________________ 158, શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર ~ ~ ~ ~ www आपद्गतं च न जहाति ददाति काले , - મિત્રઢક્ષમ પ્રવાતિ સંતઃ ?. પાપથી અટકાવે, હિતમાં જેડે, ગુદાને ગુપ્ત રાખે, ગુણોને પ્રગટ કરે, આપત્તિમાં દૂર ન થાય અને અવસરે સહાય આપે–એ સન્મિત્રનું લક્ષણ છે. એમ સજજને કહે છે.” તેથી ખરૂં સજજનપણું દર્શાવીને ભદ્રકદેવ સ્વર્ગે ગયે. - અહીં બંને ભાઈઓના પિતાવિગેરેએ કદાગ્રહથી તેમને નિગ્રહ કરવા ભેજનનો સર્વથા નિષેધ કર્યો. તેથી તેમને ત્રણે લાંઘણ . થઈ. ત્રીજે દિવસે રાત્રે ભદ્રદેવને ખબર પડવાથી તેમના નિયમને મહિમા વધારવા તેણે ત્યાંના રાજાના જઠરમાં અત્યંત પીડા ઉપજાવી. જેમ જેમ વૈદ્ય, જ્યોતિષી અને માંત્રિક વિગેરે ઉપચાર કરવા લાગ્યા તેમ તેમ વૃતથી સિંચેલ અગ્નિવાળાની જેમ તે વ્યથા વધતી ગઈ, એટલે મંત્રીઓ કિકૃત્યમૂઢ અને પિરજને હાહારવ કરવામાં તત્પર થતાં આકાશમાં દિવ્ય વાણી થઈ કે –“હે મંત્રીઓ અને રિજન! રાત્રિભોજનને વર્જવાના નિયમમાં દઢ એવા શ્રીપંજ અને શ્રીધરના માત્ર હસ્તસ્પર્શથીજ એ રાજાને આરામ થઈ જશે, અન્યથા કઇ રીતે શાંતિ થવાની નથી, " પછી “આ નગરમાં શ્રીપુજ કેણ છે?” તેની શોધ કરવાના વિચારમાં સચિવ વિગેરે પડ્યા. એવામાં કેઈએ કહ્યું કે એક નિર્ધન વિપ્રને પુત્ર, ત્રણ લાંઘણ થતાં પણ પોતાના નિયમની દઢતાથી અક્ષુભિત એ શ્રીપુંજ નામને શિશુ છે, તે જ એ હશે.” પછી સંભાવના માત્રથી પણ સચિવાદિકેએ તેને બહુમાનપૂર્વક બોલાવ્યું, એટલે શ્રીપુંજ ત્યાં તરત આવ્યું. આવીને તેણે ઉત્સાહપૂર્વક ઉચ્ચ સ્વરે કહ્યું કે મારા રાત્રિભેજનાદિ નિયમનું માહાત્મ્ય હોય તે અત્યારેજ આ રાજાના સર્વ શરીરે સર્વથા શાંતિ થઈ જાઓ.” એમ કહેવાપૂર્વક તેણે રાજા ના શરીર પર પિતાના હસ્તનો સ્પર્શ માત્ર કર્યો, એટલે તરત જ રાજા સ્વસ્થ થઈ ગયે. પછી રાજાએ સંતુષ્ટ થઈને શ્રીપુંજને પાંચ ગામનું 1 શું કરવું તેમાં બુદ્ધિ ચાલી ન શકે તેવા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust