________________ 314 શ્રી પાર્શ્વનાથ ચરિત્રભાષાંતર. એવામાં જુગપયેત દષ્ટિને સ્થાપન કરનાર, અવ્યગ્ર મનવાળા, મહાનુભાવ, મેલથી મલિન ગાત્રવાળા, પવિત્ર ચારિત્રના ભાજન અને શુદ્ધ ભિક્ષા માટે ભ્રમણ કરતા એક મુનિને તેમણે જોયા. તેમને જોઈને તે બંને બંધુઓએ ચિંતવ્યું કે–આવું રૂપ આપણે ક્યાંક જોયું છે.” એમ ચિંતવતાં શુભ ધ્યાનના ગે તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી બહુ આડંબરથી તે બંને મુનિને વંદન કરવા ગયા. ત્યાં મુનિને નમસ્કાર કરી તે બંને તેમની દેશના સાંભળવા બેઠા એટલે મુનીંદ્ર પણ વિશિષ્ટ અવધિજ્ઞાનથી તેમને પૂર્વ ભવ જાણુને બેલ્યા કે-“હે રાજન ! તેં પૂર્વ ભવમાં સાધુને પ્રતિભાભીને દાનરૂપ કલ્પવૃક્ષ રાખ્યું હતું, તેનું રાજ્યપ્રાપ્તિરૂપ આ કુસુમ મળ્યું છે અને મોક્ષગમનરૂપ ફળ હવે પછી પ્રાપ્ત થવાનું છે. વયરસેને પાંચ કેડીના પુષ્પ લઈને જિનપૂજા કરી હતી, તે પુણ્યના પ્રભાવથી તે દિવ્ય અને વિપુલ ભેગ પામે છે. એ પણ તેના પુણ્યવૃક્ષનું પુષ્પ સમજવું, તેનું ફળ તે અનંત સુખરૂપ સિદ્ધિ પ્રાપ્ત થશે તે સમજવું.” આ પ્રમાણે સાંભળીને પ્રપુલ્લિત વદનથી તે બંનેએ મુનિને પૂછ્યું કે“હે વિ! અમને સિદ્ધિ ક્યારે પ્રાપ્ત થશે?” મુનિ બેલ્યા કે–“દેવપણામાં અને મનુષ્યપણામાં અનુક્રમે પાંચ ભવ કરી, સુખ ભેગવી છઠ્ઠા ભવમાં પૂર્વ વિદેહમાં ઉત્પન્ન થઈ ત્યાં પ્રાજ્ય સામ્રાજ્ય સુખ ભોગવી ચારિત્ર લઈ નિર્મળ તપ કરીને પ્રાંતે તમે બંને સિદ્ધિપદને પામશે.” આ પ્રમાણેના મુનિના વચનથી બહુ જીવો પ્રતિબોધ પામ્યા. બંને કુમારેએ પુનઃ સમકિત મૂળ બાર વ્રતરૂપ શ્રાવકધર્મને સ્વીકાર કર્યો. પછી મુનીશ્વરને નમી ઘરે જઈને તે બંને જૈનધર્મપરાયણ થયા. અને આખી વસુધાને ભવ્ય જિનપ્રાસાદ અને જિનપ્રતિમાથી મંડિત કરી, નવનવી અદ્ધિથી રથયાત્રાદિ મહોત્સવ કર્યા અને ભક્તિયુક્ત ચિત્તે અનેક સાધર્મિકવાત્સલ્ય કર્યા. પ્રાંતે દીક્ષા લઈ આયુ પૂર્ણ કરી 1 યુગધેસરૂં. તત્રમાણ એટલે ચાર હાથ પ્રમાણ આગળનો ભાગ દષ્ટિવડે જોઇને ચાલતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust