________________ -~~- ~ ~ ૩પ૬ શ્રી પાર્શ્વનાથચરિત્ર–ભાષાંતર. શ્રેષ્ઠિસુત સુતા થયા છે. હે બંધુદત્ત!ભીલના ભાવમાં જે તિર્યંચાનો વિગ તે કરાવ્યો હતો, તેથી તને આ ભવમાં વિગદુઃખ પ્રાપ્ત થયું.જે જે કર્મ કરવામાં આવે છે, તે તે કર્મ ભાગ્યકાળે તે રૂપમાં જ પ્રગટ થાય છે.” આ પ્રમાણે જિનવચન સાંભળતાં અને ઉહાપોહ કરતાં બંધુ દત્તને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે પિતાને પૂર્વભવ જે. અને ભગવંતના ચરણમાં પ્રણામ કરીને તે કહેવા લાગે કે –“હે ભગવદ્ ! તમે જે કહ્યું તે યથાર્થ છે. જાતિસ્મરણજ્ઞાનથી મારે પૂર્વ ભવ મારા જેવામાં આવ્યું છે. આપે કહ્યું તે બધું સત્ય જ છે. અહે! અદ્યાપિ મારું ભાગ્ય જાગ્રત છે કે જેથી આપના ચરણકમળ મને પ્રાપ્ત થયા, હવે મારે શું કરવું અને શું સ્મરવું તે કૃપા કરીને કહે.” ભગવંત બોલ્યા કે:-“હે ભદ્ર! દુર્જનને સંસર્ગ તજી સાધુસમાગમ કર, અહોરાત્ર પુણ્ય કર અને સદા સંસારની અનિત્યતા સંભાર, ઔચિત્યનું ઉલ્લંઘન ન કર, સદગુરૂની સેવા કર તથા દાનાદિકમાં પ્રવૃત્તિ રાખ. વળી શુભ ભાવના ભાવ, તેમજ ગસિદ્ધિને માટે પ્રવૃત્તિ કરતાં વાક્ષેપને ત્યાગ કર. સદા અંતર્દષ્ટિ રાખીને વૈરાગ્યભાવના ભાવમાં મંગળજાપ કર અને સ્વદુકૃતની ગહ, ચાર શરણાની આરાધના તથા કરેલાં પુણ્યકાર્યની અનુમોદના કર. પરમ જ્ઞાનને મેળવવા માટે પ્રયત્ન કર. સારાં દષ્ટાંતેનું મનન કર અને ધર્મશાસ્ત્રનું શ્રવણ કર-એજ આ સંસારમાં સારભૂત છે.” આ પ્રમાણે સાંભળીને પલ્લી પતિ બોલ્યો કે-“હે સ્વામિન્ ! હું પાપી, દુષ્ટ, ધૃષ્ટ, દુરાચારી, હીનાચારી, સાત વ્યસનમાં આસક્ત અને પરદ્રવ્યને ચિરવાવાળો તથા સ્ત્રીલંપટ છું, તે મારી કઈ રીતે શુદ્ધિ થાય ખરી?” એટલે જગદ્ગુરૂ શ્રી પાર્શ્વનાથ બોલ્યા કે “હે ભદ્ર! પાપિષ્ટ પ્રાણું પણ પાપ તજીને સુકૃત કરે તો તે પણ શુદ્ધ થાય છે. આ વિષયમાં શ્રીગુપ્તનું દષ્ટાંત છે તે સાંભળ– “આજ ભરતક્ષેત્રમાં વૈજયંતી નામે નગરી છે. ત્યાં ન્યાયી અને પ્રજાપાળક નળ નામે રાજા રાજ્ય કરતે હતો. તેને પરમ પ્રેમના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust