________________ અષ્ટમ સર્ગ. 343 સેવક થઈને ભગવંતની આગળ દિવ્ય નાટક કર્યું. પાશ્વયક્ષ અને ધિષ્ઠાયક થયે. પ્રભાવપૂર્ણ, સુવર્ણ જેવા વર્ણવાળી તથા કુર્કટ જાતિના ઉરગના વાહનવાળી પદ્માવતી શાસનદેવી થઈ. પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુ સુવર્ણકમળપર પોતાના ચરણને સ્થા( પતા, તથા આકાશમાં દુંદુભિનાદ, આગળ ધર્મચક્ર, ઉપર છત્ર, બે બાજુ ચામર અને પૃષ્ટ ભાગે ભામંડળ–એવા બાહ્યાતિશયથી શેભતા ધરણીતળપર વિચારવા લાગ્યા. सकलकुशलवल्लीवर्धने मेघतुल्यो, - મીમલ્ટ લૌહાણંઘવાઢા सुखजलनिधिचंद्रो देवदेवेंद्रवंद्यो, वितरतु विजयं नः पार्श्वनाथो जिनेंद्रः॥ / / इति श्रीहेमसोमसूरिविजयराज्ये पूज्यपंडित संघवीरगणिशिष्यपंडितउदयवीरगणिविरचिते श्रीपार्श्वनाथगद्यबंधलघुचरित्रे भगवद्गणधरदेशनावर्णनो नाम सप्तमः सर्गः // 7 // अष्टम सर्ग. દેવેંદ્રના નાથ તથા વિશ્વત્રિયના આધાર એવા પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરીને ગુરૂના પ્રસાદથી હું (કત્તા) અષ્ટમ પ્રધાન સગે ગવબંધથી કહીશ. ત્રણ જગતના સ્વામી, જગતના ગુરૂ, પાર્શ્વયક્ષથી સેવિત, સર્પ લાંછન તથા આઠ મહાપ્રાતિહાયથી બિરાજમાન, ચેત્રીશ અતિશયથી શોભાયમાન તથા વાણીના પાંત્રીશ ગુણોથી રાજમાન એવા ભગવંત પાર્શ્વનાથ વિહાર કરતાં એકદા પુંડ્રદેશના સાકેતપુર નગરના આધાન નામના વનમાં પધાર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust