________________ 114 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ભમતાં ત્યાં શ્રીપુરનગરમાં જ આવીને આરક્ષકની પાસે નોકરીએ રહ્યા. એકદા ભવિતવ્યતા મેગે પેલે સેમદેવ સાર્થવાહ પણ વેપારને માટે તેજ નગરમાં આવ્યું અને નગરની બહાર તેણે આવાસ કર્યો. પછી કંઈક શ્રેષ્ઠ ભેટ લઈને સાર્થવાહ રાજા પાસે આવી રાત્રે પિતાની રક્ષાને માટે સીપાઈઓની માગણી કરી, એટલે રાજાએ કેટવાળને હુકમ કર્યો. કેટવાળે પેલા બંને કુમારેનેજ ત્યાં ચેકી કરવા મેકલ્યા. રાત્રે બેઠા બેઠા તેઓ પરસ્પર વાર્તાલાપ કરતા હતા. તે પ્રસંગે વિનેદને માટે લઘુ ભ્રાતાએ વૃદ્ધ ભ્રાતાને પૂછયું કે- આપણા પિતા કયાં ગયા હશે? અને માતા પણ કયાં ગઈ હશે?” એટલે જ્યેષ્ઠ બંધુ બેલ્યો કે આપણે કાંઈ સમજી શક્તા નથી કે તેઓ ક્યાં ગયા અને તેમને સમાગમ આપણને ક્યારે થશે?” એમ પરસ્પર વાત કરતાં પોતાના રાજ્યાદિકને વૃત્તાંત તેઓ કહેવા લાગ્યા. તે વખતે ત્યાં નજીકમાં રહેલી અને સાર્થવાહની સાથે આવેલી મદનવલ્લભા રાણુંએ તે સર્વ સાંભળ્યું. દુઃખને લીધે તે પ્રાય: જાગતી હતી, એટલે મૂળથી અંત પર્યત તે વૃત્તાંત સાંભ- ળીને સ્નેહ અને શેકથી વિāળ થઈ તે ત્યાં આવી અને બંને પુત્રોને ગળે વળગીને અત્યંત રૂદન કરવા લાગી. તે બોલી કે:-“હે વત્સ! મંદ ભાગ્યવાળી એવી મને તમે બહુ કાળે મળ્યા.” આ હકીક્ત સાંભળીને સાર્થપતિએ કુપિત થઈ બળાત્કારથી રાણીને દૂર કરી અને તે બંને કુમારને પકડીને પ્રભાતે રાજાની પાસે રજુ કરી ઉપાલંભપૂર્વક કહ્યું કે:-“હે સ્વામિન્ ! કેટવાળે અમારા માણસને છેતરનાર આ ચોકીદાર તે બહુ સારા મેકલ્યા!” એટલે રાજાએ કેટવાળને પૂછ્યું કે –“આ ચેકીદાર કેણ છે?” તેણે કહ્યું કે હે સ્વામિન્ ! હું ઓળખતા નથી, કેટલાક વખતથી એ આવ્યા છે અને મારે ઘેર રહીને નોકરી કરે છે.” રાજા તેમને સારી રીતે ઓળખીને માંચિત થયે, તથાપિ બહુજ ગંભીરતાથી આકારગોપન કરીને આક્ષેપપૂર્વક રાજાએ તેમને કહ્યું કે -અરે ! તમે શું કર્યું? તેઓ મિન રહ્યા, એટલે રાજાએ ઉઠીને તેમને આલિંગન કર્યું. તેઓ પણ પિ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust