________________ 272 પંડરીક કંડરીક કથા. હે વત્સ! મેં બેગ ભેગવ્યા અને અક્ષત રાજ્ય પણ પાળ્યું; રાજાએને વશ કર્યા અને પૃથ્વીમંડળને સાધ્યું; દેવગુરૂને પૂજ્યા અને ગૃહસ્થ ધર્મ પણ સેવ્ય સ્વજનોને સત્કાર કર્યો, અથજનની ઈચ્છા પૂર્ણ કરી અને યશ પણ ઉપાર્જન કર્યો, હવે મારું વન નાશ પામવાની અણી પર છે અને જરા કાંઈક કાંઈક પાસે આવતી જાય છે. મૃત્યુ કટાક્ષપાતથી મને જોયા કરે છે. પ્રાણુઓને જન્મ, મરણ વારંવાર સતાવ્યા કરતા હોવાથી આ સંસાર વિડંબનામય છે. મેં ગુરૂમહારાજનાં વચન સાંભળ્યાં, તેથી સંસારથી હું વિરત થયો છું, માટે હવે તું આ રાજ્યને સ્વીકાર કર અને નીતિપૂર્વક રાજ્ય અને પ્રજાનું પાલન કર. હું સુગુરૂની પાસે જઈને દીક્ષા અંગીકાર કરીશ.” આ પ્રમાણે પુંડરીકનાં વચન સાંભળીને કંડરીક બે કે:-હે ભ્રાત! શું તું મને ભવસાગરમાં ભમાવવા ઇરછે છે? મેં પણ ધર્મ સાંભળ્યો છે, માટે દીક્ષા ગ્રહણ કરીને હું મારે જન્મ સફળ કરીશ.” એટલે પુંડરીક બે કે:-“હે બંધ! ચારિત્ર દુષ્કર છે, તેમાં સર્વ જીવો પર સમભાવયુક્ત દયા પાળવી, સદા સત્ય બોલવું, તૃણમાત્ર પણ અદત્ત ન લેવું, બ્રહ્મચર્ય સદા ધારણ કરવું, પરિગ્રહને સર્વથા ત્યાગ કર, રાત્રે ચારે આહારનો ત્યાગ કરે, બેંતાલીશ દોષરહિત આહાર લેવે, કેમકે અશુદ્ધ આહાર લેતાં ચારિત્ર-ભ્રષ્ટતા પ્રાપ્ત થાય છે. ચાર પ્રકારના ઉપકરણો ધારણ કરવાં, તે આ પ્રમાણે–પાત્ર, પાત્રબંધ, પાત્રોઠવણું (પાત્ર મૂકવાનું વસ્ત્ર), પાયકેસરિયા (ચરવળી), પડલા, પાત્રમાં લપેટવાનું વસ્ત્ર, ગુર છે, કંબલ, બે સુતરૂ વસ્ત્ર, રજોહરણ અને મુહપત્તિ–આ બાર ઉપકરણ જિનકલ્પી સાધુને પણ હોય તથા એક મેટું પાત્ર અને ચળપ-એ બે મેળવતાં ચૈદ ઉપગરણ સ્થવિરકલ્પી સાધુઓને રાખવાના કહ્યા છે.” વળી સાધુએ કંઈ પણ સંચય ન કરે, ગૃહ સ્થને પરિચય ન કરે અને પુષ્ટ એવા રાગાદિ શત્રુઓને જીતવા. આ પ્રમાણે હવાથી ચારિત્ર તરવારની ધારા સમાન છે, અને તું હજી બાળક છે. બંને ભુજથી સમુદ્ર તરવા સમાન આ વ્રત છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust