________________ મિથ્યાત્વના પ્રકાર. 195 નંત દોરાનું બાંધવું વિગેરે, 73 અમાવાસ્યાએ જમાઈ અને ભગિનીપુત્રને જન, 74 સોમવારની અમાવાસ્યાઓ અને નવોદક અમાવાસ્યાએ નદી, તળાવ વિગેરેમાં વિશેષ સ્નાનાદિ, 75 દીવાળીની અમાવાસ્યાએ પિતૃનિમિત્તે પ્રદીપપ્રદાન, 76 કાર્તિક અને વૈશાખની - પૂર્ણિમાએ સ્નાન, 77 હેળીને પ્રદક્ષિણા, નમસ્કાર અને ભેજનાદિ, ૭૮શ્રાવણ-પૂર્ણિમાએ બળિપર્વ (બળવ) કરવું, 79 દીવાસાદિ કરવા ' , અને 80 ઉત્તરાયણની રચના કરવી. - એ પ્રમાણે દેશપ્રસિદ્ધ લેકિક દેવગત (પર્વગત)મિથ્યાત્વ અનેકવિધ છે. અને લૌકિક ગુરૂ, બ્રાહ્મણ, તાપસ,ગી વિગેરેને નમસ્કાર કરો, તાપસ પાસે જઈને " શિવાય’ એમ બોલવું, મૂળ અ*લેષાદિ નક્ષત્રમાં બાળક જન્મે ત્યારે વિક્ત ક્રિયા કરવી, વિપ્રાદિકની કથા સાંભળવી, તેમને ગાય, તલ, તેલ વિગેરેનું ભેજન આપવું, તેમના બહુમાનને અર્થે તેમને ઘરે જવું–એ વિગેરે લૈકિક ગુરૂગત મિથ્યાત્વ છે. લકત્તર દેવગત મિથ્યાત્વ–તે પરતીથિકેએ સંગ્રહિત જિનબિંબની અર્ચા કરવી, પરચાવાળા એવા શ્રી શાંતિનાથ, પાર્શ્વનાથાદિની પ્રતિમાઓની આ લેકનિમિત્તે યાત્રા અને માનતા વિગેરે કરવી. અને લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ-તે લોકોત્તરલિંગી એવા પાસસ્થાદિકને ગુરૂબુદ્ધિથી વંદનાદિ કરવું અને ગુરૂસ્થાનાદિની ઐહિક ફળનિમિતે યાત્રા તથા માનતા વિગેરે કરવી તે. ટુંકામાં સમ્યકત્વ અને મિથ્યાત્વનું સ્વરૂપ નીચેના બે લોકપરથી બરાબર સમજી શકાય તેમ છે - " या देवे देवताबुद्धि-गुरौ च गुरुतामतिः / धर्मे च धर्मधीः शुद्धा, सम्यक्त्वमुपलभ्यते // अदेवे देवताबुद्धि-गुरुधीरगुरौ च या। अधर्मे धर्मबुद्धिश्च, मिथ्यात्वमेतदेव हि" | “સુદેવમાં દેવબુદ્ધિ, સુગુરૂમાં ગુરૂબુદ્ધિ અને સુધર્મમાં શુદ્ધ ધર્મબુદ્ધિ રાખવી–તે સમ્યકત્વ અને કુદેવમાં દેવબુદ્ધિ, કુગુરૂમાં ગુરૂબુદ્ધિ અને કુધર્મમાં ધર્મબુદ્ધિ-તે મિથ્યાત્વ કહેવાય છે.” માટે મિથ્યાત્વનો ત્યાગ કરવો, મિથ્યાત્વથી જીવ અનંતકાળ સંસા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust