________________ વનરાજ કથા. 333 વનદેવતાએ સંતુષ્ટ થઈને આ બાળક આવ્યું છે તે લે.”એમ કહીને તેણે પોતાની પ્રિયાને તે બાળક સેં; અને “માલણને ઢગર્ભ હોવાથી તેને પુત્ર અવતર્યો” એવી વાત લોકોમાં ફેલાવી. પછી પિતાના ઘરને આંગણે પુષ્પો વેરી, વૃતવડે ઉંબરાના વૃક્ષનું સિંચન કરી, બારણે તોરણ બાંધી, વાજીત્રના નાદ અને ધવળમંગળપૂર્વક તેણે પુત્રનો જન્મમહત્સવ કર્યો. પછી બહુ દ્રવ્યને વ્યય કરી કુળ અને જ્ઞાતિસત્કારપૂર્વક તે બાળકનું વનરાજ એવું નામ રાખ્યું. પછી આરામિકથી લાલન પાલન કરતા અને નિરંતર સંભાળ લેવાતે તે પુત્ર નવચંપકની જેમ વૃદ્ધિ પામવા લાગ્યો અને ધૂલિકીડાના રસથી બાલ્યાવસ્થાનું નિર્દોષ સુખ ભોગવે તે પાંચ વર્ષનો થયે. એકદા વસંત સમયે માળીની સ્ત્રી પુષ્પાભરણ લઈને સભામાં બેઠેલા રાજાની પાસે ગઈ. તે વખતે કૌતુકથી તે બાળક પણ તેની સાથે ગયે. એ વખતે રાજાની પાસે બેઠેલા પુરોહિતે પૂર્વની રીતે જ નખ-આ છેટનપૂર્વક શિર ધુણાવ્યું. એટલે રાજાએ સંભ્રાંત થઈને તેને પૂછયું કે-“આ શું?” સુજ્ઞ પુરોહિત બોલ્યા કે –“હે રાજેદ્ર! આ જે બાળક માણસની સાથે આવે છે તે તમારા રાજ્યને સ્વામી થશે.” એટલે રાજા સાશંક થઈને બોલ્યો કે - તે શી રીતે મનાય?” એટલે પુનઃ પુરોહિત બેલ્યો કે:-“નખ, કેશ વિગેરેના લક્ષણો સામુદ્રિક શાસ્ત્રમાં શુભાશુભ કહ્યાં છે. તે આ પ્રમાણેઃ- ઉન્નત, તામ્ર અને સ્નિગ્ધ નખ હોય તે સુખદાયક સમજવા અને સુપડા જેવા, રૂક્ષ, ભગ્ન, વર્ક અને *વેત નખ હોય તો દુઃખકારી જાણવા. ધવજ, વજી અને અંકુશ જેવી રેખાઓ જે પગમાં હોય તે રાજ્યને લાભ થાય અને આંગળીઓ પણ સરખી, લાંબી અને સંહિતા (મળેલી) તથા સમુન્નત હોય તે તેને રાજ્યપ્રાપ્તિ થાય. વિપુળ અંગુષ્ટ હોય તો તેને દુઃખદાયક થાય અને તેને સદા માર્ગગમન પ્રાપ્ત થાય; પરંતુ વૃત્ત, સ્નિગ્ધ, સંહિત અને તામ્ર નખવાળે હોય તે સુખ પ્રાપ્ત થાય. હંસ, મૃગ, વૃષભ, ક્રૌંચ અને સારસના જેવી ગતિ શુભ અને ખર, ઉંટ, મહિષ અને શ્વાન જેવી ગતિ અશુભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust