________________ m annanna nannnnnnnnnnnnnn શ્રી વયરસેન કથા. સ્વામી અચળ રાજા પાસે જઈને રહ્યો. તેણે તેને પચાસ ગામ આપ્યા. તેથી તે સુકપુર નામના ગામમાં રહેવા લાગ્યો. તેને વિજયાદેવી નામે સ્ત્રી હતી. પેલા બંને સેવકે મરણ પામીને તેની કુક્ષિમાં અવતર્યા. તેમાં પ્રથમ દાન કરનાર જીવ અમસેન નામે મેટે ભાઈ થયે, અને બીજે જિનપૂજક જીવ વયરસેન નામે અનુજ બંધુ થયે. પૂર્વ પુણ્યના પ્રભાવથી રૂપ, અને વિદ્યાદિક ગુણથી યુકત એવા તે અ૫ દિવસમાં વૃદ્ધિ પામી રાજહંસની જેમ સર્વને આ નંદ આપનાર થઈ પડ્યા. તેમની જયા નામે એક સપત્ની (શકય) માતા હતી, તે બંને ઉપર દ્વેષ રાખતી હતી. કહ્યું છે કે-“તીર્થકરેની પ્રભુતા, બળદેવ વાસુદેવનો પ્રેમ અને શોક્યનું વેર એ ત્રણે ગરિષ્ઠમાં ગરિષ્ઠ છે.” એકદા તેમને પિતા શુરસેન કાંઈ કામપ્રસંગે બીજે ગામ ગયે હતો, અને તે બંને ભાઈ ગેડીદડે રમતા હતા, તે વખતે તેમની ઓરમાન માતા જયા ઘરના ઉપરના માળ પર બેઠી હતી. અને રમતા એવા તે બંને કુમારને જોતી હતી. એવામાં દડે ઉછળીને અપર માતાના માળપર જઈને પડ્યો. એટલે જયાએ તે લઈ લીધો. વયરસેન જયા પાસે દડો માગવા ગયો, એટલે તેને કામદેવ જે રૂપવાન જોઈને જ્યાએ તેની આગળ કામને માટે હાવભાવ કર્યો, તેથી વયરસેન બોલ્યા કે–“હે માતા ! એ તદન અયોગ્ય છે.” એમ કહી. વારંવાર તેને પગે પડી દડે લઈ ભાઈ પાસે આવીને તેણે અપરમાતાએ કરેલ ચેષ્ટા યથાસ્થિત કહી બતાવી. પછી ક્રીડા કરીને તેઓ તે ભેજન કરવામાં પ્રવૃત્ત થયા. અહીં જયા પિતાના વસ્ત્રને ખંડખંડ કરીને ઈર્ષોથી એક જીર્ણ માંચાપર સુઈ ગઈ. એવામાં રાજા કાર્ય કરીને પોતાને ગામે પાછા આવ્યા. તેણે જયા રાણીની પાસે આવી તેને હાલથી પૂછયું કે “આમ કેમ સુતી છે?” એટલે તે બોલી કે હે સ્વામિન ! તમારા પુત્રોએ આવીને મને બહુ સતાવી, મેં સ્વશક્તિથી મહાકષ્ટ શીલનું રક્ષણ કર્યું. મારા શરીરને તેમણે વીંખી નાખ્યું અને આ વસ્ત્રો પણ બળાત્કારથી ફાડી નાખ્યા. રાજા આ પ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust