________________ 238 * શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. કામ સોંપ્યું. જે કાંઈ ઘરમાં રત્ન કે સુવર્ણાદિકની વસ્તુઓ-ઘરેણું વિગેરે હતું તેને અધિકાર તેને સોંપે. તેથી તે સુખી થઈ અને લેઓએ તેની પ્રશંસા કરી. પછી શ્રેષ્ઠીએ ચેાથી રેહિણીવહુને બોલાવી કહ્યું કે:-“હે વત્સ! પેલા પાંચ વ્રીહિના દાણા આપો.” એટલે તે પ્રણુમ કરીને બોલી કે –“હે તાત ! ગાડાં આપ.” શ્રેષ્ઠીએ પૂછયું-“તે શા માટે?” તે બેલી કે –“હે તોત! સાંભળો-જ્યારે તમે મને પાંચ દાણા આપ્યા, તે વખતે મેં વિચાર કર્યો કે-“મારા સસરાજીએ ઘણા માણસની સમક્ષ આ દાણ આપ્યા છે, માટે કંઈ પણ કારણ હોવું જોઈએ.” એમ વિચારી મેં તે દાણ મારા બંધુના હાથમાં આપીને કહ્યું કે–“આ કણે તમારે વાવવા. એટલે તેણે કણબીના હાથમાં આપ્યા અને તેણે તે વાવ્યા, પહેલે વર્ષે જેટલા ઉગ્યા તેટલા બીજે વર્ષ વાવ્યા, એમ અનુક્રમે દરવર્ષે વાવતાં તે બહુ થઈ પડ્યા, તેથી તે કોઠારમાં ભર્યા છે, માટે ગાડાં આપે.” એટલે શ્રેષ્ઠીએ સંતુષ્ટ થઈને ગાડાં આપ્યાં, અને તે બધા દાણું મગાવી લીધા. આથી બધા લોકોએ તેની પ્રશંસા કરી કે:-“અહો ! આ વહુને ધન્ય છે કે જેની આવી સારી મતિ છે.” પછી શ્રેષ્ઠીએ તેને ગૃહસ્વામિની બનાવી, અને દરેક માણસને હુકમ કર્યો કે “એની આજ્ઞા પ્રમાણે બધાએ કામ કરવું, આ મારા ઘેરની સ્વામિની છે. એટલે તે બહુજ સુખી થઈ. * આ દષ્ટાંતને ઉપનય એ છે કે:-“શ્રેષ્ઠી તે સદ્દગુરૂ સમજવા, પાંચ વ્રીહિના દાણુ તે પંચ મહાવ્રત સમજવા, જે પ્રાણીઓ પાંચ મહાવ્રત લઈને તજી દે છે-તે ઉઝિતાની જેમ દુઃખી થાય છે, અને અસારસંસારમાં પરિભ્રમણ કરે છે. જેઓ વ્રત લઈને વિરાધના કરે છે તે પણ બીજી વહુની જેમ કષ્ટ પામે છે. જેઓ ગુરૂની આજ્ઞાથી મહાવ્રત લઈને પાળે છે–નિરતિચારપણે પાળવાનો યત્ન કરે છે, તેઓ રક્ષિકાની જેમ સુખ પામે છે, અને જે મહાવ્રત લઈને વૃદ્ધિ પમાડે છે, તેઓ રહિણીની જેમ સર્વત્ર મહત્વ પામે છે. માટે છે મહાભાગ! તારે પંચમહાવ્રત લઈને તે પરમ વૃદ્ધિને પમાડવા.” ઇતિ રેહિણી દષ્ટાંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust