________________ 204 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. દિવ્ય ચંદનથી વિલેપન કરી, પુષ્પોથી પૂજન કર્યું. પછી શકે સ્વામીની આગળ રજતાક્ષતના દર્પણ, વર્ધમાન, કળશ, મીનયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદાવર્ત અને ભદ્રાસન-એ આઠ મંગળ આખ્યા. પછી તે પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્ય: નમ્ર એવા દેવના શિરરૂપ ભ્રમરના સંગથી મનહર ચરણકમળવાળા, અશ્વસેન નૃપના વત્સ તથા લક્ષમીના નિધાન–એવા હે સ્વામિન ! આપ જયવંત વર્તે. હેજિતેંદ્ર! આપના દર્શનથી મારે દેહ સફળ થયે, નેત્ર નિર્મળ થયા અને ધર્મકૃત્યમાં હું સનાત થયે. હે નાથ ! તમારા દર્શનથી મારે જન્મ સફળ થયે, સર્વ મંગળ અને પ્રશસ્તકારી થયું અને આ ભવસાગરથી હું ઉત્તીર્ણ થયે. હે જિસેંદ્ર! આપના દર્શનથી હું સુકૃતી થયે, અશેષ દુષ્કૃતને નાશ કરનાર થયે અને ભુવનત્રયમાં હું પૂજ્ય થયે હે દેવ! આપના દર્શનથી કષાયસહિત કર્મની જાળ મારી નષ્ટ થઈ ગઈ અને દુર્ગતિથી હું નિવૃત્ત થયે. આપના દર્શનથી આજે મારો દેડ તથા મારૂં બળ સફળ થયાં અને વિદને બધાં નષ્ટ થયાં. હે જિનેશ! આપના દર્શનથી કર્મોને દુ:ખદાયક મહા બંધ નષ્ટ થયે અને સુખ સંગ ઉત્પન્ન થયા. આજે આપના દર્શનથી મિથ્યા અંધકારને દૂર કરનાર જ્ઞાનસૂર્ય મારા શરીરમાં ઉદય પામ્યો. હે પ્રો! તમારા સ્તવન, દર્શન અને ધ્યાનથી આજે મારાં હદય, નેત્ર અને મન નિર્મળ થયાં. માટે હે વીતરાગ ! તમને વારંવાર નમસ્કાર થાઓ.” આ પ્રમાણે જગતપ્રભુની સ્તુતિ કરી પ્રભુને લઈને શકેંદ્ર વામાદેવી પાસે મૂક્યા અને અવસ્થાપિની નિદ્રા તથા પ્રતિરૂપક (પ્રતિબિંબ) સંહરી લીધા. પછી પ્રભુની દષ્ટિના વિનોદને માટે શય્યા ઉપર શ્રીદામ દંડક (રત્નમય દડો) અને ઓશીકા પાસે દિવ્ય કુંડળયુગળ અને વસ્ત્ર મૂક્યા. પછી શકના આદેશથી કુબેરે પ્રભુના સૈધમાં (32 કોડ) દ્રવ્ય અને રત્નની વૃષ્ટિ કરી. પછી પ્રભુના અંગુષ્ટમાં અમૃત સિંચી જિનેશ્વરને પ્રણામ કરી બધા સુરેંદ્રો અને સુરાસુરે નંદીશ્વર 1 રૂપાના અક્ષત (ચેખા)ના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust