Book Title: Parshwanatha Charitra
Author(s): Udayvir Gani, Parmananddas Ratanji Sheth
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 368
________________ ઉપર શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. તેથી રાજા કે પાયમાન થયા. તે વખતે તારા ધનદત્ત મામા કે ગામ ગયેલા હતા, એટલે તેના પુત્રને રાજાએ કેદ કર્યો. પછી ધનદત્ત ગામથી પાછો આવ્યો, એટલે કોટિ દ્રવ્ય આપવાનું ઠરાવીને પુત્રને છેડા; પરંતુ દંડ ભરવાની રકમ પૂરી ન થવાથી બાકી ધન લેવા માટે તે ધનદત્ત પોતાના ભાણેજ બંધુદત્ત પાસે ગઈ કાલેજ ગમે છે.” આ હકીકત સાંભળીને બંધુદત્ત ચિંતવવા લાગે કે–અહે મારા કર્મની ગતિ વિષમ જણાય છે, કારણ કે–અહીં પણ નથી અને ત્યાં પણ કંઈ નથી, જ્યાં જાઉં છું ત્યાં કંઈ નથી. જે કાર્યની શરૂઆત કરું છું તે કર્મયેગે સિદ્ધજ થતું નથી. હવે મારે શું કરવું અને કયાં જવું?” આમ ચિંતવીને તે મામાના ગામ ભણું ચાલ્ય, એવામાં માર્ગમાં તેના મામા મળ્યા એટલે પરસ્પર આલિંગન દઈને બંને નેહસહિત મળ્યાં. પછી પોતપોતાને વૃત્તાંત કહેવાથી તેઓ દુ:ખિત થયા અને વિચાર કરવા લાગ્યા. એવામાં અકસમાત બળિદાનને માટે પુરૂષની શોધમાં ફરતા પશ્વિપતિના માણસોએ તેમને જોયા. એટલે તેમને પકડીને લઈ ગયા, બીજા પણ આઠ પુરૂષોને માર્ગમાંથી પકડીને લઈ આવ્યા. એવામાં એક માસ પૂરો થયે એટલે પશ્વિપત્તિએ વિચાર્યું કે–આજે એક મહિને પૂરે થયે, પણ બંધુદત્તને તે પત્તો ન મળે તે પણ મેં જે દશ પુરૂષોની માનતા કરી છે તે તે દેવીને બલિદાનમાં આપવા.” આમ ચિંતવીને પશ્વિપતિ બોલ્યો કે હે સેવકે ! ચાલો દેવીની આગળ આ પુરૂષનું બળિદાન કરે તે વખતે તેણે પ્રિયદર્શનને સપુત્ર ત્યાં અણાવીને દેવીને નમન કરાવ્યું એટલે પ્રિયદર્શનાએ વિચાર કર્યો કે-“અહો! બહુ ખેદની વાત છે કે હું શ્રાવકુળમાં જન્મ પામી છતાં મારે નિમિત્તે આ માણસે માર્યા જાય છે. ખેદનું કારણ વિશેષ એ છે કે પશ્વિપતિને અટકાવ્યા છતાં, તે અટકતા નથી.” અહીં બંધુદત પોતાનું મરણ પાસે જાણુને પંચપરમેષ્ઠી મહામંત્રનો વારંવાર ઉચ્ચાર કરવા લાગે તથા ખમતખામણ કરવા લાગ્યું અને ઉચ્ચ સ્વરે પાર્શ્વનાથનું નામ સ્મરણ કરવા લાગ્યું. તે વખતે ભીલે તેને મારવા માટે શસ્ત્રને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384