________________ 316 શ્રી પાર્શ્વનાથ ચરિત્રમ્ભાષાંતર. અવલોકન કરતાં એક ભાગમાં પક્ષીઓએ તેને વિસ્ત કરેલ જોઈને તેણે રખેવાળોને પૂછ્યું કે–આ શાળિક્ષેત્રને આ બાજુ પક્ષીઓએ કેમ વિસ્ત કર્યું અને તમે તેની રક્ષા કેમ ન કરી?” એટલે તે બોલ્યા કે-“હે સ્વામિન ! અમે રક્ષક છતાં એક શુક દરજ ચેરની જેમ આવી તેના કણસલાં લઈને ભાગી જાય છે.” રાજાએ કહ્યું કે–“તમે તેને પાશમાં પકડીને સત્વરે મારી પાસે લાવજો, એટલે હું ચોરની જેમ તેને શિક્ષા કરીશ.” આ પ્રમાણે કહીને રાજ ચાલે ગયે. બીજે દિવસે શુકને પાશમાં પકડીને શાળિરક્ષકે તેને રાજા આગળ લઈ ગયા. એટલે તેની પાછળ શુકી આંસુ પાડતી દોડી અને પોતાના કાંતની સાથે તે પણ દુઃખિત થઈને રાજમંદિરે આવી. શાળિરક્ષકાએ સભામાં બેઠેલા રાજાને વિજ્ઞપ્તિ કરી કે હે સ્વામિના શાળિને ચેરનાર આ શુકને અમે લઈ આવ્યા છીએ.” એટલે તેને જોઈને કુપિત થઈ રાજા જેટલામાં પોતાની તરવારથી તેને મારવા - જાય છે, તેટલામાં શુકી તરતજ વચ્ચે પડીને બેલી કે-“હે રાજન ! મને મારે, અને મને જીવિત આપનાર આ મારા પતિને મૂકી દે કેમકે તેણે પોતાના જીવિતને તૃણ સમાન ગણું શાળિનાં કણસલાં લાવીને મારે દેહલે પૂરો કર્યો છે. એટલે રાજા શુક સામું જોઈ હસીને બોલ્યો કે-“હે શુક! લેકપ્રસિદ્ધ એવું તારું પાંડિત્ય ક્યાં ગયું કે જેથી પ્રિયાને માટે તે પોતાના જીવિતના સંશયમાં આવી પડ્યો? તેનો જવાબ આપતાં થકી બોલી કે-“હે રાજન!પિતા, માતા અને ધનાદિકને તજે તેમાં તે શું, પણ પુરૂષ પિતાની કાંતાના અનુરાગથી પ્રાણની પણ દરકાર કરતો નથી. વળી હે રાજેંદ્ર! શ્રીદેવી રાણુંને માટે તમે કેમ જીવિતનો ત્યાગ કર્યો હતો? તો પછી આ શુકનો શો દોષ?” તે સાંભળીને વિસ્મય પામી રાજા ચિંતવવા લાગ્યું કે-“આ થકી મારે વૃત્તાંત શી રીતે જાણે?” એમ વિચારી રાજાએ શુકીને પૂછયું કે–“હે ભદ્રે ! તું તે વાત શી રીતે જાણે છે? મને કૌતુક છે, તે તે બધું મને કહી સંભળાવ.” શુકી બેલી કેહે રાજન ! સાંભળે– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust