________________ જાણનારા ખપી જીના ઉપકાર નિમિત્તે અમે બહાર પાડવાનો આ શુભ પ્રયત્ન કર્યો છે, કારણ કે સંસ્કૃત ભાષાના જાણનારા કરતાં ગુજરાતી જાણનારાઓની સંખ્યા ઘણી વિશેષ હોય છે, તેમને આવું ભાષાંતરજ ઉપકારી થઈ શકે છે. આ ચરિત્રના કર્તા શ્રી ઉદયવીર ગણિ તપગચ્છમાંજ થયેલા છે અને એમણે સંવત 1654 માં આ ચરિત્રની રચના કરી છે; તેની અંદર અનેક કથાઓ ક્ષેપવીને ચરિત્રનાં મહત્તમાં ઘણું વૃદ્ધિ કરી છે, તે સાથે તેમના બોધની પણ બહોળતા બતાવી આપી છે. પ્રાસંગિક નાની નાની કથાઓ તો આ ચરિત્રમાં ઘણું આવેલી છે, પરંતુ જેટલી મોટી કથાઓ આવી છે તેની અનુક્રમણિકા આ સાથે જુદી આપવામાં આવી છે. તે વાંચતાં એક ચરિત્રના સંપૂર્ણ વાંચનથી અનેક મહાપુરૂષોના ચરિત્રનું પણ જાણવાપણું થઈ શકે તેવું છે તે સ્પષ્ટ થઈ શકે છે. આ ચરિત્રનાયક શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું અન્ય તીર્થકરો કરતાં પણ આદેયપણું વિશેષ છે, તેથી તેઓ પરિસાદા તરીકે વિખ્યાત છે. વળી અન્યદર્શનીઓ જૈન ધર્મના સર્વ પ્રભુને-પ્રતિમાઓને પાશ્વનાથના નામથી જ ઓખે છે. શ્રી કલ્પસૂત્રની અંદર પણ જાણેઅહી પુરિક્ષાવાળg એવા નામથી જ તેમના ચરિત્રની શરૂઆત કરી છે. પાર્શ્વનાથપ્રભુ છેલા ભવમાં તો દશમા દેવ લોકથી જ આવીને તીર્થકર થયા છે, પરંતુ પ્રથમ તેમને જીવ મધ્ય પૈવેયકની સુખસંપત્તિને ઉપગ પણ કરી આવેલ છે, તે સાથે મનુષ્યપણમાં આઠમા ભવમાં ચકવરીપણું ભગવ્યું છે; એટલે નરસુરની અપેક્ષાએ ઉચ સ્થિતિ જોગવી આવેલા છે. એ એમની ઉત્તમતામાં પુષ્ટિ સૂચક છે. આ ચરિત્રની અંદર કર્તાએ ખાસ કરીને શ્રાવકના બાર ત્રતેનું, તદંતર્ગત પંદર કર્માદાનનું અને બાવીશ અભક્ષ્યાદિકનું સ્વરૂપ બહુ સારી રીતે બતાવ્યું છે અને તેમાં નિરતિચારપણે રહેવા માટે તેના અતિચારો પણ બતાવ્યા છે. કમને લગતું કેટલુંક સ્વરૂપ ત્રીજા સર્ગમાં આપ્યું છે. મિથ્યાત્વ તજવાની અને સમકિત મેળવ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust