SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ~~- ~- ~ ત્રણ વ્યવહારીની કથા. 138 અનુક્રમે તે ત્રણે નિર્વિને સિંહલદ્વિપમાં કુસુમપુરની પાસેના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ત્યાં તેમણે વિચાર કર્યો કે –“આ નગરમાં જ વ્યાપાર કરીએ, આગળ જવાનું શું કામ છે? કારણકે - "प्राप्तव्यमर्थ लभते मनुष्यो, देवोपि तं लंघयितुं न शक्तः। तस्मान शोको न च विस्मयो मे, यदस्मदीयं नहि तत्परेषाम् // " મનુષ્ય પ્રાપ્તવ્ય (પામવા ગ્ય) અર્થને મેળવી શકેજ છે, તેમાં વિન્ન કરવાને દેવ પણ સમર્થ નથી; માટે મને શક કે વિસ્મય થતાજ નથી, કારણકે જે મારૂં છે, તેમાં બીજા કેઇને હક્ક તેથી.” આ પ્રમાણે નિશ્ચય કરીને તે ત્રણેએ ત્યાં પ્રથમ ભેજન કર્યું. પછી ધનદેવ ભજન કરીને તરતજ નગરમાં ગયે. ત્યાં ચતુષ્પથ. માં બહુ વ્યવહારિયા તત્કાળ વહાણમાં આવેલી કઈ વસ્તુની ખરીદ કરતા હતા, તેમની પાસે ધનદેવ આબે અને સર્વ જનેને તેણે પ્રણામ કર્યા તથા યથોચિત વિનય કર્યો. તેને સારાં લક્ષણવાળે, સારાં વસ્ત્રવાળે અને વિવેકી જેઈને વ્યવહારીયા મુદિત થઈ ચિંતવવા લાગ્યા કે આ કેઈ અપૂર્વ ભાગ્યવંત અને સર્જન દેશાંતરને વેપારી લાગે છે.” એમ વિચારીને તેમણે કહ્યું કે:-“હે ભદ્ર! અમે આ વસ્તુ લઈએ છીએ તેમાં તમારે ભાગ રાખવો હેય તો રાખે, તમારે ભાગે આવે તે તમે પણ ." એટલે ધનદેવ બે કે-જે આપને વિભાગ, તે મારે પણ વિભાગ તેમાં ગણજે.” બધાએ તે વાત કબુલ કરી. પછી તેણે કેઈનું હાટ ભાડે લઈને પિતાને ભાગે આવેલું કરીયાણું તેમાં રાખ્યું. થોડા દિવસેમાંજ તે વસ્તુને ભાવ બહુ વધી ગયે, એટલે દેશાંતરથી આવેલા વ્યાપારીઓને તેણે તે માલ વેચાતે આયે. તે કરીયાણામાં તેને બહુ લાભ થયે, એટલે તે નફાના ધનથી બીજી વસ્તુઓને પણ તે * વેપાર કરવા લાગ્યો. અને પિતાના રત્નની ત્રિકાળ પૂજા કરવા લાગ્યું. તે બીજી વસ્તુ પણ ખરીદ અને વેચતું હતું, તેથી તે મહા ધનવાન વ્યવહારી થઈ પડો. સર્વત્ર રાજદ્વાર અને લેકેમાં પણ તેની પ્રસિદ્ધિ થઈ. અને કીતિ વિસ્તાર પામી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy