________________ annanu m anninn ૧૬ર શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર પણું પ્રસિદ્ધ છે. વિરૂઢ-તે અંકુરિત દ્વિદલ ધાન્ય, કંકવાસ્તુલ–શાક વિશેષ, તે પ્રથમ ઉત્પન્ન થયેલજ અનંતકાય, પણ છેલ્લા પછીથી ઉગે તે નહિ, સૂકવલ્લે અનંતકાય, પણ ધાન્યવલ (વાલ) નહિ, પલ્ચક-શાકવિશેષ, કમળ આંબલી–તેના અવસ્થાકિકા-ચિંચિણિકા પણ નામ છે, આલૂક અને પિંડાલુક એ કંદવિશેષ છે, એ માત્ર બત્રીશજ અનંતકાય નથી–વિશેષ છે. તેની જીવાનિ ચૌદ લાખ છે. તેના લક્ષણે આ પ્રમાણે હોય છે જેને કણસલે, સાંધો અને ગાંઠ-ગુપ્ત હેય જેને ભાંગવાથી સરખા કટકા થાય, જેમાં હજી નસે ન આવી હોય અને જે છેદીને રેપતાં ઉગે-તે બધા અનંતકાય જાણવા. તેવા લક્ષણથી વિપરીત લક્ષણવાળી તે પ્રત્યેક વનસ્પતિ સમજવી. ઈત્યાદિ સિદ્ધાંતમાં કહેલા લક્ષણયુકત બીજા પણ અનંતકાય જાણી લેવા અને તેને ત્યાગ કરે કહ્યું છે કે - ___" चतस्रो नरकद्वाराः, प्रथमं रात्रिभोजनम् / ___परस्त्रीगमनं चैव, संधानानंतकायिकाः" // “રાત્રિભોજન, પરસ્ત્રીગમન, બળ અથાણું અને અનંતકાયએ ચાર નરકનાં દ્વાર છે.” અનંતકાયાદિ અભક્ષ્ય અચિત્ત થયેલ હોય તો પણ તેને પરિહાર કરે. અહીં કેઈ શંકા કરે કે-“આદ્રકંદ વિગેરે પોતે યા બીજાએ અચિત્ત કર્યા પછી તેનું ભક્ષણ કરવામાં શો દેષ છે?” તેને ઉત્તર આપે છે કે-નિ:શુકપણાને લઈને લૈલ્યવૃદ્ધિની પરંપરાએ સચિત્તને પણ ગ્રહણ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, માટે અચિત્ત પણ ગ્રહણ ન કરવું. કહ્યું છે કે -એક અકાર્ય કરે, તેના પ્રત્યયથી બીજે કરે–એમ સાતાબહુલની પરંપરાથી સંયમ અને તપનો વિછેર થાય. એ પ્રમાણે બત્રીશ અનંતકાયનું સ્વરૂપ સમજીને તેને ત્યાગ કરવો. તથા આલસ્યાદિથી વૃત, તેલનાં ભાજને ઉઘાડાં રાખવાં, બીજે - માર્ગ છતાં હરિતકાય વિગેરે ઉપર ચાલવું, અશેધિત માગે ગમન કરવું, સ્થાનને જોયા વિના તેમાં હાથ નાખો, અન્ય સ્થાન છતાં સચિત્ત ઉપર બેસવું યા વસ્ત્રાદિ મૂકવાં, કુંથવા વિગેરે જંતુઓથી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust