________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. નમસ્કાર કરીને શ્રી પાર્શ્વનાથ ભગવંતના ચરિત્રની હું (કર્તા). ગદ્યમાં રચના કરૂં છું. લાખ જન વિસ્તૃત જ બદ્વીપ નામના દ્વીપમાં દક્ષિણ - ભરતક્ષેત્રમાં બાર જન લાંબું, નવ જન વિસ્તૃત, દિવ્ય પ્રાસાદોથી મનહર, દુકાનની શ્રેણથી વિરાજિત અને નરરત્નોથી અલંકૃત પિતનપુર નામે નગર છે. તે નગરમાં અરવિંદસમાન શ્રીમાન અરવિંદ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજા ન્યાયવાનું, પ્રજાપાલક, શત્રુઓને જીતવામાં વિચક્ષણ, ધર્મનિષ્ઠ, શ્રદ્ધાળુ, પરોપકારી અને પ્રતાપી હતું. તેને પરોપકારિણી, ન્યાયવતી, શીલવતી, ગુણવતી, ધર્મવતી અને પુત્રવતી ઈત્યાદિ ગુણને ધારણ કરનારી ધારિણે નામે પટરાણું (પ્રાણપ્રિયા ) હતી. તે રાજા રાજ્ય કરતે સતે સમસ્ત પ્રજા અતિશય સુખી હતી. તે રાજાને વિશ્વભૂતિ નામે પુરોહિત હતો. તે વિદ્વાન, પંડિત, ન્યાયશાસ્ત્ર તથા ધર્મશાસ્ત્રમાં કુશળ, શ્રાવકધર્મમાં પ્રવીણ, રાજમાન્ય અને મહદ્ધિક હતો. તે ધર્મનિષ્ઠ હેવાથી રાજાનું પુરહિતપણું કરતો હતો તથા પ્રતિકમણાદિ ધર્મક્રિયા પણ પ્રતિદિન કરતો હતો. તેને પતિવ્રતા, સદ્ધર્મચારિણી, અને શીલરૂપ અલંકારને ધારણ કરનારી અનુદ્રા નામે પ્રાણવલ્લભા હતી. તે દંપતીને મરૂભૂતિ અને કમઠ નામના બે પુત્રો થયા હતા, તે નિપુણ અને પંડિત હતા. તેમાં મરૂભૂતિ પ્રકૃતિએ સરલ સ્વભાવી, સત્યવાદી, ધમિષ્ઠ, સજજન અને ગુણવાન્ હતો અને કમઠ દુષ્ટ, લંપટ, દુરાચારી અને કપટી હતો. “એક નક્ષત્રમાં અને એક ઉદરમાં ઉત્પન્ન થયા હોય છતાં બેરડીના કાંટાની જેમ માણસે પણ સમાન શીલવાળા થતા નથી.” કમઠને અરૂણુ નામની અને મરૂભૂતિને વસુંધરા નામની વલ્લભા હતી. તે બંને સ્ત્રીઓની સાથે શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધ–એ પાંચ વિષય સંબંધી સુખભેગ ભેગવતાં તે બંને ભ્રાતા સમય વ્યતીત કરતા હતા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust