________________ 252 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. " शौचानां परमं शौचं, गुणानां परमो गुणः / प्रभावमहिमाधाम, शीलमेकं जगत्त्रये"॥ પવિત્રમાં પરમ પવિત્ર શીલ છે, ગુણેમાં પરમ ગુણ શીલા છે, અને ત્રણે જગતમાં એક શીલજ પ્રભાવ અને મહિમાનું ધામ છે.” " जवो हि सप्तेः परमं विभूषणं, भागनायाः कृशता तपस्विनः / द्विजस्य विद्येव मुनेस्तथा क्षमा, शीलं हि सर्वस्य जनस्य भूषणम् / / " અશ્વનું પરમ ભૂષણ વેગ છે, સ્ત્રીનું પરમ ભૂષણ ભત્તર છે, તપસ્વીનું ભૂષણ કૃશતા છે, વિપ્રનું પરમ ભૂષણ વિદ્યા છે અને મુનિનું પરમ ભૂષણ ક્ષમા છે, પણ શીલ તો સર્વ જનનું ભૂષણ છે.” તે શીલની નવ વાડ કહેલ છે, તે આ પ્રમાણે - " वसहि कह निसिजिदिय, कुट्टितर पुवकीलीय पणीए / अइमायाहार विभूसणाइ, नव बंभचेरगुत्ती य / / " આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે– 1 વસતિ–ઉપાશ્રય એટલે જે મકાનમાં સ્ત્રી રહેતી હોય અથવા જે મકાનની નજીકમાં સ્ત્રીને વાસ હોય–તે ઉપાશ્રયને મુનિએ ત્યાગ કરે. 2 કથા–સ્ત્રીની સાથે વાર્તાલાપ ન કરવો. 3 નિસિજજા–જે શયન કે આસન પર સ્ત્રી બેઠી હોય, તે શયનાસનનો બે ઘડી સુધી ત્યાગ કર. 4 ઇદ્રિય-સ્ત્રીના અંગોપાંગ અને ઇંદ્રિયે નિરખીને જેવી નહિ. શ્રી ઉત્તરાધ્યયનમાં પણ કહ્યું છે કે નારીનું ધ્યાન કરતાં એટલે તેને મનમાં લાવતાં ચિત્તરૂપ ભીંત મલીન થયા વિના રહે નહિ.” ઇત્યાદિ, માટે સ્ત્રીની સાથે આલાપ અને તેના અંગોપાંગ તથા ઇન્દ્રિય સન્મુખ જોવાનું બ્રહ્મચારીએ તજી દેવું. 5 ફડચંતર–એટલે ભીંતને આંતરે પણ તજે. જે ઘરમાં દંપતી સુતા હોય અને ત્યાંથી કંકણુદિનો અવાજ તથા હાવભાવ, વિલાસ અને હાસ્યાદિનો અવાજ સંભળાય તેમ હોય તેવા મકાનમાં ભીંતને આંતરે છતાં પણ બ્રહ્મચારીએ રહેવું નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .