________________ પાર્શ્વનાથને પૂર્વભવ. : પડ્યું આ અવસરે પોતાનું અવસાન કાળ નજીક જાણુને તે હાથીએ ચતુવિધ આહારનું “મવરદં વર” એમ પૂર્વભવના અભ્યાસથી પચખાણ કર્યું, અને સમ્યકત્વનું સ્મરણ કર્યું:- અરિહંત મારા દેવ, સુસાધુ મારા ચાવજ જીવ ગુરૂ અને જિનપ્રણીત મારે ધર્મ એ સમ્યકત્વ હું અંગીકાર કરું છું.” તથા અઢાર પાપસ્થાનનું તે આ પ્રમાણે સ્મરણ કરવા લાગ્ય:-પ્રાણાતિપાત, મૃષાવાદ, અદનાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલડુ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ અરતિ, પરંપરિવાદ, માથામૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય-એ અઢાર પાપસ્થાનેને હું ત્યાગ કરું છું.” એમ તે ચિંતવવા લાગ્યું. તથા:– - “વામિ સત્ર નીવે, બીવ વસંત છે ! मित्ती मे सव्व भूएसु, वेर मज्झं न केणइ" // - “સર્વ જીવેને ખમાવું છું, સર્વ જી મારા પર ક્ષમા કરે, સર્વ પ્રાણીઓ પર મારે મૈત્રીભાવ છે. કઈ પ્રાણુ સાથે મારે વૈરભાવ નથી. તેમજ વળી:–“હું સર્વ પ્રાણુઓને ખમાવું છું અને તેઓ મારા પર ક્ષમા કરે. સર્વ જી સાથે મને મૈત્રી થાઓ અને . શ્રીવીતરાગનું શરણ મને પ્રાપ્ત થાઓ.” - ઈત્યાદિક ભાવના ભાવતાં તે ગજરોજ એકમનથી પરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે-વ્યાધિ અથવા મૃત્યુમાં પર તે નિમિત્ત માત્ર છે, પ્રાણીને પોતાના કર્મોનુસાર જ શુભાશુભ ફળ પ્રાપ્ત થાય છે. " આ પ્રમાણે વિચારતા શમસુધાથી સિક્ત થઈ ધર્મધ્યાન ધ્યાવતાં મરણ પામીને તે હાથી આઠમા સહસ્ત્રાર નામના દેવલોકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળો દેવ થયું. ત્યાં એક અંતમુહૂર્તમાં તે બે દેવદૂષ્ય વસ્ત્રના મધ્યમાંથી ઉત્પ ન્ન થઈને ઉડ્યો. તે અવસરે ત્યાં હાજર રહેલા સેવકદેવ અને દેવગનાઓ શય્યામાં બેઠેલા, તરૂણ પુરૂષાકાર, સવગે વિભૂષિત, રત્નકુંડળ, મુગટ અને ઉજવલ હાર વિગેરેથી અલંકૃત શરીરવાળા અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust