________________ - વાની અત્યંત આવશ્યકતા હોવાથી તજવા યોગ્ય મિથ્યાત્વના બોલ વિગેરે ચોથા સર્ગમાં આપેલા છે. દાન, શીલ, તપ અને ભાવના રૂપ ચાર પ્રકારના ધર્મનું સ્વરૂપ છઠ્ઠા સર્ગમાં બહુ સારી રીતે બતાવ્યું છે અને તેને કથાઓ વડે પુષ્ટ કરેલ છે. એકંદર આખું ચરિત્ર સાવંત લક્ષપૂર્વક વાંચવા ગ્ય છે. રસવડે પરિપૂર્ણ છે. વાંચવું શરૂ કર્યા પછી પૂરું કરવાની અભિલાષા બની બની રહે છે. તેને માટે પ્રારંભમાં વધારે લખવા કરતાં સાધત વાંચવાની ભલામણ કરીને જ વિરમવું યોગ્ય લાગે છે. આ ચરિત્રના કર્તાએ અન્ય ચરિત્ર કે ગ્રંથો બનાવ્યા હશે એવું એમની જ્ઞાનસત્તા જોતાં જણાય છે; પરંતુ તેની શોધને માટે અમે વધારે પ્રયાસ કરી શકયા નથી. અન્ય જ્ઞાતા તે હકીકત જણુંવશે તે પ્રકટ કરશું. આ ભાષાંતર પ્રકટ કરવામાં શ્રી મુંબઈ નિવાસી ઉદાર દિલના ગૃહસ્થ શેઠ પરમાણંદદાસ રતનજીએ પોતાના લઘુ બંધુ કેશવલાલના શ્રેય તેમજ સ્મરણ નિમિત્તે સારી રકમની સહાય આપી છે, તેથી તે ગૃહસ્થને આભાર માનવા સાથે તેમનું અનુકરણ કરવાનું અન્ય શ્રીમાન ગૃહસ્થોને સૂચવી આ લઘુ પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. આ ચરિત્રની અંદર આવેલી અનેક હકીકતોને સંક્ષેપમાં જાણું શકાય તેટલા માટે તેમજ અમુક હકીકત કે કથા અમુક સર્ગમાં છે તે જાણવું સરળ પડે તેટલા માટે સંક્ષિપ્ત કથનની અંદર આઠે સર્ગની અંદર આવેલી હકીકતોને અનુક્રમણિકાના સ્વરૂપમાં બતાવી આપેલ છે. ચરિત્ર વાંચવાની શરૂઆત કર્યા અગાઉ પ્રથમ તેજ વાંચી જવા ભલામણ કરીએ છીએ કે જેથી ચરિત્ર વાંચવાની વૃત્તિમાં ઘણો વધારો થવા સંભવ છે. ચરિત્ર વાંચવાના જીજ્ઞાસુ બંધુઓને પ્રારંભમાં વધારે રેકી રાખવા એગ્ય ન લાગવાથી આ પ્રસ્તાવના ટુંકામાંજ સમાપ્ત કરવામાં આવે છે. સંવત. 19751 શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર, માઘ શુદિ 15 P.P.AC. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust