SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. જળપ્રક્ષેપ જેવું થયું, તેથી એક મોટી પથરની શિલા ઉપાડીને તેણે મરૂભૂતિના શિર ઉપર ફેંકી. અને પુન: નેત્ર રક્ત કરીને કેપના આટેપથી એક બીજી શિલા ઉપાડી તેની ઉપર ફેંકીને કમકે તેને ચૂર્ણ કરી નાખે. એટલે પ્રહારની પીડાથી થયેલ આ ધ્યાનમાં મરણ પામીને મરૂભૂતિ વિંધ્યાચલમાં ભદ્રજાતિને યૂથનાયક હાથી થયે. સ્થલ ઉપળ સમાન કુંભસ્થળવાળે, ગંભીર મુખવાળે, ઉંચે સંચાર કરતી દંડાકાર સુંઢવાળે, ઉદ્દામ મદ ઝરવાથી ભૂભાગને પંકિલ કરનારે, મદની ગંધથી લુબ્ધ થઈને આવેલા મધુકરેના ધ્વનિથી મનેહરુ, બહુ બાળહસ્તીઓથી પરિણિત, અને જંગમ પર્વત જે તે હાથી ચેતરફ ફરતે શોભવા લાગે. કમઠની સ્ત્રી વરૂણા પણ કેવાંધપણે મરણ પામીને તેજ યૂથનાયકની વલ્લભા હાથણી થઈ. તે હાથી તેની સાથે પર્વત, નવાદિકમાં સર્વત્ર સંચરતાં અખંડ ભેગસુખ અનુભવતો કડા કરવા લાગ્યો. અહીં પિતનપુરમાં અનુપમ રાજ્યસુખ ભેગવતાં અરવિંદરાજાને શરદઋતુને સમય પ્રાપ્ત થયે. તે વખતે જળથી પૂર્ણ સરોવર અને વિકસ્વર કાશપુ શોભવા લાગ્યા, સર્વત્ર સુભિક્ષ થયો અને લેકે બધા સર્વત્ર પ્રસન્ન મુખવાળા થયા. તેવા અવસરે એક દિવસ અરવિંદરાજા મહેલ ઉપર ચડી ગવાક્ષમાં બેસીને પોતાની પ્રિયાઓની સાથે સનેહરસથી નિર્ભ૨ થઈ આનંદ કરતો હતો. એવામાં આકાશમાં એકદમ ગર્જનાથી જબરજસ્ત, ઇંદ્રધનુષ્ય અને વિજળી સહિત નૂતન ઉદય પામેલા જલધરને તેણે જોયો. તે વખતે આકાશમાં ક્યાંક સ્ફટિક, શંખ, ચંદ્રમંડળ, રજત અને હિમના પિંડસટશ ઉજવળ અભ્રપટલ જેવામાં આવતું, કયાંક શુકના પિચ્છ અને ઇંદ્રનીલ સમાન પ્રભાવાળું નીલ અબ્રપટલ જેવામાં આવતું, અને કયાંક કજજલ, લાજવર્ગ અને રિઝરત્ન જેવી પ્રભાવાળું શ્યામ અશ્વપટલ જેવામાં આવતું હતું. એ રીતે નયનના આક્ષેપનપૂર્વક જોવા લાયક પંચવણી અશ્વપટલ, જલધર અને ગરવ જોઈને રાજ બોલ્યા કે - અહા ! આ વિચિત્ર રમણીયતા દેખાય છે. એ રીતે કહેતે વારંવાર તેની P.P.AC, Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy