________________ ? શામાટે કઇ ચર અને જુગાર પુત્ર તને નહિ સુમતિનું દષ્ટાંત. માટે ચિંતા કરવાથી શું ?" રાજાએ કહ્યું કે-“ઉપાય કર, પ્રથમ તે સાહસ અને શૈર્ય ધરીને તારી કુળદેવીનું આરાધન કર.” રાજાએ આ ઉપાય બતાવ્યું, એટલે અમાત્ય પોતાની કુળદેવીના ભવનમાં ગયે. ત્યાં પવિત્ર થઈ તેની આગળ દર્ભના સંથારાપર બેસીને આ પ્રમાણે બોલ્યો કે:-“હે માત ! જ્યારે મારાપર પુત્રની કૃપા કરશે ત્યારેજ હું ભોજન કરીશ.” તેણે એ દઢ અભિગ્રહ લીધો તેથી ત્રીજે, દિવસે દેવી પ્રત્યક્ષ થઈને બોલી કે:-“હે ભદ્ર! શામાટે કષ્ટ કરે છે? અત્યારે સલક્ષણવાળો પુત્ર તને નહિ થાય, અત્યારે તે પદારાસક્ત, ચાર અને જુગારી–એવો પુત્ર થશે. માટે શેડો વખત રાહ જો, પછી તને ઉત્તમ પુત્ર આપીશ.” એટલે તે બે કે:-“હું રાજાને પૂછી જોઉં.” એમ કહીને તે રાજાને પૂછવા ગયે. રાજાને દેવીનું કથન કહી સંભળાવ્યું, એટલે રાજાએ વિચારીને કહ્યું કે –“દેવીને કહે કે- ભલે ગમે તે પુત્ર થાય, પણ તેનામાં વિનય અને વિવેક હોવા જોઈએ.” એમ સાંભળીને તે દેવી પાસે આવ્યું અને કહ્યું કે - “હે ભગવતી ! ભલે તેવો અવગુણ પુત્ર આપે, પણ તેમાં વિનય અને વિવેક હોવા જોઈએ.” દેવીએ કહ્યું કે –“અસ્તુ. તને પરદારાસક્ત ચાર અને જુગારી પુત્ર થશે, પણ તે વિવેકી અને વિનયી થશે.” આ પ્રમાણે કહીને દેવી અદશ્ય થઈ, એટલે અમાત્ય દેવીને નમસ્કાર કરીને પિતાના ઘરે જવાને ચાલ્યો; એવામાં તેણે બીજી એક વેશ્યા સ્ત્રી રાખેલી હતી, તેણે અમાત્યને દેવીના ભવને ગયેલે જાણીને તેટલા દિવસ ભેજનો ત્યાગ કર્યો હતો અને ભૂશય્યા કરતી હતી. તેણે તે દેવીની પ્રસન્નતાનું સ્વરૂપ જાણીને દાસી પાસે બળાત્કારથી પિતાને ઘેર તેડાવ્યું. એટલે તે અમાત્ય પણ તેના ઘરે જ જઈને સ્નાન તથા ભેજન કરી રાતભર રહ્યો, અને પ્રભાતે પોતાના ઘરે જતાં મનમાં ખેદ લાવીને વિચારવા લાગ્યો કે –“અહે! મને ધિક્કાર થાઓ. સુકુળવતી સ્ત્રીની ઉપેક્ષા કરીને હું અહીંજ રાત્રી રહ્ય, દેવીને પ્રસાદ પામીને હું અહીંજ રહ્યા, તેથી મારે પુત્ર કુક્ષેત્રથી ઉત્પન્ન થયેલ થશે, પણ ભાવી અન્યથા ન થાય, પરંતુ બહુ અઠીક કર્યું, કેમ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust