________________ બંધુદત કથા. 355 જીવનો ઘાત ન કરે.' એમ કહીને તે મુનિવરે અન્યત્ર વિહાર કરી ગયા. પલિપતિ માર્ગ બતાવીને સ્વગૃહે પાછા આવી તે મુનિવરની અનુમોદના કરવા લાગ્યા. એકદા પોતાની સ્ત્રી ચંદ્રાવતી સહિત પલ્લોપતિ નદીમાં કીડા કરવા ગયા હતા, ત્યાં જળપાનને માટે આવેલા સિંહ તે બંનેનું ભક્ષણ કરી ગયે. તે વખતે તે બંને મરણ પામીને નમસ્કાર-પાનના પ્રભાવથી સૈધર્મ દેવલોકમાં પાપમના આયુષ્યવાળા દેવ થયા ત્યાં દેવ આયુ પાળીને ત્યાંથી આવી શિખરસેનને જીવ મહાવિદેહમાં ચક્રપુરી નગરીમાં કરૂમૃગાંક નામે રાજાને મીનમૃગાંક નામે પુત્ર થયો અને ચંદ્રાવતીને જીવ ત્યાંથી વીને ભૂષણ ભૂપતિની વસંતસેના નામે પુત્રી થઈ. તે બંને યૌવનાવસ્થા પામ્યા, એટલે બંનેનો વિવાહ થયે અને પૂર્વ ભવના સહયોગે પરસ્પર પરમ પ્રેમમાં તત્પર થયા સતા સુખભેગ ભેગવવા લાગ્યા. કુરૂમૃગાંક રાજા ચિરકાળ રાજ્યસુખ ભેગવીને વૈરાગ્ય પામવાથી મીનમૃગાંક પુત્રને રાજ્ય આપી પોતે વનમાં જઈને તાપસ થ; એટલે વસંતસેનાને પટરાણી બનાવીને મીનમૃગાંક રાજ્યસુખ ભોગવતાં યૌવનથી મદમત્ત થઈ મૃગયાનો વ્યસની થયો. અનેક તિર્યંચાને તેના સ્ત્રી પુત્રો સાથે વિગ કરાવી તેમને ભેગાંતરાય કરવા લાગ્યો અને ભેગાંતરાય કર્મ બાંધવા લાગ્યું. વૃષભ, અશ્વ અને પુરૂષોનું વંઢત્વ કરવા લાગ્યું. એ રીતે તે બહુ પાપવ્યસનમાં પરાયણ થયા. અંતે દાહજવરની પીડાથી મરણ પામી રૌદ્ર ધ્યાનના વશથી છઠ્ઠી નરકે ગયે. વસંતસેના પણ પતિના વિગે અશ્વિમાં પ્રવેશ કરીને તેજ નરકમાં નારકી થઈ. ત્યાંથી નીકળી પુષ્કરવરદ્વીપના ભરતક્ષેત્રમાં દરિદ્રીના કુળમાં જુદે જુદે ઘરે પુત્ર પુત્રી થયા. તે બંને પરણ્યા. એકદા તેમણે સાધુઓને જેયા, એટલે ભક્તિપૂર્વક પરમ આદરથી તેમને અન્નપાન વહોરાવ્યું અને ઉપાશ્રયે જઈને તેમના મુખથી ધર્મ સાંભળે. પછી બંને ગૃહસ્થ ધર્મ પાળીને મરણ પામી પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચવીને તમે બંને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust