________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. એવા તાતના ચરણારવિંદયુગળના પ્રતિદિન દર્શન ન થાય, જે પરમ શોભા મને આપની સામે બેસવાથી પ્રાપ્ત થશે, તેના સહસમાં ભાગની શોભા પણ સિંહાસન પર બેસતાં પ્રાપ્ત નહિ થાય. હું તે આપની સેવાનો હેવાય છું, માટે આપ સિંહાસન પર બેસી - સામ્રાજ્ય પાળો અને મને આપની સેવાનો લાભ આપે, હું તો આપની સેવા કરીશ. હવે ફરીને મને આપના ચરણકમલને વિરહ ન થાઓ.” આ પ્રમાણેનાં પુત્રનાં વચનો સાંભળીને રાજા કિંકવ્યમૂઢ બની ગયે; પછી પુન: ધીરતા પકડીને બોલ્યો કે:-“હે વત્સ! મને તું ઉત્તમ કાર્ય કરવામાં પ્રતિબંધ ન કર. આ અનુક્રમે આવેલાં બંને રાજ્ય હવે તારાં છે અને મારે તે હવે વ્રતજ લેવું જોઈએ છીએ.” આ પ્રમાણે કહી સમજાવીને વિલક્ષણ મુખવાળા રાજકુમારને ઉછળતા પંચ શબ્દના નિર્દોષપૂર્વક તત્કાળ સિંહાસન પર બેસારીને રાજાએ તેને રાજ્યાભિષેક કરાવ્યું. એ રીતે કુમારને રાજ્યપર સ્થાપીને રાજાએ તેને ટુંકામાં આ પ્રમાણે શિક્ષા આપી કે –“હે વત્સ ! જેમ પ્રજા મારું સ્મરણ ન કરે તેમ તું વજે.” પછી મંત્રી અને સામંત પ્રમુખને આદેશ કર્યો કે;–“તમારે આ રાજકુમારની આજ્ઞા પાળવામાં તત્પર રહેવું, એની આજ્ઞા તમારે કદી ઓળંગવી નહિ અને મારાથી જે કંઈ અનુચિત થયું હોય તેની ક્ષમા કરવી.” એ રીતે કહી લોકોની અનુજ્ઞા મેળવીને સદગુરૂની પાસે જઈ તેણે વ્રત ગ્રહણ કર્યું. . રાજ્યલક્ષમી અને પુત્ર કલત્રાદિ પરિગ્રહનો ત્યાગ કરનાર તે રાજર્ષિ અત્યંત શોભવા લાગ્યા. જળને તજી દીધેલ મેઘની જેમ તે મુનીશ્વર પંચમહાવ્રતધારી, શાંત, દાંત, જિતેંદ્રિય, પાંચ સમિતિ સમેત, ત્રણ ગુપ્તિએ ગુસ, વિશુદ્ધ ધર્મના આશયવાળા, સદ્ધર્મ શ્રદ્ધા અને ધ્યાનમાં તત્પર, બાવીશ પરીષહેના સૈન્યને જીતનાર અ૫ મળમાં આગમના અભ્યાસી અને ગુણોથી ગરિષ્ઠ થયા. તેમને તેવા ગુણગરિષ્ઠ સમજીને ગુરૂમહારાજે તેમને સૂરિપદપર સ્થાપીને આચાર્ય બનાવ્યા. પછી અનેક મુનિના પરિવારસહિત તે વસુધાતળપર વિહાર કરવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust