________________ બાવીશ અભક્ષ્ય.. 159 આધિપત્ય આપ્યું. તે દિવસથી રાજા, તેના માબાપ વિગેરે તથા અન્યનેએ પણ રાત્રિભેજનને ત્યાગ કર્યો. એ પ્રમાણે જિન ધર્મની પ્રભાવના કરતા અને પાંચ ગામનું સામ્રાજ્ય ભગવતે શ્રીપુંજ શ્રીધરની સાથે ધર્મદેવલોકમાં ગયે અને અનુક્રમે ત્રણે મિત્રે સિદ્ધ થયા. એ પ્રમાણે રાત્રિભોજનના ત્યાગપર ત્રણ મિત્રનું દૃષ્ટાંત જાણવું. | ઇતિ ત્રણમિત્ર દષ્ટાંત, બહુબીજ–તે પંપટાદિક અત્યંતર પટરહિત કેવળ બીજમય હોય છે. તે દરેક બીજે રહેલા જીવની હિંસા થાય માટે વર્જનીય છે. અને જે અત્યંતર પટસહિત બીજમય દાડિમ, ટિંડારા વિગેરે છે તે અભક્ષ્ય ગણાતા નથી. અનંતકાય–તે અનંત જંતુઓના ઘાતથી થતા પાતકનું હેતુભૂત હોવાથી વર્જનીય છે. કારણ કે-“મનુષ્યો કરતાં નારક છે, તે કરતાં બધા દે, તે કરતાં પંચેન્દ્રિય તિર્યંચે, તે કરતાં બેઇદ્વિયાદિક, તે કરતાં અગ્નિકાય છે. એ યોત્તર અસંખ્યાતગુણા કહ્યા છે. તે કરતાં પૃથ્વીકાય, અપૂકાય અને વાયુકાય-એ યથાકમે અધિક કહ્યા છે, એ સર્વ કરતાં મેક્ષના જ અનંતગુણ છે અને તે કરતાં પણ અનંતકાય છે અનંતગુણ છે.” તે સ્પષ્ટ રીતે આગળ દર્શાવવામાં આવશે. સંધાન (બાળઅથાણું)-નિબુક (લિંબુ) અને બિલવાદિકના અથાણામાં અનેક જીવને ઉત્પન્ન થવાનો સંભવ હોવાથી વ્યવહારથી ત્રણ દિવસ ઉપરાંત તે અભક્ષ્ય ગણાય છે. - ઘાલવડા–તે કાચા ઘોળમિશ્ર વડાં. ઉપલક્ષણથી કાચા (ઉષ્ણ કર્યો વિનાના) ગોરસ (દુધ, દહીં ને છાશ) સાથે દ્વિદળ પણ સમજી લેવા. તેમાં સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિનો સંભવ છે અને તે કેવળીગમ્ય છે. દ્વિદળનું લક્ષણ આ પ્રમાણે કહેલું છે:-“જેને પલતાં (દળતાં) બે ફાડીયા સરખા થાય તે દ્વિદળ કહેવાય, પણ બે દળ થતાં જે વચમાં નેહ (રેખા) યુક્ત ન હોય તે દ્વિદળ ન કહેવાય.” વૃતાંક-રીંગણ. તે નિદ્રાને વધારનાર તથા મદનને ઉદ્દીપન કરનાર હોવાથી અનેક દોષોને પોષે છે. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust