________________ ભીમકુમારની કથા. ૭પ વાક્યામૃતથી સંસિક્ત થયેલી દેવી લજિજત થઈને મનમાં વિચારવા લાગી કે:-અહો એનું પુરૂષાર્થ કેવું? એનું સત્ત્વ કેવું? મનુષ્યપણામાં પણ એની મહા બલિષ્ઠ મતિ કેવી?” એ પ્રમાણે વિચાર કરીને કાલિકા દેવી બેલી કે –“હે વત્સ! સાંભળ-આજથી મારે સર્વ જીવોની પોતાના જીવિતની જેમ રક્ષા કરવી.” એમ બેલીને કાલિકા અદશ્ય થઈ ગઈ - પછી મતિસાગર મંત્રીએ અવસર મેળવીને ભીમને પ્રણામ કર્યા, એટલે આંખમાં આંસુ લાવીને અને મિત્રને આલિંગન કરીને ભીમે પૂછ્યું કે:-“હે મિત્ર! આ પાપી કાપાલિકે તને પણ આવી દારૂણ અવસ્થાએ કેમ પહોંચાડ્યો?” મંત્રી બોલ્યા કે –“હે પ્રભો! સાંભળ-રાત્રે પ્રથમ પહેરે તમારા નિવાસસ્થાને તમારી પ્રિયા આવી, તેણે ત્યાં તમને ન જેવાથી સંભ્રાંત થઈને ચોકીદારને પૂછયું, એટલે તે બધાએ તમને શોધ્યાં, પણ તમને ન જેવાથી તેમણે જઈને રાજાને નિવેદન કર્યું. પછી રાજાએ તમારી બધે ઠેકાણે શોધ કરાવી, પણ કઈ ઠેકાણેથી પત્તો ન મળે, એટલે તેમણે ધાર્યું કે- જરૂર મારા પુત્રનું કેઈ હરણ કરી ગયું લાગે છે.' આમ વિચારતાં ને બોલતાં રાજા અત્યંત શેકાક્રાંત થઈ જવાથી બેશુદ્ધ થઈને સિંહાસન પરથી નીચે પડ્યા અને તેમને મૂછ આવી ગઈ, માતૃવર્ગ પણ મૂચ્છ પાપે. - પછી ચંદનરસ વિગેરે સિંચતાં કઈ રીતે પણ તેઓ ચેતના પામ્યા અને રાજા, રાણીઓ તથા મંત્રીઓ સવે વિલાપ કરવા લાગ્યા. એવામાં એકાએક ત્યાં એક સ્ત્રી આવી, તેણે કહ્યું કે-હે રાજન ! ચિંતા ન કરે, હું તમારી કુળદેવી છું, તમારા પુત્રને એક પાખંડી ઉત્તરસાધકના છળથી સ્મશાનમાં લઈ ગયો છે, ત્યાં તે તેનું મસ્તક લેવાને તૈયાર થયો હતો પણ તે બચી ગયા છે.” ઇત્યાદિ બધી હકીકત કહીને પુન: તે બોલી કે તમારે પુત્ર કેટલાક દિવસ પછી મહદ્ધિપૂર્વક આવશે.” એમ કહીને તે અદશ્ય થઈ ગઈ. તેનાં આ પ્રમાણેનાં વચને સાંભળીને હું સ્મશાનમાં તમને શેાધવાને માટે ઘરેથી નીકળે, એવામાં આ પાપી કાપાલિક ત્યાંથી ઉપાડીને મને અહીં લઈ આવ્યું. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust