________________ -^ ^^ ^^ ^^ ^^ ^^^^ નક મદનરેખાની કથા. 25e હરા પર્વત પર લઈ ગયે. ત્યાં કંઈક ધીરજ ધરીને તે બોલી કે - હે મહાસત્વ! આજ રાત્રે વનમાં મેં પુત્ર પ્રસ છે, તે બાળકને કદલીગૃહમાં મૂકીને હું સરોવરપર આવી હતી, ત્યાં જળમાં કીડા કરતા હાથીએ મને આકાશમાં ઉડાડી, અને નીચે પડતી મને જોઈને તમે અધર ઝીલી લીધી તે બહુ ઠીક કર્યું, પણ ત્યાં રહેલા બાળકને કઈ ધાપદ મારી નાખશે, અથવા આહારરહિત તે સ્વયમેવ મરણ પામશે. માટે હે દયાળુ! મને અપત્યદાન આપી મારા પર પ્રસાદ કરે. તેને અહીં લઈ આવે અથવા તે મને સત્વર ત્યાં લઈ જાઓ.” તે સાંભળીને વિદ્યાધર બોલ્યા કે –“હે ભદ્ર! જે તું ભર્તાર તરીકે મારે સ્વીકાર કરે, તો હું તારી આજ્ઞા શિરસાવંઘ કરૂં. વળી બીજું પણ સાંભળઃ–વૈતાઢય પર્વત પર રત્નાવહ નગરમાં વિદ્યાધિરેના સ્વામી મણિચૂડ નામે રાજા હતા, તેને હું મણિપ્રભ નામે પુત્ર છું. મારા પિતાએ કામગથી નિવૃત્ત થઈ મને રાજ્યપર બેસારી ચારણશ્રમણ પાસે દીક્ષા અંગીકાર કરી છે. તે સાધુ (મારા પિતા) ગઈ કાલે નંદીશ્વરદ્વીપે જિનેશ્વરેને વંદન કરવા ગયા હતા, તેથી હું પણ તે મુનીશ્વર તથા ચેને વંદન કરવા માટે ગયા હતા. હે ભદ્ર! ત્યાંથી પાછા વળતાં રસ્તામાં આકાશમાંથી પડતી તું મારા જોવામાં આવી, તેથી મેં તને ઝીલી લીધી. માટે તું મને ભરપણે સ્વીકારી રાજ્યની સ્વામિની થા. વળી તારે પુત્ર તે વનમાં અશ્વ કીડા માટે આવેલા મિથિલાપતિ પદ્યરથ રાજાના જોવામાં આવ્યું, તેથી તે બાલકને લઈ જઈને તેણે પિતાની પ્રિયા પુપમાલાને સંપે છે. ત્યાં પોતાના પુત્રની જેમ લાલન પાલન કરાતે તે સુખે રહે છે. આ બધું પ્રકૃતિવિદ્યાથી હું જાણું શક્ય છું. માટે હવે પ્રસન્ન મનથી મારા રાજ્યને અલંકૃત કર.” આ પ્રમાણેના તેનાં વચનો સાંભળીને મદરેખાએ વિચાર કર્યો કે–“અહો! મારા કર્મોની વિચિત્રતા કેવી છે કે એક પછી એક દુ:ખની શ્રેણી મારી સામે પ્રગટ થયા કરે છે. શીલના રક્ષણ માટે હું આટલે દૂર આવી, તથાપિ અહીં પણ તેને જ ભંગ ઉપસ્થિત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust