SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ * મદનરેખાની કથા. ૨પ૭ સમદ્રના તરંગની જેમ ચંચળ છે. વ્યાધિ, જન્મ, જરા અને મરણથી ગ્રસ્ત થયેલા પ્રાણીઓને જિનધર્મ સિવાય અન્ય કેઈ શરણ નથી. તમે કઈને પણ પ્રતિબંધ કરશે નહીં. પ્રાણું પિતે એકલો જન્મ છે, એકલો મરણ પામે છે અને એક જ તે સુખ દુઃખને અનુભવ કરે છે. શરીર, ધન, ધાન્ય અને કુટુંબ એ બધું અનિત્ય છે. વસા, રૂધિર, માંસ, અસ્થિ, આંતરડા, વિષ્ટા અને મૂત્રથી ભરેલા આ શરીરમાં મૂછ કરશે નહીં. લાલિત, પાલિત અને ક્ષાલિત કર્યા છતાં પણ આ શરીર કદાપિ પોતાનું થતું નથી. ધીર કે ભીરૂ સર્વ કેઈને મરવાનું તો છેજ. તેમાં જે બાળક અને સુકૃતવર્જિત હેતેજ મરણથી ભય પામે છે, પણ પંડિત તે મરણને એક પ્રિયતમ અતિથિ ગણે - છે. માટે એવી રીતે કરવું કે જેથી પુનઃ મરવું ન પડે. તેથી મનમાં ચિંતવવું કે મને જિનેશ્વરનું શરણ થાઓ, સિદ્ધનું શરણ થાઓ, સાધુનું શરણ થાઓ અને કેવલીભાષિત ધર્મનું શરણ થાઓ. અઢાર પાપસ્થાનોનું પ્રતિકમણ કરે, તેને આગે. પરમેષ્ઠી મંત્ર સંભારે. ઋષભાદિ જિનેશ્વરને તથા ભરત, ઐરાવત અને મહાવિદેહના બધા જિનેશ્વરોને નમસ્કાર કરે. કારણકે - “તીર્થકરેને નમસ્કાર કરવાથી સંસારનો છેદ થાય છે અને ભવ્યજનોને ઉંચા પ્રકારના સમ્યકત્વને લાભ થાય છે. તેમજ સિદ્ધ ભગવંતને નમસ્કાર કરે કે જેથી કર્મને ક્ષય થાય. જેમણે ધ્યાનરૂપ અગ્નિથી સહસ્ત્ર ભવોનાં કમરૂપ ઈધનને બાળી નાખ્યા છે એવા સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ એમ વિચારજે. આચાર્ય તે ધર્માચાર્ય તેમને નમસ્કાર કરે. ઉપાધ્યાયને નમસ્કાર કરે. જિનકલ્પી, સ્થવિરકલ્પી, જંઘાચારણ, વિધાચારણ વિગેરે સર્વ પ્રકારના સાધુઓને નમસ્કાર કરે. એ પંચ નમસ્કારથી જીવ મોક્ષે જાય છે, અથવા તે અવશ્ય વૈમાનિક દેવ થાય છે. હવે ચતુર્વિધ આહારને પણ ત્યાગ કરીને અનશન ગ્રહણ કરી.” આ પ્રમાણેના તેના વચનામૃતથી કોધાગ્નિ શાંત થઈ જતાં મસ્તક પર અંજલિ જોડીને ચગબાહએ તે બધું અંગીકાર કર્યો પછી 33. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy