________________ 102 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. જોતાં મનમાં સંશય લાવીને રાજાએ તેને કહ્યું કે –“અહ! તારું શરીર અને વેષ તે સૌમ્ય છે, તેથી આવું ચૈર્યકર્મ તને ઘટતું નથી.” આથી મહાબળ બોલ્યો કે –“હે રાજન ! બધું ઘટે તેમ છે, કારણ કે વિચિત્ર દેવને કંઈપણ દુર્ઘટ નથી. રતે તપણા નૈવ, ન તેને જ વનવૈ | नीयते क्टशाखायां, कर्मणाऽसौ महाबलः" // આ લોક સાંભળી “અહો ! એ વટ શું ? શાખા કઈ ? અને મહાબલ કેણુ?” એમ રાજાએ વારંવાર પૂછ્યું, છતાં તે ચોરતાપસ તે એ લોકજ બોલવા લાગ્યું. એટલે આશ્ચર્ય અને મર્મગભિત તે વચન જાણુને રાજાએ તેને બંધનમુક્ત કરાવી અભય આપીને આગ્રહથી પૂછયું. એટલે તેણે રાજાને ખાત્રપાત, સર્પદંશાદિ સર્વ યથાતથ વૃત્તાંત કહી સંભળાવ્યા. ચોરે કહેલ વૃત્તાંત સાંભળીને સાપે ડશેલ પોતાની સ્ત્રીના મરણથી ઉપન્ન થયેલ રેષથી નેત્રને રકત કરીને રાજા બોલ્યા કે –“અરેરે દૂર દેવ! અરે બાળ સ્ત્રી ને વૃદ્ધના ઘાતક ! અરે ! ચરપુરૂષની જેમ છિદ્રને જેનાર ! તે વખતે મારી પ્રાણપ્રિયાનું મારી અજાણુમાં તેં હરણ કર્યું છે, પણ એવી ધાનવૃત્તિથી તું ગર્વ કરીશ નહિ, હવે હું રક્ષક છતાં જો આ મહાબલને તું પકડે, તે હું તને બહાદુર સુભટ સમજું.” એમ કહીને રાજાએ પોતાની સંપત્તિથી તેને સત્કાર કરી પોતાના પુત્રની જેમ તે મહાબલને પોતાની પાસે રાખે, પુષ્ટ બનાવ્યું, અને દેવની તર્જના કરીને બે કે:-“હે મહાબલ ! યમના શિરપર લાત મારીને તું કીડા કર’મહાબલ ત્યાં રહીને સુખ ભોગવવા લાગ્યો; પરંતુ તે વૃક્ષની શાખા જેવાથી અંતરમાં તેને એક શલ્યરૂપ લાગતું હતું. એકદા તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કે:-“હે રાજન ! જે મારાપર પ્રસન્ન છે, તે મને અહીંથી દૂર દેશાંતરમાં મોકલી દ્યો, કે જેથી દષ્ટિવિષ નાગણ જેવી એ શાખાને હું જેવા ન પામું.” રાજાએ કહ્યું કે:-“હે વત્સ ! તું ભય ન પામ, મારી ભુજાપંજરમાં રહેલા તને દૈવકિંકર પણ શું કરવાના છે? તું નિ:શંક મનથી ભેગ ભેગવ.” રાજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust