________________ 360 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ચિંતવી પ્રસંગ જોઈ તેને મારી નાખીને તે ભાગતું હતું, તેવામાં નગરજનેએ તેને પકડી લઈને કેટવાળને સેં. તલાક્ષિકે રાજાને સે, રાજાએ વધને હુકમ કર્યો. એટલે શરીરે થરથરતા શ્રીગુપ્તને એક વૃક્ષની શાખા સાથે ફાંસીએ દઈને રાજપુરૂષ સ્વસ્થાને ચાલ્યા ગયા. કંઠપાશથી પીડીત થયેલ શ્રીગુપ્ત આકાશ અને પૃથ્વી સામું ટગરટગર જેવા લાગ્યો. એવામાં આયુષ્યના બળથી તેને પાશ તૂટી ગયો, એટલે તે જમીન પર પડ્યો, અને શીત પવનથી સાવધાન થઈ ભયને લીધે તે સત્વર ત્યાંથી ગધૃતિ કરી ગયે. આગળ જતાં એક વનનિકુંજમાં તે પેઠે. ત્યાં કે મધુર ધ્વનિ તેના સાંભળવામાં આવ્યું એટલે શબ્દસન્મુખ જતાં સ્વાધ્યાય કરતા એક મુનિ તેના જેવામાં આવ્યા. તેમને બેલતા જોઈને ભયને લીધે એક વૃક્ષની આડે છુપાઈને તે સાંભળવા લાગ્યું. તે સાંભળતાં તેના અંત:કરણમાં શુભ ભાવના જાગૃત થઈ, તેથી તે વિચારવા લાગ્યું કે –“અહો ! આ મહાનુભાવ તપ અને સંયમ સાધે છે, અને હું દુરાચારી, મહાદુષ્ટ, મહાપાપિષ્ટ અને સપ્તવ્યસની છું, તે મારી શી ગતિ થશે?” આમ વિચારી તે મુનિની પાસે જઈ તેમને વંદન કરીને તેમની પાસે બેઠા, અને મુનિ પાઠ કરતા હતા તે સાંભળવા લાગે. મુનિ બેલ્યા કે –“હે ભદ્ર! તે પાપવૃક્ષનું પુષ્પજ હજુ ભગવ્યું છે, તેનાં કટુ ફળ તે હવે ભેગવીશ; પરંતુ તું વૃથા પાપ શા માટે કરે છે? નરકમાં પચન, પીડન, તાડન, તાપન અને વિદારણુ-વિગેરે કષ્ટ તારાથી શી રીતે સહન થશે? આ પાપનું ફળ તારે અનંતી વાર ભેગવવું પડશે.” આ પ્રમાણે સાંભળીને તે બોલ્યા કે - ત્યારે હવે મારે શું કરવું?’ મુનિ બેલ્યા કે:-“મારા કહ્યા પ્રમાણે કર.” શ્રીગુપ્ત બોલ્યો કે- આપના કહ્યા પ્રમાણે કરવું કબુલ છે.' મુનિએ કહ્યું કે –“સાંભળ. હિંસા, ચેરી અને વ્યસન સર્વથા તજી દે, અને શ્રી શત્રુંજયતીર્થની સેવા કર. ત્યાં શ્રદ્ધાપૂર્વક કરેલાં દાન, તપ અને ધ્યાન બહુ ફળદાયક થાય છે, તથા બધાં પાપ વિલય થાય છે. ત્યાં રહીને દર વરસે સાત છઠ્ઠ અને બે અઠ્ઠમ કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust