SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ 112 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. થઈ મદનાતુર થયેલી તેણે રાજાને કહ્યું કે –“હે સુંદર પુરૂષ! મારી સાથે તું પંચવિધ વિષયસુખ ભેગવ, હું તને મનવાંછિત આપીશ. તું સત્વર મારા વિમાનમાં આવીને બેસ, નહિં તો હું તને અત્યંત દુઃખ દઈશ અને તારે મરણના સંકટમાં પડવું પડશે.”તે સાંભળીને રાજાએ વિચાર કર્યો કે –“અહો ! જેનાથી હું ડરીને દૂર ભાગે, તેજ આગળ આવીને ઉભું રહ્યું.” એમ ચિંતવીને તે બે કે - અહો ! દેવી ! મારે પરનારીનો નિયમ છે, તેથી મારાથી તારી ઈચ્છા પૂર્ણ થઈ શકે તેમ નથી. પરંતુ અબ્રહ્મના સેવનથી થતું અનિષ્ટ ફળ સાંભળ– " षंढत्वमिंद्रियच्छेदं, वीक्ष्याब्रह्मफलं सुधीः। भवेत्स्वदारसंतुष्टोऽ-न्यदारान् वा विवर्जयेत्" / “ષઢત્વ અને ઇન્દ્રિયછેદ-એ અબ્રહ્મના ફળને જોઈને સુજ્ઞ જને પરદારાથી વિરક્ત થઈ સ્વદારસંતુષ્ટ થવું.” હે દેવી! મારે પરદારાને ત્યાગ છે તેથી તારે અનુચિત વચન ન બોલવું. વળી તું દેવ અને હું મનુષ્ય-એ સંગ પણ કેમ ઘટે?” આ પ્રમાણેનાં વચને સાંભળી તેને નિશ્ચય જાણુને દેવી તેના પર કુપિત થઈ, તેથી નાગણના રૂપે તે રાજાને ડેશી અને સમુદ્રના મધ્યમાં આવેલા કોઈ દ્વિીપમાં એક કુવાની અંદર તેને મૂકી દીધો. પછી તે અદશ્ય થઈ ગઈ. કૃપમાં પડતાં તે શીલના પ્રભાવથી અને કૂપના વાયુથી નિર્વિષ થયે. ક્ષણવારમાં સાવધાન થતાં તેણે પોતાને કૂપમાં પડેલો છે. તેણે મનમાં વિચાર કર્યો કે -જે મારૂં શીલ અખંડિત છે, તે મારું કંઈ પણ ગયું નથી. આ બધે મારા પૂર્વકૃત કર્મને જ પ્રભાવ છે.” એવામાં ત્યાં ફૂપમાં એક દ્વાર તેના જોવામાં આવ્યું, એટલે તેને ઉઘાડીને તે અંદર પેઠે. આગળ ચાલતાં એક આવાસ તેના જેવામાં આવ્યું. તેમાં નાટક થતું જોયું અને ત્યાં ચંચળ કુંડળ તથા અન્ય આભરણેથી વિભૂષિત અને સિંહાસન પર બેઠેલ એક દેવ તેના જેવામાં આવ્યું. એટલે રાજા તેની પાસે જઈ તેને પગે પડ્યો. દેવે પૂછયું કે-“તું અહીં શી રીતે આવ્યું?” એટલે રાજાએ બધે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy