________________ 148 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. અને વેચવા તે દંતવાણિજ્ય. અર્થાત્ એને વ્યાપાર કરવાવડે જે આ જીવિકા ચલાવવી તે દંતવાણિજ્ય. બીજું લાક્ષાવાણિજ્ય-તે લાખ, મણશીલ, નીલી, ધાવડી અને ટંકણખાર વિગેરેને વિક્રય કરે છે. અર્થાત્ લાખ, ધાવડી, નીલી (ગળી), મણસીલ, હરતાલ, વોલેપ, તુવારિકા, પટવાસ, ટંકણખાર, સાબુ અને ક્ષારાદિને ક્રયવિક્રય કરો. તે લાક્ષાવાણિજ્ય. ત્રીજું રસવાણિજ્ય-તે માખણ, ચરબી, માંસ અને મઘ વિગેરે. ને કયવિક્રય કરે છે. અર્થાત્ મધ, મધ, માંસ, માખણ, ચરબી, તેલ, દધિ, દૂધ, અને વૃતાદિને કવિય કરે–તે રસવાણિજ્ય. ચોથે કેશવાણિજ્ય-તે દ્વિપદ તથા ચતુષ્પદને કયવિકેય કરે . અર્થાત્ દાસ દાસી વિગેરે મનુષ્યને તથા અશ્વ, ગાય વિગેરે તિર્યંચે કવિક્રય કરવો તે કેશવાણિજ્ય. - પાંચમું વિષવાણિજ્ય–તે વિષ, શસ્ત્રાસ્ત્ર, હળ, યંત્ર, લખંડ, હરિતાલ વિગેરે જીવઘાતક વસ્તુને કયવિક્રય કરે છે. અર્થાત્ વિષ તે નાગફણ (અફીણ), વત્સનાગ અને સેમલ વિગેરે શસ્ત્ર-તે તરવાર, બંદુક વિગેરે તથા કેશ કેદાળી વિગેરે અને લેહ તે હળાદિ વિગેરે તેને ક્રયવિક્રય કરે તે વિષવાણિજ્ય. એ પાંચ વાણિજ્ય કર્મો શ્રાવકને વર્જવા ગ્ય છે. - હવે યંત્રપીડન કર્મ–તે તલ, શેલડી, સરસવ, એરંડીયા વિગેરેને ખાંડવા યા પીલવા તે. એટલે ઘાણી વિગેરે યંત્રમાં તલ, ઈશુ, સરસવ, અને એરંડીયા વિગેરેને પીલવું યા ખાંડવું અને જળયંત્ર ચલાવવા વિગેરે યંત્રપીડનકર્મ. નિલાંછનકર્મ–તે નાસાવેધ, આંકવું, મુષ્ક છેદન, પૂંઠે ગાળવી, બાળવી, બળદના કર્ણ અને કંબલને છેદ કરાવે છે. એટલે ગાય વિગેરે પશુઓના કર્ણ, કંબલ, શૃંગ, પુચ્છને છેદ કર કરાવો, નાસાવેધ કરે, આંકવું, કર્ણાટન કરવું, પંઢ કરવા, ચર્મદાહ કરવો અને ઉંટની પુંઠ ગાળવી વિગેરે કર્મ તે નિલંછનકર્મ. એ નરકનાં દુઃખ આપનાર લેવાથી અત્યંત વર્જનીય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust