SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતાગ કુમાર કથા. એક વનમાં પાણીમાં તરી નહીં જાણતો કઈ કાકપક્ષી બગલાની સ્પર્ધાથી માછલી પકડવાની ઈચ્છાએ આકાશમાંથી નીચે ઉતરીને સરોવરમાં પેઠે, પરંતુ તે તરવાને અશક્ત હોવાથી શેવાલથી વીંટાઈ જઈ મરણના ભયથી અત્યંત આકુળ વ્યાકુળ થઈને દુઃખ પામવા લાગ્યો. તેને તેવી અવસ્થામાં જોઈને પાસે રહેલી હંસી દયાની લાગણીથી પોતાના પતિ રાજહંસને કહેવા લાગી કે- હે પ્રિય! જુઓ, આ કાગડે મરી જાય છે, તમે પક્ષીઓમાં ઉત્તમ તરીકે લોકેમાં વખણાઓ છે, માટે એને કાંઠે લાવીને જીવિતદાન આપે.” એટલે બહુ સારૂં” એમ કહીને હંસ અને હંસીએ પોતાની ચંચમાં તૃણ લઈને તેના વડે શેવાલનાં તંતુ દૂર કરી તેમાં બંધાઈ ગયેલા કાગડાને બહાર કહાવ્યા. પછી એક ક્ષણભર વિશ્રાંતિ લઈને કાગડાએ અત્યંત નમ્રતાથી પગે લાગીને હંસને નિમંત્રણ કર્યું કે “હે હંસ! તારા આ ઉપકારનો બદલો વાળવાની મારી ઈચ્છા છે, માટે મારા વનમાં આવીને મને સંતુષ્ટ કર.”હંસે આ પ્રમાણે સાંભળીને પ્રિયાના મુખ સામે જોયું, એટલે તેણે પણ તેના રહસ્યને સમજીને એકાંતમાં આ પ્રમાણે કહ્યું. “હે પ્રાણનાથ ! એ વાત યુકત નથી. વળી વિચાર્યા વિના કંઈ પણ કાર્ય ન કરવું, તેમજ અલ્પ પણ નીચની સંગતિ ન કરવી. કહ્યું " सहसा विदधीत न क्रिया-मविवेक परमापदां पदम् / वृणुते हि विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेव संपदः" // કંઈ પણ કામ ઉતાવળથી કરી ન નાખવું. કારણ કે અવિવેક એ પરમ આપત્તિનું સ્થાન છે, ગુણલુબ્ધ એવી સંપત્તિઓ વિમૃસ્યકારીને સ્વયમેવ આવીને વરે છે.” ઈત્યાદિ વચનથી તેણે વાર્યા છતાં દાક્ષિણ્યથી “ક્ષણભર જઈ આવું’ એમ હંસીને સમજાવીને તે કાગડાની સાથે તેના વનમાં ગયો. ત્યાં તે બંને નિંબવૃક્ષ (લિંબડા) ની શાખા ઉપર બેઠા. એવામાં ત્યાં પાસેના નગરને રાજા અશ્વકીડા કરીને પરિશ્રાંત થવાથી તેનિંબની શાખા નીચે આવ્યો, એટલે કાગડો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy