________________ 247 ને તે જલી-પરૂ સા લહુપ્રિય અને કે વ્યવહારી પુત્ર ચંદનું દષ્ટાંત. હુંચાડે તે તે અધમ કહેવાય છે. માટે ધન મેળવવાને ઉપાય કરો યુક્ત છે અને આવક વિના વ્યય કરે તે યુક્ત નથી. કહ્યું છે કે - “આવક વિના વ્યય કરનાર, અનાથ છતાં કલહપ્રિય અને આતુર (વ્યાધિગ્રસ્ત) છતાં સર્વભક્ષી-પુરૂષ સત્વર વિનાશ પામે છે. આ પ્રમાણે વિચાર કરીને તેણે અન્ય ત્રણ મિત્રોને પોતાને અભિપ્રાય દર્શાવ્યું. એટલે તે બધાએ નિર્ણય કર્યો કે:-“નાવના સાધન વડે સમુદ્રને વ્યાપાર કર.” એમ વિચારીને તેમણે પોતપોતાના પિતાને તે વાત નિવેદન કરી. એટલે તેઓએ કહ્યું કે –“આપણા ઘરમાં બહુ ધન છે, માટે યથેચ્છ તેને ઉપભેગ કરે, તમારે કમાવા જવાની જરૂર નથી.” પુત્રોએ કહ્યું કે અમારે અવશ્ય પરદેશ કમાવા જવું જ છે, માટે આજ્ઞા આપો.”એટલે પુનઃ તેમણે કહ્યું કે-“તમે મુગ્ધ છે, લેકો ધુ છે, પરદેશ વિષમ છે અને સમુદ્રમાર્ગને વ્યાપાર વધારે દુષ્કર છે.” ઈત્યાદિ યુક્તિઓથી બહુ રીતે સમજાવ્યા છતાં તેઓ સમુદ્રમાગે જવાને તૈયાર થયા. અને કરિયાણાથી નાવ ભરીને અપશુકનથી નિવારિત થયા છતાં ચાલતા થયા. સમુદ્રમાં ચાલતાં ત્રણ દિવસ થયા, એવામાં આકાશમાં ગર્જના, વીજળી અને મહા પવનને ઉત્પાત થયે, એટલે વહાણુ ભાંગી ગયું અને તેમાં રહેલા લોકે સમુદ્રમાં આમતેમ લથડીયાં ખાઈને ડુબી ગયા. કેટલાક ભાગ્યશાત્ પાટીયાના આધારથી કીનારે નીકળ્યા. ચંદ્ર પણ ફલકના આશ્રયથી સાતમે દિવસે કિનારે નીકળે. તે ચિત્તમાં ચિંતવવા લાગ્યું કે -અરે! મેં બધા લોકોને કષ્ટમાં નાંખ્યા, પિતા અને સ્વજને એ વાર્યા છતાં હઠથી આ કામ કરતાં મને તેનું અનિષ્ટ ફળ મળ્યું, હવે મારે જીવિતવ્યનું શું પ્રયોજન છે?” આ પ્રમાણે વિચારી વસ્ત્રપાશથી વૃક્ષમાં પોતાના કંઠને બાંધીને નીચે લટ. એવામાં કઈ વિપ્ર ત્યાં આવવાથી છુરી વતી પાશ કાપી નાંખીને બે-“હે સાત્વિક ! તારે આત્મઘાતનું મહાપાતક ન કરવું, શાસ્ત્રમાં અને મોટું દૂષણ કહેલ છે.” એમ કહીને તે ચાલ્યા ગયા. પછી ચંઠે બીજા પર્વત પર જઈને વળી ગળાકા બાંધે, એટલે ત્યાં કાલ્સગે રહેલા કે સાધુએ કહ્યું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust