________________ બાવીશ અભક્ષ્ય. 155 બીજા દર્શનેમાં પણ કહ્યું છે કે:-“સ્વજન માત્ર મરણ પામે તે પણ સૂતક થાય છે, તે દિવાનાથ (સૂર્ય) અસ્ત થતાં ભજન કેમ કરાય? રાત્રે પાણી તે રક્ત સમાન અને અન્ન તે માંસ સમાન થાય છે. માટે રાત્રિભોજન કરનારને માંસભક્ષણનો દોષ લાગે છે.” માર્કડેય મહર્ષિએ એ પ્રમાણે કહ્યું છે. તેથી વિશેષ કરીને તપસ્વીએ તથા વિવેકી ગૃહસ્થ રાત્રે પાણી ન પીવું. તેમજ વળી ત્રયીતેજમય સૂર્ય છે એમ વેદાંતીઓ કહે છે. માટે તેના કિરણથી પવિત્ર થયેલ તમામ શુભ કર્મ કરવું. “રાત્રે આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવાર્ચન તથા દાન ન કરવા અને વિશેષે ભેજન તે નજ કરવું. વિવેકી જને રાત્રે ચારે આહારને ત્યાગ કર. તેમ કરવાને જે અશક્ત હોય, તેણે અશન અને ખાદિમને તે સર્વથા ત્યાગજ કરે અને સ્વાદિમ સોપારી વિગેરે પણ દિવસે બરાબર શોધીને યતનાપૂર્વક ખાવું, નહિ તે તેમાં પણ ત્રસ જીવોની હિંસાને દોષ લાગે છે. મુખ્યત્વે તે પ્રભાતે અને સાંજે રાત્રિ પ્રત્યાસન્ન હોવાથી–સૂર્યોદય થયા પછી બેઘડીએ ભૂજન કરવું, અસ્ત થવાના વખતથી બે ઘડી પહેલાં ભજન કરી લેવું. કહ્યું છે કે દિવસની આદિ અને અંતમાં જે બે બે ઘડી તજીને ભેજન કરે તે નિશાજનના દોષને જાણનાર પ્રાણ પુણ્યનું ભાજન થાય છે.” આગમમાં પણ સર્વ જઘન્ય પચ્ચખાણ મુહૂર્ત પ્રમાણુનમસ્કાર સહિત કહેલું છે. કદાચિત્ કાર્યની વ્યગ્રતા વિગેરે કારણોથી તેમ ન કરી શકાય, પણ આતપ વિગેરે જેવાવડે સૂર્યના ઉદય અને અસ્તનો નિર્ણય કરવાની તે જરૂરજ છે, નહિ તે રાત્રિભેજનનો દોષ લાગે છે. લજજાથી અંધકારવાળા સ્થાનમાં જઈને દી વિગેરે કરીને જોજન કરવાથી ત્રસાદિની હિંસા, નિયમને ભંગ અને માયામૃષાવાદ વિગેરે અધિક દેષ લાગે છે. કારણકે –“હું એ પાપ ન કરૂં” એમ કહીને પુનઃ જે તે પાપ સેવે તે તે પ્રત્યક્ષ મૃષાવાદી છે અને માયાને તે ત્યાં નિવડ પ્રસંગજ છે. જે પ્રાણુ પાપ કરીને પોતાના આત્માને શુદ્ધ માને છે, તે ઉલટું દ્વિગુણ પાપ કરે છે. એ બાળજીવની મંદતાનું લક્ષણ છે. તા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust