________________ બંધુદત્ત કથા. ૩પ૭ મુખપવી પણ છે કે તે કહી તા૩ પાત્રરૂપ મહીધર નામે સાર્થવાહ મિત્ર હતો. તે સાર્થવાહને સાત વ્યસનમાં આસક્ત એ શ્રીગુપ્ત નામે પુત્ર હતા. તે દરરોજ રાત્રે ચેરી કરતો હતો. એકદા રાત્રે સાર્થવાહ ખેદયુક્ત મનથી રાજા પાસે આવ્યો, એટલે રાજાએ તેને આદરપૂર્વક બેલાવીને પૂછયું કે –“હે ભદ્ર! તારૂં મુખ કેમ ખિન્ન દેખાય છે?” એટલે સાર્થવાહ નીચું જોઈ નિ:શ્વાસ નાખીને બોલ્યા કે-હેવિ ! બીજાથી ઉત્પન્ન થયેલ દુઃખ સુખ કહી શકાય, પણ પિતાનાથી પ્રગટેલ દુઃખ કહી પણ ન શકાય અને પવી પણ ન શકાય.” એટલે રાજાએ તેને એકાંતમાં પૂછ્યું કે તારે શું દુઃખ છે તે કહે " સાર્થવાહ બે કે: હે પ્રભે! મારે એકને એક પુત્ર છે, તેણે ઘુતાદિ વ્યસનમાં લંપટ બની મારૂં પૂર્વ સંચિત ધન બધું ગુમાવી દીધું છે. કુસંગતિથી વાર્યા છતાં તે અટકો નથી. ચેરી અને અન્યાય બહુ કરે છે. તેને માટે હવે શું કરવું? અને કેની આગળ કહેવું? ઘુતકારના સ્થાન (જુગારખાના)થી મહા કષ્ટ ઉઠાડ્યો ત્યારે સમશ્રેણીના ઘરે ખાતર પાડીને તેનું સર્વસ્વ લઈ લીધું. તે હકીકત જાણીને હું અહીં આ છું; તેથી મને અપરાધી ગણું મારું સર્વસ્વ લઈ લે. કારણ કે:-“ચેર, ચેરી કરાવનાર, ચોરને સલાહ આપનાર, ચારના ભેદને જાણનાર, ચેરીને માલ ખરીદ કરનાર, ચોરને ભજન આપનાર અને સ્થાન આપનાર–એમ સાત પ્રકારે ચેર કહેલ છે.” પછી રાજાએ કહ્યું કે –“હે સાર્થવાહ! શાંત થાઓ. બધું ઠીક થઈ રહેશે.” એમ કહી તેને ધીરજ અને સન્માન આપીને રાજાએ વિસર્જન કર્યો. હવે પ્રભાતકૃત્ય કરીને રાજા રાજસભામાં આવીને બેઠે, તેવામાં નગરજનો પોકાર કરતા આવ્યા. રાજાએ પૂછયું, એટલે તેમણે ચોરીને વૃત્તાંત નિવેદન કર્યો. રાજાએ પુનઃ પૂછયું કે –“અરે! તમારૂં કેટલું દ્રવ્ય ગયું છે?” નગરવાસીઓ બોલ્યા કે–“હે વિભો! અમારી એકંદર પચીશ હજાર સોનામહોરો ગઈ છે.” તે સાંભળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust