:- અહે હું ધન્ય છું, કે જેથી મને સાધુધર્મ પ્રાપ્ત થયું. હવે ગુરૂ પાસે જઈને હું ચારિત્ર અંગીકાર કરીશ. એમ ચિંતવતા અને ક્ષુધા, તૃષા, તથા તાપાદિક દુઃખથી મનમાં ચલાયમાન ન થતાં તેમણે બહુ માર્ગનું અતિક્રમણ કર્યું. પરંતુ બહુ માર્ગને ઓળંગવાથી, પગમાં રક્ત નીકળવાથી અને શ્રમવડે થાકી જવાથી તેમણે એક ગામમાં ઉપાશ્રયની યાચના કરી. ત્યાં તૃણના સંથારા પર શુભ લેચ્છાપૂર્વક બેસીને તે રાજર્ષિ મનમાં આ પ્રમાણે ભાવના ભાવવા લાગ્યા કે –“અહો! ગુરૂ સમીપે જઈને ક્યારે હું અશેષ કમને દૂર કરનારી એવી યથેચિત પ્રવ્રજ્યાને અંગીકાર કરીને નિરતિચાર તે પાળીશ?” એમ ચિંતવતાં તે અતિશય વ્યાકુળ થઈ ગયા. એટલે મસ્તક પર અંજલિ જેડી સ્પષ્ટાક્ષરથી તે આ પ્રમાણે છેલ્યા કે “અહંત ભગવંતને " નમસ્કાર થાઓ, મારા ધર્માચાર્યોને નમસ્કાર થાઓ. હે નાથ! હું અબળ (બળ રહિત) અહીં રહ્યો તે આપના ચરણ સમીપેજ રહ્યો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #295
--------------------------------------------------------------------------
________________ પુંડરીક કંડરીક કથા. હઉં તેમ હિંસા, અસત્ય, અદત્ત, મૈથુન, પરિગ્રહ, (રાત્રિભોજન), ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પિશુન્ય, રતિ અરતિ, પરનિંદા, માયામૃષા અને મિથ્યાત્વશલ્ય-એ અઢાર પાપસ્થાનેને ત્યાગ કરૂં છું. વળી ઈષ્ટ, પ્રિય, કાંત, લાલિત, પાલિત અને બહુ કાળથી રક્ષિત છતાં આ શરીરને અંતિમ શ્વાસોશ્વાસે વિવિધ ત્રિવિધ ત્યાગ કરૂં છું.” આ પ્રમાણે ભાવજળથી આત્માને પાપને પખાળી મરણ પામી સર્વાર્થસિદ્ધ નામના પાંચમાં અનુત્તર વિમાનમાં ઉત્તમ દેવપણે ઉત્પન્ન થયા. હે ભવ્ય જનો ! આ પ્રમાણે ભાવધર્મને મહિમા જાણુને સર્વ ધર્મકૃત્યમાં ભાવને પ્રધાન રાખ. ઇતિ પુંડરીક કંડરીક કથા. શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ પ્રમાણેની દેશના સાંભળીને બહુ જનોએ ચારિત્ર ગ્રહણ કર્યું. કેટલાકએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. કેટલાક સમ્યક પામ્યા અને કેટલાક ભદ્રકભાવી થયા. શ્રીમાન અશ્વસેન રાજાએ પણ ભગવંતની દેશના સાંભળીને હસ્તિસેન નામના પુત્રને રાજ્યભાર સેંપી દીક્ષા અંગીકાર કરી તથા વામાદેવી અને પ્રભાવતીએ પણ પ્રભુની ભવતારિણી વાણું સાંભળીને ભાવપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. ભગવતે તે વખતે દશ ગણધરની સ્થાપના કરી. તેમનાં નામ આ પ્રમાણે–આયદત્ત, આર્યશેષ, વિશિષ્ટ, બ્રહ્મ, સમ, શ્રીધર, વિરસેન, ભદ્રયશા, જય અને વિજય–એ દશ ગણધરેને ભગવંતે ઉત્પાદ, વિગમ અને દૈવ્યરૂપ ત્રિપદી સંભળાવી, એટલે તેમણે દ્વાદશાંગીની રચના કરી. પછી ભગવંતે ઉઠીને શકેંદ્ર રત્નના થાળમાં ધરેલ દિવ્ય વાસક્ષેપ તેમના મસ્તક પર નાખ્યો. પછી દુંદુભિના અવાજ પૂર્વક સંઘની સ્થાપના કરી અને તેમને યોગ્ય શિક્ષા આપી. ત્યારપછી પ્રથમ પરથી પૂર્ણ થતાં દેશના સમાપ્ત કરી, ત્યાંથી ઉઠીને બીજા ગઢમાં ઈશાન ખુણામાં દેએ રચેલા દિવ્ય દેવજીંદામાં જઈ ભગવંતે વિશ્રાંતિ લીધી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #296
--------------------------------------------------------------------------
________________ 280 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર, श्रीहेमसोमसूरीश, ऋद्धिद्धिसमृद्धिदः / पार्श्वनाथो जिनो वःस्ता-न्मनोवांछितसिद्धये // 1 // // इति श्रीतपागच्छीय श्रीपूज्य श्रीहमाविमलसारसंतानीय श्रीहेमसोमरिविजयराज्ये पंडित श्रीसंघवीरगणिशिष्य पंडित उदयवीरगणिविरचिते श्रीपार्श्वनाथगद्यबंध लघुचरित्रे भगवद्विवाहदीक्षाकेवलज्ञानसमवसरणदेशनावर्णनो नाम षष्ठ सर्गः // 6 // सप्तम सर्गः - અસંખ્ય ઇદ્રોથી વંઘમાન એવા શ્રી પાર્શ્વનાથ પરમાત્માને પ્રણામ કરીને કથાકલેલથી મને હર એવા સક્ષમ સર્ગને હું કહું છું. દેવજીંદામાં પધાર્યા પછી આદ્ય ગણધર શ્રી આર્યદત્ત દેશના દેવા લાગ્યા - “હે ભવ્યજનો ! સુજ્ઞ જનેને યતિધર્મ એ શીધ્ર મોક્ષદાયક છે, પણ તે આરાધવાને અસમર્થ એવા ભવ્યજનોએ શ્રાવકધર્મ આરાધ. આ અસાર સંસારમાં ધર્મજ સારરૂપ છે. ગૃહસ્થ શીલ, તપ અને ક્રિયામાં અશક્ત હોવા છતાં શ્રદ્ધાને પૂર્ણપણે સાચવી રાખવી. એટલે અમાત્યે કહ્યું કે “હે ભગવન! શ્રાવકધર્મ સવિસ્તર પ્રકાશે.” ગણધર મહારાજ બોલ્યા કે સાંભળો:- . “ગૃહસ્થને સમ્યકત્વમૂળ બાર વ્રતરૂપ ધર્મ છે. તેમાં પ્રથમ ધર્મનું મૂલ સમ્યકત્વ છે. “સુદેવમાં દેવબુદ્ધિ, સુગુરૂમાં ગુરૂબુદ્ધિ અને સદ્ધર્મમાં શુદ્ધ ધર્મબુદ્ધિ-એ સમ્યકત્વ કહેવાય છે. સમ્યકત્વથી વિપરીત મિથ્યાત્વ કહેવાય છે, તેનો ત્યાગ કરે. તે સમ્યકત્વના પાંચ અતિચાર કહ્યા છે. શકે–દેવ, ગુરૂ અને ધર્મમાં શંકા રાખવી–એટલે આ સત્ય હશે કે અસત્ય? Jun Gun Aaradhak Trust
Page #297
--------------------------------------------------------------------------
________________ અતિચાર વર્ણન. 281. ન આકાંક્ષા અન્ય હરિ, હર અને સૂર્ય વિગેરે દેને પ્રભાવ જોઈને તેનાથી અને જિનધર્મથી પણ સુખાદિકની વાંચ્છા કરે, અથવા શંખેશ્વરાદિ દેવ પાસે ભેગસુખ પ્રાપ્ત થવાની માનતા કરેપ્રાર્થના કરે. 'વિચિકિત્સા ધર્મ સંબંધી ફળને સંદેહ કરે અથવા દેવ, ગુરૂ અને ધર્મની નિંદા કરે. પરપ્રશંસા–અન્ય દર્શનીયની પ્રશંસા કરે. પર પરિચય-અન્ય દર્શનીય સાથે વિશેષ પરિચય કરે. - આ પાંચ અતિચાર રહિત સમ્યકત્વનું શ્રાવકેએ પાલન કરવું. - હવે બાર વ્રતમાં પ્રથમ અણુવ્રત પ્રાણાતિપાત વિરમણ પાળવાનું છે. શ્રાવકને સવા વિશ્વાની દયા કહી છે. કારણકે-રપૂલ અને સૂમ જીની હિંસા સંકલ્પથી અને આરંભથી—એમ બે પ્રકારે થાય છે. તેના પણ સાપરાધીની અને નિરપરાધીની તથા સાપેક્ષપણે અને નિરપેક્ષપણે-એવા બે બે ભેદ થાય છે તે ગુરૂમુખથી વિશેષ સમજવા. પ્રથમ અણુવ્રતના પાંચ અતિચાર તજવા ગ્ય છે તે આ પ્રમાણે - વધ–દ્વિપદ અને ચતુષ્પદાદિકને નિર્દયપણે મુષ્ટિ, યષ્ટિ વિગે.. રેથી પ્રહાર કરવા તે. બંધ-દ્વિપદ, ચતુષ્પદાદિકને સખ્ત રીતે બાંધવા તે. - છવિચ્છેદ-પશુઓનાં કર્ણ, કંબલાદિકને છેદ કરવો તે. અતિભાર–બહુ-હદ ઉપરાંત ભાર આપણુ કરે તે. ભક્તપનવિચ્છેદ-પશુઓને ચારા પાણુને વિચ્છેદ કરોવખતસર ન આપવો તે. બીજા અણુવ્રતના પણ પાંચ અતિચાર છે તે આ પ્રમાણે - સહસાત્કારે કેઈને આળ દેવું તે. એકાંતે કઈ સાથે કરેલ રહસ્ય પ્રગટ કરવું તે. મૃષા ઉપદેશ દેવો તે. પિતાની સ્ત્રીનું ગુહ્ય પ્રકાશવું તે, 36 . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #298
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ~~ ખાટા તેલ, માન, માપ કરવા તે અથવા ખોટા લેખ લખવા તે. સુજ્ઞ પુરૂષે મુખ્ય આ પાંચ ફૂટ (અસત્ય) વજેવાં-કન્યા સં. બંધી-ફૂટ, ચતુષ્પદ સંબંધી-કૂટ, ભૂમિ સંબંધી-કૂટ, થાપણ - ળવવી અને બેટી સાક્ષી પૂરવી તે. ત્રીજા આJવ્રતના પણ પાંચ અતિચાર વજેવા ગ્ય છે. 1 તસ્કરે લાવેલી વસ્તુને ગ્રહણ કરવી, 2 તસ્કરને સહાય આપવી, 3 દાણુ ચોરી કરવી, 4 ખાટાં તેલાં અને માપ રાખવાં અને 5 સારી– ખરાબ વસ્તુને ભેળસંભેળ કરો. ચોથા વ્રતના પણ પાંચ અતિચાર તજવા ગ્ય છે. 1 ભાડું દઈને દાસ્યાદિકને સેવે, 2 વેશ્યાગમન કરે, 3 અત્યાસક્ત થઈ કામકીડા કરે, 4 અન્ય જજોના વિવાહ મેળવી આપે અને 5 કામગને તીવ્ર અભિલાષ ધરે. પાંચમાં પરિગ્રહ પરિમાણ–આણુવ્રતના પણ પાંચ અતિચાર છે–૧ ધનધાન્યના પરિમાણનો અતિક્રમ, 2 ક્ષેત્ર–વસ્તુ પરિમાણને અતિક્રમ, ૩રૂખ-સુવર્ણ પરિમાણુને અતિકમ, 4 મુખ્ય પરિમાણને અતિક્રમ અને 5 દ્વિપદ તથા ચતુષ્પદના પરિમાણને અતિક્રમ. હવે ત્રણ ગુણવ્રત કહે છે. તેમાં પ્રથમ ગુણવ્રત દિવિરતિ તેના પાંચ અતિચાર છે. 1 ઉર્વીદિશિના પ્રમાણને અતિક્રમ, 2 અધોદિ શિના પ્રમાણનો અતિકમ, 3 તિદિશિના પ્રમાણને અતિક્રમ, 4 ક્ષેત્રવૃદ્ધિ-એટલે કામ પડે એક દિશિ સંક્ષેપીને બીજી દિશા વધારે અને 5 દિશાનું પરિમાણુ યાદ ન કરે. બીજું ભેગોપભેગ વિરમણ-ગુણવ્રત, તેમાં જે એકવાર ભેગવવામાં આવે તે ભગ–અન્નાદિક. અને વારંવાર ભેગવવામાં આવે તે ઉપભેગ-લલના વિગેરે. એ વનના ભજન સંબંધી પાંચ અતિચાર છે. 1 સચિત્ત આહારનું ભક્ષણ, 2 સચિત્ત-પ્રતિબદ્ધનું ભક્ષણ, 3 અગ્નિ અને જળથી થયેલ અર્ધપકવનું ભક્ષણ, 4 ૫ટિકા વિગેરે દુ:૫કવ-કાચા ફળનું ભક્ષણ અને 5 તુછ ઔષધિનું ભક્ષણ. કર્મ સંબંધી પંદર કર્માદાન રૂપ પંદર અતિચાર તે પૂર્વે કહેવામાં આવ્યા છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #299
--------------------------------------------------------------------------
________________ annmannnnnnnnnnn અતિચાર વર્ણન - 283 - હવે અનર્થદંડ વિરમણ નામે ત્રીજા ગુણવ્રતના પાંચ અતિચાર કહે છે:–૧ કંદર્પકારી વચન બોલવું, 2 ભાંડની જેમ કુચેષ્ટા કરી લેકેને હાસ્ય ઉપજાવવું, 3 અસંબદ્ધ વચન બોલવું, 4 અધિકરણ તૈયાર રાખવાં અને 5 ભેગે પગ વસ્તુમાં તીવ્રાભિલાષ ધરવો અથવા ભેગાતિરક્ત વસ્તુઓ તૈયાર રાખવી તે. ન હવે ચાર શિક્ષાવ્રત કહે છે. તેમાં પ્રથમ સામાયિક વ્રત–તેના પાંચ અતિચાર છે. 1 મનથી આધ્યાન અને રૈદ્રધ્યાન ચિંતવે, 2 વચનથી સાવધ બેલે, 3 કાયાથી સાવધ કરે એટલે અપ્રમાર્જિત ભૂમિપર બેસે, 4 અનુપસ્થાપના-અનવસ્થિતપણું અને 5 ચળચિત્તથી સામાયિક કરે અથવા સામાયિકમાં વિકથા કરે. . બીજા દેશાવકાશિક શિક્ષાવ્રતના પાંચ અતિચાર છે. 1 આનયન, 2 પ્રેષણ, 3 શબ્દ કરે, 4 રૂપ દર્શાવે અને 5 કાંકરી નાખે. છઠ્ઠા અને દશમા વ્રતમાં એટલે ભેદ છે કે છઠું વ્રત યાજજીવિત હોય છે અને દશમું વ્રત તે તે દિવસના પ્રમાણુંવાળું હોય છે. હવે ત્રીજું પૈષધોપવાસ શિક્ષાવ્રત–તેના પણ પાંચ અતિચાર છે. 1 અપ્રતિલેખિત યા દુ:પ્રતિલેખિત શયા સંથારો કરે, 2 અપ્રમાજિત યા દુ:પ્રમાર્જિત ભૂમિ પર બેસે અથવા સંથારો કરે, 3 અપ્રતિલેખિત યા દુ:પ્રતિલેખિત ભૂમિ પર લઘુનીતિ વડીનીતિ પરઠ, 4 શુદ્ધ મનથી પૈષધ ન પાળે અને 5 નિદ્રા તથા વિકથાદિ કરે. ચેથા અતિથિસંવિભાગ-શિક્ષાવ્રતના પાંચ અતિચાર છે. ૧ન દેવાની બુદ્ધિથી શુદ્ધ આહારાદિકને અશુદ્ધ કરે, 2 દેવાની બુદ્ધિથી અશુદ્ધ આહારાદિકને શુદ્ધ કરે, 3 અચિત્ત વસ્તુ સચિત્ત વસ્તુથી ઢાંકી રાખે, 4 સાધુ ઘરે આવતાં વિલંબથી દાન આપે અને 5 મત્સરપૂર્વક દાન આપે. છેઆ પ્રમાણે શ્રાવકે સમ્યકત્વમૂળ બાર વ્રત આણંદ અને કામદેવ શ્રાવકની જેમ પાળવાના છે. તે પણ સિદ્ધિદાયક થાય છે, કારણકે:-“સમ્યકત્વરૂપ ઉદાર તેજયુક્ત, નવા નવા ફળદ-આવર્ત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #300
--------------------------------------------------------------------------
________________ 284 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. રૂપ વ્રતની શ્રેણીવાળો તથા સિદ્ધાંતોકત એકવીશ નિર્મળ ગુણરૂપ ગતિથી વિભૂષિત એ શ્રાદ્ધધર્મરૂપ અશ્વ કામદેવ વિગેરે શ્રાવકેની જેમ ભવ–વનનો પાર પમાડી શિવપુરમાં લઈ જાય છે, માટે મિથ્યાત્વાધીન શંકાદિરૂપ હયહર (અશ્વ ચેરનાર) થી યત્નપૂર્વક તેનું રક્ષણ કરવું.”તત અગેળ સદશ (તપાવેલા લોઢાના ગેળા જેવા) ગૃહસ્થને વ્રત પાળવું બહુ દુષ્કર છે. તેવા વ્રત પાળવાને અશક્ત એવા ગૃહસ્થને પણ જિનપૂજા તે અવશ્ય કરણીય છે. જિનપૂજાથી મેટે લાભ થાય છે. કારણકે –“જિતેંદ્રની પૂજા કરતાં દુષ્ટ દૂરિત દૂર જાય છે, સંપત્તિ સત્ત્વર આવે છે, અને કીર્તિ જગતમાં પ્રસરે છે.” માટે શ્રદ્ધા સમન્વિત સુશ્રાવકેએ જિનપૂજા અવશ્ય કરવી. જિનપૂજાથી રાવણે તીર્થકર શેત્ર ઉપાર્જન કર્યું છે તેનું દષ્ટાંત આ પ્રમાણે છે:– - જિતેંદ્રપૂજા ઉપર રાવણની કથા. - લક્ષમીનિવાસના સમૂહુરૂપ કનકપુર નામના નગરમાં સિંહસેન રાજા ન્યાયથી રાજ્ય કરતો હતો. તેને સિંહવતી નામે પત્ની (રાણી) હતી. તે રાજા પુત્રવત્ પ્રજાને પાળતા હતા. તેજ નગરમાં બહુ કેટીધનને સ્વામી અને પ્રતિષ્ઠિત કનડ્યેષ્ટિ નામે વ્યવહારી રહેતું હતો. તે દેશાંતરને વ્યાપાર કરતે હતો. તેને સુરસુંદરી સમાન ગુણસુંદરી નામે પત્ની હતી. તે જિનધર્મમાં બહુજ દઢ અને પ્રેમાળ હતી. પરસ્પર સંસારસુખ ભોગવતાં તે દંપતીને બે પુત્રની પ્રાપ્તિ થઈ. તેમાં પ્રથમ પુત્ર સહુને વલ્લભ અને પરમ આનંદ ઉપજાવે તે હતું અને બીજે લઘુ પુત્ર દુર્વિનીત કહુભાષી અને સર્વને અનિષ્ટ હતા. એક કવીએ કહ્યું છે કે:-“કટુ (કડવું) બલવાના ગુણવાળી એવી હે જિહા ! તું મધુર શા માટે બોલતી નથી? હે કલ્યાણિ! મધુર બેલ, કારણકે લોકોને મધુરજ પ્રિય છે. લોકોએ બંને પુત્રોના સુવિનીત અને દુર્વિનીત એવાં નામ રાખ્યાં, એટલે સર્વત્ર તે બંને તે નામથી જ પ્રસિદ્ધ થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #301
--------------------------------------------------------------------------
________________ જિદ્ર પૂજા ઉપર રાવણની કથા. 25 : એકદા કનક શ્રેષ્ઠી નાનાપ્રકારની વસ્તુઓથી પાંચસો શકટ ભરી ભાર્યા, પુત્રે તથા બહુ પરિવાર સહિત સિંહલદ્વીપ તરફ વ્યાપારાર્થે ચાલે. માર્ગમાં ક્ષેમપૂર્વક ચાલતાં તે ત્રીશ પેજના ગયે, એવામાં એક મેટું વન આવ્યું. તે વનમાં વિવિધ વૃક્ષોની વાટિકાથી સુશોભિત, દેવતાના કીડાભવન સમાન મનહર તથા પ્રભાવયુક્ત શ્રી ત્રિષભદેવસ્વામીનું ચૈત્ય દષ્ટિએ પડયું. તેની નજીકમાં એક આમ્રવૃક્ષ નીચે તંબુ તાણીને કનકડી સર્વ સાથે સહિત ત્યાં રહ્યો. પછી ભેજન કરીને તે સુતે, પણ કરિયાણા જાળવવાની ચિંતાને લીધે તેને નિદ્રા ન આવી. એવામાં રક્ત ચંચુ ચરણના ચિન્હયુક્ત, બહુ પ્રેમપૂર્ણ અને આમ્રવૃક્ષ પર બેઠેલ એવું એક *વેતવણી શુક યુગલ મનુષ્યવાચાથી બેલતું તેના સાંભળવામાં આવ્યું. તેથી અતિ રંજીત થઈ કરિયાણાની ચિંતા મૂકી દઈને અમૃત રસ સમાન તેના વાને તે સાંભળવા લાગ્યું. - શુક–“હે પ્રિયે! આ કનકøછી બહુ ભાગ્યવંત છે.” - શુકી–“હે સ્વામિન! ભાગ્યવંત શી રીતે? કારણકે અત્યારે કરિયાણાની વસ્તુમાં લાભ થાય તેમ નથી.” - શુક–“હે પ્રિયે! એ શ્રેણી જિનબિંબ અને જેનતીર્થની પ્રભાવના કરશે, તેથી મહા ભાગ્યવંત છે.” * શકી-“શું એ નવીન તીર્થને સ્થાપન કરશે?” - શુક–“હે વલ્લભે! ચિટક પર્વત પર બદરી નામના તીર્થની એ પ્રભાવના કરશે.” આ પ્રમાણે કાનને અમૃત સમાન તેમનાં વાક્ય સાંભળીને શ્રેણી ચિંતવવા લાગ્યા કે - આ વનમાં કે બેલે છે?” એમ ધારી તંબુમાંથી બહાર આવી નજર કરતાં શુકયુગલને જોઈને શ્રેષ્ઠી ચિંતવવા લાગ્યું કે:-ખરેખર! આ શુક જ્ઞાની જણાય છે.” એમ ચિંતવીને તે વિશેષ સાંભળવા લાગે એટલે પુનઃ શુકી બોલી કે - હે પક્ષિરાજ! એ તીર્થ કેવું કરશે? શૈલમય, રત્નમય, સુવર્ણમય કે કાષ્ટમય કરશે?” એટલે શુક બોલ્યો કે:-“હે પ્રિયે! એ શ્રેણી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #302
--------------------------------------------------------------------------
________________ annmann ૧લ દ્રાક્ષાની જોઈને શુક કી ને આરતે 286 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. સ્પર્શ–પાષાણમય જિનબિંબ કરાવશે, અને તેના પ્રભાવથી એ મહા યશસ્વી થશે.” એવામાં શ્રેષ્ઠી પાસે તેના બંને પુત્રે આવ્યા, એટલે તે શુકયુગલ તેમના પણ જોવામાં આવ્યું. તેને જોઈને દુવિનીતે કહ્યું કે –“ઓ બાણથી શુકને મારીને નીચે પાડી નાખીએ, અથવા પાશમાં પકડીને કીડાને માટે તેને પાંજરામાં પૂરી દઈએ.”તે સાંભળીને વૃદ્ધ ભ્રાતાએ કહ્યું કે:-“એમ ન બેલ, એ પક્ષીને ફભિક્ષણથી છેતરીને પકડી લઈએ.” પછી એક વંશમાં શાર્વલ દ્રાક્ષાની લંબ પાશ સહિત બાંધી અને તે પછી તે આસ્તે આસ્તે વૃક્ષ પર ચડવા લાગ્યું. તેને જોઈને શુક બોલ્યા કે –“હે શુકી ! આ આપણને પકડવાને વૃક્ષ પર ચડે છે, પણ આપણને તે પકડી શકશે નહિ; કારણકે તે ડાબી આંખે કાણે છે અને વૃક્ષના કટર (પોલ) માં ડાબી બાજુએ પીણિક નાગ છે, તેને તે જોઈ શક્તા નથી અને હું પણ ડાબી બાજુએ બેઠો છું તેથી આપણને પણ જોઈ શકતા નથી.” એટલે શુકી બેલી કે-હે સ્વામિ ! તમે બુદ્ધિવિશારદ છે, તમારું નામ ખરેખરૂં ગુણનિષ્પન્ન છે; પણ હે નાથ ! મને દ્રાક્ષાને દેહદ ઉત્પન્ન થયે છે, મારે દ્રાક્ષાનું ભક્ષણ કરવું છે, તો તે લાવીને મને આપે કે જેથી હું મારી ઈચ્છા પૂર્ણ કરૂં.” શુક બેલ્યો કે:-“હે ભદ્ર! દ્રાક્ષાની લુંબ પાસે પાશ બાંધેલો છે, તો તે કેમ લઈ શકાય?” એટલે થકી બોલી કે-“હે નાથ! જે દ્રાક્ષ નહિ લાવી આપે તો મારા પ્રાણ ચાલ્યા જશે.” શુક બોલ્યા કે:-“સ્વસ્થ થા, એ શુક્રાક્ષ (કાણે) જ્યારે કેટર પાસે આવશે, ત્યારે નાગ તેના શ્વાસનું ભક્ષણ કરશે, તેથી તે મૃતપ્રાય થઈ જશે, પછી તારે દેહદ હું પૂર્ણ કરીશ.” આ પ્રમાણે સાંભળી તે મૌન ધરી રહી. એવામાં પેલે દુવિનીત વૃક્ષ પર ચડવા લાગ્યો, એટલે પીણિક નાગે આવીને તેના શ્વાસનું ભક્ષણ કર્યું. તેથી તે વૃક્ષની શાખા પર મૃતકની જેમ લટકી રહ્યો, અને પીણિક નાગ પણ માનુષવિષના પ્રગથી અચેતન થઈ ગયે, એટલે તે પણ ત્યાંજ પડ્યો રહ્યો. બંને અચેતન જેવા થઈ ગયા એટલે શુકે ઉડી ચંચઘાતથી પાશ છેદી દ્રાક્ષા લીધી અને શુકીની ઈચ્છા પૂર્ણ કરી. પછી શુકશકી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #303
--------------------------------------------------------------------------
________________ જિતેંદ્ર પૂજા ઉપર રાવણની કથા. 287 બંને પરસ્પર પ્રેમથી એક બીજાની ચંચુ શિરપર ધારણ કરીને રહ્યા. શુક સુખે સુખે વારંવાર દ્રાક્ષા લઈ આવી ચુકીને આપીને આનંદ પમાડવા લાગ્યું. એવામાં શ્રેષ્ઠીએ મુખ ઉંચું કરીને જોયું તે પુત્રને અચેતન જેવો થઈ ગયેલ જે. એટલે વિરહવ્યાકુળ થઈને શેઠ કરૂણ સ્વરે અત્યંત રૂદન કરવા લાગ્યો. “અહો! સંસારમાં કે કૃત્રિમ સનેહ છે તે જુઓ. એક કવિએ કહ્યું છે કે-હે શંકર ! પ્રથમ તો અમને પદાજ કરીશ નહિ, અને પેદા કરે તે મનુષ્યજન્મ આપીશ નહિ, મનુષ્યજન્મ આપે તે પ્રેમ આપીશ નહિ અને પ્રેમ આપે તે વિયાગ કરાવીશ નહિ. અહે ! આ હૃદય વજથી ઘડાયું લાગે છે, તેથી જ તે વજી સમાન છે. કે જેથી વલ્લભના વિયાગ સમયે પણ તે ખંડ ખંડ થતું નથી. જેમ પાણીના વિયેગથી કાદવનું અંતર ફાટી જાય છે, તેમ જે સાચો નેહ હોય, તે માણસની પણ તેવી સ્થિતિ થવી જોઈએ.” પછી બહુ વિલાપ કરીને શ્રેષ્ઠી ઉચે મુખ કરી શુકને કહેવા લાગ્યું કે “હે શુક! તને તારી પ્રિયતમા હાલી છે, તે કરતાં મારે પુત્ર અને અધિક હાલે છે. તમે બંને સુખવિલાસમાં મગ્ન છે અને હું દુઃખમાં ડૂબી ગયેલ છું.” ઈત્યાદિ બહુ વિલાપ કરવાથી શુકી શુકને કહેવા લાગ:-જે પુરૂષથી મારે દ્રાક્ષાને દેહદ પૂરાણે છે, તેને અત્યારે મહાદુઃખ છે; માટે હે સ્વામિન ! તેના પુત્રને જીવવાને ઉપાય હોય તે બતાવે. હે પરેડકારરસિક! પરોપકાર કરે.” શુક બે કે:-“હે પ્રાણપ્રિયે! લીલા નાળીયેરનો આ નાગને જે ધૂમાડે આપવામાં આવે તે એને શ્વાસ પાછો એના શરીરમાં પેસે, એટલે પુત્ર સજીવન થાય, અને એક પ્રહર પછી નાગ પણ જીવતે થાય. આ સિવાય બીજો કોઈ એને જીવવાને ઉપાય નથી.” તે સાંભળીને શ્રેષ્ઠીએ પોતાના સ્થાનથી તરત નાળીયેર લાવી, તેની ત્વચાના ધૂમ્રથી પુત્રને સજીવન કર્યો, એટલે તે સાવધાન થઈને વૃક્ષપરથી નીચે ઉતર્યો. પછી શ્રેણી તેને વારંવાર આલિંગન અને P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #304
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. હર્ષ સહિત પુનઃ પુનઃ ચુંબન દેવા લાગ્યો. એટલે પુત્રે પૂછયું કે હે તાત! આજ શા કારણથી આપ વિશેષ સ્નેહ દર્શાવી મને વારંવાર આલિંગન કરે છે?” તેના ઉત્તરમાં શ્રેષ્ઠીએ બધો પૂર્વને વૃત્તાંત પુત્રને નિવેદન કર્યો. તે સાંભળીને દુર્વિનીત વારંવાર હર્ષસહિત નેહરષ્ટિથી પેલા શુકને જોવા લાગ્યા. અને નેહથી કહેવા લાગ્યું કે –“હિં સર્વાધિક ! હે પરોપકારી ! હે પ્રાણુદાતા ! તું જ ઉત્તમ છે, તુંજ મારો પ્રાણાધાર છે, તેંજ મને પુનર્જન્મ આપે છે. હવે એક મારૂં વાક્ય સાંભળ-તમે બંને મારા આપેલાં ફળનું વેચ્છાપૂર્વક દરજ ભક્ષણ કરે. આ વાક્ય તમે કબુલ કરે કે જેથી હું અણમુક્ત થાઉં.” શુકે તે વાક્ય કબુલ રાખ્યું એટલે તે કુમાર પ્રતિદિન દ્રાક્ષ અને દાડમ વિગેરે મહર ફળ શુકના ભક્ષણને માટે લાવી વૃક્ષાર શુભ પાત્રમાં મૂકવા લાગ્યા અને શુકયુગલ તેનું સ્વેચ્છાપૂર્વક ભક્ષણ કરી આનંદ કરવા લાગ્યું. આથી શ્રેષ્ઠી વિગેરે સર્વ જને પણ બહુજ આનંદ પામ્યા. - એકદા શ્રેષ્ઠીએ કરિયાણાના ભાવ જાણવાને માટે સિંહલદ્વીપમાં પિતાના સેવકોને મોકલ્યા. અને શેઠ તે ત્યાં વનમાંજ રહ્યો. એક દિવસ શરીરચિંતા નિવારવાને માટે પાણી ભરનારા માણસોની તાંબાની ઝારી લઈને તે થોડે દૂર ગયે, ત્યાં વનના એક પ્રદેશમાં કૃષ્ણ પાષાણની એક શિલા પડી હતી. તેની ઉપર તાંબાનું ભાજન મૂકીને તે ઉત્સર્ગ કરવા (કળસીયે) બેઠે; એવામાં તે તામ્રભાજન સુવર્ણમય થઈ ગયું. તે જોઈને શ્રેષ્ઠી વિસ્મય પામ્ય, તેના મુખપર હર્ષની છાયા પ્રસરી રહી. પછી તે પાષાણુપર નિશાની કરીને તે પોતાના ઉતારા તરફ ચાલ્યા. રસ્તામાં લઘુ પુત્ર દુર્વિનીત સામે મળે. હા- થમાં સુવર્ણનું ભાજન જોઈને તે પૂછવા લાગ્યું કે –“અહો તાત ! . આ કેનું પાત્ર છે?” શ્રેષ્ઠી બે કે –તે આપણું નથી.” એટલે તે પુત્ર પાછો વળે, અને પોતાનું ભાજન ક્યાં ગયું? તે સર્વત્ર જેવા લાગ્યું. એક અનુચરને પૂછતાં તે બોલ્યો કે –તે તામ્ર પાત્રને લઈને શેઠ જંગલ ગયા છે. આથી તે શંકિત થયે. અને .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #305
--------------------------------------------------------------------------
________________ જિનેંદ્ર પૂજા ઉપર રાવણની કથા. ચિંતવવા લાગ્યો કે:-સમજાયું, તામ્રપાત્રને પિતાએ કઈ ઓષધિથી સુવર્ણનું બનાવ્યું જણાય છે, માટે હું તેની તપાસ કરું.' એમ ચિંતવી બીજી એક તામ્રપાત્ર લઈને તે શ્રેણીના પગલાંને અનુસારે ત્યાં ગયે. પછી પોતાની બુદ્ધિથી વિચારવા લાગ્યું કે:-“હવે શું કરું? " એવામાં એક નવીન વૃક્ષ તેના જેવામાં આવ્યું. તેના પત્ર લેવાની ઈચ્છાથી પગરખા સહિત તે પેલા પાષાણ ઉપર ચડ્યો. અને વૃક્ષની શાખા પકડીને હાથવડે તેના પત્ર (પાંદડાં) લેવા . લાગ્યા. એવામાં પાષાણુના અધિષ્ઠાયકે તેને જમીન પર પાડી દીધો; તેથી તેના ચાર દાંત ભાંગી ગયા. એટલે વિલખ થઈ મુખ આગળ હાથ રાખીને તે પાછો વળે. પિતાએ દાંત પડવાનું કારણ પૂછ્યું, એટલે તે જવાબ ન દેતાં મુંગે બેસી રહ્યો. એકદા શ્રેષ્ઠીએ શુકને કહ્યું કે:-“હે શુકરાજ !એકાંતમાં આવો, મારે તમને કાંઈક પૂછવું છે.” એટલે શુક અને શ્રેણી બંને વનના અંદરના ભાગમાં ગયા. ત્યાં એકાંત જોઈને શ્રેષ્ઠીએ તેને કહ્યું કે હે શુક! હે પંડિત ! હે બુદ્ધિવિશારદ ! પૂર્વે તે કહ્યું હતું તે બધું સત્ય થયું છે. તે સ્પર્શપાષાણુ મેં મેળવ્યું છે. હવે તેની પ્રતિમા શી રીતે કરાવવી? તે કહે.”શુક બે કે –“તું મારે, પૂર્વ ભવનો મિત્ર છે, માટે તને કહું છું. હે પુણ્યાધિક ! સાંભળઆ પાષાણને લઇને પ્રભાતે સાર્થ સહિત અહીંથી પ્રયાણ કરો. સાત દિવસમાં આ અટવી ઓળંગીને પછી ત્યાં અટક. એટલે હું પણું પ્રિયા સહિત ત્યાં આવીશ, અને પછી યથાયુક્ત કહીશ.” શ્રેષ્ઠીએ તે વાત કબુલ કરી અને પ્રભાતે સાર્થસહિત ત્યાંથી પ્રયાણ કર્યું. શુક પણ સાથેજ ચાલ્યા. સાત દિવસે અટવી ઓળંગીને સાથે વિશ્રાંતિ લેવા અટક. બીજે દિવસે શ્રેષ્ઠીએ એકાંતમાં શુકને પૂછયું કે:-“શુકરાજ ! હે પ્રાણવલ્લભ ! તારા કહ્યા પ્રમાણે કર્યું, હવે શું કરવું?” શુક બેલ્ય:- આ લતા દેખાય છે, તેના પ્રભાવથી તારૂં કાર્ય સિદ્ધ થશે, તેથી એ લતાના પાંદડાં લઈ ભેગા કરીને તારે નેત્ર૩૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #306
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર પર પાટે બાંધવો. તેના પ્રભાવથી મનુષ્ય ગરૂડપપક્ષી થઈ જાય છે. પછી ઉડીને ચટક પર્વત પર જવું. ત્યાં શામલિ નામે એક પ્રઢ વૃક્ષ છે. તેના ફળમાં છ પ્રકારને સ્વાદ રહે છે અને તેનું પુષ્પ છ વર્ણવાળું હોય છે. એક ભાગમાં ધવળ, એક ભાગમાં રકત, એક ભાગમાં પીત, એક ભાગમાં નીલ, એક ભાગમાં શ્યામ, એક ભાગમાં મેઘ જેવા વર્ણવાળું અને મધ્ય ભાગમાં તે પંચવણ હોય છે. આવું તેનું પુષ્પ, ગુચ્છ, અને તેનું કાષ્ઠ વિગેરે પાંચે અંગ તારે લઈ આવવા. પછી જે કરવાનું છે તે નિવેદન કરીશ.” આ પ્રમાણે શુકના મુખેથી સાંભળીને શ્રેષ્ઠીએ “આ કામ માટે વિનિત એવા સુજ્ઞ પુત્રને મોકલું.” એમ વિચારી તે પુત્રને બેલાવીને કહ્યું કે-“હે ભદ્ર! આ કામ સત્વર કરવાનું છે.” તે બોલ્યો કે “આજ્ઞા પ્રમાણે કરવા તૈયાર છું.” પછી તે પેલી લતાના પત્રને આંખે પાટા બાંધવાથી ગરૂડ થઈને ચાલ્યા. કેટલેક સુધી શુક માર્ગ બતાવવા સાથે ચાલે. માર્ગમાં શુકે તેને શિક્ષા આપી કે –“હે સાવિક! માર્ગે ચાલતાં જે પર્વત પર ચભેટી (કાકડી) ને ગંધ આવે, ત્યાં તારે અટકી જવું, અને જમીન પર ઉતરી આંખપરને પાટે છેડી નાંખો. પછી તે વૃક્ષના પાંચે અંગ લઈને સત્વર પાછા ચાલ્યા આવવું.” આ પ્રમાણે સમજાવીને શુક પાછો વળે અને તે કુમાર ગરૂડપક્ષીના રૂપે દેવની જેમ ઉડીને પચાશ જન દૂર તે પવંતપર ગયે. ત્યાં ગંધ અને નિશાનીથી “તે આજ વૃક્ષ છે” એમ નિર્ણય કરી નીચે ઉતરીને આંખપરનું ઔષધ છેડી નાંખ્યું. એટલે પાછું મનુષ્યનું રૂપ થઈ ગયું. પેલા વૃક્ષના પાંચે અંગ તેણે લઈ લીધાં. પછી તે વિચારવા લાગ્યું કે –“હવે અવસ્થાને શી રીતે જવું ?" એમ ચિંતા કરતાં ઉપાય ન સૂઝવાથી તે નિસાસા નાખવા લાગ્યું. તે વખતે અકસમાત ત્યાં એક શુકયુગલ આવ્યું. એટલે કુમાર હર્ષિત થયે. નવા શુકયુગલને જોઈને તે કહેવા લાગે કે - “હે શુકરાજ! આવ, અહીં બેસે.” એટલે શુક ત્યાં બેસીને બેલ્યા કે –“તું કેણ છે? અને કયાંથી આવ્યું છે? તે કહે.” એમ પૂછવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #307
--------------------------------------------------------------------------
________________ જિતેંદ્ર પૂજા ઉપર રાવણની કથા. થી કુમારે હર્ષપૂર્વક યથાસ્થિત પિતાને બધે પૂર્વ વૃત્તાંત શુકની આગળ નિવેદન કર્યો. તે સાંભળી શુક બે કે તે શુક મારો ભાઈ થાય છે, તેના અને શુકીના શરીરે કુશળ છે?” કુમારે કહ્યું કે હા, તેમને કુશળ છે.” પછી શુકે પૂછ્યું કે-“તે નિસાસો કેમ મૂ ?" કુમાર બેલ્યો કે... નિસાસાનું કારણ સાંભળે. તે શુકના વચનથી હું અહીં આવ્યો, પણ હવે મારે પાછા ત્યાં શી રીતે જવું?” એટલે શુકીએ તરત ઉડીને એક ફળ લાવી શુકને આપ્યું, અને બેલી કે-“હે સ્વામિન ! આ ફળ અતિથિને આપે.” શુકે તેને ફળ આપ્યું. એટલે તે ગ્રહણ કરીને કુમારે પૂછયું કે-“આ ફળને પ્રભાવે શું છે? શુક બેલ્યા કે-હે બંધ! સાંભળ. આ ફળને ગળે બાંધવાથી એક પ્રહરમાં સે જન આકાશમાર્ગે જઈ શકાય છે, એ આ ફળનો મહિમા છે.” એટલે શુકી બોલી કે-“હે સ્વામિન્ ! આ પરદેશી પુરૂષ પાસે ભાતું નથી, તે તેને કંઈક શંબલ આપીએ.” શુક બે કે- જેવી મરજી.” પછી તે સુકી ત્યાંથી ઉડીને એકાંતે પર્વતના કટર (ખીણ) માં રત્નભૂમિ આગળ જઈને એક ચિંતામણિ રત્ન લઈ આવી અને તે કુમારને આપી આ ચિંતામણિ રત્ન છે, એના પ્રભાવથી ચિંતિત કાર્ય થાય છે” એમ કહ્યું. તે સાંભળી પેલું ફળ ગળે બાંધી, શુકની રજા લઈને કુમાર તે સ્થાનથી ચાલતા થયે અને તરતજ પિતાની પાસે આવ્યું. ત્યાં ચિંતામણિ રત્ન અને તે ફળ પિતાની આગળ મૂક્યા, અને તેને પ્રભાવ કહી બતાવ્યું, એટલે પિતાને ઘણે પ્રમોદ થયે. પછી તે રત્નના પ્રભાવથી શ્રેષ્ટીએ સર્વ સાર્થજનોને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વિગેરેથી ભાજન કરાવ્યું અને વસ્ત્રો આપી સર્વને સંતુષ્ટ કર્યો, દાન કદાપિ નિષ્ફળ જતું જ નથી, કારણ કે-“જે પુરૂષ પાત્રને વિષે લક્ષ્મીના નિદાનરૂપ અને અનાથનું દલન કરનાર દાન આપે છે, તેની સન્મુખ દારિદ્રય નજરજ કરી શકતું નથી, દૌભાગ્ય અને અપ. કીનિ તેનાથી દૂર રહે છે, પરાભવ અને વ્યાધિ તેને પલે પકડી શકતા નથી, દૈન્ય અને ભય તો તેનાથી ઉલટો ભય પામે છે અને કોઈ પણ પ્રકારની આપત્તિ તેને આવતી નથી.” P.P. Ac. Guriratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #308
--------------------------------------------------------------------------
________________ 202 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. પછી તે શ્રેષ્ઠીએ બહુ ધનને સત્કાર્યમાં વ્યય કર્યો, કેમકે ચિં. તામણિ રત્નના પ્રભાવથી મનોવાંછિત કાર્ય સિદ્ધ થાય છે. તે પ્રતિદિન સાર્થજનોનું પિષણ કરવા લાગ્યો. હવે એક દિવસ શ્રેષ્ઠીએ શુકરાજને પૂછયું કે:-“હે શુકરાજ ! હે પપકારસિક! જિનપ્રતિમા કરવાનો ઉપાય મને કહો.” શુક બોલ્યો કે:-“હે શ્રેષ્ટિ ! એકાગ્ર મનથી સાંભળે. પેલા પર્વત પર ગુફસમીપે વેત પલાશ છે, તેનું કાષ્ટ લાવી, નરરૂપ બનાવી તે નરના કંઠમાં આ ફળ બાંધવું અને તેના શિરપર ચિંતામણિરત્ન રાખવું, એટલે અધિષ્ઠાયકના પ્રભાવથી તે કાષ્ટનર પ્રતિમા ઘડશે, પ્રથમ બીજા કાઠે લાવીને કપાટ (બારણા) સહિત કામય મંદિર કરાવવું, અને તેમાં સ્પર્શ પાષાણ લઈ જઈને ત્યાં પ્રતિમા કરાવવી, તે કાષ્ટનરને પ્રથમ શાલમલિવૃક્ષના પુષ્પ તથાફળ આપજે. તે કુસુમ અને ફળના રસથી પથ્થરની શિલા ઉપર પ્રતિમાને આકાર તેની પાસે કરાવે. તે પ્રસ્તરને લેહ અડવા ન દેવું. પછી શાલ્મલિ કાષ્ઠવડે પ્રતિમા ઘડાવવી, અને તે વૃક્ષની માંજરથી તે પ્રતિમાને ઓપ કરાવો, પણ તે પ્રતિમા એકાંતમાં કરાવવી, અને તે વખતે વાઘ અને નિર્દોષપૂર્વક તેની પાસે નૃત્ય કરાવવું. તેના પ્રભાવથી તારે મહાન ભાગ્યોદય થશે.” આ પ્રમાણે સાંભળી મુદિત થઈને શ્રેષ્ઠીએ તે પ્રમાણે જિનપ્રતિમા કરાવી, અને તે શ્રી પાર્શ્વનાથના બિંબને શુભ સ્થાને સ્થાપીને તેની પૂજા અને ભકત્યાદિ મહોત્સવ કર્યો. તેમની પાસે સ્નાત્ર, ગીત તથા નૃત્યાદિક કરવા લાગ્યું. તેના પ્રભાવથી ધરણેન્દ્ર, પદ્માવતી અને વૈચ્યા વિગેરે દેવી દે તે શ્રેષ્ઠીને સહાય કરવા લાગ્યા. સ્પર્શ પાષાણુના ખંડ યત્નપૂર્વક સાચવી રાખ્યા. પછી તે પ્રતિમા સાથે લઈને શ્રેષ્ઠી સિંહલદ્વીપ તરફ ચાલ્ય, એટલે શુક બેલ્યો કે:-“હવે હું સ્વસ્થાને જાઉં છું.” ત્યારે શ્રેણી બે કે-“હે શુકરાજ ! તું મને પ્રાણ કરતાં પણ વધારે વલ્લભ છે, તે મારા૫ર બહુ ઉપકાર કર્યો છે, તું દેવ છે કે વિદ્યાધર છે? કયું છે? તારું સત્ય સ્વરૂપ કહે, અને તારૂં સ્થાન કયાં છે? તે પણ સત્ય કહે.” એટલે શુક બે કે –“હે શ્રેષ્ઠીન ! કેટલાક વખત પછી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #309
--------------------------------------------------------------------------
________________ જિનેંદ્ર પૂજા ઉપર રાવણની કથા. 23 મારૂં સ્વરૂપ કેવળીભગવંત તમને કહેશે.' એમ કહી શુક શુકી સહિત પિતાનું દેવરૂપ પ્રગટ કરીને દેવકમાં ચાલ્યા ગયે. ત્યાં શાશ્વત જિનપ્રાસાદમાં અઠ્ઠાઈમહત્સવ કરીને તે દેવ સ્વકીય વિમાન નમાં સુખપૂર્વક રહેવા લાગ્યા. હવે સમુદ્રમાર્ગે જતાં શેઠે પૂર્વે જે માણસને કરિયાણાને ભાવ જાણવાને સિંહલદ્વીપ મોકલ્યા હતા, તે સામા મળ્યા. તેઓ બોલ્યા કે-“હે સ્વામિન્ ! સત્વર ચાલો, અત્યારે કરિયાણું વેચવાથી બહુ લાભ થશે.” એમ સાંભળી શ્રેષ્ઠી મુદિત થઈ અવિચ્છિન્ન પ્રયાણથી સિંહલદ્વીપ પહોંચ્યું, અને ત્યાં કરિયાણાને વિક્રય કરતાં તેને બહુ દ્રવ્યની પ્રાપ્તિ થઈ. તેમજ સ્પર્શઉપલના ખંડના પ્રભાવથી શ્રેષ્ઠીએ ત્યાં બહુજ સુવર્ણ બનાવ્યું. ત્યાંથી પાછા વળતાં સે યેજનને આંતરે ચટકપર્વત હતું. ત્યાં જઈ કનકશ્રેણીએ પોતાના નામથી કનકપુર નગર વસાવ્યું. ત્યાં નવીન દુર્ગ (કિલો) અને નવીન આવાસે કરાવ્યા. પોતે ત્યાં રહ્યો અને સાર્થજનોને પણ ત્યાં જ રાખ્યા. વળી બીજા પણ પચીશ ગામ તેણે વસાવ્યાં. પછી શ્રેણીએ તે નગરમાં રાશી મંડપોથી અલંકૃત અને ઉંચા તોરણોવાળે એક મનહર જિનપ્રાસાદ કરાખ્યું. ત્યાં મહોત્સવપૂર્વક શુભ મુહુર્તો સિદ્ધિગમાં તેણે શ્રી પાર્શ્વનાથના બિંબની સ્થાપના કરી. પછી ત્યાં પ્રતિદિન તે સ્નાત્રાદિક અને નૃત્યાદિક કરાવવા લાગ્યું. એકદા વૈતાઢ્યપર્વતને અધિપતિ અને વિદ્યાધરને સ્વામી મણિચૂડ નામને વિદ્યાધર નંદીશ્વરદ્વીપમાં રહેલા શાશ્વત જિનની યાત્રા માટે નીકળ્યું. તે નંદીશ્વરદ્વીપના જિનેશ્વરેને વંદન કરીને સિંહલદ્વીપે આવ્યું. ત્યાં પણ જિવંદન કરીને પાછા વળે, એવામાં ચટકપર્વત પરના તે ગામ ઉપર આવતાં તેનું વિમાન અટયું, એટલે તે વિદ્યારે વિચાર કર્યો કે મારું વિમાન શાથી ચાલતું નથી?” તેણે પ્રજ્ઞપ્રિવિદ્યાની અધિષ્ઠાયિકા પ્રજ્ઞપ્તિદેવીને પૂછ્યું કે - “હે માત ! મારું વિમાન કેમ ચાલતું નથી?” તે બોલી કે -“હે રાજન ! અહીં નવીન પાર્શ્વનાથનું બિંબ છે, તેને વંદન કર્યા વિના - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #310
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. તારું વિમાન કેમ ચાલી શકે?” તે સાંભળી જિનેશ્વરનું પૂજન અને વંદન કરવા તે વિમાન સહિત નીચે ઉતર્યો, અને પવિત્ર થઈને તેણે જિનપૂજન કર્યું. તે વખતે તેની આંગળીમાં સુવર્ણની મુદ્રિકા હતી, તે સ્પર્શ પાષાણના બનાવેલા જિનબિંબના સ્પર્શથી સેળવલી (ડશવણિકા) થઈ ગઈ, એટલે તેણે ચિંતવ્યું કે-આ ચતુર્દશવર્ણિકા (દવલી) મુદ્રા ડિશવણિકા (સેળવલી ) થઈ ગઈ, તે આ જિનદળ (પાષાણ) નો જ પ્રભાવ છે.” એમ ચિંતવી તે જિન. પ્રતિમાને ત્યાંથી ઉપાડી ચાલતો થયો. તે જોઈને બધા લેકે તેની પાછળ દોડ્યા અને યુદ્ધ આરંભ્ય. એવામાં અકસ્માત્ સિંહલદ્વીપને રાવણ નામને રાજા ત્યાં આવ્યું, તેણે એક માસ પર્યત યુદ્ધ કરીને બધા વિદ્યાધરોને પરાજિત કર્યા, પછી તે જિનબિંબને રાવણ લંકામાં લઈ ગયા. ત્યાં એક પ્રાસાદમાં તે બિંબ સ્થાપીને તેની પૂજા અને નાટક વિગેરેથી પ્રતિદિન ભક્તિ કરવા લાગ્યો. એમ કરતાં પચાસ વર્ષ વ્યતિત થયા. એકદા પાશ્વજિન આગળ રાવણ પિતે વાછત્ર વગાડતા હતે. અને મદદરી ગાયન તથા નૃત્ય કરતી હતી, તે વખતે રાવણના હાથમાં રહેલ વીણાની તાંત તૂટી. એટલે નૃત્યમાં ભંગ ન થવા દેવા માટે પોતાના હાથની નસ ખેંચીને રાવણે તે જગ્યાએ સાંધી દીધી, જેથી નૃત્યને અને તેના ભાવને ભંગ ન થયો. આવી જિનભક્તિના પ્રભાવથી રાવણે તીર્થકરનેત્ર ઉપાર્જન કર્યું. 1 જિનભક્તિના પ્રભાવથી પદ્માવતી, વૈચ્યા અને અજિતબલા વિગેરે દેવીઓએ રાવણના હાથમાં થતી પીડાનું નિવારણ કર્યું. તે રાત્રીએ પ્રતિમાના અધિષ્ઠાયિક દેવે રાવણને સ્પષ્નમાં કહ્યું કે –“મને મારા સ્થાને મૂકી આવ.” એટલે રાવણની બદી નામે દાસી હતી, તેને ગર્ભ રહેલો હતો, પરંતુ ત્રેવીસ વર્ષ થઈ ગયા છતાં પ્રસવ થતો નહોતો. તે દાસીને રાવણે કહ્યું કે:-“આ બિંબને ચટકપર્વત પર જઈને મૂકી 1 આ હકીક્ત જૈન રામાયણ વિગેરેના લેખથી જુદી પડે છે. રાવણે અષ્ટાપદ પર્વત પર તીર્થંકરગોત્ર ઉપાર્જન કર્યું છે એવો અન્યત્ર ઉલ્લેખ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #311
--------------------------------------------------------------------------
________________ ww જિનંદ્ર પૂજા ઉપર રાવણની કથા. - 295 આવ.” એટલે તે દાસી જિનબિંબ લઈ ચટકપર્વત પર જઈ પ્રસાદમાં સ્થાપન કરીને પ્રતિદિન તેની ભક્તિ કરવા લાગી. તેના પ્રભાવથી તે દાસીને પુત્રને પ્રસવ થયે. તેનું કેદાર એવું નામ રાખવામાં આવ્યું. તે જન્મથી જ વૈરાગી હતે. પૈવન વય પામતાં રાવણે તેને ચટકપર્વતનું રાજ્ય આપ્યું, એટલે કેદાર પચીશ ગામને સ્વામી થયે. કનક શ્રેણી તેને પ્રધાન થયો અને તે બહુ પુણ્ય કરવા લાગે. એવામાં રામચંદ્ર રાવણને વિનાશ કર્યો, પણ જિનભક્તિના પ્રભાવથી કેદારનું રાજ્ય લીધું નહિ. એ પ્રમાણે સુખ ભોગવતાં એકદા કેવળી ગુરૂ પધાર્યા, એટલે કનક શ્રેષ્ઠી તથા કેદારરાજા ગુરૂને વંદન કરવા ગયા. ત્યાં ગુરૂમહારાજે ધર્મદેશના આપી, તે સાંભળીને શ્રેષ્ઠીએ શુકનું સ્વરૂપ પૂછયું કે“હે ભગવન્! એ શુક કોણ હતા ? કે જેણે મને પ્રતિમા કરવાની શિક્ષા આપી.” ગુરૂ બોલ્યા કે –“સાંભળ-એ તારે પૂર્વભવને મિત્ર છે. એકદા સાધમ દેવલોકમાં સૈધર્મેદ્રની આગળ નાટક થતું હતું. તેમાં ભરતસંગીતમાં કહ્યા પ્રમાણે છપ્પન કેટી તાલના ભેદપૂર્વક દેવગંધાર, બંગાલ, શ્રીરાગ, કૌશિક, હિંદલ, દીપક, મધુમાદન, શબાપ, ધોરણ, સેહગ, અધરાસ, ભાણવલ્લી, કકુભા અને સિદ્ધાંગાદિ દેવરાગોથી છત્રીસ હજાર નાટકે પૈકી ભદ્રાવલિક નાટક, ' , સૂર્યાવલિક નાટક, ચંદ્રસૂર્યોદ્દગમન નાટક, તારકેગમન નાટક, હયનાટક, ગજનાટક, પદ્માવતીનાટક, વલ્લીનાટક, તરૂનાટક અને કુસુમનાટક વિગેરે નાટકોના ભેદથી નાટક થતું હતું. તે વખતે ઇંદ્રના બે મિત્ર અમિતતેજ અને અનંતતેજ ત્યાં બેઠા હતા, તથા બીજા દે પણ ત્યાં બેસીને નાટક જોતા હતા. તે વખતે તે સભામાં ઈંદ્રની અંજૂ નામની પટરાણી નાટક જોવા બેઠી હતી. તેને તે મિત્રદ્રયની સાથે દષ્ટિસંબંધ થયે; એટલે પરસ્પર રાગ થવાથી અંજૂ તેમની સાથે વાટિકામાં કીડા કરવા ગઈ. તે ત્રણે ત્યાં કામક્રીડા કરવા લાગ્યા. તે ચેષ્ટિત ઈંદ્રના જાણવામાં આવવાથી ઇંદ્ર પણ ત્યાં ગયા. તેમનું દુ“ચેષ્ટિત જોઈને તે કોપાયમાન થયા, અને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #312
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર: બોલે કે –“અરે પાપિચ્છે ! તમે આ અનુચિત શું આરંવ્યું છે? તમને વધારે શું કહું પણ હું તમને બંને દેને શાપ આપું છું કે-તમારે મનુષ્યલોકમાં શુકરૂપે સ્ત્રી પુરૂષપણે સાથે રહેવું.” દે બોલ્યા કે- “હે સ્વામિન્ ! એ શાપથી અમારે છુટકારે કયારે થશે?” ઇંદ્ર બેલ્યા કે- જ્યારે તમારે મિત્રદેવ જે અહીં છે તે અવીને કનકકીના નામથી વ્યવહારીપણે અવતરશે અને તે સ્પર્શ પાષાણની પ્રતિમા કરાવીને પૂજશે, ત્યારે તમે શાપથી મુક્ત થશે.” પછી તે શાપ સ્વીકારીને બંને દે શુકરૂપે મનુષ્યલોકમાં આવ્યા. અડતાલીશ હજાર વર્ષ પછી દેવપણુમાંથી અવીને હે શ્રેષ્ઠી ! તું ઉત્પન્ન થયે, એટલે તે શુકે તને પ્રતિમા કરવાની શિક્ષા આપી. ઉપરાંત તને બતાવેલ બધે ઉપાય શુકવિલસિતજ છે. પછી ભાયારૂપ મિત્રસહિત શુક નંદીશ્વરદ્વીપે જઈ શુકરૂપને ત્યાગ કરી દેવરૂપ પ્રકટ કરી નંદીશ્વરદ્વીપમાં અઠ્ઠાઈમહત્સવ કરી પ્રથમ દેવલોકમાં પોતાના અમૃતસાગર નામના વિમાનમાં જઈ સુખ ભોગવવા લાગ્યો.” આ પ્રમાણે કેવળી ભગવંત પાસેથી શુકને તમામ વૃત્તાંત સાંભળીને કનકકી તથા કેદરરાજાએ વૈરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરી. અને નિરતિચાર ચારિત્ર પાળી પ્રાંત અનશન કરી પાંચમા બ્રહ્મદેવ લકમાં બંને દશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી વી મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિ પદને પામશે. એ તીર્થ હમણાં પરમીઓએ લઈ લીધું છે. ઈતિ. હે ભવ્ય જને! જેમ રાવણે જિનપૂજાથી તીર્થકર ત્રઉપાર્જન કર્યું, તેમ અન્ય જીવો પણ જિનપૂજાથી સ્વર્ગ અને મેક્ષ પામે છે. પૂજા ત્રણ પ્રકારની છે. પુષ્પપૂજા (અંગપૂજા), અક્ષતપૂજા (અગ્રપૂજા) અને સ્તોત્રપૂજા (ભાવપૂજા). તેમાં પ્રથમ પુષ્પપૂજા પ્રાણીઓને વિશિષ્ટ ફળદાયક થાય છે. કારણકે -દેશાધીશ સંતુષ્ટ થાય, તો એક ગામ આપે, ગ્રામાધીશ સંતુષ્ટ થાય તો એક ક્ષેત્ર આપે અને ક્ષેત્રાધીશ સંતુષ્ટ થાય તે ખોબો ધાન્ય આપે, પણ સર્વજ્ઞ સંતુષ્ટ થાય તે પિતાની પદવી આપે.” પુષ્પપૂજાથી વયરસેન કુમારને રાજ્યપદવી પ્રાપ્ત થઈ. તે દષ્ટાંત આ પ્રમાણે છે:– P.P. Ac. Gunratnasuri M.S. jun Gun Aaradhak Trust
Page #313
--------------------------------------------------------------------------
________________ * શ્રી વયરસેન કથા. 297 શ્રી વયરસેન કથા, આ ભરતક્ષેત્રમાં સર્વત્ર પ્રસિદ્ધ એવું રાષભપુર નામે નગર છે. તે સમૃદ્ધિ અને પ્રાસાદ શ્રેણિથી સુશોભિત છે. ત્યાં ગુણસુંદર નામે રાજા ન્યાયપૂર્વક રાજ્ય કરતે હતે. તેજ નગરમાં પરમ શ્રદ્વાળું, શ્રેષ્ઠ આચાર અને વિચારયુક્ત અભયંકર નામે શ્રેણી રહે હતે. જિનભક્ત અને પરમ શ્રાવક એવા તે શ્રેષ્ઠીને કુલમતી નામે પ્રિયા હતી. તે પણ અહર્નિશ દેવપૂજા, દાન, સામાયિક અને પ્રતિ ક્રમણ વિગેરે અગણ્ય પુણ્યકાર્ય કરતી હતી. તે શ્રેણીના ભદ્ર પ્રકૃતિવાળા બે સેવક હતા. તેમાં એક ગૃહકાર્ય કરતો અને બીજો ગાય ચારતા હતા. અન્યદા તે પરસ્પર વાતો કરવા લાગ્યા કે- આપણું સ્વામી શેઠને ધન્ય છે કે જેને પૂર્વ સુકૃત્યથી અત્યારે સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે અને આવતા ભવમાં પણ ઐહિક પુણ્યના પ્રભાવથી સુગતિ પ્રાપ્ત થશે. આપણે તે પુણ્યહીન હેવાથી દરિદ્ર જ રહેવાના છીએ. આ લોકમાં પણ આપણને સુખ મળ્યું નહિ અને પરલોકમાં પણ સુખ મળવાનું નથી. કારણકે - " अदत्तभावाच्च भवेदरिद्री, दरिद्रभावात्मकरोति पापम् / पापप्रभावानरके व्रजति, पुनरेव पापी पुनरेव दुःखी."॥ પૂર્વે દાન ન દેવાથી પ્રાણી દરિદ્રી થાય છે, દરિદ્રભાવથી તે પાપ કરે છે અને પાપના પ્રભાવથી નરકે જાય છે. એમ પુનઃ પુન: પાપી અને પુનઃ પુન: તે દુ:ખી થયા કરે છે.” આપણે મનુષ્યભવ વૃથા ગુમાવીએ છીએ. આ પ્રમાણે વિચાર કરતા તેમને જાણીને છેછીએ વિચાર કર્યો કે-“આ બંને ધર્મને ચગ્ય થયા જણાય છે.” પછી ચામસિકને દિવસે શ્રેછીએ તે બંનેને કહ્યું કે–“તમે મારી સાથે જિનપૂજા કરવા ચાલે.” એટલે તે શ્રેણીની સાથે ચૈત્યમાં પૂજા કરવા ગયા. ત્યાં પવિત્ર વસ્ત્ર પહેરી શુદ્ધ ભાવથી જિનપૂજા કરતાં શ્રેષ્ઠીએ તેમને કહ્યું કે આ પુષ્પાદિવડે તમે પણ જિનપૂજા કરે.”એટલે તે બોલ્યા કે “જેના પુષ્પ તેને ફળ મળે–અમને તે 38 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #314
--------------------------------------------------------------------------
________________ 298 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. માત્ર વેઠ જેવું જ થાય.” એટલે શેઠ બોલ્યા કે- તમારી પાસે કાંઈ સ્વલ્પ પણ છે કે નહિ ?" એટલે ગોવાળ બેલ્યો કે–“મારા વસ્ત્રને છેડે પાંચ કેડી બાંધેલી છે.” શ્રેષ્ઠીએ કહ્યું કે-“હે વત્સ ! એ પાંચ કેડીના પુષ્પ લઈને તું ભાવથી જિનપૂજા કર.” એટલે તેણે પાંચ કેડીના પુલ લઈને શુદ્ધ ભાવથી જિનપૂળ કરી. તે વખતે બીજે વિચારે છે કે-આની પાસે તે આટલું પણ છે, અને મારી પાસે તે કંઈ પણ નથી.” એમ ચિંતવીને તે રોવા લાગ્યો. પછી જિનપૂજ કરીને શ્રેષ્ઠી તે બંનેને લઈને ગુરૂવંદન કરવા ગયા. ત્યાં ગુરૂમહારાજની દેશના સાંભળતાં પ્રત્યાખ્યાન કરનાર કોઈ માણસને જોઈને પેલા નોકરે ગુરૂને પૂછયું કે-એણે શું કર્યું ?" ગુરૂ બોલ્યા કે“હે ભદ્ર! આજ એણે પૈષધ કર્યો છે તેનું આ પ્રત્યાખ્યાન છે.” એમ સાંભળીને તેણે ઉપવાસનું પ્રત્યાખ્યાન કર્યું. પછી શ્રેણી સાથે બંને ઘરે ગયા. ભજન વખતે ઉપવાસ કરનાર થાળીમાં પોતાનું ભેજન પીરસાવીને દ્વાર પાસે ઉભે રહી વિચારવા લાગ્યું કે-“જે મારા ભાગ્યયોગે કોઈ મુનીંદ્ર અહીં આવે, તે હું તેને દાન આપું. કારણ કે શેઠને ઘરે કામ કરીને તેના બદલામાં મેં આ અન્ન મેળવ્યું છે.” એમ તે ચિંતવે છે, એવામાં અકસ્માત્ કઈ મુનિ ત્યાં પધાર્યા. એટલે તેણે બધું ભેજન મુનિને વહોરાવી દીધું. તે જોઈને હર્ષિત થઈ એછીએ તેને માટે બીજું ભેજન પીરસાવી દીધું. એટલે તે બેલ્યો કે- આજે મારે ઉપવાસ છે.” શ્રેષ્ઠીએ કહ્યું કે ત્યારે તેં પૂર્વે કેમ ભજન પીરસાવ્યું?” તે બોલ્યો કે-“હે તાત ! ગૃહકાર્ય કરીને મારા હક્કનું ભોજન લઈને મેં મુનિને વહેરાવ્યું છે. આથી શ્રેષ્ઠી અતિશય સંતુષ્ટ થયે. પછી શેઠ તે બંનેની વિશેષ સંભાળ રાખવા લાગ્યા અને તે બંને પ્રતિદિન ચૈત્યમાં જવા લાગ્યા, મુનિવંદન કરવા લાગ્યા, નમસ્કારને પાઠ કરવા લાગ્યા અને ધર્મની સહયું વધારવા લાગ્યા. હવે કલિંગદેશને અધિપતિ સૂરસેન નામે રાજા શત્રુઓએ તેનું રાજ્ય છીનવી લેવાથી કુદેશમાં ગયે, ત્યાં હસ્તિનાપુરના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #315
--------------------------------------------------------------------------
________________ m annanna nannnnnnnnnnnnnn શ્રી વયરસેન કથા. સ્વામી અચળ રાજા પાસે જઈને રહ્યો. તેણે તેને પચાસ ગામ આપ્યા. તેથી તે સુકપુર નામના ગામમાં રહેવા લાગ્યો. તેને વિજયાદેવી નામે સ્ત્રી હતી. પેલા બંને સેવકે મરણ પામીને તેની કુક્ષિમાં અવતર્યા. તેમાં પ્રથમ દાન કરનાર જીવ અમસેન નામે મેટે ભાઈ થયે, અને બીજે જિનપૂજક જીવ વયરસેન નામે અનુજ બંધુ થયે. પૂર્વ પુણ્યના પ્રભાવથી રૂપ, અને વિદ્યાદિક ગુણથી યુકત એવા તે અ૫ દિવસમાં વૃદ્ધિ પામી રાજહંસની જેમ સર્વને આ નંદ આપનાર થઈ પડ્યા. તેમની જયા નામે એક સપત્ની (શકય) માતા હતી, તે બંને ઉપર દ્વેષ રાખતી હતી. કહ્યું છે કે-“તીર્થકરેની પ્રભુતા, બળદેવ વાસુદેવનો પ્રેમ અને શોક્યનું વેર એ ત્રણે ગરિષ્ઠમાં ગરિષ્ઠ છે.” એકદા તેમને પિતા શુરસેન કાંઈ કામપ્રસંગે બીજે ગામ ગયે હતો, અને તે બંને ભાઈ ગેડીદડે રમતા હતા, તે વખતે તેમની ઓરમાન માતા જયા ઘરના ઉપરના માળ પર બેઠી હતી. અને રમતા એવા તે બંને કુમારને જોતી હતી. એવામાં દડે ઉછળીને અપર માતાના માળપર જઈને પડ્યો. એટલે જયાએ તે લઈ લીધો. વયરસેન જયા પાસે દડો માગવા ગયો, એટલે તેને કામદેવ જે રૂપવાન જોઈને જ્યાએ તેની આગળ કામને માટે હાવભાવ કર્યો, તેથી વયરસેન બોલ્યા કે–“હે માતા ! એ તદન અયોગ્ય છે.” એમ કહી. વારંવાર તેને પગે પડી દડે લઈ ભાઈ પાસે આવીને તેણે અપરમાતાએ કરેલ ચેષ્ટા યથાસ્થિત કહી બતાવી. પછી ક્રીડા કરીને તેઓ તે ભેજન કરવામાં પ્રવૃત્ત થયા. અહીં જયા પિતાના વસ્ત્રને ખંડખંડ કરીને ઈર્ષોથી એક જીર્ણ માંચાપર સુઈ ગઈ. એવામાં રાજા કાર્ય કરીને પોતાને ગામે પાછા આવ્યા. તેણે જયા રાણીની પાસે આવી તેને હાલથી પૂછયું કે “આમ કેમ સુતી છે?” એટલે તે બોલી કે હે સ્વામિન ! તમારા પુત્રોએ આવીને મને બહુ સતાવી, મેં સ્વશક્તિથી મહાકષ્ટ શીલનું રક્ષણ કર્યું. મારા શરીરને તેમણે વીંખી નાખ્યું અને આ વસ્ત્રો પણ બળાત્કારથી ફાડી નાખ્યા. રાજા આ પ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #316
--------------------------------------------------------------------------
________________ non 300 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. માણેના તેના અસત્ય વચનથી પુત્રે પર બહુ રૂષ્ટમાન થયા અને ચિં. તવવા લાગ્યો કે “દુષ્ટ, ધૃષ્ટ અને પાપિષ્ટ બંને પુત્રને મારી નાંખું પછી ચંડ નામના માતંગને બોલાવીને રાજાએ હુકમ કર્યો કે હે ચંડ! ગામની બહાર રમતા એવા બને પુત્રના મસ્તક કાપીને લઈ આવ.” માતંગે વિચાર કર્યો કે- બહુ ગુણવંત એવા આ કુમારે ઉપર રાજાને આવો અતિશય કેપ કેમ થયે તેની ખબર પડતી નથી, તેથી અત્યારે તે પ્રસ્તાચિતજ બોલું.' એમ વિચારી તેણે કહ્યું કે- જેવી આપની આજ્ઞા.” પછી તેણે કુમારે પાસે જઈને બધી વાત કહી સંભળાવી; એટલે તેમણે કહ્યું કે “હે ભદ્ર! પિતાનું સમીહિત સત્વર કર.” માતંગે સગદગદ પ્રાર્થના કરી કે–આપ બંને મારી ઉપર પ્રસન્ન થઈ સત્વર દેશાંતર ચાલ્યા જાઓ.” એટલે કુમારે બોલ્યા કે– રાજા સકુટુંબ તને મારી નાખશે.” માતંગ બેલ્યો કે–“હું કઈ પણ ઉપાયથી મારે બચાવ કરીશ, પણ તમે વિલંબ ન કરે.” એમ કહેવાથી તે બંને રાજપુત્ર વાહન વિના પગે ચાલતા એક દિશા તરફ રવાને થયા, અને માતંગ પણ માટીના બે શિર બનાવી લાખના રંગથી રંગી સાંજને વખતે રાજા પાસે ગયો અને પ્રથમ રાજપુત્રના બે અ*ો સેંપી દૂરથી મસ્તક બતાવીને બેલ્યો કે-“હે સ્વામિન ! આપના હુકમ પ્રમાણે કર્યું છે.' રાજાએ કહ્યું કે-એ બને શિર ગામની બહાર ખાડામાં નાંખી દે.” માતંગ બોલ્યા કે-“આપની આજ્ઞા પ્રમાણે કરીશ,” એમ કહીને તે તે પિતાને ઘરે ગયે. પેલી દુષ્ટ રાણું સંતુષ્ટ થઈને અત્યંત હર્ષિત થઈ સતી ચિંતવવા લાગી કે-રાજાએ બંનેને મરાવી નાખ્યા તે બહુ સારું કર્યું.” હવે સાહસિક એવા તે બંને રાજપુત્ર અવિચ્છિન્ન પ્રયાણ કરતાં કેટલેક દિવસે એક મોટી અટવામાં આવી પહોંચ્યા કે જ્યાં એક બાજુ શાલ, હિંતાલ, પ્રિયાલ અને સરલ વૃક્ષે અને બીજી બાજુ નાગ, પુન્નાગ, લવિંગ, અગરૂ અને ચંદનવૃક્ષે, એક બાજુ ચિંચા, આમ્ર, જંબીર, કપિથ અને અશ્વસ્થ અને બીજી બાજુ બકુલ, કં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #317
--------------------------------------------------------------------------
________________ વયરસેનની કથા. 301 કોલ, પાટલ, અશોક અને ચંપકક ક્યાંક ન્યગ્રોધ, મંદાર, પિચુમંદ અને હરીતક અને કયાંક ચંપક, અશોક અને પારિષ્ક વિગેરે વૃક્ષે શેભી રહ્યા છે. વળી જ્યાં હાથી, પાડા, વાઘ, સિંહ, ચિત્રા અને શૂકર તથા ભૂત, પ્રેત અને પિશાચ વિગેરે સ્વેચ્છાપૂર્વક કડા કરી રહ્યા છે, એવી તે અટવીમાં પહોંચ્યા. પછી સુધા અને સંતાપને હરનાર એવા એક આમ્રવૃક્ષ નીચે તેમણે વિસામે લીધે. ત્યાં નિર્મળ નદીના જળથી અને આમ્રવૃક્ષના ફળથી તેમણે પ્રાણવૃત્તિ કરી. એવામાં આસ્તે આસ્તે તેજરહિત થઈને રવિ અસ્ત પામે. - કવિ-કર્તા કહે છે કે- હે જગજને! જુઓ, દિવસને અંતે સૂર્યની પણ આવી દશા થાય છે, તે બીજાની શી વાત કરવી?” અહો ! આસક્ત એવી સંધ્યા પણ ક્ષીણ થઈ અને રાત્રિ પ્રગટ થઈ, સૂર્ય તે પશ્ચિમ સમુદ્રમાં તદ્દન ડુબી ગયે, અને સરોવરમાં પદ્મશ્રેણું સંકેચ પામી. કારણકે તેજસ્વી મિત્રને વિયેગ થતાં સર્વને દુ:ખ થાય છે. આકાશમાં તારા પ્રગટ થયા અને સર્વત્ર અંધકાર પ્રસરી ગયે, એટલે તે બંને કુમાર રાત્રે તે સહકારવૃક્ષની નીચેજ રહ્યા. એવામાં અનુજ બંધુ જયેષ્ઠ બંધુને પૂછવા લાગ્યા કે-“હે ભ્રાત! પિતાના રોષનું કારણ કાંઈ જણાયું નહિ.” અમરસેન બોલ્યો કે-“હે વત્સ તાતના રેષનું કારણ બરાબર તે મારા જાણવામાં નથી આવ્યું પણ મને લાગે છે કે આ અપરમાતાની ચેષ્ટા હશે.” વયરસેન બોલ્યા કે-“તે શું અસત્ય વચનપર રાજાને વિશ્વાસ બેસારી શકી હશે ?" એટલે પુન: અમરસેન બોલ્યો કે “હે વત્સ ! તું તે મુગ્ધ છે; સ્ત્રી તે અસત્યનું મંદિર કહેવાય છે. તે અસત્ય પણ બેલે છતાં રાગાંધ પુરૂષે તેના અસત્ય વચનને સત્ય સમજી લેય, બુદ્ધિવંત જન ગંગાની વાલુકાની ગણત્રી, સમુદ્રના જળનું પ્રમાણ અને મેરૂપર્વતના તેલન (વજન) ને કદાચ જાણી શકે, પણ સ્ત્રીના કપટપ્રપંચને ( સ્ત્રીચરિત્રને) જાણું શકતા નથી. અહે! અપરમાતાએ આપણા પર ઉપકાર કર્યો કે જેથી આપણે સમસ્ત વસુધા જોઈ શકીશું.” આ પ્રમાણે વાત કરતાં અમરસેનને નિદ્રા આવી ગઈ, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #318
--------------------------------------------------------------------------
________________ 302 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. પણ વયરસેન બને બાજુએ તપાસ કરતે જાગતે બેઠા. એવામાં આમ્રવૃક્ષપર બેઠેલ એક કૃપાળુ શુક પોતાની પ્રિયાને કહેવા લાગ્યો કે-“હે પ્રિયે! આ બંને પુરૂષ એગ્ય છે, એમને કંઈક સત્કાર કરીએ.” સ્ત્રી બેલી કે-“હે નાથ ! તમે ઠીક કહ્યું, સુકૂટપર્વતની ગૂઢ ગુફામાં બીજને પિતાની વિદ્યાથી અભિષિક્ત કરીને વિદ્યાધરોએ બે સહકારવૃક્ષ રેપ્યા છે. આપણા સાંભળતાં તેમણે તે બંનેનું મા હાસ્ય કહ્યું હતું કે–એક વૃક્ષના ફળનું ભક્ષણ કરનારને સાતમે દિવસે રાજ્ય મળે અને બીજા આમ્રવૃક્ષનાં ફળનું બીજ જેના ઉદરમાં રહે, તેના મુખમાંથી પ્રભાતે દાતણ કરતાં પાંચસે સોનામહોર પડે. હે કાંત ! આ વચન તો તમે પણ સાંભળ્યું છે, માટે આપણે એક એક ફળ લાવીને આ બંનેને આપીએ. પપકાર કરવાથી અવતાર સફળ અને સાથે થાય છે. કહ્યું છે કે-“જે દિવસ પરોપકાર થાય, તે દિવસ સફળ (લાધ્ય) છે, અને બીજા દિવસ તો મૂઢપણાથી નિફળ ગયેલા છે. સૂર્યને માટેજ અંધકાર, મેઘને માટેજ ગ્રીષ્મશેષણ અને વૃક્ષને માટેજ માર્ગશ્રમ સમજવામાં આવેલ છે, અર્થાત્ સૂર્ય, મેઘ અને વૃક્ષે તે અંધકાર વિગેરેને દૂર કરે છે, તેથી તેઓ પરોપકારી અને શ્રેષ્ઠ કહેવાય છે. વળી સરોવર કાંઈ જળપાન કરતું નથી, અને વૃક્ષો કાંઈ ફળ ભક્ષણ કરતાં નથી; દાતાર જનનું તે સર્વસ્વ પપકારને નિમિત્તેજ હોય છે.” આ પ્રમાણે સાંભળીને શુકે શુકીને કહ્યું કે-હે કાંતે ! અત્યારે આ વાત તેં મને ઠીક યાદ કરી આપી.” એમ કહીને તે બંને તરતજ સુકૂટ પર્વત પર ગયા. આ બધું વયરસેને સાંભળ્યું. પછી તે બંને પક્ષીઓએ પેલા પર્વત પરથી બે સહકારના ફળ લાવીને વયરસેનની આગળ મૂક્યા, એટલે તેમના વચનથી તે બંને ફળનો ભેદ જાણુંને તેણે પોતાની કટિમાં તે બંને ફળ બાંધી લીધાં. તેણે વિચાર્યું કે–આ શુકનું કહેવું સત્ય હશે કે અસત્ય તે સ્વયમેવ જણાઈ આવશે.” તે પછી અર્ધી રાત્રે જ્યેષ્ઠ બંધુને જગાડીને વયરસેન નિદ્રાધીન થયે અને સૂર્યોદય થતાં તે બંને ત્યાંથી આગળ ચાલ્યા. રસ્તામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #319
--------------------------------------------------------------------------
________________ 303 w વયરસેનની કથા. એક સરોવર આવ્યું, એટલે બને ત્યાં મુખશુદ્ધિ કરી. તે વખતે ફળના પ્રભાવને કહ્યા વિના વયરસેને રાજ્યદાયક ફળ મોટાભાઈ અમરસેનને આપ્યું અને બીજા ફળનું પોતે ભક્ષણ કર્યું. પછી ત્યાંથી તેઓ આગળ ચાલ્યા. બીજે દિવસે પ્રભાતે વયરસેને ગુપ્ત રીતે દાતણ કર્યું, એટલે ફળના પ્રભાવથી પાંચસે સોનામહેર તેની આગળ પડી. તેના વેગથી અમરસેનની સાથે રહી વયરસેન ભજન તાંબુલાદિકમાં પુષ્કળ ખર્ચ કરી સ્વેચ્છાએ સુખ ભેગવવા લાગ્યો. એટલે અમરસેને પૂછ્યું કે-“તારી પાસે આટલું બધું દ્રવ્ય કયાંથી?” તે બે કે-“ભંડારમાંથી મેં સાથે લીધું હતું. પછી સાતમે દિવસે કાંચનપુરની પાસેના ઉદ્યાનમાં પહેચતાં તેઓ શ્રમિત થયા, એટલે ત્યાં એક વૃક્ષની નીચે અમરસેન સુઈ ગયે. “શ્રમિત અને આળસુને નિદ્રા એ પરમ સુખ છે. આ જગત્રયરૂપ સંસારમાં એના કરતાં વધારે કિંમતી સુખ બીજું નથી એમ તેઓ માને છે.” વયરસેન જનાદિ સામગ્રી લેવા માટે નગરમાં ગયો તે વખતે તે નગરનો અપુત્રી રાજા શૂળના યોગે મરણ પામ્યો હતો, તેથી હસ્તી. અશ્વ, કળશ, છત્ર અને ચામર-એ પાંચ દેવાધિષિત વસ્તુઓ નગરમાં ફરતી હતી. રાજ્યને ધારણ કરે તેવા પુરૂષની શોધ કરવા માટે ફરતી તે વસ્તુઓ ગામમાં બધે ફરીને બહાર નીકળી અને અમરસેનકુમાર જ્યાં સુતેલ છે ત્યાં પહોંચી, એટલે તેના પર અકસ્માત કળશ ઢો, હાથી અને અવે ગર્જના કરી, હાથીએ પિતાની સુંઢથી ઉપાડી તેને પિતાના મસ્તક પર બેસાડ્યો. વિસ્તૃત છત્ર સ્વયમેવ ઉઘડી ગયું અને ચામરો વીંજાયા. એટલે દિવ્ય વેષ ધારણ કરી હાથીના સ્કંધ પર બેસી મંત્રી, સામંત અને નગરજનેથી પ્રણામપૂર્વક અભિનંદિત કરાતા અને જયજયારવ સાંભળતા અમરસેને નગરમાં પ્રવેશ કર્યો અને નીતિપૂર્વક રાજ્ય કરવા લાગ્યું. વયરસેન ભજનાદિ લઈને આવ્યો એટલે ભાઈને ન દેખવાથી તેને પત્તો મેળવીને મનમાં ચિંતવવા લાગ્યો કે-“જે જયેષ્ઠ બંધુએ રાજ્ય સ્વીકારવામાં મારી રાહ ન જોઈ, તે હવે મારે તેની પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #320
--------------------------------------------------------------------------
________________ 304. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર શા માટે જવું? કારણકે –વ્યાધ્ર અને ગજેંદ્રથી સેવિત વનમાં રહેવું સારૂં, વૃક્ષનું ઘર કરી પુષ્પ, ફળ અને જળનું ભજન કરી રહેવું સારૂં તથા તૃણની શય્યા અને અત્યંત જીર્ણ વલ્કલનાં વસ્ત્રો ધારણ કરવાં સારાં, પણ બંધુઓમાં ધનહીન કે માનહીન થઈને રહેવું સારું નહિ.” માટે હવે મારે ભાઈની પાસે તે નજ જવું, કદી હું તેની પાસે જાઉં તે ભ્રાતૃત્વથી તે મને પાંચ સાત ગામ આપે પણ તે તો મારે યુગાંતે પણ લેવા નથી. કારણકેદ-પુરૂષાર્થ યુક્ત પુરૂષને પરસેવામાં પ્રેમ કયાંથી હોય? મદન્મત્ત હાથીને ભેદી નાખનાર કેસરી શું તૃણનું ભક્ષણ કદાપિ કરે ? નજ કરે. વળી દીન વચન બોલી નમસ્કાર કરીને ખુશામતવડે જે મેળવવું અને તેના વડે જીવન ચલાવવું, તેવા જીવિતથી શું ? તેવા જીવિત કરતાં તો મરણ સારૂં.” વળી મને પણ દરરોજ પાંચસે સોનામહોર મળતી હોવાથી રાજ્ય જ છે. આ પ્રમાણે ચિંતવી ભજન કરીને તે નગરમાં ગયો અને મગધા નામની વેશ્યાને ઘેર રહીને સ્વેચ્છાથી ધન વાપરતે સત વિલાસ કરવા લાગ્યો. અમરસેન રાજાએ નગરમાં તેની બહુ શોધ કરાવી પણ તેનો પત્તો લાગે નહીં. પછી તે તે રાજ્યચિંતામાં પડ્યો. અહીં વયરસેન દાન અને ભેગમાં પરાયણ થઈ ગીત, ઘત અને ઈષ્ટગેઝી વિગેરેના વિનોદથી દિવસે વ્યતીત કરવા લાગ્યો. કોઈ વખત કાવ્યશાસ્ત્ર અને કથાદિકમાં અને કોઈ વાર નાટક અને સંગીતના સ્વાદમાં તે દિવસે ગાળવા લાગ્યું. કહ્યું છે કે–“બુદ્ધિમંત જન ગીત અને શાસ્ત્રના વિનોદથી વખત ગાળે છે અને મૂર્ખ જને નિદ્રા અને કલહ તથા વ્યસનમાં વખતને બરબાદ કરે છે.” એકદા કુદિનીએ મગધાને કહ્યું કે-“હે વત્સ! તારે પ્રિયતમ મહાદાતા અને મહાભેગી છે કે જેની બરાબર આ વસુધા પર બીજે કઈ જણાતો નથી. તે વ્યવસાય કે રાજસેવાદિક કાંઈ કરતો નથી, છતાં તે બહુ ધન વાપરે છે, તો તે દ્રવ્ય કયાંથી મેળવે છે? તે તું તેને પૂછજે.” મગધા બેલી કે- હે માતા ! આ પ્રશ્ન કરવાનું આપણે શું પ્રયોજન છે? આપણને તે દ્રવ્યનું કામ છે અને તે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #321
--------------------------------------------------------------------------
________________ w શ્રી વયરસેન કથા. 305 એ આપણી મરજી પ્રમાણે આપ્યા કરે છે.” અક્કો બોલી કે તે તે ઠીક છે, તોપણ એગ્ય અવસરે પૂછવાની જરૂર છે. એટલે એકદા રાત્રે મગધાએ વયસેનને પૂછયું કે –“હે સ્વામિન ! રાજ્યસેવા અને વેપાર વિના તમને દ્રવ્યની પ્રાપ્તિ ક્યાંથી થાય છે?” એટલે મુગ્ધપણુથી વયરસેને સહકાર ફળને પ્રભાવ કહી બતાવ્યું. કારણકે– પુરૂષને પ્રાયઃ સરલ સ્વભાવ હોય છે અને સ્ત્રીએ પ્રાયઃ કુટિલતાયુક્ત હોય છે. જેમ જવ વાવતાં તેના શાલિ (ચેખા) થતા નથી, તેમ નીચ જન પોતાના સ્વભાવને મૂકતો નથી.” આ હકીકત પોતાની પુત્રી પાસેથી જાણુને સહકાર ફળનું ભક્ષણ કરવાની ઈચ્છાથી અક્કાએ લાપસીમાં મદનકુળ ખવરાવીને તેને વમન કરાવ્યું અને વમનમાંથી નીકળેલાં તે ફળનાં બીજ લઈને અwાએ ભક્ષણ કર્યું, પરંતુ તેના જઠરમાં જતાં તે બીજ નાશ પામ્યું, એટલે તેને લાભ તે દુષ્ટાને તો મળી શક્યું નહીં. પણ ફળના પ્રભાવથી મળતી મહારના અભાવથી વયરસેન દાન કરતે બંધ થઈ ગયેબંધ થવું પડ્યું, એટલે તે વિચારવા લાગ્યા કે આ દુષ્ટ અકાએ મારી સાથે કપટ કર્યું છે, તેથી તેને બદલે તેને આપજ જોઈએ.” વયરસેન આમ વિચાર કરે છે તેવામાં તો એકદા “આજે અમારે દેવીપૂજા કરવી છે માટે તમારે બહાર જવું.” એમ કહી કપટથી તેને ઘરની બહાર કાઢી મૂક્યુંએટલે પરાભવ પામેલાની જેમ પોતાને અનાદર થયેલો જોઈને તે ત્યાંથી ચાલ્યો ગયે. પછી દૂર જઈ અત્યંત આકુળવ્યાકુળ થઈને તે ચિત્તમાં ચિંતવવા લાગ્યો કેદ્રવ્યથી બધું સમીહિત થાય છે, દ્રવ્ય વિના મારાથી શું થઈ શકે? તેથી મારે કયાં જવું ?" વળી તે પુન: વિચારવા લાગ્યો કે-“જેની પાસે ધન હોય તેજ પુરૂષ કુલીન, તેજ પંડિત, તેજ ભણેલે, તેજ વક્તા અને તેજ દર્શનીય ગણાય છે; બધા ગુણે કાંચન (ધન) ને આશ્રયીનેજ રહેલા છે.” મારે તે હવે દૈવનું જ શરણ લેવું યેગ્ય છે. કેમકે કેટલીક વાર દૈવજ માગ કરી આપે છે. જુઓ, આશાથી હણું૩૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #322
--------------------------------------------------------------------------
________________ 306 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. યેલા, પ્રતિબંધ પામેલા અને સુધાથી ગ્લાનિ પામેલા એવા સપના મુખમાં કંડીયામાં વિવર કરીને એક ઉંદર સ્વયમેવ પડ્યો, તેના માંસથી તૃપ્ત થઈને તે સર્ષ તેજ માગે સત્વર બહાર નીકળી ગયે માટે વૃદ્ધિ કે ક્ષયમાં આકુળ ન થતાં દેવનું જ શરણ લઈને સ્વસ્થ રહેવું.” આ પ્રમાણે વિચારમાં આખો દિવસ ગાળી વિલક્ષ મુખવડે ભમતાં સંધ્યા વખતે શૂન્ય મનથી નગરની બહાર નીકળી ગયે. ત્યાં સ્મશાનમાં એક શૂન્ય ખંડેરમાં રાત રહ્યો, કે જ્યાં ઘૂવડ પિકાર કરતા હતા, શગાલ બરાડા પાડતા હતા, ધાપ છાએ કીડા કરતા હતા અને રાક્ષસે તથા વેતાળો અટ્ટહાસ્ય કરીને રમતા હતા. એવા સ્મશાનમાં તે નિર્ભય થઈને રહ્યો; કેમકે “વા શું ઘણુના ઘાતથી ભેદાય? નજ ભેદાય.” વયરસેન ત્યાં નિદ્રારહિતપણે આખી રાત બેસી જ રહ્યો. કારણકે-“ઉદ્યમ કરતાં દરિદ્રતા જાય છે, જાપ જપતાં પાતક જાય છે, માન રહેવાથી કલહ જાય છે અને જાગરણથી ભય દૂર થાય છે.” મધ્ય રાત્રે ત્યાં ચાર ચોર આવ્યા. તે કઈક વસ્તુ વહેંચવા માટે પરસ્પર વિવાદ કરતા હતા એટલે કુમારે તેમને ચારસંજ્ઞા કરી, તેથી તસ્કરોએ તેને ચેર સમજીને પોતાની પાસે બેલા, એટલે તે પાસે આવીને તેમની સામે બેઠે; અને બોલ્યા કે—હે બાંધવો! તમે શા માટે વિવાદ કરે છે?” ચારે બોલ્યા કે-“હે બાંધવ! વિવાદનું કારણ સાંભળ-પાદુકા, દંડ અને કંથા એ ત્રણ વસ્તુઓ અમે મેળવી છે અને અમે ચાર જણ છીએ. તેથી વેંચવામાં વધે આવે છે, કેમકે તે વસ્તુનો વિભાગ પણ કરી શકાય તેમ નથી.” એટલે કુમાર બે કે-“અસાર વસ્તુને માટે આટલો બધો વાદ શ?” તેઓ બોલ્યા કે–અરે! તું મુગ્ધ છે. તને ખબર નથી. આ ત્રણે તે અમૂલ્ય વસ્તુ છે.” કુમાર બે કે-“શી રીતે અને મૂલ્ય છે તે કહે.” એટલે તેમાંથી એક ચેર બેલ્યો કે- હે બંધ ! સાંભળ–આ સ્મશાનમાં કોઈ સિદ્ધ પુરૂષ મહાવિદ્યા સાધતું હતું, તેને તે વિલા છ મહિને સિદ્ધ થઈ. તે વિદ્યાની અધિષ્ઠાયિકાએ આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #323
--------------------------------------------------------------------------
________________ વયરસેનની કથા. ઉ૭ વસ્તુઓ આપી છે. અમે તે સિદ્ધ પુરૂષને છેતરીને અને મારી નાખીને આ વસ્તુઓ લઈ આ શૂન્ય દેવકુલમાં આવ્યા છીએ. આ કંથા " (ગોદડી) ને ખંખેરતાં પ્રતિદિન તેમાંથી પાંચસે સેનામફેર પડે છે, દંડના પ્રભાવથી સંગ્રામમાં જય થાય છે, અને બંને પાદુકા પર પગ મૂકતાં આકાશમાગે ઉડી ચિંતિત સ્થાને જઈ શકાય છે. તે સાંભળી કુમાર હર્ષિત થઈને બેલ્યો કે “તમારે અધીરાઈ ન કરવી, હું હમણાજ તમારે વિવાદ પતાવી દઉં છું. પ્રથમ તમે ચારે દિશામાં એક ક્ષણભર દૂર જઈને બેસો. જ્યારે વિચાર કરીને હું લાવું ત્યારે તમે મારી પાસે આવજે.” એટલે તે તસ્કરોએ તેમ કર્યું. પછી કુમાર સ્કંધ પર કંથા બાંધી, હાથમાં દંડ લઈ અને પાદુકા પગમાં પહેરીને નગરમાં ચાલ્યા ગયે. થોડા વખત પછી ચેરો ત્યાં આવી તેને ન જેવાથી વિલક્ષ થઈ પિતાપિતાને સ્થાને ચાલ્યા ગયા. “ભાગ્યવંત પુરૂષોને સર્વત્ર સંપત્તિ મળે છે.” હવે વયરસેન એક વિશ્વાસપાત્ર મિત્રને ઘરે વસ્તુઓ ગોપવિીને નગરમાં આનંદથી ફરવા લાગ્યું. પ્રતિદિન કંથા ખંખેરીને પાંચસે સોનામહોરથી દિવ્ય વસ્ત્રાદિકની સામગ્રી મેળવી ધૂતકાર સાથે ક્રીડા અને ગીતગાન તથા દાન કરવા લાગ્યો. પુષ્કળ દ્રવ્ય ખરચી ગંદુક દેવની જેમ તે કર્લોલ કરવા લાગે. એવામાં પોતાની દાસીના મુખથી તે કુમારની તથાવિધ હકીકત સાંભળીને અક્કા પિતાની પુત્રી મગધાને *વેત વેષ પહેરાવી સાથે લઈને કુમારની પાસે આવી કહેવા લાગી કે –“હે વત્સ! તને કામને લીધે બહાર મોકલ્યા, તે પછી આપણા ઘરે પાછ કેમ ન આ ? તું ગમે તે દિવસથી મારી મગધા પુત્રી રોષ લાવી મારી સાથે બોલતી પણ નથી અને તારા વિયોગથી ભેજન તથા સ્નાન વિલેપનાદિક પણ કરતી નથી. માત્ર 49ત વેષથી મહાકટ્ટે અંદગી ગાળે છે અને તું આવી રીતે કર્લોલ કરે છે. હવે વધારે શું કહેવું? તને ઉચિત લાગે તેમ કર.” આ પ્રમાણે તેનું માયાકપટ ભરેલું વચન સાંભળીને રાજકુમાર વિચારવા લાગ્યા કે આ ઈંડા ફરીને મારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #324
--------------------------------------------------------------------------
________________ 308 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર -~- ~ ~~ ~ ~--~સાથે પ્રપંચ રમવા ધારે છે, પરંતુ હવે મારે એને વિશ્વાસ ન કરે.”એમ ચિંતવી તેને નમસ્કાર કરીને તે બોલ્યો કે-“હે માત! તારું કહેવું બધું સત્ય છે. તારી સુતાને એમ કરવું ઉચિત છે. તે કહે, હવે મારે શું કરવું ?" તે બોલી કે-“હવે સત્વર આપણે ઘરે આવવું.” એટલે કુમાર તેની સાથે ગયે, અને પુનઃ પ્રથમની રીતે જ રહ્યો. તેમજ પૂર્વવત્ વિલાસ અને દાન વિગેરેથી લીલામાં વખત ગાળવા લાગ્યો. કેટલાક દિવસ પછી પુન: અક્કાએ ધન આગમનનું કારણ પૂછવાની મગધાને પ્રેરણા કરી; એટલે મગધા બેલી કે-“હે દુટે! તું લુબ્ધ છે, તેથી હું કંઈ ન સમજું, તું જાતે જ પૂછ.” એટલે એકદા વૃદ્ધાએ સ્વયમેવ પૂછયું કે-“હે વત્સ! આટલું બધું ધન તમે ક્યાંથી લાવે છે?” રાજકુમાર બે કે-એ અપ્રકાશ્ય હોવાથી કોઈને કહેવાય તેમ નથી, છતાં તને કહું છું–મારી પાસે વિદ્યાધિષ્ઠિત બે પાદુકા છે, તેના પર આરૂઢ થઈ આકાશમાં ઉડીને હું ઇદ્રના ભંડાર માંથી ઈચ્છા પ્રમાણે ધન લઈ આવું છું.’ આ પ્રમાણે સાંભળીને તે દુષ્ટાએ મનમાં વિચાર કર્યો કે-એ ઉપાય કરું કે જેથી એ બંને પાદુકા મારા હાથમાં આવે.” પછી એકદા માયાથી અક્કા માંદી થઈને એક જીણું માંચા પર સૂતી અને ટી શૂળપીડાથી બબડવા લાગી; એટલે કુમારે તેનું કારણ પૂછયું. તે બેલી કે-“હે વત્સ! તને શું કહું? એ તે આ શરીરથી જ સહન થાય તેમ છે. કહેવાય તેમ નથી. કુમારે પુનઃ આગ્રહથી પૂછ્યું, એટલે તે બોલી કે “હે વત્સ ! તારે આગ્રહ જ છે તો સાંભળ. તું પરદુઃખથી દુઃખિત અને પરોપકારમાં રસિક છે તેથી કહું છું કે જ્યારે તું ઘરમાંથી ચાલ્યા ગયે, ત્યારે મેં સમુદ્રમાં રહેલા કામદેવની પૂજાદિકની માનતા કરી છે, પરંતુ ત્યાં જવાનું ' દુષ્કર હોવાથી તે માનતા મારાથી પૂરી થઈ શકી નથી, તેથી કામદેવ મને પીડે છે.” પછી આ દુષ્ટાને સમુદ્રમાં નાખી દઉં. એમ ચિંતવીને તે કુમાર બેલ્યો કે– મારે તે દુષ્કર નથી, માટે સત્વર ચાલો. તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #325
--------------------------------------------------------------------------
________________ શ્રી વયરસેન કથા. 300 બેલી કે- બહુ સારું.” પછી તેને કંધ પર બેસાડી હર્ષિત થઈને પગમાં પાદુકા પહેરી કુમાર તરત ઉડીને સમુદ્રમાં આવેલા કામદેવના ચૈત્ય આગળ ઉતર્યો. ત્યાં પહોંચ્યા પછી એ બોલી કે હે વત્સ! હું દ્વાર આગળ બેઠી છું, એટલે પ્રથમ અંદર જઈને તમે કામદેવની પૂજા કરે.”એટલે દ્વાર આગળ પાદુકા મૂકીને તે ચૈત્યમાં ગયે. કુમાર અંદર ગયો કે તરત જ પગમાં પાદુકા પહેરીને અક્કા સત્વર પિતાના સ્થાને આવતી રહી. તે હકીકત જાણીને વયરસેન બહુ જ દુઃખિત થઈ ચિત્તમાં ચિંતવવા લાગ્યું કે-અહો! હું ધૂર્ત છતાં છેતરાયો, અહીં હું નિરાધાર થઈ પડ્યો, પરંતુ જે થવાનું હશે તે થશે, ચિંતા કરવાથી શું ફળ છે. વળી જેણે હું ગર્ભમાં હતો ત્યારે મારા ગુજરાનરૂ૫ માતાના સ્તનમાં દૂધ સરયું હતું, તે શું હવે શેષવૃત્તિ સરજવી ભૂલી ગયો હશે? શું તે સૂઈ ગયે હશે કે ગુજરી ગયે હશે?” એમ બને જ નહીં. એક કવિએ કહ્યું છે કે ચંચલ ચિત્ત ન કરસિ ચિંતા, ચિંતનહાર કરે સબ ચિંતા ઉદર થકી જેણે કરી ચિંતા, - સેઈ વિધ્વંભર કરસિ ચિંતા.” એમ ચિંતવત ત્યાં રહીને દુઃખથી તે દિવસે ગુજારવા લાગ્યું. અને વનફળથી પ્રાણવૃત્તિ (ગુજરાન) કરવા લાગ્યા. એવામાં કઈ વિદ્યાધર અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા જતો હતો, તેણે કુમારને ત્યાં ભમતે જોઈને દયા લાવી તેની પાસે આવી પૂછ્યું કે -અરે! તું કોણ છે? અને અહીં શી રીતે આવ્યા છે?” એટલે કુમારે પોતાનો યથાસ્થિત વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી વિદ્યારે તેને ધીરજ આપીને કહ્યું કે-“હે ભદ્ર! સાંભળ-હું તીર્થયાત્રા કરીને પંદર દિવસમાં પાછો આવીશ, ત્યાંસુધી તારે અહીં જ રહેવું. અહીં આવ્યા પછી હું તને ઈષ્ટ સ્થાને પહોંચાડીશ. પણ સાંભળ-અહીં ચારે દિશામાં દેવતાઓએ ક્રીડા કરવા માટે બગીચા કરેલા છે, તેમાંના પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશાના બગીચામાં જઇ તારે ફલાહાર અને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #326
--------------------------------------------------------------------------
________________ 31. ' શ્રી પાશ્વનાથ ચસ્ત્રિભાષાંતર. જળક્રીડાવડે આનંદ કરે; પરંતુ પશ્ચિમ દિશામાં ચૈત્યની પાછળ જે બગીચે છે, ત્યાં તારે સર્વથા નજ જવું.'કુમારે તે વાત કબુલ કરી. એટલે તેને મોદકાદિક શંબલ આપીને વિદ્યાધર આકાશમાગે ચાલે ગયે અને કુમાર પ્રતિદિન કામદેવની પૂજા કરતા સતે ત્યાં રહ્યો. એકદા કૌતુક જેવાને માટે કુમાર પૂર્વ દિશાના ઉદ્યાનમાં ગયે. તે ઉદ્યાનમાં બે ઋતુ હતી. એક બાજુ વસંતઋતુ હેવાથી સહકાર અને ચંપકાદિ વૃક્ષે પુષિત થયા હતા અને કોકિલાઓ કંઠથી નીક- . ળતા પંચમ સ્વરથી બોલતી હતી અને ચંપકકુસુમથી તે વન સુગંધિત થઈ ગયું હતું. બીજી બાજુ ગ્રીષ્મઋતુ જવામાં આવતી હતી. ત્યાં પાડલ અને બકુલ-કુસુમને ગંધ પ્રસરતો હતો. ત્યાં કુમારે વાપિકામાં જળક્રીડા કરીને ફળાહાર કર્યો. પછી ત્યાંથી દક્ષિણ બાજુની વાટિકામાં ગયો. ત્યાં પણ બે ઋતુ હતી-એક બાજુ વર્ષા ઋતુ વિદ્યમાન હતી, એટલે મયૂરના શબ્દ સંભળાતા હતા અને દેડકા ઉચ્ચ સ્વરે બેલતા હતા. કેતકી અને જાઈના પુષ્પને સુગંધ પ્રસરી રહ્યો હતો. બીજી બાજુ સરોવરના જળને સ્વચ્છ કરનાર શરઋતુ શોભતી હતી. ત્યાં કાસકુસુમ અને સપ્તઋદ વૃક્ષ હંસેના નિવાસથી વધારે શોભતા હતા. ત્યાં કીડા કરીને કુમાર ઉત્તર દિશાની વાટિકામાં ગયે. ત્યાં પણ બે ઋતુ હતી. એક બાજુ શિશિર હતુ વિદ્યમાન હતી. તેથી વિકસ્વર શતપત્રિકા પર ભમતાં અને ગુંજારવ કરતા ભ્રમરના નાદમાં લીન થઈ અવલોકન કરીને કુમારે ત્યાંના ફળને આહાર કર્યો. તે વનમાં બીજી બાજુ હેમંત ઋતુ શોભતી હતી. ત્યાં મરૂબક, કુંદ, મુચુકુંદાદિ વૃક્ષે વિકસિત હતાં. એ પ્રમાણે ત્રણે દિશાના બગીચામાં ફરી ફરીને આમેદથી, વાપિકાના જળમાં સ્નાન કરવાથી અને સારાં સારાં ફળોના ભજનથી કુમાર દિવસે ગાળવા લાગ્યું. એકદા કુમારને વિચાર થયો કે- આ વાટિકાઓ તે મનહર છે, પણ પશ્ચિમ ભાગમાં ચૈત્યની પાછળ રહેલી વાટિકામાં શું છે તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #327
--------------------------------------------------------------------------
________________ 31 વયરસેનની કથા. જોઉં” એમ ચિતવીને તે ત્યાં ગયે. વાટિકાનું અવલોકન કરતાં તેણે એક વૃક્ષનું પુષ્પ સુંઠું, તેની સુગંધના પ્રભાવથી તે તરત જ રાસભ (ગધેડ) બની ગયે, અને સર્વત્ર પિકાર કરતે તે ભમવા લાગ્યો. પંદર દિવસ પુરાં થતાં વિદ્યાધર યાત્રા કરીને પાછો આવ્યો. ત્યાં તેને તેવી હાલતમાં જોઈ તેની બહુ નિર્ભના કરી. પછી બીજા વૃક્ષનું પુષ્પ સુંઘાડ્યું, એટલે તે મનુષ્ય રૂપ પામી તે વિદ્યાધરને પગે પડ્યો અને તેને ખમાવ્યો. પછી વિદ્યાધર બે કે –“કહે હવે તને કયા સ્થાનમાં મૂકું?” કુમાર બોલ્યાં કે-“હે સ્વામિન ! મને એ બે પુષ્પ આપીને કાંચનપુરમાં મૂકે.”એટલે વિદ્યાધરે તે રામભકરણ અને મનુષ્યકરણ-અને પુષ્પ આપીને આકાશમાર્ગે થઈ તરતજ તેને કાંચનપુરમાં મૂક્યું. પછી તે ત્યાં પુર્વ પ્રમાણે જ વિલાસ કરવા લાગે. એટલે અક્કો તેને પુન: જેઈને વિસ્મય પામી. પછી તે ચકિત થઈને પિતાના ઢીંચણ કેણી પર પાટા બાંધી હાથમાં લાકડી લઈને ધીમે ધીમે તેની પાસે ગઈ. એટલે કુમાર ગાઢ આમર્ષયુક્ત થઈને બે કે-હે માત ! આ શું થયું?” તે રૂદન કરતી બોલી કે હે વત્સ! તારા નિમિત્તે મને કષ્ટ પ્રાપ્ત થયું, પણ તારા આવવાછી બધું સારું થયું.” કુમાર બલ્ય કે- તે શી રીતે?” અક્કા બોલી કે-શું કહેવું? જ્યારે તું કામદેવના ભવનમાં ગયે, ત્યારે કઈ દુષ્ટ વિદ્યાધર ત્યાં આવી તારી બે પાદુકા લઈને ચાલતો થયો, એટલે હું તેના વચ્ચે વળગી, દેવગે અહીં આવતાં મને ઉલાળીને તેણે નીચે નાખી દીધી. તેથી મારા અંગોપાંગ ભાંગી ગયા છે. એ વાત કોને કહેવી? જે દુખ પડે તે બધું સહન કરવાનું છે, પણ હવે તારા આગમનથી બધું સારું થયું.” એમ કહીને અક્કા તેને પાછી પિતાને ઘરે લઈ ગઈ; એટલે તે પ્રથમ પ્રમાણે વિલાસ કરવા લાગ્યા. એકદા પુન: અક્કાએ તેને પૂછયું કે “હે વત્સ! તું અહીં શી રીતે આવી શકે?, અને આટલું ધન દરરોજ કયાંથી લાવે છે?” કુમાર બેલ્યો કે-“મેં ત્યાં રહીને કામદેવની આરાધના કરી, એટલે તેણે સંતુષ્ટ થઈને મને બહુ ધન આપ્યું અને અહીં મને મૂકે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #328
--------------------------------------------------------------------------
________________ હાર શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. પુનઃ અક્કાએ પૂછયું કે-બીજું કંઈ લાવ્યા છે?” તે બે કેએક દિવ્ય ઔષધી લાવ્યો છું. તેને સુંધવાથી વૃદ્ધને પણ નવ વન પ્રાપ્ત થાય છે. આ વાતથી આશ્ચર્ય પામીને તે બોલી કે“હે વત્સ ! જે એમ હોય, તે મારા શરીરને તરૂણ બનાવ.” એટલે કુમાર બોલ્યો કે-“તમારા માટે જ હું એ મહષધ લાવ્યો છું, માટે ગ્ય અવસરે તેને ઉપયોગ કરીશ.” તે બેલી કે-“અત્યારેજ કર.” એટલે કુમારે તરતજ કંથા અને દંડ લાવી તેના નાક પાસે પેલું પુષ્પ રાખ્યું. તે કુસુમની ગંધથી અક્કે તરતજ રાસલી (ગધેડી) બની ગઈ. પછી કંથાને ખભે નાખી અને દંડને હાથમાં લઈ તેને કુટ કુટતા કુમાર નગરમાં નીકળે. એટલે મગધા પોતાના ઘરમાં બેઠી સતી બોલી કે-આ બહુ સારું કર્યું, એને અતિ લેભનું ફળ દેખાડયું. પછી બીજી ગણિકાઓ પોકાર કરતી રાજસભામાં જઈને કહેવા લાગી કે હે સ્વામિ ! તમે રાજ્યકર્તા હોવા છતાં કોઈક ધૂતે અમારા કુટુંબની એક વૃદ્ધાને ઔષધના પ્રયોગથી ગધેડી બનાવી દીધી છે. તે વાત સાંભળીને રાજ પણ હસ્ય. એટલે વેશ્યાઓએ કહ્યું કે હે નાથ! તમે પણ આ વાત હસી કાઢશેતો પછી અમારી શી ગતિ ?" એટલે રાજાએ તરતજ કોટવાળને મોકલ્યું. તેણે ત્યાં જઈને વયરસેન કુમારને કહ્યું કે-“અરે! અમારા નગરમાં તું આવું અનુચિત કેમ કરે છે? એટલે કુમાર કુપિત થઈને બોલ્યો કે-“અરે! જેના બળથી તું આવ્યું છે, તેને સત્વર જઈને આ ખબર કહે કે એને હુકમ માનતો નથી.” આમ કહેવાથી કેટવાળ કપાયમાન થઈને બાણ વિગેરેથી તેને પ્રહાર કરવા લાગ્યું, પણ દંડના પ્રભાવથી તેને બહાર લાગ્યા નહિ. પછી કુમાર દંડને ઉલાળતો સામે આવ્યે, એટલે કોટવાળ ભાગીને રાજા પાસે ગયે. રાજાએ આયુધસહિત ઘણા સુભટે મેકલ્યા અને બીજા પણ મંત્રી સામંત વગેરે વિનોદને માટે ત્યાં જોવા આવ્યા. અહીં તો કુમારે દંડ ભમાવ્યું, એટલે ચક્રની જેમ ભમતા દંડથી બધા ત્રાસ પામીને ભાગી ગયા. પછી પરિવાર સહિત રાજા ત્યાં આવ્યું એટલે રાજાને જોઈને વયસેન વિશેષે તે ગધેડીને . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #329
--------------------------------------------------------------------------
________________ AAAAA શ્રી વયરસેને કથા. - 363 મારવા લાગ્યું, એટલે તે બરાડા પાડવા લાગી, તે જોઈને લેકે હસવા લાગ્યા કે–અહા ! બંને સૈન્ય બહુ સારાં શેભે છે. રાજા ગજારૂઢ અને ધૂર્ત ખરારૂઢ કે શોભે છે? ”એવામાં ગધેડીને માર મારતો વયરસેન રાજાની આગળ આવે એટલે તેને રાજાએ ઓળખે, તેથી હાથીપરથી તરતજ નીચે ઉતરીને રાજાએ તેને આલિંગન કર્યું અને બોલ્યો કે-“હે વત્સ ! આવું અનુચિત કેમ આરંભ્ય છે?” એટલે વયરસેને બધો વૃત્તાંત જણાવ્યું અને ગધેડીને એક વૃક્ષના થડ સાથે બાંધીને તેણે ગજરૂઢ થઈને રાજાની સાથે નગરમાં પ્રવેશ કર્યો. પછી લેકે તે અને તથાવિધ સ્થિતિમાં જોઈને કહેવા લાગ્યા કે– " अतिलोभो न कर्त्तव्यो, लोभं नैव परित्यजेत् / _ अतिलोभाभिभूतात्मा, कुट्टिनी रासभीकृता" // અતિ લેભ ન કરે, તેમ બિલકુલ લેભ તજી પણ ન દે. પરંતુ જુઓ! અતિભથી આ અક્કા ગધેડી થઈને પરાભવ પામી.” પછી રાજાના બહુ આગ્રહથી વયરસેને અક્કાને બીજું પુષ્પ સુંઘાડીને માનુષી કરી, અને તેની પાસેથી પાદુકા લઈને તેને છેડી મૂકી. રાજાએ વયરસેનને પોતાના યુવરાજપદ પર સ્થાપે, એટલે તે બંને ઇંદ્ર અને ઉપેદ્રની જેવા શોભવા લાગ્યા. પછી તેમણે પોતાના પિતાને ત્યાં બોલાવીને કહ્યું કે –“હે તાત! અહીં સુખે રહે, અને આ રાજ્ય ભોગવો, તથા અમને આજ્ઞા કરે.” પછી તેઓ અપર માતાને પણ પગે પડ્યા અને કહ્યું કે-આ રાજ્ય અમને તમારા પ્રસાદથી જ પ્રાપ્ત થયું છે.” એમ કહીને અપર માતાને પણ સત્કાર કર્યો. અને મનને મેલ દૂર કરાવ્યું. પેલા માતંગને પણ તેની જાતિમાં મુખ્ય અધિકારી (મહેતર) બનાવ્યું. એ પ્રમાણે તે બંને કુમાર પોતાના કુટુંબ સહિત રાજ્યસુખ ભેગવવા લાગ્યા. એકદા તે બંને ગવાક્ષમાં બેસીને નગરની શોભા નેતા હતા, 40 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #330
--------------------------------------------------------------------------
________________ 314 શ્રી પાર્શ્વનાથ ચરિત્રભાષાંતર. એવામાં જુગપયેત દષ્ટિને સ્થાપન કરનાર, અવ્યગ્ર મનવાળા, મહાનુભાવ, મેલથી મલિન ગાત્રવાળા, પવિત્ર ચારિત્રના ભાજન અને શુદ્ધ ભિક્ષા માટે ભ્રમણ કરતા એક મુનિને તેમણે જોયા. તેમને જોઈને તે બંને બંધુઓએ ચિંતવ્યું કે–આવું રૂપ આપણે ક્યાંક જોયું છે.” એમ ચિંતવતાં શુભ ધ્યાનના ગે તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી બહુ આડંબરથી તે બંને મુનિને વંદન કરવા ગયા. ત્યાં મુનિને નમસ્કાર કરી તે બંને તેમની દેશના સાંભળવા બેઠા એટલે મુનીંદ્ર પણ વિશિષ્ટ અવધિજ્ઞાનથી તેમને પૂર્વ ભવ જાણુને બેલ્યા કે-“હે રાજન ! તેં પૂર્વ ભવમાં સાધુને પ્રતિભાભીને દાનરૂપ કલ્પવૃક્ષ રાખ્યું હતું, તેનું રાજ્યપ્રાપ્તિરૂપ આ કુસુમ મળ્યું છે અને મોક્ષગમનરૂપ ફળ હવે પછી પ્રાપ્ત થવાનું છે. વયરસેને પાંચ કેડીના પુષ્પ લઈને જિનપૂજા કરી હતી, તે પુણ્યના પ્રભાવથી તે દિવ્ય અને વિપુલ ભેગ પામે છે. એ પણ તેના પુણ્યવૃક્ષનું પુષ્પ સમજવું, તેનું ફળ તે અનંત સુખરૂપ સિદ્ધિ પ્રાપ્ત થશે તે સમજવું.” આ પ્રમાણે સાંભળીને પ્રપુલ્લિત વદનથી તે બંનેએ મુનિને પૂછ્યું કે“હે વિ! અમને સિદ્ધિ ક્યારે પ્રાપ્ત થશે?” મુનિ બેલ્યા કે–“દેવપણામાં અને મનુષ્યપણામાં અનુક્રમે પાંચ ભવ કરી, સુખ ભેગવી છઠ્ઠા ભવમાં પૂર્વ વિદેહમાં ઉત્પન્ન થઈ ત્યાં પ્રાજ્ય સામ્રાજ્ય સુખ ભોગવી ચારિત્ર લઈ નિર્મળ તપ કરીને પ્રાંતે તમે બંને સિદ્ધિપદને પામશે.” આ પ્રમાણેના મુનિના વચનથી બહુ જીવો પ્રતિબોધ પામ્યા. બંને કુમારેએ પુનઃ સમકિત મૂળ બાર વ્રતરૂપ શ્રાવકધર્મને સ્વીકાર કર્યો. પછી મુનીશ્વરને નમી ઘરે જઈને તે બંને જૈનધર્મપરાયણ થયા. અને આખી વસુધાને ભવ્ય જિનપ્રાસાદ અને જિનપ્રતિમાથી મંડિત કરી, નવનવી અદ્ધિથી રથયાત્રાદિ મહોત્સવ કર્યા અને ભક્તિયુક્ત ચિત્તે અનેક સાધર્મિકવાત્સલ્ય કર્યા. પ્રાંતે દીક્ષા લઈ આયુ પૂર્ણ કરી 1 યુગધેસરૂં. તત્રમાણ એટલે ચાર હાથ પ્રમાણ આગળનો ભાગ દષ્ટિવડે જોઇને ચાલતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #331
--------------------------------------------------------------------------
________________ શુકરીજ કથા. 315 પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવ થયા. અનુક્રમે તે બંને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. ઇતિ અમરસેન વયરસેન કથા. હવે અક્ષતપૂજા પર શકરાજનનું દષ્ટાંત કહે છે– શુકરાજની કથા. આ ભરતક્ષેત્રમાં વિવિધ આરામથી મનહર એવું શ્રીપુર નામે એક રમણીય નગર છે. ત્યાં બાહ્ય ઉદ્યાનમાં સ્વર્ગના પ્રાસાદ સદશ શ્રી આદિનાથનું ચૈત્ય હતું. તે શિખર પરની ચંચળ છેવાના મિષથી લોકોને બોલાવતું હતું અને શિખર પર રહેલ કળશ લોકેને આ પ્રમાણે સૂચના કરતા હતા કે –“તેજે કરીને દેદિપ્યમાન એવા આ એકજ સ્વામી સંસારતારક અને સર્વજ્ઞ છે, માટે હે ભવ્ય જન! એને ભજે, એ પ્રભુ ભવસાગરમાં નાવ સમાન છે, માટે એની સેવા કરે.” તે ચૈત્યમાં ઘણા લોકે પ્રભુને નમસ્કાર કરવા આવતા હતા. તે પ્રાસાદની પાસે એક મેટું આમ્રવૃક્ષ હતું. તે વૃક્ષ પર એક સ્નેહવાળું શુકયુગલ રહેતું હતું. એકદા શકીએ શુકને કહ્યું કે-“હે પ્રાણનાથ ! મને દેહદ ઉત્પન્ન થયે છે, માટે તમે શાળિક્ષેત્રમાંથી એક શાળિશિર્ષક (શાળની સીંગ) લાવી આપે.” શુક બોલ્યો કે“હે કાંતે! એ ક્ષેત્ર શ્રીકાંત રાજાનું છે. એ ક્ષેત્રમાંથી એક કણસલું પણ જે લેય તેનું શિષ રહે તેમ નથી.” એટલે શુકી બલી કે-“હે કાંત ! તમારા જેવો બીજે કઈ કાયર નહિ હોય કે જે પોતાની પ્રિયા દેહદ ન પૂરાવાથી મરણ પામતી હોય છતાં પોતાના પ્રાણુના લેભથી તેની ઉપેક્ષા કરે. આ પ્રમાણે સાંભળી લજિજત થઈને પિતાના જીવનની દરકાર ન કરતાં તે શાળિક્ષેત્રમાં જઈને કણસલું લઈ આવ્યો. અને પિતાની પ્રિયાને દેહદ પૂર્ણ કર્યો. પછી તે રાજપુરૂ રખવાળા છતાં પ્રિયાના આદેશે તે શુક પ્રતિદિન શાળના કણસલાં લઈ આવતું હતું અને તે અને તેનું ભક્ષણ કરતા હતા. એકદા શ્રીકાંત રાજા શાળિક્ષેત્ર જેવાને આવ્યું, ત્યાં સર્વત્ર .PP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #332
--------------------------------------------------------------------------
________________ 316 શ્રી પાર્શ્વનાથ ચરિત્રમ્ભાષાંતર. અવલોકન કરતાં એક ભાગમાં પક્ષીઓએ તેને વિસ્ત કરેલ જોઈને તેણે રખેવાળોને પૂછ્યું કે–આ શાળિક્ષેત્રને આ બાજુ પક્ષીઓએ કેમ વિસ્ત કર્યું અને તમે તેની રક્ષા કેમ ન કરી?” એટલે તે બોલ્યા કે-“હે સ્વામિન ! અમે રક્ષક છતાં એક શુક દરજ ચેરની જેમ આવી તેના કણસલાં લઈને ભાગી જાય છે.” રાજાએ કહ્યું કે–“તમે તેને પાશમાં પકડીને સત્વરે મારી પાસે લાવજો, એટલે હું ચોરની જેમ તેને શિક્ષા કરીશ.” આ પ્રમાણે કહીને રાજ ચાલે ગયે. બીજે દિવસે શુકને પાશમાં પકડીને શાળિરક્ષકે તેને રાજા આગળ લઈ ગયા. એટલે તેની પાછળ શુકી આંસુ પાડતી દોડી અને પોતાના કાંતની સાથે તે પણ દુઃખિત થઈને રાજમંદિરે આવી. શાળિરક્ષકાએ સભામાં બેઠેલા રાજાને વિજ્ઞપ્તિ કરી કે હે સ્વામિના શાળિને ચેરનાર આ શુકને અમે લઈ આવ્યા છીએ.” એટલે તેને જોઈને કુપિત થઈ રાજા જેટલામાં પોતાની તરવારથી તેને મારવા - જાય છે, તેટલામાં શુકી તરતજ વચ્ચે પડીને બેલી કે-“હે રાજન ! મને મારે, અને મને જીવિત આપનાર આ મારા પતિને મૂકી દે કેમકે તેણે પોતાના જીવિતને તૃણ સમાન ગણું શાળિનાં કણસલાં લાવીને મારે દેહલે પૂરો કર્યો છે. એટલે રાજા શુક સામું જોઈ હસીને બોલ્યો કે-“હે શુક! લેકપ્રસિદ્ધ એવું તારું પાંડિત્ય ક્યાં ગયું કે જેથી પ્રિયાને માટે તે પોતાના જીવિતના સંશયમાં આવી પડ્યો? તેનો જવાબ આપતાં થકી બોલી કે-“હે રાજન!પિતા, માતા અને ધનાદિકને તજે તેમાં તે શું, પણ પુરૂષ પિતાની કાંતાના અનુરાગથી પ્રાણની પણ દરકાર કરતો નથી. વળી હે રાજેંદ્ર! શ્રીદેવી રાણુંને માટે તમે કેમ જીવિતનો ત્યાગ કર્યો હતો? તો પછી આ શુકનો શો દોષ?” તે સાંભળીને વિસ્મય પામી રાજા ચિંતવવા લાગ્યું કે-“આ થકી મારે વૃત્તાંત શી રીતે જાણે?” એમ વિચારી રાજાએ શુકીને પૂછયું કે–“હે ભદ્રે ! તું તે વાત શી રીતે જાણે છે? મને કૌતુક છે, તે તે બધું મને કહી સંભળાવ.” શુકી બેલી કેહે રાજન ! સાંભળે– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #333
--------------------------------------------------------------------------
________________ કરછ શકરાજ ક્ષા. તમારા રાજયમાં પૂર્વે એક પરિત્રાજિકા (ગણ) રહેતી હતી. તે મહા કપટી, શુદ્ધ, ક્ષુદ્ર પ્રયોગમાં નિપુણ અને મૂળ, મંત્ર, તંત્રમાં બહુ ચાલાક હતી. એકદા તમારી શ્રીદેવી રાણીએ તેને બેલાવીને કહ્યું કે–“હે માતા ! હું રાજાની રાણું છું, રાજાને બીજી ઘણી રાણુઓ છે, પણ કર્મવશાત્ હું દુર્ભગા છું, રાજા મારે ઘેર આવતા નથી. માટે હે ભગવતી ! મારા પર પ્રસન્ન થઈને એવું કરો કે જેથી હું પતિને વલ્લભા થાઉં. તે સાથે મારા જીવતાં પતિ જીવે અને હું મરણ પામતાં પતિ મરણ પામે તેવું કરે.” પરિવાજિકા બોલી કે-“અહો ! રાજાની સ્ત્રીઓના જન્મને ધિક્કાર છે કે સેંકડે સપત્નીએમાં રહેવું, પુત્રના પણ દર્શન ન થઈ શકે (પુત્પત્તિ ન થાય.). અને ઘરમાં પણ સ્વેચ્છાપૂર્વક ગમનાગમન કરી ન શકે. કુભાવથી આપેલા દાનથી રાજપનીને અવતાર મળે છે. હે વત્સ! તું આ ઔષધિ લે, તે તારા ભર્તારને ખાનપાનમાં ખવરાવજે; એટલે તારે સ્વામી તારે વશ થશે.” રાણી બેલી કે-“એ વાત ખરી પણ મારે ઘરેજ આવતા નથી, તે તેના દર્શન કયાંથી? અને તેને ઔષધિ ખવરાવવી શી રીતે ?" જેગણુ બેલી કે-“ભદ્ર! જે એમ હોય તે મારી પાસેથી એક બીજો મંત્ર લઈને એકમનથી તે સાધ, એટલે તને સૌભાગ્ય પ્રાપ્તિ થવા સાથે પતિ વશ થશે.” રાણીએ તે વાત કબુલ કરી એટલે શુભ મુહુર્ત પરિવ્રાજકોએ તેને એક મંત્ર આપે. રાણીએ પણ પૂજા કરીને તે મંત્ર વિધિપૂર્વક ગ્રહણ કર્યો. પછી તે રાણી પરમ આદરથી મંત્ર જપવા લાગી. એટલે ત્રણ દિવસ પછી રાજાએ પ્રતિહારી મેકલી. તેણે આવીને રાણીને કહ્યું કે-“હે ભદ્દે! રાજા તમને રાજમહેલમાં બોલાવે છે, માટે અવશ્ય આવજો.” પછી સ્નાન, વિલેપન કરી, શણગાર સજી સાથે રાજપુરૂષ લઈ હાથ પર બેસીને રાજી રાજમહેલમાં આવી. એટલે રાજાએ સન્માન આપીને તેને પટરાણી કરી, તેથી તે મહારાણી થઈ. તેથી રાજ્યમાં ઈચ્છા પ્રમાણે સુખ ભોગવતાં કેઈના પર સંતુષ્ટ થતી તે તેને અભીષ્ટ ફળ આપતી અને કેાઈના પર રૂષ્ટ થતી તે તેનું મૂળ કહાડી , નાખતી હતી. એમ કરતાં બહુ દિવસે વ્યતિત થયા. રાણ પ્રતિકાર માં ગાય સાથે રાધા રાજ્યમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #334
--------------------------------------------------------------------------
________________ 318 - શ્રી પાશ્વનાથ ચઢિ ભાષાંતર. એકદા પેલી ગણુ રાણુને ઘરે આવી, અને તેણે રાણીને કહ્યું કે- હે વત્સ! તારા મનોરથ સિદ્ધ થયા?” તે બેલી કે-હે માત ! તમારા પ્રસાદથી બધું સારું થયું છે, તથાપિ મારું મન હજી દેળાયમાન રહે છે, તેથી જે હું જીવતાં રાજા આવે અને મરતાં તે મારે એવું થાય તે હું ગાઢ સ્નેહ સમજુ. " જોગણ બેલી કે હે વર્લ્સ! જે હજી તારૂં મન સ્થિર ન હોય અને એવી પરીક્ષા કરવી હેય તે તારી નાસિકાવડે આ મૂલિકાને નિસ્સો લેજે, એટલે તુ જીવતી છતાં મૃત જેવી લાગીશ, પછી જે બને તે જેજે. પછી અવસરે બીજી મૂલિકાથી હું તને નિરસ આપી સજીવન કરીશ.” રાણી બેલી કે-“હે માત ! એ પ્રમાણે કરીશ.” પછી જેગણ એક મૂલિકા આપીને સ્વસ્થાને ચાલી ગઈ. એટલે રાણું તે મૂલિકાથી નાકમાં નિસે લેતાંજ મૃતવત થઈને અકસ્માત બેભાન થઈ નીચે પડી. રાજાએ તેને બેભાન સ્થિતિમાં જોઈ એટલે તે શેકા થયા. રાજ. લોકમાં પણ સર્વત્ર આકંદન અને હાહાકાર ઉછળી રહો. પછી રાજાના આદેશથી ઘણું વૈદ્યો અને માંત્રિકે ત્યાં ભેગા થયા, પણ તેઓ તેને મૃતવત્ જાણુને ચાલ્યા ગયા, અને “એને અગ્નિસંસ્કાર કર ઉચિત છે.” એમ કહી ગયા એટલે રાજાએ કહ્યું કે–એની સાથે મારે પણ અગ્નિસંસ્કાર કરે, એના વિના હું જીવી શકું તેમ નથી.” એટલે મંત્રી, સામંત અને લોકકાકુળ થઈને કહેવા લાગ્યા કે-“હે રાજન ! વિશ્વાધાર એવા તમને આમ કરવું ઉચિત નથી.” એટલે રાજાએ અત્યંત દુઃખિત થઈને કહ્યું કે–શું નેહીની બીજી ગતિ હેાય? નજ હોય. માટે હવે વિલંબ ન કરે, મારે એક ક્ષણ પણ વરસ સમાન જાય છે, તેથી તાકીદે ચંદનકાષ્ઠની ચિતા રચાવો.” એમ કહીને રાજા રાણની સાથે પોતાના મહેલમાંથી બહાર નીકળે અને વાજીત્રાના મોટા અવાજ પૂર્વક સ્ત્રી અને પુરૂષો સાથે રૂદન કરતો રાજા સ્મશાનભૂમિમાં આવ્યું. ત્યાં પુષ્કળ દાન આપી રાણ સહિત જેટલામાં ચિતામાં પ્રવેશ કરે છે, તેટલામાં પેલી પરિત્રાજિકા દૂરથી ત્યાં આવી અને બોલી કે “હે રાજન ! સાહસ ન કરે.” રાજા P.P. Ac. Gunratnasuri M.S. Jun-Gun Aaradhak Trust
Page #335
--------------------------------------------------------------------------
________________ શકરાજ કથા. . 369 બે કે-“હે પૂજો ! એની સાથે જ મારૂં જીવિત છે.” તે બોલી કે–જે એમ હોય તે ક્ષણવાર વિલંબ કરે, હું તમારી પ્રિયાને લેક સમક્ષ સજીવન કરું છું. તે સાંભળી રાજા હર્ષ પામીને બોલ્યો કેહે ભગવતી ! પ્રસન્ન થાઓ, તમારું કથન સત્ય થાઓ, આ દયિતાને જીવિતદાન આપતાં તમે મને પણ જીવાડ્યો એમ જાણજે.” આ પ્રમાણે રાજાએ કહ્યું, એટલે જેમણે બીજી (સંજીવની) એષ ધિનો નિસ્તે રાષ્ટ્રને નાસિકામાં સુંઘાડ્યો, એટલે તેના પ્રભાવથી રાણ તુરતજ સાવધાન થઈ. તે જોઈ રાજા વિગેરે બધા લોકે હર્ષ પામ્યા. ત્યાં જ્યાર થઈ રહ્યું. અને વાજીત્રાને નાદ, ગીત ગાન અને નાટક શરૂ થયા. પછી સવગે આભૂષણ પહેરી રાજા તે જોગણના પગ (ચરણ) પૂજીને બે કે-હે પૂ! હે આર્યો! જે તમને રૂચે તે માગે.” તે બોલી કે-“હે રાજન ! મારે કંઇ જરૂર નથી; તારા નગરમાં ભિક્ષા લેવાથી જ મને સંતોષ છે. કારણ કે - “જેમ પવનનું ભક્ષણ કરતાં છતાં સાઁ દુર્બળ થતા નથી અને શુષ્ક તૃણ ખાતાં છતાં વનરાજે બળવંત રહે છે, તેમ મુનિ વરો પણ ભિક્ષાજનથી જ પિતાને કાળ નિર્ગમન કરે છે. સંતોષ એજ પુરૂષને પરમ નિધાન છે. " પછી રાજા રાણુ સાથે હાથીના સ્કંધ પર આરૂઢ થઈને સ્વસ્થાને ગયે. ત્યાં તે જેગણને માટે રાજાએ એક મનહર મઢી કરાવી આપી, એટલે તે આર્યા સુખપૂર્વક ત્યાં રહીને કાળ નિર્ગમન કરતી આયુક્ષયે મરણ પામીને આર્તધ્યાનના ગે શુકી થઈ તે હું તારી પાસે ઉભી છું. તારી રાણીને જેવાથી અત્યારે મને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. તેથી મેં આ ચરિત્ર તારી આગળ કહી બતાવ્યું છે.' ' આ પ્રમાણે તે શુકીનાં વચન સાંભળીને રૂદન કરતી રાણી બોલી કે-“હે પૂજ્ય ! તું પક્ષિણી કેમ થઈ?” તે બોલી કે હે ભદ્ર! ખેદ ન કર, સ્વકર્મના વશથી પ્રાણીને સુખ અને દુઃખ થયાજ કરે છે.” પછી રાજાને કહ્યું કે હે રાજન ! વિષયવશ પુરૂષ સ્ત્રીના દાસ થઈને રહે છે. તે સાંભળી રાજા સંતુષ્ટ થઈને બોલ્યો કે-“હે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #336
--------------------------------------------------------------------------
________________ 327 શ્રી પાર્શ્વનાથ ચરિત્રભાષાંતર. ભદ્રા તે બધું સત્ય કહ્યું છે, તે સાંભળીને હું બહુ સંતુષ્ટ થયે છું, તેથી તું જે માગે તે આપવા તૈયાર છું.” એટલે શુકી બેલી કે હે નરેંદ્ર ! મને મારે પ્રિયજ અભીષ્ટ છે, માટે એને જીવિતદાન આપે, બીજા કેઈનું મારે પ્રયજન નથી.”એટલે રાણું બોલી કે હે પ્રાણનાથ ! હે સ્વામિન્ ! એને ભર્તાર અને ભેજન–બે વાનાં આપે.” રાજાએ કહ્યું કે-“હે શુકી ! ઈષ્ટ સ્થાને જા, આ તારા પતિને મેં મુક્ત કર્યો છે.” પછી રાજાએ શાગિરક્ષકને આજ્ઞા કરી કે-“તમારે એમને હમેશાં શાળિ ભેગાં કરીને દેવાં.” પછી “મહાપ્રસાદ” એમ બેલતાં ઉડીને તે બંને સ્વસ્થાને ગયા. કેટલાક કાળ પછી જેનો દેહદ સંપૂર્ણ થયે છે એવી શકીએ પિતાના માળામાં બે ઇંડાં પ્રસવ્યાં. તે વખતે તેની એક સપત્ની શકીએ તેજ વૃક્ષમાં બીજી શાખા પર અન્ય માળામાં એક ઇંડું પ્રસગ્યું. એકદા ચણ માટે સપત્ની શુકી બહાર ગઈ હતી તે વખતે પ્રથમ શુકએ મત્સરથી તેનું ઈંડું બીજે કયાંક મૂકી દીધું. તે શુકી પાછી આવી અને ત્યાં પોતાનું ઈંડું જોવામાં ન આવવાથી તે દુઃખથી તમ થઈને ભૂમિ ઉપર આળોટવા લાગી. એટલે તેને વિલાપ કરતી જઈ પ્રથમ શુકીએ પશ્ચાતાપ કરી તેનું ઈંડું પુન: ત્યાં મૂકી દીધું. પછી તે સુકી જમીન પર આળોટીને પાછી વૃક્ષ પર આવી, ત્યાં પિતાનું ઇડું જોવામાં આવવાથી જાણે અમૃતથી સિક્ત થઈ હોય તેમ પ્રમોદ પામી. આમ કરવાથી પ્રથમ મુકીએ તે નિમિત્તે દારૂણ કર્મ બાંધ્યું. પશ્ચાત્તાપ કરવાથી તેમાંના બહુ કર્મ તે ક્ષય થઈ ગયાં, તથાપિ એક ભવમાં ભેગવવા જેટલું કર્મ બાકી રહી ગયું. હવે તે બે ઇંડાંમાંથી શુક અને શુકી ઉત્પન્ન થયા. તે બંને વનમાં કીડા કરવા લાગ્યા. શાળિક્ષેત્રમાંથી હમેશાં ચંચુવતી તંદુલ લાવીને તે શકયુગલ પોતાનાં બચ્ચાંઓને ખવરાવવા લાગ્યા. એકદા જ્ઞાની ચારણશ્રમણમુનિ આદિનાથના પ્રાસાદમાં આવી પ્રભુને નમસ્કાર કરીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા–“હે ત્રણ ભુવનના અધીશ ! અને તે સંસારપારગ ! તમે જયવંત વ, હે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #337
--------------------------------------------------------------------------
________________ શુ-શુકી કથા. ૩ર. અનંતસુખના નિધાન ! હે જ્ઞાનના મહાસાગર! તમે જયવંત વત્તે.” આ પ્રમાણે ઉદાર સ્તુતિ અને વંદના કરી તે મુનિ શુદ્ધ ભૂમિપર પ્રમાર્જન કરીને બેઠા. તે વખતે રાજા પણ શુદ્ધ ભાવથી જિનેશ્વરને પૂજી અને મુનિને વંદના કરી તેમની પાસે બેસીને પૂછવા લાગ્યા કે-“હે ભગવદ્ ! પૂજાનું ફળ પ્રકાશ,” એટલે મુનિ બોલ્યા કે હે રાજન્ ! જિનેશ્વરની આગળ અખંડ અક્ષતના ત્રણ પુંજ કરતાં અક્ષત સુખ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેનું મુનિનું વચન સાંભળીને અનેક મનુષ્ય અક્ષતપૂજામાં તત્પર થયા. તે અક્ષતપૂજાનું ફળ સાંભળીને શુકી શુકને કહેવા લાગી કે - આપણે પણ અક્ષતના ત્રણ પુંજથી જિનેશ્વરની હમેશા પૂજા કરીએ, કે જેથી આ૫ કાળમાં સિદ્ધિસુખને પામીએ.” શુકે તે વાત સ્વીકારી, એટલે તે બંને જિનેશ્વરની આગળ અક્ષતના ત્રણ પુંજ દરરોજ કરવા લાગ્યા અને તે પ્રમાણે તેમણે પોતાના અપત્ય–યુગલને પણ શીખવ્યું. એટલે તે ચારે પક્ષીઓ પ્રતિદિન જિનેશ્વર આગળ શુદ્ધ ભાવથી અક્ષતપૂજા કરવા લાગ્યા. અનુક્રમે આયુ પૂર્ણ કરીને તે ચારે જીવો દેવલોકમાં ગયા. - દેવલોકમાં સ્વર્ગસુખ ભોગવી શુકને જીવ ત્યાંથી અવીને હેમપુર નગરમાં હેમપ્રભ નામે રાજા થયો; અને શુકીને જીવ તેજ રાજાની જયસુંદરી નામે ભાર્યા થઈ. બીજી શુકી પણ સંસારમાં ભમીને તેજ હેમપ્રભ રાજાની રતિસુંદરી નામે રાણુ થઈ. તે રાજાને બીજી પણ પાંચસે રાણીઓ હતી, પણ પૂર્વ સંસ્કારને લીધે તે બે રાણીઓ સાથે બહુજ સ્નેહ રાખતો હતો. - એકદા તે રાજાને મહા દાહવર થયે. ચંદનને લેપ કરતાં છતાં પણ તે વ્યાકુળ થઈ જમીનપર આળોટવા લાગ્યો. અનુક્રમે તેને સાત મહા રેગ લાગુ પડ્યા. અંગભંગ, ભ્રમ, ઑટક (ફેડલા), સેફ (શરીર સુજી જાય તે), શિરોવ્યથા, દાહ અને વર– એ સાત રોગ પ્રચંડ કહેવાય છે તે સાતે ઉદ્ભવ્યા, તેના ઉપચાર 41 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #338
--------------------------------------------------------------------------
________________ 322 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર માટે આયુર્વેદવિશારદ ઘણું વૈો આવ્યા, અને વિવિધ શાસ્ત્રો તપાસી રાજાની શરીરચેષ્ટાનું નિરીક્ષણ કર્યું, અને નાડી જોઈ મૂત્રપરીક્ષા પણ કરી. પછી તેમણે વિવિધ ઉપાય કર્યો. પછી મંત્રવાદીઓને બોલાવી મંત્રતંત્રાદિ કર્યા, પણ તે બધા નિષ્ફળ ગયા. વિવિધ ગ્રહપૂજા કરી અને તગ્નિમિત્તે દાન દીધાં, પણ કઈ રીતે રાજાને સમાધિ ન થઈ, એટલે વૈદ્ય વિગેરે બધા સ્વસ્થાને ચાલ્યા ગયા. પછી સ્થાને સ્થાને દેવપૂજા અને યક્ષ, રાક્ષસે વિગેરેની માનતા કરવામાં આવી. એકદા રાત્રે કેઈ રાક્ષસ પ્રગટ થઈને રાજાને કહેવા લાગ્યું કે– હે રાજન ! જે તારી કોઈ સ્ત્રી પોતાના દેહનું તારાપર અવતારણ કરીને અગ્નિમાં પડે, તે તારૂં જીવિત કાયમ રહે-અન્યથા નહિ રહે.” એમ કહીને રાક્ષસ ચાલે ગયે. એટલે રાજા વિસ્મય પામીને મનમાં ચિંતવવા લાગ્યો કે–“આ ઇંદ્રજાળ છે કે સત્ય છે?” એમ વિક૫ કરતાં તેણે આખી રાત ગાળી. પ્રભાતે ઉદયાચલના શિખર પર દિવાકર આવ્યું અને ઉધોત થયે, એટલે રાજાએ રાત્રિને વૃત્તાંત પ્રધાનને કહી સંભળાવ્યું. તે સાંભળી પ્રધાને કહ્યું કે –“હે સ્વામિનજીવિતને માટે એમ પણ કરી શકાય.” રાજા બે કે–‘ઉત્તમ જને પરપ્રાણથી પિતાના પ્રાણની રક્ષા કરતા નથી, માટે જે થવાનું હોય તે થાઓ, હું તેમ કરવા ઈ છતો નથી.” તે પણ અમાત્યે રાજાની મરજી નહીં છતાં સમસ્ત રાણુઓને એકત્ર કરી રાત્રે રાક્ષસે કહેલો વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળી પિતાના જીવિતના લાભથી બધી રાણીઓ નીચું મુખ કરી બેસી રહી, કઈ કાંઈ ઉત્તર આપી શકી નહિ. એ વખતે વદનને વિકસિત અને મનને હર્ષથી પ્રપુલ્લિત કરી રતિસુંદરી ઉભી થઈને બોલી કે–“જે મારા જીવિતથી રાજાજી જીવતા હોય, તો બહુ શ્રેષ્ઠ વાત છે, હું એ કાર્ય કરવા તૈયાર છું.” એમ સાંભળી પ્રધાને મહેલના ગવાક્ષ નીચે એક મોટે કુંડ કરાવી તેમાં ચંદનાગરૂના કાઠે પૂરાવ્યાં. પછી તે રાણું નાન વિલેપન કરી પવિત્ર વસ્ત્ર પહેરી પિતાના ભત્તરને નમસ્કાર કરીને કહેવા લાગી કે –“હે નાથ ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #339
--------------------------------------------------------------------------
________________ શુક-શુકી કથા. 323 મારા જીવિતવ્યના બદલામાં તમે ચિરંજી. હું અગ્નિકુંડમાં પ્રવેશ કરું છું. એટલે રાજા ખેદ લાવીને બોલ્યો કે–“હે કાંતે! મારે માટે તું જીવિતને ત્યાગ ન કર, પૂર્વકૃત કર્મ મારેજ ગવવા ચેાગ્ય છે.” એટલે તે રાણી રાજને પગે પડીને બોલી કે –“હે સ્વામિન ! એમ ન બેલે, તમારા નિમિત્તે જે મારા પ્રાણ જતા હોય, તે મારૂં જીવિત સફળ છે.” એમ કહી બળાત્કારે રાણી રાજા ઉપરથી પોતાનું ઉત્તારણ કરી ગવાક્ષ આગળ જઈને જાજવલ્યમાન એવા અગ્નિકુંડમાં કૂદી પડી. એ વખતે રાક્ષસ સંતુષ્ટ થઈને બે કે-હે વત્સ ! તારા સત્વથી અત્યારે હું સંતુષ્ટ થયે છું, માટે તું ઈચ્છિત વરદાન માગી લે, તે આપવા હું તૈયાર છું.”તે બેલી કે-જે આપ પ્રસન્ન થયા હો તે આપના પ્રસાદથી મારા સ્વામી ચિરકાળથી ઉત્પન્ન થયેલા રંગની પીડાથી મુક્ત થાઓ.” રાણીની આવી માગણીથી “એમજ થાઓ” એ પ્રમાણે કહી રાણુને સુવર્ણ સિંહાસન પર બેસારી અને રાજાને અમૃતથી અભિષેક કરીને રાક્ષસ પિતાને સ્થાને ગયા. રાજાને જીવિતદાન આપવાથી સમસ્ત રાજલક રતિસુંદરી રાણીની જ્યજ્યારથી સ્તુતિ કરવા લાગ્યા. તે રાણીએ રાજા પાસે આવીને પુષ્પ અને અક્ષતથી તેમને વધાવ્યા, એટલે રાજા બેલ્યો કે–“હે પ્રિયે ! તારા સત્વથી હું સંતુષ્ટ થયો છું, માટે અભીષ્ટ વર માગ.” તે બોલી કે-“હે સ્વામિન્ ! તમે જ મારા અભિષ્ટ વર છે.” રાજા બોલ્યો કે -ભદ્રે ! તે જીવિતવ્યના અર્પણથી મને વશ કર્યો છે, તેથી કંઈક માગી લે.” એટલે તે હસીને બેલી કે-જે એમ હાય તે હાલ તે વર અનામત રાખો, અવસરે હું માગીશ.” આમ કહેવાથી રાજાના મનનું સમાધાન થયું, તે રાજી થયે. એકદા રતિસુંદરીરાણીએ કુળદેવતા પાસે પુત્રની પ્રાર્થના એવી રીતે કરી કે:-“હે માતા ! તું મને પુત્ર આપીશ તો જયસુંદરીના પુત્રનું હું તને બલિદાન આપીશ.’ આ પ્રમાણે તેણે માનતા કરી. ભાગ્યયોગે બંને રાણુઓને સંપૂર્ણ લક્ષણવાળા બે પુત્રો થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #340
--------------------------------------------------------------------------
________________ 34 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. . એટલે રતિસુંદરી સંતુષ્ટ થઈને ચિંતવવા લાગી કે-“મને દેવીએ પુત્ર આપે છે તે હવે જયસુંદરીના પુત્રનું બલિદાન આપવું જોઈએ, તેનું શીરીતે કરવું ?" એમ ચિંતવતાં તેને એક ઉપાય સૂજે કે રાજાની પાસે અનામત રાખેલ વર માગું, અને તે વરવડે રાજા પાસેથી રાજ્ય મારા સ્વાધીનમાં લઈને પછી મારૂં સમી. હિત કરૂં.” આ નિશ્ચય કરીને તે રાજા પાસે આવી બેલી કે– “હે નાથ ! પૂર્વે કબુલ કરેલ વરદાન હવે મને આપો.” એટલે રાજાએ કહ્યું કે–“હે દેવી! જે તને અભીષ્ટ હોય તે માગી લે.” રાણું બોલી– એમ હોય તો પાંચ દિવસ અને રાજ્ય આપ.” રાજા બોલ્યા કે—બહુ સારૂં, મેં તને પાંચ દિવસ રાજ્ય આપ્યું.” પછી મહાપ્રસાદ” એમ બોલીને તેણે રાજ્ય સ્વાધીનમાં લઈ તેને મહોત્સવ કર્યો. પછી શુભ અવસરે પ્રભાતે રૂદન કરતી જ્યસુંદરીની પાસેથી તેના પુત્રને જબરજસ્તીથી મંગાવ્યું, અને તેને સ્નાન અર્ચન કરી ચંદન, પુષ્પ અને અક્ષત ચડાવી એક સુંડલામાં મૂકાવીને તે દાસીના મસ્તક પર ઉપડા; અને વાજીત્રના નાદ તથા સ્ત્રીઓના ગીતગાન સાથે તે રાણી પરિવાર સહિત ઉદ્યાનમાં દેવીના ભવન તરફ તેનું બલિદાન દેવા ચાલી. એ અવસરે કાંચનપુરનો સ્વામી સૂર નામને વિદ્યાધરને રાજા આકાશમાર્ગે જતો હતો. તેણે સૂર્ય જેવા તેજસ્વી તે બાળકને જોઈને ત્યાં અન્ય મૃત બાળક મૂકી તે બાળક લઈ લીધો. પછી વિમાનમાં સુતેલી પોતાની સ્ત્રીની પાસે તે બાળકને મૂકીને વિદ્યાધર કમળ સ્વરથી કામિનીને કહેવા લાગ્યું કે હે પ્રિયે ! સત્વર ઉઠ અને જે તને બાળક અવતર્યું છે.” એટલે તે ખેદસહિત બેલી કે“હે સ્વામિન ! તમે મારી મશ્કરી શું કરે છે? દુષ્ટ દેવે તે મારી મશ્કરી કરેલી જ છે કે જેથી હું વધ્યા રહી છું અને પુત્રને પ્રસવતી નથી.” તે સાંભળી રાજા વધારે હસીને બેયે કે-“તું પતે તારી પડખે સુતેલા રત્નસમાન બાળકને જે, પુત્રરહિત એવા આપણે એજ પુત્ર છે.” પછી રાણીએ તે બાળકને જોયું અને તેને પુત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #341
--------------------------------------------------------------------------
________________ શુક-શુકી કથા. 325 તરીકે સ્વીકારીને તેઓ પોતાના નગરમાં ગયા. ત્યાં ચંદ્રકળાની જેમ પ્રતિદિન તે બાળક કળાથી વૃદ્ધિ પામવા લાગ્યું. અહીં રતિસુંદરીએ પ્રસન્નપણે સુંડલામાંથી બાળકને લઈ દેવીના શિરપર ફેરવીને દેવીની આગળ તેને પછાડ્યો અને પૂર્ણ મનેરથ થતાં તે ત્યાંથી પિતાના સ્થાને ગઈ. જયસુંદરી પુત્રના વિયેગથી દુઃખે કાળ નિર્ગમન કરવા લાગી. આ વખતે એક રાણી પૂર્ણિમા સમાન અને બીજી રાણ અમાવાસ્યા સમાન લાગતી હતી. હવે વિદ્યારે તે બાળકનું મદનકર એવું નામ રાખ્યું. અનુકમે વૃદ્ધિ પામતાં તે વિવિધ વિદ્યા શીખે ને યવન વય પા. એકદી આકાશગામિની વિદ્યાવડે ગગનાગમન કરતાં રાજમહેલના ગવાક્ષમાં બેઠેલી પોતાની માતાને તેણે જોઈ; એટલે જેવા માત્રથી. ઉત્પન્ન થયેલા સ્નેહથી મદનાંકરે તેને ઉપાડીને પોતાના વિમાનમાં બેસારી દીધી. તે રાણી પણ સ્નેહદષ્ટિથી તે કુમારને વારંવાર જોવા લાગી. એવામાં નગરલકે ઉંચા હાથ કરીને કહેવા લાગ્યા કે–અહો! કોઈ વિદ્યાધર આપણું રાજાની રાણીને લઈ જાય છે.” તે સાંભળી રાજા ઘણે દુહાણે, પણ શૂરવીર છતાં તે શું કરી શકે? ઉંચા વૃક્ષ પરથી ફળ લેવામાં કુજ શું પરાક્રમ કરે? પુત્રના મરણથી અને ભાર્યાના અપહરણથી હેમપ્રભ રાજા બહુ દુઃખી થઈ ગયો. એવામાં દેવ થયેલ પૂર્વભવના શુકીના જીવે અવધિજ્ઞાનથી અનુચિત કાર્ય થતું જાણીને વિચાર કર્યો કે-“અહો! મારે ભાઈ પોતાની માતાને સ્ત્રીબુદ્ધિથી હરણ કરી જાય છે તે ઠીક થતું નથી. અહીં મદનાંકુર પિતાના નગરની પાસે આવી એક સરોવરને કાંઠે આમ્રવૃક્ષ નીચે જયસુંદરી સહિત બેઠે; એટલે પેલો દેવ વાનર અને વાનરીનું રૂપ કરી આમ્રતરૂની શાખા પર આવીને બેઠે. ત્યાં રહ્યો સતે વાનર વાનરીને કહેવા લાગ્યો કે-“હે પ્રિયે! આ તીર્થ અભીષ્ટદાયક છે. આ તીર્થના જળમાં પડેલ તિર્યો મનુષ્ય થાય છે અને મનુષ્ય દેવત્વ પામે છે. જે, આ બંને મનુષ્ય કેવા દિવ્ય રૂપધારી છે. માટે આપણે પણ મનમાં તેની ધારણ કરીને આ તીર્થજળમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #342
--------------------------------------------------------------------------
________________ ૩ર૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. પડીએ કે જેથી આપણે પણ આવા રૂપવંત મનુષ્ય થઈ જઈએ, આવી સ્ત્રી તું થા અને આ પુરૂષ હું થાઉં.” આ પ્રમાણે સાંભળીને વાનરી બેલી કે-“હે કાંત! એનું નામ પણ લેશે નહિ, કે જે પિતાની માતાને પત્નીની બુદ્ધિથી હરણ કરીને લાવે છે. એ પાપીના રૂપને તમે શા માટે ઈચ્છે છે?” આ પ્રમાણે વાનરીનું વચન સાંભળીને તે બંને વિસ્મય પામ્યા. કુમાર ચિંતવવા લાગ્યા કે-“મેં હરણ કરેલી આ મારી જનની શી રીતે થાય તે સમજાતું નથી, પરંતુ એને જોતાં મને માતૃબુદ્ધિ તે ઉત્પન્ન થાય છે. રાણીએ મનમાં વિચાર કર્યો કે-“આ મારા પુત્ર શી રીતે? એ સમજાતું નથી, પરંતુ એને જોતાં પિતાના પુત્રની જે મારા મનમાં નેહ ઉદભવે છે.” પછી કુમાર સાશંક થઈને આદરપૂર્વક વાનરીને પૂછવા લાગે કે–“હે ભદ્ર! તું જે વચન બેલી તે શું સત્ય છે?” તે બોલી કે એ સત્ય જ છે, જે સંદેહ હોય તે આ વનમાં જ્ઞાની મુનિ છે તેમને પૂછી જે.” એમ કહીને તે બંને અદશ્ય થઈ ગયા. પછી વિસ્મય પામતે કુમાર વનમાં જઈને તે મુનિને પૂછવા લાગે કે-“હે ભગવન્! વાનરીએ જે કહ્યું તે સત્ય છે?”મુનિ બોલ્યા કે-“હે ભદ્ર! તે બધું સત્ય છે. તેમાં અસત્ય જેવું બીલકુલ નથી. અત્યારે હું કર્મોને ક્ષય કરવા ઇયાનમાં સ્થિત છું, તેથી તને વધારે કહી શકતો નથી, પણ હેમપુરમાં કેવળી ભગવંત બીરાજે છે ત્યાં તું જા, તે તને બધું સ્પષ્ટ કહેશે. પછી મુનિને નમસ્કાર કરીને માતા સહિત કુમાર ઘરે ગયે. ત્યાં અત્યંત હર્ષિત થયેલા માતપિતાએ : કુમારને ખિન્ન થયેલ જે. પછી વિદ્યાધરી માતાને પગે લાગીને કુમારે તેને એકાંતમાં પૂછયું કે“હે માત ! સ્પષ્ટ કહે, મારી ખરી માતા અને ખરા પિતા કોણ છે?” તે બોલી કે–હે વત્સ! શું તને ખબર નથી ? કે હું તારી માતા છું અને આ તારા પિતા છે.” કુમાર બોલ્યો કે–એ તે ઠીક, પણ હું પૂછું છું કે મને જન્મ આપનાર માતાપિતા કેણ છે?” એટલે તે બોલી કે- તેની મને ખબર નથી, તારા પિતા બધું જાણે માર વનમાં ગયા ભગવન કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #343
--------------------------------------------------------------------------
________________ Rવદન કરાય છે. કલાવિ ની શુક-ગુકી કથા.. 327 anaannnnnnnnnnnn છે.” તેણે તેને પૂછયું એટલે તે વિદ્યાધર રાજાએ પૂર્વલે બધો વૃત્તાંત તેને કહી સંભળાવ્યું. પણ તેના માતપિતાનું નામ જાણતા ન હોવાથી ન કહ્યું. કુમારે વિચાર કર્યો કે વાનરીએ વનમાં જે કહ્યું તે સત્ય જણાય છે, કેમકે મુનિ પણ તેજ પ્રમાણે છેલ્યા છે; માટે આ મારી જન્મજનેતા સંભવે છે. હવે કેવળી ભગવંત પાસે જઈને પૂછું કે જેથી મને કશે સંદેહ ન રહે.” આ પ્રમાણે મનમાં વિચારીને બંને જનની તથા જનકસહિત કુમાર હેમપુર નગરમાં કેવળીને વંદન કરવા ગયો. ત્યાં કેવળી ભગવંતને નમસ્કાર કરી પરિ . વાર સહિત તે વિદ્યાધર બેઠે. હજારો સ્ત્રીઓમાં બેઠેલી જયસુંદરી રાણી પિતાના પુત્ર સહિત ગુરૂભાષિત ધર્મ સાંભળવા લાગી. તે વખતે હેમપ્રભ રાજા પણ નગરજ સહિત ગુરૂની પાસે આવી ધર્મ સાંભળવા બેઠા હતા. તેણે કેવળી ભગવંત દેશના દઈ રહ્યા પછી અવસર મેળવીને કેવળી ભગવંતને પૂછયું કે-“હે ભગવન ! મારી સ્ત્રીનું કે હરણ કર્યું છે?” કેવળી બોલ્યા કે-“હે રાજન્ ! તેનું તેના પુત્રેજ હરણ કર્યું છે.” એટલે રાજા વિસ્મય પામીને બે કે-“હે પ્રભો! તેને પુત્ર ક્યાંથી? તેને પુત્ર જે હતો તેનું તે દેવે હરણ કર્યું છે, અર્થાત્ મરણ પામે છે અને તેને બીજો પુત્ર તે નથી.”મુનિ બોલ્યા કે- તારું કહેવું સત્ય છે, પણ મેં કહ્યું છે તેમાં સંદેહ કરીશ નહિ.” રાજા બોલ્યો કે તે તેને પરમાર્થ પ્રકાશે.” એટલે ગુરૂએ કુળદેવી પાસે લઈ જતાં બનેલો અને બીજે બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. છેવટે તે કુમાર આ ઉદ્યાનમાં આવ્યો છે ત્યાં સુધી વૃત્તાંત કહ્યું. એટલે રાજા જેટલામાં સભાની અંદર ચોતરફ નજર કરે છે, તેવામાં સંશયરહિત થયેલ કુમાર આવીને તાતને પગે પડ્યો; એટલે રાજાએ તેને આલિંગન કર્યું. તે વખતે રાજા, જયસુંદરી, રતિસુંદરી અને બંને કુમારો–એમ સમસ્ત કુટુંબ ત્યાં મળ્યું. પછી જયસુંદરી રાણુએ મુનિને નમસ્કાર કરીને પૂછયું કે –“હે ભગવદ્ ! કયા કર્મથી મને સોળ વર્ષ પર્યત પુત્રને વિરહ થયો?” મુનિ બેલ્યા કે–પૂર્વે શુકીના ભાવમાં સેળ મુહર્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #344
--------------------------------------------------------------------------
________________ 328 શ્રી પાર્શ્વનાથ રાત્રિ-ભાષાંતર પર્યત તેં સપત્ની શુકીનું ઇંડું હરીને તેને વિયેગ આપે હતું, તેનું આ ફળ છે, જે જેને અલ્પ પણ સુખ કે દુઃખ આપે છે, તેનું ફળ તેને પરભવમાં ઘણું વિશેષ જોગવવું પડે છે. આ પ્રમાણે ગુરૂવચન સાંભળીને રતિસુંદરી પશ્ચાત્તાપપૂર્વક ઉઠીને જયસુંદરીને પગે પડી અને તેને ખમાવીને કહ્યું કે –“હે ભગિની ! મારો અપરાધ ક્ષમા કરજે.”એ વખતે અને તે બંને ખમવા નમાવવા લાગી. પછી રાજાએ પૂછયું કે–“હે ભગવન્! પૂર્વ ભવે શું સુકૃત કર્યું હતું કે જેથી મને રાજ્ય મળ્યું?” મુનિ બોલ્યા કે પૂર્વભવમાં તેં જિનબિંબની આગળ અક્ષતના ત્રણ પુંજ કયો હતા, તેનું દેવત્વ અને રાજ્યપ્રાપ્તિ એ પુષ્પરૂપ છે અને ત્રીજા ભવમાં મેક્ષ પામીશ–ને ફળ છે.” પછી હેમપ્રભ રાજાએ રતિસુંદરીના પુત્રને રાજ્ય આપીને જયસુંદરી અને તેના પુત્ર સાથે દીક્ષા અંગીકાર કરી; અને દુસ્તપ તપ તપીને તથા પ્રવ્રજ્યા પાળીને પ્રાંતે પુત્ર તથા કલત્ર સહિત અનશન કરી આયુ પૂર્ણ થતાં રાજા સાતમા મહા શુકદેવલોકમાં દેવાધિપ (ઈંદ્ર) થયે; જયસુંદરીને જીવ મહદ્ધિક દેવ થયે અને કુમારનો જીવ પણ ત્યાંજ દેવ થયે. ત્યાંથી વીને મનુષ્યત્વ પામી ત્રણે જીવો મેક્ષપદને પામશે. . ઈતિ અક્ષતપૂજોપરિ શુક-શુકી કથા. -~ ~હવે ભાવપૂજાના સંબંધમાં વનરાજનું દષ્ટાંત કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે - ભાવપૂજા ઉપર વનરાજ કથા. આ ભરતક્ષેત્રમાં દેવનગર સમાન ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર છે. ત્યાં સ્ત્રી પુરૂષે દેવાંગના અને દેવે સમાન શોભે છે. ત્યાં અરિમદન નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં રવજન અને ધનથી વર્જિત, નિત્ય આધ્યાનપરાયણ અને દારિદ્રયરૂપ કઈ કુલપુત્રક ભિક્ષુક થઈને ભિક્ષા માટે ઘરે ઘરે ભમતો હતો. આવું યાચકપણું એ પાપનું ફળ સમજવું. કહ્યું છે કે –“સર્વથી તૃણ હલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #345
--------------------------------------------------------------------------
________________ વનરાજ કથા. કું, તે કરતાં રૂ હલકું, તે કરતાં યાચક હલકે અને યાચક કરતાં પણ યાચનાના ભંગ કરનારને હલકામાં હલકો સમજવો.” આ સંબંધમાં એક પથિક ને સ્ત્રીને સંવાદ જાણવા જે છે. કોઈ પથિકે એક સ્ત્રીને કહ્યું કે– હે સુભગે ! મને પથિકને ભિક્ષા આપ.” તે સાંભળી પેલી સ્ત્રીએ તેને નિરાશાભર્યો જવાબ આપે. આથી તે બોલ્યો કે–“ શા માટે યાચનાને નિષ્ફળ કરે છે?” તે બોલી કે કેટલાક વખતથી અહીં સુવાવડ આવેલી છે. એટલે પથિક બોલે કે- ત્યારે તે એક માસ પછી શુદ્ધિ થશે.” સ્ત્રી બોલી કે- આવેલ બાળકના મરણ વિના . કદાપિ શુદ્ધિ થાય તેમ નથી.”પથિક બે કે–એ તે કે પુત્ર જન્મે છે?” તે બોલી કે અમારા ચિત્ત અને વિત્તનું હરણ કરનાર દારિદ્રય નામે પુત્ર અવતર્યો છે.” આ ઉત્તર મળતાં પથિકે રસ્તો પકડ્યો. એ દારિદ્રય તે દાનના શ્રેષરૂપ વૃક્ષનું ફળ છે. અહીં લેકથી નિષેધ કરાતો પેલે ભિક્ષુક ચિંતવવા લાગ્યું કે– “અહો ! કાગડે પણ પિંડને મેળવે છે, અને હું તો ભિક્ષુ થઈને ભિક્ષા માત્ર પણ મેળવી શકતો નથી. તેથી મારા પાપનું ફળ અત્યંત નિકૃષ્ટ છે. તે આવા કષ્ટથી જીવવું શું ? આવી રીતે જીવવા કરતાં તે મૃત્યુ શ્રેયસ્કર છે.” એમ ચિંતવત એકદા દૈવયોગે તે નગરની બહાર ઉદ્યાનમાં ગયે. ત્યાં પરમ શાંતરસમય, ધર્મમૂર્તિ અને મહાનુભાવ એવા એક મુનિને તેણે જોયા; એટલે તેમને ત્રણ પ્રદક્ષિણે દઈને સંસારના દુઃખથી ખિન્ન થયેલે તે તેમની સમીપે બેઠે. પછી મુનિરાજે દયા મનથી તેને ધર્મતત્ત્વને ઉપદેશ આપે, કારણ કે પરની આપત્તિ દેખીને સાધુઓને બહુ દયા આવે છે. મુનીંદ્ર તેને આ પ્રમાણે ધર્મોપદેશ દેવા લાગ્યા:- અહો ! જ સમૃદ્ધ છતાં ત્રણે ભુવનમાં ભમે છે, પરંતુ ધર્મના અભિજ્ઞાન (નિશાની) રહિત હોવાથી તે કશું પામી શકતા નથી. જેમ બીજ વાવ્યા વિના ધાન્ય ની પ્રાપ્તિ થતી નથી તેમ ધર્મ વિના પુરૂષને ઈષ્ટ સંપત્તિની પ્રાપ્તિ થતી નથી. માટે બાલ્યાવસ્થામાં, દુઃખાવસ્થામાં કે નિર્ધનાવસ્થામાં 42 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #346
--------------------------------------------------------------------------
________________ 330 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. પણ શ્રદ્ધાપૂર્વક માત્ર દેવદર્શન કરવા જેટલે પણ ધર્મ નિરંતર કરે.” આ પ્રમાણે સાંભળીને તે દરિદ્ર પુરૂષ અત્યંત ગદગદ સ્વરે હસ્ત જેડીને મુનિને કહેવા લાગ્યો કે-“હે ભગવાન ! હું અનાથ છું, શરણ રહિત છું અને બંધુ સહિત છું, તમેજ મારા શરણ છે. આ ભવમાં મને મધુર વાણીથી કેઈએ બોલાવેલ નથી. હે સ્વામિન ! હું સર્વત્ર આશજ પામ્યો છું, નિરાધાર એવા મેં અત્યારે નાવ સમાન આપને મેળવ્યા છે, તો હવે પ્રસાદ કરીને કહે કે–દેવ કે? અને તેના દર્શનથી શું ફળ થાય ? તેમજ તેનું દર્શન કેમ થાય? તે બધું અ૫ અક્ષરમાં કહો.” એટલે મુનિ બેલ્યા કે-“હે ભદ્ર! સાંભળ. પદ્માસને બિરાજમાન અને શાંતમૂત્તિ જિનેશ્વર તે દેવ, તેના મંદિરમાં જઈને ભૂતલ પર મસ્તક રાખી અંજલિ જેડી પ્રણામ કરીને આ પ્રમાણે કહેવું. નિર્વસંમોહ સર્વજ્ઞ, રથાદિથશા त्रैलोक्यमाहित स्वामिन् , वीतराग नमोस्तु ते" || “મેહને ય કરનાર, સર્વજ્ઞ, યથાવસ્થિત વસ્તુના પ્રકાશક, ત્રિભુવનપૂજિત અને વીતરાગ એવા હે સ્વામિન ! તમને નમસ્કાર થાઓ.” આ પ્રમાણેનાં મુનિરાજનાં વચન સાંભળી “આપનું વચન મને પ્રમાણ છે” એમ કહી તે ભિક્ષુક નગરના મુખ્ય ચૈત્યમાં જઈ જિનેશ્વરને જોઈને ઉક્ત રીતે નમસ્કાર કરી પેલે લોક કહેવા લાગ્યું. પછી બીજા જિનભવનમાં જઈને ત્યાં પણ એ રીતે નમસ્કાર કરવા લાગ્યો. પછી ત્રીજા જિનભવનમાં જઈને ત્યાં પણ એ રીતે નમસ્કાર કરવા લાગ્યું અને ભિક્ષામાં જે મળે તેથી સંતોષ માનવા લાગે. કેઈ વખત તેના મનમાં આ પ્રમાણે વિકલ્પ થતો હતો કે - આવી રીતે નમસ્કાર કરવા માત્રથી મને તેનું ફળ મળશે કે નહિ?” વળી પાછું વિચારતો કે “આવા ચિંતવનને પણ ધિક્કાર થાઓ, નમસ્કાર માત્રથી મારી સર્વાર્થસિદ્ધિ થશે.” આ પ્રમાણે શ્રદ્ધાને દઢ કરતાં પ્રાંત સમયે તેને રાજ્યપ્રાપ્તિની ઈચ્છા થઈ. તે સાથે તે એમ ચિંતવવા લાગ્યું કે:-“ઉત્તમ કુળથી શું? નીચ કુળમાં જન્મ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #347
--------------------------------------------------------------------------
________________ વનરાજ કથા, 33. પામીને પણ જે ભાગ્યાધિક રાજ્ય મળે તે વધારે સારૂં.” આ પ્રમાણે ચિંતવ અને વારંવાર વીતરાગસ્તુતિને કલેક બેલતે મરણ પામીને તેં ભિક્ષુક તેજ નગરના રાજાના પુરહિતની દાસીની કુક્ષિએ પુત્રપણે ઉત્પન્ન થયે. ગર્ભસ્થિતિ સંપૂર્ણ થયે તે જન્મ પામ્યું એટલે રાજસભામાં બેઠેલા પુરોહિતની આગળ જઈને કેઈએ તેને જન્મ નિવેદન કર્યો. તે વખતે તેણે લગ્ન જોયું તે લગ્નના સ્વામીયુક્ત, શુભ ગ્રહથી અવલંકિત, શુભ ગ્રહના બળથી સંયુક્ત અને ત્રણ ઉચ્ચ ગ્રહવાળું સુંદર લગ્ન તેના જેવામાં આવ્યું તેથી પુરેહિત ચમત્કાર પામ્ય અને મસ્તક ધૂણાવતાં તેણે નખટન કર્યું. એટલે રાજાએ પૂછયું કે–કે લગ્નયોગ છે?” પુરોહિતે કહ્યું કે-“હે રાજેદ્ર! એકાંતે કહીશ.” પછી પ્રસંગ આવતાં તેણે કહ્યું કે-“હે સ્વામિન્ ! મારે ઘરે દાસીને અત્યારે જે પુત્ર અવતર્યો છે તે અત્યારના લગથી તમારું રાજ્ય ગ્રહણ કરશે. તે સાંભળીને રાજા વાહત જે થઈ ગયે. તેણે શંકાકુળ થઈને સભા વિસર્જન કરી. પછી આસનથી ઉઠી વાસભવનમાં જઈને તે આ પ્રમાણે ચિંતવવા લાગ્યું કે –“અહા ! આ કેવું અસંભાવ્ય? મારો પુત્ર વિદ્યમાન છતાં મારું રાજ્ય શું આ દાસીને પુત્ર લેશે? માટે વ્યાધિ ઉત્પન્ન થતાં જ તેને છેદ સારે. આગ લાગે ત્યારે કુવો ખોદવાને ઉદ્યમ કરવો તે શા કામનો?” એમ વિચારી રાજાએ ચંડ નામના સેવકને બોલાવીને આદેશ કર્યો કે“અરે ચંડ! તું મારું કાર્ય કરવાને સમર્થ છે, માટે સાંભળ-મારા પુરોહિતની દાસીને જે પુત્ર અવતર્યો છે, તેને છાની રીતે નગર બહાર લઈ જઈને મારી નાખ.”તે બોલ્યો કે- આપનો આદેશ પ્રમાણે છે.” આ પ્રમાણે કહીને તે ત્યાંથી ચાલ્યા ગયે. પછી સંધ્યા વખતે બાળકને એકાકી જોઈને તેણે ઉપાડ્યો અને નગરની બહાર લઈ જઈ એક જીર્ણ અને શુષ્ક એવા મેટા બગીચામાં રહેલા એક કુવાની સમીપે સહકારવૃક્ષની નીચે બેસી વસ્ત્ર ઉતારીને ચંડ પેલા બાળકને જેવા લાગે એટલે ચંદ્રની પ્રભા સમાન ઉજવળ તેનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #348
--------------------------------------------------------------------------
________________ 332 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. મુખ જઈને અને તે વનને પણ તરતમાંજ પ્રફુલ્લિત થઈ ગયેલું જોઈને ચંડ મનમાં મુદિત થઈ વિચારવા લાગે કે -" અહે! આવા પરવશપણાને ધિક્કાર થાઓ કે જેથી આવા સુંદર બાળકને નિર્દય રીતે કઠોર ચિત્તવાળા થઈને માર પડે છે. આ બાળક કઈ ભાગ્યવંત જણાય છે અને રાજાની આજ્ઞા દારૂણ છે. પરંતુ જે થવાનું હોય તે થાઓ, આવા દેવસમાન બાળકને હું તે મારવાનો નથી.” ચંડ કઠિન હૃદયવાળો છતાં તે વખતે આદ્ર મનવાળે થઈ ગં. પછી ચંડ બે કે-“હે વનદેવતાઓ ! તમે આને સહાય કરજે.” એમ કહીને તે બાળકને વૃક્ષ નીચે મૂકીને ત્યાંથી તે ચાલતો થયે. જતાં જતાં પણ મુખ ફેરવીને વારંવાર તે બાળક ભણી જોતો એવો ચંડ નગરમાં ગયા અને રાજાની પાસે જઈને તે બોલ્યો કે - હે સ્વામિન ! આપની આજ્ઞા પ્રમાણે મેં કર્યું. તે સાંભળીને રાજાએ તેને પ્રસાદદાન આપ્યું. - હવે સૂર્યોદય થતાં ભયંકર અંધકાર દૂર ગયે અને કમળે વિકસ્વર થયા એટલે પેલા બગીચાવાળે માળી તે બગીચામાં આવ્યું. ત્યાં તે વનને પત્ર, પુષ્પ અને ફળ સહિત જોઈને તે આશ્ચર્ય પા. તે વિચારવા લાગ્યો કે-આ શું ? આ વન તે તદન શુષ્ક હતું અને અત્યારે તે નવપલ્લવિત થયેલું જણાય છે, તેનું કારણ શું ?" એમ ચિંતવીને વધારે તપાસ કરતાં પેલો શુષ્ક કુવે પણ જળસહિત જોવામાં આવ્યું. પછી તે આગળ ચાલ્ય, તેવામાં તેણે વૃક્ષનીચે પેલા દેદીપ્યમાન બાળકને દીઠે. ચળકતી કાંતિવાળા તથા વિકસિત મુખકમળવાળા તે બાળકને જોઈને માળી વિચારવા લાગ્યું કે–અહો ! ખરેખર આ બાળકના પ્રભાવથીજ અકસમાત્ આ મારૂં ઉપવન નવપલ્લવિત થયું જણાય છે, અને મારા ભાગ્યદયથી વનદેવતાઓએ સંતુષ્ટ થઈને અપુત્રીયા એવા મને સર્વલક્ષણસંપન્ન આ પુત્ર આ જણાય છે, માટે તેને લઈને મારી સ્ત્રીને સેંપું.” એમ નિશ્ચય કરી બંને હાથવડે તેને ગ્રહણ કરી હર્ષથી કુલાતે તે માળી ઘરે જઈને પોતાની પ્રિયાને કહેવા લાગ્યું કે- હે પ્રિયે! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #349
--------------------------------------------------------------------------
________________ વનરાજ કથા. 333 વનદેવતાએ સંતુષ્ટ થઈને આ બાળક આવ્યું છે તે લે.”એમ કહીને તેણે પોતાની પ્રિયાને તે બાળક સેં; અને “માલણને ઢગર્ભ હોવાથી તેને પુત્ર અવતર્યો” એવી વાત લોકોમાં ફેલાવી. પછી પિતાના ઘરને આંગણે પુષ્પો વેરી, વૃતવડે ઉંબરાના વૃક્ષનું સિંચન કરી, બારણે તોરણ બાંધી, વાજીત્રના નાદ અને ધવળમંગળપૂર્વક તેણે પુત્રનો જન્મમહત્સવ કર્યો. પછી બહુ દ્રવ્યને વ્યય કરી કુળ અને જ્ઞાતિસત્કારપૂર્વક તે બાળકનું વનરાજ એવું નામ રાખ્યું. પછી આરામિકથી લાલન પાલન કરતા અને નિરંતર સંભાળ લેવાતે તે પુત્ર નવચંપકની જેમ વૃદ્ધિ પામવા લાગ્યો અને ધૂલિકીડાના રસથી બાલ્યાવસ્થાનું નિર્દોષ સુખ ભોગવે તે પાંચ વર્ષનો થયે. એકદા વસંત સમયે માળીની સ્ત્રી પુષ્પાભરણ લઈને સભામાં બેઠેલા રાજાની પાસે ગઈ. તે વખતે કૌતુકથી તે બાળક પણ તેની સાથે ગયે. એ વખતે રાજાની પાસે બેઠેલા પુરોહિતે પૂર્વની રીતે જ નખ-આ છેટનપૂર્વક શિર ધુણાવ્યું. એટલે રાજાએ સંભ્રાંત થઈને તેને પૂછયું કે-“આ શું?” સુજ્ઞ પુરોહિત બોલ્યા કે –“હે રાજેદ્ર! આ જે બાળક માણસની સાથે આવે છે તે તમારા રાજ્યને સ્વામી થશે.” એટલે રાજા સાશંક થઈને બોલ્યો કે - તે શી રીતે મનાય?” એટલે પુનઃ પુરોહિત બેલ્યો કે:-“નખ, કેશ વિગેરેના લક્ષણો સામુદ્રિક શાસ્ત્રમાં શુભાશુભ કહ્યાં છે. તે આ પ્રમાણેઃ- ઉન્નત, તામ્ર અને સ્નિગ્ધ નખ હોય તે સુખદાયક સમજવા અને સુપડા જેવા, રૂક્ષ, ભગ્ન, વર્ક અને *વેત નખ હોય તો દુઃખકારી જાણવા. ધવજ, વજી અને અંકુશ જેવી રેખાઓ જે પગમાં હોય તે રાજ્યને લાભ થાય અને આંગળીઓ પણ સરખી, લાંબી અને સંહિતા (મળેલી) તથા સમુન્નત હોય તે તેને રાજ્યપ્રાપ્તિ થાય. વિપુળ અંગુષ્ટ હોય તો તેને દુઃખદાયક થાય અને તેને સદા માર્ગગમન પ્રાપ્ત થાય; પરંતુ વૃત્ત, સ્નિગ્ધ, સંહિત અને તામ્ર નખવાળે હોય તે સુખ પ્રાપ્ત થાય. હંસ, મૃગ, વૃષભ, ક્રૌંચ અને સારસના જેવી ગતિ શુભ અને ખર, ઉંટ, મહિષ અને શ્વાન જેવી ગતિ અશુભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #350
--------------------------------------------------------------------------
________________ 334 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ગણાય છે. કાગડા જેવી જંઘાથી દુઃખ, દીર્ધ જંઘાથી મેટી મુસાફરી, અશ્વના જેવી જંઘાથી બંધન અને મૃગના જેવી જંઘાથી રાજ્ય મળે છે. મૃગ અને વાધના જેવા ઉદરવાળે ભેગી, શ્વાન અને શગાલના જેવા ઉદરવાળો અધમ અને મંડૂકના જેવા ઉદરવાળો રાજા થાય છે. લાંબી બાહ હોય તે સ્વામી થાય છે અને ટૂંકી બાહુ હોય તે કિંકર થાય છે. સ્વચ્છ અને રક્ત નખ હોય, લાંબી આંગળીઓ હોય અને રક્ત હાથ હોય તે લક્ષ્મીને લાભ થાય છે. જેના હાથમાં શકિત, તેમ, દંડ, અસિ, ધનુષ્ય, ચક્ર અને ગદા જેવી રેખાઓ હેય તે રાજા થાય છે. જેના હાથ કે પગને તળીએ દેવજ, વજ, અંકુશ, છત્ર, શંખ અને પા વિગેરેની રેખા હેાય તે પુરૂષ ધનિક થાય છે. સ્વસ્તિક હોય તે જનસભાગ્ય, મીન હોય તે સર્વત્ર પૂજ્યતા, શ્રીવત્સ હોય તે વાંછિત લક્ષ્મી અને દામક હોય તો ચતુ. ૫દાદિથી યુક્ત થાય છે. કરભમાં જે રેખા હેય છે તે પુત્રસૂચક છે, અને કનિષ્ટાંગુળીની નીચેની રેખા કલત્રને સૂચવે છે. અંગુઠાના મૂળ માં રેખા હોય છે તે ભ્રાતૃભાંડને અર્થાત્ ભ્રાતૃવર્ગને સૂચવે છે. જેના અંગુઠાના મધ્યમાં જવ હોય તે પુરૂષ ઉત્તમ ભક્ષ્યનો ભેગી થાય છે અને અન્ય સુખ પણ મેળવે છે. હાથમાં રહેલી સ્કૂલ રેખાઓ દરિદ્રતાને અને સૂક્ષમ રેખાઓ લક્ષમીની પ્રાપ્તિને સૂચવે છે. ખંડિત યા ત્રુટિત રેખાઓ હોય તો તે આયુષ્યનો ક્ષય (અપતા) સૂચવે છે. જેને બત્રીશ દાંત પૂરેપૂરા હોય તે રાજા, એકત્રીશ હેાય તે ભેગી, ત્રીશ હોય તે સુખી અને તેથી ઓછા હોય તે દુઃખી થાય એમ સમજવું. પના પત્ર જેવી રક્ત, સૂક્ષમ અને સુશોભિત જીભ ઉત્તમ ગણાય છે. શુકના જેવી નાસિકાવાળો રાજા થાય છે અને હસ્વ નાકવાળો ધાર્મિક હોય છે. અર્ધ ચંદ્ર જેવું લલાટ હેય તે રાજા, ઉન્નત હોય તે ધામિક, વિશાળ હોય તે વિદ્યાવાન અથવા ભેગી અને વિષમ હોય તે દુઃખી થાય છે. રાજાનું મસ્તક છત્રાકાર, દુ:ખીનું લાંબું, અધમનું ઘટાકાર અને પાપીનું સ્થપુટ જેવું (બેસી ગયેલું) હોય છે. મૃદુ, શ્યામ, સ્નિગ્ધ અને સૂક્ષમ વાળ હોય તે રાજ થાય છે અને સ્ફટિક (ધળા), કપિલ, સ્થલ અને રૂક્ષ કેશ હોય તે દુઃખી થાય છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #351
--------------------------------------------------------------------------
________________ વનરાજ કથા. 335 ઇત્યાદિ સામુદ્રિક શાસ્ત્રમાં જે શુભ લક્ષણે કહ્યા છે, તે બધા આ બાળકમાં દેખાય છે. માટે એ બાળક તમારું રાજ્ય અવશ્ય ગ્રહણ કરશે.” આ પ્રમાણેનાં પુરેહિતનાં વચન સાંભળીને રાજા અમાવાસ્યાના ચંદ્રની જેવો ક્ષીણ થઈ ગયે. પછી સભા વિસર્જન કરી અને એકાંતમાં ચંડને બોલાવીને રાજાએ પૂછયું કે–“હે ચંડ! સાચું બોલ, તે તે બાળકને માર્યો હતો કે નહિ?” તેણે સત્ય કહ્યું, એટલે રાજા તેને મરાવી નાખવા ઉત્સુક થયા. પછી સાંજે રાજાએ ભીમસેન નામના સેવકને બોલાવીને તે બાળકના વધને આદેશ કર્યો, એટલે તે રમત કરતાં બાળકને છેતરીને વધ કરવા લઈ ગયે. સંધ્યા વખતે અશ્વપર ચડીને નગરની બહાર જતાં ભીમસેનને બાળકે પૂછ્યું કે –“હે તાત! તું મને કયાં લઈ જાય છે?” આવું મૃદુ તે બાલકનું વચન સાંભળતાં તેનું મન કમળ થઈ ગયું અને મુછના વાળને કરાંગુળીથી સ્પર્શ કરતા તે બાળકને પુત્ર સમાન જાણીને ભીમસેનનું શરીર રોમાંચિત થઈ ગયું. તેથી ભીમસેન બે કે“હે વત્સ! જ્યાં તને ગમશે ત્યાં તને લઈ જઈશ.” એમ કહી તેને સંતોષ પમાડીને તે એક ભયંકર અટવીમાં ગયે. ત્યાં અતિ ભીષણ વનમાં તે બાળકને આશ્વાસન આપતાં એક દિવ્ય યક્ષનું મંદિર તેના જેવામાં આવ્યું, એટલે અશ્વપરથી નીચે ઉતરી યક્ષભવનમાં ગયે, અને સુંદર નામના યક્ષની મૂર્તિ આગળ જઈ તે આ પ્રમાણે બે કે –“હે યક્ષરાજ ! આ બાળક તમારે શરણે છે. આ પ્રમાણે કહી તે બાળકને યક્ષના ઉસંગમાં મૂકીને ભીમસેન પિતાને ઘરે ચાલ્યા ગયે. તેના ગયા પછી બાળક યક્ષને ઉદ્દેશીને બે કે... “હે તાત ! મને ક્ષુધા લાગી છે, માટે મેદક આપે.” આવી રીતે નેહમય કેમળ વાક્ય બોલતે તે બાળક યક્ષના પેટ પર હાથ ફેરવવા લાગે એટલે યક્ષમુક્તિ પાષાણમય છતાં તેના વચનથી તે યક્ષ સંતુષ્ટ થયે; અને તેણે બાળકને સ્વાદિષ્ટ, સુંદર, અને શ્રેષ્ઠ મેદક ખાવા આપ્યા. હવે એ અવસરે તે યક્ષના ભવનની નજીકમાં કઈ કેશવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #352
--------------------------------------------------------------------------
________________ 336. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. મારા ઉ પર બળા પહ નથી, તેથી એકલો છે, નામને સાર્થવાહ પડાવ નાખીને રહ્યો હતો. તેના બળદો ખોવાઈ ગયેલ હોવાથી તેની ચિંતાને લીધે તે અર્ધ જાગ્રત સ્થિતિમાં સુતો હતું. તેને યક્ષે કહ્યું કે –“તું ગભરાઈશ નહિ, તારા બળદે પ્રભાતે સ્વયમેવ આવશે. બીજું સાંભળ-મારા ઉત્સંગમાં વનરાજ નામને એક બાળક બેઠેલે છે, તેને પ્રભાતે તારે લઈ જા. તારે પુત્ર નથી, તેથી હું તને એ પુત્ર આપું છું.” આ પ્રમાણે સાંભળીને સાથેવાહ વિસ્મય પામ્યો. પ્રભાતે યક્ષના મંદિરમાં જઈ સ્તુતિ કરી યક્ષના ઉલ્લંગમાં રહેલા પેલા બાળકને લઈ હર્ષિત થઈને તેણે પોતાની પ્રિયાને અર્પણ કર્યો. પછી ત્યાંથી પ્રયાણ કરી ઘરે જઈને તે બાળકને તેણે એક વિપ્ર પાસે ભણવા મૂકો. એટલે શાસ્ત્ર અભ્યાસ કરીને તે પ્રવિણ થયા. અનુક્રમે તે સેળ વરસનો થયે. એકદા તે સાર્થવાહ વેપાર નિમિત્તે ફરતે ફરતો વનરાજ સહિત ક્ષતિપ્રતિષ્ઠિત નગરે આવ્યું. ત્યાં સારા સ્થાને સાર્થને રાખીને પિતે વનરાજ સહિત ભેટ લઈને રાજાને મળવા ગયે. ત્યાં રાજાની આગળ ભેટશું મૂકીને તે ઉભે રહ્યો. એટલે રાજાએ તેને સમાન આપ્યું, તેથી સાર્થવાહ આસન પર બેઠે, પણ વનરાજ તે રાજાને જેતે જોતો ઉભેજ રહ્યો. એ વખતે રાજાની પાસે બેઠેલા પુરોહિતે દેવ જેવા તે કુમારને જોઈને અંતરમાં બરાબર વિચાર કરી પૂર્વલી રીતે જ નખનું આટન કર્યું. એટલે રાજાએ તેમ કરવાનું કારણ પૂછયું. પુરહિત બોલ્યો કે-“હે રાજેદ્ર! તેનું કારણ તમને એકાંતમાં કહીશ.” રાજા ક્ષણવાર વિલંબ કરીને તેને એકાંતે લઈ ગયે, કારણ પૂછ્યું. એટલે તેણે કહ્યું કે -આકૃતિથી એમ જણાય છે કે આ કુમાર તમારું રાજ્ય ગ્રહણ કરશે.” રાજા અતિ વિસ્મય પામીને ચિંતવવા લાગ્યું કે-“અરે! આ તેજ પાપી જણાય છે, શું આ તે દેવ છે કે વિદ્યાધર છે? કે જેને સેવકના હાથથી બબેવાર ઘાત કરાવ્યા છતાં હજી જીવતે છે, પણ હવે વિકલ્પ કરવાથી શું ? હજી પણ તેને ઉપાય કરે. કારણ કે તૃતીય ઉડ્ડયનથી મયૂર પણ ગ્રહણ . 1 ત્રીજીવાર ઉડાડવાથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #353
--------------------------------------------------------------------------
________________ vnuuwunne વનરાજ કથા. 337 કરાય છે. આ પ્રમાણે ચિંતવી પાંચ દિવસ જવા દઈ રાજાએ સાથેલને પૂછયું કે- આ કુમાર કેણ છે કે જે હાલ તમારી પાસે રહે છે. તે બોલ્યો કે:-“હે દેવ ! એ મારે પુત્ર છે. એટલે રાજા બે કે –“જે એમ હોય તે તેને થોડા દિવસ મારી પાસે રાખો. સાર્થવાહે ચિંતવ્યું કે-“પુરૂષને હસતાં કે રૂદન કરતાં રાજાને આ દેશ પાળવોજ પડે છે અને તેજ હિતકર થાય છે.” એમ ધારીને કેશવ બે કે –“હે રાજેદ્ર! ભલે, આપને રૂચે તેમ કરે. પછી સંતુષ્ટ થઈને રાજાએ તેના બધા માલને કર-જકાત માફ કર્યો અને પિતાના હાથે તેને વસ્ત્રાદિકથી સત્કાર કર્યો. પછી આંખમાં આંસુ લાવી વનરાજને હાથ પકડીને સાર્થવાહે કહ્યું કે:-“હે વત્સ ! આપણાથી રાજાનું વચન ઓળંગી ન શકાય, માટે કેટલાક દિવસ તારે રાજા પાસે રહેવું, ગભરાવું નહિ.” વનરાજ બોલ્યો કે-“હે તાત ! આપ કહો છે તે પ્રમાણ છે.” પછી કેશવ સાર્થવાહ રાજાની અનુજ્ઞા લઈ અને પુત્રને આલિંગન દઈને સ્વસ્થાને ગયે. રાજ પણ બહારથી પ્રસન્ન મુખ કરી કુમારને હાથ પકડીને બોલ્યા કે –“હે વત્સ ! તારે કંઈ પણ ગભરાવું નહિ.” વનરાજ બોલ્યો કે:-“હે રાજેન્દ્ર! તમારી પાસે રહેતાં મને શું દુ:ખ થવાનું હતું ?" પછી રાજાએ વનરાજને પોતાની પાસે રાખીને તેને કેટલાક ગામ, અર્થ અને પદાતિ સોંપી કેટવાળની પદવી આપી, એટલે તે પણ ઉત્સાહી બની ગયું. તેણે રાજાના બધા સેવકને તથા સમસ્ત રાજપરિવારને પ્રસન્ન કરીને પોતાને વશ કર્યો. સાથેવાહ પણ તેને બહુ ધન મેકલતા હતા, એટલે વનરાજ ત્યાં રહીને સુખભેગ ભેગવવા લાગ્યું. એકદા પિતાના દેશમાં ઉપદ્રવ કરનાર એક સાંમતને ઉછેદ કરવા માટે રાજાએ પોતાના પુત્ર નૃસિંહની સાથે વનરાજને મોકલ્યો. રાજાની આજ્ઞા થતાં સૈન્યસહિત અને કુમાર સાથે મળીને ચાલતા થયા અને રાત્રે બંનેનું સૈન્ય દુશ્મનના કિલ્લાને ઘેરો ઘાલીને રહું. 43 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #354
--------------------------------------------------------------------------
________________ . 338 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. . પછી-નીકળ, બહાર નીકળ, કિલ્લામાં ભરાઈને શુબેઠે છે? અરે અધમાધમ ! દેશવિધ્વંસના પાપનું ફળ લે.” આ પ્રમાણેને તુમુલ કેળાહળ સાંભળીને સામંત રાજા પણ સજજ થઈ નગરમાં રહીને યુદ્ધ કરવા લાગ્યું. એ વખતે બહાર રહેલા રાજસુભટેએ યંત્રથી છુટતા પાષાણના ગેળાથી તથા વજીના સંપાત સમાન ભયંકર એવા ગોફણના ગેળાથી સામંતનો કિલ્લો તોડીને તેના નગરને હતપ્રહત કરી મૂકયું. વનરાજે તે સામંતને પકડી બાંધીને નૃસિંહકુમારને ; એટલે–“અહો ધૈર્ય ! અહે છે !" એવી વનરાજની સર્વત્ર ખ્યાતિ વિસ્તાર પામી. એવામાં રાજા પણ પાછળથી ત્યાં આવી પહૈયે. અને વનરાજની ખ્યાતિ સાંભળીને તે ચકિત થઈ ગયે. રાજાએ વિચાર્યું કે “સંગ્રામમાં પણ આ મરણ ન પામ્ય, માટે કાંઈક બીજો ઉપાય કરું.” એમ ચિંતવી કંઈક કાર્ય બતાવીને નૃસિંહકુમાર સાથે વનરાજને પોતાના નગરમાં મોકલ્યો, અને રાજા પતે ત્યાં જ રહ્યા. એક દિવસ રાજાએ વનરાજને વિષ આપજે.” એ સ્પષ્ટ લેખ લખીને આષ્ટ્રિક દ્વારા એનૃસિંહકુમારને મોકલ્યો એટલે ઐષ્ટ્રિકે ત્યાંથી સત્વર રવાના થયે અને સુંદર યક્ષથી અધિષ્ઠિત પેલી એટવીમાં થાકી જવાથી યક્ષના ભવન પાસેજ રાત રહો. અને તે લેખ પાસે રાખીને યક્ષના મંદિરમાં સુઈ ગયેા. એ વખતે યક્ષે અવધિજ્ઞાનથી જાણ્યું કે -અરે ! મારા વનરાજ પુત્રના વધને માટે આ પ્રયત્ન લાગે છે માટે જેમ એનો વિનાશ ન થાય અને લાભ થાય તેમ કરું.” પછી તે લેખ લઈ દેવશક્તિથી “વિષ આપજે” એ અક્ષરે માં એક કાને વધારીને “વિષા આપજે” એવું કરી દીધું. વિષા એ તે રાજાની પુત્રીનું નામ હતું. એટ્રિકે પ્રભાતે ઉઠીને નગરમાં જઈ નૃસિંહકુમારને તે લેખ આપે. એટલે તે લેખ વાંચીને અને વનરાજને તે વૃત્તાંત કહીને કુમારે સત્વર વિવાહની સામગ્રી તૈયાર કરાવી. પછી ઉછળતા વાજીત્રના નાદ અને ધવળમંગળથી વનરાજ વિષા રાજપુત્રીને પર, અને તે વિષા રાજપુત્રીની સાથે બહુ શોભવા લાગ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #355
--------------------------------------------------------------------------
________________ વનરાજ કથા. કેટલાક દિવસો પછી રાજા નગરમાં આવ્યું, એટલે કુમારે વિષાના વિવાહ મહોત્સવની વાત કહી. તે સાંભળી વનરાજને વિષા સાથે વિવાહ થયેલે જાણીને રાજાએ વિચાર કર્યો કે:-“અરે દેવ! આ તેં શું કર્યું? આ પ્રમાણે મારવા જતાં પણ એતો ઉલટે ઉન્નતિ પામતો જાય છે, પણ વૃથા દેવને ઉપાલંભ દેવાથી શું? ફરીને પણ પ્રતીકાર કર.” એમ વિચારીને રાજાએ પુત્રને કહ્યું કે–બહુ સારું કર્યું. હવે વનરાજ પિતાની કાંતાની સાથે સુખ ભોગવે છે અને રાજા તેને મારવાને માટે વારંવાર પ્રયત્નચિતવે છે. એકદા પિતાના ખાનગી બે માતંગને એકાંતમાં બોલાવીને રાજાએ કહ્યું કે;–“આજે મધ્યરાત્રે નગરના દ્વાર આગળ રહેલી કુળદેવીની પૂજા કરવા જે રામગ્રી સહિત આવે, તેને તમારે અવશ્ય મારી નાખ.” એમ કહી તેમને રજા આપીને વનરાજને સંધ્યા વખતે એકાંતમાં લાવી રાજાએ કહ્યું કે –“હે વત્સ! તું જ્યારે સંગ્રામ કરવા ચાલ્યા, ત્યારે મેં દ્વારવાસિની દેવીની પૂજા માની છે, માટે આજે મધ્યરાત્રે તે દેવીની પૂજા કરવા તારે જવું, કે જેથી હું અણુરહિત થાઉં.” રાજાના કહેવાથી વનરાજ મધ્યરાત્રે દીપ અને પૂજાની સામગ્રી લઈને ચાલ્યો. એવામાં પિતાના આવાસની અટારીમાં બેઠેલા નૃસિંહકુમારે તેને જે, અને ઓળખે. એટલે નીચે ઉતરીને તેણે વનરાજને પૂછયું કે --“આ શું ? અત્યારે એકલા કયાં જાઓ છે ?" તેણે સત્ય વાત કહી, એટલે કુમારે તેના હાથમાંથી દીપ તથા અર્ચન-સામગ્રી લઈ લીધી અને બોલ્યો કે - “તમે ઘરે જાઓ, હું દેવીના મંદિરમાં પૂજા કરવા જઈશ.” એમ કહીને વનરાજને પાછું વાળે અને રાજપુત્ર એકાગ્ર મનથી ત્યાં જવા ચાલ્યા. તે દરવાજા નજીક પહોંચ્યા, એટલામાં રાજાએ મોકલેલા પેલા બે માતાએ તરવારથી કુમારને મારી ના એટલે કલકલારવ થઈ ગયે. તે જોઈને કેટલાક માણસેએ તરતજ રાજાને વિવેદન કર્યું. રાજા ચિત્તમાં સંતુષ્ટ થઈને “શું છે? એમ બોલતો ત્યાં જેવાને આવ્યા. એવામાં તે ત્યાં પોતાના પુત્રને પડે છે એટલે રાજ વિલાપ કરવા લાગ્યા કે - “હા વત્સ ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #356
--------------------------------------------------------------------------
________________ 340 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. આ શું થયું ? તારે માટે આ બધું મેં કર્યું, પણ તે તે બધું મને જ નડ્યું.' ઇત્યાદિ બહુ વિલાપ કરી કુમારને અગ્નિસંસ્કાર દઈ રાજાએ વનરાજને કહ્યું કે:-“હે વત્સ! તારું ભાગ્ય વજસમાન કઠીન છે. મારા પુરે હિતનું કથન બધું સત્ય થયું. તું પૂરેપૂરો ભાગ્યવંત છે.” પછી તેના જન્મદિવસથી માંડીને બધે વૃત્તાંત રાજાએ વનરાજને કહી સંભળાવ્યો અને કહ્યું - મારો અપરાધ ક્ષમા કર અને આ રાજ્ય તું ગ્રહણ કર, તારા ભાગ્યે જ તને રાજ્ય આપ્યું છે. હું તે હવે દીક્ષા લઈશ.” આ પ્રમાણે કહી શુભ અવસરે રાજાએ વનરાજને પોતાના સિંહાસન પર બેસારી રાજ્ય આપીને પતે વનમાં જઈ દીક્ષા અંગીકાર કરી. પછી વનરાજ ભૂપાળ સૂર્યના જેવા પ્રતાપથી અને શોભા પામતા ન્યાયથી પ્રજાને અને રાજ્યને પાળવા લાગે. એકદા નંદન ઉદ્યાનમાં ચાર જ્ઞાનધારી નંદનાચાર્ય પધાર્યા. એટલે રાજા પરિવારસહિત તેમને વંદન કરવા ગયે. ત્યાં મુનીશ્વરને વંદન કરી ઉચિતાસને બેસી તેમને ઉપદેશ સાંભળીને રાજાએ પિ. તાને પૂર્વ ભવ પૂછો :-“હે ભગવન્! પૂર્વ ભવે મેં શું સુકૃત કર્યું હતું કે જેથી આવું અદ્દભુત રાજ્ય હું પામ્યો !" એટલે જ્ઞાનાતિશયસંપન્ન મુનિ મધુર ઇવનિથી કહેવા લાગ્યા કે:-“હે રાજન ! પૂર્વ ભવમાં તે શ્રદ્ધા અને ભાવપૂર્વક જિનેશ્વરની સ્તુતિ કરી હતી, તેથી તું પ્રાજ્ય રાજ્ય પામ્યું. અને સ્તુતિમાત્રથી મને લાભ થશે કે નહિ?” એ મનમાં સંદેહ કર્યો હતો, તેથી આંતરે આંતરે સુખ પાપે. વળી અંતકાળે તેં વિચાર્યું હતું કે-“સુકુળથી શું? ભાગ્યેજ અધિક છે. તેથી તું દાસીને પુત્ર થયે.” આ પ્રમાણે મુનિનાં વચન સાંભળી જાતિસમરણ ઉત્પન્ન થતાં પૂર્વ ભવ સંભારીને તે સદસ્થાનમાં તત્પર થયે અને ઘરે જઈને જિનધર્મનું આરાધન કરવા લાગ્યું. તેણે અનેક જિનચૈત્ય અને જિનબિંબ કરાવ્યા તથા મનેહર નવા નવા કાવ્ય અને છંદથી તે વિવિધ અષ્ટપ્રકારી પૂજા સાથે વિશેષે ભાવપૂજા કરવા લાગ્યું અને કરાવવા લાગ્યું. અંતરમાં તવને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #357
--------------------------------------------------------------------------
________________ ગુરૂભક્તિ ઉપર લિલ કથા. 341 વિચાર કરતે એ તે આવશ્યકાદિ ક્રિયા કરવા લાગ્યું અને પ્રાંતે ચારિત્ર ગ્રહણ કરી નિરતિચાર પાળીને પરમપદને પામ્યો. ઇતિ વનરાજ કથા. આ પ્રમાણે અનેક ભવ્ય જીવે જિનપૂજાથી પૂજ્યતા અને પરમપદને પામ્યા છે, માટે જેઓ સર્વથા જિનાર્ચનમાં તત્પર રહે છે તેમને ધન્ય છે. વળી માટે આડંબર કરવાથી શું ? સર્વથા સર્વત્ર ભાવજ પ્રધાન છે. ' હવે ગુરૂભક્તિને અંગે ઉપદેશ આપે છે. તે સંબંધમાં શ્રી ઉપદેશમાળામાં કહ્યું છે કે –“સુગતિના માર્ગમાં પ્રદીપ સમાન એવા જ્ઞાનદાતા સુગુરૂને શું અદેય હોય ? જુઓ ! તે ભિલ્લે શિવને પિતાની ચક્ષુ આપી.” તે દષ્ટાંત આ પ્રમાણે છે - * એક અટવીની ગિરિગુફામાં એક મહટે પ્રાસાદ હતા. ત્યાં શિવની અધિષ્ઠાયિક પ્રતિમા હતી. તેને પોતાનું સર્વસ્વ માનીને કઈ ધાર્મિક વિપ્ર દૂરથી આવી દરરેજ તેની સેવા કરતે હતો. સ્વચ્છ જળથી પ્રથમ સ્નાન કરાવી, ચંદનથી વિલેપન કરી, સુગંધી પુષ્પથી પૂજન કરી, આગળ બળિ ધરી, પ્રધાન ધૂપ ઉખેવી, સ્તવના કરીને મસ્તક પર અંજલિ જેડી તે હમેશાં આ પ્રમાણે કહેતો કે - " त्वयि तुष्टे मम स्वामिन् , संपत्स्यतेऽखिलाः श्रियः। त्वमेव शरणं मेऽस्तु, प्रसीद परमेश्वर // " “હે સ્વામિન ! તમે સંતુષ્ટ (પ્રસન્ન) થતાં અને સર્વ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થશે. તમેજ મારાં શરણ છે; માટે હે પરમેશ્વર! મારા પર પ્રસન્ન થાઓ.” આ પ્રમાણે સદા વિજ્ઞપ્તિ કરીને તે પોતાના ઘરે જતો. એકદા પિતાની પૂજા અસ્તવ્યસ્ત થયેલી જોઈને તેનું કારણ જાણવા માટે તે પૂજન કરીને એકાંતમાં બેસી ગયે. એવામાં એક ભીલ ડાબા હાથમાં ધનુષ્યબાણ તથા જમણા હાથમાં પુષ્પ લઈ, મુખમાં જળ લઈ, ત્યાં આવી શિવની પૂર્વની પૂજાને પોતાના પગથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #358
--------------------------------------------------------------------------
________________ ૩૪ર શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર ના એક વર્ણન કરતમાં છે? દૂર કરી, મુખમાં રહેલ જળથી છંટકાવ અને પુપૂજા કરીને નમ્યું; એટલે શિવ તેની સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. પછી ભીલ ચાલ્યો ગયે. એટલે તે ધાર્મિક બ્રાહ્મણ અંતરમાં ખેદ પામ્ય અને કેપથી શિવને ઉપાલંભ દેવા લાગ્યું કે:-“આહ શિવ! જે આ ભીલતેજ તું જણાય છે, અશુચિ શરીરથી તે અધમે પૂજા કરી, છતાં તેની સાથે તું વાર્તાલાપ કરે છે, અને મને તે સ્વપ્નમાં પણ દર્શન દેતો નથી.”શિવ બોલ્યા કે –“કેપ ન કર, તેનું કારણ તું સ્વયમેવ જાણી શકીશ.” હવે તે વાતને આઠ દિવસ થઈ ગયા પછી એક દિવસ પેલા ધાર્મિક બ્રાહ્મણે શિવની એક ચક્ષુ છે, એટલે તે શેચ કરવા લાગ્યો કે:-“અહો ! શિવનું બીજું સ્વર્ગનેત્ર ક્યાં ગયું? કઈ ટુટે તેનું હરણ કર્યું લાગે છે.” એમ ખેદ કરીને તે એકાંતમાં બેસી રહ્યો. એવામાં ભીલ આવ્યો અને શિવને તથાવિધ જોઈને તેણે ત૨. તજ પિતાની આંખ કહાડીને શિવને ચડાવી. એટલે શિવ બોલ્યા કે –“હે સાત્વિક ! વર માગ.” ભીલ છે કે –“હે સ્વામિન્ ! તમારા પ્રસાદથી મારે બધું છે.” એટલે પુન: શિવ બોલ્યા કે:-“હે સાવિક ! મારે તારું સત્ત્વજ જેવું હતું તે જોયું.” એમ કહી પિતાનું પૂર્વ નેત્ર પ્રગટ કર્યું અને તેનું નેત્ર પાછું આપ્યું–અસલ પ્રમાણે કરી દીધું. પછી ભીલ નમસ્કાર કરીને ચાલ્યો. એટલે શિવે ધાર્મિક વિપ્રને કહ્યું કે –“તેં જોયું? અમે દેવે તે ભાવથી સંતુષ્ટ થઈએ છીએ. બાહ્ય ભક્તિમાત્રથી સંતુષ્ટ થતા નથી.” પછી ધામિક વિપ્ર પણ નમસ્કાર કરીને ચાલ્યા ગયે.. - ઈતિ ગુરૂભક્તિ ઉપર ભિલ કથા. માટે હે ભવ્ય ! ધર્મમાં પણ ભાવથીજ સિદ્ધિ થાય છે. એમ જાણુને શ્રી જિનધર્મના આરાધનમાં ભાવપૂર્વક ઉદ્યમ કર.” ઈત્યાદિ દેશના આપીને ગણધર વિરામ પામ્યા, એટલે સર્વ લોકે પાર્શ્વપ્રભુને નમસ્કાર કરીને પિતાપિતાને સ્થાને ગયા. પછી ધરણે છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #359
--------------------------------------------------------------------------
________________ અષ્ટમ સર્ગ. 343 સેવક થઈને ભગવંતની આગળ દિવ્ય નાટક કર્યું. પાશ્વયક્ષ અને ધિષ્ઠાયક થયે. પ્રભાવપૂર્ણ, સુવર્ણ જેવા વર્ણવાળી તથા કુર્કટ જાતિના ઉરગના વાહનવાળી પદ્માવતી શાસનદેવી થઈ. પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુ સુવર્ણકમળપર પોતાના ચરણને સ્થા( પતા, તથા આકાશમાં દુંદુભિનાદ, આગળ ધર્મચક્ર, ઉપર છત્ર, બે બાજુ ચામર અને પૃષ્ટ ભાગે ભામંડળ–એવા બાહ્યાતિશયથી શેભતા ધરણીતળપર વિચારવા લાગ્યા. सकलकुशलवल्लीवर्धने मेघतुल्यो, - મીમલ્ટ લૌહાણંઘવાઢા सुखजलनिधिचंद्रो देवदेवेंद्रवंद्यो, वितरतु विजयं नः पार्श्वनाथो जिनेंद्रः॥ / / इति श्रीहेमसोमसूरिविजयराज्ये पूज्यपंडित संघवीरगणिशिष्यपंडितउदयवीरगणिविरचिते श्रीपार्श्वनाथगद्यबंधलघुचरित्रे भगवद्गणधरदेशनावर्णनो नाम सप्तमः सर्गः // 7 // अष्टम सर्ग. દેવેંદ્રના નાથ તથા વિશ્વત્રિયના આધાર એવા પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરીને ગુરૂના પ્રસાદથી હું (કત્તા) અષ્ટમ પ્રધાન સગે ગવબંધથી કહીશ. ત્રણ જગતના સ્વામી, જગતના ગુરૂ, પાર્શ્વયક્ષથી સેવિત, સર્પ લાંછન તથા આઠ મહાપ્રાતિહાયથી બિરાજમાન, ચેત્રીશ અતિશયથી શોભાયમાન તથા વાણીના પાંત્રીશ ગુણોથી રાજમાન એવા ભગવંત પાર્શ્વનાથ વિહાર કરતાં એકદા પુંડ્રદેશના સાકેતપુર નગરના આધાન નામના વનમાં પધાર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #360
--------------------------------------------------------------------------
________________ - 344 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. પૂર્વ દેશમાં તામ્રલિપ્તિ નગરીમાં બંધુદત્ત નામે એક યુવા ન સાર્થવાહ રહેતું હતું, તે પૂર્વભવમાં વિપ્ર હતું. તે વખતમાં અન્ય પુરૂષમાં આસક્ત થયેલી તેની પત્નીએ તેને વિષ દઈને બહાર નાખી દીધા હતા. એ વખતે એક દયાળુ ગોવાલણે તેને જીવાડ્યો હતું. તે વૈરાગ્યથી સંન્યસ્ત દીક્ષા લઈ મરણ પામીને સાગરદત્ત નામે શ્રેષ્ઠીપુત્ર થયે. તેને જાતિસ્મરણ ઉત્પન્ન થવાથી તે સર્વ સ્ત્રી ઓથી સર્વથા વિરક્ત રહેતું હતું. હવે પેલી ગોવાલણ મરણ પામીને તેજ નગરમાં એક મહત્યની રૂપવતી કન્યા થઈ. તેને તેના બંધુઓએ સાગરદન વેરે વરાવી, (વેવિશાળ કર્યું.) તે કન્યામાં પણ તેનું મન ન હતું. સ્ત્રી માત્રને તે કલેજાની કટારી સમાન માનતો હતો. એટલે તે કન્યાએ તેને તથાવિધ સમજીને કાગળમાં એક લોક લખીને કર્યો. તે લેક આ પ્રમાણે હતો. “ીના રજવ, ૐિ હ્વીં યજ્ઞાતિ જોવા कौमुद्या हि शशी भाति, विद्युताब्दो गृही स्त्रिया " // હે ચતુર ! કુલીન અને અનુરક્ત એવી સ્ત્રીને ત્યાગ શામાટે કરો છે? કારણ કે જેમ ચાંદનીથી ચંદ્ર અને વિજળીથી મેઘ શોભે તેમ સ્ત્રીથી પુરૂષ શોભે છે.” આ પ્રમાણેને લોક વાંચીને સાગરદત્તે તેના જવાબમાં એકલેક લખી મેકલ્યા કે - " स्त्री नदीवत्स्वभावेन, चपला नीचगामिनी / उत्ता च जडात्मासौ, पक्षद्वयविनाशिनी" // સ્ત્રી સ્વભાવથીજ નદીની જેમ ચપળ તેમજ નીચગામિની હોય છે અને ઉદ્દવૃત્ત થયેલી જડાત્મા (જલાત્મા) એવી તે પક્ષદ્રયને (બે કાંઠાન- સ્ત્રીપક્ષે સ્વસુર ને પિતા બંને પક્ષનો વિનાશ કરનારી હોય છે. આ લેક વાંચીને તે કન્યાએ મનમાં વિચાર કર્યો કે - ખરેખર! એ પૂર્વ જન્મના સ્ત્રી દોષને સંભારતા જણાય છે. પછી તે કન્યાએ પુન: લેક લખી મેકલ્યા–તે આ પ્રમાણે હતે: "एकस्या दूषणे सर्वा, तज्जाति व दुष्यति / अमावास्येव रात्रित्वा-त्याज्येदोः पूर्णिमापि किम् ?" // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #361
--------------------------------------------------------------------------
________________ છે? સાગરદત્ત કથા. 35 “એકના દૂષણથી તેની સર્વ જતિ દૂષિત થતી નથી, અમાવાસ્યાની જેમ રાત્રિ લેવાથી પૂર્ણિમાને પણ ઈદુ (ચંદ્ર) તજી - આ પ્રમાણેના તેના ચાતુર્યથી રંજિત થઈને સાગરદત્ત તે કન્યાને પરણ્યો અને તેની સાથે સુખ ભંગ ભેગવવા લાગે. - પછી સાગરદત્તે સમુદ્રમાર્ગે વ્યાપાર કરવાને સાત વાર પ્રયત્ન કર્યો, પણ સાત વાર તેના વહાણ ભાંગી ગયા, તેથી તે લેકે માંડસીપાત્ર થશે. એટલે વિચારવા લાગ્યો કે –“હવે મારે શું કરવું? મારા જીવિતને ધિક્કાર થાઓ.” આ પ્રમાણેના વિચારમાં તે દિમૂઢ બની ગયે. પછી આમતેમ ગામોમાં ભમતાં એકદા કુવામાંથી જળ કાઢતાં કે માણસને સાત વાર જળ આવ્યું નહિ અને આઠમી વાર આવ્યું. તે જોઈને તેને સ્મરણમાં આવ્યું કે - સાત વાર મારાં વહાણ ભાંગ્યાં, પણ હવે આઠમી વાર જોઉં.” એમ ચિંતવી શુભ શુકન થતાં વહાણ લઈને તે સિંહલદ્વીપ તરફ ચાલ્યો અને સુવાયુના વેગે તે અનુક્રમે સિંહલદ્વીપથી રત્નદ્વીપે ગયે. ત્યાંથી ઘણું રત્ન ગ્રહીને તે પિતાના નગર તરફ વળે. એવામાં રત્નના લોભી નિર્ધામક (નાવિકે) એ રાત્રે તેને મહાસાગરમાં નાખી દીધે; પણ દેવગે એક ફલક (પાટીયું) મળી જવાથી તે સમુદ્રકાંઠે નીકળે. પછી પરિભ્રમણ કરતાં અનુક્રમે તે પાટલીપુરમાં આવ્યું. ત્યાં વ્યાપારને માટે આવેલા તેના સસરાએ તેને જોયે; એટલે પિતાને ઉતારે લઈ જઈને તેને સ્નાન, ભેજન કરાવ્યું. પછી તેણે પિતાને બધે વૃત્તાંત કહ્યો, એટલે તેના સસરાએ તેને ત્યાં રાખે, અને તે પણ ત્યાં રહ્યો. કેટલાક દિવસે વ્યતિત થયા પછી તેનું વહાણ પણ ત્યાં આવ્યું, એટલે સાગરદત્તે રાજાની આજ્ઞા મેળવીને તે નાવિકેને અને ટકાવ્યા, અને પિતાના રને લઈને મુક્ત કર્યો. પછી સાગરદત્ત પતાને ઘરે ગયે, અને વિશેષ ધન ઉપાર્જન કરવાથી દાન અને ભેગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #362
--------------------------------------------------------------------------
________________ 346 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. વડે પોતાના ધનને સફળ કરવા લાગ્યું. તે વિપ્ર, યોગી અને અન્ય દર્શનીઓને પણ આહાર વસ્ત્રાદિકનું દાન આપીને તેમને પૂછતા કે - કયા દેવ અને કયા ગુરૂ મોક્ષ આપી શકે?” એટલે તે બધા ' ભિન્ન ભિન્ન દર્શાવવા લાગ્યા, તેથી સાગરદત્તના મનમાં સંશય પડ્યો - કે –“કયા ધર્મને સેવું? સત્યવાદી કેણ? કે જેનાથી મને સાચો ધર્મ મળી શકે.” આમ વિચારીને તે વિવિધ શાસ્ત્રો સાંભળવા લાગ્યા. એકદા શરીરચિંતાને માટે તે વનમાં ગયો. ત્યાં ધ્યાનસ્થ એક સાધુને સાગરદત્તે વંદન કર્યું, અને પૂછયું કે –“હે સ્વામિન્ ! દેવ, ગુરૂ અને ધર્મ શું ? અને તમે કેણ છે ? તે મને બધું સત્ય કહે.” સાધુએ કાર્યોત્સર્ગ પારીને કહ્યું કે –“હે મહાનુભાવ! હું અનગાર છું; રાજ્ય તજી દીક્ષા લઈને સિદ્ધનું ધ્યાન કરૂં છું. હું તને સત્ય વાત કહી શકું પણ તેથી મારા ધ્યાનનો ભંગ થાય, માટે કાલે અહીં ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પધારશે, તેમને વંદન કરીને પ્રશ્ન કરજે.” આ પ્રમાણે સાંભળી હર્ષિત થઈને તે ઘરે ગયે. બીજે દિવસે ભગવંત ત્યાં પધાર્યા, એટલે તેમનું આગમન જાણું રાજા, નગરજને તથા સાગરદત્ત પણ હર્ષિત થઈને જિવંદન કરવા આવ્યા. લાભનું કારણ જાણીને ભગવંતે પણ સાગરદત્તને ઉદ્દેશીનેજ ધર્મદેશના આપી. સાગરદત્ત એક ચિત્તે દેવતત્ત્વ, ગુરૂતત્ત્વ અને ધર્મતવના ભેદ સાંભળવા લાગે. ભગવતે સાગરદનના સર્વ સં. શય દૂર કર્યા એટલે તે ધર્મ સાંભળતાંજ વૈરાગ્ય પામ્ય, અને ભગવંતના ચરણમાં જઈને પડ્યો. તે વખતે શુક્લધ્યાન ધ્યાતાં શુભ વાસનાથી તેને ત્યાંજ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી યતિષ ધારણ કરીને તે કેવળીની સભામાં જઈને બેઠા અને અનુક્રમે પરમપદને પામ્યા. આ પ્રમાણે એકાંત પરેપકારી એવા પાર્શ્વનાથ ભગવંતે તેને સંસારથી તાર્યો.. - ઇતિ સાગરદત કથા, * શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલા શિવ, સુંદર, સેમ અને જય એવા નામના ચાર શિષ્ય કે જેમણે ચિરકાળથી વ્રત લીધું હતું P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #363
--------------------------------------------------------------------------
________________ ચાર મુનિની કથા.. 37 અને બહુશ્રુત થયા હતા, તેમણે ભગવંતને પ્રણામ કરીને પૂછ્યું કે“હે ભગવન્! અમને આ ભવમાં સિદ્ધિ પ્રાપ્ત થશે કે નહિ?” પ્રભુ બેલ્યા કે “તમે ચરમશરીરી હોવાથી આ ભવમાં જ સિદ્ધ થશો.’ એટલે તેમણે ચિંતવ્યું કે:-“જે આ ભવમાં આપણે સિદ્ધ થવાના છીએ તે વૃથા દેહકષ્ટ શા માટે સહન કરવું? સ્વેચ્છાએ ભજન, પાન અને શયન કરવું. બૌદ્ધ દર્શનમાં પણ કહ્યું છે કે-“મનેશ ભેજન, મજ્ઞ શયન અને મનેજ્ઞ ભવનમાં રહેતા સતા મનેણ વ્રત ધારણ કરવું. પ્રભાતે દૂધ અને મદ્યપાન કરવું, બપોરે સ્વાદિષ્ટ ભોજન કરવું, સાંજે મધ અને શર્કરા પીવી, રાત્રે દ્રાક્ષ ખાવીએમ સુખોપભેગ કરતાં પ્રાંતે મોક્ષ મળે છે. માટે આપણે પણ તે પ્રમાણે જ દિવસે ગાળીએ, વૃથા કષ્ટ કરવાથી શું?” આ નિર્ણય કરી તે સાધુઓ ચારિત્ર તજી દઈ અન્યત્ર જઈને તે પ્રમાણે સમય ગાળવા લાગ્યા. અન્યદા તેમની આસન્નસિદ્ધિ હોવાને લીધે કેટલાક કાળ પછી તેમના મનમાં પાછે વિચાર ઉત્પન્ન થયે કે:-“અહેત્રણ લેકના આધાર, અને જગતના ગુરૂ શ્રી પાર્શ્વનાથને પામીને આપણે ઉલટે આપણું આત્માને શિથિળ . સચ્ચારિત્રરૂપ જળમાં સ્નાન કરીને આપણે કુમતિસંસર્ગરૂપ રજમાં આપણા આત્માને આળટાવ્યું. આમ કરવાથી પ્રમાદવશે આપણું શી ગતિ થશે? અત્યારે આપણને પાર્શ્વનાથ પરમાત્મા સિવાય અન્ય શરણ નથી.” વળી તે પુનઃ ચિંતવવા લાગ્યા કે-“હે ભગવન્! આપજ અમારા શરણ છે, માટે કૃપા કરીને અમને આલંબન આપે.” એમ ચિંતવતાં તે ચારે ક્ષપકશ્રેણિએ ચડ્યા અને શ્રી પાર્શ્વનાથ પરમાત્માના સ્થાનના પ્રભાવથી કેવળજ્ઞાન પામીને સિદ્ધ થયા. અહો ! શુભ ધ્યાનને કે ઉત્કૃષ્ટ પ્રભાવ છે તે જુઓ. વળી ભગવંત આ રીતે એકાંત પરે પકારી હતા. ઇતિ ચાર મુનિ કથા. નાગપુરીમાં ધનપતિ નામને ધનિક વ્યવહારી રહેતે હતે. તેને બંધુદત્ત નામે પુત્ર હતો. તેને તેના પિતાએ વસુનંદની સુતા ચંદ્રલેખા સાથે પરણાવ્યું. એવામાં તેના હાથમાં હજી કંકણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #364
--------------------------------------------------------------------------
________________ 348 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. છતાં સર્ષે ચંદ્રલેખાને ડેશી અને તે મરણ પામી. એ પ્રમાણે તેની છ સ્ત્રીઓ પરણતાં જ ગુજરી ગઈ. એટલે “વિષહસ્ત અને વિષવર” એવા નામથી તે બંધુદત્તની પ્રસિદ્ધિ થઈ. પછી તેને કેઈએ કન્યા ન આપવાથી તે કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ દિવસે દિવસે ક્ષીણ થવા લાગ્યું. તેને તથાવિધ ખિન્ન ચિત્તવાળે જોઈને તેના પિતાએ યાન (વહાણ) સજજ કરાવીને વ્યાપાર કરવા મોકલ્યા. પિતાની આજ્ઞાથી દ્વીપાંતરમાં જઈને તેણે બહુ ધન ઉપાર્જન કર્યું. પછી બહુ લાભથી સંતુષ્ટ થઈને તે પોતાના નગર ભણું પાછો વળે. સમુદ્રમાગે ચાલતાં દુવયુના વેગે અધવચ તેનું વહાણ ભાંગ્યું, ભાગ્યયોગે તે કાષ્ઠફલક પામીને રત્નદ્વીપે નીકળે. પગે ચાલતો અને ફળાહાર કરતે તે રત્નાદ્રિ પર ગયે. ત્યાં રત્ન ગ્રહણ કરતાં તેણે એક મેટે જિનપ્રાસાદ જે, એટલે તે ચૈત્યમાં પ્રવેશ કરીને શ્રી નેમિનાથના બિંબને નમસ્કાર કરી બહાર વૃક્ષની છાયામાં બેઠેલા અને શુક્લધ્યાન ધ્યાતા એવા કેટલાક મુનિઓને જોઈને તેણે વંદન કર્યું અને પોતાને બધે વૃત્તાંત નિવેદન કર્યો, એટલે તેમાંના પ્રથમ મુનિએ તેને પ્રતિબોધ આપીને જેનધર્મમાં દઢ કર્યો. એ વખતે ચિત્રાંગદ નામે કઈ વિદ્યાધર મુનિને વંદન કરવા આવ્યો હતો. તેણે બંધુદત્ત પર સ્વધાર્મિકપણુથી પ્રસન્ન થઈને તેને આમંત્રણ કર્યું અને પોતાને ઘરે લઈ ગયા. ત્યાં બંધુદતને સ્નાન, મજજન અને ભક્તિપૂર્વક ભેજન કરાવીને તે બે કે –“તું મારો સાધર્મિક ધર્મબંધુ છે, માટે તેને આકાશગામિની વિદ્યા આપું કે કન્યા આપું?” બંધુદત્ત બોલ્યો કે-હું સામાન્ય વણિક વેપારી છું; માટે મારે વિદ્યાનું શું પ્રજન છે? " એમ બોલીને તે મૌન રહ્યો. એટલે ખેચરે વિચાર કર્યો કે એને કન્યાની અભિલાષા લાગે છે, માટે જે સુરૂપવતી અને આયુમતી કન્યા હોય તે એને આપું, પણ તેવી કન્યા કયાં છે?” આમ વિચારે છે એટલે તેની ભગિની સુવર્ણલેખાએ તેને કહ્યું કે - “કૌશાંબીમાં જિનદત્ત શેઠની પ્રિયદર્શના નામે કુમારી પુત્રી મારી સખી છે, તે સુરૂપ અને આયુષ્મતી છે, તેના પિતાએ ચતુર્ગાની મુનિને પૂછ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #365
--------------------------------------------------------------------------
________________ - સર & પાર વિના જ થાય , બંધુદત્ત કથા. 349 હતું કે - આ કન્યા કેવી થશે?” એટલે જ્ઞાનીએ કહ્યું હતું કે આ કન્યા પાણિગ્રહણ કરી પુત્ર પ્રસવને ચારિત્ર ગ્રહણ કરશે.’ - આ પ્રમાણે મેં સાંભળ્યું છે, માટે તે કન્યાજ એને અપાવવી.” પછી ચિત્રાંગદ વિદ્યાધર મિત્ર વિદ્યાધરો અને બંધુદત સહિત કૌશાંબી ગયે. ત્યાં શ્રી પાર્શ્વનાથને પ્રાસાદ જોઈ, તેમાં પ્રવેશ કરીને પ્રભુને નમન કરતાં બંધુદત્ત ભગવંતની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા:ત્રિભુવનને મુગટ સમાન, સુરાસુરથી નમન કરાયેલા અને અમેય સંસાર-સાગરમાં આધારરૂપ એવા હે પાર્શ્વજિન ! તમે જયવંત વર્તો. હે સ્વામિન ! આપના દર્શન કરતાં રોગ, અગ્નિ, જળ, વ્યાસ, ચોર, શત્રુ અને શ્વાપદથી થતા બાહ્ય અને આંતરિક ભય નષ્ટ થાય છે.” ઈત્યાદિ બંધુદત્ત સ્તુતિપાઠ કરતા હતા, એવામાં જિનદત્ત ત્યાં પૂજા કરવા આવ્યું. અને ત્યાં વિદ્યાધરને તથા સાધર્મિક બંધુદત્તને જોઈને તે પ્રમોદ પામ્યું. પછી તેમને આમંત્રી પોતાને ઘરે લઈ જઈને સ્નાન, ભેજનાદિકથી સત્કાર કરી તેણે પૂછ્યું કે-“અહીં તમે શા કારણે આવ્યા છે?” તેઓ બોલ્યા કે અમે તીર્થવંદન કરવા અહીં આવ્યા છીએ.” એટલે પુનઃ જિનદત્ત બે કે-“મારે લાયક કામસેવા ફરમાવે.” તેઓ બોલ્યા કે-“અમે વિદ્યાધર (ખેચર) છીએ, અને આ બંધુદત્ત ભૂચર છે, તમે પણ ભૂચર છે, તે બંધુદત્તને તમારી પ્રિયદર્શના પુત્રી પરણા. આ મહાનુભાવ ખરેખર ધર્મિષ્ઠ છે.” પછી તેના ધર્મિષ્ટપણાથી રંજિત થઈને જિનદત્ત પિતાની પુત્રી બંધુદતને પરણાવી, એટલે વિદ્યારે સંતુષ્ટ થઈને પિતાના સ્થાને ગયા. અને બંધુદત તેની સાથે પંચેંદ્રિયના વિષયસુખ ભંગ ભગવતો ત્યાં જ રહે. વળી સામાયિક, પ્રતિક્રમણ અને પિષધાદિક ધર્મકૃત્ય પણ તે કરવા લાગ્યો. કેટલાક વખત પછી તે સગર્ભા થઈ એટલે સસરાને પૂછી તેને લઈને બંધુદ પિતાના નગર ભણું ચાલ્યું. અ૫ સાર્થની સાથે ચાલતાં તે અનુકમે એક ભયંકર અટવીમાં આવી પહોંચે. તે અટવીનું ત્રણ દિવસમાં ઉલ્લંઘન કરીને તે એક સરોવરના તીરે આવ્યા. એવામાં દેવગે ચંડસેન નામના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #366
--------------------------------------------------------------------------
________________ 350 શ્રી પાશ્વનાથ ચરિત્ર-ભાષાંતર પલ્લીપતિના યમદૂત જેવા ભીલેએ અકસ્માત્ તે સાથેપર હુમલે કર્યો, અને સાર્થનું સર્વસ્વ તથા પ્રિયદર્શનાને લઈને તે ચાલ્યા ગયા. તેમણે તે માલ પ્રિયદર્શના સહિત પેલા પલ્લી પતિને હવાલે કર્યો. એટલે પલ્લી પતિ તે પ્રિયદર્શનારને રૂપવતી જોઈને સંતુષ્ટ થઈ ચિંતવવા લાગ્યું કે-“એને મારી મુખ્ય સ્ત્રી કરીશ. પછી ચંડસેને તેને પૂછયું કે-“હે ભદ્રે ! તું કોણ છે? તું કેની પુત્રી છે અને તારું નામ શું છે?” તે બોલી કે–“હું કૌશાંબીના રહેનારા જિનદત્ત શેઠની પ્રિયદર્શના નામે પુત્રી છું.”તે સાંભળીને ચંડસેન બેલ્યા કે “અહો ! જો એમ હોય તે તે તું મારી બહેન છે, કેમકે તું મારા ઉપકારીની પુત્રી છે. સાંભળ-એકદા ચેરે સાથે સાયંકાળે હું કૌશાંબીની બહાર મદ્યપાન કરતો હતે, એવામાં રાજપુરૂષોએ મને પકડ્યો અને બીજા ભીલે તે વખતે ગચ્છતિ કરી ગયા. મને એકાકીને રાજા પાસે ખડો કર્યો. રાજાએ વધને આદેશ કર્યો, એટલે રાજસેવકે મારે વધ કરવા માટે મને વધભૂમિ તરફ લઈ જતા હતા, એવામાં માગે પિષધ કરીને ઘર ભણી જતા તારા પિતા સામા મળ્યા. તેણે મારી પ્રાર્થના સાંભળી રાજાને વિજ્ઞપ્તિ કરીને મને છેડા. માટે તું મારી બહેન છે. કહે, તારું હિત હું શું કરું?” તે બોલી કે - હે બાંધવી ધાડ પડવાથી વિખુટા પડી ગયેલા મારા પતિ બંધુદત્તની શોધ કરીને તેને અહીં લઈ આવ.” એટલે ચંડન તેને બહેનસમાન ગણું પિતાને ઘરે મૂકીને તેના પતિની શોધ કરવા ચાલ્યો. બહુ સ્થળે ભમતાં છતાં પણ બંધુદત્તને પત્તે ન લાગ્યું. એટલે નિરાશ થઈને તે પાછા આવ્યું અને પુનઃ સર્વત્ર પિતાના ભલેને તપાસ કરવા મેકલ્યા. એવામાં ત્યાં પ્રિયદર્શનાએ પુત્ર પ્રસ. પેલા ભીલે પણ સર્વત્ર તપાસ કરતાં બંધુદત્ત ન મળવાથી પાછા આવ્યા. . . એકદા પલિપતિએ પોતાની કુળદેવી આગળ માનતા કરી કે“હે માતા ! જે એક માસમાં પ્રિયદર્શના પતિ બંધુદત્ત મળશે તે હું દશ પુરૂષનું તને બળિદાન આપીશ.” આ હકીકતને પચશ P.P: Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #367
--------------------------------------------------------------------------
________________ બંધુદત્ત કથા.. 35 દિવસ થઈ ગયા, પણ બંધુદત તો ન મળે; તથાપિ બલિદાનને માટે દશ પુરૂષને લાવવા ચંડસેને પિતાના સેવકે મોકલ્યા. અહીં પ્રિયાના વિરહથી સંતપ્ત થઈને સર્વત્ર ભ્રમણ કરતા બંધુદત્ત હિંતાલ પર્વતના વનમાં ગયે. ત્યાં એક મોટું સહચ્છદવૃક્ષ તેના જેવામાં આવ્યું. તે જોઈને બંધુદતે વિચાર કર્યો કે:-“મારા વિના પ્રિયદર્શના એક ક્ષણવાર પણ જીવી શકવાની નથી, તેથી તે મરણ પામી હશે, તે હવે મારે પણ જીવીને શું કરવું? માટે હું પણ યમને અતિથિ થાઉં.” આમ નિશ્ચય કરી તે વૃક્ષ પર જેટલામાં તે ગળપાસ નાખે છે, તેટલામાં સરેવરને તીરે હંસીથી વિગ પામેલ એવા એક હંસને તેણે જોયે. સર્વત્ર તેની શોધ માટે ભમતા તે હંસે પદ્યની છાયામાં છુપાઈ ગયેલી પોતાની હંસીને જોઈ, એટલે તેની સાથે ભેટીને તે સુખી થયે. આ કૌતુક જોઈને બંધુદત્તે વિચાર કર્યો કે:-“જીવતા માણસે પુન: પણ સંગ પામે છે, માટે મરણથી સર્યું; હવે તે હું ફરીને પણ તેની તપાસ કરૂં. વળી નિધન થયેલ હું પોતાના નગરમાં પણ કેમ જાઉં ? માટે વિશાલાનગરીએ જઈ મારા મામા પાસેથી ધન લઈને પ્રાણપ્રિયાની શોધ કરૂં અને તેને છોડાવું, પછી મારે ઘેર જઈને હું તેનું દ્રવ્ય તેને પાછું આપીશ.” આ પ્રમાણે ચિંતવી બીજે દિવસે તે વિશાલાનગરી ભણું ચાલ્યો. માર્ગમાં ગિરિપુર નગરની સમીપે રહેલા યક્ષાલયમાં તે શ્રાંત થવાથી રાત્રે વિસામો લેવા બેઠે. ત્યાં કેઈ બીજો મુસાફર પણ વિસામો લેવા બેઠે હતા. બંધુદતે તે મુસાફરને પૂછ્યું કે:-“હે મુસાફર બંધુ! તું કયાંથી આવે છે?” તે બોલ્યો કે હું વિશાલાનગરીથી આવું છું.' બંધુદત્તે કહ્યું કે- ત્યાં ધનદત્ત નામે શ્રેષ્ઠી મારે મા રહે છે, તેને કુશળ છે?” મુસાફર બોલ્યા કે-“હે પથિક! તારા ધનદત્ત મામાને રાજાએ પકડ્યો છે અને સહકુટુંબ તેને કેદખાનામાં પૂર્યો છે.” બંધુદતે પૂછયું કે શા માટે રાજાએ એમ કહ્યું છે?” પથિક બોલે કે:-“ગ્રામેશ નરપતિ એકદા વનમાંથી કીડા કરીને પાછા વળતાં તારા મામાને પુત્ર કાર્ય વ્યગ્ર હોવાથી રાજાના આવતાં ઉભો ન થયે; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #368
--------------------------------------------------------------------------
________________ ઉપર શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. તેથી રાજા કે પાયમાન થયા. તે વખતે તારા ધનદત્ત મામા કે ગામ ગયેલા હતા, એટલે તેના પુત્રને રાજાએ કેદ કર્યો. પછી ધનદત્ત ગામથી પાછો આવ્યો, એટલે કોટિ દ્રવ્ય આપવાનું ઠરાવીને પુત્રને છેડા; પરંતુ દંડ ભરવાની રકમ પૂરી ન થવાથી બાકી ધન લેવા માટે તે ધનદત્ત પોતાના ભાણેજ બંધુદત્ત પાસે ગઈ કાલેજ ગમે છે.” આ હકીકત સાંભળીને બંધુદત્ત ચિંતવવા લાગે કે–અહે મારા કર્મની ગતિ વિષમ જણાય છે, કારણ કે–અહીં પણ નથી અને ત્યાં પણ કંઈ નથી, જ્યાં જાઉં છું ત્યાં કંઈ નથી. જે કાર્યની શરૂઆત કરું છું તે કર્મયેગે સિદ્ધજ થતું નથી. હવે મારે શું કરવું અને કયાં જવું?” આમ ચિંતવીને તે મામાના ગામ ભણું ચાલ્ય, એવામાં માર્ગમાં તેના મામા મળ્યા એટલે પરસ્પર આલિંગન દઈને બંને નેહસહિત મળ્યાં. પછી પોતપોતાને વૃત્તાંત કહેવાથી તેઓ દુ:ખિત થયા અને વિચાર કરવા લાગ્યા. એવામાં અકસમાત બળિદાનને માટે પુરૂષની શોધમાં ફરતા પશ્વિપતિના માણસોએ તેમને જોયા. એટલે તેમને પકડીને લઈ ગયા, બીજા પણ આઠ પુરૂષોને માર્ગમાંથી પકડીને લઈ આવ્યા. એવામાં એક માસ પૂરો થયે એટલે પશ્વિપત્તિએ વિચાર્યું કે–આજે એક મહિને પૂરે થયે, પણ બંધુદત્તને તે પત્તો ન મળે તે પણ મેં જે દશ પુરૂષોની માનતા કરી છે તે તે દેવીને બલિદાનમાં આપવા.” આમ ચિંતવીને પશ્વિપતિ બોલ્યો કે હે સેવકે ! ચાલો દેવીની આગળ આ પુરૂષનું બળિદાન કરે તે વખતે તેણે પ્રિયદર્શનને સપુત્ર ત્યાં અણાવીને દેવીને નમન કરાવ્યું એટલે પ્રિયદર્શનાએ વિચાર કર્યો કે-“અહો! બહુ ખેદની વાત છે કે હું શ્રાવકુળમાં જન્મ પામી છતાં મારે નિમિત્તે આ માણસે માર્યા જાય છે. ખેદનું કારણ વિશેષ એ છે કે પશ્વિપતિને અટકાવ્યા છતાં, તે અટકતા નથી.” અહીં બંધુદત પોતાનું મરણ પાસે જાણુને પંચપરમેષ્ઠી મહામંત્રનો વારંવાર ઉચ્ચાર કરવા લાગે તથા ખમતખામણ કરવા લાગ્યું અને ઉચ્ચ સ્વરે પાર્શ્વનાથનું નામ સ્મરણ કરવા લાગ્યું. તે વખતે ભીલે તેને મારવા માટે શસ્ત્રને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #369
--------------------------------------------------------------------------
________________ બંધુદત કથા. 353 પ્રહાર કરવા લાગ્યા પરંતુ બંધુદત પાશ્વનાથના નામરૂપ મંત્રને વારંવાર સંભારતો હોવાથી તરવારને સખ્ત પ્રહાર કરતાં પણ તે તેને લાગતી નહોતી અને તેના મામાને પણ ભગવંતના નામસ્મરણના પ્રસાદથી લાગતી હતી. એટલે સેવકોએ આવીને પલિપતિને કહ્યું કે-હે સ્વામિન ! એક પરદેશી પુરૂષને સખ્ત પ્રહાર કરતાં પણ ખચ્ચ લાગતું નથી. એટલે પહિલપતિ બોલ્યા કે તેને અહીં બેલા.”સેવકે તેને ત્યાં લઈ આવ્યા એટલે ત્યાં પ્રિયદર્શના બેઠી હતી, તેણે પોતાના પતિને ઓળખે અને બંધુદત્ત પણ પિતાની પ્રિયાને જોઈને મુદિત થયે. અને અન્ય હર્ષિત થયેલા એવા તે બંનેની ચક્ષુમાંથી હર્ષના બિંદુ ટપકવા લાગ્યા એટલે પદ્ધિપતિ છે. લ્યા કે-“આ શું ?" પ્રિયદર્શના બેલી કે- આ મારા પતિ છે.” એટલે પશ્વિપતિએ બંધુદત્તને આલિંગન કર્યું. અને તેને સારી રીતે સત્કાર કર્યો. પછી “આ બીજુ કેણ છે?' એમ પશ્વિપતિએ પૂછયું, એટલે બંધુદત બોલ્યો કે એ મારા મામા છે.” પછી બીજા આઠેબંદીજનેને પણ તેણે છોડાવ્યા, અને બંધુદત્ત પ્રિયા સહિત આઠ દિવસ ત્યાં રહ્યા. પશ્વિપતિએ તેને વિશેષ સત્કાર કર્યો. એકદા ચંડસેને બંધુદતને પૂછયું કે-“હે બંધુદત્ત ! મને અતિ વિસ્મય થાય છે કે-“કઠિન ખડ્ઝના પ્રહાર સખ્તરીતે કરતાં છતાં પણ તને કેમ લાગ્યા નહિ ? શું તારી પાસે કાંઈ ઓષધિ છે કે કોઈ મંત્રને પ્રભાવ છે? તે સત્ય કહે.” એટલે બંધુદત્ત બે કે –“હે સ્વામિ ! એ ઔષધિને કે મંત્રનો પ્રભાવ નથી, પણ એ મારા દેવ તથા ગુરૂને પ્રભાવ છે” પદ્વિપતિએ પૂછ્યું કે “તારા દેવ ગુરૂ કેણ છે?” બંધુદત્ત બે કે –“હે સ્વામિન્ ! હું શપથ પૂર્વક સાચે સાચી વાત કહું છું તે સાંભળો–મારા દેવ પાર્શ્વનાથ છે અને ગુરૂ પણ શ્રી પાર્શ્વનાથ છે. તેમના નામ સમરણથી ખદ્ગને પ્રહાર અટકે તેમાં શું આશ્ચર્ય ? પણ શ્રી પાર્શ્વનાથ નામના પ્રભાવથી બીજા પણ ઘણું વિદને વિનાશ પામે છે.”એટલે પદ્ધિપતિ પુનઃ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #370
--------------------------------------------------------------------------
________________ પ " શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. બાલ્ય કેતે દેવ કેવા છે અને કયાં છે? બંધુદત્ત બોલ્યા કે તે શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઇંદ્રાદિ દેવો અને નરેંદ્રો સેવે છે. તે ત્રણ પ્રાકાર અને છત્રથી બિરાજમાન અને સચ્ચામરેથી સુશોભિત એવા ભગવાન અત્યારે નાગપુરમાં વિચરે છે. તે અનંત કટિભવના સંદેહો પણ ભાંગે છે. તેમના નામ તથા પ્રસાદથી મનવાંછિત પદાર્થ પ્રાપ્ત થાય છે. તે સાંભળીને પશ્વિપતિ બે કે –“તેમના દર્શન મને કરાવે, કે જેથી હું કૃતાર્થ થાઉં” બંધુદા બે કે –“બહુ સારૂં.” પછી પશ્વિપતિ, સ્ત્રી સહિત બંધુદત્ત તથા બંધુદત્તના મામા ધનદત્ત એ ચારે જણ મેટા આડંબરથી ચાલ્યા અને અનુક્રમે નાગપુરીમાં આવ્યા. ત્યાં ત્રિભુવનપતિ પાર્શ્વનાથના સમવસરણમાં જઈને તેમણે ભગવંતને વંદન કર્યું. પછી ભગવંતે આપેલ દેશના સાંભળીને બંધુદત્તે ભગંતને પૂછયું કે;–“હે ભગવન ! કયા કર્મથી પરણુતા માત્રમાં મારી છે સ્ત્રીઓ મરણ પામી અને સાતમીને વિ. રહ થયે.” ભગવંત બોલ્યા કે - “તારા પૂર્વકૃતકર્મને સંબંધ સાંભળ વિધ્યાચળ પર્વત પર હિંસામાં તત્પર એ શિખરસેન નામે પલિપતિ રહેતો હતો. તેને ચંદ્રાવતી નામે સ્ત્રી હતી. તે પલિપતિ સાતે વ્યસનને સેવનાર હતું અને અનેક પાપકર્મ કરતો હતે. એકદા માર્ગભ્રષ્ટ થયેલ સાધુસમુદાય ત્યાં આવી ચડયો. તે મુનિવરેને જોઈને પલિપતિએ પૂછયું કે –“તમે કોણ છે?” તે બેલ્યા કે –“અમે સાધુઓ માર્ગભ્રષ્ટ થયેલા અહીં આવ્યા છીએ.” એટલે તેની પ્રિયા ચંદ્રાવતી બોલી કે –“હે સ્વામિન ! એમને ફળાદિકનું ભોજન કરાવીને માર્ગે ચઢાવે. એટલે મુનિઓ બોલ્યા કે —-અમે ઘણા કાળનું, વર્ણ અને ગંધાદિ રહિત થયેલું ફળ ગ્રહણ કર્યું છે, માટે ઈતર કલ્પિત ફળેથી અમારે કાંઈ પ્રજન નથી, પણ એક ક્ષણભર તું અહીં સ્થિત થઈને અમારું કથન સાંભળ.” પછી તે બેઠે, એટલે સાધુઓએ નમસ્કારમંત્ર સંભળાવ્યું અને કહ્યું કે –“આ નમસ્કારનું તારે નિરંતર સ્મરણ કરવું અને સંગ્રામવિના તારે કઈ P.P. Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust
Page #371
--------------------------------------------------------------------------
________________ બંધુદત કથા. 355 જીવનો ઘાત ન કરે.' એમ કહીને તે મુનિવરે અન્યત્ર વિહાર કરી ગયા. પલિપતિ માર્ગ બતાવીને સ્વગૃહે પાછા આવી તે મુનિવરની અનુમોદના કરવા લાગ્યા. એકદા પોતાની સ્ત્રી ચંદ્રાવતી સહિત પલ્લોપતિ નદીમાં કીડા કરવા ગયા હતા, ત્યાં જળપાનને માટે આવેલા સિંહ તે બંનેનું ભક્ષણ કરી ગયે. તે વખતે તે બંને મરણ પામીને નમસ્કાર-પાનના પ્રભાવથી સૈધર્મ દેવલોકમાં પાપમના આયુષ્યવાળા દેવ થયા ત્યાં દેવ આયુ પાળીને ત્યાંથી આવી શિખરસેનને જીવ મહાવિદેહમાં ચક્રપુરી નગરીમાં કરૂમૃગાંક નામે રાજાને મીનમૃગાંક નામે પુત્ર થયો અને ચંદ્રાવતીને જીવ ત્યાંથી વીને ભૂષણ ભૂપતિની વસંતસેના નામે પુત્રી થઈ. તે બંને યૌવનાવસ્થા પામ્યા, એટલે બંનેનો વિવાહ થયે અને પૂર્વ ભવના સહયોગે પરસ્પર પરમ પ્રેમમાં તત્પર થયા સતા સુખભેગ ભેગવવા લાગ્યા. કુરૂમૃગાંક રાજા ચિરકાળ રાજ્યસુખ ભેગવીને વૈરાગ્ય પામવાથી મીનમૃગાંક પુત્રને રાજ્ય આપી પોતે વનમાં જઈને તાપસ થ; એટલે વસંતસેનાને પટરાણી બનાવીને મીનમૃગાંક રાજ્યસુખ ભોગવતાં યૌવનથી મદમત્ત થઈ મૃગયાનો વ્યસની થયો. અનેક તિર્યંચાને તેના સ્ત્રી પુત્રો સાથે વિગ કરાવી તેમને ભેગાંતરાય કરવા લાગ્યો અને ભેગાંતરાય કર્મ બાંધવા લાગ્યું. વૃષભ, અશ્વ અને પુરૂષોનું વંઢત્વ કરવા લાગ્યું. એ રીતે તે બહુ પાપવ્યસનમાં પરાયણ થયા. અંતે દાહજવરની પીડાથી મરણ પામી રૌદ્ર ધ્યાનના વશથી છઠ્ઠી નરકે ગયે. વસંતસેના પણ પતિના વિગે અશ્વિમાં પ્રવેશ કરીને તેજ નરકમાં નારકી થઈ. ત્યાંથી નીકળી પુષ્કરવરદ્વીપના ભરતક્ષેત્રમાં દરિદ્રીના કુળમાં જુદે જુદે ઘરે પુત્ર પુત્રી થયા. તે બંને પરણ્યા. એકદા તેમણે સાધુઓને જેયા, એટલે ભક્તિપૂર્વક પરમ આદરથી તેમને અન્નપાન વહોરાવ્યું અને ઉપાશ્રયે જઈને તેમના મુખથી ધર્મ સાંભળે. પછી બંને ગૃહસ્થ ધર્મ પાળીને મરણ પામી પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચવીને તમે બંને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #372
--------------------------------------------------------------------------
________________ -~~- ~ ~ ૩પ૬ શ્રી પાર્શ્વનાથચરિત્ર–ભાષાંતર. શ્રેષ્ઠિસુત સુતા થયા છે. હે બંધુદત્ત!ભીલના ભાવમાં જે તિર્યંચાનો વિગ તે કરાવ્યો હતો, તેથી તને આ ભવમાં વિગદુઃખ પ્રાપ્ત થયું.જે જે કર્મ કરવામાં આવે છે, તે તે કર્મ ભાગ્યકાળે તે રૂપમાં જ પ્રગટ થાય છે.” આ પ્રમાણે જિનવચન સાંભળતાં અને ઉહાપોહ કરતાં બંધુ દત્તને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે પિતાને પૂર્વભવ જે. અને ભગવંતના ચરણમાં પ્રણામ કરીને તે કહેવા લાગે કે –“હે ભગવદ્ ! તમે જે કહ્યું તે યથાર્થ છે. જાતિસ્મરણજ્ઞાનથી મારે પૂર્વ ભવ મારા જેવામાં આવ્યું છે. આપે કહ્યું તે બધું સત્ય જ છે. અહે! અદ્યાપિ મારું ભાગ્ય જાગ્રત છે કે જેથી આપના ચરણકમળ મને પ્રાપ્ત થયા, હવે મારે શું કરવું અને શું સ્મરવું તે કૃપા કરીને કહે.” ભગવંત બોલ્યા કે:-“હે ભદ્ર! દુર્જનને સંસર્ગ તજી સાધુસમાગમ કર, અહોરાત્ર પુણ્ય કર અને સદા સંસારની અનિત્યતા સંભાર, ઔચિત્યનું ઉલ્લંઘન ન કર, સદગુરૂની સેવા કર તથા દાનાદિકમાં પ્રવૃત્તિ રાખ. વળી શુભ ભાવના ભાવ, તેમજ ગસિદ્ધિને માટે પ્રવૃત્તિ કરતાં વાક્ષેપને ત્યાગ કર. સદા અંતર્દષ્ટિ રાખીને વૈરાગ્યભાવના ભાવમાં મંગળજાપ કર અને સ્વદુકૃતની ગહ, ચાર શરણાની આરાધના તથા કરેલાં પુણ્યકાર્યની અનુમોદના કર. પરમ જ્ઞાનને મેળવવા માટે પ્રયત્ન કર. સારાં દષ્ટાંતેનું મનન કર અને ધર્મશાસ્ત્રનું શ્રવણ કર-એજ આ સંસારમાં સારભૂત છે.” આ પ્રમાણે સાંભળીને પલ્લી પતિ બોલ્યો કે-“હે સ્વામિન્ ! હું પાપી, દુષ્ટ, ધૃષ્ટ, દુરાચારી, હીનાચારી, સાત વ્યસનમાં આસક્ત અને પરદ્રવ્યને ચિરવાવાળો તથા સ્ત્રીલંપટ છું, તે મારી કઈ રીતે શુદ્ધિ થાય ખરી?” એટલે જગદ્ગુરૂ શ્રી પાર્શ્વનાથ બોલ્યા કે “હે ભદ્ર! પાપિષ્ટ પ્રાણું પણ પાપ તજીને સુકૃત કરે તો તે પણ શુદ્ધ થાય છે. આ વિષયમાં શ્રીગુપ્તનું દષ્ટાંત છે તે સાંભળ– “આજ ભરતક્ષેત્રમાં વૈજયંતી નામે નગરી છે. ત્યાં ન્યાયી અને પ્રજાપાળક નળ નામે રાજા રાજ્ય કરતે હતો. તેને પરમ પ્રેમના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #373
--------------------------------------------------------------------------
________________ બંધુદત્ત કથા. ૩પ૭ મુખપવી પણ છે કે તે કહી તા૩ પાત્રરૂપ મહીધર નામે સાર્થવાહ મિત્ર હતો. તે સાર્થવાહને સાત વ્યસનમાં આસક્ત એ શ્રીગુપ્ત નામે પુત્ર હતા. તે દરરોજ રાત્રે ચેરી કરતો હતો. એકદા રાત્રે સાર્થવાહ ખેદયુક્ત મનથી રાજા પાસે આવ્યો, એટલે રાજાએ તેને આદરપૂર્વક બેલાવીને પૂછયું કે –“હે ભદ્ર! તારૂં મુખ કેમ ખિન્ન દેખાય છે?” એટલે સાર્થવાહ નીચું જોઈ નિ:શ્વાસ નાખીને બોલ્યા કે-હેવિ ! બીજાથી ઉત્પન્ન થયેલ દુઃખ સુખ કહી શકાય, પણ પિતાનાથી પ્રગટેલ દુઃખ કહી પણ ન શકાય અને પવી પણ ન શકાય.” એટલે રાજાએ તેને એકાંતમાં પૂછ્યું કે તારે શું દુઃખ છે તે કહે " સાર્થવાહ બે કે: હે પ્રભે! મારે એકને એક પુત્ર છે, તેણે ઘુતાદિ વ્યસનમાં લંપટ બની મારૂં પૂર્વ સંચિત ધન બધું ગુમાવી દીધું છે. કુસંગતિથી વાર્યા છતાં તે અટકો નથી. ચેરી અને અન્યાય બહુ કરે છે. તેને માટે હવે શું કરવું? અને કેની આગળ કહેવું? ઘુતકારના સ્થાન (જુગારખાના)થી મહા કષ્ટ ઉઠાડ્યો ત્યારે સમશ્રેણીના ઘરે ખાતર પાડીને તેનું સર્વસ્વ લઈ લીધું. તે હકીકત જાણીને હું અહીં આ છું; તેથી મને અપરાધી ગણું મારું સર્વસ્વ લઈ લે. કારણ કે:-“ચેર, ચેરી કરાવનાર, ચોરને સલાહ આપનાર, ચારના ભેદને જાણનાર, ચેરીને માલ ખરીદ કરનાર, ચોરને ભજન આપનાર અને સ્થાન આપનાર–એમ સાત પ્રકારે ચેર કહેલ છે.” પછી રાજાએ કહ્યું કે –“હે સાર્થવાહ! શાંત થાઓ. બધું ઠીક થઈ રહેશે.” એમ કહી તેને ધીરજ અને સન્માન આપીને રાજાએ વિસર્જન કર્યો. હવે પ્રભાતકૃત્ય કરીને રાજા રાજસભામાં આવીને બેઠે, તેવામાં નગરજનો પોકાર કરતા આવ્યા. રાજાએ પૂછયું, એટલે તેમણે ચોરીને વૃત્તાંત નિવેદન કર્યો. રાજાએ પુનઃ પૂછયું કે –“અરે! તમારૂં કેટલું દ્રવ્ય ગયું છે?” નગરવાસીઓ બોલ્યા કે–“હે વિભો! અમારી એકંદર પચીશ હજાર સોનામહોરો ગઈ છે.” તે સાંભળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #374
--------------------------------------------------------------------------
________________ - ~ ~ 358 - શ્રી પાર્શ્વનાથ ચરિત્રભાષાંતર. ~ રાજાએ પોતાના ભંડારમાંથી તેટલું દ્રવ્ય તેમને દેવરાવીને વિદાય -- કર્યો. પછી ક્ષણભર કેટવાળને ઠબકે આપીને રાજાએ શ્રીગુપ્તને બે લાવ્યું. અને તેને આક્ષેપપૂર્વક કહ્યું કે –“અરે! રાત્રે તેં જે ધન ચાર્યું છે તે બધું અહીં રજુ કર.” એટલે શ્રીગુપ્ત નગ્ન થઈને કહ્યું કે– હે પ્રભો! અમારા કુળમાં એવું કુકર્મ કદાપિ કરવામાં આવતું નથી.” રાજા કુપિત થઈને બે કે–“જે તે ચોર્યું નથી, તે દિવ્ય કર.”તે બે કે–“બહુ સારૂં, હું દિવ્ય કરીશ.” પછી રાજાએ લેહગલકને અગ્નિમાં તપાવીને કહ્યું કે –“આ લેહગલકને તારા હાથમાં લે.” એટલે શ્રીગુપ્ત દિવ્યના અગ્નિને સ્તંભન કરનાર સિદ્ધમંત્ર પૂર્વે મેળવે તે સંભારીને તપ્ત લહાળક હાથમાં લીધે. મંત્રના પ્રભાવથી તે લેશ પણ અગ્નિથી બન્યું નહિ. તેને શુદ્ધ થચેલો જાણીને લેકે તાળી પાડવા લાગ્યા. પછી મોટા આડંબરપૂર્વક તે પિતાના ઘરે ગયે. એટલે રાજા શ્યામ મુખ કરીને મનમાં વિચારવા લાગ્યું કે આ તે શુદ્ધ થયે, એટલે એને મેં કૂડું આળ દીધું ઠર્યું, હવે મારે જીવિતથી શું?’ આમ ધારીને મરવાને ઈચ્છ. તા રાજાએ સર્વ મંત્રીઓને બોલાવીને કહ્યું કે–“હે પ્રધાન! સાંભછે. શ્રીગુપ્ત દિવ્ય કરીને શુદ્ધ થયે, અને હું જૂઠે પડ્યો, માટે હવે હું પોતેજ મારા આત્માને ચેરને દંડ આપીશ. મારે રાજયથી સર્યું. રાપર તમે ગમે તેને બેસારે.” આ પ્રમાણે સાંભળીને પ્રધાને બેલ્યા કે –“હે સ્વામિન! આ અશ્રાવ્ય વચન અમને શા માટે સંભળાવે છે? એમાં તમારે શું અપરાધ છે? કારણ કે –“કરીરવૃક્ષને પાંદડું ન આવે તેમાં વસંતઋતુને શો દેષ? અને ચાતકના મુખમાં મેઘની ધારા કદિ ન પડે તેમાં મેઘને શો દેષ? વિધાતાએ જે લલાટમાં લખ્યું છે, તેને ભૂંસવાને કઈ સમર્થ નથી.” ઇત્યાદિ વચનથી સમજાવ્યા છતાં રાજા સમયે નહિ. પુન: રાજાએ કહ્યું કે હવે આવા વચનના વિકલ્પથી શું? તમે સત્વરચંદનકાષ્ઠ લાવે. મારે ચિતાપ્રવેશ કરે છે.” આ હકીકત સાંભળીને સાર્થવાહે તરતજ ત્યાં આવિને રાજાને કહ્યું કે-“હે સ્વામન ! આ અનુચિત શું આરહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #375
--------------------------------------------------------------------------
________________ બંધુદત્ત કથા. 359 છે? અનુચિત કાર્ય કરતાં તે અહિતજ થાય, માટે મને જે આદેશ કરવો હોય તે કરે, કેમકે હુંજ એ અનર્થમાં કારણભૂત છું, તેથી દંડને પાત્ર તે હું છું.” રાજા બોલ્યા કે-“હે ભદ્ર! ખેદ ન કર. તેં જે મારી આગળ કહ્યું હતું તે તે સત્યજ હતું, પરંતુ એ અશિથી શુદ્ધ થયે, અગ્રિજ એને સાક્ષી થયે, એટલે કે માં હું જ અપરાધી ઠર્યો, તેથી મારે ચિતાપ્રવેશ કરે છે. સાર્થવાહ બોલ્યા હે નાથ ! તમારી પાસે મેં જે કહ્યું હતું તે અસત્ય નથી, પ્રલયકાળે પણ તે અન્યથા થાય તેવું નથી, છતાં આમ બન્યું તેથી અહીં કંઈ પણ કારણ હોવું જોઈએ. તે સાંભળીને મંત્રીઓ બેલ્યા કે:“ જો એમ હોય તે શ્રીગુપ્ત મંત્રના બળે અગ્નિને થંભ્ય એમ જણાય છે.” એવામાં અતિસાગર મંત્રી રાજાને પ્રણામ કરીને બોલ્યા કે:-“હે વિશે ! રથનુ પુર નગરમાં એક સિદ્ધ પુરૂષ વિદ્યાધર રહે છે, તેને બોલાવીને પૂછીએ.” રાજાએ કહ્યું કે:-“બહુ સારું, તેને બોલાવે.” એટલે મતિસાગર મંત્રીએ બહુ માનપૂર્વક તેને બોલાવ્યું. તે આવ્યું, એટલે મંત્રી અને રાજાએ તેને બધો વૃતાંત કહી સંભળાવ્યું. તે બે કે-“પુનઃ એની પાસે દિવ્ય કરા. પરવિદ્યાને સ્તંભન કરનારી વિદ્યા મારી પાસે છે, તેથી મારી સમક્ષ દિવ્ય કરાવવાથી એનું બધું પિગળ જણાઈ આવશે.” પછી પુનઃ શ્રીગુપ્તને બોલાવીને કહ્યું કે - " તું સાચે હોય તે પુન: દિવ્ય કર.” તે બે કે -બહુ સારૂં.” પછી તેણે દિવ્ય કર્યું, પરંતુ તેની વિદ્યા થંભાઈ જવાથી તેના બંને હાથ બળી ગયા, અને રાજાને જય જ્યારવથ, સર્વત્ર મંગળ-ઉત્સવે શરૂ થયા. પછી રાજાએ શ્રીગુમને પૂછ્યું કે આ બધું તે શી રીતે કર્યું ?" એટલે તેણે બધું યથાતથ્ય કહી સંભળાવ્યું. પછી તેની પાસેથી ચેરીને તમામ માલ લઈને સાર્થવાહની શરમને લીધે તેને જીવતે છેડી દઈ દેશપાર કર્યો. પછી તે ભમતે ભમતે દૈવયોગે રથનૂ પુર નગરમાં ગયો. ત્યાં પેલો મંત્રવાદી સિદ્ધપુરૂષ તેના જેવામાં આવ્યે, એટલે તેણે વિચાર કર્યો કે:-“આ મારો શત્રુ છે.” એમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #376
--------------------------------------------------------------------------
________________ 360 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ચિંતવી પ્રસંગ જોઈ તેને મારી નાખીને તે ભાગતું હતું, તેવામાં નગરજનેએ તેને પકડી લઈને કેટવાળને સેં. તલાક્ષિકે રાજાને સે, રાજાએ વધને હુકમ કર્યો. એટલે શરીરે થરથરતા શ્રીગુપ્તને એક વૃક્ષની શાખા સાથે ફાંસીએ દઈને રાજપુરૂષ સ્વસ્થાને ચાલ્યા ગયા. કંઠપાશથી પીડીત થયેલ શ્રીગુપ્ત આકાશ અને પૃથ્વી સામું ટગરટગર જેવા લાગ્યો. એવામાં આયુષ્યના બળથી તેને પાશ તૂટી ગયો, એટલે તે જમીન પર પડ્યો, અને શીત પવનથી સાવધાન થઈ ભયને લીધે તે સત્વર ત્યાંથી ગધૃતિ કરી ગયે. આગળ જતાં એક વનનિકુંજમાં તે પેઠે. ત્યાં કે મધુર ધ્વનિ તેના સાંભળવામાં આવ્યું એટલે શબ્દસન્મુખ જતાં સ્વાધ્યાય કરતા એક મુનિ તેના જેવામાં આવ્યા. તેમને બેલતા જોઈને ભયને લીધે એક વૃક્ષની આડે છુપાઈને તે સાંભળવા લાગ્યું. તે સાંભળતાં તેના અંત:કરણમાં શુભ ભાવના જાગૃત થઈ, તેથી તે વિચારવા લાગ્યું કે –“અહો ! આ મહાનુભાવ તપ અને સંયમ સાધે છે, અને હું દુરાચારી, મહાદુષ્ટ, મહાપાપિષ્ટ અને સપ્તવ્યસની છું, તે મારી શી ગતિ થશે?” આમ વિચારી તે મુનિની પાસે જઈ તેમને વંદન કરીને તેમની પાસે બેઠા, અને મુનિ પાઠ કરતા હતા તે સાંભળવા લાગે. મુનિ બેલ્યા કે –“હે ભદ્ર! તે પાપવૃક્ષનું પુષ્પજ હજુ ભગવ્યું છે, તેનાં કટુ ફળ તે હવે ભેગવીશ; પરંતુ તું વૃથા પાપ શા માટે કરે છે? નરકમાં પચન, પીડન, તાડન, તાપન અને વિદારણુ-વિગેરે કષ્ટ તારાથી શી રીતે સહન થશે? આ પાપનું ફળ તારે અનંતી વાર ભેગવવું પડશે.” આ પ્રમાણે સાંભળીને તે બોલ્યા કે - ત્યારે હવે મારે શું કરવું?’ મુનિ બેલ્યા કે:-“મારા કહ્યા પ્રમાણે કર.” શ્રીગુપ્ત બોલ્યો કે- આપના કહ્યા પ્રમાણે કરવું કબુલ છે.' મુનિએ કહ્યું કે –“સાંભળ. હિંસા, ચેરી અને વ્યસન સર્વથા તજી દે, અને શ્રી શત્રુંજયતીર્થની સેવા કર. ત્યાં શ્રદ્ધાપૂર્વક કરેલાં દાન, તપ અને ધ્યાન બહુ ફળદાયક થાય છે, તથા બધાં પાપ વિલય થાય છે. ત્યાં રહીને દર વરસે સાત છઠ્ઠ અને બે અઠ્ઠમ કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #377
--------------------------------------------------------------------------
________________ બંધુદત કથા. 361. પારણે સચિત્તના ત્યાગ યુક્ત એકાશન કરવું. એ પ્રમાણે બાર વરસ ૫ચેત કરનારના કટિજન્મના પાપ પણ વિલય પામે છે. શ્રીગુપ્ત બે કે-“હું એ પ્રમાણે કરીશ.” આ પ્રમાણે કહી ત્યાંથી ચાલીને તે શ્રી શત્રુંજય પર્વતે ગયે. અને ત્યાં બાર વરસ પર્યત તપ અને દાનાદિક કરી એ વિમળાચળતીર્થે તેણે પોતાના આત્માને વિમળ-નિર્મળ કર્યો. પછી તે ગિરિપલ્લીપુરમાં પિતાના મામાને ઘરે ગયો. તેના પિતાને બધા ખબર મળવાથી તે તેડવા આવ્યા અને શ્રીગુપ્તને જોઈને રોમાંચિત થઈ તેને આલિંગન દઈને બોલ્યા કે-“હે વત્સ! આજ ઘણા વરસે તું મારા જેવામાં આવ્યો. તને નજરે જોતાં મારો મનેરથ સફળ થયે; હવે મારા વંશને તું નિર્મળ કર.” શ્રીગુપ્ત રૂદન કરતે બેલ્યા કે, “હે તાત ! વધારે શું કહું? મેં પ્રથમ અનેક પ્રકારનાં કષ્ટો ભેગવ્યાં છે અને પછી ગુરૂના ઉપદેશથી શત્રુંજયતીર્થ પર જઈને બહુ તપ તપે છું. હવે પછી આપે મારે અવિશ્વાસ કદાપિ ન કરે; કેમકે ગુરૂના ઉપદેશથી મેં જૈનધર્મ સ્વીકાર્યો છે. હવે પછી હું પાપકર્મ કદી પણ કરવાનો નથી.” પછી સાર્થવાહ પોતાના પુત્રની સાથે પોતાને નગરે ગયે. તેણે શ્રીગુપ્તને બધો વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યું, એટલે રાજાની આજ્ઞાથી શ્રીગુપ્ત પોતાના નગરમાં રહી સામાયિક, આવશ્યક (પ્રતિક્રમણ) અને પિષધ વિગેરે ધર્મકૃત્ય કરવા લાગ્યો. એમ કરતાં બહુ વરસ વ્યતીત થયા. એટલે તેની કીર્તિ પણ સર્વત્ર વિસ્તાર પામી. એકદા પ્રભાતે સામાયિક કરીને તે નમસ્કારનું સ્મરણ કરતો હતે એવામાં પૂર્વભવને મિત્ર કે દેવ આવીને તેને કહેવા લાગ્યો કે-“હે શ્રીગુપ્ત! તું વિશેષ ધર્મ કર, કેમકે આજથી સાતમે દિવસે તારૂં મરણ થવાનું છે. આ પ્રમાણે કહીને તે દેવ ચાલ્યા ગયે. પછી શ્રીગુપ્ત પણ જિનેશ્વરની પૂજા કરીને ચારિત્ર અંગીકાર કર્યું, અને અનશનપૂર્વક નમસ્કારમંત્રના સ્મરણમાં તત્પર થઈ કાળ કરીને સ્વર્ગે ગયે. અનુક્રમે તે મોક્ષસુખ પામશે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #378
--------------------------------------------------------------------------
________________ 362 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. માટે હે પલ્લીશ! મહા પાપી પ્રાણું પણ પાપને ત્યાગ અને ધ્યાનતથા દાન અને તપ કરવાથી સગતિને પામે છે. હે પલ્લીશ! આ સંસાર અસાર જ છે, તેમાં રહેલા સર્વ જીવો સ્વાર્થપરાયણજ છે. વિચાર કરતાં કે કેઈનું નથી. પરિણામે સંસારસુખ મધુબિંદુ સમાન છે.” પલ્લીપતિ બોલ્યો કે:-- “હે સ્વામી! મધુબિંદુસમાન શી રીતે છે?” ભગવંત બેલ્યા કે:-“સાંભળ કેઈએક પુરૂષ અટવીમાં ભૂલે પડવાથી આમ તેમ ભમતે હતે, તેવામાં એક હાથીના જોવામાં તે આવ્યું. એટલે તે હાથી તેને મારવા દેડ્યો પેલો પુરૂષ ભાગ્યે, પણ તે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેની પાછળ પેલે હાથી જવા લાગ્યો. એવામાં એક મેટ વટવૃક્ષ તેના જોવામાં આવ્યો એટલે તે પુરૂષ તેની ઉપર ચડીને તેની એક લટકતી વડવાઈ સાથે તે અધર લટકી રહ્યો. તે વડવાઈની નીચે એક જીર્ણ ફૂપ હતો. તે કુવામાં વિકસિત વદનવાળા બે અજગર અને વિકરાળ મુખવાળા ચાર સર્પો હતા અને તે લટકતી વડવાઈની ઉપર એક મધપુડા હતા. ત્યાંથી મક્ષીકાઓ ઉડીને તે પુરૂષને શરીરે ચટકા ભરતી હતી. તે સાથે શ્વેત અને કૃષ્ણ-બે ઉંદર દાંતથી તે વડવાઈને કાપી રહ્યા હતા. પેલો હાથી ત્યાં આવી તે વૃક્ષને સુંઢવડે પકડીને તેને પાડવાને મથવા લાગે. પેલો પુરૂષ આસ્તે આસ્તે વડવાઈ પકડીને કંઈક નીચે ઉતરી કુવામાં લટકી રહ્યો. તેની ઉપર રહેલા મધપુડામાંથી મધના બિંદુઓ તેના મુખમાં પડતા હતા. તેના આ સ્વાદમાં સુખ માનીને વારંવાર તે તેની સન્મુખ જોયા કરતો હતો, અને તેના ટીપાંને તે વાંછતો હતો. આ અવસરે કઈ વિદ્યાધર વિમાનમાં બેસી ત્યાં આવીને અનુકંપાથી તેને કહેવા લાગ્યો કે --“અરે! દુઃખી મનુષ્ય! તું સત્વર આ વિમાનમાં બેસી જ કે જેથી ઉપદ્રવ રહિત થઈ જ.” તે બોલ્યો કે --એક ક્ષણભર રાહ જુઓ કે જેથી એક મધુબિંદુને સ્વાદ હું લઈ લઉં.” વિદ્યાધર બોલ્યો કે --“અરે! તારી સ્વાદની લંપટતા મહા દુઃખદાયક છે, માટે તેને તજી દે, નહીં તે હું તો જાઉં છું.” એ પ્રમાણે કહ્યા છતાં સ્વાદલંપટતા ન છોડવાથી વિદ્યાધર ચાલ્યા ગયા. અને તે પુરૂષ ત્યાં લટકતો રહ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #379
--------------------------------------------------------------------------
________________ બંધુદત્ત કથા. 363 આ દ્રષ્ટાંતને ઉપનય એવો છે કે--જે અરણ્ય તે આ સંસાર છે, અને હાથી તે મૃત્યુ છે કે જે નિરંતર આ પ્રાણીની પાછળ દેડી રહ્યું છે. જન્મ, જરા ને મૃત્યુ તે કૂપ છે, અને આઠ કર્મ રૂપ તેનું જળ છે. બંને અજગર-તે પૂરક અને તિર્યંચની ગતિ છે. ચાર કષાય તે ચાર સર્પ છે. વૃક્ષની જટા (વડવાઈ)–તે આયુ સમજવું, *વેત શ્યામ ઉંદર-તે બે પક્ષ સમજવા અને મક્ષિકાઓના ચટકા તે રેગ, વિચેગ અને શેકાદિ સમજવા. મધુબિંદુને સ્વાદ–તે વિષયસુખ અને વિદ્યાધર-તે પોપકારી ગુરૂ સમજવા તથા વિમાન તે ધર્મોપદેશ સમજે. તે વખતે જે પ્રાણ ધર્મ કરે છે તે સંસારના દુઃખથી મુપ્ત થઈ શકે છે. આ પ્રમાણે પ્રભુના વચનામૃતનું પાન કરીને તે પલ્લી પતિ પ્રતિબંધ પામે. પછી બંધુદત્ત બોલ્યા કે-“હવે મારી શી ગતિ * થશે?” ભગવંત બોલ્યા કે- તમે બંને વ્રત લઈને સહસ્ત્રાર દેવલકેમાં દેવ થશે, ત્યાંથી આવીને તું મહાવિદેહમાં ચકવરી થઈશ અને પલ્લીપતિ તારી પત્ની થશે. ત્યાં સાંસારિક સુખ ભેગવી દીક્ષા લઈને બંને મુક્તિ પામશો.” આ પ્રમાણે સાંભળીને બંધુદત્ત સ્ત્રી તથા પલ્લી પતિ સહિત વ્રત ગ્રહણ કર્યું. તે ત્રણે નિરતિચારપણે ચારિત્ર પાળવા લાગ્યા. બાહા કુટુંબનો ત્યાગ કરીને તેમણે અંતરંગ કુટુંબને સ્વીકાર કર્યો. તે આ પ્રમાણે-શ્રુતાભ્યાસ તે પિતા, જિનભક્તિ તે જનની, વિવેક તે બંધુ, સુમતિ તે ભગિની, વિનય તે પુત્ર, સંતોષ તે મિત્ર, શમ તે ભવન અને બીજા ગુણો તે સ્વજનાદિક સમજવા. એ અંતરંગ કુટુંબને આશ્રય કરી સુંદર ચારિત્ર પાળતાં પ્રાંતે. સહસાર દેવલોકમાં તે દેવ થયા. ઇતિ બંધુદત કથા. * - આ પ્રમાણે ભગવતે તે બંનેને ઉદ્ધાર કર્યો. લૂરા નામના ગામમાં અશોક નામે મળી રહે તે હતો. તે હમેશાં પુપને કવિક્રય કરતા હતા. એકદા ગુરૂમહારાજને ઉપદેશ સાંભળીને તે જિનેશ્વરની નવે અંગે નવ પુષ્પથી પૂજા કરવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #380
--------------------------------------------------------------------------
________________ 14 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. લાગે. એ રીતે પ્રતિદિન નવ પુષ્પથી પૂજા કરતાં તે તેજ ભવમાં મહદ્ધિક થયે અને બીજા ભવમાં નવ કેટીને સ્વામી વ્યવહારી થ. એમ સાત ભવ કરી આઠમે ભવે નવ લાખ ગામને સ્વામી રાજા થયે, અને નવમા ભવમાં નવ કોટિ ગામને સ્વામી રાજા થ. એકદા પ્રભુ પાસે પૂર્વભવ સાંભળીને દીક્ષા લઈ તે મેક્ષને પાપે. એ રીતે ભગવંતે અનેક જીવને ઉદ્ધાર કર્યો. હવે પ્રભુને પરિવાર કહે છે–સેળ હજાર સાધુ, અઠ્ઠાવીશ હજાર સાધ્વી, એક લાખ ચોસઠ હજાર શ્રાવક અને ત્રણ લાખ સત્તાવીશ હજાર શ્રાવિકાઓ થઈ. ત્રણસો સત્તાવન ચાદપૂવી, ચૈદસો અવધિજ્ઞાની, સાડાસાતસેં કેવળી અને એક હજાર વૈકિયલબ્ધિધારી. થયા. એ રીતે ભગવંતને કેવળજ્ઞાન થયા પછી તેમને પરિવાર થયે. - અનુક્રમે વિહાર કરતાં પોતાને નિવણસમય નજીક જાણીને ભગવંત સમેતશિખર નજીક પધાર્યા. તે પર્વતને અજિતનાથ વિગેરે તીર્થકરેનું સિદ્ધિસ્થાન જાણું અનેક દેવાથી પરિવૃત્ત અને કિનરીઓ જેમના ગુણગાન કરી રહી છે એવા ભગવંત તે ગિરિપર આરૂઢ થયા અને અણસણ કર્યું. તે વખતે આસન ચળાયમાન થવાથી બધા ઇદ્રો પ્રભુની પાસે આવી ચરણકમળને નમસ્કાર કરીને ખેદ પામી ત્યાં બેઠા, શ્રાવણ માસની શુક્લ અષ્ટમીએ વિશાખા નક્ષત્રમાં ભગવંતે પ્રથમ મન, વચનના ચેગને નિરોધ કર્યો, એટલે તેત્રીશ મુનીશ્વરેએ પણ તે પ્રમાણે કર્યું. પછી અપૂર્વ શુક્લધ્યાન ધ્યાવતાં અને પાંચ હસ્તાક્ષરપ્રમાણુ કાળને આશ્રય કરતાં સર્વ કર્મને ક્ષીણ કરી સર્વ સંસારના દુઃખ અને મળથી રહિત થઈ શિવ, અચલ, અરૂજ, અક્ષય, અનંત અને અવ્યાબાધ એવા મોક્ષપદને પ્રભુ પામ્યા. તેત્રીશ મુનિવર પણ સાથે જ અક્ષયપદને પામ્યા. ભગવંત ગૃહસ્થપણામાં ત્રીશ વરસ રહ્યા અને વતાવસ્થામાં સિત્તેર વરસ રહ્યા. એ પ્રમાણે ભગવંતનું સે વરસનું આયુષ્ય પૂર્ણ 1 આ સાત ભવમાં વચ્ચે દેવભવ હોવો જોઈએ, કારણકે ઉપરા ઉપર નવ ભવ સંખ્યાત આયુવાળા મનુષ્યમાં થતા નથી, સાત જ થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #381
--------------------------------------------------------------------------
________________ ભિલ કથા. 365 થયું. પછી શકે પ્રભુના શરીરને ક્ષીરસમુદ્રના જળથી સ્કેવરાવી, ગશીર્ષ ચંદનથી લિપ્ત કરી, દિવ્ય ભૂષણેથી વિભૂષિત કર્યું. પછી દેવદૂષ્યથી તેને આચ્છાદિત કરીને ઇક્રો પાસે બેઠા; એટલે દેએ શેષ મુનિઓના શરીરને એ પ્રમાણે કર્યું. પછી સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ કરતાં ધૂપઘટીને ધારણ કરી, ગીત, નૃત્ય, વાઘ, આકંદ, પરિદેવન તથા સ્તુતિપૂર્વક દેવ દેવીઓએ પૂજન કર્યું. પછી એ શિબિકાઓ બનાવવામાં આવી. તેમાં પ્રભુના તથા સર્વ મુનિઓના દેહને પધરાવીને ઇદ્ર સ્વામિની તથા દેએ સાધુઓની શિબિકા અંધપર ઉપાડી. તે વખતે દેએ ચંદન તથા અગરૂકાષ્ઠની ચિતા રચી. તેમાં પ્રભુના તથા મુનિઓના દેહને મુકવામાં આવ્યા. એટલે અગ્નિકુમાર દેવેએ અગ્નિ અને વાયુકુમાર દેએ વાયુ વિમુવીને સ્વામી અને સાધુઓના શરીરને સંસકાર કર્યો. ક્ષણવારમાં જિનેશ્વરના શરીરની અસ્થિ સિવાય બીજી ધાતુ દગ્ધ થઈ જતાં મેઘકુ. માર દેએ ક્ષીરસમુદ્રના જળથી ચિતાને બુઝાવી, એટલે શક અને ઈશાને પ્રભુની ઉપલી બે દાઢા લીધી અને ચમર તથા બલી પ્રભુની નીચેની બે દાઢા લીધી. બીજા ઇંદ્રોએ દાંત, દેએ અસ્થિ તથા મનુષ્યએ ભસ્માદિક ગ્રહણ કર્યું. તે સ્થાને દેવોએ રત્નમય એક સ્તૂપ બનાખ્યું. પછી ઇદ્ર અને દેવા નંદીશ્વર દ્વોપે જઈ, ત્યાં શાશ્વત જિનપ્રતિમા આગળ અઠ્ઠાઈ મહોત્સવ કરી પોતપોતાના સ્થાને ગયા. ઈંદ્રોએ પોતપોતાના વિમાનમાં સુધર્મા--સભામાં રહેલા માણવક સ્તંભમાં વાના ગેળ ડાબલામાં સ્વામીની દાઢાઓ મૂકી અને તેઓ પ્રતિદિન તેની ચર્ચા કરવા લાગ્યા. એ દાઢાઓના પ્રભાવથી તેમને વિજય અને મંગળ પ્રાપ્ત થતા હતા. विश्वातिशायि महिमा धरणोरगेंद्रपद्मावतीसततसवितपादपीठः / अंतर्बहिश्च दुरितच्छिदनंतशर्मा, पार्थः क्रियादुपयिनी शुभभावलक्ष्मीम् // 1 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #382
--------------------------------------------------------------------------
________________ 388 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. // इति तपागच्छीय श्रीपूज्य श्री जगचंद्रसूरिपट्टपंरपरालंकार श्री हेमविमलमूरिसंतानीय श्रीपूज्य गच्छाधिराज . हेमसोमसूरिविजयराज्ये पूज्य पंडित संघवीरगणिशिष्यपडितउ. दयवीरगणिविरचिते पार्श्वनाथ गद्यबंध चरित्रे भगवद्विहार . वर्णन निर्वाणमहोत्सव वर्णनो नामाष्टमः सर्गः // 8 // प्रशस्ति. શ્રી વીરશાસનરૂપ સરેવરમાં હંસ સમાન, સત્ત્વની અધિકતાથી સર્વ ગુણેને સંગ્રહ કરનાર અને ચંદ્રગચ્છરૂપ કમળમાં ભ્રમર સમાન એવા શ્રી પૂજ્ય સેવિમલ નામે ગુરૂ થયા. જેમના ચરણ પ્રક્ષાલનના જળથી સર્પ વિષ તથા જ્વરાદિ રેગ શાંત થતા હતા. તે પ્રગટ પ્રભાવી અને ગચ્છાધિરાજ ગુરૂમહારાજ જયવંતા વર્તો. તેમના પટ્ટરૂપ પૂવોચલપર સૂર્ય સમાન, ભાગ્યવંત, જંગમ ક૯પવૃક્ષ સદશ, સાધુઓમાં પ્રધાન અને ગ૭ના સ્વામી એવા શ્રીહેમમ સૂરીશ્વર થયા. તેમના ગચ્છમાં સંઘવીર પ્રમુખ ઘણા ગીતાણે થયા, કે જેમના હસ્તસ્પર્શથી મૂખ પણ સકળ કળામાં પ્રવીણ અને પ્રાજ્ઞ થઈ જતા હતા. તેમના શિષ્ય ઉદયવીર થયા કે જેમણે પિતાના ગુરૂના પ્રસાદવડે કથાપ્રબંધથી સરસ અને પ્રધાન એવું ગદ્યબંધ આ ચરિત્ર રચ્યું છે. પ્રાચીન શાસ્ત્રાનુસારે આ ગ્રંથ રચેલ હોવા છતાં તેમાં ન્યૂનાધિક્ય હોય તો તેને માટે મિથ્યાદુકૃત . આ પાશ્વનાથ ચરિત્રનું ગ્રંથમાન સાડાપાંચ હજાર લેક પ્રમાણ છે, અને સંવત (1954) ના વર્ષે જયેષ્ઠ માસની શુકલ સપ્તમીએ આ ગ્રંથની આનંદપૂર્વક સમાપ્તિ કરવામાં આવી છે. - આ ગ્રંથ સુજ્ઞ જનોથી સદા વાગ્યમાન થઈ યાવચંદ્રદિવાકરૉ જયવંત રહે, અને શ્રી પાર્શ્વનાથના પ્રસાદથી તેના વક્તા-શ્રેતાદિના મનવાંછિત સિદ્ધ થાઓ. . તમાડવં પંથક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #383
--------------------------------------------------------------------------
________________ -8-0 * 1 ક - શ્રી જૈનધર્મ પ્રસારક સભા તરફથી પ્રકટ થયેલા ગ્રંથ પૈકી મળી શકતા સંસ્કૃત માગધી ગ્રંથે. 1 શ્રી પરિશિષ્ટ પર્વ ( સ્થવિરાવળી ચરિત્ર) * 1-0-0 2 કાત્રિશત કાત્રિશિકા સટીક. 1-8-0 3 પ્રશમરતિ સટીક. 0-120 4 પ્રબોધચિંતામણિ મૂળ. 0-80 5 વિજયચંદ્ર કેવળી ચરિત્ર. (માગધી ગાથાબંધ) 6 શ્રીવાસુપૂજ્ય ચરિત્ર. શ્રી વર્ધમાન સુરિકૃત, પદ્યબંધ 2-8-0 7 પંચાલક સટીક, 2-8-0 : 8, પઉમરિયમ. માગધી ગાથાબંધ. (પ્રાચીન) 2-8-0 9 શ્રી ઉપદેશ પ્રાસાદ. સ્થંભ 6 મૂળ. 1-8-0 10 શ્રી સૂક્ષ્માથવિચારસારોદ્ધાર સાર્ધ શતક સટીક, . 11 શ્રી ઉપદેશમાળા મૂળ-યોગ શાસ્ત્ર મૂળ. 08-0 12 શ્રી જબુઠીપ સંગ્રહણી સટીક. 0-4-0 ગુજરાતી ભાષાના વાંચનારાઓને ખાસ ઉપયોગી * ભાષાંતર વિગેરે. 13-16 શ્રી ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર ભાષાંતર. - 1 પર્વ 1 લું–બીજું. 2-4-0. 2 પર્વ 3-4-5-6, 2-4-0 3 પર્વ 7-8-9 મું. 3-0-0. 4 પર્વ 10 મું. 1-12-0 17-21 શ્રી ઉપદેશ પ્રાસાદ ગ્રંથ ભાષાંતર. 6 ભાગ 1 લે. ( સ્થંભ 1 થી 4) 1-8-0 7 ભાગ 2 જે(સ્થંભ 5 થી 8) (હાલ નથી) 1-8-0 8 ભાગ 3 જે. (સ્થંભ 10 થી 14) 1-8-0 9 ભાગ 4 . ( સ્થંભ 15 થી 19) 2-0-0 10 ભાગ 5 મ. (સ્થંભ 20 થી 24) 2-0-0 22 ચરિતાવળી ભાગ 1 લે. (કથાઓને સંગ્રહ) 1-0-0 23 , " ભાગ 2 જે. 1-0-0 24 ભાગ 3 જે. 1-0-0 આ ત્રણે ભાગના જુદા જુદા વિભાગે છુટક પણ મળી શકે છે. 25 શ્રી શત્રુંજય મહામ્ય ભાષાંતર 2-8-0 26 શ્રી ગૌતમ કુળક બાળાવબોધ ( અનેક કથાઓ) . 2-8-0 27 ઉપમિતિભવપ્રપંચ પીઠબંધનું ભાષાંતર. 0-12-0 28 અધ્યાત્મ કલ્પદ્રુમ. વિવેચન સાથે. 1-4-0 S " ( ", , - - - - - - P.P. A Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust -
Page #384
--------------------------------------------------------------------------
________________ 2-00 0-12-0 0-8-0 0-8-0 0-12-9 0-8-0 0-6-0 0-4-0 0-8-0 1-80 2-0-0 29 આનંદઘનપદ્ય રત્નાવળી (50 પદે વિવેચન સાથે) 30 જૈન દષ્ટિએ યોગ. 31 શ્રીવિજ્યચંદ્ર કેવળીચરિત્ર ભાષાંતર 32 શ્રીપ્રબોધચિંતામણિ ભાષાંતર. 33 પ્રતિક્રમણને હેતુ. 34 રત્નશેખર રનવતી કથા. 35 શ્રીજેનધર્મ પ્રસારક સભાનો જુબીલી અંક.. કુવલયમાળા ભાષાંતર (અતિ રસીક) 37 જ્ઞાનપંચમી. 38 ભુવનભાનુ કેવળીચરિત્ર ભાષાંતર. 39 પ્રિયંકર ચરિત્ર ભાષાંતર. 40 યુગાદિદેશના ભાષાંતર. 41 વસ્તુપાળ ચરિત્ર ભાષાંતર. કર ચંદ રાજાને રાસ-અર્થ-રહસ્યયુક્ત. પરચુરણ બુકા. 43 હૈમવધુ પ્રક્રિયા વ્યાકરણ. 44 યંત્રપૂર્વક કર્મગ્રંથાદિ વિચાર. 45 (પાંચ પ્રતિક્રમણ મૂળ. ગુજરાતી શીલા છાપ. 4 બે પ્રતિક્રમણ મૂળ ગુજરાતી શીલા છાપ૪૭ પાંચ પ્રતિક્રમણ મૂળ શાસ્ત્રી. 48 બે પ્રતિક્રમણ મૂળ શાત્રી. 49 સામાયિક ચૈત્યવંદન સૂત્રાર્થ ગુજરાતી. 50 પંચકલ્યાણક તથા પંચજ્ઞાનની પૂજા. 51 સ્નાત્ર, સત્તરભેદી તથા વીશ સ્થાનકની પૂજા પર વર્ધમાન કાત્રિશિકા મૂળ. ટીકા. અર્થ. 53 ધનપાળ પંચાશિકા મૂળ ટીકા. અર્થ. 54 પાંચ પદની અનુપૂર્વી. પપ પાર્શ્વનાથનો વિવાહલે. 56 જેન ડીરેકટરી (ભાવનગર). 50 ગૌતમ સ્વામીને રાસ અર્થયુક્ત. 58 પ્રકરણાર્થ ગર્ભિત સ્તવનાદિ સંગ્રહ. (બીજી આવૃત્તિ) 59 મનુષ્યભવની દુલ સતાના દશ દષ્ટાંતે 60 અઢાર પાપસ્થાનક ને બાર ભાવનાની સઝાય. અયુક્ત, 1-0-0 2-8-0 r 0-3-0 0-6-0 0-3-0 سه قه 0-20 م م س I ه ! ! ة م ! ! م 0-100 0-6-D م می ! ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust