________________ vnuuwunne વનરાજ કથા. 337 કરાય છે. આ પ્રમાણે ચિંતવી પાંચ દિવસ જવા દઈ રાજાએ સાથેલને પૂછયું કે- આ કુમાર કેણ છે કે જે હાલ તમારી પાસે રહે છે. તે બોલ્યો કે:-“હે દેવ ! એ મારે પુત્ર છે. એટલે રાજા બે કે –“જે એમ હોય તે તેને થોડા દિવસ મારી પાસે રાખો. સાર્થવાહે ચિંતવ્યું કે-“પુરૂષને હસતાં કે રૂદન કરતાં રાજાને આ દેશ પાળવોજ પડે છે અને તેજ હિતકર થાય છે.” એમ ધારીને કેશવ બે કે –“હે રાજેદ્ર! ભલે, આપને રૂચે તેમ કરે. પછી સંતુષ્ટ થઈને રાજાએ તેના બધા માલને કર-જકાત માફ કર્યો અને પિતાના હાથે તેને વસ્ત્રાદિકથી સત્કાર કર્યો. પછી આંખમાં આંસુ લાવી વનરાજને હાથ પકડીને સાર્થવાહે કહ્યું કે:-“હે વત્સ ! આપણાથી રાજાનું વચન ઓળંગી ન શકાય, માટે કેટલાક દિવસ તારે રાજા પાસે રહેવું, ગભરાવું નહિ.” વનરાજ બોલ્યો કે-“હે તાત ! આપ કહો છે તે પ્રમાણ છે.” પછી કેશવ સાર્થવાહ રાજાની અનુજ્ઞા લઈ અને પુત્રને આલિંગન દઈને સ્વસ્થાને ગયે. રાજ પણ બહારથી પ્રસન્ન મુખ કરી કુમારને હાથ પકડીને બોલ્યા કે –“હે વત્સ ! તારે કંઈ પણ ગભરાવું નહિ.” વનરાજ બોલ્યો કે:-“હે રાજેન્દ્ર! તમારી પાસે રહેતાં મને શું દુ:ખ થવાનું હતું ?" પછી રાજાએ વનરાજને પોતાની પાસે રાખીને તેને કેટલાક ગામ, અર્થ અને પદાતિ સોંપી કેટવાળની પદવી આપી, એટલે તે પણ ઉત્સાહી બની ગયું. તેણે રાજાના બધા સેવકને તથા સમસ્ત રાજપરિવારને પ્રસન્ન કરીને પોતાને વશ કર્યો. સાથેવાહ પણ તેને બહુ ધન મેકલતા હતા, એટલે વનરાજ ત્યાં રહીને સુખભેગ ભેગવવા લાગ્યું. એકદા પિતાના દેશમાં ઉપદ્રવ કરનાર એક સાંમતને ઉછેદ કરવા માટે રાજાએ પોતાના પુત્ર નૃસિંહની સાથે વનરાજને મોકલ્યો. રાજાની આજ્ઞા થતાં સૈન્યસહિત અને કુમાર સાથે મળીને ચાલતા થયા અને રાત્રે બંનેનું સૈન્ય દુશ્મનના કિલ્લાને ઘેરો ઘાલીને રહું. 43 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust