________________ બંધુદત કથા. 353 પ્રહાર કરવા લાગ્યા પરંતુ બંધુદત પાશ્વનાથના નામરૂપ મંત્રને વારંવાર સંભારતો હોવાથી તરવારને સખ્ત પ્રહાર કરતાં પણ તે તેને લાગતી નહોતી અને તેના મામાને પણ ભગવંતના નામસ્મરણના પ્રસાદથી લાગતી હતી. એટલે સેવકોએ આવીને પલિપતિને કહ્યું કે-હે સ્વામિન ! એક પરદેશી પુરૂષને સખ્ત પ્રહાર કરતાં પણ ખચ્ચ લાગતું નથી. એટલે પહિલપતિ બોલ્યા કે તેને અહીં બેલા.”સેવકે તેને ત્યાં લઈ આવ્યા એટલે ત્યાં પ્રિયદર્શના બેઠી હતી, તેણે પોતાના પતિને ઓળખે અને બંધુદત્ત પણ પિતાની પ્રિયાને જોઈને મુદિત થયે. અને અન્ય હર્ષિત થયેલા એવા તે બંનેની ચક્ષુમાંથી હર્ષના બિંદુ ટપકવા લાગ્યા એટલે પદ્ધિપતિ છે. લ્યા કે-“આ શું ?" પ્રિયદર્શના બેલી કે- આ મારા પતિ છે.” એટલે પશ્વિપતિએ બંધુદત્તને આલિંગન કર્યું. અને તેને સારી રીતે સત્કાર કર્યો. પછી “આ બીજુ કેણ છે?' એમ પશ્વિપતિએ પૂછયું, એટલે બંધુદત બોલ્યો કે એ મારા મામા છે.” પછી બીજા આઠેબંદીજનેને પણ તેણે છોડાવ્યા, અને બંધુદત્ત પ્રિયા સહિત આઠ દિવસ ત્યાં રહ્યા. પશ્વિપતિએ તેને વિશેષ સત્કાર કર્યો. એકદા ચંડસેને બંધુદતને પૂછયું કે-“હે બંધુદત્ત ! મને અતિ વિસ્મય થાય છે કે-“કઠિન ખડ્ઝના પ્રહાર સખ્તરીતે કરતાં છતાં પણ તને કેમ લાગ્યા નહિ ? શું તારી પાસે કાંઈ ઓષધિ છે કે કોઈ મંત્રને પ્રભાવ છે? તે સત્ય કહે.” એટલે બંધુદત્ત બે કે –“હે સ્વામિ ! એ ઔષધિને કે મંત્રનો પ્રભાવ નથી, પણ એ મારા દેવ તથા ગુરૂને પ્રભાવ છે” પદ્વિપતિએ પૂછ્યું કે “તારા દેવ ગુરૂ કેણ છે?” બંધુદત્ત બે કે –“હે સ્વામિન્ ! હું શપથ પૂર્વક સાચે સાચી વાત કહું છું તે સાંભળો–મારા દેવ પાર્શ્વનાથ છે અને ગુરૂ પણ શ્રી પાર્શ્વનાથ છે. તેમના નામ સમરણથી ખદ્ગને પ્રહાર અટકે તેમાં શું આશ્ચર્ય ? પણ શ્રી પાર્શ્વનાથ નામના પ્રભાવથી બીજા પણ ઘણું વિદને વિનાશ પામે છે.”એટલે પદ્ધિપતિ પુનઃ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust