________________ શ્રી પાર્શ્વનાથને પૂર્વ ભવ. - અન્યદા વિશ્વભૂતિ પુરોહિત પોતાના ઘરને ભાર બંને પુત્રોને સેંપીને પોતે કેવળ જિનધર્મરૂપ સુધારસને જ આસ્વાદ લેવા લાગ્યા. તૃષ્ણા ત્યાગ કરીને વૈરાગ્યથી મનને એકાગ્ર રાખી સામાયિક અને પૈષધાદિક કરવા લાગ્યું અને કેટલાક વખત પછી વિવિક્તાચાર્ય નામના ગુરૂ પાસે અનશન અંગીકાર કરીને એક ચિત્તે પરમેષ્ટિ મંત્રનું સ્મરણ કરતાં સ્વદેહને ત્યાગ કરી સૈધર્મ દેવલોકમાં દેવતા થયે. એટલે પતિવિયેગથી વ્યાકુળ થયેલી અનુદ્ધરા પણ ઉગ્ર તપ તપી મરણ પામીને વિશ્વભૂતિ દેવની દેવી થઈ. કમઠ અને મરૂ ભૂતિ માતપિતાનું પ્રેતકાર્ય (મૃત પાછળની ક્રિયા) કરીને સ્વકુટુંબની ચિંતામાં પડ્યા. કેટલાક વખત પછી તેઓ શંકરહિત થયા અને મરૂભૂતિ રાજાનું પુરોહિતપણું કરવા લાગ્યા. એકદા શ્રેષ્ઠ પ્રશમામૃતથી સિંચાયેલા અને ચાર જ્ઞાનને ધારણ કરનારા હરિશ્ચંદ્ર નામના આચાર્ય ભવ્યકમળને પ્રતિબંધ પમાડતા સતા પોતનપુરની નજીકના ઉપવનમાં પધાર્યા, એટલે તે મુનીશ્વરના આગમનને જાણીને પરજને પોતાના આત્માને ધન્ય માનતા તેમને વંદન કરવા ગયા. તે વખતે રાજા, કમઠ અને મરૂભૂતિ વિગેરે સમસ્ત રાજવર્ગ પણ તેમને વંદન કરવા આવ્યો અને મુનીશ્વરને ભાવથી વંદન કરીને રાજાદિક સર્વે યથાસ્થાને બેઠા. એટલે મુનીશ્વરે પોતાના જ્ઞાનથી મરૂભૂતિને ભાવી પા^ર્વજિનને જીવ જાણુને વિશેષ રીતે તેને ઉદ્દેશીને ધર્મદેશના દેવાને પ્રારંભ કર્યો. - “હે ભવ્ય જને ! કરેડે ભવમાં પણ પ્રાપ્ત થવી દુર્લભ એવી નરભવાદિ સકળ સામગ્રી પ્રાપ્ત કરીને ભવજલધિમાં નાવ સમાન એવા જૈન ધર્મના આરાધનમાં સદા પ્રયત્ન કરે. જેમ અક્ષર વિનાને લેખ, દેવ વિનાનું મંદિર અને જળ વિનાનું સરોવર ન શોભે તેમ ધર્મ વિના મનુષ્ય ભવ પણ શોભતો નથી. વળી હે ભવ્યાત્માઓ!વિશેષ રીતે શ્રવણુપુટને એકાગ્ર કરીને સાંભળો–આ દુર્લભ માનવભવને પામીને ધન, ઐશ્વર્ય, પ્રમાદ અને મદથી મૅહિત થઈ તેને વૃથા ન ગુમાવે. મૂળથી છેદાયેલ વૃક્ષ, મસ્તક રહિત સુભટ અને ધર્મહીન ધન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust