________________ . ભીમકુમારની કથા. કે:-“હે કુમાર! આ મારે હાર તું ગ્રહણ કર. એ હારમાં નવ રત્ન છે, તેના પ્રભાવથી તેને ત્રણ ખંડનું રાજ્ય અને આકાશગમનની શક્તિ પ્રાપ્ત થશે. તેમજ બધા રાજાઓ તારી આજ્ઞાને વશ થશે. બીજી એક વાત સાંભળતારા માબાપ અને તારા નગરજને તારા વિરહથી અતિ દુઃખિત છે, તેઓ તારા દર્શનને ઇરછે છે. હું વિમાનમાં બેસીને તારા નગર ઉપરથી ચાલી આવતી હતી, તે વખતે તારા માતપિતા અને નગરજનો તારા ગુણોને સંભારી સંભારીને વારંવાર વિલાપ કરતા મારા જેવામાં આવ્યા. એટલે તેમને મેં કહ્યું કે - તમે ચિંતા ન કરે, હું બે દિવસમાં ભીમકુમારને અહીં લઈ આવીશ.” માટે હવે તમારે ત્યાં તરત જવું જોઈએ.” આ પ્રમાણે સાંભળીને ભીમકુમાર ત્યાં જવાને ઉત્સુક છે. એટલે યક્ષ વિમાન વિકુવીને બોલે કે –“હે કુમાર ! આ વિમાનમાં બેસીને તમારા પિતાના નગરે જવા ચાલે.” પછી હેમરથરાજાએ ગજ, તુરંગમાદિક, બહુ વસ્ત્ર તથા દ્રવ્ય, આભરણ અને રત્નાદિ આપ્યા, અને પિતાની પુત્રીને વળાવી. પછી ભીમકુમાર હેમરથ રાજાની આજ્ઞા લઈને વિમાનમાં બેસી કન્યા અને મંત્રી સહિત પિતાના નગર તરફ ચાલે. હાથી, અ*ો અને પદાતીઓ સર્વે ભૂમિમાર્ગે ચાલવા લાગ્યા. દેવતાઓ તેની આગળ ગીત અને નૃત્ય કરવા લાગ્યા, હાથીઓ ગજરવ કરવા લાગ્યા અને અવે હષારવ અને હણહણાટ કરતા ચાલવા લાગ્યા. અનુક્રમે મેટા વાજીત્રનાદ અને ઉત્સવપૂર્વક કુમાર કમલપુરની - જીકના ઉદ્યાનમાં આવ્યું, ત્યાં વિમાનમાંથી ઉતરી રાક્ષસ અને યક્ષાદિ સહિત જિનચૈત્યમાં પ્રવેશ કરી વિધિપૂર્વક વંદના નમસ્કાર કરીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યું - મુનીદ્રોના અંતરના આનંદરૂપ કંદને વૃદ્ધિ પમાડવામાં મેઘ સમાન તથા વિકલ૫ની કલપના રહિત એવા હે વીતરાગ! તમને નમસ્કાર થાઓ. વિકસિત મુખ કમળવાળા હે જિનેશ! તમારું જે 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust