SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજ ટામાં ધનસારની કથી. તે દીધું હતું તે પણ પાછું પ્રાપ્ત થયું. એ પ્રમાણે તેને ફરીને પણું - છાસઠ કરોડ દ્રવ્ય મળ્યું. “શુભ ભાવથી કરેલાં પુણ્ય તરત ફળે છે.” પછી ધનસાર શ્રેષ્ઠીએ ત્યાં એક મેટે જિનપ્રાસાદ કરાવ્યું. તેના પર સુવર્ણકળશ અને ધ્વજાઓ શોભવા લાગી. તેણે અનેક જીર્ણોદ્ધાર કરાવ્યા અને સાધમિકવાત્સલ્ય તથા સ્વજનેને સત્કાર કર્યો, સાધુઓને વસ્ત્ર અને અન્નદાન આપ્યું તથા સાત ક્ષેત્રોમાં પોતાનું પુષ્કળ દ્રવ્ય વાપર્યું. આ પ્રમાણે ધનના વ્યયથી તેણે કીર્તિ અને ધર્મ ઉપાર્જન કર્યા અને પ્રાંતે અનશન કરી આયુ પૂર્ણ થતાં મરણ પામીને સૈાધર્મ દેવલોકમાં અરૂણપ્રભ નામના વિમાનમાં ચાર પેપમના આયુષ્યવાળા દેવ થયે. આ કથા ઉપરથી સાર એ લેવાને છે કે અતિ લૈલ્યતાથી પ્રાણી દુ:ખ અને અનર્થની પરંપરાને પામે છે, માટે મનમાં અતિ લુપ્તપણાના સંકલ્પ પણ કરવા નહિ. એ સંબંધમાં એક દષ્ટાંત છે તે આ પ્રમાણે - કેઈ કાપેટિક ભિક્ષાથી પ્રાપ્ત થયેલ સાથે ઘડામાં ભરી પિતાના પગ પાસે ઘડે મૂકીને એક શૂન્ય દેવકુળમાં સુઈ ગયે. ત્યાં રાત્રે જાગતાં આ પ્રમાણે ચિંતવવા લાગે - આ સાથવાનો વિક્રય કરી તેના મૂલ્યમાંથી એક બકરી લઈશ, તેને બચ્ચાં થશે એટલે તેને વેચીને ગાય લઈશ, ગાયને વાછડી વાછડા સહિત વેચીને ભેંશ લઈશ, અને ભેંશને પાડા પાડી સહિત વેચીને એક સારી ઘેાડી લઈશ. તેના દિવ્ય વછેરાનું બહુ ધન મળશે. તે ધનથી ઉચ્ચ, સુંદર તથા ગવાક્ષ અને જાલિકાથી મને હર એ એક પ્રાસાદ (હવેલી) કરાવીશ, તેમાં હું નિવાસ કરીશ, અને અનેક પ્રકારની ઘરવકરી મેળવીશ. પછી પરિવાર તથા સ્વજનને નિમંત્રીને ઉત્તમ વિપ્રની એક કન્યા પરણીશ. તેને સર્વ લક્ષણસંપૂર્ણ પુત્ર થશે. બહુ ધનને વ્યય કરીને તે બાળને વધોપન મહેત્સવ કરીશ. પછી મારા શતમને રથ સાથે તે વૃદ્ધિ પામશે. કેઈ વાર હું બહારથી આવતાં ઘરના આંગણે રૂદન કરતા બાળકને જોઈને કુપિત થઈ હું સ્ત્રીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy